Premna Prayogo - 3 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | પ્રેમનાં પ્રયોગો - ૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમનાં પ્રયોગો - ૩

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૩) ટીચર્સ ડે

“સો ધેર આર વેરીયસ ટાઇપ્સ ઓફ કોમ્યુનીકેશન નેટવર્ક, વન ઓફ ધેમ ઇઝ ATM.”, મહાવિર એન્જીનીયરીંગ કોલેજના કોમ્યુનીકેશનના સ્મિત સરે લેક્ચર આપતા કહ્યુ. એણે પાછલી ત્રણ બેન્ચના સ્ટુડન્ટ્સને જોયા. એમણે એ સ્ટુડન્ટ્સની આંખોને ઇગ્નોર કરી અને એનો બોરીંગ લેક્ચર ચાલુ રાખ્યો.

નામ જ માત્ર સ્મિત.. સ્મિત ચહેરા પર દેખાય તો પૈસા પાછા. સ્મિત સર એટલે કઠોર સ્વાભાવ, કડક વાણી. ચહેરા પર સ્માઇલ આવે એના માટે તમે શરત મારી હોય તો ભાગ્યેજ તમે જીતી શકો. સ્મિત સર માત્ર પ્રોફેસર નહોતા, પણ એ કોમ્યુટર ડીપાર્ટમેન્ટનાં H.O.D પણ હતા. નો ડાઉટ સ્ટુડન્ટ્સ પણ કહેતા કે સર નોલેજની ખાણ છે. પણ એક પ્રોબ્લેમ તો હતી જ કે એ લેક્ચર લેવાનુ ચાલુ કરે એટલે એમનો રેડીયો એક કલાક સુધી ચાલુ જ રહે, અને કોમ્યુનીકેશનના ભજન ઉંઘની ગોળી જેવુ કામ કરે.

બે મહિનામાં તો સ્ટુડન્ટસ ફેસબુક પર ડીપાર્ટમેન્ટના ગૃપમાં પોસ્ટ કરવા લાગ્યા કે જો કોઇ ઉંઘ ન આવવાની બીમારીથી પીડાતુ હોય તો સરનો લેકચર ભરી લો. કોઇ જ ડોક્ટરની જરૂર નહિ પડે.

આજે ત્રણ સપ્ટેમ્બર હતી. ATMનો ટોપીક ક્લાસમાં ચાલી રહ્યો હતો. આજે તો લાસ્ટ ત્રણ બેન્ચ તો ઠીક પણ છેલ્લેથી ચોથી બેન્ચ જેમા ક્લાસની એક ટોપર છોકરી પણ બગાંસા અને ઝોંકા ખાતી હતી.

“સ્ટેન્ડ અપ, તર્ક.”, સ્મિત સરે કહ્યુ.

તર્કે પોતાનો હાથ પોતાની છાતી તરફ ઇશારો કરીને “હું?”, એવુ કહેવાનો પ્રયત્ન કર્યો.

“યસ, યુ ! આર યુ ઇન ગાર્ડન ?”, પેલી ટોપર છોકરી ઉપર ઉતારવાનો ગુસ્સો આજે તર્ક પર ઉતરવાનો હતો, કારણ કે તર્કની ટીમ તો રોજે ઉંઘતી જ હોય છે. સર પણ એને ઇગ્નોર કરતા હોય. આજે પેલી નિકિતા પણ ઉંઘવાની તૈયારીમાં હતી, આજે સરનો મગજ ફર્યો હતો.

“વોટ ઇઝ ધ ફુલ ફોર્મ ઓફ ATM ?”, સ્મિત સરે પૂછ્યુ. તર્ક કો આસાન સવાલ કા આસાન જવાબ પતા નહીં થા. તર્કે પોતાનું માથુ કોઇ જ તર્ક કર્યા વિના જ નીચુ કરી દીધુ.

સ્મિત સરે હવે લપ ચાલુ કરી. તર્કને એ સવાલ પૂછ્યા પછી તર્ક જે લાઇનમાં બેઠો હતો, એ લાઇનના બીજા સ્ટુડન્ટોને પણ એ જ સવાલ પૂછવામા આવ્યો. પણ છેલ્લેની ત્રણ બેન્ચ કદી સ્મિત સરના લેક્ચરને સહન કરી જ નહોતી શકી, એમના ભાગે સરની કરૂણાની ઉંઘ જ હતી. સવાલોના જવાબ નહિ.

છેલ્લી ત્રણ બેન્ચના બધા જ છોકરાઓ અને છોકરીઓ ઉભા હતા. વિશેષનો વારો આવ્યો તો વિશેષે વિશેષ જવાબ આપ્યો.

