college diary - 1 in Gujarati Classic Stories by Nitin Sutariya books and stories PDF | કોલેજ ડાયરી - 1

Featured Books
Categories
Share

કોલેજ ડાયરી - 1

પ્રકરણ 1

મારો પહેલો પ્રેમ ખ્યાતી શાહ

ટ્રાવેલિંગ ના શોખીન લેખક મહોદય, એટલે કે ' હું ' આજે ફરી ટ્રાવેલ કરી રહ્યો હતો, અને મારી કલ્પનાઓમાં ફરી કોઈક વાતો-વિચારો ને વાગોળી રહ્યો હતો.

અને મજાની વાત તો એ હતી કે બસ ની સીટ પરથી મને કોઈકની પર્સનલ ડાયરી મળી ગઈ. જે કોઈક ત્યાંજ ભૂલી ગયું હતું. મને વાંદરાને નિસરણી મળી!!!

એકપળ માટે એવો વિચાર આવ્યો કે કોઈકની પર્સનલ ડાયરી ન વાંચવી જોઈએ, પણ આદતથી મજબુર રહેવાયું નહીં. મેં ડાયરી ખોલી પહેલા પાના પરજ એના માલિકનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખેલા હતા, જે મને આ ડાયરી ફરી એના મલિક સુધી પહોંચાડવા મદદ કરવાના હતા.

મેં બીજુ પાનું ફેરવ્યું " કોલેજ ડાયરી " મિસ્ટર નિલય પટેલે પોતાની ડાયરીને સરસ નામ આપ્યું હતું. એક પાનું વધુ ફેરવ્યું ત્યાં મને શીર્ષક દેખાયું 'મારો પહેલો પ્રેમ ખ્યાતી શાહ'.

વાહ!! શરૂવાતજ પ્રેમથી હું ડાયરી વાંચતા વાંચતા મારી જાતને કહી રહ્યો હતો. અને આગળ એની અંદર વાંચવા માટે હું વધુ અધીરો બન્યો...

હવે પછીની વાત તમે નિલયના શબ્દોથી વાંચશો.. જે એણે એની ડાયરીમાં એના પહેલા પ્રેમ વિશે લખ્યું હતું.

ખ્યાતી શાહ મૂળ અમદાવાદની, અને અમે બંને અમદાવાદમાં એકજ કોલેજ માં છીએ. હંમેશા ઓછું બોલવું, શાંત બેસી રહેવું, શરમાળ, સ્વભાવની નિર્દોષતા, દેખાવ માં એકદમ સોનપરી જેવી લાગતી, પણ ચહેરો કેટલાય રહસ્યો છુપાવીને બેઠો હોય એવુંજ ભાસ થાય. એના સ્વભાવની હળવાશ એને લાખો માં અલગ કરતી, અને જે મને એના તરફ ખેંચતી હતી. ધીરે ધીરે અમે સારા મિત્રો બન્યા અને પ્રેમમાં પણ પડ્યા, એના સ્નેહમાં હું અજાણતા જ ખોવાયો.

યાદ છે મને હજી કે અમે કોલેજમાં પહેલીવાર કઈ રીતે મળેલા...

એ કોલેજનો પહેલો દીવસ હતો, કોલેજમાં પ્રિયા સિવાય બધાજ મારી માટે અજાણ હતા. પ્રિયા એ મારી રાજકોટની સ્કૂલ ટાઇમની મિત્ર છે, અમે સ્કૂલમાં અને સંજોગોવત અમદાવાદમાં પણ કોલેજમાં સાથે હતા.

કોલેજના પહેલા દિવસેજ હું પ્રિયાને ગ્રાઉન્ડ પાસે મળ્યો.

હાઈ પ્રિયા....પ્રિયાને જોઈને મેં કહ્યું.

સચ અ પ્લેસન્ટ સરપ્રાઈઝ!! ઇતફાક તો જો આપણે અહીં પણ સાથેજ છીએ .....કહીને પ્રિયાએ મને તાલી આપી.

