Cable Cut - 24 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૨૪

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૨૪

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.

પ્રકરણ ૨૪

ક્રાઇમ બ્રાંચની ટીમે પહેલી વાર ખાન સાહેબને ઉત્સાહથી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જોયા હતાં. દરેક વખતે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં મીડીયાકર્મીઓનું વેલકમ કરી બીજા ઓફિસરને આગળ કરી પ્રેસ કોન્ફરન્સમાંથી નીકળી જતાં હતાં પણ આજે તેઓએ તેમની ટીમે મીડીયાને માટે તૈયાર કરેલી સ્કરીપ્ટ હાથમાં લઇને પ્રેસ કોન્ફરન્સ શરુ કરી હતી. તેમણે વિમલ લાઇવ પ્રેસ કોન્ફરન્સ જોઇ શકે તે માટે વ્યવસ્થા કરી હતી.

ખાન સાહેબે પ્રેસ કોન્ફરન્સ શરુ કરતાં બોલ્યા, "મિત્રો નમસ્કાર. તમે સવારથી જે બ્રેકિંગ ન્યુઝ માટે રાહ જોઇ રહ્યા છો તે જણાવવાનો સમય આવી ગયો છે. અમારી ટીમને કાલે રાતે ઇન્ફરમેશન મળી હતી કે શહેરમાં દેશી દારુના બુટલેગરોને સપ્લાય કરનાર માણસ ડીલીવરી કરવા આવનાર છે. થોડા દિવસ પહેલા તમને જાણ જ હશે કે દેશીના દારુના અડ્ડાઓ પર પડેલી રેડ અને પકડાયેલા બુટલેગરોની તપાસ કરતાં અમે આ સપ્લાયરનેસપ્લા શોધતાં હતાં. સપ્લાયર આપણી આસપાસ જ હતો પણ તે રીપોર્ટરના વેશમાં ફરી રહ્યો હતો. તેનું નામ છે વિમલ. તે બુટલેગરો પાસેથી હપ્તાઓ પણ ઉઘરાવતો, બળજબરીથી મફત દારુ લઇ જતો અને કેમિકલ્સ પણ સપ્લાય કરતો હતો."

ખાન સાહેબે ટીમે બનાવેલી સ્કરીપ્ટને ટવીસ્ટ કરીને પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યા હતાં તે ઇન્સપેકટર નાયકે જોયું અને શું થઇ રહ્યું છે તે વિચારી રહ્યા હતાં. ખાન સાહેબે તેમને ઇશારો કરી બરોબર છે તેમ કહ્યું.

વિમલ તેના પર વિરુદ્ધ ખોટો ગુનો પોલીસ લગાવી રહી છે તે ટીવીમાં જોઇ ધ્રુસકે ધ્રુસકે રોતો હતો. ઇન્સપેકટર અર્જુને તેને બળજબરીપૂર્વક શાંત કરી ટીવીમાં જોવા કહ્યું.

ખાન સાહેબે ટેબલ પરના ગ્લાસમાંથી પાણીનો ઘુંટડો પીધા પછી ફરી બોલવાનું શરુ કર્યું, "મોડીરાતની તપાસ કર્યા પછી વિમલ દારુના નશામાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ. તેની પાસેથી દેશી દારુ અને દેશી દારુમાં વપરાતો મિથેનોલ કેમિકલ્સ, ફટકડીના સેમ્પલ પણ મળી આવ્યા છે. તમારામાંથી કેટલાંકને ન્યુઝ મળી જતાં તે વહેલી સવારે સ્પોટ પર પહોંચી ગયા હતાં. તેમણે પણ જોયું અને તેમના કેમેરામાં રેકોર્ડ પણ કર્યું હશેજ."

મીડીયામાં કેટલાંક વિમલને સપોર્ટ કરનારા પણ હતાં. તેમણે વિરોધ કર્યો ને મીટીંગ વચ્ચે બોલવાનું શરુ કર્યુ કે વિમલને ફસાવ્યો છે, વિમલને મીડીયા વચ્ચે લાવો તો સત્ય બહાર આવે.

ખાન સાહેબે શાંતિથી તેમના વિરોધને સાંભળીને બોલવાનું શરુ કર્યું, "તે નિર્દોષ હશે તો તે કોર્ટમાં તેનો પક્ષ મુકીને બચી જશે. અમે મેજીસ્ટ્રેટ પાસે રીમાન્ડ માટે જઇએ છીએ ત્યાં તે પોતાની વાત રજુ કરી શકશે. અમારી પાસે તેની વિરુધ્ધ પુરતા પુરાવા છે. મીડીયા વચ્ચે આરોપીને લાવવાની કોઇ પરંપરા અને કાયદો નથી એટલે ખોટી વાત કરી સમય ના બગાડશો."