“ATM એટલે ઓટોમીક ટેલર મશીન”, આટલુ બોલતા જ આખો ક્લાસ હસી પડ્યો. પણ સરના ચહેરા પર જે સ્મિત હતુ જ નહિ, એ સ્મિત સ્મિતથી પંદર કિલોમીટર વધારે દૂર ચાલ્યુ ગયુ.

“આઇ ડીડન્ટ એક્સપેક્ટ ધીઝ !”, સરનો ગોરો ચહેરો લાલઘુમ થઇ ગયો.

“શેમ ઓન યુ, બીઇંગ સ્ટુડન્ટ ઓફ કમ્યુટર સાયન્સ યુ ડોન્ટ નો ઇવન ફુલ ફોર્મ ઓફ ATM ”,

“જે સ્ટુડન્ટ્સ ઉભા છે, એ બધાએ આ વર્ડ નુ ફુલફોર્મ દસ હજાર વાર લખવાનુ છે”,

“શીટ.”, લગભગ ઉભેલા બધા આ વર્ડ એકસાથે બોલ્યા.

“આજે અટેન્ડન્સ નહિ લેવાય.’, સ્મિતસર ગુસ્સામાં જ બોલ્યા અને એમણે ક્લાસ છોડ્યો.

“અરે યાર, આ શું છે?, આ કંઇ રીત ના કહેવાય, જો આપણને લોકોને એના લેકચરમાં ઉંઘ આવે તો એણે એક વાર વિચારવુ જોઇએ કે પ્રોબ્લેમ ક્યાં છે? કારણ કે દિવસનો લાસ્ટ લેક્ચર પ્રિતી મેમનો હોય છે, અને પોણા છ વાગે પણ બધા સ્ટુડન્ટ્સ એ લેક્ચર એન્જોય કરે છે અને આ તો દિવસનો પહેલો લેકચર હતો, જો પહેલા લેકચરમાં જ બધા ઉંઘી જતા હોય તો મને નથી લાગતુ કે પ્રોબ્લેમ આપણામાં હોય !”, તર્કે વિશેષની સામે પોતાની બડાંસ કાઢતા કહ્યુ.

“યાર, કંઇક તો કરવુ જ પડશે.”, વિશેષે પણ કહ્યુ. ક્લાસ પત્યો એટલે બધા બહાર નીકળવા જઇ રહ્યા હતા. ત્યાંજ પ્રિતી મેમ ક્લાસમાં આવ્યા. બધાનો ગુસ્સો પ્રિતી મેમની પ્રીટીનેસથી જ ગાયબ થઇ ગયો.

“સો, સ્ટુડન્ટ્સ, બે દિવસ પછી ટીચર્સ ડે છે, આપડી કોલેજમાં ફર્સ્ટ ટાઇમ ટીચર્સ ડે સેલીબ્રેટ કરવાનો છે, પ્રિન્સીપાલ સરે ખુબ સારૂ બજેટ પણ આપ્યુ છે. તો ડીપાર્ટમેન્ટ વાઇઝ બધાએ જે ઇવેન્ટ ઓર્ગ્નાઇઝ કરવી હોય એ ડીસાઇડ કરી નાખો એન્ડ જે વસ્તુઓ જોઇએ એનુ લીસ્ટ પણ બનાવી નાખો. સાથે જે લોકોને ટીચર્સ માટે પાર્ટીસીપેટ કરવાનું હોય એ લોકો પણ નામ લખાવી દો, ડીપાર્ટમેન્ટ H.O.D માટે પણ નામ લખાવી દો, એના માટે “જો હું H.O.D હોવ તો !” ની સ્પીચ આપવાની છે. સો બી પ્રીપેર્ડ ફોર ગ્રેટ એન્જોયમેન્ટ.”

મેડમે ટીચર્સ ડેના સેલીબ્રેશન વિશે કહ્યુ અને ક્લાસની બહાર નીકળ્યા. બધા જ સ્ટુડન્ટ “વોઓઓઓ.”, કરીને ચીસો પાડવા લાગ્યા.

પણ તર્કના મગજમાં કંઇક તર્ક સુજ્યો હતો. એટલે તર્કની ખુશીનુ કારણ એ તર્ક જ હતો, પણ હકીકતમાં એ તર્ક હતો જ નહિ, સ્મિતસરના ચહેરા પર સ્મિત લાવવા માટેનો વિતર્ક હતો. કારણ કે સ્મિત સરમાં પ્રેમને બદલે સ્ટુડન્ટો પ્રત્યે નફરત વધી ગઈ હતી. બસ પ્રેમનો પ્યાલો સ્મિત રેડીને પીવરાવવાનો હતો.

