Ghar Chhutyani Veda - 26 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 26

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 26

ભાગ -૨૬

સાંજે રાધિકા વરુણને મળવા હોટેલ આવવાની હતી. વરુણ પોતાની રીતે રાધિકાને શું જવાબ આપવા એના માટે પૂરેપૂરો તૈયાર જ હતો, રોહન સાથે પણ આ વિષય ઉપર વાત થઈ ગઈ હતી. રોહને પણ તેને રાધિકા સાથે કેવી રીતે વાત કરવી, અને ગુસ્સા ઉપર કાબુ રાખવા માટે જણાવ્યું હતું.

વરુણ હવે બરાબર સમજી ગયો હતો કે રાધિકા તેના માટે યોગ્ય નથી, તે રાધિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ સમય દરેક માણસને બદલી નાખે છે એ વાત તેને આજે સ્વીકારી લીધી, ઇન્ડિયામાં જ્યારે બન્ને સાથે હતાં ત્યારે રાધિકાને વરુણ સિવાય કોઈની જરૂર નહોતી પણ અમેરિકા આવી અને ત્યાનું વાતાવરણ જોઈ એમાં જ તે ભળી ગઈ, વરુણના માટે પ્રેમ મહત્વનો હતો તેને પણ ઇચ્છયું હોત તો તેના જીવનમાં પણ કોઈને પ્રવેશ આપી શકતો, પણ વરુણ માટે રાધિકા જ સર્વસ્વ હતી, પણ અમેરિકા આવી બદલાયેલી રાધિકાને જોઈ તેને ઘણું દુઃખ થયું, પણ શું થઈ શકવાનું હતું ? વરુણ હવે રાધિકા વિશે વધુ કઈ વિચારવા માંગતો નહોતો, હવે વરુણની પાસે પણ અમેરિકામાં એક જ દિવસ બચ્યો હતો, સાંજે રાધિકાને બધું જ જણાવી રાધિકા સાથેના સંબંધને તે પૂર્ણવિરામ મુકવા માંગતો હતો.

સાંજ થવા આવી, રાધિકાએ પોતાના મમ્મી પપ્પાને કહી અને ઘરેથી હોટેલ આવવા માટે નીકળી, વરુણ પણ તેની રાહ જોતો રિસેપશન એરિયામાં જ બેઠો હતો, તેની નજર દરવાજા સામે જ હતી, બ્લેક કલરનું વન પીસ, હાઈ હિલ ના સેન્ડલ અને ખુલ્લા વાળ સાથે દરવાજા માંથી રાધિકા પ્રવેશી, વરુણ તેને દરવાજા પાસે આવેલી જોઈ ને ઊભો થયો. રાધિકાની નજર વરુણ ઉપર પડતા તે દોડીને આવી વરુણને વળગી પડી અને કહેવા લાગી

"આઇ મિસ યુ સો મચ વરુણ"

વરુણ જાણતો હતો કે આ શબ્દો તે માત્ર તેને સારું લગાડવા અને પોતાનો ખોટો પ્રેમ બતાવવા જ ઉચ્ચારી રહી છે, પણ થોડી ક્ષણો વરુણને મૌન રહેવું યોગ્ય લાગ્યું.

"તું છેક ઘરે આવ્યો અને મને મળ્યો પણ નહીં, અને અમેરિકા આવતા પહેલાં પણ તે મને કેમ જાણ ના કરી ?" વરુણના હાથના મસલ્સને પોતાના બંને હાથથી પકડતા રાધિકાએ કહ્યું.

"આપણે ઉપર મારી રૂમમાં જઈ અને બધી વાત કરીએ તો કેવું રહેશે રાધિકા ?" રાધિકાને પોતાનાથી થોડી દૂર કરતાં વરુણે કહ્યું.

"ઓકે, એસ યુ વિસ, પણ હું તારાથી ખૂબ જ નારાજ છું."

"તારી નારાજગીનો જવાબ તને ઉપર રૂમમાં જ મળી જશે ડોન્ટ વરી." વરુણે ખોટા હાસ્ય સાથે રાધિકાને જવાબ આપ્યો.