ખાન સાહેબની વાત સાંભળી મીટીંગમાં સન્નાટો પ્રસરી ગયો. વિરોધ કરનારાઓને ખાન સાહેબે ઇશારો કરી નીચે બેસાડી દીધાં. મીડીયાના રીપોર્ટરને આગળ શું તેની ઇંતેજારી હતી.

ખાન સાહેબ પણ મીડીયાકર્મીઓની ઉત્સુકતા જોઇ ફરી બોલવાનું શરુ કર્યું, "વિમલને જાણનારાને ખબર નહીં હોય પણ તેના વિરુધ્ધ અમને કંમ્પલેઇન પણ મળી છે. તે કંમ્પલેઇનના અનુસંધાનમાં અમે તેની શોધખોળ કરતાં હતાં પણ તે શહેરમાં સંતાઇને ફરતો હતો. તેની વિરુદ્ધ કંમ્પલેઇન કરી છે સુજાતાએ. બબલુ પાંડેની પત્ની સુજાતા. તે સુજાતાને હેરાન કરતો હતો અને તેની કંમ્પલેઇન સુજાતાએ કરી છે, એટલે તેના આધારે પણ તેની ધરપકડ કરી છે અને ગુનો સાબિત થયે સજા પણ થશે."

મીડીયાકર્મીઓ એક પછી એક બ્રેકીંગ ન્યુઝ જાણવા ઉત્સાહિત હતાં અને વિમલને જાણનાર તેના કારનામાથી ચોંકી ગયા હતાં.

ખાન સાહેબ ઉભા થઇ તેમની વાત પુરી કરી અને તેમણે જતાં જતાં કહ્યું, "તમારા કોઇ પ્રશ્રોના હોય તો તેનો જવાબ ઇન્સપેક્ટર નાયક આપશે. ફેક બ્રેકિંગ ન્યુઝ લીક કરનારના બ્રેકિંગ ન્યુઝ બની ગયા."

ખાન સાહેબના છેલ્લી વાતથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ લોકોમાં હસી વ્યાપી ગઇ. ખાન સાહેબ મીડીયા રુમના ખુણામાં ઉભેલા હીરાલાલને ઇશારો કરી પોતાની પાસે બોલાવી, તેમના ખભે હાથ મુકી વાતો કરતાં કરતાં તેમની ઓફિસમાં પ્રવેશ્યા.

ઓફિસમાં પ્રવેશતાં જ હીરાલાલ બોલ્યાં, "સાહેબ બહુ થાકી ગયા લાગો છો."

"હા હીરાલાલ. થાક સાથે ભુખ પણ લાગી છે. પણ ..આજે એક નડતર દુર કરી તેની શાંતિ પણ છે." ખાન સાહેબ આળસ મરોડતા બોલ્યા.

"તો હું કેન્ટીનમાંથી ચા અને નાસ્તો મંગાવું તમારા માટે ત્યાં સુધી તમે આરામ કરો."

"હા મંગાવો હીરાલાલ. અને આરામ તો હાલ શકય નથી. બબલુનો કેસ સોલ્વ કરવાની ઉતાવળ છે."

હીરાલાલ કેન્ટીનમાંથી ચા અને નાસ્તો મંગાવે છે તેટલીવારમાં ખાન સાહેબ વાતો કરતાં કરતાં ઓફિસના સોફા પર આડા પડ્યાં અને પળવારમાં ઉંઘી ગયા.

થોડી જ મીનીટમાં ચા નાસ્તો આવી ગયો પણ હીરાલાલે થાકીને ઉંઘી ગયેલા ખાન સાહેબને ઉઠાડવાનું યોગ્ય ના લાગતા તે પરત મોકલ્યો. હીરાલાલ ઓફિસમાં બેઠા બેઠા તેમની આગળની તપાસનું પ્લાનિંગ વિચારી રહ્યા હતાં.

ખાન સાહેબના મોબાઇલ પર રીંગ વાગતાં તેઓ સફાળા જાગી ગયાં અને બોલ્યા, "બોલ નવા અપડેટ્સ માં .."

