Anant Disha - 5 in Gujarati Love Stories by ધબકાર... books and stories PDF | અનંત દિશા ભાગ - ૫

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અનંત દિશા ભાગ - ૫

" અનંત દિશા "

ભાગ - ૫

આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે...

તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ...

છે કાલ્પનિક પણ તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!!

આપણે જોયું ચોથા ભાગમાં કે વિશ્વા કેમ આટલી શાંત, સરળ અને લાગણીશીલ છે... સાથે દિશા સાથે વધી રહેલ નિકટતા અને અનેરો અહેસાસ...

હવે આગળ.......

આજનો દિવસ ખુબ જ ખુશીનો દિવસ હતો ! મનના વિષાદ તરંગો શાંત હતા... હવે લાગી રહ્યું હતું જાણે દિશા પણ વિશ્વા ની જેમ મને સાથ આપશે... મને સમજશે...

આવું વિચારતા જ એક રચના સરી પડી....

" લાવને દોડું એ ઝાંઝવાના નીર પામવા,

ક્યારેક તો કદાચ પામી શકાશે,

નહીં આવે હાથમાં તો કઈ નહીં,

મનને તો મનાવી રહી શકાશે...!!! "

આ બધું વિચારતા વિચારતા હું મારા ભુતકાળમાં ખોવાઈ ગયો, કે મને કેમ લાગણીઓ ઓછી પડતી હોય છે જિંદગીમાં !!!

મને પહેલેથી પૈસા ના મહત્વ વિષે શીખવાડવામાં આવ્યું. આમ પણ આજના સમયમાં એ જ મહત્વનો ભાગ ભજવે છે. અને હું નાનો હતો ત્યારે પણ એવુંજ હતું. ઘરમાં પૈસાની કમી. એટલે, મમ્મી પપ્પા હમેશાં કામ કરવા અને કામ શોધવા ઘરની બહાર જ રહેતા.પહેલાથી મને મારી સ્થિતિ પરિસ્થિતિ સામે લડવા એકલો મૂકી દીધો હતો...દરરોજ જાતે તૈયાર થવું, જે પડયું હોય એ ખાવું અને બસ આમજ એકલતામાં દિવસો પસાર થતા હતા... ક્યારેક કોઈના મમ્મી પપ્પાને એમના છોકરાઓ સાથે લાડ લડાવતા જોવું, એમની સાથે રમતા જોવું, હસતાં જોવું, આલિંગન માં સમેટાતા જોવું ત્યારે મને પણ એવી ઇચ્છાઓ જાગી ઉઠતી...! બસ, ત્યાંજ જાણે મારી આસપાસ અંધારું છવાઈ જતું. કારણ હું તો આ માત્ર કલ્પના જ કરી શકું. મને ક્યારેય આવો પ્રેમ, હેત, લાગણીઓ મળ્યાં નહોતા...રમકડાં પણ એક સ્વપ્ન સમાન હતા... કોઈના પણ રમકડા જોતો તો બસ રડી જવાતું મારાથી, કઈ બોલી નહોતું શકાતું !!! ત્યારથીજ વધુ લાગણીશીલ બન્યો...!મને ખબર પડી ગઈ હતી લાગણીની અણમોલ કીમત !!! સાથે સાથે મગજ અસ્થિર બનતું ગયું એટલે થોડીજ વાતમાં ગુસ્સો આવતો ! કોઈને પણ ગમે ત્યારે દુઃખી કરી દેતો ! એટલે મોટાભાગના લોકો મારાથી દુર જ રહેતા. એટલેજ મનમાં જ હારતો, મનમાં જ જીતતો અને મનમાં જ જીવતો હું બન્યો હતો !!! ત્યારેજ આ વિશ્વા ની અદ્ભુત લાગણીઓ અને સ્નેહ થકી હું એની તરફ ખેંચાયો, સ્વાર્થી બન્યો આ લાગણીઓ મેળવવા !!! લાગણીઓ જ જાણે જીવનનો છેલ્લો પડાવ એવું મારું જીવન બની ગયું હતું અને જ્યાં લાગણીઓ મળતી ત્યાં ઢળી પડતો !