બન્ને વરુણના રૂમ દાખલ થયા વરુણે દરવાજો બંધ કરતાં રાધિકા વરુણને પાછી વીંટળાઈ ગઈ. પણ આ વખતે વરુણ પોતાની જાતને રોકી શક્યો નહિ, અને પોતાના બન્ને હાથથી રાધિકાને અલગ કરી કહેવા લાગ્યો :

"રાધિકા, શું કામ આ ખોટા નાટક કરે છે, હું તારા વિશે હવે બધું જ જાણી ગયો છું, મને ખબર છે આ તું માત્ર મને બતાવવા માટે આવા નાટક કરે છે, બાકી તારા દિલ ઉપર હવે બીજા કોઈનો અધિકાર થઈ ગયો છે. તારું શરીર હવે બીજી વ્યક્તિ પાસે વહેંચાઈ ગયું છે."

વરુણની વાત સાંભળી રાધિકાના કપાળ ઉપર પરસેવો આવી ગયો, પોતે શું જવાબ આપે ? અને વરુણને આ બધી કેવી રીતે ખબર પડી? તે જાણવાના ભાવ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. છતાં પોતાનો બચાવ કરવા રાધિકાએ કહ્યું :

"ના વરુણ, એવુ કઈ નથી, તું મને ખોટી સમજી રહ્યો છે, મારા દિલમાં તારા માટે હજુ એજ પ્રેમ છે."

"બસ રાધિકા બસ, હજુ તું મને કેટલો છેતરવા માંગે છે, હું છેલ્લા એક મહિનાથી અહીંયા ગાંડાની જેમ ફર્યા કરતો હતો, ઠેર ઠેર તને શોધ્યા કરી, તારી કોલેજના ગેટ ઉપર કેટલાય દિવસ સુધી બેસી રહ્યો, પણ તું કોલેજ આવું તો દેખાઉં ને ! છતાં પણ મને હતું કે તું ક્યાંક મળી જઈશ, અને કિસ્મત પણ મારી સાથે રહ્યું નિરાશ થઈને જે દિવસે કોલેજથી પાછો ફરી રહ્યો હતો ત્યારે જ એક સિગ્નલ પર મેં તને કારમાં જોઈ. તો પણ મારું મન માનવા તૈયાર નહોતું કે એ તું હોઈ જ ન શકે, હું પાગલની જેમ દોડતો એ કારની પાછળ ભાગ્યો, અને એ કારને કલબની બહાર ઊભી રહેલી જોઈ અંદર ગયો, ત્યાં પણ મને તારા હોવા ઉપર વિશ્વાસ નહતો, તારી સાથે જ કારમાં રહેલો એક વ્યક્તિને મેં ડ્રિન્ક લેવા કાઉન્ટર ઉપર આવેલો જોયો. એની પાછળ ગયો, હજુ પણ હું તને બરાબર જોઈ નહોતો શક્યો. હું મારા દિલને સમજાવતો રહ્યો, કે ના આ રાધિકા નથી, હું બહાર નીકળી અને બેઠો ત્યારે તને કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ છતાં પણ મારું મન માનવ તૈયાર નહોતું અને મેં તને વોટ્સએપ કોલ કર્યો, અને મારી આંખો સામે મેં તને મારો કોલ કટ કરતા જોઈ, એક વાર, બે વાર, ત્રણ વાર મેં તને કોલ કર્યો અને તું એટલી ડિસ્ટર્બ થતી હતી કે તે ફોન જ સ્વીચઓફ કરી નાખ્યો, તારા શરીર ઉપર થતાં બીજી કોઈ વ્યક્તિના સ્પર્શને જોઈ મારુ દિલ રડી ઉઠ્યું હતું. સવારે તારે ઘરે આવ્યો, તારા રૂમમાં આગલી રાત્રે પહેરેલા ડ્રેસને જોઈ મારુ દિલ વધુ બેસી ગયું, અને મારી દરેક શંકા હકીકતમાં બદલાઈ ગઈ હતી. અને તું હજુ મારી આગળ તારો પ્રેમ બતાવવા માંગે છે ?" બોલતાં બોલતાં વરુણની આંખમાં આંસુ અને ગુસ્સો દેખાઈ રહ્યા હતાં.

