Shantidut in Gujarati Moral Stories by Pinakin joshi books and stories PDF | શાંતિદૂત

Featured Books
Categories
Share

શાંતિદૂત

મને હમેશા થી એકલું રેહવું ગમે છે. પેહલી વાર જયારે મારા માતાપિતા મને એકલો મૂકી ને ગયા ત્યારે હું ૧૦ વર્ષ નો હતો. તે લોકો બાજુ વાળા માસી ને કહી ગયા મારું ધ્યાન રાખવા પણ એ માસી ૪ વાગ્યા સુધી આવ્યા જ નહિ. હું બારી માંથી જોતો હતો કે શા માટે એ ના આવ્યા.

એ માસી ના ઘરવાળા પી ને આવ્યા અને એમને ખુબ માર્યા. હું એ બધું જોતો હતો પણ એમની જેટલો જ નિસહાય હતો કેમકે હું કઈ પણ કરી શકતો નહતો. એ ચાર વાગ્યે ગરમા ગરમ મેગી લઇ ને આવેલા. એમની આંખો લાલ હતી અને ચેહરો સોજેલો હતો. થોડાક વર્ષ પછી એમના પતિ પડી ગયા અને તરત ગુજરી ગયા.

હું જયારે ૬ વર્ષ નો હતો ત્યારે મારો નાનો ભાઈ આવ્યો. હું બૌ ખુસ હતો કે હવે મારી જોડે કોઈક રમવા વાળું હશે પણ એને બદલે એ આખો દિવસ રડ્યા કરતો અને મારા મમ્મી પપ્પા આખો દિવસ એને રમાડવા માં પડ્યા રેહતા. એક દિવસ સવારે હું ઉઠ્યો ત્યારે મેં જોયું કે મમ્મી પપ્પા બંને ઘોડિયા પાસે રડતા હતા. મારો નાનો ભાઈ રાતે સુતા પછી સવારે ઉઠ્યો જ નહિ. ત્યાર પછી થી હું એકલો જ હતો એટલે મને એકલતા ની આદત હતી.

સ્કુલ માં પણ હું એકલો જ રેહતો. મને મિત્રો બનવવા ગમતા નહિ અને મને કોઈ હેરાન કરે તો હું કોઈ ને કેહતો પણ નહિ. તમને એમ થતું હશે કે આ બધું હું તમને શા માટે કહું છું, પણ એ ની પાછળ નું એક કારણ છે.

જિંદગી માં પેહલી વાર મને તે રાત્રે ડર લાગેલો. ના એ કોઈના થી કે કોઈ વસ્તુ થી નહતો લાગ્યો પણ મને ખુદ થી ડર લાગેલો. તે રાત્રે હું અચાનક ઉઠ્યો, હું જમીન પર હતો અને મેં ઉપર જોયું તો કાજળ ઘેરું અંધારું હતું. આવું અંધારું તમને શેહર માં ના જોવા મળે કેમકે ત્યાં હમેશા સ્ટ્રીટલાઈટ ચાલુ હોય પણ આ કૈક અજુગતું હતું, એક પણ તારા દેખાતા નહતા. મેં બેઠા થઇ ને પાછળ જોયું એટલે મને પરિસ્થિતિ સમજાઈ ગઈ.

મારી પાછળ એકાદ કિલોમીટર દુર આખું શેહર દાવાનળ ની જેમ બળતું હતું અને એના ધુમાડા ને કારણે આકાશ ઢંકાઈ ગયું હતું. મને ત્યારે પણ ડર નહતો લાગ્યો પણ જેવો હું ઉભો થઇ ને એ બાજુ ચાલવા લાગ્યો એટલે કેટલાક લોકો મારી બાજુ દોડતા આવ્યા.

ના એ લોકો મને મારવા નહતા આવતા, એ તો બસ પોતાનો જીવ બચાવી ભાગતા હતા. મારું માથું સખત દુખતું હતું અને હજી પણ મને ખબર નહતી કે હું અહિયાં કેમનો પહોચ્યો કે શું થઇ રહ્યું છે. અચાનક એક વ્યક્તિ મારી સાથે ટકરાઈ ને નીચે પડ્યો. મેં એની તરફ હાથ લંબાવ્યો એને ઉભો કરવા પણ એની પ્રતિક્રિયા થી હું દંગ રહી ગયો.

