ડેવિલ : એક શૈતાન
ભાગ-૩૫
આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-ડેવિલ નામ નો કોઈ વ્યક્તિ આ બધી ઘટનાઓ ને અંજામ આપતો હોય છે-બિરવા નું બ્રેઇન વોશ કરી ડેવિલ એના દ્વારા પીનલ નું કિડનેપ કરાવે છે-ખૂટતી કડી ઓ જોડતાં માલુમ પડે છે કે ડોકટર આર્યા જ ડેવિલ હોય છે-બિરવા પોતાની ભૂલ સુધારવા અર્જુન ને લઈને ડેવિલ હાઉસ આવે છે-જ્યાં ડેવિલ પોતાની વુડુ વિધિ ને પૂર્ણ કરવાની તૈયારી માં હોય છે-બંગલા માં પ્રવેશ કરતા અર્જુન રક્ષા કવચ ના લીધે ઉછળીને નીચે પડે છે-અર્જુન અને બિરવા અંદર પ્રવેશવા શું કરવું એનો વિચાર કરે છે-હવે વાંચો આગળ...
"બિરવા હવે શું કરીશું ..? તને કંઈ સૂઝે છે..?"અર્જુને બિરવાની તરફ નજર કરી ને કહ્યું.
"અર્જુન એક આઈડિયા છે..પણ એમાં સફળ થઈશું કે નહીં એની ગેરંટી નથી.."બિરવા એ અચકાતા અચકાતા કહ્યું.
"બોલ તો ખરી શું આઈડિયા છે..જેમ બને એમ જલ્દી માં જલ્દી અંદર તો પ્રવેશ કરવો જ પડશે..ખબર નહીં મારી પીનુ અત્યારે શું હાલત માં હશે.."અર્જુને બિરવાની તરફ નજર કરીને કહ્યું.
પોતે જ પીનલ ની આ દશા માટે જવાબદાર છે એ વાત ની બિરવા ને અત્યારે આત્મગ્લાની થઈ રહી હતી..અર્જુન ની વાત સાંભળી બિરવા એ જમીન પર પડેલો એક પથ્થર હાથ માં લીધો અને કહ્યું.
"જો અર્જુન આ કવચ માં મનુષ્ય પ્રવેશ ના કરી શકે પણ આ પથ્થર તો અંદર જઈ જ શકશે.."
"તું કરવા શું માંગે છે..?"આશ્ચર્ય સાથે અર્જુન હાથ માં પથ્થર લીધેલી બિરવા ને જોઈ રહ્યો.
"જો અર્જુન પીનલ ને મુખ્ય હોલ માં રાખવામાં આવી હોવી જોઈએ અને ડેવિલ પણ ત્યાં જ હોવો જોઈએ..હું આ પથ્થર હોલ ની ડાબી તરફ આવેલી કાચ ની બારી પર ફેંકીશ..કાચ તૂટતાં જ એ શૈતાન નું ધ્યાન ભંગ થશે અને કોને આ પથ્થર ફેંક્યો એ જોવા એ બહાર નજર કરશે.."બિરવા એ પોતાના પ્લાન નું પ્રથમ પગથિયું કહ્યું.
"પછી શું...આગળ શું કરીશું જેના લીધે અંદર જવા મળે?"અર્જુન બિરવા ને જોઈને બોલ્યો.
"તું પહેલાં ત્યાં ઝાડ ની પાછળ જઈને છુપાઈ જા..આગળ શું કરવું એ મારા પર છોડી દે..જેવું કવચ તૂટે એવો તું એની હદ ની અંદર આવી જજે અને બંગલા ની પાછળ ની તરફ થી અંદર પ્રવેશ કરજે.. હું ડોકટર ને વાતો માં વ્યસ્ત રાખીશ..ત્યાં સુધી તું પીનલ ને સહી સલામત બહાર લઈ જજે.."બિરવા એ આગળ શું કરવું એ અર્જુન ને સમજાવ્યું.
"પણ ડેવિલ ને તું કઈ રીતે વાતો માં વ્યસ્ત રાખીશ...અને તારા જીવ ને પણ આ બધું કરતા ખતરો છે..બિરવા..!"અર્જુને ચિંતાતુર નજરે બિરવા તરફ જોઈને કહ્યું.
"અર્જુન તું મારી ચિંતા ના કર..પહેલાં પીનલ ને આ શૈતાન ના સકંજામાંથી દુર લઈ જવી જરૂરી છે..એતો હું બધું સંભાળી લઈશ"આંખો પટપટાવી અર્જુન ને સંપુર્ણ આશ્વસ્થ કરતી હોય એમ બિરવા એ કહ્યું.
"સારું પણ ટેક કેર.."અર્જુને બિરવા ના ચહેરા પર હાથ રાખી ને કહ્યું.
***
બિરવા ના કહ્યા મુજબ અર્જુન થોડે દુર કમ્પાઉન્ડ માં આવેલ એક ઝાડ ની પાછળ જઈને છુપાઈ ગયો.બિરવા એ હાથ માં રહેલ પથ્થર ને જોર થી ઘા કરી કાચ ની બારી પર ફેંક્યો..ધડામ!!અવાજ સાથે કાચ ની બારી નો ઘણો ખરો ભાગ તુટી ને જમીન પર પડી ગયો.
બિરવા એ અંદર નું દ્રશ્ય જોવાનો દુર થી પ્રયત્ન કર્યો પણ ઝાઝું કંઈ જોઈ શકી નહીં..કાચ ની બારી તૂટતાં ની સાથે બિરવા ની ગણતરી મુજબ ડેવિલ ઉર્ફે ડોકટર આર્યા બારી ની નજીક આવ્યો અને કોને પથ્થર ફેંક્યો એ જોવા બહાર નજર કરી.
પ્રથમ મુલાકાત માં જોયેલ ડોકટર આર્યા અને અત્યારે આખા શરીર પર ભભુત ચોળેલી અવસ્થા માં કોઈ જોગી જેવા લાગતા ડોકટર આર્યા ને જોઈ બિરવા આંખો ચોળતી રહી ગઈ.બિરવા સામે નજર પડતા જ ડોકટર આર્યા એ જોર થી બુમ પાડી ને કહ્યું.
"કેમ આવી છે અહીં..? તને ના પાડી હતી ને અહીં આવવાની.."
આ સવાલ થવાનો અને એનો શું જવાબ આપવાનો એની પૂર્વતૈયારી બિરવા એ કરી રાખી હતી..ડોકટર આર્યા ની તરફ નજર કરી બિરવા જોર થી બોલી..
"મારે પીનલ ને તડપતી જોવી હતી..જેમ એના લીધે અર્જુન વગર હું તડપી છું એમ અત્યારે એના શરીર માં પેદા થતી તડપ મારે મારી નજરે જોવી હતી...આવું કરીશ તો જ લાવા ની જેમ ધીખતાં મારા હૃદય ને ઠંડક મળશે.."
"હા તો આવી જા અંદર.."બિરવા ની વાત પર વિશ્વાસ બેસી જતાં ડોકટર આર્યા એ કહ્યું.
"હા પણ બંગલા ની ફરતે કોઈ શક્તિ છે જે મને અંદર નથી આવવા દેતી.."બિરવા સાવ અજાણ બનતી હોય એમ બોલી.
"હા એતો મેં રક્ષા કવચ ની રચના કરી છે..બે મિનિટ ઉભી રે હું એ કવચ દુર કરું એટલે અંદર આવી જા.."ડોકટર આર્યા એ કહ્યું.
થોડીવાર ત્યાં ઉભા ઉભા જ કંઈક મંત્રોચ્ચાર કર્યા પછી ડોકટર આર્યા એ બિરવા સામે જોઈને કહ્યું.."અંદર આવી જા..." અને પછી બારી થી દુર ખસી ગયાં..
બિરવા એ બંગલા ના મુખ્ય દ્વાર સુધી આગળ વધતાં અર્જુન ની તરફ નજર કરી આંખો ના ઈશારા થી એને બંગલા ની પાછળ ની બાજુ જવા કહ્યું..અર્જુને પણ અંગુઠો બતાવી હકાર માં પ્રતિભાવ આપ્યો.