રાધિકા પાસે પણ કોઈ જવાબ બચ્યો નહોતો, તે જાણી ગઈ હતી કે વરુણ તેના વિશે બધું જ જાણી ગયો છે, હવે તે કંઈપણ કહેશે વરુણને ક્યારેય વિશ્વાસ આવે નહિ, તે પોતાની નજર ઝુકાવી બેડના એક ખૂણા ઉપર જ બેસી રહી. વરુણ પણ સમજી ગયો કે રાધિકા પાસે કોઈ જવાબ નહિ હોય. પણ હવે તે મુખ્ય વાત કરવા માંગતો હતો.

"જો રાધિકા, તે આ કેમ કર્યું એ મને નથી ખબર, ના હું હવે કઈ જાણવા પણ માંગુ છું, કે ના તારી કોઈ વાત તારા મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પાને જણાવીશ. પણ આજથી આપણો સંબંધ અહીંયા પૂર્ણવિરામ પામે છે. તારા અને મારા પપ્પા વચ્ચે ઘણી જૂની મિત્રતા છે અને હું એમને આ બધું કહી અને અલગ કરવા નથી માંગતો, તું તારા ઘરે સમજાવી દેજે. મારા ઘરનાને સમજાવવાની જવાબદારી મારી. મારે તને જે કહેવું હતું એ કહી દીધું છે, તું ઈચ્છે તો હવે જઈ શકે છે, ક્યારેક ક્યાંક મળવાનું થઈ જાય તો મિત્રની જેમ મળી લઈશ, ખાલી સમાજને બતાવવા ખાતર."

"વરુણ, હું મારી ભૂલ સ્વીકારું છું, મેં ખોટું કર્યું છે અને તું આ બધું જાણ્યા પછી મને અપનાવી નહિ શકે, મેં પણ તને મારા રિલેશન વિશે કહેવાનું વિચાર્યું હતું, પણ મારા અને તારા પપ્પાના સારા સંબંધોના કારણે મેં તને કઈ ના કહ્યું, પણ તું હવે બધું જાણી જ ગયો છું. તો સારું છે. સોરી, મારા લીધે તને તકલીફ થઈ, હું મારા પપ્પાને સમજાવી દઈશ." આટલું બોલી બેડમાંથી ઊભી થઈ રૂમનો દરવાજો ખોલી રાધિકા ચાલવા લાગી.

રાધિકાને જવા ઉપર વરુણને પછતાવો નહોતો, ના રાધિકાએ તુટતાં સંબંધને બચાવવા ફોર્સ કર્યો ના વરુણે તેને જતાં રોકી. પણ તે દિવસથી વરુણે મનોમન નક્કી કરી લીધું કે હવે કોઈને પ્રેમ કરશે નહીં, પોતે પોતાના લક્ષ માટે જ આગળ વધશે.

રાત્રે સૂતા સુતા પણ તે મનને મક્કમ કરતો રહ્યો, સવારે ઉઠી વોશિંગ્ટનની કેટલીક જગ્યાઓ ટેક્ષી લઈ જોઈ આવ્યો, કેટલીક ખરીદી પણ કરી, રોહન માટે એક ઝેકેટ ખરીદ્યું, બીજા દિવસે ફલાઈટમાં વરુણ ઇન્ડિયા જવા રવાના થયો.

વરુણના આવવાના સમાચાર સાંભળી રોહન ખૂબ જ ખુશ હતો, તે તો વરુણના આવવાના દિવસો ગણી રહ્યો હતો, વરુણની ફલાઇટ સવારે ત્રણ વાગે એરપોર્ટ પર લેન્ડ થવાની હતી, પણ રોહન તેને લેવા માટે રાત્રે બાર વાગ્યાનો એરપોર્ટ ચાલ્યો ગયો હતો.