સ્ટુડન્ટ્સ પોતપોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે પાર્ટીસીપેટ કરી રહ્યા હતા. ઇવેન્ટ્સ તો બધા સ્ટુડ્ન્ટ્સને મળીને જ ઓર્ગેનાઇઝ કરવાની હતી. પણ ટીચર્સ ડેમાં ટીચર્સ અને H.O.D બનવા માટે ઓડિશન હતી. તર્કે H.O.D બનવા માટે નામ લખાવ્યુ. ચોથી સપ્ટેમ્બર એટલે કે બીજા દિવસે H.O.Dની સ્પીચ આપવાની હતી. જે H.O.Dમાં સીલેક્ટ થાય એ ઓટોમેટીકલી પ્રિન્સીપાલ માટે નોમીમેટ થઇ જાય. પછી જે પ્રીન્સીપાલમાં નોમિનેટ હોય એને “જો હું પ્રીન્સીપાલ હોવ તો !” ની સ્પીચ આપવાની. એમાંથી બેસ્ટ સ્પીચ સીલેક્ટ થાય એ પ્રિન્સીપાલ.

તો તર્ક પાસે આ એક ચાન્સ હતો. સ્મિત સરના ચહેરા પર સ્મિત લાવવાનો. એણે H.O.Dની સ્પીચ લખવાની તૈયારી કરી દીધી. ઘરે જ પોતાના નાના નાના ભત્રીજા ને ઓડીયન્સ બનાવીને સ્પીચનુ રીહર્સલ પણ કર્યુ. તર્કને આજે H.O.D બનવાની લાલચ નહોતી. તર્કને એના શબ્દોમાં ભરોસો પણ હતો. તર્કની પાસે શબ્દોના જ ફુલ અને શબ્દોના જ હથિયાર હતા. પણ એ ફુલરૂપી હથિયારો વડે કોઇના ચહેરા પર સ્મિત લાવવાનુ હતુ.

બીજો દિવસ શરુ થયો. ડીપાર્ટમેન્ટની લેબમાં ઓડિશન હતુ. તર્કે કોમ્પ્યુટર ટેબલની સામેથી ચેઇર ખેંચી અને એક બે સ્ટુડન્ટ આવીને બેસેલા હતા એની સાથે ગપ્પા શરુ કર્યા. હજુ કોઇ સર આવ્યા નહોતા. પણ દસેક મિનિટમાં પાંચેક સરની એન્ટ્રી થઇ. લગભગ બધા સ્ટુડન્ટ્સ પણ આવી ગયા.

સ્ટુડન્ટ્સની સામે વર્તુળાકારે પાંચ સરની પેનલ બેસી હતી. વાતાવરણ એકદમ શાંત હતુ. એમા પણ સ્મિતસરની ગંભીરતા લેબમાં ફેલાયેલી હતી. સરે સ્ટુડન્ટ્સની સ્પીચ શરૂ કરવા જુનીયર પ્રોફેસરને ઇશારો કર્યો. તર્કની જ ક્લાસમેટ વિવેકી ઉભી થઇ. એની સ્પીચ એના નામ જેવી જ વિવેકપુર્ણ હતી. જો હું H.O.D હોવ તો આ કરીશ, તે કરીશ, સફાઇ, એજ્યુકેશન, કમ્પ્લેઇન સોલ્યુશન આવા બધા ટોપીક્સને કવર કરતી થોડીક કંટાળા જનક સ્પીચ આપી. ધીરે ધીરે બધા જ સ્ટુડન્ટ્સનો નંબર આવવા લાગ્યો. લગભગ બધી જ સ્પીચ અંગ્રેજીમાં અપાયેલી હતી. એટલે એમા વોલ્યુમ ધીમુ અને વિવેકી શબ્દો હતા. જેમાં ઇન્ટર ફ્લો અને ગુજરાતી ફીલીંગ્સ હોય એતો નહોતી જ. અત્યાર સુધીની મોસ્ટ ઓફ સ્પીચ શાંત હતી.

