એ કોણ હતું ?
મેહુલ ડોડિયા
જીવતા ના આવડ્યું તો અફસોસ નથી મરવાનું તો આજે પણ આપણા હાથ માં નથી તૃષ્ણા કદીપણ છેલ્લી આસ સુધી જવાની નથી ભલે ના બુજાય પણ આ જીજીવિષા મટવાની નથી.
Hasmukhlal Amathalallal
હસમુખલાલજી ના શબ્દો સાચા જ પડતા દેખાય છે જીવનમાં ઉતાર ચડાવ તો આવવા ના જ છે અને માણસ ઘણી વાર તે સમજવા માં ખૂબ મોડું કરી બેસે છે અને મૃત્યુ સુધી પોહચી જાય છે પણ કવિ જેમ કહે છે તેમ મરી જવું એ પણ સહેલું નથી, જો આપનો જન્મ લેવો એ આપણા હાથમાં નથી તો મૃત્યુ કેવી રીતે હોય ? ભલે સરકારે મરવાના હક્ક આપીયા પણ ઉપરની હાઈ કોર્ટ માંથી આદેશ આવે ત્યારે જ મૃત્યુ પામી શકીયે ભલે એ આત્મ હત્યા હોય કે કુદરતી હોય કે બીમારી હોય...!! Genevan ના તત્વજ્ઞાની રુસો (Jean-Jacques Rousseau) તેમની કૃતિ (The Social Contract) માં કહે છે કે,
"Man is born free, and everywhere he is in chains."
માણસ ભલે એકલો જન્મીયો હોય પણ તે હરેક સમયે તે કોઈના ને કોઈના ચેન માં બંધાય છે જ્યારે હસમુખલાલજી પણ એ જ વાત કહે છે માણસ જીજીવેષા ક્યારેય છોડતો નથી એટલે જીવવા ની માયા છોડી શકતો નથી. અહીં મેહુલ ડોડિયા પણ એ જ વાત કહે છે કે માણસ ના વિચારો પોઝિટિવ અને નેગીટિવ બે રીત ના હોય છે અને નેગેટિવ વિચાર માણસ પર હાવી થઈ જાય છે અને તેની વાત માની ને ન કરવાનું કરી બેસી જાય છે જ્યારે એ જ વાત આપણે અમેરિકન લેખક Edgar Allan Poe ની ટૂંકી વાર્તા માં આપણે મળે છે કે માણસ નો ગુસ્સો કેટલી હદ સુધી વધી જાય છે અને ન કરવાની વસ્તુ કરી બેસે છે. Poe ની વાર્તા સરખામણી ન જ થઈ શકે પણ હા તેની Main Theme 'Wish to Death' અહીં લાગુ પડી શકે. પણ મેહુલ અંતે મૃત્યુ નથી દર્શાવતા પણ જીવવા ની આશ બતાવે છે. બધા જ ટેનશન માં માણસ ને જીવવા કરતા મરવાં વિચારો વધારે કરતા હોય છે અને કોઈક તો એમના જીવન માં કોઈક તો એવું હોય જ તે જે તેની વાત માને અને તેમની સાથે હદયમુકી ને વાત કરે શકે. શુ મરણ જ ટેન્શન નો અંતિમ ઈલાજ છે ? ના આપણે એમ સમજીએ છીએ કે આપણા હોવા કે ના હોવા પર કોઈ ફરક પડતો નથી, પણ આપણે ભૂલી જઈએ છીએ કે કોઈક આપણા હસતા જોવા માટે આપણું પરિવાર રડતું હોય છે, આપણી અસ્તિત્વ ભલે કશું ન હોય સમાજમાં, સૃષ્ટિમાં પણ આપણા માતા પિતા, ભાઈ બહેન, પ્રેમિકા/પ્રેમી, પતિ, પત્ની માટે આપણું અસ્તિત્વ ખૂબ જ મૂલ્યવાન છે. અહીં મેહુલ દ્વારા અંતમાં આપણે પ્રશ્ન મૂકી ને જાય છે કે એ પ્રકાશિત પ્રભા વાળી વ્યક્તિ કોણ છે ?
એ કોણ હતું...