બરાબર ત્રણ વાગે વરુણની ફલાઇટે લેન્ડિંગ કર્યું, રોહન યાત્રિકો જે રસ્તે બહાર નીકળતા હતાં ત્યાં જઈને ઉભો થઇ ગયો, વરુણ બહાર નિકળતાની સાથે જ બન્ને એકબીજાને ભેટી પડ્યા, માત્ર એક મહિનો બંને એકબીજાથી અલગ હતાં, પણ બન્નેને ભેટેલા જોઈ લાગી રહ્યું હતું કે જાણે વર્ષોથી એકબીજાને મળ્યા નહિ હોય, વરુણને બેગ રોહને પોતાના હાથમાં લીધી, તેના પપ્પાએ પણ કાર મોકલી હતી, ડ્રાઈવર વરુણની રાહ જોતો બહાર જ ઊભો હતો, બંને કારમાં બેઠા, વરુણે રોહનને આજે પોતાના ઘરે જ રોકાઈ જવા માટે કહ્યું. પણ રોહને જણાવ્યું કે "તું લાંબી મુસાફરી કરીને આવ્યો છું, અને તું પહેલા પૂરતો આરામ કરી લે, જો હું સાથે આવીશ તો તું આરામ પણ નહીં કરે." વરુણે જવાબ આપતા કહ્યું :"ના યાર, મારે તારી સાથે બહુ બધી વાતો કરવી છે."

રોહન : "આપણે કાલે સાંજે પાછા મળીશું."

વરુણ : "તું પણ મને થાકેલો જ દેખાય છે, સાચું બોલ કેટલા વાગે એરપોર્ટ આવ્યો ?"

રોહન : "બાર વાગે આવી ગયો હતો."

વરુણ : "તને ખબર હતી કે ફલાઇટ ત્રણ વાગે આવવાની છે તો પણ તું બાર વાગ્યાનો આવી ગયો ?"

રોહન : "યાર સાચું કહું, મને ઘરે ટાઈમ જ પસાર થતો નહોતો, તને મળવા માટે મન એટલું ઉત્સાહિત હતું કે હું ત્રણ વાગ્યા સુધીની રાહ જોઈ શકું એમ નહોતો. માટે હું અહીંયા આવી ને બેસી ગયો."

વરુણ : "ઓકે, પણ અત્યારે તારે મારા ઘરે આવવાનું છે, કાલે એમ પણ રવિવાર છે તો કૉલેજ જવાનું નથી, આપણે અત્યારે વાતો નહિ કરીયે, આરામ કરીશું બસ."

વરુણને રોહન ના પાડી શક્યો નહિ, વરુણના ઘરે પહોંચી બંને વરુણના રૂમમાં ગયા, સાડા ચાર વાગી ગયા હતા. બંનેની આંખોમાં ઊંઘ ભરેલી પડી હતી, એટલે સામાન્ય વાતો કરી સીધા સુઈ ગયા.

રોહનને મોડા સુધી સુવાની ટેવ નહોતી છતાં આગલી રાતના ઉજાગરા ના કારણે તે નવ વાગે ઊઠ્યો, બાજુમાં વરુણ ઘસઘસાટ સુઈ રહ્યો હતો, તેના ચહેરા ઉપર મહિનાનો થાક દેખાઈ રહ્યો હતો, રોહને તેને ઉઠાવ્યો નહિ, પોતાનો મોબાઈલ લઈ અને સામે પડેલી ખુરશીમાં બેસી ગયો. અવંતિકાના ગુડ મોર્નિંગના મેસેજ સવારે સાત વાગ્યાનો આવી ગયો હતો, તેને રીપ્લાય આપ્યો, અને તરત અવંતિકા પણ ઓનલાઈન આવી ગઈ.

અવંતિકા : "થઈ ગઈ સવાર સાહેબની એમ ને."

રોહન : "હા, મેડમ, સુઈ રહેવાની જ ઈચ્છા હતી, પણ ઊંઘમાં મને લાગ્યું કે કોઈ યાદ કરી રહ્યું છે એટલે ઉઠી જવાયું."

અવંતિકા : (હસવાના ત્રણ ઇમોજી મોકલી) "????????????કોણ છે એવું જે મારા ભગત ને સવાર સવારમાં યાદ કરે છે અને સુવા પણ નથી દેતું ?" (મઝાકના મૂડમાં)

રોહન : "છે એક પાગલ છોકરી જે દિવસ રાત મને જ યાદ કર્યા કરે છે."

