અlપણે ત્યાં અમેરિકા ની સરખામણી અને સ્પર્ધા કરવlનો રીવાજ છે
એટલેકે ઘણા આ ભૂલ કરે છે.
અમેરિકા એ અમેરિકા છે અને ભારત એ ભારત છે……
અમેરિકામાં દુનિયાના બધા દેશના લોકો વસે છે જયારે ભારતમાં એમ નથી.
અમેરિકામાં વસતા ભારતીયો ની હવે તો ત્રિજી પેઢી થશે.
પૂર્વ વિસ્તારમાં ન્યુયોર્ક કે ન્યુજર્સી બાજુ
રહેતા ભારતીર્યો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ ધંધામાં વિશેષ રોકાયેલા છે.
જયારે પસ્ચીમના કેલીફોર્નિયા વિસ્તારમાં નોકરી કરતા અને IT સાથે સંકળાયેલા
પ્રોફેશનલ્સ ભારતીયો કે ગુજરાતીઓ હશે.
પૂર્વ અને પસ્ચીમ બે કાંઠે એટલેકે ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ માં અમેરિકાનો
વિકાસ વિશેષ થયેલો છે
ખાસ કરીને ભારતીયો પણ આ વિસતારમાં વિશેષ વસે છે,
જયારે વચેના રાજ્યો સરખમણી એ વિકાસમાં થોડા પાછળ પરતું
અlપણl દેશ
કે અન્ય દેશો કરતl આગળ જોવા મળે.
અમેરિક્lનો ઇસ્ટ કોસ્ટ હરિયાળી થી ભરપુર સુંદર અને ગ્રીન છે.
એટલાન્ટીક
મહાસાગરના કાંઠાનો આ એરિયા લગભગ છ માસ બરફથી છવાયેલો રહે છે.
પણ મેં જુન થી સપ્ટેંબર ,ઓક્ટોબર સુધી પ્રવાસીઓ ફરી શકે તવી સીજન છે.
ખાસ કરીને જુન થી સપ્ટેમ્બર ની સીજનમાં અહી પ્રવાસીઓ આવે છે.
તમે અમેરિકા જતા હો તો આ સમય પસંદ કરશો. ‘
વાતાવરણ સુંદર હશે અને ફરવાની, જોવાની મજા પડશે.
અમેરિકાના ઘણા બધા રાજ્યો હિલી એટલે કે સપાટ નહિ એવા ઢોળાવવાળા
જોવા મળશે.
જયારે વચેના અને અન્ય કેટલાક સપાટ વિસ્તારો છે.જેમાં શિકાગો જેવા કહી શકાય.
આથી વિરુદ્ધ પશ્ચિમનો કેલીફોર્નીયા વગેરે રાજ્યો કે જે પેસિફિક મહાસાગર કાંઠે આવેલા છે
ત્યાં બારેમાસ લગભગ ખુશનુમા વાતાવરણ જોવા મળે છે.
અને ઠંડી કે બરફ ભાગ્યેજ હોય છે.’
ત્યાં બારેમાસ ફરી
શકાય એવું વાતાવરણ હોય છે.
પશ્ચિમના આ રાજ્યો કેલિફોર્નિયl વગેરે ઓછા હરિયાળા અને વધારે પર્વતીય છે.
અહી વૃક્ષો કુદરતી નહિ પણ પ્લાન કરેલા જોવl મળશે..
દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે વિસ્તારમાં ….
એટલેકે કેનેડા અને રશિયા પછીનો સોથી મોટો દેશ અમેરિકા છે
અમેરિકાના ૫૦ જેટલા રાજ્યો છે.
પરતું વસ્તી માત્ર ૩૦ કરોડ જેટલી થવા જાય છે
બીજા કેટલાક ગ્રીન કાર્ડ હોલ્ડર કે ગેરકાયદેસર અમેરિકામાં ગુસી
આવેલા અને વરસો થી રહેતા લોકો..
તે ઉપરાંત નોકરી કરતા વિદેશીઓ જેઓ ત્યાના નાગરિક નથી
પણ ૫ કે ૧૦ કે તેટલા વરસો થી ત્યાં રહે છે અને નોકરી કરે છે.
અને લાંબો સમય રોકાતા અને અવરજવર કરતા પ્રવાસીઓ….
