સરળતા, સમજણ અને સમતોલન ની ત્રિવેણી ...!!!!
લખવૈયા ....લેખકડા ....લેખક .....અહાહા કેવું લાગે કોઈ આવા આવા નામોથી આઈ મીન વિશેષણોથી આપણને નવાજે ...આવકારે કે સંબોધે ...!!! મજા પડી જાય ને ? પણ ખરેખર તો એ વિશેષણ મેળવવા માટે કેટલો પરિશ્રમ ( ઓફકોર્સ માનસિક જ સ્તો ) કરવો પડતો હોય છે એ તો માત્ર ને માત્ર એ લેખક ને જ સમજાય ...!!! હવે તમે એમ કહેશો કે હોતું હશે કાઈ ....? આજના ગુગલીયા જમાનમાં તો લખવું એટલે ડાબા હાથનો આઈ મીન કી નો ખેલ ...!!! ના ભાયય્ય્ય્ય ના ...સાવ એવું નથી જ ને નથી જ ...!!! નો ડાઉટ સારું લખવું અને ફક્ત લખવું એમાં એલીફન્ટ હોર્સ જેટલો ચોક્કસ ફેર રહેવાનો જ છતાં પણ એક વસ્તુ નિર્વિવાદ છે કે લખવું એટલું ઇઝી પણ નથી જેટલું હું ને તમે સમજીએ છીએ ...!!! ગુજરાતી સાહિત્યમાં ખુબ લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે એમાં ના નહિ પણ અત્યારના ફેસબુક અને ટ્વીટરના જમાનામાં લખાય એટલું વંચાય છે ખરું ? ખબર નહિ ...!!! આમ તો એ સર્વવિદિત છે કે અત્યારના ઇઝી-પબ્લીશીંગ વર્લ્ડમાં લેખકો વધુ છે ને વાંચકો ઓછા, જો કે આમાં કદાચ થોડી અતિશયોક્તિ હોય શકે પણ આ વાત સાવ નકારી શકાય એમ તો છે જ નહિ . ઘણા બધા લેખકો અને એમના વિવિધ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતા લેખો પછી ઘણાબધા ને એમ પણ થતું હશે કે “ કૈસે કૈસે લિખને લગે હૈ “ ક્યાંક ક્યાંક એમ પણ થાય કે ‘ ક્યાં ક્યાં લીખ રહે હૈ “ આ ‘ કૈસે કૈસે “ અને “ ક્યાં ક્યાં “ માં મારા જેવા નવોદિત લોકો પણ આવી જાય એમાં ના નહિ ...આફ્ટર ઓલ કહેવાય છે ને કે ક્રીટીક્સ મેક્સ યુ મોર પરફેક્ટ !!!! એટલે એટલું તો સ્વીકારવું જ રહ્યું કે જો કોઈ તમારા કામ ( અહી લખાણ ) ની ટીકા કે એની ચર્ચા ( ઓફકોર્સ સારા-નરસા પાસાની ) ના કરતા હોય તો સમજવું કે યુ નીડ્સ મોર હાર્ડવર્ક ...!!!!
ભાષાના ચાર મૂળ કૌશલો છે – લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું, એમાંથી આ લખવું એ વધુ અઘ્ત્યનું છે અને એ વધુ અગત્યનું એટલા માટે છે કે દરેક લખાણની પાછળ કોઈ ચોક્કસ ઉદ્દેશ કે પછી કોઈ સંદેશ છુપાયેલો હોય છે . કોઈ સંદેશ કે ઉદ્દેશ વગરનું લખાણ નક્કામું ગણવું . બૃકર અને નોબેલ એમ બંને સાહિત્યના માનવંતા પુરસ્કાર જીતી ચુકેલા નડીન ગોર્ડમેરે કહ્યું હતું એમ કે “ લખવું એટલે જીવનમાંથી કશોક અર્થ શોધવાની કોશિશ કરવી. તમે આજીવન લખતાં રહો તો શક્ય છે કે જિંદગીના અમુક ભાગનો અર્થ તમે થોડો ઘણો પામી શકો." ભલે વાત થોડી હેવી લાગે પણ આ હકીકત છે અને ઓલમોસ્ટ બધા જ પ્રતિષ્ઠિત લેખકો આ વાત સાથે સહમત પણ થવાના કે લખવું એટલે ખાલી લખવું કે વાંચકો માટે લખવા કરતા પણ પહેલી વાત અને અગત્યની વાત એ છે કે લેખકને પોતાને ગમે એવું લખવું, કેમકે મૂળ વસ્તુ તો એ જ છે કે જો તમને લખતી વખતે ગમશે તો વાંચનારને ગમવાની શક્યતા વધી જશે . અને વાત પોતાને ગમે એ લખવાની હોય ત્યારે ચોક્કસ એ વાત, એ લખાણમાં કોઈ ને કોઈ સંદેશ આવવાનો જ ..!! ધૂની માંડલિયાના આ શબ્દો મુજબ કે “ શબ્દ જ્યારે સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે ..” . લખવું એટલે ખાલી લખવું જ નહિ ભાઈ, ધુનીભાઈ કહે છે એમ એ શબ્દનો અર્થ હોવો જોઈએ, એ શબ્દમાંથી અર્થ નીપ્જ્વો જોઈએ ...!!! હવે આ અર્થ નીપ્જ્વો જોઈએ એટલે જ કોઈ સંદેશ નીકળવો જોઈએ એવું જ થયું ને ....? એમ તો લખવાને બીજી રીતે કોઈ કોઈ ઢસડવું એવા અર્થમાં પણ લઇ લેતા હોય છે ....હહાહાહા !!! પણ હકીકત એ છે કે લખવું અને આ ઢસડવું એ બંનેમાં અગેન એલીફન્ટ હોર્સ જેટલો તફાવત રહેવાનો અને એ તો વાચકરાજા જો ચતુર અને સુજાન હોય તો એ તફાવત તરત જ પકડી પણ લેવાનો ..!!!