આવું બધું મગજમાં ચાલ્યું, ત્યાં ફરી મન અશાંત થઈ ગયું... પણ મને દિશા માં હવે એ લાગણીઓ દેખાવા લાગી જે મારે જોઈએ છે.. આવું વિચારી ફરી આજે એક whatsapp પર મેસેજ મોકલ્યો...

" થઈ એક આશા જીવંત, આ સવારમાં !

કોઈ આપશે શું જીવંતતા, આ જીવનમાં...???"

Good Morning, જય શ્રી કૃષ્ણ.... "

આ મેસેજ મોકલી ફરી તૈયાર થયો અને પાછો એ જ રસ્તે હું ચડી ગયો. મારા રોબોટ જેવા જીવનની સફરમાં..

બપોરે કામ કરી લંચ કરવાનો સમય થયો અને મોબાઇલ માં જોયું તો whatsapp માં દિશાનો મેસેજ હતો... મારા માટે આ એક અદ્ભુત ક્ષણ હતી ! કારણ કે પહેલીવાર દિશાએ આટલો જલ્દી reply આપ્યો હતો. બાકી તો સાંજે આવે અથવા ના પણ આવે... મેસેજ માં "good morning, જય શ્રી કૃષ્ણ, Have a wonderful day ahead!" એવું હતું... પણ આ વાંચતાજ મારો દિવસતો આનંદમય થઈ ગયો હતો ! જમવાનું પડતું મુકી પહેલા થયું એને મેસેજ કરી જોવું...

એટલે તરતજ મનમાં આવેલ તરંગો ને રચનામાં મઢી નાખ્યા...

"દિવસતો અદ્ભુત બન્યો જ હતો આપમાં,

આપની વાતમાં, આપની આ યાદમાં,

શું આવાજ દિવસો રહેશે સદા મારા,

આજીવન તમારા સાથ, સંગાથ માં...!? "

તરતજ મેસેજ ટોન વાગી.... જોયું તો દિશા.....

દિશા " વાહ, અદ્ભુત રચના! બહુ સરસ લખો છો! "

હું " હા, બસ થોડો પ્રયત્ન કરતો હોવ છું. "

દિશા " તમે જ લખો છો કે કોપી પેસ્ટ...? "

હું" તમને શું લાગે છે ? હું શું કરતો હોઈશ ? "

દિશા " મને શું ખબર, એ તો તમે જાણો અને ભગવાન જાણે! "

હું " હું જ લખું છું અથવા કહી શકાય કે રચાઈ જાય છે !!! "

દિશા " ખુબ સરસ, ચાલો જમવા... હું જમી લઉં... તમે જમ્યા? "

હું "ના બાકી છે, ચાલો હું પણ જમી લઉં, bye... જય શ્રી કૃષ્ણ. "

દિશા "bye, જય શ્રી કૃષ્ણ... Have a wonderful day! "

આ વાત પતાવી તરતજ જમવા બેઠો પણ મગજમાં જાણે દિશા છવાઈ ગઈ હતી... જાણે એક સપનું હતું એની સાથે વાત કરવી એ પૂરું થઈ રહ્યું છે...વિચારતા વિચારતા જમવાનું ફિનિશ કર્યું અને ફરી કામમાં લાગી ગયો...

