આમ તો Engineerનાં જીવન મા વેકેશન હોય જ નહિં તેમાય ૧૦ પછી Diploma અને પછી B.E. ૬ વર્ષ લગ્ન પરીક્ષામાં અને તહેવાર સબમિશનમાં જતા રહે છે . છેલ્લે ૩-૪ દિવસ મળ્યા તો ફેમીલી સાથે ફરવા જવનો પ્લાન કર્યો . હુ ,મમ્મી, પપ્પા અને મારી સ્કુલ ની મિત્ર ભૂમિ ગાડી મા ગોથવાયા.
સારંગપુર પહોંચ્યા ત્યાં જ મારી હોસ્ટેલ ની મિત્ર ઝલક મળી ગઇ , વાહ મને તો મજા પાડી જવાની હવે તો , તે પણ તેના ફેમીલી સાથે મારા મમ્મીને પણ સાથી મળી ગઇ , સારંગપુર મા મને મારા બીજા ૨ મિત્ર પણ મળ્યા મહવીર અને સુરતના જયમીન બધા સાથે વાત મા સમય ક્યા થઇ ગયો ખબર જ ના પડિ.
આમ જ પુછ્યુ કે “આવુ છે ફરવા ?” , “ ક્યા?”, “ગઠડા “ જયમીન :“ મારો મિત્ર કેવીન પણ આવશે , ચાલશે ?”. , “હા “ .
વાહ , બધા એક સાથે કેવીન સાથે પહેલી મુલાકાત, તેમા મારી વાતો , એ પોતે બહુ જ ઓછુ બોલે અને મને બધુ પુછ્યા કરે અને મારી આંખો મા જોયા કરે . આ રસ્તો ક્યા ખોવાઇ ગયો ખબર જ ના પડિ . ત્યાથી પછી ગોંડલ ત્યા રાત રોકાવાનુ હતુ એક રૂમ મા સાથે, અડધીરાત સુધી વાતો અને પછી બધા સુઇ ગયા. મને નવી જગ્યા એ ઉંઘના આવે તેથી હુ જાગતી હતી મમ્મી તો બીજા રૂમમા હતા મારા રૂમ મા હુ અને કેવીન જ જાગતા હતા, રૂમની બહાર લૉબીમાં મને જવાનો વિચાર આવ્યો, આમ પણ રાત્રે એટલા રહેવાનુ બહુ ગમે છે ,હુ રૂમની બહાર નીકળી ઉનાળો હતો આકાશમા વાદળ નહાતા એટલે ગામડામા બહુ તારા દેખાતા હતા આઠમનો અડધો ચાંદ અને અજવાળી રાતમા વંચાય તેવુ તેજ. મને આમ એટલા બહાર આવતા જોઇ કેવીન પણ બહાર આવ્યા. ફરી વાતો શરૂ થઇ , ધાબાની પાળી પર બેઠા બેઠા પગ નીચે લટકાવીને ક્યા રાત નિકળતી હતી... હુ બોલી બોલી ને થાકી મે એમણે બોલવાનુ કહ્યુ.
“ આમ તો ફોટોગ્રાફર છુ પરંતુ ક્યારેક થોડુ ઘણુ ગાઇ પણ લાઉ છુ” : કેવીન
“ ઓ...હો... તો ચાલો મારા માટે કાઇ ગાશો ? “ હુ એટલુ ઉછળીને બોલી કે પાળી પર થી સંતુલન ગયુ.હ, પડી નહી તેમને પકડી લીધી હતી .
પાળી પર થી નીચે ધાબા પર પાળીનો ટેકો લઇને, “ બહુ મસ્તીખોર છે હમણા પડતી તો ? તારા દાંત તુટી જાતા પછી સ્માઇલ ના સારી લાગતી.., થોડી શાંતી રાખ થાકી નથી જતી ? અમસ્તાજ કેવીન બોલ્યા
“હસે હવે ચાલો શુ ગાશો મારા માટે ? “
“હા ચાલ હુ શરૂ કરુ “ એક નાની ગઝલ જેવુ શરૂ કર્યુ, અને મને તો ઉંઘ આવી ગઇ આનાથી ટેવાયેલી નથી ને હુ એટલે ત્યા જ તેમના ખભા પર માંથુ રાખીને સુઈ ગઇ, રાત ત્યાં જ વિતી ગઇ.