કશું પણ લખતા પહેલા એના વિષે મનોમંથન કરવું આવશ્યક છે, એમ ને એમ જ લખાતું લખાણ ક્યા તો અર્થહીન બની જાય છે અથવા તો લેખક લખાણ પરત્વે સીરીયસ હોય તો ફરીથી લખવાની નોબત આવી શકે છે . આમ તો શું છે કે લખવાના અમુક ફિક્સ નિયમો છે જેમકે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ઓછો કરવો ( અંગ્રેજી સિવાયના લખાણોમાં હો ...લોલ્ઝ ), ભાષા શુદ્ધિ રાખવી, વ્યાકરણનો ખ્યાલ રાખવો, સામાન્ય બોલચાલના શબ્દો વધુ વાપરવા, બને ત્યાં સુધી ઉપદેશાત્મક ના બનવું,,,વગૈરાહ વગૈરાહ ...!!! કિન્તુ પરંતુ બંધુ સોશિયલ મીડિયાના જમાનમાં ઉપર લખ્યા એ નિયમો ના પળાય તો પણ વાંધો નહિ કેમકે આમેય આજે અર્બન ભાષા ઇન્થીંગ છે જ . શુદ્ધ ગુજરાતી ના સહી પણ મિક્ષ અને ટેસ્ટટ્યુબ ગુજરાતીમાં લખાયેલું પણ લોકોને વાંચવું ગમે છે પણ બશર્ત કે એ સમજાવું જોઈએ . આજકાલ ઘણા લેખકો અને લેખો એવા આવે જ છે કે જેમાં અંગ્રેજી અને ગુજલીશ પ્રકારના શબ્દો જોવા મળે જ છે, અને આવું વંચાય પણ છે જ ..!! બીકોઝ વાંચનારને એક તો મજા આવે છે વાંચવાની અને બીજું અને મોસ્ટ ઈમ્પો કે એને સમજાય છે ..!! અલ્ટીમેટલી વાત તો સમજાવાની જ છે ને ભાય ...!!!
આજકાલ તો ખુબ લખાય છે અને ખુબ લોકો વડે લખાય છે . વર્તમાનપત્રો અને મેગેઝીનો તો છે જ પણ હવે તો ફેસબુક અને બીજી સોશિયલ સાઈટો અને બ્લોગો પર અઢળક લખાય છે . દરેક બીજો માણસ લેખક છે ડ્યુ ટુ ધીસ બ્લોગ અને સોશિયલ મીડિયા. સારું છે, બિલકુલ સારું છે કેમકે એનાથી એક વસ્તુ તો ચોક્કસ છે કે લખવું એટલે શું અને લખવા માટે કેટલી વિશે સો થાય એની પણ ખબર પડે છે . છતાં પણ એક હકીકત છે કે બધું વંચાય છે એવું માનવું ભૂલભરેલું છે અને એનું કારણ છે કે લખાણ વાચક ને અપીલ કરે તો જ વંચાય ...આઈ મીન વાંચવાનું શરુ કરે ને કશોક સ્પાર્ક લાગે લખાણમાં તો આગળ વંચાય નહીતર હારી હારી ...!!! અને એનું કારણ એક એ પણ છે કે બધા જ બધું લખી પણ નથી શકતા હોતા એ જ રીતે એ પણ શક્ય નથી કે તમે લખેલા વિચારોને બધા જ વાંચકો બરાબર કેચ કરી શકે પણ કોશિશ તો એ જ રહેવી જોઈએ કે શક્ય એટલું સરળ અને બધા સમજી શકે એવી રીતે લખાય . તમે જોજો મારી કે તમારી બોલચાલની ભાષા કે લઢણ જેવી રીતે લખાયેલું કોઈ પણ લખાણ મને ને તમને વાંચવું કે સાંભળવું વધુ ગમશે જ. કોલમીયા વાતાવરણમાં ઘણા બધા લેખકો છે જે બધા જ વિષય પર અને બધી જ રીતે લખી શકે છે જ્યારે ઘણા એવા પણ છે જ કે જેમની એક ચોક્કસ જોનર છે અને એ લોકો એ જોનરની બહાર લખવાનો પ્રયત્ન કરી પણ શકતા નથી. આફ્ટર ઓલ લખવું કોઈ શોલેના ડાયલોગની જેમ “ બકરી કા બચ્ચા તો હૈ નહિ કી દૌડે દૌડે ઔર પકડ લિયા ..” !!!! બીકોઝ લખવું એ એક ખરેખર મુશ્કીલ પ્રક્રિયા છે . ભલે ને કોઈ એમ કહેતું હોય કે હું તો ગમે ત્યાં લખી લઉં ....એવું ખરેખર નથી હોતું. હા એવું બને કે એમનો સ્થૂળ દેહ ગમે ત્યાં લખી શકતો હોય પણ એ લખવા માટે દિમાગ અને દિમાગની નસોને ચોક્કસ સમયમાં, ચોક્કસ વિષય પર અને ચોક્કસ શબ્દો-નિષ્કર્ષ અને મંથન કરવા માટે ઘણી વાર એક કમ્ફર્ટ ઝોન ની જરૂર પડે પડે ને પડે જ ...!! કારણ કે લખવું એટલે આમ તો સહેલી લાગતી પ્રકિયા છે પણ આમ એ અતિ અઘરી પણ છે . સમતોલ લખવું, સરળ લખવું અને સમજાય એવું લખવું એ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરી શકો ત્યારે જ ખરેખર લખ્યું એમ કહેવાય ....!!