રોહન ચેટ કરતાં કરતાં, એકલો એકલો, મંદ મંદ હસી રહ્યો હતો.

અવંતિકા :"ઓ..હો... એમ વાત છે, તો મારી જોડે શું કામ વાત કરું છું, જા એની જોડે જ ચેટિંગ કર.????????????"(મોઢું ચઢાવવાના ઇમોજી મૂકી)

રોહન : "બસ હવે હો અવંતિકા, તું પણ જાણે છે એ કોણ છે, તારા સિવાય મારા દિલમાં એ જગ્યા કોઈ નહિ લઈ શકે."

અવંતિકા :"હા, હો, આ ભગત ઉપર હવે મારા સિવાય બીજા કોઈનો અધિકાર નથી.????????????. ક્યાં છે અત્યારે ? આવી ગયો વરુણ ?"

રોહન : "હા, રાત્રે વરુણ મને જીદ કરી એના ઘરે જ લઈ આવ્યો, એ ખૂબ જ થાકેલો લાગે છે અને એટલે જ હજુ સૂતો છે, હું ઉઠી અને બેઠો છું એના ઘરે જ."

અવંતિકા : "વાત થઈ તારી એની સાથે કઈ ? ઠીક તો છે ને એ ? સરસ્વતી પણ ચિંતા કરે છે."

રોહન : "હજુ કઈ વાત નથી થઈ, પણ બધું ઠીક લાગે છે, સરસ્વતીને પણ કહેજે, ચિંતા ના કરે. અને કાલે કૉલેજમાં મળવાનું જ છે આપણે."

અવંતિકા : "ઓકે, હું સરસ્વતીને મેસેજ કરી દઉં."

રોહન : "હા."

રોહન વરુણના ઉઠવાની રાહ જોઈ બેઠો હતો, પણ વરુણને હજુ ઉઠવાનું કઈ ઠેકાણું લાગતું નહોતું, એટલે રોહન રૂમની બહાર નીકળી નીચે ગયો.

વરુણના મમ્મીએ રોહનને આવતો જોઈ કહ્યું :

"આવ બેટા, વરુણ પણ ઉઠી ગયો ?"

રોહન : "ના આંટી એ હજુ સુઈ રહ્યો છે, મને મોડા સુધી ઊંઘ નથી આવતી એટલે ઉઠી ગયો."

વરુણની મમ્મી (શોભના) : "સારું બેટા, ગાર્ડનમાં તારા અંકલ બેઠા છે, તું એમની સાથે જઈને બેસ. હું ચા લઈને ત્યાં આવું."

"ઓકે આંટી" કહી અને રોહન ગાર્ડન તરફ ગયો, વરુણના પપ્પા (અશોકભાઈ) ન્યૂઝ પેપર વાંચી રહ્યાં હતાં, રોહનને આવતો જોઈ તેમને કહ્યું :

"આવ રોહન, બેસ બેટા."

"થેન્ક્સ અંકલ" કહી રોહન તેમની સામે રહેલી ખુરશીમાં ગોઠવાયો. વરુણના પપ્પા સાથે તેની આ પહેલી વાતચીત હતી, તે જાણતો હતો કે તેના પપ્પા અમદાવાદના મોટા ઉદ્યોગપતિઓમાં એક છે, અને તેમનું સ્ટેટ્સ પણ ઘણું ઊંચું છે, પોતે તેમની આગળ શું વાત કરવી તે સમજાઈ રહ્યું નહોતું, રોહનને ચૂપ બેઠેલો જોઈ અશોકભાઈએ કહ્યું :

"રોહન, બેટા મારે તારી સાથે એક વાત કરવી છે, વરુણ બાબતે."

રોહન : "હા, અંકલ કરો ને."

અશોકભાઈ : "વરુણની નજીક અત્યારે બીજું કોઈ નથી, તું એનો ફ્રેન્ડ છે એટલે એ તારી સાથે બધી જ વાતો શૅર કરતો હશે. રાધિકા વિશે પણ તું કદાચ જાણતો હોઈશ !"

રોહન : "હા, અંકલ મને બધી જ વાતની ખબર છે."