~ અબુલહસન આબેદી
' હું કોણ છું ? '
' મારુ અસ્તિત્વ શું છે ? '
' શુ સંબંધ સાચવવામાં નિષ્ફલ જાવ છું ? '
' હું કેમ ચાહું તે કરી શકતો નથી ? '
' હું મોમ ડેડ ના સપના પુરા કરીશ શકીશ ? '
' કેમ મને બધા સમજી શકતા નથી ? '
' કેમ મારુ ભૂતકાળ મને વર્તમાન માં જીવવા દેતું નથી ? '
' શુ હું માણસ નથી ? '
' શુ મારે જીવવા નો હક્ક નથી ? '
રાતના ૨ વાગીયા છે , મિહિર ઘનઘોર અંધકાર માં આરામ ખુરશી પર બેઠો છે, ઓરડામાં રહેલા ફર્નીચર જાણે જીવંત બનતી હતી, મિહિર સિલિંગ તરફ આખો ફાડીને જુએ છે આંખ માંથી જીણા જીણા આંસુ ઝરે છે. પ્રશ્નો ની જાળ મિહિર ને હૂબહૂ દેખાય છે. ગુંચવણ રૂપી તલવાર મિહિર ના કલેજા પર સતત વાર કરતા હતા, સતત ૨ કલાક થી મિહિર વિચારો માં ઊંડો ઉતરી ગયો છે કે બહાર નિકળવુ મુશ્કેલ બની ગયું,
' શુ હું કોઈ જ કામ નો નથી, મારે શુ કરવું જોઈએ ?
મિહિર આરામ ખુરશી પરથી ઉભો થાય છે અને અંધકારમય ઓરડીમાં અરીસા સામે જઈને ઉભો રહે છે અંધારું એટલું ઘણઘોર હોય છે કે ફર્નીચર પણ જોવું મુશ્કેલ બને એવી સ્થિતિમાં તે અરીસામાં પ્રતિબિંબ જોવા મથે છે. એક ક્ષણ માટે તો કોઈ જ દેખાતું નથી પણ બીજી જ ક્ષણે તે અરીસા માં કોઈ સામે આવીને ઉભું રહી જાય છે. મિહિર એ વ્યક્તિ ને જાણતો જ ન હોય તેમ તેને સ્પર્શ કરવા જાય છે પહેલા ચહેરા પર સ્પર્શ કરે છે ત્યાં જ તે ફરી પ્રશ્નો યાદ આવે છે એટલે એ ભુલાવવા તે બને હાથે ચહેરો ઢાંકી દેવા ની કૌશિષ કરે છે પણ જેવો તે ચહેરો સંતાયો છે કે નહીં તે જોવા બાજુ માંથી જોવે છે તો તે અરીસા માં ફરી તે જ પ્રતિબિંબ ડોકિયું તાને છે અને જોર જોર તે તે હસવા માંડે છે મિહિર તેમના મુખ પર હાથ મૂકી રડવા માંડે છે જ્યારે પ્રતિબિંબ ખડખડાટ હસે છે. હજુ તે ડુસકા ભરતો હોય છે ત્યાં જ તેમની ડાબી તરફ થી કોઈ સહારો આપે છે...
' ના મિહિર ના, તારે જીવવા નો કોઈ જ હક્ક નથી, તારી માટે દુનિયા પુરી થઈ ગઈ છે તારી જરૂરત હવે કોઈને નથી '
મિહિર મો ઉંચુ કરીને ડાબી તરફ જુએ છે તો પોતાનો જ પ્રતિબિંબ હતો જે મિહિર ની નકારાત્મક વિચાર હતો (bad Angel) હજુ કશું બોલે ત્યાં જ જમણી તરફથી કોઈક બોલ્યુ,
' ના મિહિર તું એમની વાત ન સાંભળીશ, તારે સંપૂર્ણ હક્ક છે જીવવા નો.. આવી નાની નાની વાતોમાં હાર ન માનીશ. હજુ તારે બધા ની આસ-અપેક્ષા પુરી કરવાની.. '
મિહિર એ તરફ જુએ છે તો સફેદ વાઘા માં ત્રીજો મિહિર ઉભો છે જે મિહિર ની સકારાત્મક વિચારો હતા. મિહિર ગુંચમાં પડ્યો કે આ બધું થાય છે શુ હજુ વિચારતો હતો ત્યાં જ તેમની પાછળ થઈ અપ્સરા આવી અને તે બેડ એન્જલ નો સાથ આપવા માંડી. મિહિર એ તરફ વળે છે અને સાંભળવા માંડે છે ગુડ એન્જલ તેમની વાત કાપતા,
' મિહિર, આજ તું એકલો છો તો શુ થયું !! તું આ દુનિયામાટે સ્પેશ્યલ છે અને હમેશા રહીશ તારી પાસે અપાર શક્તિઓ છે જે બીજા પાસે નથી તેને વિસકાવ અને ખુશ રે, તું આવી રીતે હાર ન માની શકે. તું મજબૂત યુવાન છે '
' શક્તિ...! ના એમના માં શક્તિ નથી, છેતરપિંડી સિવાય તેમના માં કોઈ જ શક્તિ નથી. તું તારા જીવનમાં કશું પણ કરવા સક્ષમ નથી એ નિષ્ફળ માણસ છે ! "
અપ્સરા ગુડ એન્જલ નો વિરુદ્ધતા દર્શવતા કહીયું, મિહિર ફરી અપ્સરા સામે જુએ છે
' હા મિહિર હા, હું તને જ કહું છું. તારી પાસે કોઈ skill નથી તારો કોઈ હેતુ નથી. તારી પાસે શકિત છે પણ બીજા ની લાગણીને ઠેસ પોહચડવાની, બીજા ના દિલને તોડવાની. તારો કોઈ સિદ્ધાંત નથી ધ્યેય નથી તો તું જીવે છે જ શુ કામ ? '
બેડ એન્જલ ગુડ એન્જલ નું મુખ પર હાથ મૂકીને તેની બોલતી બંધ કરી કરી દીધો, મિહિર ત્યાંથી દૂર હટીને ફરી તે ખુરશી તરફ જાય છે અને ગ્લાસ માં દારૂ કાઢયો અને એક ઘૂંટમાં પૂરો કર્યો. અપ્સરા તેની પાછળ- પાછળ ફરતી હતી.
' બીજા ને નડવા કરતા અને ઠેસ પોહચડવા કરતા મરી જવું સારું... You should comitted Suicide '.
'ના મિહિર આવી ભૂલ ક્યારેય ન કરીશ, તારો સુંદર પરિવાર છે, જીવનસાથી આવશે, તારો પણ પરિવાર હશે, તેમની માટે તારે જીવવાનું છે, તારી સમાજ ને જરૂર છે પરિવારને જરૂર છે , દુશ્મનો ને તારે કશું કરી દેખાડવાનું છે આવી રીતે હાર માનીને સીધી જીત તું કોઈને ના આપી શકે, છોડ આ દારૂ અને બહાર જા અને ફ્રેશ થઈ જા. બધું ટેન્શન જતું રહશે..'
ગુડ એન્જલ મુખ પર થી હાથ હટાવી અને બોલે છે મિહિર તેની તરફ જુએ છે. મિહિર તેની વાત સાંભળે છે ત્યાં જ અપ્સરા દારૂનો ગ્લાસ ભરી ગુડએન્જલ ની મો પર ફેંકે છે ગુડ એન્જલ બોલતો બોલતો અદ્રશ્ય થઈ જાય છે મિહિર ખૂબ જ ગુંચવણમાં છે કે કોની વાત સાંભળું ! શુ કરું ! બે ક્ષણ માટે તે ફરી વિચારોમાં જતો રહે છે અને ટેનશન માં ગ્લાસ નહિ પણ પુરી બોટલ મુખ પર માંડે છે એક ઘૂંટ માં સંપૂર્ણ બોટલ ખાલી કરવાના ઇરાદે તે પીવા માંડે છે પણ તે હાંફી જાય છે. એટલે બોટલ જોર થી ટેબલ પર પછાડે છે. મોમાં થી લાલ પડતી હોય છે, લાલ ચટક આખો માંથી અશ્રુ વહેતા હોય છે. મુખ પર હાથ ફેરવે છે ત્યાં જ બેડ એન્જલ ફરી તેને ઉકસવવાનું શરૂ કરે છે
' મિહિર, ખોટું ટેનશન ના લે અને આ લે દવા પી જા બે મિનિટ દુઃખી થઈને નરક લોક પ્રાપ્ત કરીશ આ રોજે રોજ પીડાવવુ તેની કરતા આજે જ પુરી કરી નાખ આ જિંદગી..!!'
' ના તેમનાથી થઈ પણ વિશેષ મારી પાસે ઉપાય છે આ લે તેજાબ પી જા'
'મિહિર બીજા ને નડવા કરતા મરી જવું સારું, આમેય તારી જરૂર કોઈને નથી ખોટો સમય ના પસાર કર અને અમારી જોડે આવ...!!'
' તું જીવે કે મારે કોઈને પણ કશો જ ફરક પડતો નથી..!!'
' હા મિહિર હા, તારા સગા સંબંધી વધુ ને વધુ ૧૦ દિવસ રડશે અને દસમાં દિવસે વરસી વાળી , નદીમાં હડકા ફેંકી, ફરી બધા ખુશ થઈ જશે ...!!'
(મિહિરની આસ પાસ અપ્સરા અને બેડ એન્જલ ફરી તેને ગુંચવણ માં નાખે છે)
' તારું અસ્તિત્વ કાઈ જ નથી, તું ખોટી માયા ન બાંધ અને આવ અમારી જોડે, નર્ક માં એશો આરામ વાળી સ્થિતિ અપાવું...'
'આખી દુનિયા ની હાય લીધી છે, કોઈનુ ભલું તે ક્યારેય કર્યું નથી, તો પણ તારે જીવવુ છે ? '
'ના મિહિર ના, બહુ થયું અત્યાર સુધી ધમકી આપી મરવાની હવે તું આજ એ કરી બતાવ...'
(મિહિર ફરી દારૂની બોટલ ઉઠાવે છે અને મુખ પર માંડે છે)
' આવી રીતે દારૂ પી ને તું બે પલ ની મઝા લે છો તેની કરતા આ લે રસ્સી અને બનાવ ફનદો ને ખુશી જ ખુશી પામ..!'
'હા મિહિર, કુતરા જેવી જિંદગી જીવવી તેની કરતા જો આ પંખે અને લટકાવી દે આ ફનદો…..! ચાલ હવે ઉભો થા અને ફાંસી નો ફનદો તૈયાર કર...'
' Mihir, You are Failure person '
'Yes Mihir, You , You..'
' You should committed Suicide '…………
Mihir mihir ………..
મિહિર ખુબ જ મુશ્કેલમાં હતો, દારૂ નો નશો પણ એમને અસર કરતો નોહતો અંતે બેડ એન્જલની વાત માની તે ઉભો થાય છે,
' હું કઇ પણ નથી'
' મારુ અસ્તિત્વ કંઇજ નથી ? '
' હું મોમ ડેડ ના સપના ક્યારેય પુરા નહિ કરી શકીશ '
' હું એક સારો પુત્ર નથી, ભાઈ નથી, પ્રેમી નથી, વિધાર્થી નથી, તો હું છું શુ ?'
' હમ્મ કેમ કે હું માણસ જ નથી '
' મારે જીવવા નો હક્ક નથી '
' ખરેખર મારુ જીવવુ અર્થહીન છે'
' લાવો મારા શુભ ચિંતકો લાવો...! મારુ અસ્તિત્વ ખરેખર મિટાવી દવ..'
પંખા તરફ નજર નાખે છે અને ખુરશી પંખા નીચે સરકાવે છે અને રડતા રડતા ફાંસી નો ફંડો તૈયાર કરે છે મિહિરની છેલ્લી ઈચ્છા પત્ર લખવાની હતી માટે ફંડો તૈયાર કરી તે મીણબતી પ્રગટાવે છે અને બુક અને પેન કાઢી પત્ર લખવાની શરૂઆત કરે છે પણ બેડ એન્જલ ઉતાવળ કરાવે છે કેમ કે તેમને દર હોય છે કે ગુડ એન્જલ આવીને તેનું મનના બદલી દે..
(પત્રમાં)
“વ્હાલા મોમ ડેડ, પ્યારી બહેના, અને વ્હાલા ભૈલુ, આજે હું તમારા બધા થઈ ખૂબ દૂર જાવ છું........
(મિહિર પત્ર લખવાની કોઈ જરૂર નથી, એ તો બધા ને ખબર પડી જ જશે ખોટો સમય પસાર ન કર)
હું અત્યાર સુધી શુ કામ જીવ્યો એ જ ખબર નથી પડતી,પણ મમ્મી પપ્પા તમે મને બધી જ સગવડ પુરી પાડી છતાં પણ હું નાકામયાબ રહીયો, મને દુઃખ છે કે હું તમારો સંસ્કારી છોકરો ન બની શકિયો, હું તમારા સપના ક્યારેય પણ પુરા નહિ કરી શકું.. (મિહિર ડુસકા ભરી ભરી ને રડવા લાગ્યો ) મોમ ડેડ પ્લીઝ અત્યાર સુધીની મને જેમ માફ કરતા આવ્યાં છો તેમ આ મારી છેલ્લી ભૂલ ને પણ માફ કરજો ………….. હું જાવ છું
(બસ મિહિર રુદન બંધ કર અને પત્ર ત્યાં જ મૂકી દે...! જો જો આ ફાંસી ત્યારી રાહ માં નાચી રહીયુ છે..)
પ્યારી બહેના, તારી જોડે દરરોજ નાની નાની વાતો માં ઝઘડો કરતો, તે બનાવેલી બળેલી રોટલી નો છૂટો ઘા કરી દેતો, તારી જોડે ખૂબ મશ્કરી કરતો તને ખૂબ રડાવી બસ બેના હવે નહિ રડાવું ……………….. , આ મારું આ તારું.....
(મિહિર આવું બધું યાદ કરીને ખોટી માયા ન લગાવ, તારું હોવું પણ ન હોવા સમાન છે તારી ઉણપ કોઈને નહિ વર્તાય બહેન ની પાસે હજુ એક ભાઈ છે માટે તારી કોઈ જરૂર નથી હાલ હવે ઉભો થા અને ખુરશી પર ચડ....)
કહીને ખૂબ હેરાન કરતો ને ચાલ આજ તને આ માંથી just તારું જ કરી આપું. હાલો હું ખૂબ જ દૂર જાવ છું, કદાચ બેના હવે આપણે ક્યારેય નહિ મળીયે......
મિહિર ડુસકા ભરી ભરીને રડવા લાગીયો, આંસુ ના ટીપા કાગળ પર પડી જાણે સાક્ષી પુરાવતા હતા…….”
…
….......
……………
બેડ એન્જલ તેને માયા લગાડવા દેતા નથી પલ તેના મનમાં આવેલા સારા વિચારો ને ખરાબ વિચારોની કબર માં દફનાવી દેતા હતા.
જાન પણ અર્પણ કરી દેનાર મિત્ર, બ્રિજેશ ભઈલા તારી મિત્રતા ને હું લાયક નથી, તે મારી માટે છરીના ઘા પણ ખાધેલા છે પણ મિત્ર મેં શુ કર્યું તારી માટે ? કશું જ નહિ આવી આવી અનેક બાબતો છે જે ગણવા બેસું તો ન ગણી શકાય. પણ ભાઈ હવે હું હેરાન નહિ કરું, તારી મિત્રતા માટે હું સદા ઋણી રહીશ, શક્તિ સિંહ હોવા છતાં પણ મારી જોડે હમેશા ભાઈ સમાન રહીયો છે, જયરાજ, તૃપેશ, બીજા ઘણા મિત્રો છે જેની મિત્રતા ખરેખર અનેરી છે પણ મિત્રો હું તમારા લાયકથી તમારી મિત્રતા ને હું કોઈ દિવસ સમજી શકીશ નહિ. માફ કરજો મિત્રો....
(મિહિર તું એમની ચિંતા ન કર, તે તારી કરતા પણ શ્રેષ્ઠ મિત્રો બનાવી લેશે, આમ જો નરકના દ્વાર ખુલી ગયા છે, તારા આવવાની તૈયારી ત્યાં જોરો શોરોથી શરૂ થઈ ગઈ છે હાલ હોવે મોડું ના કર..)
મારી પ્રિયતમા, Opps...!! હવે પ્રિયતમા કહેવાનો તો કોઈ હક્ક નથી છતાં પણ આજે જ્યારે બધાથી દૂર જાવ છું તો તમારી પણ માફી માગી લઉં...
(તું એમ ને ઉદ્દેશીને કહે છે જેનું દિલ તે ખૂબ તોડિયું છે, જેને તારી માટે પોતાની જાન પર કુરબાન કરી દીધી હતી, જેને તારી માટે હાથની નર્સ કાપી હતી, જેને તારી માટે ઘરની ચિંતા કરિયા વગર તારી વાતો માનતી, જેને તારી માટે દવા પીધી હતી છતાં પણ તું નિહૃદય બની દવાખાને પણ નોહતો ગયો તેના પિતા પણ પગે પડિયા હતા છતાં પણ..!! તારો કોઈ હક્ક જ નથી, હવે આ બધી લપ મુક અને આમ જો નરક લોક માં તારું મૂર્ખાસન તૈયાર થઈ ગયુ છે સુંદર સુંદર વિષકન્યાઓ તારા સ્વાગત માટે દરવાજે સર્પહાર લઈને ઉભી છે હવે મોડું ના કર અને ઉભો થા...)
