Kavya - 3 in Gujarati Love Stories by Simran Jatin Patel books and stories PDF | કાવ્યા... - 3

Featured Books
Categories
Share

કાવ્યા... - 3

                                   કાવ્યા....

ભાગ : ૩

નિખિલ ઘરે કોઈને તે આવવાનો છે એમ જાણ કરતો નથી. તેને સમજાતું નથી કે, હું મેરેજ વિશેની વાત બધાને કઈ રીતે કરીશ અને જો બધા મને એરપોર્ટ જ લેવા આવી જશે તો સાથે ટિયાને જોઈ ને ત્યાં જ પ્રશ્નો કરવા લાગશે તો? એમ વિચારી એ સીધો જ ઘરે જવાનું વિચારે છે. વિચારતા વિચારતા જ પ્લેન લેન્ડ થઈ જાય છે એ પણ એને ખ્યાલ રહેતો નથી. તે તરત બહાર આવી ગાડી કરાવી લે છે અને ઘરે તરફ રવાના થાય છે. 


ગાડી ની સ્પીડથી પણ વધુ સ્પીડ માં નિખિલના મનમાં વિચારો ચાલતા હોય છે કે, ઘરે જઈને વાત ની શરૂઆત કેમની કરીશ અને કાવ્યા તો નારાઝ જ થઈ જશે કે મને પણ તે એક દોસ્ત તરીકે મનની વાત કહી નહીં. એટલી વાર માં ઘર આવી જાય છે. તે ગાડી માંથી સામાન નીકાળી ડ્રાઇવરને પૈસા આપી પોતાના ઘર તરફ જુએ છે તો બહાર થી બંધ હોય છે. એટલે તે સમજી જાય છે કે, બાજુમાં જ હશે કાવ્યાના ઘરે. તે વધુ કાંઈ વિચાર્યા વગર સીધો જ ટિયા ને લઈને ત્યાં પહોંચી જાય છે.


ત્યાં બધા હોલમાં બેઠા બેઠા વાત કરી રહ્યા હોય છે, કાવ્યા કેમ હર વખતે લગ્નની વાત આવે એટલે નકારી દે છે અને નિખિલ ના આવવાની રાહ જોવાનું કહે છે. કાંઈ સમજ નથી પડતી આપણે પણ હવે આ વિશે કાવ્યા ને હવે વધુ કોઈ દબાણ નથી કરવું. કદાચ એને કોઈ પસંદ હોય એ આપણને કહેતા અચકાતી હોય પણ નિખિલ ને કહ્યું હોય માટે આપણે નિખિલના આવવાની રાહ જોઈએ પછી જ આગળ વાત કરીશું. પણ આ નિખિલ ક્યારે આવશે? હમણાં ખાસ વાત પણ કરતો નથી કે ક્યારે આવશે એ પણ જણાવ્યું નથી. ત્યાં જ પાછળથી બેગ નીચે મુકવાનો અવાજ આવે છે અને બધા જુએ છે કે, નિખિલ... આવી ગયો છે. નિખિલ નિખિલ ની બુમોથી ઘર ગુંજી ઉઠે છે. ને કાવ્યા એના રૂમમાં એની રૂટિન ડાયરી લખતી હોય છે. જે આ અવાજ અને નામ સાંભળી ખુશી થી નાચી ઉઠે છે. તે તરત જ બધુ એમજ મૂકી હોલમાં આવી જાય છે. પણ બધા જ નિખિલ સાથે ઉભી છોકરીને જોઈ થોડા હેરાન હોય છે. નિખિલની મમ્મી તરત જ બન્ને ને અંદર પણ બોલાવે છે અને સાથે કોણ છે એ પણ પૂછી લે છે. કાવ્યાની મમ્મી બન્ને માટે પાણી લઈ આવે છે.


તે થોડું પાણી પીધા બાદ બધાને ટિયા વિશે જણાવે છે કે, આ ટિયા છે અમે સ્ટડી માં સાથે નોહતા પણ લાસ્ટ મને જે કામ મળ્યું એમાં અમારી મુલાકાત થઈ. ત્યાં વચ્ચે જ એની મમ્મી ચા નાસ્તો લઈ આવે છે કહે છે કે હે નિખિલ તું આ તારી દોસ્તને અહીં ઈન્ડિયા બતાવવા લાવ્યો છે કે, તે અહીં ની જ છે. નિખિલ ને શુ કહેવું કાંઈ સૂઝ્યું નહિ એટલે તે ચૂપ રહ્યો. ત્યાંજ ટિયા બોલવા ગઈ કે, આંટી હું તો.... ત્યાં જ નિખિલ ટિયાને રોકી વાત તે જ કરવા લાગે છે કે, હું ને ટિયા એટલા સારા દોસ્ત બની ગયા હતા કે અંમે ત્યાં જ કોર્ટ મેરેજ કરી લીધા. મમ્મી પપ્પા અંકલ આંટી હું બધા ની માફી ચાહું છું કે, મેં આ આટલી મોટી વાત આપને જણાવી નહીં. કહ્યા વિના જ મેરેજ કરી લીધા. બધા બે ઘડી તો આશ્ચર્યમાં પડી જાય છે કે, નિખિલ આ શું કહી રહ્યો છે. પણ પછી તરત જ કાવ્યા બોલે છે કે, એમાં માફી શેની આ તો ખુશ ખબર કહેવાય. ત્યાંજ નિખિલ ના પપ્પા કાવ્યને રોકતા કહે છે કે, જો નિખિલ તારે કોઈની માફી માંગવી હોય તો એ કાવ્યની માંગ એ તારી રાહ જોઈ બેસી હતી કે, તું આવે પછી લગ્ન વિશે વિચારશે અને તું કહે પછી લગ્ન કરશે. અને તું આમ તારા લગ્ન ની વાત અમારા થી તો ઠીક પણ કાવ્યા થી પણ છુપાવી આ તે ઠીક ન કર્યું નિખિલ. પણ નિખિલ આ વાત સાંભળી કાવ્યા સામે નજર ન મિલાવી શક્યો અને નીચું જોઈ બેસી રહ્યો. 


પણ થોડી જ વાર માં બધા આ વાતને ખુશી સાથે હસતા હસતા સ્વીકારી લે છે અને નિખિલ અને ટિયા ને મોં પણ મીઠું કરાવવા મીઠાઈ લઈ આવે છે. તેમજ નિખિલની મમ્મી અને કાવ્યાની મમ્મી ટિયા સાથે વાતો કરવા લાગી જાય છે.  

નિખિલ મન માં મૂંઝાય છે કે, કાવ્યા મારી રાહ જોઈ બેસી રહી હતી. પોતાના લગ્નની વાત  નકારી રહી હતી તો શું એ મને હા પાડવા ની હતી કે પછી...? કાવ્યા વધુ સમય ત્યાં રૂમ માં નિખિલ ને ટિયા સાથે જોઈ ન શકતા તેમજ આંસુ ન રોકી સકતા. કિચનમાં જતી રહી છે. ત્યાં જ નિખિલ પણ બધા ને કહે છે કે, હું થોડો થાક્યો છું તો ઘરે જઈ સુઈ જાઉં છું. ટિયા તું અહીં બધા સાથે બેસ વાતો કર અને કાવ્યા ને પણ મળી લેજે. એમ કહી તે કિચન ના દરવાજે થઈ પાછળ ની બાજુએ થી પોતાના ઘરે જવા નીકળે છે. અને જતા જતા કિચનમાં ગયેલી કાવ્યા સાથે પણ વાત કરવાનું વિચારે છે. 

પણ આ શું કાવ્યા રડતી હતી. આ જોઈ નિખિલ ને નવાઈ લાગી. કાવ્યા... બોલ આમ રડે છે કેમ?? પ્લીઝ મને માફ કરી દે. હું તને આ આત કહેવાનો હતો પણ સોરી મારી પાસે એટલો સમય જ નોહતો કે હું તને કહી શકું. કાવ્યા પણ ઈટ્સ ઓકે કહી એને એક સ્માઈલ આપી દે છે અને ઘરે જવાનો ઈશારો કરે છે. અને તે પણ પોતાના રૂમ માં જઈ ડાયરી લખવા બેસી જાય છે.

બહાર હોલમાં બધા ટિયા સાથે વાતો કરી રહ્યા હોય છે. બધા વિચારે છે કે, દસેક દિવસ પછી મેરેજનું એક રિસેપ્સન રાખી દઈશું. જેમાં સૌ સગાંવહાલાં અને દોસ્તો ને આમંત્રિત કરશુ. 

સાંજે નિખિલ ને વાત કરીશું અને બીજે દિવસથી તૈયારીઓ કરવામાં લાગી જઈશું.  આટલી વાત કરી બધા છુટા પડે છે. નિખિલ  તેના ઘરે બહાર હોલમાં સોફા પર જ સૂતો હોય છે. ટિયા પણ નિખિલ ના રૂમમાં જઈ સુઈ જાય છે. નિખિલના મમ્મી પપ્પા બહાર ગેલેરી માં જ બેઠા બેઠા વાતો કરી રહ્યા હોય છે.

કાવ્યાના ઘરે પણ એના મમ્મી પપ્પા વાતો કરી રહ્યા છે. કે હવે નિખિલના લગ્ન થઈ જાય પછી જ કાવ્યા ના લગ્નની વાત વિશે નિખિલ ને કાવ્યા ના મનમાં શું છે એ પૂછવાનું કહીએ. તો એના પણ લગ્ન થઈ જાય. ત્યાંજ કાવ્યા સ્કૂટી ની ચાવી અને પર્સ લઈ આવે છે અને કહે છે હું એક કામ થી બહાર જાવ છું. સાંજે આવતા મોડું થશે અને હા કદાચ ડિનર પણ બહાર જ કરી લઈશ. ત્યાં જ તેની મમ્મી કહે છે, બેટા કહેતી તો જા ક્યાં જાય છે. અરે મમ્મી હું એક હોસ્પિટલના ઓપનિંગ માં જઉં છું. હા હા બેટા જઈ આવ.... આ તારી મમ્મી તારી નાહક ની ચિંતા કરે છે.ને આમ બધા એકસાથે જયમાતાજી બોલી મંદ હાસ્ય સાથે છુટા પડે છે. હજી સાંજ ના ૫ થયા હતા કાવ્યા પણ ઘરે મોડું આવવાનું કહી ને ગઈ છે. એમ વિચારી એ લોકો પણ થોડો આરામ કરી લે છે. 

લગભગ સાંજના આઠ વાગતા ફરી પાછા બધાં ભેગા થાય છે. નિખિલના ઘરે જ ડિનર હોય છે. પણ કાવ્યા ન દેખાતા તે પૂછી લે છે કે, કાવ્યા ઘરે છે કે, શું હજી આવી કેમ નથી. મારા માટે સ્વીટ તો એજ બનાવશે ને. ત્યાં જ કાવ્યા ના પપ્પા ના ફોનમાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવે છે. હેલો.... ઍક્સિડન્ટ થયું છે અહીં...... ને ફોન હાથમાંથી નીચે પડી જાય છે..... નિખિલ આગળ વાત કરવા ફોન હાથમાં લઈ છે અને બધુજ એમજ પડતું મૂકી કોઈને કહ્યા વગર જ હોસ્પિટલ જવા નીકળી પડે છે.

ટિયા નિખિલનું આ નવતર રૂપ ઘડીભર જોઈ જ રહે છે. ત્યારબાદ બધા કાવ્યની મમ્મી ને ધીરજ રાખવાનું કહી ન રડવા સમજાવે છે. ત્યાં જ ટિયાને નિખિલ નો મેસેજ આવે છે કે, જનરલ હોસ્પિટલ માં આવી જાવ બધા કાવ્યા ને હવે સારું છે.... ચિંતા નય કરો હું એની સાથે છું. બધા ત્યાં જવા નીકળી જાય છે. 

ત્યાં ગયા પછી જાણ થાય છે કે, કાવ્યા એક નાનકડા કુલકુલીયા ને બચાવવા જતા બેલેન્સ ખોઈ બેસે છે અને પડી જતા. તેના પગમાં ફેક્ચર થયું હોય છે અને હાથે થોડું વાગ્યું પણ હોય છે. પણ કાવ્યા આટલી પીડામાં પણ એ કુતરાના બચ્ચા સાથે રમી રહી હોય છે. એ જોઈ બધા ખુશ હોય છે. 

જમવાનો સમય થઈ ગયો છે. બધા બહાર જ જમવાનું નક્કી કરે છે. કાવ્યા ને સવારે ડિસ્ચાર્જ આપવાના હોય છે. તો નિખિલ બધાને કહે છે કે, હું અહી રોકાવ છું. તમે સૌ ઘરે જઈ આરામ કરો. પણ કાવ્યા ની મમ્મી નિખિલને ટિયા સાથે ઘરે જવા સમજાવે છે. છતાં નિખિલ માનતો નથી અને તે રોકાઈ જાય છે સાથે એના પપ્પા પણ રોકાઈ જાય છે.

ટિયાને નિખિલનું કાવ્યા પ્રત્યેનું આ વલણ થોડું ઓછું પસંદ આવે છે પણ તે ખાસ ધ્યાન આપતી નથી. બધા નું જમવાનું ખાસ મૂડ હોતું નથી તો નાસ્તો કરી ઘરે જવા નીકળે છે અને નિખિલ પણ હોસ્પિટલની કેન્ટીન માંથી નાસ્તો લઈ આવી કાવ્યા ને અને પોતે તથા એના પપ્પા ને કરાવે છે.

સવાર પડતા જ કાવ્યાનું ચેકઅપ કરી ડૉકટર તેને રજા આપી છે તેમજ કમ્પ્લેટ બેડ રેસ્ટ કરવા જણાવે છે. અને પંદર દિવસ બાદ ફરી ચેકઅપ માટે આવવાનું કહે છે. ત્યારબાદ બધા ઘરે જવા નીકળે છે. કાવ્યા નાનકડું કુલકુલીયું પણ ઘરે સાથે લઈ જવા ઈચ્છતી હોય છે તો એ પણ ઘરે જતા રસ્તામાં તેને થોડું ઘાયલ થયેલું મળી જાય છે.  અને ગાડી માં બેસાડી ઘરે લઈ આવે છે. ઘરે બધા કાવ્યા ને આ કુલકુલીયા સાથે આવેલી જોઈ ખુશ થઈ જાય છે. 

સાંજે નિખિલ ના પપ્પા તેને મેરેજ રિસેપ્સન ની વાત કરે છે. તો તે હમણાં ના પાડી દે છે કે કાવ્યા ઠીક થાય પછી જ રાખશું. ત્યાં જ ટિયા આવીને કહે છે કે.... એવું થોડી હોય અત્યારે જ કરાય ને પછી બહુ મોડું થઈ જશે ને પાછું આપણે મારા મમ્મી ને મળવા જવું પડશે તો ત્યાં બે મહિના જેવું રોકાવું પડશે પપ્પા ની તબિયત ઠીક નથી તો. બિઝનેસ અંગે કોઈ વાતચીત કરવા આપણને બન્ને ને બોલાયા છે.નિખિલ તરત જ ના પાડી દે છે કે, હમણાં તો આવ્યા છે ને પાછી જવાની વાત ન કર. પછી નિરાંતે બધા સાથે જઈશું. ને ટિયા રિસાય જાય છે.


તો અંતે એ જ ફાઇનલ થાય છે કે, કાવ્યા થોડી હરતીફરતી થાય એટલે કે, પંદર દિવસ બાદ સાંજે રિસેપ્સન નો પોગ્રામ નક્કી કરવા માં આવે છે. બધા એની ત્યારીમાં વ્યસ્ત થઈ જાય છે.  ખરીદી નું કામ નિખિલ અને કાવ્યાની મમ્મી અને ટિયા સંભાળી લે છે. તો કેટરિંગ નું અને આમંત્રણ આપવાનું કામ બંને ના પપ્પા સંભાળી લે છે. નિખિલ ઘર ની અને કાવ્યની દેખરેખની જવાબદારી લે છે. 
 

આ દરમિયાન નિખિલ ફરી ને કાવ્યાની નજીક આવતો જાય છે. પણ કાવ્યા તેને યાદ કરાવે છે કે, તું હવે ટિયા ને પ્રેમ કરે છે હું તો માત્ર તારી એક દોસ્ત જ છું. આ દરમિયાન નિખિલ ને ખબર પડી કે કાવ્યા રૂટિન ડાયરી હજી પણ લખતી હોય છે. જે કોઈ ને તે ક્યારેય વાંચવા નય આપતી. હમેશા લોકર માં જ રાખતી. તે વાંચી ને નિખિલ કાવ્યા ના મનની વાત જાણવાનું નક્કી કરે છે.ઘણા પ્રયત્નો બાદ પણ તેને સફળતા મળતી નથી. પણ તે હાર મનાતો નથી.


 ને થોડા જ દિવસમાં રિસેપ્સન નો દિવસ આવી જાય છે. સવારે કાવ્યા ને તેના પપ્પા અને નિખિલ હોસ્પિટલ લઈ જાય છે. અને પાટો ચેન્જ કરાવી દે છે. થોડા હલનચલન ની મુવમેન્ટ કરાવી ડૉકટર રજા આપે છે તેમજ હજી રેસ્ટ કરવા જણાવે છે. 

સાંજે રિસેપ્સન ની ત્યારી બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી બધા ખૂબખુશ હતા. પણ ટિયા થોડી મુંઝવણમાં હતી. તેની તબિયત પણ ઠીક નોહતી લાગતી અને નિખિલ પણ પોતાનું રિસેપશન હોવા છતાં કાવ્યા ની દેખરેખમાં વ્યસ્ત હતો. અને ઉપરથી તેના પપ્પા પણ બીમાર હોવાથી તે કેનેડા જવા માંગતી હતી પણ નિખિલ જવા માટે રાજી નોહતો.

આ બધી મુંઝવણ અને ગડમથલ વચ્ચે પણ બધું સારી રીતે પાર પડી જાય છે. રાત્રે બહુ મોડું થઈ ગયું. બધા ઘરે જઈ ઝટ થોડું કામ આટોપી ને સુવાની ત્યારીમાં લાગી જાય છે.

કાવ્યા પણ સુવાની કોશિશ કરે છે પણ સુઈ નથી શકતી. તે હવે આગળ શું કરવું એ વિચારોમાં ડૂબી જાય છે. નિખિલ પણપોતે હજી કાવ્યા ને જ પ્રેમ કરે છે એ વિચારોમાં ખોવાઈ જાય છે. ત્યાં ટિયા જીદ પકડી બેસી છે કે, હું થોડા દિવસ કે મહિના પછી કેનેડા જવાની છું તું સાથે આવે કે ન આવે. 
(વધુ આવતા અંકે...)