Ragini - 8 in Gujarati Love Stories by Deeps Gadhvi books and stories PDF | રાગિણી ભાગ-8

Featured Books
Categories
Share

રાગિણી ભાગ-8

એ વખતે મને ઇન્ટરવ્યુ આપવાનુ મુડ જ ના રહ્યુ અને હુ સારા ભાઇ ચોકડિ પાસે ઉતરી ગયો અને રાગિણી બોલી અરે ક્યાં ચાલ્યા ઇન્ટરવ્યુ નથી આપવુ કે શુ.?

મે કિધુ ઇન્ટરવ્યુ તો હજારો મડિ જશે પણ જીંદગી નહિ મડે,

અરે પણ થયુ શું એ તો કેતા જાઉ...!!!

અત્યારે કાંઇ કેવા નો વખત નથી કંઇક કરવા નો વખત છે,

ધણો સમય થયા પછી મને એક વીચાર આવ્યો કે કોલેજ પુરી થવા ઉપર છે અને મહેમુદ અને બંટી બંને એક બીજા ના દુશ્મન ની જેમ રહે છે માટે મારે એ બંને ને એક કરવા માટે કંઇક કરવુ પડશે;આવુ વીચારી ને હુ મારી કોલેજ ગયો અને બંટી ને શોધવા માડ્યો પણ બંટી ક્યાંય મડ્યો નહિ એટલે એના પંટરો ને પુછ્યું...ભાઇઓ બંટી ક્યાં છે મારે એનુ કામ છે,

બંટી ના પંટરો બોલ્યા તારે વડિ બંટી ભાઇ નુ શું કામ પડ્યુ હે,

અરે યાર તમારે કેવુ હોય તો કો કેમ કે મારી પાસે સમય ધણો ઓછો છે,

એટલા માં બંટી ત્યાં આવ્યો અને બોલ્યો ઓહહહો ત્યાં બાત હે આજ હમારે લીયે ઇન્તેજાર કિયા જા રહા હે...

બોલ શુ વાત છે તારે...???

બંટી એક વાત મને કહિ દે કે તારે અને મહેમુદ ની વચ્ચે શુ ચાલે છે કેમ તમે લોકો આમ બીલાડિ ના બચ્ચા ની જેમ એક બીજા થી દુર દુર ફરતા રહો છો એ મને ગમતુ નથી,

અરે ઓ લંબુ એક વાત સાંભળીને તુ કાંઇ વીદુર નથી કે મારી અને મહેમુદિયા ની વચ્ચે સુલા કરાવી શકે સમજ્યો,તુ તારા રસ્તે હાલતો થા નહિતર બોવ ભારે પડશે...

ઓકે બંટી આજે તુ મને ભારે પાડિને દેખાડિ દે,મારા હાથ પગ તોડીશ ને...!!! લે હુ જાતે જ મારા હાથ પગ તોડિ નાખુ તારે એટલી મહેનત ઓછી બસ...

મે એમ કહિ ને બાજુ ની ખાડિ માં એક પાઇપ પડ્યો હતો એને હાથ માં લઇને મારા ડાબા હાથ માં માર્યો અને આ જોઇને બંટી એક સ્થંભ રહિ ગયો,પછી એ જ પાઇપ મારા પગે માર્યો અને બંટી એ મારી પાસે આવીને બોલ્યો અરે શું ગાંડો થય ગયો છો ગઢવી...!!!આવુ કેમ કરો છો,મે પણ અફસોસ કરતા કિધું કે તમારા બેવ ને લીધે મારે આવુ કરવુ જરુર બનતુ જાય છે,તુ સમજવા રાજી નથી થતો અને પેલો મહેમુદ રાજી થયો છે,અને તમને બેવ એક કરવા માં મારી જાન આપી દઉ ને તોય તારી આંખુ નઇ ઉધડે બંટી...

અરે ના ના ગઢવી એવુ નથી યાર દુશ્મની કોણ કરવા માંગે છે યાર...!!!પણ પેલા મહેમુદે જે કાંઇ પણ કર્યુ છે એના પર થી એ દોસ્તી ને લાયક નથી રહ્યો યાર...!!!

ઓકે તો મને કે એટલે હુ તને સમજાઉ હક્કિત શું ચીજ છે...

બંટી એ એની ભુતકાળ ની વાત કરતા બોલ્યો...

એક દિવસ આપણી કોલેજ માં અલ્કા દેસાઇ નામની છોકરી આવી હતી જે ખુબ જ સુંદર હતી અને હુ એના પ્રેમ માં પાગલ હતો...