મારી નજર એની બાજુમાંજ શાંત ઉભેલી છોકરી(સોનપરી) પર પડી, જે મારી માટે ખાસ(શ્વાસ) બની જવાની હતી.

અને આ છે ખ્યાતી શાહ, ક્લાસમાં આપણી નવી મિત્ર,

પ્રિયાએ મારો ખ્યાતી સાથે પરિચય કરાવ્યો.

ઓહ હાઈ ખ્યાતી...નાઇસ ટૂ મીટ યુ...મેં એની તરફ જોતા કહ્યું.

હાઈ..મી ટુ... એકદમ હળવા અવાજ માં એ સ્મિત સાથે બોલી.

એ ખુબજ શાંત સ્વભાવની છે.....પ્રિયા બોલી.

હમ થોડી થોડી..... ખ્યાતી ટૂંકમાં બોલી.

મને તો નથી લાગતું, કહી મેં એની સામે જોઇને સ્મિત આપ્યું.

એ પણ બદલામાં થોડું ફિકકુ હસી.

સારું ચાલો હવે આપણે ક્લાસ માં જઈશું ? ....પ્રિયાએ કહ્યું.

હા હા ચાલો મેં કહ્યું, અને અમે ક્લાસમાં પહોંચ્યા. રાહુલ, તનય અને વીણા અમારા નવા મિત્રો બન્યા.

પછી તો આ ચહેરાઓ મારુ રોજબરોજનું જીવન બની ગયું.

અને એમાંય હંમેશા મારુ ધ્યાન ખેંચતા એ ખ્યાતી ના ચહેરાની વાતતો કંઈક જુદીજ હતી.

વારંવાર હું એને નોટિસ કરતો, એ ઓછું બોલે છે એ વાતની ફરિયાદ તો કાયમ કરતો.

એને બોલાવવાના સૌથી વધુ પ્રયત્નો મારા જ હોય...

અને કદાચ એટલેજ એ આખા ક્લાસ માં સૌથી વધુ વાતો મારી સાથે કરી લેતી.

ક્લાસ માં જ્યારે બધા ગપ્પા મારતા હોય ત્યારે એ એકલી શાંતિથી બેઠી હોય, એટલે હું પણ તરત એની બાજુમાં બેસી જતો, અને એને બોલવા ફરજ પાડતો.

ખ્યાતી કેમ આટલી બધી શાંત રહે છે?, એનો ચહેરો ના વાંચી શકાય એવો અસ્પષ્ટ કેમ રહે છે ? આ વાત હું પ્રિયાને કહી રહ્યો હતો.

ખબર નહીં નાનપણથી એ આવીજ શાંત સ્વભાવની છે, મને એના મમ્મીએ પણ કહેલું ....પ્રિયા મને કહી રહી હતી.

હંમ..ખરેખર... મેં કહ્યું.

તું બહુ પૂછે છે..ખ્યાતી વિશે..કેમ ?..હેં હેં... પ્રિયા મારો કાન પકડી કહી રહી હતી.

બસ એમજ વાયડી...મેં પ્રિયાને કહ્યું.

ધીરે ધીરે હું ખ્યાતી માં ખોવાઇ રહ્યો હતો, એના નિર્દોષ સ્મિત, એનું વલણ, અને સ્વભાવની નરમાશમાં, હું હવે ભીંજાઈ રહ્યો હતો. ક્લાસરૂમમાં, કેન્ટીન, લાઈબ્રેરી,ગ્રાઉન્ડ

દરેક જગ્યાએ હવે હું એની સાથે રહેવા લાગ્યો હતો, અને એને પણ એ વાત ગમતી હતી.

મારી ઢગલાબંધ વાતો વચ્ચે એના ટૂંકા અને સરળ જવાબો. છતાંયે એ સૌથી વધુ વાતો મારી સાથે કરતી હતી બોલો.

બસ હવે હું મારા દિલની વાત એને કઇ રીતે કહું એ વિશે વિચારવા લાગ્યો હતો.

એક દીવસ હું અને ખ્યાતી કેન્ટીનમાં બેઠા બેઠા કોફી પી રહ્યા હતા. ત્યાં પ્રિયા આવી...

