મને વસુને જોવાની તાલાવેલી લાંગેલી હવે શુ કરુ તેના ધરે કંઈ રીતે જવુ.શાળાએ પણ તે આવી શકે તેમ નથી હવે શુ કરુ વિચાર કરતા કરતા મને એક આઈડિયા આવ્યો,
એ સોનલ મારુ એક કામ કરીશ બોલ શુ કરુ અને હા કાગળ બાગળ આપવા નૈ જાઉ મને હવે તો ડર લાગે છે.બકા કાગળ નથી આપવાનો મારુ એક કામ કર બોલને જટ હા હા સાંભળ મારે ફકત વસુને જોવી છે.હુ તને ચોકલેટ તેમજ મીણબતી એ બધુ લાવી આપુ તુ તારા ધરે તારો બથૅડે મનાવ અલ્યા ડોબા મારો બથૅ ડે તો કયારનોય ગયો ભલેને ગયો તને ખબર છે તારા મમ્મી પપ્પાને શુ ખબર પડશેે.(કેમ કે તેના મમ્મી પપ્પા અભણ હતા) પછી તુ વસુ તેમજ ચાર પાંચ બહેનપણીઓને તારે ત્યા બોલાવજે હુ પણ આવિશ અને મારી ઈચ્છા પણ પુરી થઈ જશે અલ્યા રાજીયા કયા ગયો દુકાને જજે હુ ખેતરે આટો મારી આવુ.....એ....આવ્યો તુ જા થોડીવાર પછે દુકાને આય સોનલ ગઈ હુ પણ દુકાને ગયો.થોડી વારમાં સોનલ આવી મે મીણબતી તેમજ ચોકલેટો તેમજ ફુગ્ગા આપ્યા (તે સમયે કેક એવુ કોઈ સમજતુ નઈ) હવે હુ રાત્રી કયારે થાય તેની રાહ જોવા લાગ્યો એકાદ કલાક બાદ મારા પપ્પા આવી ગયા હુ અમારા જુના ધરે ક્રિકેટ રમવા ગયો
અલ્યા એ દિનીયા હુ ધરે જઉ મારે કામ કામ છે.કાલે તારો દાવ પુરો કરાવીસ હુ સોનલના ધરની આજુબાજુ આટાફેરા કરવા લાગ્યો.કાકી આજે મારો જન્મ દિવસ છે વસંતીને 8 વાગે મારા ધરે મોકલજોને એ સારુ પણ એને જલ્દી ધરે મોકલજે એના કાકા વઢશે નહીતર..હા હુ મોકલી દઈશ......આખરે સમય થઈ ગયો વસંતી તેમજ સોનલની થોડી ધણી સહેલીઓ આવી હુ પણ મારા મિત્ર જે મારા કાકાનો છોકરો નિલેશને લઈને ગયો..સોનલે વસંતીને બધી હકીકત કહી વસંતીએ મને એક કોણામાં બોલાવીને રટવા લાગી મે એને આશ્વાસન આપ્યુ ગાંડી આવુ બધુ થયા કરે એમાં ભાગી ના પડાય તુ સાજી થઈજા નિશાળમાંતો આપણે ભેગાજ હોઈશુને આખરે જન્મ દિવશ ના હોવા છતા પણ ઉજવી દિધો.