હવે તર્કનું નામ બોલાયુ. તર્ક થોડોક પણ નર્વસ નહોતો. કારણ કે એને H.O.D નહોતુ બનવું. પણ એને એવો વિશ્વાસ પણ હતો, કે જો એની સ્પીચને સમજવામાં આવે તો એના સીવાય H.O.D બની શકે એવી કોઇ જ શક્યતાઓ નહોતી. તર્ક બધા જ સરો સામે ઉભો રહ્યો. એના હાવભાવ આજે કંઇક અલગ હતા. એના કપાળમાં આજે વિવેકાનંદના કપાળ જેવુ જ તેજ હતુ. એની આંખોમાંથી પ્રકાશનો ધોધ વહેતો હતો. એના હોઠો શબ્દોને જન્મ આપવા તૈયાર હતા.

અને તર્કે એની તર્ક મુક્ત ગુજરાતીમાં જ સ્પીચ શરૂ કરી,

“માફ કરજો ગુજરાતીમાં જ બોલીશ, મારે આજે એવુ કશુંજ નથી બોલવુ કે જો હું H.O.D હોવ તો આમ કરીશ અને તેમ કરીશ, પણ મારે પહેલા H.O.Dની ડેફીનેશન આપવી છે.

જો હું H.O.D હોવ તો એ કહેતા પહેલા H.O.D એટલે શુ? એ કહેવુ મને જરુરી લાગે છે. શું H.O.D એટલે કેબિનમાં બેસી રહીને નતનવા ડોક્યુમેન્ટ પર સાઇન કરવી એ?, ના. શું H.O.D એટલે ગંભિર ચેહરો અને ઓલવેઝ બીઝી મેન?, મારા મતે ના. શું H.O.D એટલે માત્ર ખાસ ઓકેશન્સ પર જ નજરે પડતો માણસ? જવાબ ના જ છે.

H.O.D ના મુખ્ય કામમાંથી મે ત્રણ કામ સીલેક્ટ કર્યા છે ૧) મેનેજમેન્ટ ઓફ ડીપાર્ટમેન્ટ ૨) પ્રોબ્લેમ સોલ્યુશન ઓફ સ્ટુડન્ટ જે આસીસ્ટન્ટ પ્રોફેસર થી સોલ્વ થઇ ના હોય ૩) ગીવીંગ લેકચર્સ

ક્વોલીટી ઓફ એજ્યુકેશન એ મહત્વ નો મુદ્દો છે. ગોખણીયુ જ્ઞાન એક્ઝામ સુધી જ કામ આવે પણ પ્રેક્ટિકલ નોલેજ તો મરતા સુધી માજા ના મુકે. જો હું H.O.D હોવ તો તો સ્ટુડન્ટસને પ્રેક્ટિકલ નોલેજ આપવા પર વધારે ભાર આપુ. હા એક્ઝામ પણ મહત્વની છે. પણ અત્યારે એન્જીનીયરીંગના સ્ટુડન્ટો વિશે જે મને ખબર છે એ પ્રમાણે એ લોકો એક્ઝામના થોડા દિવસો પહેલા વાંચીને સારા એવા ગ્રેડસ લાવે છે.

લેકચર્સમાં જસ્ટ ભણાવુ નહિ પણ ભણાવતા ભણાવતા એ પણ ધ્યાન રાખુ કે સ્ટુડન્ટસ સાથે વધારે ઇન્ટરેકશન કેમ થાય? જેથી સ્ટુડન્ટ્સ સુઇ ન જાય. એવા ઘણા લેકચરો હોય છે જેને સ્ટુડન્ટ્સની સ્માઇલ સાથે નફરત હોય છે. હું એવી રીતે ભણાવુ જેથી મારા ક્લાસના સ્ટુડન્ટ્સના ચેહરા પર ભણતી વખતે સ્માઇલ હોય અને મારા ચેહરા પર પણ. બીકોઝ સ્માઇલીંગ ફેસ ઓલવેઝ હેલ્પ્સ., જો શિક્ષકના ચહેરા પર સ્માઇલ ના હોય તો વિધાર્થીનુ મગજ તાળુ મારીને સુઇ જ જાય. જો શિક્ષક એના ચહેરા પર સ્માઇલ નહિ રાખે તો ઓબવીઅસલી સ્ટુડન્ટના ચહેરા પર સ્માઇલ નહિ આવે. જે વસ્તુ સ્ટુડન્ટ એન્જોય નહિ કરે તે એને યાદ નહિ રહે. સ્ટુડન્ટ્સને ક્લાસની ગોસીપ યાદ રહે છે, પણ ત્રણ શબ્દોનુ ફુલ ફોર્મ યાદ નથી રહેતુ, કારણ કે એ વાંચતી વખતે એને એમા એન્જોયમેન્ટ નથી મળ્યુ. જો હું H.O.D હોવ તો એવી ટીચીંગ સ્ટાઇલ લાવુ કે સ્ટુડન્ટ ફન એન્ડ લર્ન બન્ને કરે. પેલી સરકારની સ્ટ્રેટેજી છે ને જ્ઞાન સાથે ગમ્મત.