ડેવિલ ના કહ્યા અનુસાર બિરવા બંગલા માં પ્રવેશી..અંદર પ્રવેશતાં ની સાથે જ બિરવા હોલ નું દ્રશ્ય જોઈ ને થોડો સમય માટે તો પોતાની જગ્યા એ જ અટકી ગઈ..હોલ ના મધ્ય માં બનાવેલી વર્તુળ અને એમાં રાખેલા લોહી ભરેલા કળશ ને જોઈ એકવાર તો બિરવા નું હૃદય અટકી ગયું.
હોલ ની એક બાજુ લોખંડ ના ટેબલ પર સાંકળ થી બાંધેલી અવસ્થામાં પીનલ ને જોઈ બિરવા ને પોતાની જાત પ્રત્યે નફરત પેદા થઈ કે આ શૈતાન ની વાતો માં પોતે કઈ રીતે આવી ગઈ?..શું વિચારી અર્જુન નો હસતો ખેલતો પરિવાર તોડવા પોતે તૈયાર થઈ હતી એ જ એને સમજાતું નહોતું.
બિરવા ની સામે જોઇને ડેવિલે કહ્યું.."તું એકદમ યોગ્ય સમયે આવી છો..મારી વિધિ નો મુખ્ય હિસ્સો પૂર્ણ થઈ ગયો છે..બસ આ કેમિકલ માં વિધિ થી તૈયાર કરેલ રક્ત ઉમેરી એનું મિશ્રણ તૈયાર કરું એટલે પીનલ ના શરીર માં નાંખવાનું દ્રવ્ય તૈયાર થઈ જશે..પછી તું પીનલ ને એ અવસ્થામાં જોઈ શકીશ જેમાં જોવાની તને ઈચ્છા છે..."
ડોકટર આર્યા ની વાત સાંભળી બિરવા થોડો સમય માટે તો દિશાશુન્ય બની ગઈ પણ અર્જુન જ્યાં સુધી પીનલ ને છોડાવી ને સુરક્ષિત જગ્યા એ ના લઈ જાય ત્યાં સુધી ડેવિલ ને પીનલ ના શરીર માં એ ખતરનાક કેમિકલ ઇન્જેકટ કરતો રોકવા કંઈક તો કરવું જ પડશે એવું મનોમન બિરવા એ વિચાર્યું પછી ડોકટર આર્યા ની સમીપ જઈને બિરવા એ કહ્યું.
"તમારો ખુબ ખુબ આભાર..તમારા લીધે જ હું મારા અર્જુન ને પામી શકીશ..આપનો ઉપકાર હું જીંદગીભર ભુલી શકું એમ નથી..."
"અરે એમાં ઉપકાર શેનો..આપણે બંને એ એકબીજા ની મદદ કરી છે..તારું કામ નીકળ્યું તો સાથે મારો પણ બદલો પુરો થવાનો જ છે..."ડોકટર આર્યા એ કહ્યું.
"તમે માનો કે ના માનો કે ના માનો પણ તમારા આ અહેસાન નીચે હું આખી જીંદગી દબાયેલી જ રહીશ.."આટલું કહી બિરવા ડોકટર આર્યા ને લપાઈ ગઈ.
"અરે આ શું કરે છે"?બિરવા ને ધક્કો મારી પોતાના થી અળગી કરીને ડોકટર આર્યા એ કહ્યું.
"તમારા આ ઉપકાર નો બદલો કઈ રીતે આપું એ તો મને ખબર નથી પડતી કેમકે અર્જુન ને મારી જીંદગી માં પાછો લાવી તમે જે કર્યું છે એ બદલ મારે મન તો તમે જ મારા માટે ભગવાન સમાન છો.. અને ભગવાન ને કોઈ વસ્તુ ની જરૂર ના હોય..પણ હું પ્રસાદ સ્વરૂપે મારી જવાની અને વર્જીનિટી તમને આપવા માંગુ છું.."બિરવા નો અવાજ અત્યારે કેફિયત ભરેલો અને નશામાં ડૂબેલો હોય એવો હતો.
