Stardom - 17 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ 17

Featured Books
Categories
Share

સ્ટારડમ 17

હાઇલાઇટ.-

નૈના શર્મા એ પલક ની મદદ દ્વારા આકાશ ની પર્સનાલીટી અને એના ગંદા કામ ને પબ્લિક સામે મૂક્યું. અંગત સ્વાર્થ ને કારણે નૈના એ આકાશ નું કરીઅર બરબાદ કરી નાખ્યું અને પોતે લોકો ની નજરો માં અને ન્યૂઝપેપર ની હેડલાઈન માં આવવા લાગી. એ અરસા માં નૈના એ સુમન ની આવનારી ફિલ્મ પણ સાઈન કરી.

પણ આકાશ ને એક્સપોઝ કરવા નો આ સ્ટંટ સુમન ને પસંદ ન આવ્યો એ બાબત પર વાતચીત કરવા સુમન એ નૈના અને પલક ને તેના ઘરે બોલાવી. અને નૈના નો પીછો કરતા આકાશ અને આર્યન પણ સુમન ના ઘરે પહોંચ્યા.

અને ત્યાં આર્યન અને આકાશ એ નૈના નું કરીઅર બરબાદ કરી ને રહેશે એ ધમકી આપી. અને આકાશ નૈના ને ત્યાં સુધી બધી જગ્યા એ ફોલો કરશે જ્યાં સુધી નૈના એટલી બરબાદ નહીં થઈ જાય જેટલો આકાશ થયો છે. અને બંને ત્યાં થી ચાલ્યા ગયા. સુમન એ નૈના ને સમજાવવા ની કોશિશ કરી ત્યારે નૈના સુમન પર ગુસ્સે થઈ ગઈ અને ન બોલવા ની વાતો બોલી.

ચાલો જાણીએ શું છે એ વાતો.

*****

"તમારું કરિયર સેટ કરવા માટે તમે બીજા નું બરબાદ કરી નાખો એ ક્યાં નો ન્યાય , આ કેવો ચાઇલડીશ બીહેવીયર છે યાર નૈના ?" સુમન નૈના પાસે આવતા બોલી.

"સુમન તને બધું બેઠા બેઠા તૈયાર મળી ગયું છે એટલે તું આ વાત નહીં સમજી શકે , " નૈના બોલી પડી.

"શું મતલબ તારો કે મને બેઠા બેઠા બધું તૈયાર મળી ગયું છે , હું મારી મેહનત થી અહીં પહોંચી છું નૈના." સુમન થોડા ઊંચા અવાજ માં બોલી.

"હા ખબર છે મને , વિક્રમ પ્રજાપતિ જેવા મોટા ડિરેકટર ને પટાવવા માં મેહનત તો લાગી જ હોય ને."... નૈના વિચારી ને બોલવા ની ક્ષમતા ખોતા બોલી પડી.

"શું બોલી તું ...?" સુમન નૈના ની સામે ઊંચા અવાજ માં બોલી.

"કાંઈ નહીં." નૈના સોફા પર થી ઉભી થઇ સાઈડ માં જતા બોલી.

"નૈના વાત પૂરી કર કે તું કેહવા શું માંગે છે ."

"હું કંઈ નથી કેહવા માંગતી પ્લીઝ અત્યારે આ ટોપિક પર ચર્ચા ન કરીશ સચ્ચાઈ સાંભળવા માં તને જ પ્રોબ્લેમ આવશે."

"હું પણ જાણું કે સચ્ચાઈ શું છે , બોલ નૈના." સુમન એની પાસે આવી બોલી.

"સુમન શું સચ્ચાઈ છે બધા જાણે છે આમ મારી સામે આ નાટકો ન કર."

"નાટકો હું નથી કરતી ,નાટકો કરવા નું તો કામ તારું છે." સુમન ગુસ્સા માં બોલી. " આ આકાશ સાથે જે કર્યું એ આર્યન સાથે કર્યું હતું તે. "

"કરવું પડે મારે સુમન , કારણકે મારો કોઈ ઇન્ડસ્ટ્રી માં ગોડફાધર નથી ને. અને મને તારી જે કોઈ આધેડ ઉંમર ની વ્યક્તિ ને ફસાવી ને એની સાથે પ્રેમ નું નાટક કરી ને ઇન્ડસ્ટ્રી માં જગ્યા બનાવતા નથી આવડતી , તારી જેમ. " નૈના એનું વાક્ય પૂરું કરે તે પેહલા જ

સુમન નૈના પાસે આવી અને ગાલ પર એક તસમસતો થપ્પડ મારી દીધો. અને બોલી "જસ્ટ ગેટ લોસ્ટ ફ્રોમ હીઅર."

અને નૈના ગુસ્સા માં ત્યાં થી નીકળી પડી.