હુ અને મહેમુદ ખુબ જ સારા એવા મીત્રો હતા; આપણી કોલેજ ના છોકરાઓ અમારી દોસ્તી ના સમ ખાતા એવી ખુબ જ લાગણીસીલ મીત્રતા હતી,

એક દિવસ મે મહેમુદ ને વાત કરી કે યાર મહેમુદ આ અલ્કા મને ખુબ ગમે છે પણ ખબર નહિ મારી એને કહેવાની હિંમત જ નથી થતી શું કરુ યાર...???

અરે બંટી એમા ક્યાં મોટી વાત છે યાર;પ્રેમ કરતો હોય તો કહિ દે; જો એને તુ પસંદ હોઇશ તો હા પાડશે નહિ તો ના પાડતા પેલા થોડો ટાઇમ માંગશે પણ હા તને મારી તો નય જ નાખે એટલે તુ બીદાશ થયને જા અને તારા પ્રેમ નો પ્રસ્તાવ રાખી જો...

મહેમુદ ની હિંમત જોઇને મને પણ થયુ કે સારો વાર અને ટાઇમ જોઇને અલ્કાને પ્રપોઝ કરુ...

એક દિવસ કેન્ટીંગ માં અલ્કા બેઠી હતી અને હુ ત્યાં ગયો અને બોલ્યો...

હાઇ અલ્કા કેમ છે...???

અલ્કા બોલી ફાઇન છું તુ કે તુ કેમ છે...???

હુ બોલ્યો બસ જો આ રહ્યો મસ્ત છુ અને મોજ માં છુ..

સારુ અલ્કા એ તો કે તુ ક્યાંની છો અને અહિં ક્યાં રહેશ તુ...???

અલ્કા બોલી હુ પંચમહાલ જીલ્લાની છુ અને અહિ મારા મામા ને ત્યાં રહુ છુ...

હુ બોલ્યો;અચ્છા તુ સાઇન્સ માં છે ને...!!!

અલ્કા;હા હુ સાઇન્સ માં છુ

હુ;અલ્કા એક વાત પુછુ તો તને ખોટુ તો નહિ લાગે ને..?

અલ્કા;ના ના ખોટુ શું લાગવાનુ હોય વાત બરાબર હોય તો કાઇ બોલવાની જરુર ના હોય અને વાત ખોટી હોય તો સવાલ જવાબ કરવાની જરુર રહે...!!

હુ;અલ્કા તુ મને ખુબ જ ગમે છે અને આઇ થીંક કે આઇ એમ ઇન લવ વીથ યુ...!!!

અલ્કા;અચ્છા આવુ ક્યાંર થી ફિલ થાય છે...!!!

હુ;જ્યાંર થી તુ કોલેજ માં આવી છે ત્યાંર થી...

અલ્કા;જો બંટી આમતો મને લવ શવ માં કોઇ રસ નથી પણ હા તુ કે તો તારી ફ્રેન્ડ બની શકુ કેમ કે મને લવ કરતા ભણવા માં વધુ રસ છે...શો આઇ એમ સોરી...!!

હુ;અરે ના ના નો નીડ સોરી ઇટ્સ ઓકે,મારે તો ફક્ત તારો જવાબ જ જોઇતો હતો બસ...બાઇ ધી વે સોરી અગર તને ખોટુ લાગ્યુ હોય તો...!!!

અલ્કા;ના એમા શુ ખોટુ યાર ચીલ...

આમ હુ ત્યાંથી નીરાશ થયો ને નીકળ્યો અને મહેમુદ સામે આવ્યો અને બોલ્યો;હા તો બંટી શું થયુ તારા પ્રેમનુ બકા...???

હુ બોલ્યો અરે યાર ના પાડિ કેમ કે એને ભણવા માં રસ છે નહિ કે લવ માં;પણ યાર મહેમુદ ભણતા ભણતા પણ લવ થઇ શકે ને યાર;

મહેમુદ બોલ્યો;અફકોર્સ થય શકે પણ આ શબ્દ તે એને ના કિધા...!!!

ના યાર મહેમુદ એની ઇચ્છા જ નથી મારા માં તો શું કરવાને ખોટો ટાઇમ બગાડુ યાર...!!!

અરે યાર બંટી તુ પણ જબરો છે...!

જો યાર મહેમુદ આઇ જસ્ટ લીવ ધીસ કોલેજ કેમ કે હુ અલ્કા ને જોઇ જોઇ ને મારો જીવ બાળવા નથી માંગતો યાર માટે આ કોલેજ છોડિને જાઉ જ બહેતર છે...!!!

અરે ઓ પાગલ મજનુ શું ગાંડા જેવી વાત કરે છે યાર તુ...એક છોકરી માટે તુ તારા ભવીષ્ય ને તબાહ કરવા માંગેશ...!!!શપોઝ કે તુ બીજી કોલેજ માં ગયો અને ત્યાં પણ આવુ થયુ તો તુ કરીશ...!!!આત્મ હત્યા કરીશ...

જો પાગલ નઇ બન બંટીયા તુ તારા ભણવા માં ધ્યાન દે તુ તારુ ભવીષ્ય બનાવીશ ને તો તને આના થી વધારે સુશીલ છોકરીઓ મડશે યાર...

બસ હો મહેમુદિયા બાપા ની જેમ તુ પણ લેક્ચર ના જાડ હવે...!!!

હા તો શું કરુ તુ જ કેને બંટી...!!!

કઇ નહિ યાર છોડ હુ જઉ છુ પછી મડિયે....અલ્લાહ હાફિઝ...

અરે પણ ઓય મજનુ સાંભળતો ખરી ઓયયય...

મહેમુદ ને મુકિ ને હુ રાત્રે મોડો નશા ની હાલાત માં ઘરે આવ્યો અને મારા બાપાએ મને બોવ બધુ સંભાળાવ્યુ પણ નશા માં ધુત હતો એટલે હુ સુઇ ગયો અને સવારે મારુ સ્વાગત બાપા એ પથારી પર લાત મારી ને કર્યુ અને બોલ્યા....ઓય હરામ ખોર તારી આ હિંમત કે તુ મારા ઘર માં નશા કરીને આવે છે...!!!તુ મારો દિકરો છે કે પછી કોઇ મવાલી છે સાલુ એજ નથી સમજાતુ....!!!

આવુ બધુ કેટલુય સંભળાવ્યુ ને પછી હુ કોલેજ ગયો ત્યાં મે બધી વાત મહેમુદ ને કરી અને મહેમુદ કઇ પણ સાંભળ્યા વગર જ મને લાફો માર્યો...અરે ઓ બે અકલ ટણપા તારા માં આવા કુસંસ્કાર હશે એની મને આજે ખબર પડિ...હુ ભલે એક મુસ્લીમ હોય પણ ગીતા મે વાંચી છે અને ભણવા માં પણ આવે છે કે નશો એ કરે જે ચંડાળ હોય રાસક્ષ હોય...અરે યાર તુ લાઇફ ને ક્યાં લઇ જઇ રહ્યો છે...આમ કહિ ને મહેમુદ ત્યાંથી ચાલ્યો ગયો અને મને વધારે પડતા ટેન્શન માં કાંઇ સમજાતુ ના હતુ;હુ કોઇ ની સલાહ સુચન ને સાંભળતો ના હતો;ચારે બાજુ અલ્કા ના પ્રેમ ને લઇને પાગલ બની ગયો હતો...

બીજા દિવસે હુ જ્યાંરે કોલેજ ગયો ત્યાં મે જોયુ તો અલ્કા મહેમુદ ની બાહો માં હતી અને હુ કાઇ સમજુ એની પેલા જ માર ફાઇટ ચાલુ કરી દિધી મહેમુદ જોડે અને મહેમુદ વળતો જવાબ આપવા ને બદલે મારો માર ખાતો જ રહ્યો;અને અલ્કા મને રોકવા લાગી પણ હુ કોઇના રોકાતા રોકાતો ના હતો...

અને છેલ્લે અલ્કા કોલેજ છોડિ ને જતી રહિ અને હુ અને મહેમુદ બંને ની દોસ્તી દુશ્મની માં તબદિલ (બદલાઇ) ગઇ...

હુ (દિપક) બોલ્યો બસ આવી નાની બાબત માટે થય ને બંટી તુ મહેમુદ જેવા પવીત્ર દોસ્ત ને તે તારો દુશ્મન માની લીધો;ખરેખર બંટી તારા જેવા દોસ્ત જ્યાંરે દુશ્મની નુ રુપ લઇને ને તો આ જગત માંથી દોસ્તી નુ સ્થાન ના રહે યાર;આટલુ કહિ ને હુ નીચે પડિ ગયો અને બંટી અને એના માણસોએ કાજલ ના પ્રેક્ટીસ ડિસ્પેન્સરી માં લઇ ગયા...

કાજલ મને જોઇને વીચાર માં પડિ ગય કે વડિ આને શું થયુ;બંટી ને પુછ્યુ તો બંટી એ કિધું કે યાર આ માણસ પાગલ જ છે ખરેખર;એણે એની જાતે જ એના શરીરે નુક્શાન પહોચાડ્યુ એ પણ મને અને મહેમુદ ને એક કરવા માટે અને આખી કોલેજ ને ખબર છે કે હુ અને મહેમુદિયો કોઇ દિવસ એક નહિ થાય...

હુ હલ્કા અવાજે બોલ્યો બંટી તને અને મહેમુદ ને એક કરવા માટે કદાચ મારી જાન દેવી પડે ને તોય દેવા તૈયાર છુ પણ સમજ યાર આમાં મહેમુદ નો કાઇ વાંક નહિ હોય કારણ જેનો વાંક નો હોય એ માણસ જ વળતો જવાબ ના આપે અને મહેમુદે એવુ જ કર્યુ...

આમ અચાનક ત્યાં મહેમુદ આવ્યો અને મહેમુદ ને મને જોયો અને રાડ કાઢી ને બોલ્યો બંટી તારી તો.....

કાજલ બોલી ભાઇજાન આમા બંટી નો કોઇ હાથ નથી માટે તમારો હાથ પાછળ ખેંચો....અરે પણ કાજલ આને થયુ શું તો...???

કાજલ બોલી આ મહાશય પોતાની જાત ને બોવ ઉંચી માને છે અને એણે બીચારા ને એમ કે તમે અને બંટી એક થાવ માટે એણે બંટી પાસે થી જાણવા પોતે જ પોતાના પર ધા' જીંકિઆ બોલો....!!!!

મહેમુદ બોલ્યો;અરે ઓ પાગલ ઇન્સાન તુ કોને સમજાવા નોકળ્યો છે;એવા માણસ ને કે જે માણસ પોતાની જાત ને નથી સમજી શક્યો...

બંટી બોલ્યો હા પોતે તો વડિ બોવ સુજબુજ વાડો હોય એમ માને છે;હા છુ જ ઓકે;મહેમુદે ગુસ્સે થી બોલ્યો;

જો આટલો જ ગુસ્સો હતો મારી પર તો તે દિવસે મારી પર વડતો જવાબ કેમ ના આપ્યૉ...અને જે દિવસે તને બોટલ મારી અને ધા' આને લાગ્યો ત્યારે કેમ વડતો જવાબ ના આપ્યો બોલ....

અરે ઓ બુજદિલ ઇન્સાન એક વાત સાંભળીને અલ્લાહ એ બધા ને દિમાંગ અને તાકાત સરખી જ આપી હોય છે પણ એનો ઇસ્તેમાલ કઇ જગ્યા પર કરવો ને એ મહત્વનુ છે સમજ્યો...!!!

મતલબ તુ કેવા શું માંગે છે...???

મહેમુદ બોલ્યો બંટી તારુ ભવીષ્ય ના બગડે તારી આ કોમળ યુવાની પર દાગ ના લાગે અને દારુ જેવા નશાની આટીઓ માં ફસાને તારૂ જીવન બર્બાદ ના થાય એ માટે મે અલ્કા સાથે નુ પ્રેમ નુ નાટક કર્યુ અને એ જોઇને તુ અલ્કા ને ભુલી જા અને અલ્કા પ્રત્યેની લાગણી ગુસ્સા મા તગદિલ થઇ જાય પણ ઉલ્ટા નો તે મને માર્યો અને અલ્કા તારા ગયા પછી મારી પણ ખુબ જ અફસોસ કરવા લાગી અને બોલી કે મારા લીધે એક શરીફ માણસે ભોગ બનવુ પડે આવુ ક્રુત્ય મારા થી જોવાઇ નહિ માટે હુ આ કોલેજ છોડિ ને જાઉ છુ...!!!!

ત્યાર બાદ એ અલ્કા આ કોલેજ છોડિ ને ચાલી ગય પણ તુ મારો દુશ્મન બની ગયો પણ બંટી એક વાત કહુ કે અલ્કા ની શગાઇ થઇ ગઇ હતી અને એ પણ અમેરીકા ના કોક બીઝનેશ મેન જોડે પણ તુ એનુ સાંભળે તો ને તુ તો બસ અલ્કા ની ના સાંભળીને એના ગમ માં તારુ જીવન હાન્નુમ(નર્ક)બનાવતો હતો માટે તને સીધો કરવા માટે મારે આ નાટક કરવુ ખુબ જ જરુરી બન્યુ હતુ અને મને ખુશી એ વાત ની છે કે તુ એ બધી ખરાબ આદત ભુલી ને તુ મને બરબાદ કરવા માં બધુ ભુલતો ગયો અને હુ તને દુશ્મન ના માની ને એક દોસ્ત માની ને બધુ સહેતો ગયો યાર....

