લાઈફ ઓફ રૂલ્સ
પ્રકરણ - 1
इंसान बुरा तब बनता है जब वो खुद को..,
दूसरों से ज्यादा अच्छा समझने लगता है !!
- संगीअखिल "अखो"
જીવનમાં આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘણાં બધા પ્રશ્નોનું સોલ્યુશન આપોઆપ થવા માંડશે. લાઈફ ઓફ રૂલ્સ નું આ પ્રથમ રૂલ્સ તમને ગમશે એવી આશા રાખું છું. માણસ ક્યારેય ખરાબ હોતો જ નથી. આપણે એને ખરાબ માન્યે છીએ કારણ આપણે પોતે તેનાથી વધારે સારા છીએ એવું આપણે પોતે જ ધારી લિધુ છે અથવા તો પોતાના મનમા માની લિધુ છે. આ નિયમનું પાલન કરવાથી પોતાની ફેમિલીમાં, મિત્રોમાં જે રિલેશનશીપ ખરાબ થાય છે તે થતી બચ્ચી જશે.
આપણે દરેક માણસને સમાન ભાવથી જોતા થઈ જઈએ તો દરેક માણસ સારો જ લાગવા માંડશે. પણ આપણી આદત પહેલાંથી જ એવી પડી છે કે "પેલો માણસ મને આ વસ્તુ આપે તો તે સારો અને જો ના આપે તો એ ખરાબ છે,અને હું એને આપુ છું એટલે એનાથી હું સારો છું અને એ નથી આપતો એટલે તે મારાથી ખરાબ છે. તે મારુ કામ કરે છે માટે તે સારો છે. " એવું આપણે આપણા મનમાં જ ઘડી કાઢવામાં આવ્યું છે. "આપણે એવું માન્યે છીએ કે જે આપણને પ્રેમ કરે છે, જે આપણને પ્રેમ આપે છે તે સારો માણસ છે, અને જે આપણને ધિક્કારે છે, જે આપણાથી દુર ભાગે છે તે ખરાબ માણસ છે. " તે પોત પોતાના માટે સાચું જ છે.
સારા માણસની વ્યાખ્યા શું કરવી તે કદાચ તમને પ્રશ્ન થતો હશે. જો વ્યાખ્યા જ ના ખબર હોય તો આપણે કઈ રીતે કોઈ માણસને કહી શકીએ તે કે સારો માણસ છે કે ખરાબ. મારા મતે માણસ સારો છે કે ખરાબ તે તેની અંદર રહેલા ગુણ ઉપરથી નક્કી થતું હોય છે. સારો માણસ એટલે જેના રદયમાં માનવતા ગુણ રહેલાં છે તે અને જેના રદયમાં માનવતાના ગુણ ભશ્મિભુત થઈ ગયા છે એ ખરાબ માણસ છે એવું હું માનુ છું. યોદ્ધાઓ યુદ્ધમાં લાખો માણસો મારી નાખે છે, ધર્મ માટે, ન્યાય માટે કે સત્ય માટે તો તે યોદ્ધાઓ ખરાબ માણસ થઈ ગયા એવું માની લેવું જરૂરી નથી. જો તમે કોઈને કારણ વગર જ નુકશાન પહોંચાડો તો તમે પણ ખરાબ કાર્ય કર્યું છે અને એનો દંડ અવશ્ય મળવો જોઈએ. પોતાના મનમાં પોતાને જે સારો માણસ સમજે છે તે વાસ્તવમાં ખરાબ જ નિકળતો હોય છે.
હું ઘણાં માણસોને કહેતો હોવું છું કે "લેવાવાળો તો ગાંડા માણસમાંથી પણ સારા ગુણ ગોતી ને લઈ લે છે. બાકી તમને લેતા ના આવડતું હોય એ તમારો દોષ છે ગાંડાનો નહી."