આ બધા સાથે અમેરિકામાં ૩૫ કરોડ થી વધુ નહિ હોય.
વસ્તી /વિસ્તાર અને હવામાન ત્રણે રીતે જોતા અમેરિકા ,રશિયા
અને કેનેડા કરતા વધુ નસીબદાર છે.
રશિયા અને કેનેડા માં તો વસ્તી પણ ઓછી અને હવામાન
અતિશય ઠંડી
ના કlરણે અડધા પ્રદેશો વ સવlટ માટે શક્ય નથી
એવી સ્થિતિ છે
અમેરિકા હવામાન ની રીતે અને જમીનની રીતે પણ જોતા
ભારત કરતા વધુ નસીબદાર છે.
અlમ કુદરતની તમામ મહેરબાની આ દેશ ઉપર છે
તેમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
સોથી વધુ નસીબદાર તો અમેરિકાને શાશકો પણ પ્રમાણમાં
ઘણા સારા મળ્યા છે.
શાશન પ્રથl લોકશાહી હોવા છતા આપણल કરતા ઘણી જુદી છે.
તેની વાત ભવિષ્યમાં કરીશ.
જો કે અમેરિકા એ અને તેની પ્રજાએ સંઘર્ષ પણ ઘણો કર્યો છે. .
‘
અમેરિકાનો ઈતિહાસ એનો ગવાહ છે.
અમેરીકન પ્રજા માં રાષ્ટ્રપ્રેમ ઘણો છે.
પ્રજાના દેશપ્રેમ અને કાનુન પાલન વગર કોઈ દેશ આગળ ન આવી શકે.
શિશત અને કાયદાઓ નું પાલન તો કરે જ છે
પણ ત્યાં વસવા માંગતા અને રહેતા વિવિધ દેશના લોકો
પણ કાયદાનું પાલન અને શીસ્ત જાળવે છે.
પોતાનો દેશપ્રેમ દર્શાવવા અહીના લોકો તેમના ઘર કે
મકાનો ઉપર અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ લગાડતા હોય છે.
એટલેકે ફરકાવતા હોય છે.
આવું તમે ઘણી જગ્યાએ જોઈ શકો છો. ‘
મને પહેલા એમ લાગ્યું કે આ કોઈ સરકારી મકાન હશે.
પણ પછી મેં જોયું તો અહીતો તમે બારે માસ રાષ્ટ્ર ધ્વજ
ફરકાવી તમારો દેશપ્રેમ બતાવી શકો છો .
માત્ર કોઈ ખાસ રાષ્ટ્રીય પર્વની રાહ જોવાની જરૂર નથી.
અમેરિકાની મારી પહેલી મુલાકાત સમયે જ મને લગભગ
દસેક રાજ્યો ફરવાનો મોકો મળ્યો.
એમાં પણ ન્યુયોર્ક ,ન્યુજર્સી અને કેલીફોર્નીઅમાં વધુ સમય
રહેવાનું થયું કારણ મારા પરિવારના સભ્યો ત્યાં રહેતા હતા.
ઇસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ એટલેકે ન્યુયોર્ક અને કેલીફોર્નિયા
વચેજ છ કલાક જેટલો સમય વિમાન માં જ જાય છે.
વિચાર કરો કે આ દેશ કેટલો મોટો અને વિસ્તૃત છે.
પણ એટલા મોટા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો concept
જ નથી
એમ કહીએ તો ચાલે.
કદાચ પ્રાઈવસી ઉપર વિશેષ ધ્યાન
આપવામાં આવે છે એટલે હશે.
અહી રેલ્વે માત્ર નામની જ છે. .એમ લાગે છે કે અમેરિકનોને
રેલ્વેમાં પ્રવાસ કરવાનો શોખ જ નથી કે પછી
રેલ્વે ટૂંકી સફર માટે જ છે તેમ માંને છે.
ઓફીસે જવ્l આવવા ગ્લેન્ડ રોક કે ફૈરર્લાન થી ન્યુયોર્ક જવા
આવવા કે એવા કોઈ સ્થાનેથી રેલ નો ઉપયોગ કરતા હોય છે.
વેસ્ટ કોસ્ટ માંપણ સન રેમોન કે દાન્વીલ થી
જવા આવવા માટે રેલ્વે નો ઉપયોગ કરતા અમેરિકાનો કે આપણl
ભારતીયો તમને મળી આવશે.
