premni paribhasha part-9 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | પ્રેમની પરિભાષા ભાગ-૯

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા ભાગ-૯

 " માનસી ઘરે આવી ને હોલ મા જઇને નીચે બેસી પડી, હ્રદયમા આજે મોટો દાવાનળ ફેલાઇ રહ્યો હતો કોની આગળ જઇને ખુલ્લા દિલે યે રડીને મન હળવું કરી શકે એવું મન ને માનવાંની કોશિશ કરી રહી હતી. આંખ માંથી એક ટીપું બહાર આંસુનું નીકળી રહ્યું હતુ તેને બહુ રોકવાની કોશિશ કરી પણ એ રોખાવાની ના પાડી રહયુ હતુ માનસી ને .."

' મન્નૂ...'ત્યાં જ નિલેશ આવી ને તેણી બાજું મા બેસી જાય છેં અને તેને સમજાવે છે..

'"
મન્નૂ આમ હારી ના જા..હુ ને નીતા તારી સાથે જ છીએ,મને નીતા એ બધું જ કહી દીધું છે. અને આમ મને એવું લાગે છેં કે તારે એબૉશન કરાવીને તારી આ જીંદગી ને કોઈ એ કરેલી ભૂલને કારણે ગુમાવવી નાં જોઈએ... 'નિલેશ'.

"હાં.. હુ પણ એને એજ કહેવા માંગું છું નિલેશ પણ અત્યારે એને થોડો સમય આપો વિચારવા માટે.." 'નિતા '.
મન્નૂ...ને બંને સમજાવી ને એક ઉમ્મીદ બાંધવે છેં.!!

"નીતા માનસી ને જમવા માટે બોલવા જાય છે. માનસી ઉદાસ હૈએ જમવા માટે આવે છે પણ તબિયયત સારી લાગતી નથી તો પણ જમે છેં દી ..જીજુ નું માન રાખવા માટે..."!!

...મન્નૂ અંમે તારા આવનાર સંતાન માટે એક નિર્ણય લીધો છે જો તારી મરજી હોય તો અને અમારી વાત યોગ્ય લાગે તો સાથ આપીશ??? 'નીતા'..

"હાં દી કેમ નહીં,અને તમે તો મને અત્યારે સગી બહેન ની જેમ રાખી ને સાથ આપી રહ્યાં છો અત્યારે પોતાનુ સગુ પણ જાકારો આપી દે છે અને તમે તો મારા માટે બહુ વિશેષ મહત્વના છો.." માનસી"..
  "મન્નૂ અમને આ પ્રેમ પણ બહુ પ્રયત્ન કરી ને મળ્યો છેં. .કેટલી દવા અને દુવા નું પરીણામ એ પ્રેમ છેં," ડોક્ટર એ તો નીતા ને બીજું બાળક નહીં થાય એવું પણ કહી દીધું છે... અમે પણ હવે કુદરત સામે હાર માની લીધી છે. અમારાં માટે તો આ એક પ્રેમ જ  દુનિયા હાતી પણ એ દુનિયા મા અમે તારા આવનાર સંતાન ને અપનાવા માંગીએ છીયે ભલે તુ એની જન્મ માતા હોય પણ અમે પાલક માતા પિતા બનવા માંગીએ છીએ..જેથી તારી આગળ ની જીંદગીમા બસ પાનખર ની ઋતુ જોવા નાં મળે અને બસ વસંતની મહેક જ હોય..."  નિલેશ'.

"હા મન્નું નિલેશ સાચું કહે છેં .." શુ અમે તારા આવનાર બાળક નાં માતા પિતા બની શકીયે છીએ. ????? ' નીતા'.

  " હાં દી... આજથી આ આવનાર બાળક નાં માતા પિતા તમેં બન્ને જ છો.. માનસી ખુશી થી નીતા ને ગળે લાગી ને રડી પડી"  

   " અને  મન્નું અહિ મુંબઈ મા કોઈ તને તારા આ બાળક વિશે પૂછવાની જરૂર પણ નહીં સમજે અને નવ મહિના પછી તારા આ બાળક ની બધી જવાબદારી માંથી મુકત થયી જઇશ અને પછી એ અમારી જવાબદારી હશે. ..અને હાં ત્યાં સુધી તુ ગુજરાત પણ નાં જઇશ..કેમ કે ત્યાં સુધી આપણે છુપાવીને રાખીશું .અને કોઈ જાણીતા મા પણ તુ pregnet છેં એવું બહાર આવુ જોઇયે નહીં નહીતો તારી જીંદગી મા બીજાં લોકો નાં મહેણાં સિવાય બીજુ કાંઇ નહીં રહે.. " નીતા".
   " હાં દી... માનસી ખુશી થી બન્ને નો આભાર માને છે"...

