Hum tumhare hain sanam - 23 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 23

Featured Books
Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 23

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૩)

સારા ચા બનાવીને લાવે છે. અરમાન અને નાની ચા પીવે છે.

"સાચું કહે સારા આ ચા તું બનાવે છે એટલે મીઠી બને છે કે પછી સાકાર નાખી ને?"

"થોડી હું બનવું એટલે અને થોડી સાકાર થી..."

"જો ચા બનાવવાળા પરથી મીઠી બનતી હોત તો મારી આયત ક્યારેય સાકાર જ ન નાખેત સમજી..."

આયત ને એના નાના ભાઈબેન અવાજ આપે છે. એ ત્યાં જાય છે. અહીં અરમાન સારાની કોઈ વાત પર હસતો હોય છે ત્યાં તેને અંતરાસ જાય છે. એ શ્વાસ રૂંધાતો હોવાથી દોડતો બહાર આવી જાય છે. સારા પણ એની પાછળ પાછળ આવે છે. એને શ્વાસ વળતો નહતો એ જોઈ સારા અરમાન ને ગળે વળગી જાય છે. અરમાન હવે નોર્મલ થાય છે. સારા નજર નીચી કરીને દોડતી પોતાના ઘરે જાય છે. સારા ના અમ્મી એને આયત ના અબ્બુ વિષે પૂછે છે તો એ જણાવે છે કે બધું જ બરાબર છે અને પોતાના રૂમમાં બેસી ને એ અરમાન ને ગળે વળગી એ મહેસુસ કરે છે.

આયત અરમાન પાસે આવે છે.

"આ ડેલી કેમ ખુલ્લી છે? કોણ ગયું?"

"સારા ગઈ..."

"એ કહ્યા વગર કેમ ગઈ? મને તો કહી ને ગઈ હતી કે રાત્રે મારી સાથે જ ઊંઘસે..." એમ કહી ને આયત ડેલી બંધ કરે છે.

સવાર થતા અરમાન ઘરના પાછળના ભાગમાં બેઠો હોય છે. આયત ચા લઈને જાય છે.

"લો ચા પીલો..."

"આયત બેસ એક વાત કહેવી છે..."

"શું કહેવું છે બોલો.."

"કાલે રાત્રે કંઇક એવું બન્યું કે કહીશ તો તું ગુસ્સે થઈશ..."

"મને તમારી વાત પર ગુસ્સો ન આવે..."

"વાત મારી નથી, વાત સારા ની છે..."

"એના પર પણ ન આવે તમે કહો..."

"કાલે તું ભાઇબેન પાસે ગઈ ત્યારે મને અંતરાસ ગયો. શ્વાસ નળીમાં જ શ્વાસ રોકાઈ ગયો હું બહાર આવ્યો. પણ શ્વાસ પાછો નહોતો વળતો , સારા આવી ને મને ગળે વળગી ગઈ... મને આ ના ગમ્યું.."

આયત થોડીવાર અરમાન સામે આમ જ જોતી રહી અને પછી જોરથી હસી...

"આજ તો ટુચકો છે. કોઈ ને અંતરાસ જાય તો એને ગળે લગાવી લો... માણસ અંતરાસ ને ભૂલી ને ઝપ્પી વિષે વિચારે છે... તમે સારા પર શક ન કરો. એ તમારી બહુ ઈજ્જત કરે છે અરમાન અને મને બહુ પ્રેમ. એ હું રડું તો રડે ને હશું તો હશે આપણા બન્ને ને સાથે જોઈ ને ખુબ ખુશ થાય છે. દુનિયામાં કોઈ કોઈ નું દુઃખ નથી સમજી સકતું પણ હું જાણું છું કે સારા મારુ દરેક દુઃખ સમજે છે... હવે તમે જયારે એની સામે હોવ ને એને અંતરાસ જાય તો તમે પણ એને ગળે લગાવી લેજો મને કઈ વાંધો નથી.. મને તમારા પર વિશ્વાસ છે અને એના પર ભરોંશો... તમે ચા પીવો હું નાની ને નાસ્તો દઈ આવું..."

આયત આટલું કહી ને જાય છે. અરમાન આયત નો આટલો વિશ્વાસ જોઈ ને ખુશ થાય છે. અહીં અક્રમ હોસ્પિટલમાં સુલેમાન પાસે હોય છે. સુલેમાનનું મોઢું વાંકુ ને જીબથી સ્પષ્ટ શબ્દ નીકળતો નથી પણ એ કોશિસ કરે છે. અક્રમ થોડીવાર સાંભળે છે અક્રમ ને લાગે છે એ રુખશાના બોલે છે. અક્રમ રુખશાના ને બોલાવવા બહાર આવે છે. અક્રમ જુવે છે આબિદ અલી રુખશાના ના ખોળામાં માથું રાખી ને સુઈ ગયા છે. રુખશાના એના માથાના વાળમાં આંગળીઓ ફેરવી રહી છે. અક્રમ ને જોતા જ બોલે છે.