પલક કશું બોલ્યા વિના ત્યાં ઉભી ઉભી બધું જોતી રહી.

નૈના ના ગયા બાદ તે સુમન પાસે આવી અને બોલી ," નૈના તરફ થી હું તમારી પાસે માફી માંગુ છું. સોરી."

"તું શા માટે માફી માંગે છે તારી શું ભૂલ. ભૂલ તો મારી જ હતી કે મેં નૈના ને ફ્રેન્ડ માની એની બધી ખોટી ભૂલો ને ઇગ્નોર કરી એના એટીટ્યુડ અને ઇન્ડસ્ટ્રી ના લોકો સાથે ના એના પંગા બધું ભૂલી એના ટેલેન્ટ ને માન આપતા એને ફિલ્મ ઓફર કરી." સુમન હજુ ગુસ્સા માં હતી.

"તો મતલબ હવે એ તમારી ફિલ્મ...." પલક અચકાતા અધૂરું વાક્ય બોલી અને ચુપ થઈ ગઈ.

થોડી ક્ષણો પછી સુમન શાંત થઈ ને બોલી ," પલક હું શૂટિંગ ની ડેટ્સ નક્કી કરી તને કોલ કરીશ. "

પલક કન્ફ્યુઝ હતી , કે શું નૈના ની આવી હરકતો થી સુમન ફિલ્મ માંથી પલક ને બહાર ન કરી દે.

"ઓકે. યુ ટેઈક કેર" પલક ફોર્મલી એક સ્માઇલ આપી ને બોલી. અને ત્યાં થી ચાલતી થઈ ગઈ. સુમન ના ઘર ની બહાર નીકળ્યા બાદ એને નૈના ની યાદ આવી.

તેને ટેક્સી પકડી અને નૈના ના ઘર તરફ આગળ વધી. ત્યાં જ રસ્તા માં તેનું ધ્યાન દિલાવ સાથે ટક્કર થયેલ એક કાર પર પડ્યું. એને એ કાર નૈના ની હતી. પલક એ ટેક્સી સાઈડ માં ઉભી રાખવી અને દોડતી કાર પાસે પહોંચી.

નૈના કાર ની અંદર નહતી. પલક એ આજુ બાજુ નજર કરી થોડે દુર રોડ ની સાઈડ માં નૈના ઉભી હતી.

પલક દોડતી તેની પાસે પહોંચી. પહોંચતા જ પલક એ જોયું નૈના એક હાથ માં ફોન અને એક હાથ માં સિગરેટ પકડી અને ઉભી હતી.

નૈના એ પલક ને જોઈ અને બોલી ,"ઓહ તું અહીંયા...?"

"નૈના તું ઠીક છે ને મતલબ કે તારી કાર ત્યાં...?"

"હા હા હું ઠીક છું.." નૈના એ બસ આટલો જ જવાબ આપ્યો.

"ચાલ હું તને ઘરે ડ્રોપ કરી દઉં. " પલક એ નૈના નો હાથ પકડ્યો અને ટેક્સી તરફ ચાલતી થઈ પડી.

નૈના એ પોતાનો હાથ છોડાવ્યો અને ચાલતા બોલી " સુમન ને ત્યાં થી ડિનર કરી ને ન આવી તું ?"

પલક એ મોઢું હલાવી ને ના પાડી.

"પણ નૈના આટલું ન બોલવું જોઈએ તારે ." પલક શિખામણ આપતા બોલી.

"હવે તું મને સમજાવીશ કે કેટલું બોલવું અને કેટલું નહીં. મેં જે કહ્યું એ સાચું જ છે પલક." નૈના બોલી.

"સમજાવતી નથી કહું છું નૈના . કે આવી રીતે બોલવા માં તારો જ લોસ છે."

"અને કેવો લોસ ..... ઓહ... અચ્છા મારો લોસ થઈ ગયો ,અને તને ખબર પણ પડી ગઈ , પણ યાર તારો તો ફાયદો જ થયો છે ને. તને તો મારા કારણે સુમન ની ફિલ્મ મળી ગઇ."

સાંભળી પલક ચાલતા ચાલતા ઉભી રહી ગઈ. અને નૈના નો હાથ પકડી ઉભી રાખી ને બોલી " નૈના મારી સાથે આવી રીતે વાત ન કરજે પ્લીઝ."

"આવી એટલે કેવી રીતે , ઇટ્સ ટ્રુ પલક . અહીંયા કોઈ કોઈ નું છે જ નહીં. તે મારી સાથે ફ્રેન્ડશીપ તારા સ્વાર્થ માટે જ કરી. તારા કારણે જ આ બધું થયું છે. તું મળી જ ન હોત મને તો આ આર્યન સાથે આકાશ સાથે અને સુમન સાથે નો મારો ઝઘડો ક્યારેય ન થાત. પનોતી બની ને આવી મારી લાઇફ માં તું."