  
માનસી ઓફીસ થી ઘરે ...અને...ઘરે થી ઓફીસ બસ આ જ એનો રૂટીન ક્રમ બની ગયો હતો. કોઈ ને મળવું નહીં અને ઓફીસ મા પણ લોકો સાથે જરુરી જ વાતો કરવા લાગી..
ડૉક્ટર સીમા જોડે ચેકઅપઃ કરવા નીતા જોડે જતી અને નીતા બાળક નો જન્મ પછી તેણી માતા નો અધિકાર લેવાની હતી એ વાત ડૉક્ટર સીમા જાણતા હતા. આમ ત્રણ મહિના માનસી ને પૂરા થવા આવ્યાં હતાં .

  કંપની મા કાંઈક ખોટ જવાથી અત્યારે તેં મોટુ નુકશાન ભોગવી રહીં હતી તો બીજી તરફ નીતા નાં સાસુમા મુંબઈ રહેવા આવી જવાના હતાં , તેમની તબિયત બગડી જવાથી અહિ ઇલાજ માટે રહેવાના હતાં .. માનસીની આ હાલત ની જાણ તેનાં સાસુ ને થાય તો તેને દરરોજ માટે આ ઘરમાં એક એક દિવસ કાઢવો મુશ્કિલ બની જાય તેમ હતો..

   " મન્નું મારા સાસુ અહિ રોકવા આવવાના છેં અને જો તારી આ હાલત ની જાણ એને થશે તો તને બહુ મુશ્કેલી ઊભી થશે... મને બહુજ ચિંતા થયાં કરે છે, અને એનો સ્વભાવ થોડો કડક છે તો હુ પણ એની કડવી વાતો માંડ માંડ સાંભળું છું પણ તારા થી એ સહન નહીં થાય ..એની કડવી વાતો ની અસર મારા આવનાર બાળક પર થશે એ બાબત મને બહું જ હેરાન કરી રહીં છેં!!" ...'નીતા:'..

"
હાં દીદી હુ પણ તમારા જેવી જ હાલત મા છું ખબર નથી પડતી કે હુ શુ કરુ.. . ઍક મુસીબત સામે લડવાની કોશિશ કરું છું તો સામે બીજી મુસીબત રાહ જોઈને ઊભી છે".. 'માનસી.

    ""કેમ મન્નૂ શુ થયુ છે તું બીજી કઈ મુશ્કેલી ની વાત કરી રહીં છેં..નીતા પ્રેમ ને હોમવર્ક કરાવતા કરાવતા માનસી ને પૂછી રહીં હતી""...!!!!
 
  " દી કંપની હવે બંધ થવાની સંભાવના ધરાવે છે તેં બહુ મોટુ નુકસાન નો સામનો કરી રહીં છેં અને ઘણાં બધાં લોકો ઓફીસ  જોબ છોડી ને ચાલ્યા ગયા છેં બીજી કંપની મા નોકરી કરવા અને અમને છેલ્લે બે મહિના થી સેલરી પણ નથી મળતી..!!"
'માનસી'.
  "ઓહઃ..." એક નિસાસો નાખી ને નીતા માનસી સામે જોઇ ને તેની અંદર ચાલતું મુશ્કેલી નું જહાજ આવી રહ્યુ છેં એવો ભાસ થાય છેં!..
""હુ રાતે નિલેશ ને તારી નવી જોબ ક્યાંક શોધી આપે એવું હુ કહું છું ઓક તુ ચિંતા ના કર અને હુ તને જે ચેક આપુ એ કાલ તારા પપ્પા નાં અકોઉન્ટ મા નાખી આવજે ઓક...કેમકે એમને જરૂર હશે!!" ' નીતા'  .
   'નાં નાં નીતા દી હુ તમારાં પૈસા નાં લયી શકુ અને આમ પણ તમે અમારાં માટે ગણું કર્યું છે અને મારા આવનાર બાળક ને દુનિયા આગળ તમારુ નામ પણ આપ્યું છેં  હુ સ્વીકાર ની કરૂ પ્લીઝ દી"..  'માનસી' ..
  "તને લેવો જ પડશે તારા આવનાર બાળક માટે" નીતા,.
માનસી સ્વીકારી લે છે ચેક... નીતા માનસી ને આરામ કરવા માટે કહી ને એ જાય છે.

