ઠંડીથી એનું બદન ધ્રુજી રહ્યું હતું.
એ મખમલી બેડ પર કોકડું વળીને સૂતો હતો.
ગરમ રજાઈ ઓઢાડવા છતાં પણ એના શરીર ની ધ્રુજારી ઓછી થતી નહોતી.
એ જોઈ પ્રિયા ઘણી પરેશાન હતી.
બેચેન હતી.
હા આ એનો અલાયદો ખંડ હતો.
જેમાં કોઈને પણ પ્રવેશવાની પરવાનગી નહોતી.
કદાચ કોઈ એના કમરામાં જાણીજોઈને આવતુ નહોતુ.
કમરાંનાં બારી-બારણા સજ્જડ બંધ કરી દીધેલાં.
એણે એ યુવાન કે જેનુ નામ સમિર હતુ એના પગના તળિયા પોતાની સુવાળી હથેળી વડે બરાબર ઘસી જોયા.
પીંડીઓ મસળી છતાં પણ બધુ બેઅસર હતું.
એ આકુળ-વ્યાકુળ થઈ ગયેલી.
કશું સૂઝતું નહોતું છેલ્લે એક વિચાર એના મન મગજ માં પગ-પેસારો કરી ગયો.
કદાચ એને આ સમયે એ જ ઠીક લાગ્યું. પછી ક્ષણનાય વિલંબ વિના પ્રિયાએ પોતાનો કુર્તો ઉતારી દિધો.
પ્રિયાની ધડકનો વધી ગઈ હતી.
એના ઉભારોની ગોળાઈઓ એના શ્વાસોચ્છવાસની ગતિ સાથે એકરૂપતા સાધતી હોય એમ ઉપર નીચે થતી હતી.
ધડીભર માટે એણે પોતાની સ્ત્રી સહજ ઉર્મિઓને નેવે મૂકી પોતાનાં અત:વસ્ત્ર ઉતારી દીધાં
અને પછી જાણે આ બંધિયાર કમરામાં પણ એને કોઈ જોઈ જવાનુ હોય એમ એને પોતાની ઉજળી કાયાને રજાઈના ગરમાટામાં છૂપાવી લીધી.
પોતાના શરીરમાં છૂપાવી લેવા માગતી હોય એમ એને સમિરને બાથ ભરી લીધી.
સમિરના શ્વાસોને એ મહેસૂસ કરી શકતી હતી.
એના દાંતનો કડકડાટ પ્રિયાને સંભળાયો હતો.
પ્રિયા નિર્વિકાર થઈ એને વિટળાઈને સમાધીમાં લીન થઈ ગઈ.
એનુ હૈયુ પહેલી વાર આવો ફફડાટ અનુભવી રહ્યુ હતુ.
જેને એ કળી શકતી નહોતી.
કંઈ કેટલિય વારના અંતરાલ બાદ
એકાએક સમિર સળવળ્યો.
આંખો પર ખૂબ ભાર હોવા છતાં એણે અનુભવ્યુ જાણે પોતે રૂના ઢગલાને બાથ ભરી સૂતો હતો.
એ રૂનુ મખમલી આવરણ જાણે પોતાના શરીર પર કબજો કરીને બેઠુ હતુ.
શરીરમાં ઘરમાટો આવતાં કંપન નહિવત હતુ.
પોતે ઉંધમાં જ હોવાનો દંભ કરી પોતાના હાથને એણે જરા ઉપર લીધો.
એનુ હ્રદય એક ધબકારો ચૂકી ગયુ.
એ સમજી ગયો હતો કે એ મખમલી કાયાના બાહૂપાશમાં ઝકડાયેલો હતો.
એક પળ માટે એને થયુ પોતાના હોઠ પ્રિયાના દાડમી અધરો પર મૂકી ભ્રમર બની જાય.. કોઈ સ્ત્રીનો સ્પર્શ આટલો મુલાયમ પણ હોઈ શકે એની પહેલીવાર અનુભવ્યુ હતુ.
પહેલી વાર એને પ્રિયાનો સંસ્પર્શ ગમ્યો હતો.
પણ એમ કરતાં માંહ્યલો રોકતો હતો.
પ્રિયા એની નજીક આવવા મથામણ કરતી અને સમિર એની સાથે બહુ ઓછી જ વાત કરતો.
"હું ક્યાં છું પ્રિયા..?"