બંટી ચુપચાપ મહેમુદ ની વાતો નીચુ મોં કરીને અને આંખુ માં આંસુ લઇને બધુ સાંભળતો હતો;બંટી મહેમુદ ને પગે પડ્યો અને માફિ માંગવા લાગ્યો ત્યાં મહેમુદ બોલ્યો અરે દોસ્ત ની જગ્યા પગ માં નહિ દિલ માં હોય છે યાર એમ કહિને મહેમુદે બંટી ને બાથ માં લીધો અને બોલ્યો "યાર મેરી ઇમાન મેરી જાન મેરી જીંદગી" હુ પણ ખુબ ખુશ હતો કે બંટી અને મહેમુદ એક થયા પણ હુ પોતાની જાત ને નુક્શાન કરીને ખુબ દિલગીર થયો હતો પણ એ બંને જણા મારી પાસે આવ્યા અને મહેમુદ બોલ્યો કે યાર ગઢવી આજે તારા લીધે ત્રણ વર્ષે મને સાચુ કહેવાનો મોકો મડ્યો અને દિલ દિમાંગ નો ભાર હલકો થયો યાર...

બંટી બોલ્યો હા યાર મહેમુદ સાચુ બોલ્યો તુ આજે મને પણ એક ગલતફેમી દુર થય કે પોતાના હોય એજ પારકા જેવા લાગે પણ આ કમ્બખ્ત ગઢવી એ સાબીત કર્યુ કે પોતાના હોય એજ હંમેશા પોતાની સાથે રહેતે હોય છે...

બંને વચ્ચે હુ બોલ્યો કે આજે બે અવસર એક હારે આવ્યા હોય એવુ લાગે છે,એક ઇદ નો ચાંદ અને બીજુ દિવાળી ની રોશની,યાર ગલતફેમીયા તો વોહ પાલ લેતે હે જીન્કો ખુબ પર ભરોશા ના હો પર અક્સર જો અપને હોતે હે વો દેર સી ભલે લેકિન સમજ જાયા કરતે હે....

વાહ વાહ ક્યાં બાત હે દિપકજી ક્યાં ખુબ કહિ;કાજલ બોલી;જનાબ આદાબ અર્જ હો તો હમ ભી એક સુના દે...

મે કિધું બે શક સુના દો આદાબ કબુલ હે...

જીનકો હમને જાન ને કિ કોશીશ ભી ના કરી આજ વો ખુદ અપની પહેચાન છોડ કે કોશીશ કો કામયાબ બના ગયે....

વાહ મહોતરમા ક્યાં ખુબ કહિ...

એટલા બંટી અને મહેમુદ બોલ્યો લો ભઇ સુરુ હુઇ ઇનકિ સેરો સાયરી અબ કમ્બખ્ત ઇસ હાલાત એ દસ્તુર કો કોન યાદ કરેગા....

અરે મહેમુદ ભાઇ બંટી યાર તમે બંને ક્યાં જાઉ છો...કાલે મારે આ કોલેજ નો છેલ્લો દિવસ છે યાર....

મહેમુદ ભાઇ અને બંટી બંને બોલ્યા;અરે અરે આ શું બોલે છે તુ યાર ગઢવી છેલ્લો દિવસ કેમ યાર;હજી તો ફાઇનલ એક્સામસ્ પણ બાકિ છે અને તારે એક્સામસ્ દિધા વગર જ જવુ છે;

હુ બોલ્યો અરે દોસ્તો એક્સામસ્ આપી ને હુ આ કોલેજ ને અલવીદા કહેવાનો છુ અને સ્કાય ન્યુઝ માં મને રિપોર્ટર ની જોબ ઓફર છે હુ એમા જવાનો છુ;

બંટી બોલ્યો શું...?? સ્કાય ન્યુઝ...!!!!અરે એમા તો મારી બેન પણ થોડા દિવસો પહેલા ઇન્ટરવ્યુ આપવા ગય હતી અને એ પણ મેઇન એડિટર છે તરીકે સીલેટ થય છે અને અત્યારે તે જ ત્યાં છે;

હુ અજાણ્યો બની ને બંટી ને કહેવા લાગ્યો અચ્છા એવુ છે તો તો મારા માટે ઇઝી થય જાસે સ્કાય માં જવુ...!!!

બંટી અને મહેમુદ ને સાથે જોઇને હુ બહુ ખુશ હતો;મે જે કર્યુ એ સારુ કર્યુ કે ખરાબ એ તો મને નથી ખબર પણ બે દોસ્તો જે દુશ્મન હતા એ એક બીજા અને આજે તેઓ એક થયા છે એ જોઇને હુ ખુબ જ રાજી હતો;હુ આવો વીચાર કરતો હતો ત્યાં કાજલ બોલી કે દિપકજી જે ત્રણ વર્ષ માં કોઇ ના કરી શક્યુ એ તમે આજે કરી દેખાડિયુ છે;બે નાદાન દોસ્ત ને એક કર્યા છે; ખરેખર ઇન્સાન ના રુપ માં દેવતા છો તમે;

હુ બોલ્યો અરે અરે એવુ ના બોલો કાજલજી દોસ્તી ને દોસ્તી થી વીષેશ દર્જો આપવો એ તો મારુ ફર્જ હતુ અને આમેય તે હુ પણ એ બંને નો દોસ્ત છુ અને મને પણ નોતુ ગમતુ કે એક બીજા ને આમ દુશ્મન ની જેમ મડે અને દોસ્તી ના અહેસાસ ને ભુલી જાય;આખરે હુ પણ એક કાબીલ દોસ્તી ને દુરુસ્ત કરવા માંગતો હતો જે આજે મે કરી દેખાડિયુ પણ હા હવે એક્સામસ્ સુધી મારે આ બેડ રેસ્ટ લેવો જોસે જે દોસ્તી ની નીશાની છે;

હસ્તા મોઢે કાજલ બોલી કે શું તમે તમારા શરીર ને નુક્સાન પહોચાડિયા વગર બંને ને એક ના કરી શકત..??

હુ બોલ્યો એક તો કરી શકત પણ બંને માં એ એહસાસ ના જાગત જે એહસાસ અત્યારે જાગ્યો છે માટે મારે ચોટીલ થવુ પડ્યુ અને આમેય તે બંટી તો મને મારવાનો જ હતો એનાથી બહેતર એ કે હુ પોતે જ મારા શરીર ને ધાવ આપુ...

કાજલ બોલી અરે વાહ...જો તમારા જેવા હર એક દોસ્ત આવી રીતે કરશે તો તો દેશ ની ભાવી પેઢી બેડ રેસ્ટ પર હશે અને દેશ પાછળ...

હુ બોલ્યો એવુ નથી કાજલજી બધા દોસ્ત બંટી જેવા નથી હોતા જેમા અહેસાસ તો છે પણ એ એહસાસ ને જગાડિ નથી શક્તા એના માટે આવુ પગલુ ભરવુ પડે અને અમુક દોસ્તો મહેમુદ જેવા હોય છે જે સુજ બુજ અને સમજણા હોય છે જેને અહેસાસ રગોરગ હોય છે.

કાજલ બોલી ખેર સલામ છે તમારી દોસ્તી ને પણ એક વાત કહુ;

મે કિધું હા બોલો...

કાજલ-હવે આપણે ક્યારે મડશું..??

હુ-જીંદગી ને મડવુ હશે તો આપો આપ મડિ જશુ...!!!

કાજલ-હા પણ ક્યાંરે...???

હુ-એતો મને પણ નથી ખબર પણ એક ટાઇમ એવો આવશે જે એ પળ ને આપોઆપ આપણ ને મેળવી દેશે...

કાજલ-જો આવી સમજાય નહિ એવી વાત ના કરો સાફ સાફ બોલો...

હુ-અરે કાજલજી આપણે ફ્રેન્ડ્સ છિએ મડતા રહેશુ...

હુ એક્સામ આપી ને રિસલ્ટ ની રાહ જોતો હતો અને એક દિવસ અમે ત્રણ યાર ભેગા થયા અને એક બીજા ની આખરી સલામી ભરવા લાગ્યા અને એક બીજા ને વાઇદા કરવા લાગ્યા કે જીંદગી ની હરએક પળ સાથે રહિશું અને મડતા રહિશું અને જ્યાંરે મડશું ત્યારે દોસ્તી ના એક એક પળ ની યાદો તાજી કરતા રહિશું...

મારૂ રિસલ્ટ આવ્યુ અને હુ સ્કાય ન્યુઝ માં લાગી ગયો;

બંટી એના પીતાજી ના કારોબાર માં લાગી ગયો અને મહેમુદ એ જી.પી.એસ ની એક્સામ આપી ને પી.આઇ બની ગયો જે જામનગર માં એની ડ્યુટી આપતો હતો...

આમ બે વર્ષ જેવુ થવા લાગ્યુ અને સમય ફટાફટ જતો હતો પણ કાજલ બોવ યાદ આવતી હતી એનો હજુ કોઇ પતો લાગતો ના હતો;ખબર નહિ રાજ્ય ના કયાં ખુણે હશે એ...

ધીમે ધીમે હુ કાજલ ને ભુલવા લાગ્યો અને મારા પ્રોફેશન માં ધ્યાન આપવા લાગ્યો...

મારી ખુબ સારી ઇજ્જત હતી હતી મારી ઓફિસ માં બધા મને પોતાનો માનતા હતા...

એક વાર અમારી ઓફિસ ના પીયુન વીષ્નુ કાકા ખુબ જ ચીંતા માં લાગતા હતા મે મારા કામ માટે વીષ્નુ કાકા ને ધણી વાર બોલાવ્યા પણ એમનુ ધ્યાન ના પડ્યું એટલે હુ એમની બાજુ માં ગયો અને બોલ્યો...

કાકા શું થયુ તમને...??? કેમ આટલા ખોવાયેલા લાગો છો...???

કાંઇ નહિ સાહેબ; બોલો ને શું જોઇતુ હતુ તમારે...!!!

હુ બોલ્યો કાકા મે તમને કેટલી વાર ના પાડિ છે કે તમે મને સાહેબ ના કો...!!!તમે મારા થી બોવ મોટા છો...!!!

દિપક કહો...બેટા કહો પણ પીલ્ઝ મને સાહેબ ના કહો;મે બે હાથ જોડિને વીનંતી થી કાકા ને બોલ્યો...

પણ બેટા હોદ્દા માં તમે મારા થી મોટા છો એટલે બધા ને મારે બધુ કહેવુ પડે....

આવતા મહિને મારી દિકરી ના લગ્ન છે અને પૈસા ની ફુલ તંગી છે;મુર્હુત જોવાઇ ગયુ છે એટલે હવે લગ્ન ને કેન્સલ પણ ના કરાય;મને કાઇ સમજાતુ નથી કે હુ શુ કરુ એટલે મારુ ધ્યાન કામ માં લાગતુ નથી બેટા...

વીષ્ણુ કાકા ની વાત સાંભરીને મે ઓફિસ સ્ટાફ ને ભેગા કર્યા અને બોલાવ્યા;એમ.ડિ થી લઇ ને રિપોર્ટર બધા ભેગા થયા ને હુ બોલ્યો જુઓ આપણો દેશ એક મહાન દેશ છે અને આપણી સંસ્ક્રુતી એ આપણી ઇજ્જત છે અને આપણા સંસ્કાર એ આપણી મહાનતા ની નીશાની છે;પ્રભાશ જે અમારો જુની.એડિટર હતો એ બોલ્યો...દિપકભાઇ તુ કહેવા શું માંગે છે....હુ બોલ્યો બસ આ જ જે તુ અત્યારે બોલ્યો એ...જો પ્રભાશ મને તુ કહિને બોલાવી શક્તો હોય તો આપણા વીષ્નુ કાકા તો આપણા થી પણ મોટા છે;તો હુ આજે બધાને કહિ દઉ કે હોદ્દો ભલે એમ.ડિ સુધી નો હોય પણ કોઇ બુજુર્ગ માણસ ના મોઢે થી સાહેબ બોલાવુ એ આપણો ઇગો છે અભીમાન છે,માટે આપણા ઇગો અને અભીમાન ને એક તરફ રાખીને વીષ્ણુ કાકા ને એક હક આપીએ કે એ આપણને નામથી બોલાવે અથવા બેટા કહિને બોલાવે...બોલો મંજુર..??

એમ.ડિ ઉભા થયને તાળી પાડિ ને બોલ્યા વાહ ગઢવી વાહ ધન્ય છે તારા સંસ્કાર ને અને ચરણ સ્પર્ષ નમને છે એ માઁ બાપ ને જે તને આટલા સરસ સંસ્કાર આપ્યા;

કોન્ફરેન્સ હોલ માં બધા ઉભા થયા અને તાળી પાળવા લાગ્યા...