બિરવા જ્યારે પોતાને વળગી હતી ત્યારે એના સ્તનયુગ્મ નો સ્પર્શ ડોકટર આર્યા ના દેહ ને હચમચાવી ગયો હતો..એ પણ અત્યારે બિરવા ને ભુખ્યા વરુ ની જેમ ફાડી ખાવા માંગતો હતો પણ અત્યારે મહાપરાણે પોતાની જાત ને કન્ટ્રોલ કરી ડોક્ટરે કહ્યું.."એ છોકરી તું આ શું કરી રહી છે એનું તને કંઈ ભાન છે..?"
"હા મને બધી ખબર છે હું શું કરી રહી છું..એક વાર તમારા અંદર સમાઈ જવું છે..તમારા શરીર ની ગરમી ને એકવાર મહેસુસ કરવી છે..ડેવિલ ની શૈતાનીયત મારા દેહ પર મહેસુસ કરવી છે..."આટલું કહી બિરવા એ પોતાની ટીશર્ટ ઉતારી ફેંકી..!!
એક બાવીસ ત્રેવીસ વર્ષ ની જવાન છોકરી ને પોતાની સામે આ હાલત માં ઉભેલી જોઈને ડોકટર આર્યા ની બુદ્ધિ જાણે બહેર મારી ગઈ..વર્ષો બાદ કોઈ સ્ત્રી સાથે શૈયાસુખ માણવા મળશે એ વિચારી ને ડોકટર આર્યા રોમાંચિત થઈ ગયો અને બિરવા ની નજીક જઈને એના માથાનાં વાળ જોર થી ખેંચી એને પોતાની નજીક ખેંચી લીધી.અને એનો ચહેરો ચૂમવા પોતાના ઘરડા હોઠ ને આગળ જ કર્યા.
"આહહહહ.. "વાળ ખેંચાવાથી બિરવા ને તકલીફ થતાં એના મુખે થી ચિત્કાર નીકળી ગયો.જેવો ડોકટર આર્યા એ એનો ગંદો ચહેરો પોતાની તરફ કર્યો એવો જ બિરવા એ ધક્કો મારી ને ડોકટર આર્યા ને સોફા પર નાંખી દીધા,અને પોતાની ટીશર્ટ ઉપાડી ને ઉપર ના રૂમ માં જવાના દાદર ચડવા લાગી.
"ક્યાં જાય છે..હું તને નહીં આજે તો નહીં છોડું.."વાસના નું ભુત હવે બરોબર નું ડોકટર આર્યા ના માથે સવાર થઈ ગયું હતું..સોફા માં થી ઉભા થઈને ડોકટર આર્યા પણ બિરવા ની પાછળ દોડીને દાદર પર ચડવા લાગ્યો..!!
***
આ તરફ અર્જુન બંગલા ના પાછળ ના ભાગ માં આવ્યો જ્યાં દીવાલ ને અડીને ઉગેલા આંબા ના વૃક્ષ પર ચડીને એ પ્રથમ માળ ની બાલ્કની માં આવ્યો..અર્જુન પોતાની સાથે જરૂરીયાત ના નાના મોટા સાધન રાખતો હતો જેમાં થી એક નાની આરી જેવું કટર કાઢી ને એને ધીરે ધીરે બાલ્કની માં આવેલ બારી ની સ્ટોપર કટ કરવાનું શરૂ કર્યું..બે..ત્રણ..ચાર..અને પાંચ મિનીટ માં તો સ્ટોપર કપાઈ ગઈ અને બારી માં થી કુદી ને અર્જુન અંદર આવ્યો.
રૂમ માં અંધારું હતું એટલે અર્જુને પોતાની જોડે રહેલી નાની ટોર્ચ લાઈટ નો પ્રકાશ રૂમ માં નાંખ્યો..આખો રૂમ ખાલી હતો..રૂમ માં કંઈપણ વસ્તુ અર્જુન ની નજરે ના ચડી..આ રૂમ માં થી આગળ જવાનો બીજો કોઈ રસ્તો શોધતાં અર્જુન ની નજર માં એક બીજો દરવાજો આવ્યો..અર્જુન ધીમા પગલે એ દરવાજા તરફ આગળ વધ્યો અને દરવાજો ખોલી ને બાજુ ના રૂમ માં આવ્યો.