એમ સમિર પૂછતો ત્યારે એકજ જવાબ મળતો.
"મારા ફાર્મ હાઉસ પર..!"
"અને તારૂ આ ફાર્મહાઉસ ક્યાં છે..?"
જવાબમાં એક લાંબો નિસાસો એને સંભળાતો..
"તને કહ્યુને સમિર.. જેનો જવાબ મારી પાસે નથી એ સવાલો તુ ના કર..!"
"મને અહીં કેમ લાવવામાં આવ્યો છે..?"
હું નથી જાણતી ..
મારા ભાઈઓને ખબર..
હુ તો ફકત એમના હૂકમનુ પાલન કરુ છુ..
તને કોઈ વાતની તકલિફ ન પડે એ વાતની તકેદારી મારે રાખવાની છે..
તારી સંભાળ રાખવાની છે..!"
મારાં મમ્મી પપ્પા ચિંતા કરતાં હશે યાર.. મને જવા દો.. તમારે જેટલા રૂપિયા જોઈએ હું અપાવિશ..!"
પ્લિઝ સમિર સ્ટોપિટ... બધી વાત કર .. અહીંથી બહાર જવા સિવાય..!"
સમિર સમજી ગયો હતો.
એ કિડનેપ થઈ ગયો હતો. એનો મોબાઈલ પણ ગાયબ હતો. ભાગવાના બધાજ એ નિષ્ફળ પ્રયાસો કરી છૂટ્યો હતો. હવે તો એને એવુ લાગવા મંડ્યુ હતુ જાણે એ આ લોકોની મકડજાળમાંથી ક્યારેય છૂટી શકે એમ નથી......
છતાં કોઈ ચમત્કાર થઈ જશે એવુ અંદરથી એને લાગતુ હતુ.
આ વાતને આજે પંદરમો દિવસ હતો.
**** *****
પંદર દિવસથી તે એક બંધિયાર કમરામાં હતો.
સામેની દિવાર પર મોટુ એલસીડી સ્ક્રીન હતુ. એની સેવા ચાકરી માટે ઉભે પગે પ્રિયા રહેતી હતી. ઉત્તમ શેફ હોય એમ એની રસોઈમાં વિવિધતા જોવા મળતી. અનેક જાતના ફ્રૂટજ્યુસ બનાવી એ એન્ટ્રી મારતી.
ખાસ કરી એપલ અને વિટ ના લાલ ચટ્ટક મિશ્રણનો ગળ્યો જ્યુસ અવાર-નવાર રહેતો.
જાણે પોતાની સાથે બાળપણનો ધરોંબો હોય.. એવી રીતે પ્રિયા વર્તતી હતી.
પણ આ બધુ શા માટે..?
એ એક મોટુ રહસ્ય એને ભીતરે ભોંકાતુ.
ના સમજાય એવુ ગુંચળુ એના મનને ધેરી વળેલુ.
અને એ ગૂચળાનો ઉકેલ જરુરી હતો. કારણ કે એનો અંતરાત્મા કહેતો હતો જરુર કંઈક રંધાઈ રહ્યુ છે જેનો અણસાર સુધ્ધાં એને નથી.
આજે એની તબિયત બગડી હતી.
'કાંચા' (અગ્નિપથ મૂવીનો વિલન) જેવા લાગતા એના બેઉ ખતરનાક ભાઈઓ ઘરમાં નહોતા.
છતાં એમનો ખૌફ વર્તાતો હતો.
પોતાના શરીરમાં અશક્તિ વર્તાઈ રહેલી. કદાચ અપૂરતી ઉંધના લીધે એવુ બન્યુ હોય..! અમંગલ વિચારો એનો પિછો છોડતા નહોતા.
એનુ મન ઉદ્વિગ્ન હોય એમ બેચેનીએ ગ્રસવા લાગી.
સર ચકરાતુ હતુ.
પોતાના બદન પર સુંવાળપ વર્તી ગયેલો સમિર ઝબકી ગયેલો.
એક માદક નશો એને આંગાળી રહ્યો હતો.
ચુંબક જેવા આવરણમાંથી પોતાની જાતને છોડાવી એને ભાગવાની ઈચ્છા હતી.
પણ જાણે પ્રિયા આક્રમક બનેલી.
એના બદનની સ્નિગ્ધતા કામદેવનુ રૂપ ધરી
સમિર પર હાવી થઈ ગયેલી.