કેન આઈ જોઈન યુ ? કહીને એ મારી બાજુની ખુરશીપર બેઠી.

અરે ખ્યાતી તું તો બહુ વાતો કરિલે છે, આ નિલુડા જોડે. અમારી સાથે તો વાતો કરતીજ નથી....પ્રિયા ખ્યાતીને કહી રહી હતી.

જા જૂઠી..કહીને બદલામાં ખ્યાતી થોડું હસી.

માનવું પડશે ખ્યાતી તું તો બદલાવા લાગી આ નિલુડા જોડે રહીને.. હં..હં.. હમણાં થી કંઇક અલગ મિજાજમાં જ લાગે છે તું. ....પ્રિયા એને ચીડવી રહી હોય એમ હસતાં હસતાં કહી રહી હતી.

બસ કર કહીને ખ્યાતી થોડું હસી,

સારું હું ઘરે જાવા નીકળું મારે લેટ થાય છે, આજે મારા ઘરે ગેસ્ટ આવવાના છે એટલે,

બાય નિલય..બાય પ્રિયા કહીને ખ્યાતી શરમાઈને ત્યાંથી નીકળી ગઈ.

ઓય મેડમ મેં એને આટલું શરમાતા આજે પહેલીવાર જોઈ છે..... મેં પ્રિયાને કીધું.

એક વાત પૂછું નિલય પ્રિયાએ હળવા સાદે પૂછ્યું.

હં બોલને....મેં કહ્યું.

શું તને ખ્યાતી વિશે કેવી લાગણીઓ છે, આઈ મીન તને એ ગમે છે ?

હું સમજી ગયો એ શું પૂછવા માંગતી હતી...

સાચું કહું પ્રિયા તો હા આઇ રિયલી લાઈક હર...મારા હૃદય માં એના માટે ખૂબ લાગણી છે...

આટલું બોલ્યો ત્યાંજ પાછળ થી કોઈએ મારો હાથ પકડી લીધો...અને એ ખ્યાતી હતી.

ખ્યાતી...!!! તું ના ગઈ હજી ? મારા મુખથી ઉદ્દગારો સરી પડ્યા.

અને ખબર નઇ એક સાથે મનમાં અનેક વિચારો ઉઠી ગયા, શું ખ્યાતી એ સાંભળી લીધું હશે ? એ શું કહેશે ? શું વિચારશે ?

પ્રિયા મારિ મનોમંથના સમજી ગઈ હતી, પણ આ પરિસ્થિતિ માં એ શું કરી શકે એ એજ વિચારી રહી હતી.

મારે ખૂબ મોડું થાય છે યાર, પપ્પાનો કોલ હતો. તુ મને પ્લીઝ બાઈકથી ડ્રોપ કરી દઈશ ? આટલું બોલીને એણે મને મારા અંતરમનની અઘરી પરિસ્થિતિ માંથી મને બહાર કાઢી લીધો.

હા, ચોક્કસ. ચલ બાય પ્રિયા મેં કહ્યું. પ્રિયાના ચહેરા પર બહુ મોટુ સ્મિત હતું અને આંખોમાં જીણી નરમાશ.

બાય!! હવે પરીક્ષાઓ પછીજ મળીશું કદાચ....પ્રિયાએ કહ્યું.

હા ચલ બાય પિયુ ...ખ્યાતી બોલી અને અમે ત્યાંથી નીકળી ગયા.

હવે પછીનો એક પણ શબ્દ બોલવાની હિંમત મારામાં નહોતી, કેન્ટીનથી પાર્કિંગ સુધી હું એની સાથે મૌન ધારણ કરીને ચાલ્યો ગયો.

હું બાઇક પર બેઠો અને બાઇક સ્ટાર્ટ કરી.

આઈ લવ યુ...

ખ્યાતી મને ધીરેથી ઉતાવળા બોલી ગઈ.