માનસી આજે માન ને બહુ યાદ કરતી હોય છે દિવસ જેમ જય છે અને બાળક મોટુ થયા કરે છે તેમ તેમ માનસી માન ને ભૂલવાની કોશિશ કરે છે તેમ વધું તેણી યાદ મા હ્રદય પ્રેમ કરે છે !!!!
 
  થોડા દિવસ પછી નિલેશ માનસી ને લાયક જોબ મળે છે પણ મુંબઈ ની દુર હોય છેં અને એ પણ પુના માં .જયાં નિલેશ નાં કાકા ની કંપની માં હોય છેં નિલેશ આ વાત માનસી ને જણાવે છે..
  "ઓક જીજુ હુ ત્યાં જઈશ જોબ માટે અને આમ પણ મને આ ઘર મૂકવું જ હતું.".. . ' માનસી'.
  "કેમ મન્નૂ !?? આવું બૌલી રહીં છે તને અમે સારી રીતે નથી રાખતાં " ... ???? ' નીતા'.

"" રાખો જ છો બહુજ સરસ રીતે પણ મારા કારણે હુ તમને વધારે પરેશાન કરવા નથી માંગતી!!  કેમ કે તમારાં સાસુ આવી જશે તો મારી આ હાલત વિશે ખબર પડશે તો એ મારા કરતાં તમને બનેં ને વધારે સાંભળાવશે.. એનાં કરતાં હુ અહીંથી જવું એજ યોગ્ય છે...  ".. ' માનસી'.

'માનસી નાં બહુ સમજાવ્યા પછી નીતા માની .' ત્યાં પુના માં નેહા રહેતી હતી જે માનસી ની ઓફીસ ફ્રેન્ડ હતી એ ત્યાં જોબ કરતી હતી. તો ત્યાં રહેવા માટે માનસી કૉલ કરીને પુના માં રહેવા માટે જણાવી રહી હોય છેં.નેહા જે કંપની મા કામ કરતી હતી એજ કંપની મા માનસી જોબ કરવા જવાની હતીઃ.. અને નેહા એકલી જ એક 1bhk ફ્લેટ ભાડે રાખી ને રહેતી હોય છે જેનાં કારણે માનસી નાં રહેવાની વ્યવસ્થા તેનાં ફ્લેટ મા થયી જાય છે.. નેહા  માનસી ની તબિયત સાચવશે ત્યાં તો નીતા ને રાહત હતી કેમ કે ..એ આવનાર બાળક ની માતા પહેલાથી જ બની ગયી હતી..!!

"  માનસી નીતા ના ઘરે થી ભારે હૈયે વિદાય લે છે અને નીતા બાળક ને સાચવવાની સલાહ આપે છે અને આવનાર બાળક ને માનસી પણ એટલો પ્રેમ નોતી કરતી એનાથી વધારે નીતા કરતી હતી... પ્રેમ ને માનસી ભારે હ્રદયે દુર કરે છે એ પણ માનસી થી માંડ દુર થાય છે... નીતા માનસી ને ખુશી ખુશી વિદાય આપે છે.  નિલેશ માનસી ને મુકવા પુના  જાય છે'...

   "ગાડી  મુંબઈ પુના નાં રસ્તા ઉપર માનસી અને તેનાં આવનાર બાળક નાં કિસ્મત ને પૂરા વેગ  મા ભગાવી રહ્યુ હતુ....."

વધું આવતાં અંકે..

પુના જઇને માનસી નાં જીંદગી મા નવો વળાંક શું હશે?
શુ માનશી માન નાં પ્રેમ ને ભૂલી જશે કે પછી નવી રીતે માન અને માનસી નાં પ્રેમ નો  ઉદય થશે??? કેવી હશે માનસી ની આગળની જીદગી ની રેસ!!!
??
'જણવા વાંચતા રહો ..પ્રેમ ની પરિભાષા ...'

thank you.... વાંચક મિત્રો ને ...વાંચક મિત્રો તમારાં અમુલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં...