“…જબ કિસી શહરમે કુછ યાર પુરાને સે મિલે “ ..!!!
“ રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ, મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
“ ( મરીઝ ) ...હેએએએ...… મરીઝ્સાબની કઈક ભૂલ થઇ લાગે છે લખવામાં, કેમકે ખરેખર તો મુસીબતમાં સાથ આપે એ જ દોસ્ત ..!!! અને મુસીબતમાં સાથ નાં આપે એ વળી શેના દોસ્ત ? પેલું કહે છે ને કે તાલી મિત્ર સો મળે ...એની જેમ એ બધા તાલી મિત્ર – ગલ્લા મિત્ર – અપડાઉન મિત્ર- પાળી મિત્ર – થાળી મિત્ર ..વગૈરાહ વગૈરાહ ...!!! જી હા દોસ્ત તો એ જ કહેવાય ને જે મુસીબતમાં અડગ અને સાથે ઉભો કે ઉભી રહે, જે ટીકા કરવા કરતા દોસ્તને ટકવામાં મદદ કરે., પ્રસંગ સારો હોય કે નરસો પણ પહેલા આવીને ઉભો રહે. જો કે મરીઝ સાહેબે લખ્યું એવું કદાચ થતું પણ હશે એટલે તો ચિનુ મોદીએ લખ્યું છે કે ‘ દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ? ‘ અને ‘ પથ્થરો પોલા નીકળશે શી ખબર ?, મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર? ‘ . નીકળે નીકળે ...ક્યારેક મિત્રો બોદા પણ નીકળે ..એટલે તો કહેવાયું છે કે મિત્રની પસંદગી ખુબ જ સાવધાનીથી કરવી .
‘ દોસ્તી આમ હૈ લેકિન એ દોસ્ત, દોસ્ત મિલતા હૈ બડી મુશ્કિલ સે ‘ ( હાફીઝ હોશિયારપૂરી ). સહી હૈ બીડું, એમ કઈ સારા અને સાચા દોસ્તારું રસ્તામાં નથી પડ્યા કે એકાદી પાન કે સિગરેટ કે હારે નાસ્તા કરવાથી બની જાય – મળી જાય . અહમદ ફરાઝ્નો આ ફેમસ શેર એ જ કહે છે કે ‘ તુમ તકલ્લુફ કો ભી ઇખલાસ સમજતે હો ‘ ફરાઝ ‘, દોસ્ત હોતા નહિ હર હાથ મીલાનેવાલા ( તકલ્લુફ =શિષ્ટાચાર, ઇખલાસ =દોસ્તી ) . એક્જેટલી આગળ લખ્યું એમ દોસ્ત એમ આસાનીથી ના મળે ક્યુકી સાચો અને સારો દોસ્ત તો ખુશકિસ્મતને જ મળે . કારણ ? એનું કારણ રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘ ના આ શેરમાં છે ; “ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે; મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે, હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.” એક્જેટલી આ જ વાત મેઈન છે દોસ્ત – દોસ્તી – ફ્રેન્ડશીપ – મિત્રતામાં ..!! સરસ મિત્ર હોય એ તો પુરતું છે જ પણ સાથે સાથે એ મિત્ર દિલથી પવિત્ર-સાફ અને નિખાલસ હોવો જરૂરી છે નહિતર પછી સઈદ રાહીનો આ શેર ગણગણવો પડે કે ‘ મુજે મેરે દોસ્તો સે બચાઈએ ‘ રાહી ‘, દુશ્મનોસે મૈ ખુદ નિપટ લુંગા “..!!
‘અમાં મીલા લો હાથ, સિકંદરને જિંદગીમે બહોત કમ લોગો સે હાથ મિલાયા હૈ “ બીગ બી ના આ જોરદાર ડાયલોગ જેવું જીંદગીમાં બને..અને ખાસ કરીને દોસ્તોની બાબતમાં. ઘણા દોસ્તોને આપણે જોઈએ તો આપણને એમ થાય કે એક દક્ષીણ ધ્રુવ છે અને બીજો ઉત્તર ધ્રુવ, તોય ચ્યમની આ બેયની ભાયબંધી હેન્ડતી હશે દિયોર ? ઘણા સુકામ ? તમારા કે મારા જ દોસ્તોને જરા યાદ કરી લેશો તો અચૂક એક-બે નંગ એવા યાદ આવશે જ કે મને ને તમને એમ થશે કે આ ટણપા હારે દોસ્તી કેમની ટકી છે ? આવા એકાદ બે નંગ માટે કોઈ અનામી શાયરનો આ શેર પરફેક્ટ ફીટ બેસે છે કે “ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના, મળી જશે એકાદ, તો મુંજવણ વધી જશે.”...!!!! જો કે દોસ્તો આપણા જીવનમાં તબક્કાવાર આવતા હોય છે – બનતા હોય છે . શાળાના દોસ્તો, મુફલિસી ટાઈમના દોસ્તો, નોકરી-ધંધા ને લીધે બનેલા દોસ્તો, શેરી દોસ્તો, ગલ્લા દોસ્તો,,,અને હવેના ડીજીટલ જમાનામાં ફેહ્બુકીયા – ટ્વીટરિયા, ઈનસ્ટા દોસ્તો .......ઓર નાં જાને ક્યા ક્યા ? પણ હકીકત એ છે કે અંગત કહી શકાય એવા અથવા તો જેની સાથે પાક્ક્ક્કક્કી દોસ્તી છે એમ કહી શકાય એવા દોસ્તો તો ગણ્યા ગાંઠ્યા જ હોવાના,,,!!! બાકી તો આ લખનારના ફેવરીટ શાયર બશીર બદ્રના આ શેર જેવું થાય કે ‘ ઇસી શહરમે કઈ સાલ સે મેરે કુછ કરીબી અઝીઝ હૈ, ઉન્હેં મેરી કોઈ ખબર નહિ મુજે ઉનકા કોઈ પત્તા નહિ “ ..!!!
હવે દિમાગમાં કોશચ્ન એ ઉઠે કે દોસ્ત બનાવવા કેવી રીતે ? ઓર જરા બોલીવુડ ભાષામાં કહીએ તો દોસ્ત બનતે કૈસે હૈ ? જવાબ પણ બોલીવુડની ઇસ્ટાઈમાં જ આવશે કે ‘ દોસ્ત બનતે નહિ, હો જાતે હૈ “ !!! પણ આ ‘ હો જાતે હૈ ‘ વાળા દોસ્તોની ખરી કસોટી તો મુશ્કેલીના સમયમાં જ થાય એ હકીકત છે . સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ‘સંપત્તિ મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે ‘ ..રાઈઈઇટ !! સેમ ટુ સેમ વાત મોરોક્કોની આ કહેવતમાં કહેવાઈ છે કે ‘તમારા સાચા મિત્રો એ જ જે તમને જેલખાનામાં કે દવાખાનામાં વિના સંકોચે મળવા આવે ‘ બેક ટુ ધ ક્વેશ્ચન ...મિત્ર બનાવવા કેમ ? અસલમાં મિત્રો મેળવવા અઘરા નથી, અને એમાયે આજના ટેકનોલોજીકલી એડવાન્સ યુગમાં તો હરગીઝ નહિ, પણ મિત્રતા ટકાવી રાખવી એ જ તો સાચી કસોટી છે . અને મિત્રતા ટકાવી રાખવાનો સૌથી ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ કોઈ હોય તો એ છે નિખાલસ બનો !! શક્ય એટલા પારદર્શક રહો અને મિત્રની પડખે સારા કરતા ખરાબ સમયમાં વધુ રહો ..!!! “ દોસ્તી ઔર કિસી ગરજ કે લિયે, વો તીજારત હૈ દોસ્તી હી નહિ “ ( ઈસ્માઈલ મેરઠી) ( તીજારત = વેપાર )..!! બસ, દોસ્તીમાં આ વેપારવૃતિ કે સ્વાર્થીપણું નહિ હોય તો એ દોસ્તી સાલો સાલ ટકવાની જ . દોસ્તીની બુનિયાદ જ કમ્ફર્ટ પર ટકેલી હોય, જ્યાં બે દોસ્તો વચ્ચે વાતચીત – વ્યવહાર – વર્તન અને ભાષાનું કમ્ફર્ટ એકદમ મેચ થતું હોય એ દોસ્તીને કોઈ તોડી શકે જ નહિ .