માણસ ખરાબ ત્યારે જ બનતો હોય છે જ્યારે તે પોતાને બિજા કરતા સારો માની બેસે છે. આ પેલી વાત જેવું છે કે "આપણેને ખબર છે કે સિંહ જંગલનો રાજા છે, પણ સિંહને ખબર નથી હોતી કે તે જંગલનો રાજા છે " હકીકત તો એ છે કે માણસ પોતાના મનની અંદર જ નક્કી કરી નાખતો હોય છે કોણ સારુ છે.? અને કોણ ખરાબ છે.? સારા અને ખરાબની વચ્ચે માણસ પોતે જ વાસ્તવમાં નક્કી કરી શકતો નથી કે હું હકિકત કેટલો સારો માણસ છું અને કેટલો ખરાબ.
આપણા જીવનમાં આપણે ગમે તેટલા આગળ કેમ ના પહોંચી ગયા હોવી પણ હમેશાં આ નિયમનું પાલન કરવું જોઇએ. જયારે જયારે આ રુલ્સ અનફોલો થશે ત્યારે ત્યારે દુનિયાનો કોઇ પણ માણસ ખરાબ થશે. કારણ કે એ પોતાની જાતને હું બિજા કરતાં સારો છું એવું સાબિત કરવામાં કાઢવા લાગે છે. જો તે વધારે પડતો આમા ઉડો ઉતર છે તો કયારેક તે કોઇની સાથે ખરાબ વર્તન કરી નાખશે. તેને ખબર નહી રહે. થોડા ટાઇમ પછી તે પોતે જ ખરાબ છે એવુ સાબિત કરી નાખશે.
અરે કોઇ માણસ તમને એવુ કહે કે હું તારી કરતા સારો છું તો સહજતાથી સ્વીકારી લો. હા, તું મારા કરતા સારો છે. વિવાદમાં ઉતરવામાં કે સાબિત કરવામાં સમય બગાગવા કરતાં સ્વીકારી લો. બન્નેનો ટાઇમ બચી જશે. કોન સારુ છે અને કોન ખરાબ એ વાતને સમય પર છોડી દ્યો. સમય આપો આપ એના સહી સમયે સાબિત કરી દેશે. પેલું કહેવાય છેને કે "સમયને સમય આપનારો માણસ હમેશાં જીતી જતો હોયા છે. " આપોઆપ સાબિત થઇને ઉભું રહશે. તમારે કઇ સાબિત કરવાની જરુર નહી પડે. અહી તમે કોઇ પણ માણસનું ઉદાહરણ લઇ શકો છો તમે, જયારે જયારે એ સાબિત કરવા ગયો હશે, ત્યારે ત્યારે એ પોતે જ ખરાબ સાબિત થઇને રહ્યો હશે. એક મોટામાં મોટુ ઉદાહરણ આપણે આના માટે એ લઇ શકાય. મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં બન્ને એક માના સંતાન હોવા છતા સામસામેના પક્ષથી કર્ણ એ અને અર્જુને યુધ્ધ કર્યુ હતું. એકબીજો હું જ શ્રેષ્ઠ છું, હું જ ઉત્તમ છું, હું જ તારા કરતા સારો ધનુરધર છું એવુ સાબિત કરવામાં સગા ભાઇ હોવા છતા સામસામે એકબાજાનુ રક્ત વહાવવાં લાગ્યા હતા. તેમનું પુરુ જીવન સંઘર્ષ મય વિત્યુ હતુ. આ ઉદાહરણ પરથી એતો જરુર શીખી શકાય છે જીવનમાં હું તારા કરતા સારો માણસ છું એવુ કયારેય સાબિત કરવા જવું નહી. સાબિત કરવા જશો એટલે સંઘર્ષમાં ઉતરવું જ પડશે અને સંઘર્ષ હમેશાં નુકશાનને જ નોતરે છે. સંઘર્ષમાં ઘણા રાજા મહારાજાએ પોતાના રાજા રજવાડા પણ ખોય નાખ્યા છે. ઘણા એ પોતાના જીવ પણ ખોય નાખ્યા છે. સાબિતીમાં સમયની બરબાદી તો થશે જ સાથે જે પ્રાપ્ત કરવા માગો છો તે પણ નહી કરી શકો.