ઓહ... પ્રિયતમાઓ તમારા પ્રેમ સાથે શતરંજ માફક ખૂબ રમિયો છું હરએક પહેલું માં નવી પ્રોબ્લમ તૈયાર કરતો હું તમારા પ્રેમ ને અંત સુધી સમજી જ ના શકિયો. ખરેખર મારા શુભચિંતકો એ મારી આંખ ખોલી, આજે હું જ્યારે એકલો છું તો મારા આંસુ પોછવા કોઈ જ નથી. સારું મારા વ્હાલા મિત્રો, પરિવાર જનો મને માફ કરજો હવે હું બધાની રજા લઉં. સદા ખુશ રહેજો અને જો મારી યાદ આવે તો ઘી માં પડેલી માખી હતી એમ સમજી મને ઉડાડી દેજો...”
તમારો અપરાધી
મિહિર પંચાલ
મિહિરે પત્ર પૂરો કર્યો અને ઉભો થઈ સામે રહેલી દીવાલ તરફ જાય છે ટેબલમાંથી કાળી માર્કર પેન કાઢી દીવાલ પર કઈક લખે છે...
(મિહિર હવે બહુ થયું હો ચાલ હવે પત્ર પણ પૂરો થઇ ગયો છે હવે આ ખુરશી પર ચડ અને ફાંસીનું સૌભાગ્ય હાસિલ કર...)
મિહિર દીવાલ પર લખે છે ……
I Quit..!
અને ડુસકા ભરતો ભરતો રડવા માંડે છે અને ખુરશી તરફ ધીમા ધીમા ડગલાં ભરતો ત્યાં પોહચે છે ખુરશી ઉપર ચડે છે ફાંસીનો ફનદો હાથમાં પકડે છે અને બે પળ માટે થંભી જાય છે અને બધા ને ફરી યાદ કરે છે ત્યાં જ ગુડ એન્જલ ફરી આવે છે અને તેમને રોકે છે પણ બેડ એન્જલ ગુડ એન્જલ ને ફરી પકડી લે છે અને મિહિરને Suicide કરવા ઉશ્કેરે છે મિહિર સંપૂર્ણ રીતે હાર માની ગયો હોય છે માટે તે ફંદો ગળામાં પહેરે છે અને એક પગ ખુરશી ની આગળની સાઈડ ટેરવે છે અને…………
ઓ.... ગોડ……….
બોલે છે અને ખુરશી ની પાટું મારવા જય છે ત્યાં જ અચાનક દરવાજો ખુલે છે અને અંધકારમય ઓરડા માં અચાનક પ્રકાશ બી રેલી ફૂટી, અને ઓરડો પ્રકાશમય બની ગયો, મિહિર એ દરવાજા તરફ જુએ છે પણ પ્રકાશની પ્રભાવ ખૂબ હોવાથી તે જોઈ શકતો નથી પણ ત્યાં કોઈ ઉભું છે તેવો ભાસ થાય છે મિહિર ગળામાંથી ફન્દો કાઢે છે અને આંખ આડા હાથ રાખીને જોવાની કૌશીશ કરે છે. દરવાજે સફેદ રંગની સાડી પહેરેલી, ખુલ્લા વાળ, અને મિહિર ને તેની તરફ આવવા નો ઈશારો કરે છે, તેની પાછળથી નીકળતી પ્રકાશમય પ્રભા બેડ એન્જલને મિહિર થઈ દૂર ભગાડે છે મિહિર ખુરશી પર થી નીચે ઉતરે છે અને જમીન પર ગોથું ખાય છે, એ પ્રકાશમય અવનીને પામવા અને એ વ્યક્તિને જોવા મિહિર તત્પર બને છે મિહિર ને એ વ્યક્તિનો ચહેરો દેખાતો નથી છતાં પણ તેમના દ્વારા કરવામાં આવેલા ઈશારાને સમજી જાય છે. આ વ્યક્તિને જોતા જ મિહિરનું બધું ટેનશન વિચાર ગાયબ થઈ જાય છે. મિહિર બે ચાર કદમ ચો-પગે ભરે છે અને ધીરે ધીરે ઉભો થતા થતા, રસ્તામાં પડેલા ફર્નીચર (અડચણો) સામે લડતા લડતા તે એ પ્રકાસમય જ્યોતિ તરફ જાય છે...........
એ કોણ હતું ???????