"બસ કંઇ નહીં સાહેબ પણ તમારી પ્રેસ કોન્ફરન્સ ટીવી પર જોઇ મજા આવી અને વિમલ પર તમે બરોબર મજબુતીથી કેસની તૈયારીઓ કરી લીધી લાગે છે. મીડીયા વિમલના ન્યુઝમાં બરોબર બીઝી થઇ જશે અને તમે તમારુ કામ કરી શકશો. "

"હા ગફુર. તને જોઇને મજા આવી એવી મને વિમલને પકડીને આવી છે. વિમલ તો કાયમ માટે ગયો અંદર. જોજે તેના હાલ કેવા થાય છે અને મીડીયાવાળાને મસાલો મળી ગયો છે એટલે .."

હીરાલાલે ફરી ચા નાસ્તો મંગાવી લીધા. ખાન સાહેબ ચા નાસ્તો જોઇને બોલ્યા, "ચલ ગફુર ભુખ લાગી છે, ચા નાસ્તો આવી ગયો છે એટલે પછી શાંતિથી વાત કરીશું અને કોઇ અપડેટ્સ હોય જાણ કરજે."

ફોન કટ કરી ખાન સાહેબ ચા નાસ્તો કરતાં કરતાં બોલ્યા, "હીરાલાલ, ઉંઘ કયારેક આવી ગઇ ખબર જ ના પડી."

"સાહેબ કાલે રાતના તમે .."

હીરાલાલની વાત અટકાવી ખાન સાહેબે તેમને ઉતારીને પછી જે કંઇ થયું તેની વાત શોર્ટમાં કહી. વાત સાંભળી હીરાલાલ બોલ્યા, "તો તો સાહેબ, તમને કાલનો આરામ જ નથી મળ્યો. તમે ભલે ઘરે ના જાઓ પણ થોડીવાર અહીંજ આરામ કરી લો."

"હા અને પછી તમારી તપાસનું શું થયું."

હીરાલાલે તેમણે કરેલી મંજુલાની તપાસની વાત શોર્ટ કહી રીપોર્ટ આપ્યો અને પ્રાથમિક તપાસમાં તેનું બબલુ મર્ડર કેસમાં સંડોવણી નહી હોય તેવું પણ કહ્યું.

હીરાલાલ સાથે વાત પુરી કરી ખાન સાહેબે ઇન્સપેક્ટર અર્જુનને કોલ કર્યો અને કહ્યું, "જુઓ, પ્રેસ રીપોર્ટરો વિમલની ધરપકડના સ્પોટ પર જશે એટલે તારા ખબરી વડે બુટલેગરો સાથે વાત કરીને કાલની ઘટના લીક ના થાય તે જોઇ લેજો અને હીરાલાલ પાસેથી તપાસ રીપોર્ટ લઇ ટીમમાં ચર્ચા કરી આગળની કાર્યવાહી કરો."

હીરાલાલ ખાન સાહેબને મળીને તેમની ઓફિસમાંથી બહાર નીકળી ઇન્સપેક્ટર અર્જુનને રીપોર્ટ આપવા પહોંચે છે. ત્યાં પહોંચીને ધ્રુસકે ધ્રુસકે રોઇ રહેલા વિમલને જોવે છે.

હીરાલાલ અને ઇન્સપેક્ટર અર્જુન ટીમ સાથે બેસીને રીપોર્ટની ચર્ચા કરે છે. હીરાલાલે મંજુલાનો મોબાઇલ નંબર મોબાઇલ એક્ષપર્ટને આપી તેની કોલ ડીટેઈલ મેળવે છે. મંજુલાએ કહ્યુ હતું તે મુજબ અને કોલ ડીટેઈલ મુજબ બબલુ મર્ડરના દિવસ આસપાસ મંજુલા બીજા શહેરમાં હતી. મંજુલાના નંબર અને બબલુના નંબરનો ડેટા ચેક કરતા તે બે નંબરો પર વાત થઇ ન હતી.

ઇન્સપેક્ટર મેવાડા હીરાલાલની તપાસ, ટીમની ચર્ચા અને કોલ ડીટેઈલ પરથી ખાનસાહેબને સબમીટ કરવા રીપોર્ટ બનાવે છે, મીટીંગ પુરી થાય છે.

બપોર પછી વિમલને બરોબર ડરાવી ધમકાવી, તેના વિરુધ્ધના પુરાવા બતાવી ઇન્સપેક્ટર મેવાડા રીમાન્ડ મેળવવા માટે મેજીસ્ટ્રેટ સાહેબ સામે રજુ કરવા લઇ જાય છે.