એ વ્યક્તિ મારો લંબ્વેલા હાથ ને પકડી ને ઉભા થવા ને બદલે ઢસડાઇ ને પાછો જવા માંડ્યો જાણે એ મારા થી ડરતો હોય. એના મોઢા પર એક એવો ડર હતો જે મેં ક્યારેય નહતો અનુભવ્યો, ડર પોતાના માટે, એક ડર પોતાના જીવ ને જોખમ માં મુકવા માટે, એક ડર મારી માટે?

પણ શા માટે એ મારા થી ડરી ને ભાગી રહ્યો હતો, એવું તો મેં એનું શું બગડેલું પણ ના, એ એકલો નહતો આ ડર ના ભાગીદાર માં. બીજા લોકો પણ મને જોઈ દુર ખસી જતા હતા. જાણે કે હું કોઈ એવી બીમારી થી પીડાતો હોવ જે કોઈને અડે તો જીવલેણ સાબિત થાય.

હું થોડોક આગળ ચાલ્યો, હવે શેહર પૂરે પૂરું દેખાતું હતું. જોકે એ શેહર નહતું રહ્યું પણ જાણે એક હવનકુંડ હતો જેમાં આખું શેહર હોમાતું હતું. મેં આજુબાજુ જોયું તો એક નાનકડી હોટલ હતી, મને થયું કે થોડું પાણી પી લઉં અને આગળ વધુ.

ત્યાં કોઈ નહતું, એ ચા વાળા ની હોટલ માં ટેબલ પર નાસ્તો અને ચા પડ્યા હતા પણ કોઈ બેઠું નહતું. એકદમ સુમસામ હતું જાણે કે અહિયાં થી વાવાઝોડું પસાર થઇ ગયું હોય. હું ત્યાં ગયો અને એક પાણી નો ગ્લાસ લીધો અને મોઢું ધોયું અને થોડુક પીધું. એ લોકો ટીવી ચાલુ મૂકી ને જ જતા રહ્યા. ટીવી પર કોઈક બોલતું હતું.

“આજે આપણી બધી સમસ્યા નો અંત આવશે, આજે આ શેહર જે આખી દુનિયા માં પોતાના કાળા કામ માટે બદનામ છે, ખાક માં મળી જશે. કોઈ કશું જ નહિ કરી શકે, ના તો પોલીસ, ના તો કોઈ રાજકારણી કે આમ જનતા. કોઈ પણ આ શેહર ને ભસ્મ થતા નહિ બચાવી શકે.” મેં પાણી થી લથબથ ચેહરા માંથી કોણ બોલે છે એ જોવા ની કોશીસ કરી પણ બધું ધૂંધળું હતું. એ નાનકડું ભાષણ ફરી થી ચાલુ થયું અને મેં હાથ રૂમાલ કાઢી મારું મોઢું સાફ કર્યું. મેં નજર ઉંચી કરી અને મારા હાથ માંથી પાણી નો ગ્લાસ પડી ગયો.

ડર, મને ડર એટલે શું એ હજી સુધી ખબર જ નહતી કેમકે મેં ક્યારેય એવું કામ નહતું કર્યું જેના થી હું ડરી જાવ. પેહલી વાર મારો હાથ ધ્રુજતો હતો અને પગ ડગમગતા હતા. પેહલી વાર મને શરીર નો ભાર લાગતો હતો અને પેહલી વાર ડર ને કારણે પરસેવો આવતો હતો. હા, આ ડર સાથે ની મારી પેહલી મુલાકાત હતી અને એનું કારણ બસ એક જ હતું, ટીવી માં બોલી રહેલો પેલો વ્યક્તિ.એ વ્યક્તિ, એ વ્યક્તિ... સોરી, તું જાગે છે, મેં મારી સામે બેઠેલા વ્યક્તિ ને હલબલાવી ને પૂછ્યું, મારા એક હાથ માં મારી બુક હતી જેમાં મેં મારી આત્મકથા લખવાનું શરુ કરેલું.

અરે યાર, ફરી વાર નહિ. હું ઉભો થયો અને એક ગ્લાસ પાણી લઇ આવ્યો અને પેલા ખુરસી પર બેઠેલા માણસ પર ઢોળ્યું. એ હલ્યો નહિ. નહિ, નહિ, તું આવું મારી સાથે ના કરી શકે, હજી મેં તને પૂરી વાર્તા નથી કીધી. હજી મેં તને નથી કીધું કે પેલો ટીવી માં બોલતો વ્યક્તિ કોણ હતો.

મેં એની પાછળ જઈ ખુરશી સાથે બાંધેલા એના હાથ છોડી મુક્યા. મેં એને જોર થી એક લપડાક મારી. મેં એનો હાથ લઇ ને એની નાડી ચેક કરી. શીટ યાર, આ પણ મરી ગયો. હું શું કરવા લોકો ને એટલું ટોર્ચર કરું છું કે એ મરી જાય.

કોઈ વાંધો નહિ, નવી ઘોડી ને નવો દા, કાલે સવારે ફરી કોઈક ને શોધી લાવીશું જેને મારી વાર્તા માં ખરેખર રસ હોય. કેમકે આ વાર્તા ઓ કોઈ કાલ્પનિક પરી કથા નથી પણ વાસ્તવિકતા છે. થોડીક ઠંડી હવા ખાય લઈએ એમ વિચારી હું મારા ઘર ની બાલ્કની માં ગયો.

દુર દુર સુધી અંધારું હતું, બાજુ માંથી સાબરમતી નદી વહી જતી હતી. કેટલી મસ્ત શાંતિ છે, આજ થી એક વર્ષ પેહલા કોને વિચાર આવ્યો હશે કે અમદાવાદ માં એટલી શાંતિ મળે. મને દુર ક્યાંક એક લાઈટ બલ્બ દેખાણો, મેં દૂરબીન કાઢી ને જોયું તો શેહર ના કાટમાળ માં કોઈક કૈક શોધતું હતું. મને આ જરાય ગમતું નથી.

હું ઘર માં ગયો અને મારી સાથે શાંતિ નું પ્રતિક, એક શાંતિદૂત લઇ આવ્યો. મેં એને બાલ્કની ની પાળી ઉપર ગોઠવ્યું અને દૂરબીન માંથી નજર કરી. ગલુ, ગલુ, ગલુ એમ કરી ને મેં થોડીક વાર સીટી મારી અને બીજી ક્ષણે મેં એ માણસ ને મારી તરફ જોતા જોયો, કદાચ એને અવાજ આવ્યો હશે? ના એણે પ્રકાશ આવતા જોયો હશે, પ્રકાશ ની ગતિ અવાજ થી વધારે હોય છે. અને પછી મને જેના થી સૌથી વધારે સુખ મળે છે એ દર્શય મને દેખાણું.

એ માણસ ના માથા ની આરપાર થઇ જતી ગોળી, એ લોહી નો ફુવારો અને એનું નિષ્પ્રાણ થઇ ને જમીન પર પડવું. અહા, શું નયનરમ્ય દ્રશ્ય છે. મેં મારી સ્નાઈપર ને ખભે મૂકી ને કીધું, તમને પણ શુભરાત્રિ અને હું સુવા જતો રહ્યો.

ગાંધીનગર

તો મને કોઈ કેહ્સે કે કોણ છે એ વ્યક્તિ?

સર અમને ખબર છે એ કોણ છે.

ઓક, તો કોણ છે? કોઈ આતંકવાદી?

ના સર, એ કોઈ આતંકવાદી નથી.

તો મને એમ જણાવીશ કે શા માટે એણે આખા શેહર ને સમશાનઘાટ માં ફેરવી નાખ્યું? જવાદો, મને કહો કે એ કોણ છે?

એનું સાચું નામ છે અરજણ પટેલ અને એ એક એન્જિનિયર છે.

મને માફ કરજો, શું કીધું, અરજણ? આ તો જાણે કોઈ ગામડા નો ખેડૂત હોય એવું લાગે છે, તમને પાક્કી ખાતરી છે કે એ આજ વ્યક્તિ છે?

સાત વર્ષ ની ઉમરે પોતાના એક વર્ષ ના નાના ભાઈ ને ગુંગળાવી ને મારી નાખેલો. ૧૨ વર્ષ ની ઉમરે પોતાના પડોસ માં રેહતા એક ભાઈ ને પથ્થર મારી ને મારી નાખ્યો. કોલેજ પોહોચતા સુધી માં એણે ૫ કુતરા અને ૨ બિલાડી ઓ ને મારી પોતાની સ્કુલ ના ટીચર રૂમ માં મૂકી દીધી.

આ બધું તમને ક્યાંથી ખબર પડી, જો એણે એટલા એટલા ખૂન કર્યા છે તો એ જેલ માં કેમ નથી. આ માહિતી ક્યાંથી મળી?

આ બધી માહિતી એણે ખુદે આપી છે. અને આ બધી માહિતી મેચ થાય છે, હજી સુધી આ બાબત કોઈ ને ખબર નહતી પડી કેમકે એ બધા મૃત્યુ અકસ્માતે થયા હોય એવું લાગેલું.

એટલે એ વ્યક્તિ આ બધું કબુલ કર્યું છે? તો શા માટે એને હજી સુધી પકડ્યો નથી.

એણે આ બધું જે પુલીસ સ્ટેશન માં કબુલ કરેલું, એ એણે બોમ્બ થી ઉડાવી દીધેલું. આ બધી માહિતી એણે એટલે આપેલી કે સરકાર ને ખબર પડે કે આ બધી ઘટના પાછળ કોણ છે.

તો એ અત્યારે ક્યાં છે?

અમદાવાદ માં.

ઓક, તો કેમ હજી સુધી એને કોઈએ પકડ્યો નથી?

કેમકે કોઈની હિમ્મત ચાલતી નથી ત્યાં જવાની, જે કોઈ ગયું છે એ પાછું નથી આવ્યું. એ લોકો ને એટલી ખરાબ રીતે મારે છે કે અરેરાટી થઇ જાય. બધા ને પોતાનો જીવ વહાલો છે. અમે સેના ને પણ ત્યાં મોકલેલી પણ એ ત્યાં થી ગાયબ થઇ ગયો અને પાછળ ચા નાસ્તો મુકતો ગયો, એને સેના ના લોકો પ્રત્યે માન છે.

આ બધું ખુબ વિચિત્ર છે, પણ આપણે આવા લોકો ને આમ ખુલા માં હરવા ફરવા ના દઈ શકયે. આનો કોઈ ઉપાય ખરો, કોઈક એવો મર્દ છેજ નહિ કે જે એને મારી શકે.

સર, પાછળ બેઠેલી એક માત્ર સ્ત્રી એ હાથ ઉંચો કર્યો.

જો તમારી પરમીશન હોય તો મારી પાસે એક વ્યક્તિ છે જે એને મારી શકે, પણ કદાચ એવું પણ બને કે બકરું કાઢતા ઊંટ પેસી જાય.

મને ફર્ક નથી પડતો, કોણ છે એ ભાઈ?

સર, હું જેની વાત કરું છું એ આપણે જોયેલો સૌથી ખતરનાક મેન્ટલ કેસ છે. એ અત્યારે જામનગર ના પાગલખાના માં છે. અને બીજી વાત સર, એ કોઈ ભાઈ નથી.

એટલે તમારું કેહવું છે કે આ બધું મારે કારણે થયું છે? આ આખું શેહર રાખ થઇ ગયું એ બધું મારા કારણે થયું છે.

હા, તું જો એને બચવવા પાછો ના ગયો હોત તો આવું કશું જ નાં થાત.

અચાનક ગાડી ના આગલા કાંચ માં કૈક જોર થી ભટકાયું અને એક પડઘો પડ્યો જે વેરાન અને બંજર શેહર પર ફરી વળ્યો.

તમને ખાત્રી છે ને કે આ ગાડી બુલેટપ્રૂફ છે.

હા, હવે આપણે જામનગર જવાનું છે મેં તને પેલી વિષે વાત કરેલી ને.

ના, ના, બિલકુલ નહિ. આપણે એ ઢીલા સ્ક્રુ વાળી નું કાઈ કામ નથી.

ફરી વાર ગાડી ના કાંચ પર ગોળી ભટકાણી.

ઓક, ચાલો હવે અહિયાં થી.

અને એમણે ગાડી રીવર્સ માં નાખી અને પાછળ ઉભેલા વડલા તરફ મારી મૂકી.