Kedi No. 420 - 17 in Gujarati Fiction Stories by jadav hetal dahyalal books and stories PDF | કેદી નં ૪૨૦ - 17

Featured Books
Categories
Share

કેદી નં ૪૨૦ - 17

“કઇ ભુલ થઈ જેને લીધે તમે વૈભવી અને ભવ્ય જીવન ને બદલે જેલ ના સળિયા પાછળ આવી ગયા?”કલ્પનાએ પુછ્યું .

“કહેવાય છે ને પાપનો ઘડો ભરાઇ જાય ત્યારે ફુટી જાય છે.અમારી સાથે પણએવું જ બન્યુ.સમય જતાં મ્રૃણાલમા તરીકે ની મારી ખ્યાતિ પુરા દેશમાં ફેલાઇ ગઇ.સામાન્ય લોકો જ નહિ વી આઇપી લોકો પણ મારી મુલાકાત લેતા થઈ ગયા.ભક્તો ની મારે ત્યાં હંમેશા ભીડ રહેતી .સામાન્ય લોકો તો મારી ઝલક માત્ર થી જ પોતાની જાતને ધન્ય ગણતા.ભગવાન ની પુજા આરતી ,અર્ચના વગેરે ના મોટા દેખાડા પાછળ અમારા આશ્રમ માં રાત્રે પાપલીલા ની ગંદકી ખદબદતી .અત્યારે મને જાહેર કરતા શરમ આવે છે પણ રાત્રે હું અને અશોક બંન્ને કામલીલા માં માં મગ્ન રહેતા.અને અશોક દિવસે અખિલેશ્વર અને રાત્રે અશોક બનીને મારી સાથે જ નહિ પરંતુ આશ્રમ ની બીજી સેવિકા ઓ જોડે પણ મોજ કરતો.એ સિવાય આશ્રમમાં ડ્રગ્સનો વેપાર પણ થતો હતો.મને જ્યારે એના આ બધા ધંધા ની જાણ થઈ ત્યારે મે વિરોધ કર્યો હતો પણ એને મારી પોલ ખોલવાની ધમકી આપી હતી એટલે મારે એ બાબતે ચુપ થઈ જવું પડ્યું હતુ.મે માત્ર લોકો ની નજરમાં દેવી બનીને ધન કમાવવા માટે તેનો સાથ આપ્યો હતો પરંતુ આ બધા પાપ આચરવામાં મારું મન માનતું નહોતું ,હું અશોક ની બનાવેલીજાળમાં હું ફસાઈ ગઇ હતી પણ હું કંઈ કરી શકું તેમ હતી નહિ કેમ કે એમ કરવા જતા મારુ સત્ય જાહેર થઈ જાય તેમ હતુ એટલે હું પણ જેમ ચાલતું હતું તેમ ચાલવા દેતી હતી.”