આ રૂમ માં અલગ અલગ જુના જમાનામાં હોય એવા કલાત્મક કબાટ હતા..અર્જુને એ કબાટ માં શું હશે એ જાણવાની ઈચ્છા થઈ પણ અત્યારે પીનલ અને બિરવા બંને નો જીવ જોખમ માં હોવાનું યાદ આવતા એને એ વિચાર પડતો મુક્યો..અર્જુને જોયું તો આ રૂમ ની જમણી બાજુ ખૂણામાં એક નાનકડી સીડી મુકેલી હતી જે શક્યત નીચે જતી હતી.
બિરવા ના કહ્યા મુજબ ડોકટર આર્યા નીચે જ હોવો જોઈએ એ ગણતરી એ અર્જુન એ સીડી ઓ ઉતરી નીચે ઉતર્યો..નીચે ઉતરીને અર્જુને જોયું તો આ રૂમ માં સાવ અંધારું તો નહોતું..પણ વધુ અજવાળું પણ નહોતું..આ રૂમ માં નાનકડા બલ્બ ના પ્રકાશ માં રૂમ માં રાખેલી વસ્તુઓ દ્રશ્યમાન થતી હતી.આ એજ રૂમ હતો જેમાં થી પસાર થઈને બિરવા હોલ માં આવી હતી.
રૂમ માં એક ૫૬ ઇંચ નું LCD ટીવી અને ટેબલ પર પ્રિન્ટર,ટાઈપ-રાઈટર,કોમ્પ્યુટર અને લેપટોપ અર્જુન ની આંખે ચડ્યાં.. ડોકટર આર્યા આ મશીનો ના ઉપયોગ થકી જ પોતાને મોકલાવતા લેટર ટાઈપ કરતો હશે એવું અર્જુને મનોમન નક્કી કરી લીધું.
બહાર થી બિરવા નો અવાજ આવતો અર્જુન ના કાને પડ્યો એટલે પોતે બંગલા ના મુખ્ય હોલ ની બાજુ ના રૂમ માં છે એ વાત ની અર્જુન ને ખબર પડી..અર્જુને કી હોલ માં થી જોયું તો બહાર નું દ્રશ્ય જોઈ એક વાર તો અર્જુન સમજી જ ના શક્યો કે આ બધું શું થઈ રહ્યું છે..??
બિરવા પોતાની ટીશર્ટ ઉતારી ડોકટર આર્યા ની સામે ઉભી હતી..ડોકટર આર્યા નો દેખાવ પણ અત્યારે કોઈ સાધુ જેવો લાગી રહ્યો હતો..કપાળ પર ચાંદલો,શરીર પર ભસ્મ અને વસ્ત્રો માં ખાલી નીચે ધોતીયા જેવા અંગરખા માં ડોકટર આર્યા ને જોઈ અર્જુન ને તો પારાવાર અચરજ ઉભરી આવ્યું.
"બિરવા ડોકટર નું ધ્યાન ભટકાવવા આ બધું કરી રહી હોય એમ લાગે છે.."અર્જુન ધીરે થી બબડયો.
બિરવા દોડીને ઉપર જતી દાદર ચડી અને ડોકટર આર્યા પણ દોડીને એની પાછળ ગયો એ અર્જુને જોયું એટલે એ તરત હળવેથી પોતે હાજર હતો એ રૂમ નો દરવાજો ખોલી દબાતા પગલે બંગલા ના મુખ્ય હોલ માં પ્રવેશ્યો.
અર્જુને મુખ્ય હોલ માં જઈને જોયું તો હોલ ના મધ્ય માં એક વિચિત્ર વર્તુળ બનાવેલું હતું જેની ફરતે રક્ત ભરેલાં કળશ રાખેલાં હતાં.. અર્જુન ને વર્તુળ ની મધ્ય માં રહેલું આસન અને ખોપરીઓ જોઈ એ સમજતાં વાર ના થઈ કે આ વુડુ વિધિ ની તૈયારી માટે કરાયું હતું.
એક પાત્ર માં કોઈ કેમિકલ હતું જેમાંથી ધીમી ધીમી વરાળ નીકળી રહી હતી..આ એજ કેમીકલ હોવું જોઈએ જે પીનલ ના શરીર માં ડોકટર આર્યા ઇન્જેકટ કરવાનો હતો.!!અર્જુને મનોમન આવું વિચાર્યું.કેમિકલ ની જોડે ટેબલ પર ચાંદી ના એક પાત્ર માં લોહી હતું અર્જુન ને એ લોહી ના વિશે કંઈ સમજ ના આવી.