એણે સમિરની અનિચ્છાને વશ કરી લીધી
સમિર વિચલિત બન્યો. અદભુત સોદર્ય અને મુલાયમતાના ધટાટોપ આવરણમાં એણે પોતાની જાતને રેંઢી મૂકી દીધી.
માદક નશિલા અધરોનાં અમી પી જવા લલચાઈને પોતાના મુખને એણે છલોછલ અમીકુંભ પર ગોઠવી દીધુ.
અચાનક ....
ધબ્બ્ .. એવા અવાજ સાથે એના બદન પર ગરોળી પડી..
અને એની આંખ ખુલી ગઈ..
ક્ષણનાય વિલંબ વિના એણે ગરોળી સાથે આખી રજાઈ ઉથલાવી મારી.
એનુ બદન પરસેવે નિતરતુ હતુ. શ્વાસ ધમણની માફક ચાલતા હતા. બદન હોંફતુ હતુ.
પોતે તકીયાને ઝકડીને સૂતેલો.
એ તકિયામાં ભૂત ભરાયુ હોય એમ એનેય દૂર હડસેલી દિધો.
એણે આખાય કમરામાં નજર ફેરવી..
બારીઓના પડદા ફડફડી રહ્યા હતા. કેલેન્ડરનાં પાનાં પણ પંખાની હવાનો અહેસાસ કરાવતાં હતાં.
કમરામાં જીરોના લેમ્પનો દૂધિયો ઉજાસ ફેલાયો હતો.
ધડીકભર જોએલાં પ્રિયા સાથેનાં દ્રશ્યો એના માનસ પટલપર હતાં.
એક વાત હતી કે પ્રિયાના સ્વપ્નમાં જોયેલા સ્વરુપમાં જે સમ્મોહન હતુ એવુ સમ્મોહન
વાસ્તવની પ્રિયામાં એણે કદી જોએલુ નઈ.
થેંક્સ ગોડ...! કે આ એક સ્વપ્ન હતુ.
પ્રિયા નામની એ છોકરી પ્રત્યે એને અણગમો હતો..
એનો આ બંધિયાર કમરામાં જીવ રૂંધાતો હતો.
કદાચ ..
એટલા માટે જ મન એની લાખ કોશિશ છતાં પ્રિયા સામે ઢળ્યુ નહોતુ.
આખો દિવસ પ્રિયા એના પર મખ્ખીની જેમ મંડરાયા કરતી જાણે પોતે રસગુલ્લો ન હોય..!
એની આ દ્રષ્ટી ભય પમાડી જતી.
ધીમે થી એ ઉભો થયો.
ખૂબ તરસ લાગેલી ગળુ સૂકાવા લાગ્યુ હતુ.
પોતે સપૂર્ણ સ્વસ્થ હતો એનુ આશ્ચર્ય પણ થયુ.
એણે ઝડપી ફ્રીઝ ઉધાડ્યુ.. એ. સી ની ભીનાશ જેવી વરાળ એના ચહેરા પર તાજગી ભરી ગઈ.
સમિરે ફીઝમાં ડોકીયુ કર્યુ.
ધણાં કોલ્ડ્રીક્સ , ફ્રૂટ્સ અને બ્રાન્ડેડ શરાબની બોતલો હતી.. પછી એણે નીચેના ખાનામાં નજર કરી.. તો
એની આંખો પહોળી થઈ ગઈ.
એક મોટો કાચનો પ્યાલો રક્તથી ભર્યો હતો.
એક અજાણ્યો ખૌફ એના મનમાં વ્યાપી ગયો..
એણે એ પ્યાલો ઉઠાવ્યો. એક પળ માટે એને થયુ આ મારા માટે વિટનો જ્યુસ બનાવ્યો હશે...
એણે એ પ્રવાહીમાં આંગળી બોળી..
એ રક્ત હતુ.. માનવ રક્ત...!
રક્ત આવ્યુ ક્યાંથી..?
અને અહી ફ્રીઝમાં શા માટે હતુ..?
એકાએક કોઈનો પગરવ સંભળાયો.
એ ઝડપથી બેડપર આવી ગયો.
એની પાણી પીવાની ઈચ્છા મરી પરવારી હતી.
એ ટગરટગર દરવાજા ને જોતો રહ્યો. એની ધડકનો વધી ગઈ હતી.
( ક્રમશ:)