થોડું પાણી પીને મ્રૃણાલમા રોકાઇને બોલ્યા,” એકદિવસ આશ્રમ માં એક માણસ આવ્યો અને જ્યારે અમારી જ્ઞાનસભા ચાલી રહી હતી ત્યારે લોકો ની વચ્ચે મારા અને અખિલેશ્વર વિશે એલફેલ બોલવા લાગ્યો.એણે અમારા પર આરોપ મુક્યોકે ત્રણ દિવસ પહેલા એની પત્ની આશ્રમ માં આવી હતી.ત્યારે અખિલેશ્વરજીએ એની પત્નીને રાત્રે બોલાવી હતી અને ત્યારથી એની પત્ની ગાયબ થઈ ગઇ છે.મે અખિલેશ્વર તરફ જોયું એટલે એનું મોઢું નીચું થઈ ગયું એજોઇને મને ખાતરી થઈ ગઇ કે આ કામ અખિલેશ્વરનું જ છેપણ મારે મામલાને થાળે પાડવો જરુરી હતો એટલે મે એને શાંત થવા કહ્યુ અને સમજાવ્યુ કે અમારા આશ્રમ નો કોઇ પણ સંત કોઇ પણ ભક્ત અથવા સેવિકાને રાત્રે મળવા બોલાવતા નથી.અમારા આશ્રમનો એ નિયમ છે.તમે સમય બરબાદ કર્યા વગર તમારી પત્નીની અન્ય જગ્યાએ તપાસ કરાવો.પણ એ શાંત થયો નહિ પોલીસમાં કમ્પ્લેન કરવાની ધમકી આપવા લાગ્યો.એટલે અખિલેશ્વર સામે આવ્યો અને એને સમજાવવા લાગ્યો અને કહ્યું કે તમને જો એવું લાગતું હોય કે તમારી પત્નીને અમે આશ્રમ માં સંતાડી રાખી છે તમે જાતે તપાસ કરી લો .હું પણ તમારી સાથે આવું છું કહીને એ માણસ ને એકબાજુમાં લઇ ગયો.લોકો માં થોડા સમય ચર્ચા ચાલી પછી બધા જ જ્ઞાનચર્ચામાં માં વ્યસ્ત થઈ ગયાં.ઘણો સમય થઈ ગયા પછીય એ વ્યક્તિ પાછો ના આવતા મને થોડો ડર લાગ્યો.એટલે જ્ઞાનસભા સમાપ્ત કરી.હું અખિલેશ્વર પાસે જઇને એને પુછ્યું ,”તું આશ્રમ માં સેવિકા ઓ સાથે તો મોજ કરે જ છેને તોય તું ધરાતો નથી.તારે શું જરુર હતી એની પત્નીને રાત્રે બોલાવવાની.તારા લીધે ક્યાંક હુંય ફસાઈ જઇશ.પેલો માણસ જે પોલીસ માં ફરિયાદ કરવાનો હતો તે એને સમજાવ્યો કે નહિ ?ના હોય તો રુપિયા આપીને એનું મોઢું બંધ કરી દેવું હતું ને.”

એણે નફ્ફટાઇપુર્વક કહ્યું ,”તું અને આશ્રમની સેવિકા બધી જુની થઇ ગઇ છે.એની પત્ની એવો ફટકો હતી એટલે એના વગર રહેવાયું નહિ પણ સાલીએ કંઇ જ ના કરવા દીધું.રાત્રે .બળજબરી કરવા ગયો પણ ફાવટ ના આવી એટલે પતાવી દીધી.ને એની લાશને ઠેકાણે પાડી દીધી હતી.અને આ માણસને તો મે મારા સાધકોને હવાલે કરી દીધો .એમને ક્યારનો એને પતાવી દીધો હશે ને એની લાશ ને ઠેકાણે પાડી દીધી હશે.”

“તારા માટે બળાત્કાર , ખુન બધું રમત થઈ ગયું છે નહિ?પણ તારા આવા કાંડ ના લીધે જ એકદિવસ પકડાઇ જઇશું.મને તો એ દિવસ નો અફસોસ થાય છે જે દિવસે મે તારા આ ષડયંત્ર માં સાથ આપ્યો હતો.બિચારા કમલેશને ય વગર વાંકે મારી નાખ્યો.કેટલો પ્રેમ કરતો હતો મને .અને હું તારા પ્રેમ મા્ં અંધ બનીને એને મારી નાખીને અહિં આવીને એવી ફસાઇ ગઇ છું .રાત્રે ડરમાં ને ડરમાંજાય છે કે ખબર નહિ કયો દિવસ એવો ઉગશે કે આપણે પકડાઇ જઇએ ?ઉંઘ આવતી નથી .રાત આખી પડખા બદલવામાં જાય છે દિવસે ચેન પડતું નથી.તું તારા આ બધા કાંડ બંધ કર નહિ તો કોઈ દિવસ આપણે ચોક્કસ પકડાઇ જઇશું”

“એ દિવસે તો તું જ કમલેશને મારી નાખવા ઉતાવળી થઇ હતીને હવે શેનો અફસોસ થાય છે?તે અત્યાર સુધી મારો સાથ આપ્યો છે તો આગળ હું ગમે તે કરું એમાં ય સાથ આપવો પડશે.નહિતો જો તારી પોલ ખુલીને આ ભક્તો જે તારા ચરણ સ્પર્શ કરવામાં પોતાની જાત ને ધન્ય ગણે છે તને ઢીબી નાખશે અને તારા ટુકડે ટુકડા કરીને કુતરા ઓને ખવડાવી દેશે.અને પકડાઇ જવાનો ડર તો તું ના રાખીશ.કેમકે આપણી પાસે લોકોનો પાવર છે.એટલે કે વોટબેંક છે .ધનશક્તિ છે અને ભલભલા નેતા ઓ સાથે સારી એવી ઓળખાણ છે .એમની પાર્ટી ના પ્રચારમાં ય આપણે સાથ આપ્યો છે.અને વોટબેંક સાથે હોય તો નેતાઓની લાગવગથી આપણે કાનુન ને ગજવામાં રાખી શકીએ .ટુંકમાં આખા દેશમાં કોઇ જ આપણી સામે પડી શકે એવું નથી તો પછી કઇ વાતનો ડર રાખવાનો ?જાઓ મ્રૃણાલમા પુજાનો સમય થઈ ગયો છે ભક્તો તમારી રાહ જોતા હશે.”

મન મારીને હું લોકો સામે પુજા કરવા ગઇ.મે મહાદેવની આરતી કરી.આરતી કરતાકરતાં .મનમાં થયું કયા મોઢે ભગવાન ને આજીજી કરું કે મને બચાવી લે.મે કામ જ એવા કર્યા છે કે ભગવાન ને ય મદદ કરવા માટે ના કહી શકું .બસ હવે તો એક જ પ્રાર્થના કરું છું કે આ બધું હવે ખતમ થઇ જાય તો સારું અથવા તો મોત આવે તો સારું .આ બધામાં થી છુટકારો મળે પછી ભલેને મારી પોલ ય ખુલી જાય.પણ જો મ્રૃત્યુ આવે એ પહેલા મને મારો લાલ મારો પુત્ર મળીજાય તો કેટલું સારું.આરતી પુરી કરીને મે ઘોષણા કરી કે મહાદેવ મને કંઇક કહેવા માગતા હોય એવું લાગે છે એટલે મારે એકાંતમાં રહેવું છે.એટલે લોકો પ્રસાદ લઇને વિખરાઇ ગયાં.

**********************************************************************************

અમુક દિવસ પછી જે વાતનો ડર હતો એજ થયું એક યુવક અને અમુક માણસો આવ્યા.કે જે પોલીસ ના માણસો હતા પેલા યુવકે સાદા કપડા પહેર્યા હતા. અમારા આશ્રમ માં આવ્યા..પેલા યુવકનો રંગ ઘઉં વર્ણો,ઉંચો અને બદામી આંખો વાળો.એણે પોતાની ઓળખ એક ઇન્સપેક્ટર તરીકે આપી.અને અખિલેશ્વર અને મને એકાંતમાં મળવા કહ્યું .એકાંતમાં મળીને એણે કહ્યું , “ તમારા આ આશ્રમ થી ત્રણ કિમિ એક નુતન સોસાયટી છે . ત્યાના રહિશો ની ફરિયાદ હતી કે એમના ઘરોમાં ગટર ઉભરાતી હતી.અને એ પાણીમાંથી સખત બદબુ આવતી હતી એટલે એ લોકો એ એક સફાઇ કામદાર ને ગટર સાફ કરવા બોલાવ્યો.જ્યારે ગટરની તપાસ કરવામાં કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ ગટરમાં એક લાશ હતી.”આ વાત સાંભળીને મારા મોતિયા મરી ગયા .પણ અખિલેશ્વરે સ્વસ્થતા થી કહ્યું ,”તો એમાં અમારે ત્યાં તપાસ કરવા આવવાની શી જરુર ?એ તપાસ તો તમારે એ સોસાયટીમાં કરવી પડે ને!”