આ બધા પર થી પોતાનું ધ્યાન બીજી તરફ વાળતાં અર્જુન ની નજર પીનલ પર પડી..હાથ અને પગ ને સાંકળો થી બાંધી ને પીનલ ને એક મોટા લોખંડ ના ટેબલ પર સુવડાવવામાં આવી હતી..પોતાના લીધે પીનલ આ મુસીબત માં મુકાઈ છે એ વિચારી અર્જુન ની આંખો ઉભરાઈ આવી.
વધુ વિચાર્યા વગર અર્જુન પીનલ ની જોડે ગયો અને એના ચહેરા ને પોતાના હાથ માં લીધો..પીનલ નો શ્વાસોશ્વાસ હજુ ચાલુ હતો એ જોઈ હર્ષ થી અર્જુન ની આંખો ભરાઈ આવી..અર્જુને આજુબાજુ નજર કરી તો સોફા ની બાજુ માં રાખેલી ત્રિપાઈ પર પાણી નો જગ પડ્યો હતો એ લઈને અર્જુન પીનલ ની નજીક આવ્યો અને એના સુકાઈ ગયેલાં ચહેરા પર પાણી નો છંટકાવ કર્યો..!!
ચાર પાંચ વાર પાણી છાંટતા પીનલ ઊંઘ માં થી ઉભી થઈ હોય એમ આંખો ખોલી ને અર્જુન ની તરફ જોવે છે..પીનલ કંઈક બોલવા જતી હોય છે પણ અર્જુન આંગળી હોઠ પર મૂકી એને ચુપ રહેવાનું સુચન કરે છે.
અર્જુન ને જોઈ પીનલ ના ચહેરા પર હાસ્ય ઉભરાઈ ગયું..અને આંખો માં આંસુ..અર્જુને આજુબાજુ બધે નજર કરી પણ સાંકળ ખોલવા ની કોઈ ચાવી નજરે ના પડી.".પીનલ ને અહીં થી છોડાવી સલામત જગ્યા એ પહોંચાડી બિરવા ને બચાવવા અને ડેવિલ નો ખાત્મો કરવા જેમ બને એમ જલ્દી આવવું પડશે"આવા વિચારો અત્યારે અર્જુન ના મન માં ચાલી રહ્યા હતાં.
અચાનક કંઈક યાદ આવતાં અર્જુને પીનલ ના માથામાં હાથ ફેરવ્યો અને એક હેર પીન હાથ માં લઈને હસ્યો..આજે બાબર કરી ને એક ચોરે શીખવાડેલી ટેકનીક પોતાની પત્ની ની જીંદગી બચાવવાની હતી એ વિચારી અર્જુન ને કિસ્મત નો ખેલ સમજાતાં હસવું આવી રહ્યું હતું..અર્જુન કેમ અત્યારે હસતો હતો એતો પીનલ ને સમજાયું નહીં પણ હવે પોતાને કંઈ નહીં થાય એ વાતે પીનલ આશ્વસ્થ હતી.
અર્જુને હેર પીન નો ઉપયોગ કરી એક પછી એક બધી સાંકળો ના બંધન માં થી પીનલ ને આઝાદ કરી..અને જેવી પીનલ આઝાદ થઈ એવા બંને પતી પત્ની એકબીજાને વળગી પડ્યા..બંને ની આંખ માં થી અત્યારે સુખ ના આંસુ વહી રહ્યા હતા..ક્યારેક અર્જુન પીનલ ના ચહેરા ને ચુમી લેતો તો ક્યારેક પીનલ અર્જુન ના..થોડો સમય આમ જ બંને પરસ્પર પ્રેમ નું આદાનપ્રદાન કરતાં રહ્યાં.
"પીનલ ચાલ અહીં થી જલ્દી નીકળવું પડશે.."થોડીવાર પછી પીનલ ને ટેકો આપી બહાર જતાં બંગલા ના મુખ્ય દરવાજા તરફ લઈ જતાં અર્જુને કહ્યું.