સ્ટડી, પ્રેક્ટિકલ નોલેજ અને એની સાથે અધર એક્ટિવીટીઝ કરાવવામાં પણ હું પાછળ ના રહું. ઇનામ એ સ્ટુડન્ટ્સનો જુસ્સો વધારે છે. કોડીંગ કોમ્પીટીશન. વક્તૃત્વ સ્પર્ધા, પ્રેઝેન્ટેશન અને નોન ટેકનીકલ ટોપીક્સની કોમ્પીટીશન યોજુ. જેથી સ્ટુડન્ટસની ઇનર સ્ટ્રેન્થ અને કોન્ફીડન્સ વધે. એટલે હું સ્ટુડન્ટસના ઇન્ટરેસ્ટ બેઝીસ કોમ્પીટીશન ઓર્ગેનાઇઝ કરૂ.

ડિપાર્ટમેન્ટનુ મેનેજમેન્ટ ખુબ મોટો પ્રશ્ન છે.. મેનેજમેન્ટ એવુ થવુ જોઇએ કે બધાને લાભકારક રહે. લેકચરરને લેકચરનો ભાર ના થાય એવુ અરેન્જમેન્ટ કરૂ કારણ કે જ્યારે લેક્ચરરને ભણાવવાનુ ટેન્શન હશે ત્યારે એ સ્ટુડન્ટ્સને પણ ટેન્શન જ આપશે અને જેમ તેમ લેકચર પતાવવાનુ કરશે. એટલે એવુ વાતાવરણ ઉભુ કરૂ કે જેથી લેકચરર્સ મુક્ત મને એની પ્રોબ્લેમ્સ કહી શકે. હું એ પણ ધ્યાન રાખુ કે વિધાર્થીને પુરતા વિષય પ્રમાણે ફેકલ્ટી અલોકેટ હોય. અને એ ના થાય તો હું મારી ઉપરની ઓથોરીટીને જાણ કરુ અને સ્ટુડન્ટસને લાભ થાય એવુ પગલુ ભરૂ.

સ્ટુડન્ટના મનમાં એવરી મોમેન્ટ ઘણી પ્રોબ્લેમ ઉભી થતી હોય છે. એટલે એનુ સોલ્યુશન કદાચ ક્યારેક હું પણ સોલ્વ ના કરી શકુ પણ બનતા સુધી હું મારા પ્રયત્ન કરુ. ધેર મસ્ટ બી ગુડ રીલેશન બીટવીન સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ સો હું એવા પ્રયત્ન કરૂ કે એ બન્ને વચ્ચે વધારે મેળ રહે અને સારા સંબંધો રહે. જો કોઇ ભુલ લેકચરરની હોય તો એના મોઢા પર જ એને કહી દવ. કારણ કે લેક્ચર કઇ તોપ નથી.

ક્યારેક હું જોતો પણ હોવ છુ કે ક્યારેક સ્ટુડન્ટ H.O.Dની કેબીનના દાદર ચડતા પણ ડરતો હોય છે, હું એવી છાપ ઉભી કરૂ કે સ્ટુડન્ટ મારી કેબીનમાં આવતા ડરે નહિ. મને એની પ્રોબ્લેમ મુક્ત મને કહિ શકે. એના ચેહરા પર હંમેશા સ્માઇલ રહે. કોઇ સોલ્યુશન ન આવે તો કંઇ નહિ, પણ જસ્ટ સ્માઇલ બરકરાર રહે એ કોશીષ કરૂ.

અને છેલ્લે હું સ્ટુડન્ટ ને લાંબા લાંબા ટોર્ચરીંગ અને ધમકિ ભર્યા લેકચર્સ આપીને સુધારવાની કોશીષ કદી ના કરુ કારણ કે એક તરફથી જ્યારે ધમકી આપો છો ત્યારે સામે તરફથી પણ તમને ધમકી જ મળે. એટલે હું પોતાની જાતને બદલુ કારણ કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ વર્લ્ડ ધેન જસ્ટ ચેન્જ યોર સેલ્ફ.”