“હા તપાસ તો ત્યાં જ કરવાની હોય .અને અમે એ કરી પણ છે .પણ નવાઇની વાત એ છે કે એ લાશની પાસેથી એક રુદ્રાક્ષ ની માળા મળી છે અને એ માળામાં એકબાજુ ઓમ ની કોતરણી અને બીજીબાજુ કમળની ઉપર તિલકના ખાસ ચિહ્નવાળુ લોકેટ મળ્યુ છે.જે આ આશ્રમના સાધકો પોતાની ઓળખ માટે પહેરે છે .હવે તપાસ એ વાતની કરવાની છે કે તમારા સાધકોનું લોકેટ એ લાશની પાસે કેવી રીતે પહોંચ્યુ?ક્યાંક એ લાશ તમારા કોઇ સાધકની તો નથી ?”

“જુઓ અમારા સાધકો જે છે બધો જ સમય આશ્રમ માં રહેતા નથી .અેમનું પોતાનું જીવન પણ જીવતા હોય છે.એટલે એ સમય દરમ્યાન એ લોકો શું શું કરતા હોય છે એ બધી જ બાબતો પર અમે કંઇ નજર રાખીને ના બેસી રહીએ.એટલે એ બાબતે અમને કંઇ જ ખબર નથી.”

“શું આશ્રમ ના સાધકો ને સંયમી જીવન જીવવા ના નિયમો નથી ?જો એવું જ હોય તો પછી તમારા આશ્રમાં સાધક બનવાનો શું અર્થ?આ આશ્રમ શું કામનો જો તમારા સાધકો ને બહાર જઇને પોતાની મનમાની કરવાની છુટ હોય.”

“એવું નથી આ આશ્રમ ના નિયમ મુજબ બધા જ સાધકો ને સંયમી જીવન જ જીવવાનું હોય છે .અને આશ્રમ ની બહાર પણ એમને એ નિયમનું પાલન ફરજિયાતપણે કરવાનું હોય છે.જો કોઇ એ નિયમ નો ભંગ કરે તો એમને સજા ના ભાગ રુપે આશ્રમ માંથી કાઢી મુકવામાં આવે છે.અમે જરુરથી અમારી રીતે તપાસ કરીને એ સાધકને સજા કરશુ જેણે પણ નિયમ નો ભંગ કર્યો છે.”

“એ તમે જે કરો તે પણ મારે હવે આશ્રમ માં પણ તપાસ કરવી પડશે .અત્યારે તો તપાસ નથી કરતો .પણ હવે પછી આવીશ ત્યારે આ આશ્રમનું સર્ચ વોરંટસાથે લેતો આવીશ.જેથી કરીને આ ખુન કેસની તપાસ આગળ વધારી શકાય.”એમ કહીને એ જવા લાગ્યો.પાછળ વળીને એને કહ્યું ,”અને હા આજ થી કરીને જ્યાં સુધી કેસ ની ફાઇલ ક્લોઝ ના થાય સુધી તમે બંન્ને કે અહિ જેટલા પણ સાધકો હાજર છે એ બધા જ આ શહેર છોડીને ક્યાય નહિ જાય .અને જો એવો પ્રયત્ન પણ કરશે તો હું એને પાતાળ માંથી ય શોધી કાઢીશ.”