‘ સાચો દોસ્ત એ છે કે જેના દુશ્મન એ જ છે જે તમારા પણ છે “ . દોસ્તનો દુશ્મન દુશ્મન ગણવાનો વણલખ્યો શિરસ્તો છે દોસ્તીમાં . જો કે એમાં એવું પણ હોય છે કે ‘ જો દોસ્ત કમીને નહિ હોતે, વો કમીને દોસ્ત નહિ હોતે ‘ જી હા, ‘ હું તો આવો નહોતો કે નહોતી મને મારા દોસ્તારુંએ બગાડ્યો કે બગાડી ‘ આવું આપણે બિન્દાસ અને અનેકો વાર ઉવાચી ચુક્યા છીએ, પણ એમાં આઈ ડોન્ટ થીંક કે કશું જ ખોટું છે. દોસ્ત જેમ સારી બાજુ બતાવે એમ ખરાબ બાજુ પણ બતાવે – શીખવાડે . બીકોઝ દોસ્તીમાં તો કાઈ બેરોમીટર કે ફૂટપટ્ટી થોડી મુકવાની હોય કે ‘ ના બકા, આવું આપણાથી ના થાય ?’ એ તો થાય જ ..!! એમાયે કોઈ જુના દોસ્તને મળવાનું થાય તો આહાહાહા એકસાથે કેટલીયે યાદો જીવતી થઇ જાય, એક આખો યુગ આખો સામે ઝળહળી ઉઠે .’ ઇક નયા જખમ મિલા ઇક નઈ ઉમર મીલી, જબ કિસી શહરમે કુછ યાર પુરાને સે મિલે ‘ ( કૈફી આઝમી )
વિશ્વાસ રાખ એ જ તો દફનાવશે તને ! કોણે કહ્યું કે દોસ્ત ને તારી કદર નથી ? ( શૂન્ય પાલનપુરી )..!! હા, તો આમાં જખમ પણ આવે જ ભયલા?? દોસ્તીમાં દુશ્મની – દોસ્તીમાં દરાર ના થાય એવું કોણે કહ્યું ? ઈનફેક્ટ ભાયબંધીમાં ડખ્ખા થાય થાય ને થાય જ ..!!! ‘ હર ફૂલ કે સાથ એક કાંટા, હર દોસ્ત કે સાથ એક અદુ હૈ ‘ ( મુજ્તર ખૈરાબાદી ) ( અદુ = દુશ્મન )..!! રીઝન ...? રીઝન એક જ કે દોસ્તી હક્ક આપે ઝગડાનો – રંજીશનો – તકરારનો – રીસાવાનો – રીઝાવાનો – બ્લેક ને બ્લેક ઓન ધ ફેસ કહેવાનો ...!! મીઠું મીઠું બોલે, ખુલીને વિચાર રજુ ના કરે, તકવાદી હોય, મુત્સદી હોય, મતલબી હોય, ટાણે પીઠ બતાવે ....આમાં ડખ્ખા જ થાય ને પછી !! પણ જનરલી જો દોસ્તી દિલથી કરેલી હોય તો કોઈ એક પક્ષે તો પશ્ચાતાપ થાય જ . દોસ્તીની એ જ મજા છે, જેટલું જલ્દી બ્રેકઅપ થાય એટલું જલ્દી પેચઅપ પણ થાય જ, અને નાં થાય તો દોસ્તની યાદ દિલમાં સંઘરીને મુવ ઓન થવું જ પડે પણ ઊંડે ઊંડે આશા તો રહે જ કે ‘ વો વાપીસ જરૂર આયેગા ‘..!! ‘ એ દોસ્ત અગર સુબહ કા ભૂલા હૈ તો ઘર આ, કુછ આંખ મેરી ભીગે કુછ તેરી સજલ હો ( જયકૃષ્ણરાય તુષાર ) ...!!! ‘ દોસ્તી દિવસ ‘ ની શુભકામનાઓ ..!!!