pahele pyar ka nasha aur jindgi ki kadhi hakiqut in Gujarati Love Stories by Shaimee oza Lafj books and stories PDF | પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત

Featured Books
Categories
Share

પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત

                           પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત.......

       આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ પોતાના સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી કવિતા અને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે   આપણને ખરાબ રસ્તે પણ ચડાવે  છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે  છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ ઓળખવામાં પણ થાપ ખાઈ જઇએ છીએ.પ્રથમ પ્રેમ દર્દ પણ પણ એટલું જ આપે છે.આનો ડંખ આપણને આખી જીંદગી જીવવા દેતો નથી.
આપણે કોઈ વ્યક્તિ ને કહીએ કે.મને તમારી સાથે જીવન જીવવું ગમશેઅન.  તમારી સાથે ઘરડાં   થવું ગમે તેને  કહેવાય મિત્રો પ્રેમ.
      મિત્રો આપણી યાદગાર પલને યાદગારબનાવીએ.આપણે વાત કરીએ એવા લોકો ની કે જે બચપણ થી એક બીજા ને અનહદ પ્રેમ કરે છે. તેમની કથા કે વાહ પ્રેમ તુ શુ કરાવે છે.સાંભળી ને કહેશો.તમે તેવા બે પાત્રો. આ પ્રેમ કથા માં કેવો વળાંક આવે છે. તેમના રસ્તા માં કેટલાય સંઘઁષો અાવ્યા પછી તેમને જીંદગી એક કરેછે.કે અલગ.બે એવા પાત્રો કે જેમના વિચારો અલગ છે,રસ્તો ધ્યેય પણ પ્રેમ શુ કરાવે છે. તે તમે જોઇ શકો છો.પ્રેમ મા એકબીજા ની સાથે કદમ થી કદમ મિલાવી ચાલવું. એક બીજા ને મુશ્કેલીઓ માં હુફ આપવી તુ ચિન્તા ના કર હુ છું તારી સાથે.હુ અને તુ નહીં પણ આપણા પણા ની ભાવના.એકબીજા ના થઇ ને રહેવાની ભાવના.એકબીજા ને વફાદાર રહેવું.એકબીજા મા ખોવાઈ જવું એ તો પ્રેમ છે મિત્રો.એક બીજા સાથે જીવવા મરવાની કસમો.એક બીજા ને પોતાની જાત સોપવી‌. એકબીજા ને ગમતા રહેવું આ તો પ્રેમ છે.તમે કોઇ વ્યક્તિ સાથે બધી વાત કહી શકો.દિલ ખોલીને તો તેને કોઇ દીવસ દુખી ન કરો.

         કવલ અને કિન્નરી ની.બે એવા છેડા છે,જે અલગ છે જે બચપણ થી મિત્રો છે.જાણે બે અલગ અલગ નદી ના કિનારા ઓ ગયા જન્મથી એક બીજા ના થી ભટકેલા બે યુવાન હૈયા મળ્યા હોય.તેમના પ્રેમ ની ચર્ચા બંને યુવાન હૈયા પ્રેમ અે માત્ર શરીર નહીં બે આત્મા નુ મિલન છે સાચો પ્રેમ ઇશ્વર જેવો છે. તેની ચર્ચા બધા કરે ખબર તો કોઇને હોતી નથી.તેમ આ બંને ને લોકો જોઇને ને પણ ઈર્ષ્યા કરતા.કારણ કે દુનિયા ના બેસ્ટ કપલમાનુ એક હતું. પ્રેમ કરવા માટે સારો દેખાવ હોવો એ જરુરી નથી.

       પણ કહેવાય છે સાચા પ્રેમ ની પરીક્ષા થાય છે. પણ હાર નહીં. આ કથા માં પણ આવો જ વળાંક આવે છે. કોઇ પણ વાતાઁ હોય પણ પ્રેમ ની કથા હોય તો ખલ નાયક પરિવાર વાળા હોય જાણે એમણે જન્મ આપી ને છોકરાં  પર ઉપકાર ન કયોઁ હોય તેમ તે લોકો માનસિક રીતે અત્યાચાર કરશે. આપણી ઉપર બંધનો નાખસે કેમ તે લોકો સમાજના નિયમો માં આવી ને પોતાના છોકરાં ને ન સમજે  તો તે મા બાપ સુ કામ ના ? કે સાચા પ્રેમ સામે ભગવાન ને પણ નમવુ પડે છે તો આ રમકડાં શુ છે ?આપણા ઇરાદા નેક હોય તો ભગવાન પણ સાથ આપે છે.પણ તેમને એક બીજા નો સાથ ન છોડ્યો.  અને પ્રેમ ની આ પરીક્ષા મા  તે અડગ રહ્યા.મિત્રો આ કથા આપણને ઘણું બધું શીખવી જાય છે.

      કવલ અને કિન્નરી બને નો પ્રેમ સાચો હતો . કવલ અે એક દિવસ કિન્નરીને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો.પેલા તો કિન્નરી પરિવાર ના સભ્યો ના  વિચારો ના કારણે ન માની. પણ પછી માની ગઇ .કેમકે તે તેનો બાળપણ નો મિત્ર જો હતો. તેઓ એક બીજા ને કોલેજ પતે પછી મળતા. તેમની દોસ્તી ક્યારે પ્રેમ મા બદલાઇ.ખબર જ ન રહી.કયારે એક બીજા ના નજીક આવ્યા એ પણ ખબર ન રહી.વાત રહી પ્રેમની તો વાલા છુપાએ પણ ની છુપતી.કવલે કિન્નરી ને બને મળ્યાં ત્યારે  કવલે  કિન્નરી  ને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો. કિન્નરી તો ખુશ થઇ પછી બંને વિચાર્યું કે આપણે ફાઇનલ મા છીએ. આપણુ ફાઇનલ વર્ષ પતી જાય. પછી આપણે ઘર માં કહીશુ.પણ કુદરત ને ક્યા મંજુર હોય છે. આ એ તો માણસ ની કસોટી જ કરે છે. સાચા પ્રેમ કરનાર ને સબૂત આપવો જ પડે છે.આમે  પ્રેમ કરનાર કોઈ ભાગ્યે જ મળે છે. તેમને જુદાઈ રુપી ઝેર પીવું જ પડે છે.પછી આ સ્ટોરી મા કોઈ એ વો વળાંક આવે છે કે જે બંને ના સપનાં ને ચુરચુર કરી દે છે.કોઈ પાડોશી દ્વારા કિન્નરી ના ઘર માં વાત પહોચે છે.ત્યારે કિન્નરી ના જીંદગી તોફાન નુ વંટોળ આવી જાય છે. કિન્નરી ના માટે પોતાના ઘર માં જીવવું મુશ્કેલ પડી જાય છે. અને તેને પોતાનું ઘર જેલ કરતાં પણ બ્ત્તર લાગે છે.મિત્રો પ્રેમ ની લાગણી જ એવી હોય છે. આપણને એનાં સિવાય કંઇ જ દેખાય છે. પણ આ નાદાન દિલ ને કોણ સમજાય.