આ સાંભળીને મારા અખિલેશ્વર બંન્ને ના પગ પાણી પાણી થઇ ગયા .અખિલેશ્વરે તપાસ કરાવી તો ખબર પડી કે જ્યારે પેલો વ્યક્તિ કે જે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપતો હતો એને મારી નાખ્યા બાદ ઉતાવળમાં એની લાશને ગટરમાં નાખી દેવી પડી .અને એમ કરવા જતા એક સાધકની માળા ક્યારે લાશની સાથે ટુટી ને ગટરમાં પડી ગઇ એને ખબર જ ના રહી.પછીથી માળા ને બદલે બીજી માળા પહેરી લીધી હતી.એટલે આ કેસમાં અમારું ફસાવું નક્કી હતુ.ઉપરથી પેલો ઇન્સપેક્ટર અને એના માણસો અમારા બધાયના ડીએનએ સેમ્પલ અને ફિન્ગરપ્રિન્ટસ લઇને ગયા હતા.એટલે એકપણ સાધક ઓછો થાય તો સમસ્યા ઉભી થાય એટલે અમે કંઈ કરી શક્યા નહિ.ત્રીજા જ દિવસે એ પોલીસ ટીમ આશ્રમ માંથી એક સાધકને પકડી ને લઇ ગઇ.અખિલેશ્વરે લાગવગ ચલાવી નેતાઓને કેસ ક્લોઝ કરવા માટે કે પેલા ઇન્સપેક્ટર અભિજિત ભટનાગરની બદલી કરવા માટે પણ ખુબ દબાણ લાવ્યા.પણ નેતાઓ એ એમ કહીને હાથ ઉંચા કરી દીધા કે કેસ મિડિયા વાળાની નજરમાં આવી ગયો છે.એટલે થોડા દિવસ આ કેસને હાથ ના લગાવી શકાય નહિ તો એ ય મિડિયા ની નજરમાં આવીને ફસાઇ શકે છે.અને એના એકાદ અઠવાડિયામાં જ એ ઇન્સપેક્ટર અભિજિત બધા ભક્તોની નજર સામે અખિલેશ્વરને હથકડી પહેરાવી ને લઇ ગઇ.કારણ કે થર્ડ ડિગ્રી ટોર્ચર માં એ સાધકે બધું કહી દીધું કે એ ખુન એણે અખિલેશ્વર ના કહેવાથીઅને કયા કારણે કર્યું હતું.એ તો સારુ થયુકે એણેમાત્ર અખિલેશ્વર ની ધરપકડ કરી.કેમ કે એને સર્ચ વોરંટ મળ્યુ નહોતુ.આશ્રમ ની તપાસ ના થઈ .એ વાત નો લાભ ઉઠાવી મે આશ્રમ માંથી ડ્રગ્સ અને હથિયાર જેવી શંકાસ્પદ વસ્તુ ઓ સગેવગે કરાવી દીધી .પછી થી જ્યારે આશ્રમ ની તપાસ થઈ ત્યારે કોઇ પુરાવો ના મળતા અખિલેશ્વરને જામીન મળી ગયા.અને જેવા એને જામીન મળ્યા કે એણે મનેજણાવ્યુકે એણે ઇન્સપેક્ટર અભિજિતને મારી નાખવા માટે સોપારી આપી દીધી.છે.

***********************************************************************************

એ દિવસોમાં એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી.વાતચીતમાં મને ખબર પડી કે એ ઇન્સપેક્ટર અભિજિત ની મા હતી.એ મારી પાસે રડવા કરગરવા લાગી કે એ એના દીકરા પર હું ક્રોધિત ના થઊં .અને એને કોઇ શ્રાપ ના આપું .એ નાદાન છે.એને ખબર નથી કે કોની વિરુદ્ધમાં છે.એણે કહ્યું ,”તમને નથી ખબર એને મેળવવા માટે અમે શું શું સહન નથી કર્યું .લગ્ન ના સાત વર્ષ પછી ય અમને કોઇ બાળક નહોતુ .બધીજ દવાઓ કરાવીને જ્યારે ખાતરી થઈ ગઇ કે અમારા નસીબમાં અમારું પોતાનું બાળક નથી એટલે અમે બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો .અને એમાંય કેટલી ફોર્માલિટિ બાદ કેટકેટલા અનાથ આશ્રમો ના ધક્કા ખાધા બાદ લિટલ લોટસ અનાથાશ્રમ માંથી અમે એને પ્રાપ્ત કર્યો હતો.અને ત્યારે છેક મને મા બનવાનું સુખ મળ્યું હતુ.”