બીજા દિવસે હુ રૂમમા ઉઠી. હા, ધાબા પર થી તે મને ઉઠાડીને લઇ આવ્યા હતા ,હુ રૂમમા આવી તે પણ મને યાદ છે. સવારના કામ પતાવી, પુજા કરી દર્શન કરી અમે આગળ જવા નિકળ્યા આજે પાછુ જવાનુ હતુ તો બધા એ રાજકોટ ,ચોટીલા થઇ ને જવાનુ વિચાર્યુ પપ્પાને પુછવામાં આવ્યુ .
“ તમે છોકરાઓ જાઇ આવો અમે રાજકોટ હોઇશુ પછી ત્યા નીચે જ મળીશુ”: પપ્પા
“ તમે આવશો કે પપ્પા જોડે રોકશો ? “: હુ
“ આવીશ જ ને ચોટીલા આમ પણ નથી જોયુ “ : કેવીન
“ હુ તો આમ ચુટકીમા ચડી જઇશ “ : હુ
“ ના ,હ શાંતી થી ચડવાનુ છે મારી સાથે. તુ પાછી પડી જાય, પોતાનુ ધ્યાન રાખતા તો આવડતુ નથી “ : કેવીન
“ હા હ... તમે બહુ મોટા તે ખબર છે “ : હુ
“ ચાલ જાન બહુ વાતો કરી હવે તુ ગાડી ચલાવ હુ નહિ ચલાવુ “ : મહાવિર
“ જયમિન ચલાવશે હુ તો ફોટો પાડીશ “ : હુ
“ તુ બસ બોલ્યા જ કર કાઇ કરીશ નહિ” : ભૂમિ
“ હા હવે ચમ્પા “ : હુ
આ વખતે ગાડીમા કેવીન મારી બાજુમા હતા અને એક બાજુ ઝલક બેય ફોન મા કાઇ જોયા કરતા હતા વચ્ચે મારે ના જોવુ હોવા છત્તા જોવુ પડતુ હતુ . લાંબો રસ્તો હતો એટલે થોડા જોક્સ,ગીત સાંભળ્યા અને અમે બન્ને મૌન રહિ વાતો કરતા રહ્યા.
આમ તો રસ્તમા બહુ મસ્તી કરી પરંતુ મારુ મન મસ્તીમા નહિ બીજે ક્યાંક જ હતુ બધાએ ફોટો પડાવ્યા અમારી પાસે બે ફોટોગ્રાફર હતા હુ અને કેવીન બન્ને હુ તો બધાના ફોટો પાડવામા જ વ્યસ્ત હતી અને કોઇ મને જોવા મા .
ચોટિલા ચડ્યા, પાછા આવ્યા રાત પડી ગઇ ખબર જ ના પડી બધા એ ઘરે જવાનુ હતુ અમારે વડોદરા અને બીજા એ અમદવાદ અને કેવીન અને જયમિન ને સુરત ગાડી તો માત્ર બે જ હતીને ,તો ઝકલ જોડે મહાવીર અમદાવાદ માટે અને કેવીન મારી ગાડીમા હતા.
મારી વાતમા તો ફાવી ગયુ હતુ પરંતુ મમ્મી પપ્પા ના લીધે કેવીન બહુ શરમાતા હતા અને મને બહુ જ હસવુ આવતુ હતુ તેઓ હમણા પણ મારી બાજુ મા જ હતા આગળ જયમિન અને પપ્પા પાછળ મમ્મી પછી ભૂમિ ,હુ અને કેવીન રાતના હુ ફરી તેમણા ખભા પર માથુ રાખીને સુઇ ગઇ.
હા મને ઉંઘ નહતી આવતી પણ આમ બેસવામા કાઇંક અલગ જ અનુભુતિ થતી હતી આ શાનુ આર્કષણ હતુ ખબર નહી ફોન નંબર ની આપ-લે થઇ અને થોડી ઘણી મમ્મી-પપ્પા સાથે હતા એટલે મૅસેજમાં વાત થઇ.
વડોદરા નજીક આવતુ હતુ , ઘરે જવાની ઇચ્છા જ નહતી બસ આમ ફરવુ જ હતુ હા ફેમીલી સાથેની આ પહેલી વેકેશન નથી પરંતુ આમા કાંઇ ખાસ હતુ, ના કાંઇ નહિ કોઇ ખાસ હતુ. તેઓ તો સીધા રેલવેસ્ટેશન જ ઉતરી ગયા . હુ ગાડી સુધી મુકવા પણ ગઇ તેમના ચહેરા પર પણ કોઇક લાગણી દેખાઇ, ના આ કોઇ પ્રેમ નહતો હા,કદાચ પ્રેમ પણ હશે ,પરંતુ આમ માત્ર બે દિવસમાં સાથે રહેવાથી પ્રેમ થઇ શકે ખરો ?