આમને આમ દિવસો પસાર થતા હતા... પણ... મનમાં એ જ સવાલો ઉભા હતા... ખબર નહોતી પડતી કે પૂછાય કે નહીં... પૂછીશ તો શું જવાબ આપશે ? મારા વિષે શું વિચારશે ? આ બધુંજ મગજમાં હતું પણ એક ચોક્કસ સમયની રાહ જોઈ રહ્યો હતો... આ દરમિયાન અમારી વાતો પણ વધતી જતી હતી... એકબીજાનું રૂટીન, કામ અને બીજી બધી વાતો પણ એકબીજા સાથે શેર કરતા હતા... વાતો કરતા એક મિત્રતા જેવી પણ એવો કોઈ એકરાર એકબીજા સાથે નહોતો કર્યો... હું ચોક્કસ સમયની રાહમાં હતો કે જેતે સમયે હું આ પ્રસ્તાવ મુકીશ...

આજે રવિવાર હતો અને રિવર ફ્રન્ટ જવાનું મન હતું એટલે ઘરેથી મમ્મી ને કહી, પાણી લઈને રિવર ફ્રન્ટ જવા નીકળ્યો... ખુબજ ખુશનુમા સવાર આજે મન મોહી રહી હતી...! આજુબાજુ બધાં પોતપોતાની મોર્નિંગ વોક માં વ્યસ્ત હતા... મેં પણ એક બે ચક્કર માર્યા અને પછી બેઠો. મોઢું ધોઈ પાણી પીધું... તરતજ મોબાઇલ હાથમાં લીધો અને દિશાને મોર્નિંગ મેસેજ કર્યો...

"આજે આ દિશાને કંઇક કહેવાનું મન થાય છે,

સવારમાં મનમાં એક વિચાર દસ્તક દઇ જાય છે,

શું ! કહું તમને આજે... કે કહું પછી ક્યારેક?

મનમાં આ જ વિચારો આવી પાછા ચાલ્યા જાય છે...!!!"

શુભ સવાર, જય શ્રી કૃષ્ણ.......

આ મેસેજ મોકલી પાછો ખુશનુમા સવારની મજા માણવા લાગી ગયો. થોડા પંખીઓ માટે દાણા લાવ્યો હતો એ પંખીઓને નાખ્યા. પંખીઓ જમીન પરથી એકેએક દાણો વીણી ચણી રહ્યા હતા. એમનો સુમધુર કલરવ અને ઠંડી ઠંડી હવા જાણે મને જીવંત બનાવી રહ્યા હતા ! એટલામાં જ મેસેજ ટોન વાગી... જોયું તો દિશા.... વાહ.... દિશા...

દિશા "ખુબ સરસ, જય શ્રી કૃષ્ણ... શું મન થયું? કહી દો."

હું "અરે કાંઈજ નહીં આ તો મનમાં આવ્યું એ તમને લખી ને મોકલ્યું."

દિશા "ખુબ સરસ રચના છે, તમારા મનમાં આ બધું આવે છે ક્યાંથી???"

હું "બસ, આ પ્રકૃતિમાંથી! પ્રયત્ન કરતો હોવ છું, પ્રકૃતિ ને સમજવાનો !"

દિશા "ખુબ સારો વિચાર છે. Btw આજે આરામ નથી કરવાનો? આટલા વહેલા જાગી ગયા."

હું "હું તો જાગી પણ ગયો અને રિવર ફ્રન્ટ પણ પહોંચી ગયો. જોરદાર વાતાવરણ છે."

દિશા "ઓહ ! રિવર ફ્રન્ટ......."

જાણે દિશાના શબ્દો રોકાઈ ગયા અને મન કોઈક વિચારોમાં ખોરવાયી ગયું, એવું મને લાગ્યું...

હું "હા, રિવર ફ્રન્ટ. ક્યાં ખોવાઈ ગયા???"

દિશા "અરે ક્યાય નહીં, હું અહીંજ છું. આજે ઘરે, રવિવાર એટલે રજા."

જાણે દિશા વાત બદલતી હોય એવું લાગ્યું ! પણ હું કંઇજ પૂછી ના શક્યો...

હું "તમે આવ્યા છો, કોઈવાર રિવર ફ્રન્ટ?"