"આબિદ અલી ઉભા થાઓ અક્રમ તમને જોવે છે. "

આબિદ અલી ઘોર નીંદર માંથી જાગી ને અક્રમ પાસે આવે છે.

"શું થયું બેટા...?"

"માસી ને કહો કે સુલેમાન માસા એમને બોલાવે છે. એકવાર મોઢું બતાવી આવે..."

"રુખશાના જા એકવાર એને મળી આવ..."

"ના ના હું નહીં જાઉં સજા થશે તો જોઈ લઈશ..."

"જીદ ન કર એને એકવાર તો મળી આવ..."

રુખશાના પંરાને એના પતિ ને જોવા આઈ.સી.યુ. માં જાય છે. અક્રમ પાછળ પાછળ જાય છે.

"માસી અવાજ આપી ને બોલાવો તો એ સાંભળશે..."

"સુલેમાન હું રુખશાના... મારી સામે જુવો..."

સુલેમાન પરાણે વાંકા ચહેરા થી એને જુવે છે ને રડે છે.

"આમ ન રડો મર્દ કઇ રડતા હોય.. સારા થઇ જશો હું બહાર બેઠી બેઠી કેટલી દુઆ કરું છું તમારા માટે... આખી રાત દુઆ કરી છે..."

અક્રમ મનોમન ગુસ્સે થાય છે કે આ ખોટું કેમ બોલે છે.

"અક્રમ તું બેસ તારા માસા પાસે હું થોડીવાર હવે આરામ કરીને આવું..."

એમ કહીને રુખશાના બહાર આબિદ અલી પાસે પહોંચી જાય છે. આબિદ અલીની બાજુમાં બેસી જાય છે.

"તમે બહાર કેમ આવી ગયા હું તમને શોધતી હતી..."

"રુખશાના તારા પતિ ની આવી હાલત જોઈ તને કઈ જ થતું નથી?"

"શું થવાનું મોઢું વાંકુ જીભ વળી ગઈ છે. હવે તો એની સાથે રેહવું પણ ભારે છે..."

"રુખશાના તારી કોઈ હદ છે ખરી? "

"હદ સેની અલ્લાહ નો સુકર કરો, આપણ ને મોકો મળ્યો સાથે રહેવાનો..."

"તું તારી હદમાં રે રુખશાના, મારે આજે દસ વાગે જવાનું છે..."

"દસ વાગે જશો તો હું ઓલા ને અગિયાર વાગ્યા સુધીમાં હેરાન કરી ને મારી નાખીશ અને પછી રાજકોટ આવી ને બેસી જઈશ તમારી સામે..."

"તું હવે ભ્રમમાં ન જીવ જે સંબંધ છે એ નિભાવ..."

"ના જી ના... તમે મારા છો, આપી દો મને મારો આબિદ અલી..."

અહીં સારા આયતના ઘરે આવે છે.

"આયત તું હોસ્પિટલમાં નથી ગઈ?"

"ના.. કોની સાથે જાઉં...?"

"અરમાન સાથે ..."

"ના એની સાથે કેવી રીતે જઈ શકું..."

"તો તારા નાની ને સાથે લઇ જા... "

"ના તો અહીં ઘરે કોણ રહેશે..."

એટલામાં આયત ના મોટા બાપુજી ને એ લોકો આવે છે.

"ચાલ બેટા આયત અમારી સાથે... હોસ્પિટલમાં..."

"સારા તું ઘર સંભાળજે હું જઈને આવું..."

આયત એના મોટા બાપુજી ના પરિવાર સાથે હોસ્પિટલમાં જાય છે. અહીં સારા ને મોકો મળી જાય છે. એ અરમાનની આસ પાસ ફરે છે. અરમાન છત પર સૂતો હોય છે. આયત ત્યાં જાય છે

"ઉઠો અરમાન હું તમારા માટે બદામ નો હલવો બનાવી ને લાવી તમને ભાવે છે ને..."

અરમાન એની પાસે થી હલવો લઇ ને ખાવા લાગે છે. એ એની પાસે બેસી જાય છે.

"અરમાન તમને કાલે ખોટું તો નહોતું લાગ્યું ને?"

"શેનું?"

"હું તમને ગળે વળગી ગઈ તી એનું"

"ના ના પહેલા લાગ્યું હતું પણ આયત ને કહ્યું પછી એને કહ્યું કે તું મારી બહુ ઈજ્જત કરે છે અને એ એક ટુચકો છે એટલે હવે નથી લાગ્યું. હવે તો હું રાહ જોવું છું તને ક્યારે અંતરાસ જાય..."

"સાચે તમે કસમ ખાઓ કે મને અંતરાસ જશે તો તમે મને ગળે વળગી જાસો..."

"એમાં કસમ કેમ?"

"એક વાત કહું મને બે દિવસ પેહલા સ્વપ્ન આવ્યું હતું. તમે મને મારી ઘરે આવી ને જગાડી તમારી સાથે નિકાહ કરવા લઇ ગયા હતા..."

અરમાન આ સાંભળી ને ગુસ્સે થાય છે.

"આ કઇ વાતનો ટુચકો છે?"

"પ્રેમ નો અરમાન ... પ્રેમ પર કોઈનું ન ચાલે..."

"આયત ને આવવા દે કહું છું એને... હું તને બેન સમજતો હતો ને તું?"

"એ ભૂલી જાઓ ... તમે એને પ્રેમ કરો છો એનો મતલબ એ થોડી છે કે હું તમને ન કરી શકું..."

અરમાન ગુસ્સે થઇ ને નીચે આવી જાય છે. સારા પણ નીચે આવે છે.

"અરમાન એક વાત કામ ની છે. ધ્યાન થી સાંભળજો..."

"તારી કોઈ વાત નથી સાંભળવી..."

"તમારા ને આયત ના લગ્ન નહીં થાય તમારે બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે... પછી જ એની સાથે થશે..."

"આવું કોણ કે છે?"

"મારા અબ્બુ ના બાબા એ કહ્યું છે. એમની વાત ખોટી નથી પડતી, આયત ના અબ્બુ ની પણ એમને જ વાત કહી હતી..."

"તારા એ બાબા ને મારી પાસે લઈને આવજે ...."

"એવું ન બોલો જો એ નહીં માનો તો એનો અંજામ ભોગવવો પડશે..."

"તું અહીં થી જા ચાલ..."

અરમાન આટલું કહી એની નાની પાસે જાય છે. અહીં હોસ્પિટલમાં આયત એના પિતા ને જોઈ ને ખુબ રડે છે. એના અમ્મી ને કઈ જ પડી નથી હોતી. અક્રમ ના ચહેરા પાર ગુસ્સો હોય છે.

"અક્રમ તારા માસા ક્યાં ગયા..."

"બહાર ગયા છે..." આટલું કહી અક્રમ ગુસ્સો કરી નીકળી જાય છે. આયત આ જોઈ અક્રમ ની પાછળ આવે છે.

"ઉભા રહો ભાઈજાન... તમારા ચહેરા ને જોઈ ને હું સમજી ગઈ કંઇક ખતરા જેવું છે... શું વાત છે કહો..."

"હા આયત ખતરો છે... પણ તારા અબ્બુ નો નહીં..."

"તો શેનો?"

"એ હું એક જ જોઈ શકું છું..."

"સાફ સાફ કહો શું વાત છે..."

"હું ના કહી શકું આયત... પણ તું અરમાન ને હવે બે વર્ષ ન મળ..."

"કેમ ન મળું ભાઈજાન...."

"અરમાન નહીં આવે તો એના અબ્બુ પણ નહીં આવે આજ એક રસ્તો છે તારાં પિતાનો સાજા થવાનો..."

અહીં સારા હજી પણ અરમાન નો પીછો નથી છોડી રહી.

"અરમાન અહીં આવો બેસો મારી પાસે... તો શું વિચાર્યું તમે?"

"શેનું?"

"એ જ કે તમારે પહેલા બીજા કોઈ સાથે લગ્ન કરવા પડશે તો જ આયત મળશે... તો કોની સાથે કરશો લગ્ન..."

"કોઈ સાથે નહીં... "

"તમે મારા પર શક ન કરો મેં ક્યાં એમ કહ્યું છે કે મારી સાથે કરી લો..."

અરમાન પાછો ગુસ્સે થઇ ને દૂર જાય છે. સારા એની સામે આવી જાય છે ને રોકે છે.

"તમે આમ ન કરો અરમાન ના આયત તમારા વગર રહી શકે ના હું... કંઇક તો વિચારો તમે..."

"તું સારા હવે દૂર થઇ જા નહિતર મારા થી હાથ ઉઠી જશે..."

"તમે આયત ને આ વાત ન કહેતા..."

"કઈશ... એને આવવા દે..."

"તો પછી તમે ને આયત એક નહીં થઇ શકો... બાબા એ કહ્યું છે યાદ રાખજો...."

અરમાન ગુસ્સો કરતા પાછો નાની પાસે જઈને બેસી જાય છે.

(ક્રમશ:....)