આટલું સાંભળતાજ મેં એની તરફ જોયું, અને એણે નજર ફેરવી લીધી. એ ફરી મારી તરફ નજર કરે એ જોવા હું એને તાકી રહ્યો હતો. એણે મારી તરફ નજર કરી મારા મોં પર સ્મિત ખીલ્યું હતું, મેં એનો હાથ પકડીને બાઇક પર બેસવા કહ્યું. અમે નીકળી પડ્યા આખા રસ્તા પર હું હસતા હસતા આઇ લવ યુ ખ્યાતી,

આઇ લવ યુ ખ્યાતીની બુમો પાડી રહ્યો હતો...અને એ પાછળથી હસ્યાં જ જતી હતી. અને મારી પીઠ પાછળ ટચુકડા મુક્કાઓ મારી રહી હતી, મને બંધ થવા કઈ રહી હતી.

અમે એના ઘર પાસે આવી પહોંચ્યા, ખ્યાતીનું ઘર ખૂબ વિશાળ-સુશોભીત લાગી રહ્યું હતું, આખરે એના મમ્મી આર્કિટેક્ચર જો હતા.

આજેજ મળી લવ તારા મમ્મી પપ્પાને...કે પછી ફરી ક્યારેક....મેં ટૉન માં ખ્યાતીને કહ્યું.

આજેજ તો, ચાલ અંદર.... ખ્યાતી એ મારો હાથ પકડીને કહ્યું.

એય ના.. અત્યારે નહી પાગલ ....કહીને મેં બાઇક ભગાવી મૂક્યું.

એ પાછળથી હસી રહી હતી,

એ ડરપોક ક્યાં જાય છે !!! પહેલીવાર એણે બુમ પાડી હતી.

મેં ચાલુ બાઈક પરજ હાથ હલાવી બાય નો ઈશારો કરી દીધો.

પછીતો અમે રોજ મળતા, ફોન પર પણ અઢળક વાતો કરતા,

મારા ફોનના વોલપેપેરમાં એ સેવ થઈ ગઈ.

મને બળજબરી કરીને એ મને એના ઘરે લઈ ગઈ, એના મમ્મી પપ્પા ખરેખર ખૂબ ખુલ્લા વિચારો વાળા અને સ્વભાવે એકદમ પ્રેમાળ, અને એમણે મને ખુબ આવકાર્યો.

ખ્યાતી ના ઘણા સારા ગુણો મેં પ્રેમમાં પડીને જાણ્યા, મારા જીવનમાં એ ભગવાનથી મળેલી સૌથી સારી ભેટ હતી.

આમ કોલેજ પહેલા વરસના અંતમાં ખ્યાતી મને મારી થઈને મળી ગઈ...

પછીતો બસ એજ મારી આજ અને કાલ થઈ ગઈ,

અને એ આજ અને કાલમાં, મારી સાંજ અને સવાર થઈ ગઈ....

આભમાં એકજ તારલો ઓછો હતો અને એ ચાંદ થઈ ગઈ,

શરદ,વસંત,શીશીર,ગ્રીષ્મ વગેરેમાંય એ મોસમ વરસાદની થઈ ગઈ....

બંધ આંખોએ અમારી રાહ, જોવોને કેવી એક થઈ ગઈ,

એમના મળવા માત્રથીજ મારી કાયર કલમ, જોવોને શાયર થઈ ગઈ....

બસ અહીંયા એના પહેલા પ્રેમની વાત પૂરી થઇ ગઈ હતી...

ડાયરીના આગળના બે પાનાં કોરા હતા...

જે કદાચ એણે એની અધૂરી વાતો લખવા માટે છોડ્યા હશે,

એવું લેખક મહોદય એટલે કે હું વિચારી રહ્યો હતો.

પ્રકરણ 2

બે કોરા પાના પછી શરૂવાત થઇ એક નવાજ પ્રકરણની, નવાઈની વાત એ હતી કે એનું કોઈજ શીર્ષક નહોતું...

પહેલી થોડીક લીટીઓ વાંચીને હું ચોકયો !!!

તમને પણ થોડી નવાઈ લાગશે...હા, ખરેખર જુઓ નિલય શું કહે છે...

કોલેજનું એક વર્ષ પત્યું અને બીજુ વર્ષ શરૂ થઈ ગયું હતું...

ખુશીની વાત તો એ હતી કે ખ્યાતી મારી સાથે હતી. અને આ વચ્ચે મને દુઃખની વાત એ મળી કે મારી બેસ્ટફ્રેંડ પ્રિયા કોલેજ ટ્રાન્સફર કરી ફરી રાજકોટ જતી રહી હતી...

હું યાદ કરી રહ્યો હતો કે સ્કૂલ ટાઈમમાં એ મારી સૌથી સારી મિત્ર હતી, ભણવામાં ખુબજ હોંશિયાર, એકદમ આત્મવિશ્વાસ થી ભરપૂર ચહેરો, હમેંશા સૌની મદદ કરતી, ચુલબુલી, વાત કરવાની અનોખી રીત, અને સાથે કેટલીય યાદો હતી.

આમ અચાનક પ્રિયા કોલેજ ટ્રાન્સફર કરીને જતી રહી અને મને એણે જરાય કીધું પણ નહીં....આમતો દરેક નાની નાની વાતો એ કાયમથી મારી સાથે શેર કરતી હતી...મને ખુબ અજુગતું લાગ્યું.

મારે એની જોડે વાત કરવી હતી પણ વોટ્સએપમાં એણે મારા મેસેજો હજી વાંચ્યા જ નહોતા. મેં એને કોલ કર્યો...

હાઈ પ્રિયા...એણે કોલ રિસીવ કર્યો કે તરતજ હું બોલ્યો.

હાઈ નિલય..કેમ છે ? ...પ્રિયા બોલી.

હું ઠીક છું, પણ તું મને એમ કહે કે તે કોલેજ કેમ બદલાવી લીધી ? અને મને કંઈ વાત પણ ના કરી. ...હું અધીરો બની પૂછી રહ્યો હતો.

બસ એમજ, મને હવે ત્યાં કાંઈ નથી જોઈતું, જે જોઈતું તું એ હવે મળશે નહીં, ....પ્રિયા નરમ અવાજમાં બોલી રહી હતી.

શું ? મને કાંઈ સમજાયું નહીં પ્રિયા!!... મેં કહ્યું

કંઈ નહીં હું કોઈક પળો ચુકી ગઈ.... એનો અવાજ સાવ હળવો રડમસ થઈ ગયો હતો.

પ્રિયા શું વાત છે ? એની વ્યથા પૂછવાનો મેં વ્યર્થ પ્રયત્ન કર્યો.

મને તારી યાદ આવશે કહેતા કહેતા એ રડી રહી હોય એવું લાગ્યું.

હા અમને પણ.… હું બોલવા જવ એ પહેલાંજ એણે કોલ કટ કરી દીધો.

પ્રિયા આજે કંઇક વધુજ ઇમોશનલ જણાઈ, આ પહેલા મેં એનો આવો સ્વભાવ ક્યારેય નથી જોયો. ગમે તેવી અઘરી વાત એ મને સાવ હળવાશથી કહી શકતી હતી. પણ આજે કંઈક જુદી રીતે વર્તી, મારે જાણવું હતું કે ખરેખર શું બન્યું હતું એના જીવનમાં....અને આ વાતો એની રાજકોટની બેસ્ટ ફ્રેન્ડ તનવી પાસેથી જાણવા મળશે એ મને ખબર હતી...

મારી વાત થઈ તનવી સાથે ...અને એ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઇ!!!

તનવી કહી રહી હતી કે..

નિલય ખરેખર કહું તો પ્રિયા તને સ્કૂલ ટાઇમથી ખૂબજ પ્રેમ કરે છે, અને આ વાત એણે મને સ્કૂલમાં જ કહી હતી...

તારી પાછળ પાછળ જ એણે તારી કોલેજમાં એડમિશન લીધું હતું. તું કેમ સમજી ના શક્યો એના પ્રેમને ? મને તો એજ નથી સમજાતું. તમે દરેક વીકેન્ડ પર કોફી માટે મળતા હતા, ઢગલો

વાતો કરતા હતા, સ્કૂલ ટાઇમની બીજી ઘણી ખાસ વાતો તું ભૂલી ગયોને. જો નિલય પ્રિયા જેટલી કોન્ફિડન્ટ છે એટલીજ ઇનનોસેન્ટ છે અને એટલીજ સમજદાર પણ છે, એ કદાચ એટલેજ એનો પ્રેમ એક્સપ્રેસ ના કરી શકી અને એને એટલો વિશ્વાસ હતો કે તું પ્રેમમાં પડીશ તો ફક્ત એની સાથેજ... પણ એમ ના બન્યું... તૂટેલા દિલ સાથે હવે એ વધુ ના સહી શકેત, સારું છે કે એ અહીં રાજકોટ આવી ગઈ છે.

અહીંયા પેજ પૂરું થયું અને પછીના દસેક પાનાં ફાટેલા હતા.

બે કોરા પાનાં અને આ દસ ફાટેલા પાનાં પાછળના રહસ્યોએ મને નિલયને મળવા માટે મજબૂર કરી મુક્યો હતો,

આગળ શું થયું ? આ સવાલ તમારા મનમાં પણ હશે ચાલો જોઈએ...

પ્રકરણ 3

નિલયની ખોજમાં

મારા જીવનમાં ખુશીની એ બે પળ પણ છે...

અને

એજ લેખનમાં તમારો સાથ સહકાર ભરપૂર છે...

પહેલા ભાગના છૂટેલા રાહસ્યોને હું.. એટલેકે લેખક મહોદય જાણીને આવ્યો છું...ખુદ નિલય પાસેથી.

તમે જોયુ કે નિલય પ્રિયા અને ખ્યાતીના પ્રેમની વચ્ચે ફસાયેલો છે. નિલય ખ્યાતીના પ્રેમમાં છે આ વાતથી પ્રિયાની લાગણીઓને ઠેસ પહોંચી.. અને એટલે એ નિલયની દૂર ફરી રાજકોટ જતી રહે છે.

(હવે પછીની વાતો નિલયના શબ્દોમાં વાંચશો)

મારા માન્યામાં જ નહોતું આવતું કે પ્રિયા મને પ્રેમ કરતી હશે. અમે લોકો સ્કૂલ ટાઇમથી જ સારા એવા મિત્રો છીએ... છતાંય આજ સુધી એણે એની લાગણીઓ વ્યક્ત નથી કરી, અને આમ મને કશું કહ્યા વગર એ જતી રહી, મારે એની સાથે વાત કરવી હતી. પણ મારા મેસેજો કે કોલ્સ ના રીપ્લાય હવે એ આપતી નહોતી, કદાચ પ્રિયા હવે મારાથી દૂર રહેવા જ ઇચ્છતી હશે. એની સાથે વિકેન્ડ્સ પર શેર કરેલી મુવી અને કોફીની યાદો મારી આંખ સામેજ તરવરતી હતી, કેટલી સારી પળો હતી એ, પણ હવે એના જવાથી એ ઓછપ મને થોડીતો કરડી રહી હતી.

મેં નક્કી કરી લીધું કે વેકેશન દરમિયાન રાજકોટ જઇને હું પ્રિયાને એકવાર તો મળીશજ. આખરે હું નહોતો ઇચ્છતો કે એની લાગણીઓને ઠેસ પહોંચે. અને આખરે વેકેશન પણ હવે નજીક આવી ગયું... વેકેશન પર તો હું રાજકોટ જઇ રહ્યો છું... એટલેજ હું જવ એ પહેલાં...એટલે કે એના આગલા દિવસે ખ્યાતીએ રિવરફ્રન્ટ પર મળવા માટેનો ખાસ પ્લાન બનાવ્યો..આમતો દરરોજ અમે કોલેજમાં મળતા જ હતા. પણ છતાંય એનો થોડો આગ્રહ હતો, અને એ આગ્રહ સામે મારી ન મળવાની ઈચ્છા હારી ગઈ...

હું અને ખ્યાતી રિવરફ્રન્ટ પર મળ્યા...

ખ્યાતી આજે મારુ ફેવરીટ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને આવી. કેટલી સુંદર લાગે છે(સોનપરી)...મેં એને જોઈને વિચાર્યું.

રિવરફ્રન્ટ અને સાંજનો સમય...

વાહ મોસમ સાથે રંગોનો મેળાપ.....ખ્યાતીનું માથું મારા ખભા પર ટેકાયેલું હતું અને એ મને કહી રહી હતી.

ખ્યાતીને જોઈને લાગતું હતું કે દસ દિવસ હું વેકેશનમાં શું જઈશ... એ દસ દિવસનો સઘળો પ્રેમ મને એ આજેજ કરી લેવાની હતી...મારો હાથ એણે એના નરમ હાથથી એકદમ કસકીને પકડ્યો હતો. એની ઝુલ્ફો મારા ખભા વિખેરાઈ હતી જેની મહેક મારા અંદર સુધી પહોંચી રહી હતી. એના નિર્દોષ સ્મિત અને હળવી વાતોમાં મારા મનનું પીગળી જવું..હવેતો કાયમનું હતું. છતાંય બે સેકન્ડ માટે મને પ્રિયાનો વિચાર આવી ગયો...

જે વાતથી ખ્યાતી એકદમ અજાણ હતી.

"મારા માટે ખ્યાતીએ મારુ જીવન હતું અને પ્રિયાને હું ક્યારેય દુઃખ પહોંચાડવા નહતો માંગતો" મારી આ અસમંજસ બરકરાર છે.

ત્યાં જઈને તું ટાઈમ પર મને કોલ કરતો રહેજે હો.....ખ્યાતી મને નિર્દોષતાથી કહી રહી હતી.

હાજ તો..તું જ તો છે મારી ફેવરિટ કહીને...મેં એને થોડી વધારે કસકાઈથી પકડી...એની નિર્દોષતામાં હું ઘવાયો હતો. એને દુઃખ પહોંચે એવું મારાથી કંઈપણ થાય એમ નહોતું.

ખ્યાતી મારા હાથની આંગળીઓ સાથે રમી રહી હતી. એની આ વાત મને સૌથી વધારે ગમતી હતી...

પ્રેમની આ કેવી અદભુત પળો !!!

એ પળો ને માણી પણ શકાય છે, અને એની યાદોને પણ.

એ પળો ને જીવી પણ શકાય છે, અને એની યાદોને પણ.

ખ્યાતી આપણે ફરી મળીશુંજને વેકેશન પછી... જો પછી તારેજ ઘરે જવા મોડું થશે.... ચાલ હવે જઈએ.

મારા આ શબ્દો પણ હારી ગયા...

એની વધુ વાતો કરવાની જીદે જોર જો પકડ્યું હતું. ખ્યાતી હજી થોડી વધુ વાતો કરવા માંગતી હતી.

જો ખ્યાતી 9:30 થઈ ગયા.. ચાલ હવે આપણે જઈએ...

અમે લોકો ઉભા થયા ખ્યાતી ફરી મને ગળે વળગી ગઈ...

ભેટીને મળવું અને ભેટીને છુટા પડવું...

કેટલીય લાગણીઓની આપલે...

આખરે છુટા પડ્યા ફરી એક સ્મિત સાથે...

આવતી કાલે હું અમદાવાદને થોડો સમય વિદાય આપી રાજકોટ જવાનો હતો...જે માટેની તૈયારીઓ મેં કરી લીધી...

ખાસ ખ્યાતીએ મુલાકાત પર આપેલા થેપલાને મેં યાદ કરીને જોડે લાઇ લીધા...

"પ્રિયાએ હજી સુધી મારા મેસેજ વાંચ્યા નહોતા...

...પણ ખ્યાતીના ગુડ નાઈટના મેસેજ બાદ મેં સુવા માટે આંખો બંધ કરીજ દીધી"

***

આગળ વધુ વાંચો બીજા ભાગમાં..

આ વાર્તા માટે તમારા પ્રતિભાવો અને રેટિંગ્સ ચોક્કથી મોકલી આપશો.

વધુ માહીતી માટે તમે મારી સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ શકો છો id@nitin_sutariya