દિશા "હા... ખુબ સરસ જગ્યા છે..."

હું "હું પણ આવતો હોવ છું, કોઈકોઈ વાર. એકાંત માણવા ! મજા આવે અહીં સ્વ સાથે વાત કરવાની."

દિશા "સ્વ સાથે વાતચીત ! અઘરું હોય છે ! સ્વ સાથે વાત કરવી... સ્વને મનાવવું...!"

હું "અહીં, મનાવે છે કોણ ? અહીં તો બસ શાંતિ થી બેસવું, બધાને જોવા, પંખીઓ નો કલરવ, ઠંડો પવન આ બધા સાથે સ્વ ને જોડવું !!! "

દિશા "ખુબ સરસ... આજે તમારે પણ રજા મારે પણ રજા... પણ મારે ઘર કામ કરવાનું હોય એટલે હું રજા લઉં."

હું "ઓહો, શું વાત છે... રજા અને રજા... જોરદાર સેટ કર્યું."

દિશા "હા હા હા... હું પણ તમારી જેમ શીખી લઉં ને રચનાઓ બનાવતા."

હું "હા... હા... બનાવો રચના... અને મનેજ મોકલજો બીજા કોઈને નહીં."

દિશા "હા... તમને... બીજા કોને...?"

જાણે ફરી દિશા ક્યાંક ખોવાઈ...!!!

હું "સરસ... બાકી કેવું ચાલે તમારા કમ્પ્યુટર ક્લાસ અને તબિયત ?"

દીશા "એ ચાલ્યા રાખે as per રૂટીન અને તબિયત એક્દમ ઓકે... ચાલો હવે હું જાઉં... તમારે રજા છે... મારે તો કામ કરવું પડશે."

હું "ઓકે... ફરી મળીશું... આવજો... જય શ્રી કૃષ્ણ..."

દિશા "જય શ્રી કૃષ્ણ..."

આ બધી વાત પૂરી કરતાજ ફરી હું આ રિવર ફ્રન્ટ ના કુદરતી વાતાવરણમાં ખોવાયો... દિશા સાથેની વાતચીત ફરી જોઈ ગ્યો અને મનમાં વિચાર આવ્યો કે એ અમુક વાતમાં અટકાઈ હોય એવું લાગ્યું ! ખુબ સરળ લાગતી દિશા જાણે કોઈ ભૂતકાળની ઊંડાઈ માં લાગી ! પણ આટલી સરસ વાતચિત પછી મન ખુશ થયું... બહું દિવસ પછી જીવનમાં કોઈ નવું પાત્ર આવતું હોય એવું લાગ્યું.... એના વિષે જાણવાની બેકરારી વધતી જતી હતી !!! ફરી, અનંત વિચારોમાં ખોવાઈ ગયો ! અને આજ વિચારોમાં મારો દિવસ ચાલવા લાગ્યો...

***

કેવી લાગી રહી છે મિત્રો અને સ્નેહીઓ આ વાર્તા???

અનંત દિશા ને એના જીવનના સવાલો પૂછી શકશે ???

કેવો નવો અધ્યાય તમે વિચારો છો એ પ્રતિભાવ કરજો...

વાંચક મિત્રો અને સ્નેહીઓ તમારા પ્રતિભાવ મારા માટે મહત્વના છે, ત્યાંથીજ પ્રેરણા લઈ હું આગળ લખી શકીશ અને ભુલ સુધારી શકીશ...

ફરી એકવાર જલ્દી મળશું આ અનંત ની અનંત સફરમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ...

Join My fb Group :- Sweet beat Frdzzzzz

આ લાગણીઓના જોડાણની વાર્તાની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp :- 8320610092

Insta :- rohit_jsrk

સદા ખુશ રહો...

સદા જીવંત રહો...

સદા સંબંધો મહેકાવતા રહો...

જય શ્રી કૃષ્ણ...