હુ બોલ્યો જુઓ મીત્રો મને તાળી ઓની જરુર નથી મને તમારા લોકો ના સાથ સહકારની જરુર છે;આવતા મહિને વીષ્ણુ કાકા ની દિકરી ના લગ્ન છે અને એમને પૈસા ની ખુબ જરુર છે માટે જો તમે લોકો મારો સાથ સહકાર આપો તો આપણી બહેન એટલે કે વીષ્ણુ કાકા ની દિકરી ના લગ્ન થય જાય અને એમની અને આપણી ઇજ્જત રહિ જાય...હુ મારો પુરો પગાર વીષ્ણુ કાકા ની દિકરી ને એક ભાઇ તરીકે ભેટ સ્વરુપે આપુ છુ;

એમ.ડિ ઉભા થયને બોલ્યા કે હુ 25હજાર વીષ્ણુ કાકા ની દિકરી ને ભેટ સ્વરુપે આપુ છુ;રાગિણી બોલી હુ પણ 25હજાર ભેટ સ્વરુપે મારી બહેન એટલે કે વીષ્ણુ કાકા ની દિકરી ને ભેટ સ્વરુપે આપુ છુ;

આમ આખા સ્ટાફે વીષ્ણુ કાકા ને નાની રકમ થી માંડિ ને મોટી રકમ આપી ને વીષ્ણુ કાકા ની મદદ કરી અને વીષ્ણુ કાકા એ હાથ જોડિ ને બધા નો આભાર વ્યક્ત કરતા કહિયુ કે આ દેશ ખરેખર ખુબ જ મહાન છે જો આવી રીતે બધા દેશ વાસી ઓના દિલ માં મહાનતા જાગે તો આપણો દેશ આબાદ ની સાથે ગરીબી રેખા ની બહાર ઉભરતો આવી શકે એમ છે અને એટલુ જ નહિ આપણા દેશ ની દિકરી જેમ કે રાગિણી એ મારી દિકરી ની મદદ માટે આગળ આવી શક્તી હોય તો વીચાર કરો એક દિકરો શું ના કરી શકે...આપણે ખોટા વહેમ માં જીવી છી કે આપણો દેશ ગરીબ છે પણ હુ માનુ છુ ત્યાં સુધી આપણો દેશ ખુબ જ અમીર છે કેમ કે ગઢવી જેવા દિકરાઓ આપણા દેશ નુ અમીરાત છે;બસ એક આવા ભાવ સાથે જો જીવી જાય ને તો દેશ ક્યાંરે ગરીબી રેખા નીચે નહિ જીવે...

વીષ્ણુ કાકા ની વાત સાંભળીને બધા એ વીષ્ણુ કાકા માટે તાળીઓ પાડિ અને ગળે મળીને અભિવાદન કર્યુ,

એમ.ડિ એ કહ્યુ કે આપણુ આ સ્કાય ન્યુઝ ખરેખર ભાગ્યશાળી છે જેમા વીષ્ણુ કાકા અને ગઢવી જેવા મહાન વીચાર વાડા વ્યક્તિ ઓનુ સ્થાન છે; આજે હુ ખુબ ગર્વને અનુભવુ છુ કે આવી ભાગ્યશાળી ન્યુઝ નો હુ એમે.ડિ છુ....

હુ મન માં વીચારતા બોલ્યા હા યાર વીષ્ણુ કાકા ની વાત ખરેખર ખુબ સાચી છે જો આવા વ્યક્તિત્વ ધરાવનાર ઇન્સાન આપણા દેશ માં હોય ત્યાં સુધી આપણો દેશ મહાનતા ની સીડિઓ ચડતો રહેશે,આજે મને એવુ લાગે છે કે જો એક અમીર માણસ ગરીબ માણસ ની લાગણી ને સમજતો થય જાય તો આ દેશ કેટલો આગળ આવે પણ ખેર આ બધું વીચારો માં રહિ ગયુ છે પણ અમુક અમારા જેવા પણ છે જે આ દેશ ને ક્યાંરે એવુ મહેસુસ નથી થવા દેતા કે આપણો દેશ ગરીબ છે.

એટલા માં રાગિણી મારી પાસે આવી અને બોલી અરે દિપકજી શું વીચાર કરો છો...???

અરે રાગિણીજી મને જી લગાડવા કરતા દિપક કહો ને એમા મને સારુ લાગશે...

અરે તો તમે પણ જી લગાડો છો એનુ શું...???

ઓકે બાબા રાગિણી બસ...હુ એ વીચાર કરતો હતો કે કાકા એ બોવ મોટી વાત કરી નહિ..!!!આવા વીચારો ફક્ત વીચારો માં રહિ ગયા કોઇ દિવસ બહાર આવ્યા જ નથી...

અરે દિપક કોણે કિધુ કે વીચાર ફક્ત વીચારો માં જ રહિ ગયા...!!!તે એ વીચાર ને આજે સાબીત તો કરી દિધા ને......

ક્રમશઃ