અશોકભાઈ : "વરુણે અચાનક અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો, મેં એને રજા પણ આપી જવા માટે, પણ મને હજુ કઈ સમજાતું નથી કે એ અમેરિકા કેમ ગયો ? રાધિકાના પપ્પાનો બે દિવસ પહેલા ફોન આવ્યો અને વરુણે લગ્ન માટે એમને ના પાડી છે, એ જાણી મને ખુબ જ આશ્ચર્ય થયું, એ બન્ને તો એકબીજાને પ્રેમ કરતા હતા, અને એમની મરજીથી જ અમે લગ્ન માટે રાજી થયા હતાં, રાધિકા જયેશભાઈની એકની એક દીકરી છે, અને એમનો કારોબાર પણ ઘણો મોટો છે તે છતાં વરુણ કેમ ના કહે છે મને કંઈ સમજાતું નથી, એટલે હું તને પૂછી રહ્યો છું, વરુણે તને તો બધું જ જણાવ્યું હશે ને ?"

રોહન : "અંકલ, હું જાણું છું કે વરુણ રાધિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ રાધિકાના મનમાં શું હતું એ જાણવા માટે જ વરુણ અમેરિકા ગયો, રાધિકા અમેરિકા ગઈ ત્યારથી બદલાઈ ચુકી હતી, ત્યાંના રંગે રંગાઈ ગઈ હતી, પણ વરુણ તેની આશા રાખી રહ્યો હતો, ધીમે ધીમે રાધિકાએ વરુણ સાથે વાત કરવાનું પણ ઓછું કરી નાખ્યું, પણ વરુણ એમ જ સમજતો હતો કે એ ભણવામાં વ્યસ્ત હશે, પણ એ ઓનલાઈન હોવા છતાં વરુણ સાથે વાત નહોતી કરતી એ જોયા પછી વરુણે પોતાની જાતે જ અમેરિકા જઈ રાધિકા શું કરી રહી છે એ જોવાનું નક્કી કર્યું, અને ત્યાં જઈ એનો શક હકીકતમાં પરિણમ્યો, જેના કારણે તેને લગ્ન કરવાની ના પાડી છે, તમારા અને રાધિકાના પપ્પાના સંબંધો સારા હોવાના કારણે તે આ વાત કોઈને જણાવવા નહોતો માંગતો, પણ હું આપને એટલા માટે જ જણાવવા માંગુ છું કે તમે વરુણને ખોટો ના સમજો. વરુણ ખૂબ જ સારો છે, તે ક્યારેય ખોટું નહિ કરે, તમે એના ઉપર વિશ્વાસ રાખજો."

અશોકભાઈ :"ઓહ.. તો એમ વાત છે, હું હમણાં જ જયેશભાઇને ફોન કરી અને જણાવી દઉં છું."

રોહન : "ના અંકલ, તમે એવુ કઈ ના કરશો, તમે જો એમને જાણ કરશો તો વરુણને નહિ ગમે, અને પ્લીઝ તમે બીજું કોઈ બહાનું કાઢી લગ્નની ના પાડી દેજો."

અશોકભાઈ :"ઓકે, પણ વરુણ કોઈ ખોટી દિશામાં ના જાય તેનું ધ્યાન તારે રાખવાનું છે."

રોહન : "તમે મારી ઉપર વિશ્વાસ રાખો અંકલ, હું વરુણને સાચવી લઈશ."

અશોકભાઈએ રોહનને હાથ પકડી "આભાર તારો રોહન, આજકાલ ન્યૂઝમાં હું જોઉં છું કે પ્રેમ સંબંધ તૂટ્યા પછી આજના યુવાનો કેવા રસ્તે ચાલી જતાં હોય છે, એટલે મને ચિંતા થાય છે."

રોહન : "તમે ચિંતા ના કરો અંકલ, વરુણ બહુ જ સમજદાર છે, એ કોઈ ખોટા રસ્તે નહિ જાય."

રોહન અને અશોકભાઈની વાતો ચાલુ જ હતી ત્યાં શોભના બહેન ચાની ટ્રે લઈને આવ્યા, થોડીવાર હળવી વાતો કરી વરુણ પણ આવી પહોંચ્યો.

વધુ આવતા અંકે

નીરવ પટેલ "શ્યામ"