સ્પીચ પુરી થઇ એટલે બધાએ તાળીઓની ફોર્માલીટી પુરી કરી. આ સ્પીચ સિવાય થોડુક બીજુ પણ બોલાયુ હતુ. તર્કના બોલતી વખતેના એક્સપ્રેશન સીધા H.O.Dને લક્ષે એવા જ હતા. તર્કનો સ્પીચ બોલતી વખતે કોઇને લક્ષીને બોલવાનો કોઇ જ ઇરાદો નહોતો. તર્ક વિવેક જરાય ચુક્યો નહોતો. પણ કદાચ આજે શબ્દો જ કંઇક બોલવા ઇચ્છતા હતા. એટલે ઉપરની સ્પીચ સિવાય પણ અમુક શબ્દો વિના તર્ક બેફામ હતા. જે ડાયરેક્ટ વિના હેતુ H.O.Dને લાગુ પડતા હતા. પણ તર્કને હજુ કોઇ અંદાજો નહોતો જ કે એ શું બોલ્યો છે.

સ્મિત સરે તર્કને પૂછ્યુ કે ‘જો સ્ટુડન્ટ એના વર્કમાં ડેડલાઇન ફોલો ન કરે તો તમે શું કરો અને એના પાસેથી તમે શું એક્સપેક્ટેશન રાખો એચ.ઓ.ડી તરીકે?’ આ સવાલ તર્કને જ કેમ પુછાયો એ તર્કને અત્યારે નહોતુ સમજાયુ.

“યસ, સર, ડેડલાઇન જરૂરી છે, પણ જેટલુ હાર્ડલી બીહેવ કરશો એટલુ જ સામે વાળો સ્ટુડન્ટ આપડી સામે કરશે, આનુ એકમાત્ર સોલ્યુશન એકબીજાની અન્ડરસ્ટેન્ડીંગ્સ છે. અને જો વાત આપણા ડિપાર્ટમેન્ટની જ કરવામા આવે તો પ્રિતી મેમના લેકચર લગભગ કોઇ જ મીસ નથી કરતુ, કારણ કે એમની ટીચીંગ સ્ટાઇલ ઓલવેઝ સ્માઇલ આપે છે.”, તર્કે એનો જવાબ આપ્યો.

“પણ અમુક સબજેક્ટ એવા હોય છે કે જેમા તમે માત્ર જોક્સ ન કહી શકો, ટેકનીકલ ટર્મ ક્યારેક લેકચર બોરીંગ બનાવે છે, મેનેજમેન્ટ અને કોમ્યુનીકેશનમાં ઘણો ડીફરન્સ છે.”, સ્મિત સરનો જવાબ વ્યાજબી હતો.

“યસ, આઇ અગ્રી વીથ યુ. બટ સર એઝ પર માય ઓપીનીયન સ્માઇલ કેન બી ક્રીએટેડ ઓન એની ટોપીક્સ, બાકી મને વધારે અનુભવ નથી તમારી વાત સાચી જ હશે, બાકી ભુલચુક માફ કરજો”, તર્કે કહ્યુ અને બધા સર થોડુ હસ્યા, સ્મિત સર એમના ચહેરા પર પણ પરાણે સ્મિત લાવ્યા. “ભુલ ચુક માફ કરજો” એટલુ સાંભળીને બધા સ્ટુડન્ટ્સ પણ હસ્યા હતા, સ્પીચ જેટલી સરળ અને સમજાય એવી હતી, એટલી જ ગહન અર્થોથી ભરપુર હતી.

ફાયનલી બધી સ્પીચ સાંભળવામા આવી. હવે રીઝલ્ટ ટાઇમ હતો. જે દલીલો અને તર્કના તર્કો H.O.D સાથે હતા, એના પરથી તો લાગ્યુ જ હતુ કે તર્ક H.O.D તરિકે સિલેક્ટ નહિ જ થાય. એવુ જ બન્યુ. વિવેકી એક દિવસના H.O.D તરિકે સીલેક્ટ થઇ, અને હવે એ પ્રીન્સીપાલ તરીકે પણ નોમિનેટ થઇ હતી. તર્કે વિવેકીને સ્માઇલ સાથે કોન્ગ્રેચ્યુલેશન કહ્યુ. બધા જ સર લેબની બહાર નીકળ્યા. બધા સર બહાર નીકળ્યા એટલે બધા સ્ટુડન્ટ્સ પણ બહાર નીકળ્યા. બટ પાંચ સરમાંથી એક સર હતા એ તર્કની બાજુમાંથી નીકળ્યા અને તર્ક પાસે ઉભા રહ્યા.