બંને ત્યારબાદ બહાર કમ્પાઉન્ડ માં આવ્યા..અર્જુને પીનલ ને લઈને ગેટ સુધી આવ્યો..પીનલ અત્યારે પ્રેગ્નેન્ટ હોવાથી એને દીવાલ ચડાવવાનું જોખમ લેવા અર્જુન માંગતો નહોતો એટલે એને હળવેથી લોખંડ નો ગેટ ખોલ્યો અને પીનલ ને જ્યાં એક્ટિવા છુપાવ્યું હતું ત્યાં જઈ રાહ જોવા કહ્યું.
પીનલે અર્જુન ની તરફ જોઈને કહ્યું.."હું રાહ જોઉં??તો તમે ક્યાં જાઓ છો..?"
"પીનલ હજુ મારુ કામ અધૂરું છે..બિરવા હજુ અંદર છે..એને ડેવિલ ના સકંજામાં થી છોડાવી ડેવિલ નો ખાત્મો કરીશ ત્યારે જ મારું કામ સંપૂર્ણ રીતે પૂરું થશે.."અર્જુને પીનલ નો હાથ પોતાના હાથ વચ્ચે મૂકીને કહ્યું.
"શું..?બિરવા ને બચાવવા..એનો મતલબ તમને હજુ ખબર નથી કે એ હરામખોર ના લીધે જ હું અહીં ફસાઈ હતી.."પીનલ ના અવાજ માં ગુસ્સો અને આશ્ચર્ય બંને હતું.
"હા પીનલ,હું જાણું છું કે તને અહીં લાવવામાં બિરવા નો પણ હાથ છે..પણ બિરવા ને પોતાની ભુલ સમજાઈ ગઈ છે અને એ એનો પસ્તાવો પણ કરી રહી છે..અત્યારે તને બચાવવા એને પોતાની ઈજ્જત અને જિંદગી બંને દાવ પર લગાવી મુકી છે..મારે જેમ બને એમ એને બચાવવી જ પડશે.."અર્જુને કહ્યું.
પીનલે થોડો સમય ચુપ રહ્યાં બાદ અર્જુન ની આંખો માં આંખ પરોવી ને જોયું અને પછી કહ્યું..
"પણ તમને કંઈ થઈ જશે તો...એ વ્યક્તિ બહુ ખતરનાક છે.."
"અરે પાગલ મને કંઈ નહીં થાય..હું તને પ્રોમીસ આપું છું કે હું સહી સલામત પાછો આવીશ..તું ત્યાં છુપાઈને ઉભી રે..નાયક અને બીજા પોલીસ કોન્સ્ટેબલ હમણાં આવતા જ હશે..આઈ લવ યુ.." પીનલ ના કપાળ ને ચુમતા અર્જુને કહ્યું.
"આઈ લવ યુ ટુ.."પીનલે ધીરે થી કહ્યું..અને પોતાનો હાથ છોડાવી બંગલા માં પ્રવેશતાં અર્જુન ની પીઠ તાકતી ત્યાં જ ઉભી રહી..!!!!
***
To be continued....
બિરવા કઈ રીતે પોતાની આબરૂ ને અર્જુન આવે ત્યાં સુધી સાચવી શકશે? ડોકટર આર્યા બિરવા ની ચાલ ને સમજી શકશે? અર્જુન કઈ રીતે ડેવિલ નો ખાત્મો કરશે?આખરે અંત માં શું થશે?? જાણવા માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..!!
બસ હવે આ નોવેલ પોતાના અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકી છે..અત્યાર સુધી આપ સૌ નો અપાર પ્રેમ મળતો રહ્યો એ બદલ તમારા બધાં નો ખુબ ખુબ આભાર. whatsup પર આવતાતમારા મેસેજ મને લખવાની પ્રેરણા પુરી પાડતાં રહ્યાં. હજુ પણ વધુ સારું અને કંઈક નવું લખવાનો પ્રયત્ન કરતો રહીશ..ટૂંક સમય માં તમારા માટે એક નવી રચના લાવી રહ્યો છું..આપ આપના કિંમતી અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો...
ઓથર :- જતીન. આર. પટેલ