         ઘર માં તો તોફાન મચી ગયું કિન્નરી ને પેલા મારવા માં આવી.પોતાના થી બધા જ પ્રયત્ન કયાઁ. કે તે કવલ ને ભુલી જાય પણ પછી તે ન માની તો કિન્નરી ની કોલેજ જ છોડાવી દીધી. પછી તેને  ઘર માં પુરી.દેવા મા આવી.પછી તેને ઘરની બહાર જાય તો કોઇ ક સાથે આવે.  તેને એકલી ક્યાય મુકવા મા ન આવે .તેની પર નિયંત્રણ લાદવામાં આવ્યા.  તેની આઝાદી છીનવાઈ ગઈ. તેને પોતાના જ ઘર માં હવે દમ ઘૂટતો. તેના તાત્કાલિક ધોરણે તેની માટે છોકરાઓ શોધવા નું ચાલુ કરી.તેને લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું.પણ કિન્નરી એકની બે ન થઇ.તો તેની પર જબરજસ્તી કરવામાં આવી.તેની પર પોતા ની વાત મનાવવા બળ નો ઉપયોગ કર્યો. લગ્ન માટે તે કવલ ને મન થી વરી ચુકી હતી.તેને પોતાનો પતિ માની ચુકી હતી.આપણને જ્યારે પ્રેમ નો નશો હોય ત્યારે ક્યાં કહી દેખાય છે માણસ ને એની સાથે જીવન વીતાવવા ના સપના ઓ અરમાનો સજાવીએ છીએ.બાકી ભલે ને દુનિયા જે કહેવું હોય તે કહે.પણ કિન્નરી અને  કવલે  પછી કોર્ટ મેરેજ કરવા નું વિચાર્યું.પછી તેબે એ  એપ્લિકેશન પણ આપી.ને પછી ઘરે ગ‌યા,પછી તેમને કોર્ટ મેરેજ કર્યાં.દિવાળી ના ટાઇમ પર ઘર સાફ કરતાં હતા ત્યારે ઘર માંથી  આ કાગળ એની  મમ્મી ના હાથ મા આવ્યાં. ત્યારે એની મમ્મી એ એના પપ્પા ને  પોતાની દિકરી વિરુધ્ધ ચડાવવાનુ ચાલુ કરી ને તેને પોતાના કાબુમાં કરવાની અને તેને કોઇ પણ પ્રકારે છૂટછાટ ન આપવી તેમ.અને જેમ તેમ કરી ઠેકાણું પાડી દેવું તેવું.

     પછી કિન્નરી ના પરીવાર જોડે ઉગ્ર બોલાચાલી થઇ. કિન્નરી એ આત્મહત્યા કરવા નો પ્રયત્ન કર્યો.તેને હોસ્પિટલ મા તાત્કાલિક ધોરણે તેની ને ખસેડવામાં આવી.પછી ત્યાં કવલ   પણ આવ્યો.કિન્નરી તેને જોઇ ને ખુશ થઇ.બન્ને નુ મિલન થયુ. પછી ઘર ના લોકો માની ગયા .પછી  કવલ ના મમ્મી પપ્પા તેના ઘરે આવ્યા .પછી કિન્નરી ના પરિવાર વાળા બહુ મુશ્કેલી થી માન્યા. પછી બંને ના ધામધુમથી લગ્ન કરાવ્યા. અને બે પ્રેમ કરનાર એક થયા.અને એ પ્રેમ કરનાર ને સમાજ કેમ જીવવા દેતો નથી. શુ કામ સમાજ સાચા પ્રેમ નો સબુત માગે છે.પણ સમાજ નુ  કેવુ પડે.પણ તે ભગવાન ની તો પૂજા કરે.અને માણસ ને ધુતકારે. આ ક્યાં નો ન્યાય છે. જીંદગી જ શુ જેમાં સંઘષઁ જ ન હોય.એ પ્રેમ જ શુ કે જે આપણને સહેલાઈથી મળે છે. જીવન મા સંઘષઁ વગર જીવવા ની મજા આવતી નથી.જીવન ના દરેક મોળ  આપણને કંઈક ને કંઇક શીખ આપે છે. આવા કવલ અને કિન્નરી જેવા તો કેટલા છે. જેમને પોતાના પ્રેમ ની સાબીતી આપવી પડે છે.તેમને આ નિમ્ન સમાજ ક્યારે એક થવા દેતો નથી.તેમને તો ક્યારે તો જુદા કરે છે.તો ક્યારે જ્ઞાતિ બહાર નીકાળે છે.તેમને સમાજ હરામી  જીવવા પણ દેતો નથી.

આપણે આવી રોમેન્ટિક સ્ટોરી સાથે ફરી મળીસું .

(આ સત્ય ઘટના પર આધારિત છે. પાત્રો ના નામ બદલ્યા છે.)
            આ વાતાઁ સ્પેસીયલ મે પ્રેમ દિલથી પ્રેમ કરનાર લોકો પર લખી છે.     

               writer :Shaimee Prajapati