વિમલ મનોમનથી એટલો બધો ડરી ગયો હતો અને ભાંગી ગયો હતો એટલે તે મેજીસ્ટ્રેટ સાહેબ સામે ઘણું બોલવું હતું છતાં એકપણ શબ્દ બોલી ન શકયો. મેજીસ્ટ્રે સાહેબે પોલીસની માંગ પર ૧૪ દિવસના રીમાન્ડ આપી દીધાં

ખાન સાહેબે સાંજે તેમની ઓફિસમાં મીટીંગ બોલાવી આખા દિવસના અપડેટ્સની ચર્ચા કરી. ચર્ચામાં ઇન્સપેક્ટર અર્જુને વિમલના ૧૪ દિવસના રીમાન્ડની વાત કરી. ઇન્સપેક્ટર મેવાડાએ હીરાલાલની તપાસનો રીપોર્ટ આપ્યો.

ખાન સાહેબે હીરાલાલની તપાસનો રીપોર્ટ સ્ટડી કરતા બોલ્યા, "હીરાલાલ, તમે કેવી રીતે મંજુલા બબલુ મર્ડર કેસમાં શકમંદ નથી તેમ કહી શકો? "

"સાહેબ, મંજુલાએ ઘર બદલ્યુ છે અને તે સામાન્ય જીંદગી જીવે છે એ મેં એના ઘરમાં જઇને જોયુ અને તેની વાતો પરથી જાણ્યું. તે બબલુના મર્ડરની તારીખ ૩૦ અને ૩૧ દરમ્યાન શહેરમાં ન હતી, આ તેણે કહ્યુ અને મોબાઇલ કોલ ડીટેલ પરથી જાણવા મળ્યુ. તેના નંબર અને બબલુના નંબર પર પાછળના દિવસોમાં કોઇ કોલ ડીટેલ નથી મળી. પિંટોએ કહ્યુ હતું કે બબલુ ચેનલના બહાને મંજુલાના ઘરમાં જતો હતો અને સંબંધ રાખતો હતો પણ તેને બીજી છોકરી મળતા મંજુલાને છોડી દીધી હતી."

"ઓકે હીરાલાલ, તો તમારી તપાસ અને ટીમના રીપોર્ટ પરથી હાલ મંજુલાને શકમંદોના લીસ્ટમાંથી થોડો ટાઇમ સાઇડ કરીએ છીએ. તમે તમારી આગળની તપાસ ચાલુ રાખો."

ઇન્સપેકટર નાયકે ખાન સાહેબને કહ્યુ, " સર, બબલુના મર્ડરના શકમંદોના લીસ્ટમાંથી એક ધનંજયને તપાસ માટે બોલાવા જાણ કરી તો તે ન આવતા સ્થાનિક પોલીસની મદદથી તેના ઘરે જઈ સમન્સ પાઠવ્યું છે પણ તે હજુ સંપર્કમાં નથી."

"આ ધનંજય કોણ છે અને કેમ તેની પર શક છે ?" ખાન સાહેબ અકળાઈને બોલ્યા

"સર, બબલુના ચેનલના ધંધાનો હરીફ ધનંજય છે. બબલુના મર્ડર થવાથી ચેનલનો ધંધો બંધ થાય તો સૌથી મોટો લાભ ધનંજયને જ થાય તેમ છે."

"બરોબર. તો સ્થાનિક પોલીસ સ્ટેશનના પી આઇ સાથે હાલ જ મારી વાત કરાવો."

ઇન્સપેક્ટર નાયકે સ્થાનિક પોલીસ સ્ટેશનના પી આઇને કોલ કરી ખાન સાહેબને આપ્યો, " હલ્લો ક્રાઇમ બ્રાંચથી ખાન બોલુ છુ."

"નમસ્કાર સર, બોલો સર શું ઓર્ડર છે."

"તમે ધનંજયની મેટરનું શું કર્યું ?"

" સર, એ સમન્સ પછી નેટવર્કમાં નથી અને .."

ખાન સાહેબ કડક અવાજે બોલ્યા, "અને તમે ધનંજય સામે ચાલીને આવશે તેની રાહ જોવો છો. મારે આજે ગમે તે કરીને ધનંજય ક્રાઇમ બ્રાંચમાં જોઇએ. તમે તેની સંભવિત લોકેશનની ઇન્ફરમેશન અને મોબાઇલ નંબર લઇને ક્રાઇમ બ્રાંચ તાત્કાલિક હાજર થાઓ."