લિટલ લોટસ નામ સાંભળીને મારા ધબકારા વધી ગયા.ખબર નહિ કેમ પણમને એવું લાગ્યું કે આ નામને મે બહુ નજીક થી જોયું છે.બહુ યાદ કર્યા પછી યાદ આવ્યુંકે એ જ અનાથાશ્રમ માં મારા પિતાજી મારા દિકરાને મુકી આવ્યા હતા.હું ગઇ હતી પાછળ થી પણ ત્યારે મારા પુત્ર ને દત્તક લઇ લેવામાં આવેલો.હું જાતે ઊભી થઈ ને મે એને આશ્રમ માંથી બહાર જતા રોકી બધી સેવિકાઓ હાજર હોવા છતાં .મે એને પાછી આશ્રમ માં બોલાવી અને પુછ્યું ,”શું તમે એને દત્તક લીધો ત્યારે એના ગળામાં કોઇ લોકેટ હતુ ?”

બહુ યાદ કર્યા પછી એ બોલી ,”હા લોકેટ તો હતું .બહુ વિચિત્ર હતું .કંઇક ચિહ્નો હતાએમાં કદાચ હાથી કે ઘોડા કે ઉંટ કોઇક જાનવર ના હતા યાદ નથી આવતું.”

“શું તમે મને એ લોકેટ બતાવી શકશો ?”

“હા કેમ નહિ? પણ એ તો ઘરે જ પડ્યુ હશે.તમારે મારી સાથે આવવું પડશે.શું તમે કે જે ક્યારેય કોઇ ભક્તના ઘરે પણ નથી ગયા મારા ઘરે આવશો ખરા?”

“હા જરુર હું તમારા ઘરે આવીશ.બધા ભક્તોને મુકી નેય આવીશ.”

હું એ સ્ત્રી ની સાથે નીકળી ત્યારે અખિલેશ્વરે રોકી કે તુ તો ક્યારેય આ રીતે કોઇ ભક્તના ઘરે જતી નથી તો પછી આજ કેમ ?બહુ જરુરી કામ છે એમ કહીને હું એની સાથે ગાડીમાં બેસીને એના ઘરે ગઇ.ત્યાં બહુ શોધખોળ કર્યા પછી આખરે સ્ટોર રુમ ની તિજોરી ના ખાનામાં રાખેલા ડબ્બા માંથી એણે એ લોકેટ મળ્યુ.જ્યારે એણે એ લોકેટ મારી સામે ધર્યુ ત્યારે મારા પગ નીચે થી જમીન ખસી ગઇ.રવિન્દ્ર સાથે વીતાવેલી એ પળો ,મારી ગર્ભાવસ્થા ના એ દિવસો ,એને જન્મ આપવાની પીડાના પળો,અને એને ખોઇ દીધા પછીનું મારું કલ્પાંત બધું એક એક કરીને યાદ આવવા લાગ્યું .મારી આંખમાં થી આંસુ ની ધારા વહેવા લાગી એ જાણીને કે અભિજિત જ મારો પુત્ર હતો.મને ખબર નહોતી પડતી કે હું શું કરું .એમ થતું કે જો અભિજિત અત્યારે મારી સામે હોય તો અત્યારે જ હું એને મારા ગળે લગાડી દીધો હોત અને મારી વર્ષો ની તડપતી રહેલી મમતા ને થોડી શાંતિ મળી હોત .પણ એ નહોતો એને બદલે હું પેલી સ્ત્રી ને ભેટી પડી.એના હાથો ને ચુમવા લાગી કે જેમાં એને અભિજિતને ઝુલાવ્યો હશે.કેટલીય વાર એને કોળિયા ભરાવ્યા હશે.પેલી સ્ત્રી નવાઇ પુર્વક મને જોઇ રહી અને મારા આમ કરવાનું કારણ પુછવા લાગી .મને ઘણુ ય મન થયુ કે હું એને સત્ય કહું પણ મે ના કહ્યું .બસ ખાલી એટલું કહ્યું ,”તમારા પુત્ર પર મહાદેવ ની અસીમ ક્રૃપા છે.એનો વાળ ય વાંકો નહિ થાય હું ખાતરી આપું છું .”એમ કહીને નીકળી ગઇ.બહાર નીકળતા જપેટમા ફાળ પડીએ યાદ આવતા સાથે કે અખિલેશ્વરે એને મારી નાખવાની સોપારી કોઇક કિલર ને આપી છે.મારા પુત્ર ના જીવ પર સંકટ છે.

ક્રમશઃ