"સંભાળી ને બોલ નૈના , હું ન હોત ને તો ક્યારેય તને અશોક પંડ્યા ની ફિલ્મ મળી જ ન હોત." પલક ને વાક્ય પૂરું કરતા પેહલા અટકાવી ને નૈના બોલી.

"ઓહ જસ્ટ શટ અપ. એવા વહેમ માં ન રહેતી . તું કાંઈ નહતી તને લાઈમલાઈટ જોઈતી હતી એટલે તું મારી પાસે આવી. અને મારા જેવું સ્ટારડમ જોઈતું હતું એટલે મારી ફ્રેન્ડ બની. તારા જેવી ને સારી રીતે ઓળખું છું હું." નૈના તેના જોશ માં બોલી પડી.

"નૈના શર્મા તારા મોઢે આ સ્ટારડમ શબ્દ શોભતો નથી. અને લાઈમલાઈટ તને જોઈતી હતી એટલે તું મારો યુઝ કરતી હતી અને મને ફ્રી માં લાઈમલાઈટ મળતી હતી એટલે હું પણ ચૂપ રહી તેનો ફાયદો ઉઠાવતી હતી. પણ અત્યારે હું ફ્રેન્ડશીપ ના કારણે તને સાંભળવા આવી હતી પણ નૈના શર્મા તું મારી ફ્રેન્ડશીપ ને લાયક નથી અને હા સચ્ચાઈ તો એ પણ છે કે તું આ સ્ટારડમ ને લાયક પણ નથી.

ઓહ સોરી સોરી સ્ટારડમ તારો બચ્યો જ ક્યાં છે હવે." પલક ગુસ્સા માં બોલતા તે ટેક્સી માં બેસી ને નીકળી પડી.

નૈના પલક સામે જોતી રહી."મારો સ્ટારડમ નથી રહ્યો , મને લાઈમલાઈટ માં રહેવા માટે તારા જેવા તુચ્છા સ્ટાર ની જરૂર નથી." ટેક્સી માં આગળ નીકળી ગયેલ ટેક્સી સામે જોઈ નૈના બોલી. "હું સ્ટાર છું ,અને હંમેશા ચમકીશ જ.."

/////******

હું બોલતી રહી અને પાર્થ , ઉદય અને દીપ સાંભળતા રહ્યા.

"અને ત્યાર ના એના મારી સાથે કરેલ એ બીહેવીયર થી ગુસ્સે થઈ મેં પણ તેને મારી ફિલ્મ માંથી કાઢી મૂકી હતી." સુમન બોલી.

"પછી શું થયું મેઘા ?મતલબ કે નૈના પાસે ત્યારે કોઈ કામ જ નહતું પણ એની પેલી લો બજેટ ની ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પબ્લિક રિએક્શન કેવું રહ્યું ?" ઉદય એ સવાલ પૂછ્યો.

" જેવું કરો એનાથી બમણું મેળવો . એ ફિલ્મ ની લીડ એકટ્રેસ ભલે નૈના હતી પણ નૈના એ પલક પાસે કરાવેલ એ ખુલાસા બાદ લોકો નું ધ્યાન પલક પર કેન્દ્રિત થઈ ગયું હતું." પાર્થ બોલ્યો.

"અને એવા માં ઓછા માં પૂરું , આકાશ એ ન્યુઝ ફેલાવી દીધી હતી કે નૈના ના ખરાબ બીહેવીયર ને કારણે સુમન ની ફિલ્મ માંથી નૈના નો પત્તો કટ થઈ ગયો. અને પબ્લિક ની નજર માં નૈના ની એક ખરાબ છાપ ઉભી કરી. અને પબ્લિક ની નજર માં નૈના ખરાબ સાબિત થવા લાગી , પબ્લિકલી સ્મોક કરતી તો ધીરે ધીરે લોકો નકારવા લાગ્યા. અને અશોક પંડ્યા ની ફિલ્મ રીલીઝ થઈ ત્યારે નૈના એને ખોટા સ્ટારડમ ના નશા માં હતી , અને એ જ એને ભારી પડ્યું. અને સામે આર્યન જોશી ની ફિલ્મ પણ તેની ફિલ્મ સાથે જ રિલીઝ થઈ હતી ." સુમન બોલી.

"અને પછી સ્ટારડમ ની ચમક ઝાંખી પડતી ગઈ , અને એ ચમક ને બરકરાર રાખવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર થઈ ગઈ." એક વાક્ય માં આખી વાત સમજાવતા હું બોલી.

....

***

નૈના શર્મા વિસે આગળ જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

- Megha gokani