“આ જે બોલ્યો એ હવે ક્યારેય બોલતો નહિ, નહિતર ચાર ના પાંચ વર્ષ થઇ જશે.”, પેલા સરે કહ્યુ. “સોરી, સર પણ મારો ઇન્ટેશન કોઇને લક્ષીને બોલવાનો નહોતો, મારામાં જે ફ્લો આવ્યો એ બહાર કાઢી નાખ્યો.”, તર્કે કહ્યુ.

“ધ્યાન રાખજે”, એટલુ કહીને સર આગળ વધ્યા.

***

ફાઇનલી ટીચર્સ ડે આવી ગયો. તર્ક ટીચર્સ તરીકે પણ રહ્યો હતો, એટલે એણે લેકચર લીધો અને કોમ્યુનીકેશનનો જ લેકચર લીધો, અને એક દિવસ માટે જુનીયર સ્ટુન્ડન્ટ્સને જલસા કરાવ્યા.

બે વાગ્યા એટલે બધી ઇવેન્ટ્સ શરૂ થઇ. હવે તો જલસા જ કરવાના હતા. અલગ અલગ કોમ્પીટીશન શરૂ થઇ, બધા સરો આ જોવા માટે આવ્યા, એમા સ્મિત સર પણ હતા, ટીચર્સ ડેના દિવસે સ્મિત સરના ચહેરા પર થોડુ સ્મિત આવ્યુ. બધા જ સ્ટુડન્ટોએ સરને કોઇ ગીત ગાવા માટે ફોર્સ કર્યો.

“પહેલી વાત કે હું બવ ઓછા જ મુવીઝ જોવ છું, મને તો એ પણ યાદ નથી કે મે લાસ્ટ ક્યુ મુવી થીયેટરમાં જોયુ હતુ, ક્યારેક ઘરે ટેલીવીઝન સામે ઘરે બેઠા હોઇએ તો થોડુ ઘણુ મુવી જોવાણુ હોય, પણ આખુ મુવી જોવાનો ટાઇમ તો કદી મળ્યો જ નથી. એટલે કોઇ મુવીના ગીત નથી આવડતા. પણ સ્કુલ વખતે એક ગીત સાંભળ્યુ હતુ,

સરે એક દેશભક્તિ ગીત ગાયુ. પહેલી વાર સરના ચહેરા પર સ્માઇલ હતી. એ દિવસ આખા ડીપાર્ટમેન્ટ માટે યાદગાર હતો, આજે હતો તો ટીચર્સ ડે પણ સ્ટુડ્ન્ટ્સ ડે પણ સેલીબ્રેટ કરાયો હતો એવુ લાગ્યુ. પણ ડુમ્સ ડે હવે પાછા શરૂ થવાના હતા, આવતી કાલથી ફરી બોરીંગ લેકચર શરૂ થવાના હતા.

ટીચર્સ ડેનો નશો હજુ સ્ટુડ્ન્ટ્સ પરથી ઉતર્યો નહોતો, બધા એક જ વાત કરતા હતા કે ખરેખર મેમોરેબલ ડે હતો, અને આ દિવસે સ્ટુડન્ટ્સે ખુબ જ એન્જોય કર્યુ હતુ. બધી ગેમ્સ પતી એટલે ગરબા અને ડી.જેના સાઉન્ડ પર ડાન્સ કર્યો હતો. તો આ દિવસ યાદગાર હતો.

***

હવે આવ્યો બીજો દિવસ, પણ આશ્ચર્ય આજે કંઇ ઓછુ થવાનુ નહોતુ. પહેલો લેક્ચર પ્રિતિ મેમનો હતો. એ લેકચર તો એમ પણ બધા એન્જોય કરતા જ હોય છે. આજે પણ બધાએ પ્રિતિ મેમનો મેનેજમેન્ટનો લેકચર એન્જોય કર્યો. બધાના ચહેરા પર સ્માઇલ હતી. મેમનો લેક્ચર પત્યો. હવે H.O.D સરનો લેકચર હતો.

“ચાલો ઉંઘવા માટે તૈયાર થઇ જાવ.”, તર્કે વિશેષને કહ્યુ. “હા, ભાઇ બીજુ તો આ લેકચરમાં કંઇ મળે એમ નથી.”, વિશેષે જવાબ આપ્યો.

“અરે ફુલફોર્મ વાળી પનીશમેન્ટ પુરી કરી?”, તર્કે વિશેષને પૂછ્યુ.

“હા, યાર કરવી જ પડે એમ હતી.”, વિશેષે માથુ ખંજવાળતા જવાબ આપ્યો.