આ નિયમ મોટા ભાગે પરીવારમાં, મિત્રોમાં, ઓફિસમાં કે ગૃપમાં વધારે પળાવો જોઇએ. ત્યા વધારે લોકો સંઘર્ષમાં ઉતરતા હોય છે. ઘણી વખત પરીવારમાં સગા બે ભાઇ સંઘર્ષમાં ઉતરી આવતા હોય છે, અને તેનુ પરીણામ પુરા પરીવારને ભોગવવું પડતું હોય છે. આ નિયમ એવા લોકો ઉપર વધારે અસર કરશે જે પોતાનો ગુસ્સો કાબુમાં નથી રાખી શકતા. જેનો ગુસ્સો હમેશાં નાકની ટોચ પર હોય છે. આ નિયમ એવા લોકો ઉપર વધારે અસર કરશે જેની અંદર ઘંમડ રહેતો હોય. જે માણસ ઘંમડી હોય. આ નિયમ એવા લોકો ઉપર પણ વધારે અસર કરશે જે અભિમાની છે.
એક વાત અહી પ્રષ્ટ કરી દવ કે આ નિયમમાં હરીફાઇની કોઇ વાત થતી નથી. હરીફાઇ ત્યા હોય છે જ્યાં રમત હોય છે અને જ્યા રમત હોય ત્યાં રમતના નિયમ હોય છે અને જે માણસ નિયમ તોડે છે. તેને રમતમાંથી બાદ કરી દેવામાં આવે છે. આ નિયમમાં પોતાના મનમાં જે વિચારો આવે છે કે, હું આના કરતા વધારે સારો છું, એવો દેખાવ કરવામાં આવે છે તેની વાત કરવામા આવે છે. હું બિજા કરતાં સારો છું કે ખરાબ તેની ખબર તો પોતાના કર્મો ઉપરથી ખબર પડતી હોય છે. અને પોતાના કાર્યો ઉપરથી ખબર પડતી હોય છે. કર્મો અને કાર્યો માણસને સારા અને ખરાબ સાબિત કરતા હોય છે. જે માણસના કર્મો સારા હશે, જે માણસના કાર્યો સારા હશે. તે માણસ સારો છે જ, એમા કોઇ શંકાને સ્થાન નથી.
એક વાત યાદ રાખજો કે કોઇ માણસ ખરાબ બને છે તો તેનું કારણ તમે નથી. તેના વિચારો તેને ખરાબ બનાવી રહ્યાં છે. જ્યારે માણસના મસ્તિકમાં વિચારો જ ખરાબ આવવા માડે છે ત્યારે તે પોતાના વિચારોની તરફ દોરવાય જાય છે. કારણ કે માણસની બોડી તે જ કામ કરે છે જે તેના મસ્તિકમાંથી તેને આદેશ કરવામાં આવે છે. એટલે કે પોતાના વિચારો પ્રમાણે જ પોતાનુ શરીર કામ કરવા લાગે છે. એતો તમે જાણતા જ હશો. જેમ માણસના સારા વિચારો જ તેને માહનતાના પંથ પર લઇ જતા હોય છે તેમ માણસના ખરાબ વિચારો જ તેને બરબાદી તરફ લઇ જતા હોય છે. તે જીવનમાં કયારેય ભુલવું જોઇએ નહી. મારે પણ લખવું પડ્યું છે કે માણસ ખરાબ ત્યારે જ બને છે, જ્યારે તે પોતે જ માની લે છે કે હું બિજા કરતા સારો માણસ છું. તો આવો આપણે સાથે મળીને આ નિયમને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, અને ખરાબ દિશા તરફ જતા પહેલા જ સારી અને સાચી દિશા તરફ દોરવાયે. સાથે બિજાને પણ દોરીએ.