હવે એક નવો વળાક મારી લાઈફમાં આવ્યો હુ ધોરણ 7 માં આવ્યો શાળામા દિવાલો ઉપર નિશાળીયા તેમજ અન્ય લોકો અભદ્ધ ભાષામા લખાણો લખતા શાળાના પ્રિન્સીપાલે મને અને એક મિત્રને શાળાના મોનિટર તરીકે પ્રાથૅના સભામાં જાહેર કરી દિધા પછેતો અમારો વટ પડવા લાગ્યો બાળકો અમારાથી ડરવા લાગ્યા દરેક છોકરાઓ જોડેથી પેનો ઉધરાવવા લાગ્યા જેમની જોડે પેનો ના હોય તે પેનો અેમને આપીને ગરીબ બાળકોની મદદ કરવા લાગ્યા.શિક્ષકગણ પણ અમારામાં રસ લેવા લાગ્યા મારા શિક્ષણ પર એમને ભાર મુકયો શાળામા કંઈ પણ પ્રોગ્રામ હોય તો મને અવ્વલ રાખવા લાગ્યા બે વાર હુ ફસ્ટ પ્રાઈઝ પણ જીતી ચુકયો શુ. ટનનનન......ટનનનન....ટનનનન બધા નિશાળીયા લોબીમાં ગોઠવાઈ ગયા અમારા શિક્ષક રતીભાઈ પટેલ ઉભા થઈને બાળકોને સંબોધવાનુ ચાલુ કરયુ..બાળકો આપણે કાઠીયાવાડ માટેની ટુર ગોઠવી છે 7 દિવશ માટે જેનુ એક જણનુ ભાડુ 800 રુપિયા છે.તમારા વાલીઓને પુછીને કાલે જેમને આવવુ હોય તે પાંચ દિવસમાં પોત પોતાના શિક્ષક જોડે નામ લખાવે શિક્ષકે આટલુ કહી બધા છોકરાઓને પોતપોતાના કલાસમાં જવાનુ કહયુ..બીજે દિવસે વિધ્યાથીૅઓ પોતપોતાના શિક્ષક પાસે નામ લખાવવા માંડયા મે અને વસુએ ધરે જાણ નોતી કરી...રાજ રીસેસ બાદ દરેક કલાસમાથી પયૅટનનુ લીસ્ટ લાવીને આચાયૅને આપજે મારા શિક્ષક રમેશભાઈ પટેલે મને કહયુ. સારુ સાહેબ હુ મનોમન પસ્તાઈ રહયો હતો શુ કરૂ ધરે કીધુ નથી કે જવુ ના જવુ મારી ચીન્તા બિલકુલ નતી.મને ધરે કોઈ નાં ન કહે.પણ મને વસુની ચિન્તા હતી તે આવસે કે નૈ તે ના આવે તો જવાનો કોઈ મતલબજ નથી હુ આમ મનોમન વિચાર કરતો હતો પોતાને કોશી રહયો હતો ત્યાજ બેલ પડયો,ટન...ટન...ટન બધાં છોકરાઓ પોત પોતાના કલાસમાંથી પોત પોતાના ધરે જમવાં દોડયા હુ શાળાના દરવાજે સોનલની રાહ જોઈ રહયો હતો કંઈક જાણવા મળે એ હેતુથી....રાજ પાછળથી વસુએ મને આવાજ આપ્યો ઓહો તુ કેમ બહારથી આજે મે સુટ્ટી લીધી છે.ધરે કોઈ નથી એટલે બરાબર મે કહયુ તે નામ લખાવ્યુ વસુએ કહયુ ના..ના કેવી રીતે લખાવુ કેમ તારે નથી જવુ, તુ નામ લખાવી દે તને ધરે કોઈ ના નહી કહે..કેવી વાત કરે છે તુ કંઈ રીતે જવુ હુ તારા વિના કેમ મારા વિના મને તો ધરેથી નૈ જવા દે તુ જા ફરવાનો સરસ મોકો છે..અરે યાર તુ બંદ થા મને કંઈક થાય છે તારા વિના જવુ મને નૈ ગમે......ઓહો તુ ના જાય તો મારી સોગન અરે પણ મારુ મન ત્યા નૈ લાગે તારી સોગન હુ જઈશ તો પણ ગાંડીમાંજ રહીશ બસ તને યાદ કરતો રહીશ.વસુની આંખમા ઝળઝળીયા આવી ગયા.અરે બુધ્ધુ હુ મજા કરૂશુ મારે આવવાનુ છે.સાહેબે મને કહયુ હતુ કે તારે આવવુ હોય તો તારા વાલીને પુછી આવજે એટલે હુ રીસેસ પહેલા પુછવા ગઈ હતી,વસુ આવી મજાક ના કર તને ખબર છે મને કેટલુ દુ:ખ થાય છે.એમ દુ:ખ ના કરાય સહન કરતા શીખી લેવુ સારુ હવે તુ જમી આવ હુ જમીને આવી છુ અને ધરે પુછી લેજે