માથુ ખંજવાળવાનો ટાઇમ હવે તર્કનો આવ્યો હતો કારણ કે એણે પનીશમેન્ટમાં જે ફુલફોર્મ ૧૦૦૦૦ વાર લખવાના હતા એ નહોતા લખ્યા.

“ગુડ મોર્નીંગ સર,” સર એન્ટર થયા એટલે સ્ટુડન્ટ્સે ગ્રીટ કર્યુ. “સીટ ડાઉન”, સર ના ચહેરા પર કંઇ નવુ નહોતુ લાગતુ.

પણ તર્કના મનમાં આજે એક આશા તો હતી જ કે સર એટલીસ્ટ સ્માઇલ તો રાખશે જ. ગઇ કાલની સ્પીચની આટલી ઇફ્ફેક્ટ તો થવી જ જોઇએ. આજે ક્લાસમાં ટેલીકોમ્યુનીકેશનનો ટોપીક ચાલવાનો હતો.

“સમટાઇમ્સ, બીકોઝ ઓફ સીગ્નલ્સ ડીગ્રેડેશન એન્ડ ડીસ્ટોર્શન ઓફ સીગ્નલ્સ ધેર કેન બી પ્રોબ્લેમ ઇન એક્ચુઅલ ઓડીયો કોમ્યુનીકેશન. એન્ડ ઓલ્સો બીકોઝ ઓફ લાઇન કન્ફીગરેશન ઓફ કોમ્યુનીકેશન લાઇન, યુઝર ગેટ્સ પ્રોબ્લેમ, એન્ડ મીક્સીંગ ઓફ ઓડીયો સીગ્નલ અકર્સ લાઇક. બાબુરાવ ગેટ્સ વ્રોંગ કોલ એન્ડ ગોટ પ્રોબ્લેમ ઇન હેરાફેરી”, આટલુ સાંભળતા જ આખો ક્લાસ હસી પડ્યો.

અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે મુવીના કોઇ સીનની કોઇ દિવસ વાત થઇ જ નહોતી, પહેલી વાર H.O.D પાસેથી આવા શબ્દો સાંભળીને બધાને નવાઇ લાગી. આજે H.O.D સ્મિતસર સ્મિત વહેંચી રહ્યા હતા. એની નજર ક્યારેક ક્યારેક તર્ક પર જતી હતી, અને બોલ્યા વિના જ થેંક્યુ કહી રહ્યા હોય એવુ લાગી રહ્યુ હતુ. તર્ક મનમાં જ ખીલી રહ્યો હતો. એ આજે ખુશ હતો, એને એ વાતની ખુશી હતી કે આજે એની સ્પીચ ૬૦ સ્ટુડન્ટ્સની સ્માઇલનું કારણ હતી. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્મિતસરના ચહેરા પર સ્મિત લાવવાનુ કામ પણ તર્કે જ કર્યુ હતુ.

ફર્સ્ટ ટાઇમ લેકચરમાં કોઇએ ઉંઘ તો દુર બગાસા પણ નહોતા ખાધા. સર લેકચરમાં વારેવારે સ્ટુડન્ટ જોડે ઇન્ટરેક્શન કરતા રહ્યા, સવાલો પુછે, કોઇ નવા એક્ઝેમ્પલ્સ આપે અને એ સમજાવવાની કોશીષ કરે અને વાત વાતમાં કોઇ એવી વાત લાવે કે જેથી સ્ટુડન્ટ્સ હસે. સરનો લેકચર પત્યો. સર બહાર નીકળ્યા.

તર્કને ખબર હતી કે આ બધુ એના કારણે જ પોસીબલ થયુ છે પણ એને એનુ જરાક પણ અભિમાન નહોતુ, હા આનંદ જરૂર હતો. આનંદ હતો સ્ટુડન્ટ્સ અને સ્મિત સરના ચહેરા પર સ્મિત લાવવાનો. H.O.Dનો લેકચર પત્યો એટલે એ એની કેબીનમાં ગયા, પોતાનુ ડેસ્કટોપ ચાલુ કર્યુ અને વર્ડ પેડ ઓપન કર્યુ. પહેલા એણે ડોક્યુમેન્ટને માય ડાયરી નામથી સેવ કર્યુ. એ દિવસની તારીખ લખી અને ફર્સ્ટ ટાઇમ જે ડાયરી લખાઇ રહી હતી એમા પહેલુ વાક્ય લખ્યુ.

“મને ઇશ્વર મળી ગયા છે, એ દરેક સ્ટુડન્ટ્સના ચહેરા પર સ્માઇલ રૂપે રહે છે.”, આ લખતા લખતા એની આંખો ભીની થઇ ગઇ.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.