કોલ પતાવી ખાન સાહેબે ટીમને કહ્યુ, "જુઓ પેલા પી આઇ અહીં આવે એટલે ઇન્ફરમેશન મેળવી આજે રાતે ધનંજયને અહીં ગમે તેમ કરીને ઉપાડી લાવાનો છે. તમે તમારા ઇન્ફોર્મરને પણ કામે લગાડો. તમને બધાને હું અત્યારે રીલીવ કરુ છુ, આપણે બધા રાતે 10 વાગે પાછા મળીએ અને મિશન ધનંજય પુરુ કરીએ."

ખાન સાહેબ હીરાલાલને લઇને ઘરે જવા નીકળે છે. રસ્તામાં હીરાલાલ ખાન સાહેબને પુછે છે, "સર, મારે પણ રાતે આવવાનું છે ?"

"ના. તમારે આવાની જરુર નથી પણ કાલે તપાસ ચાલુ રાખજો. "

"આભાર સાહેબ, પણ તમે આજે પણ ઉજાગરો કરશો .."

"હીરાલાલ, મને લાગે છે કે આજે ઉજાગરો નહીં થાય."

"હું સમજયો નહીં સાહેબ."

"એ તમને કાલે સવારે સમજાઇ જશે, લો તમારુ ઘર પણ આવી ગયું." ખાન સાહેબ હસતા હસતા બોલ્યા

ખાન સાહેબે ઘરે પહોંચીને તેમના ફેમીલી સાથે ઘણા દિવસે વાત કરી અને માઇન્ડ ફ્રેશ કર્યું. તેમની પત્નીએ ઘણા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં ઉત્સાહથી બોલતા હતા તે વાત પણ કરી અને બહુ વર્ક લોડ નહિં કરવાની વાત કરી.

થાકેલા ખાન સાહેબ વાતો કરતા કરતા ગુડ નાઇટ તેમના પત્નીને કહીને ખાધા પીધા વગર ઉંઘી જ ગયા.

રાત થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ધનંજયની ઇન્ફરમેશન લઇ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબે ઘરે નીકળતા પહેલા મોબાઇલ એક્ષપર્ટને ધનંજયની કોલ ડીટેલ ડેટા સર્ચ કરી જાણ કરવાનું કહ્યુ હતું.

મોબાઇલ એક્ષપર્ટે ધનંજયની કોલ ડીટેલનો ડેટા સર્ચ કરી તેણે કરેલા કોલ અને લોકેશનની ડીટેલ મેળવી ખાન સાહેબને કોલ કર્યો અને કહ્યું, " સર, ધનંજયની લોકેશન ટ્રેસ થઇ ગઇ છે, તો તમે.."

"હું થોડીકવારમાં જ ઓફિસ પહોંચું છું." ખાન સાહેબ સફાળા જાગીને બોલ્યા.

ખાન સાહેબે હાફ ટનને તેમનું જમવાનું પાર્સલ ઓફિસ પહોંચાડવાનું કહી ઓફિસ જવા નીકળ્યા. ઓફિસ પહોંચવામાં જ હતાં ને મોબાઇલ એક્ષપર્ટનો ફરી કોલ આવ્યો એટલે કાર સાઇડમાં કરી વાત કરી.

મોબાઇલ એક્ષપર્ટે કહ્યુ, "સર, ધનંજયની લોકેશન ઓફિસની નજીકમાં જ છે. તમે જલ્દી ટીમને તેને પકડવા મોકલો."

"હું પાંચ જ મીનીટમાં પહોંચું છું અને હવે ઉતાવળ નથી." હસીને વાત કરી ખાન સાહેબે ફોન કટ કર્યો.

ખાન સાહેબે ઓફિસે પહોંચી સ્થાનિક પોલીસ સ્ટેશનના પી આઇ પાસેથી ધનંજયની ડીટેઈલ મેળવી અને તેમને ત્યાંજ રોકાવાનું કહી મોબાઇલ એક્ષપર્ટ પાસે પહોંચે છે.

મોબાઇલ એક્ષપર્ટ તેમને જોઇને તરત ઉભા થઇને લેપટોપમાં લોકેશન બતાવી સમજાવે છે. ખાન સાહેબ તેમના ખભે હાથ મુકી બેસવા ઇશારો કરી કહે છે, "ધનંજય હમણાં અહિં પહોંચશે."

"કેવી રીતે? "

"તે તેની જાતે આવશે, તમે જોઇ લેજો." હસીને ખાન સાહેબ બોલ્યા.

નક્કી કરેલા સમયે ટીમ ક્રાઇમ બ્રાંચ હાજર થઇ જાય છે.

પ્રકરણ ૨૪ પુર્ણ

પ્રકરણ ૨૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો

મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.