એટલેકે ઓફિસે કામ પર જવા આવવા માટે રેલ્વે વિશેસ
વપરાય છે.
બાકી આ વિશાળ દેશમાં વિમાની સફર જ દુર દુર ના રાજ્યો
કે શહેરો માં અવર જવર માટે વિશેષ પ્રચલિત છે..
રોડ અને હાઈવે નું બહુ મોટું નેટવર્ક અમેરિકામાં છે.
તમામ રસ્તl ઓ ૬ થી ૮ લેનના
અને બને બાજુના રસ્તll બિલકુલ અલગ
એટલે આવા વિશાળ રસ્તાઓ ઉપર ગાડીઓ ૧૫૦ માઇલની
જડપે બહુ સરળતા થી જતી રહે છે.
માલ સમાનની અવરજવર પણ રોડ માર્ગે વિશેષ થાય છે.
આ રોડના નેટવર્ક અંગે વિશેષ પછી હાલ તો વાત કરીએ
અમેરિકા ના રેલ્વે સ્ટેશન ની....
અમેરિકાના પાટનગર વોશીન્ગ્ટન નું રેલ્વે સ્ટેશન UNION
સ્ટેશન તરીકે ઓળખાય છે.
કોઈ એરપોર્ટ થી પણ ચડિયાતું આ અત્યંત ભવ્ય અને જોવા
જેવું સ્થાન છે.
અમેરિકાની મુલાકાત દરમ્યાન વોશીન્ગ્ત્ન પાટનગર
અને એનું આ સ્થાન જોયા વગર કેમ ચાલે
માર્બલ ના ફલોરિંગ સાથેના આ સુંદર સ્થાને અનેક શોપ્સ અને
ખાણીપીણી માટે ફૂડ કોર્ટ છે.
આ એક મોટું શોપિંગ સેન્ટર પણ છે.
ભૂગર્ભમાં આવેલી રેલ્વે ની સફર નો આનંદ અનેરો છે.
અહીંથી રેલ દ્વારા અમેરિકાના કેટલાક સ્થાને અવશ્ય જઈ શકાય/
જેમાં ન્યુયોર્ક , બોસ્ટન વગેરે શહરો જોવાનો આનંદ પણ
મlણી શકાય. .
તેમજ લાંબા રૂટ ના
શહેરો માં પણ અવરજવર કરી શકાય છે.
આ વિશાળ અને ભવ્ય રેલ્વે સ્ટેસન
અlમ તો ૧૯૦૭ માં ખુલ્લું મુકાયેલ પણ પછી તેમાં ઘણા ફેરફારો થયl.
તેમજ બીજા વિસ્વ્યુંધ્ધ પછી એક મોન્યુમેન્ટ બનાવવા નો
પ્લાન ત્યાર થયો.
૧૯૭૮ પછી આ કામ શરુ થયું તેમાં ત્યારબાદ પણ ફેરફારો થયાં છે.
સુંદર સ્થાપત્ય કળા ના નમુના રૂપ
અlરસથી તેનું બાંધકામ અને ફ્લોરીગ, છત,
કમાનો વગેરે થયા છે.
વિશાળઅને ભવ્ય નવીનીકરણ કરવામાં આવ્યું છે.
અંદર પણ અનેક આધુનિક ફેરફારો રેલ્વે ટ્રેક અને પાર્કિંગ સંબંધી
થયા છે .
જેમાં ત્યારબાદ પણ ઘણા પરિવર્તન કે સુધારા વધારા થયા કરે છે.
૧૯૮૯ માં ફરીથી ખુલ્લું મુકાયા બાદ આજે તે એક ભવ્ય જોવાલાયક
સ્થાનોમાંનું એક તેમજ દેશનું વિશાળ અવરજવરનું કેન્દ્ર બની ગયું છે.
સન 2૦00અને ત્યારબાદ પણ અનેક સુંદર વિવિધતાઓ
અને સુવિધાઓ ઉમેરlતી જાય છે,
યુનિયન સ્ટેશન માં સુંદર શોપિંગ સેન્ટર અને ફૂડ કોર્ટ
બનાવવામાં આવ્યા છે
એ સીવlય પણ અનેક નવીનતાઓ છે જે જોવા લાયક છે.
વરસે લગભગ ૪૦ મિલિયન લોકોની અવરજવર યુનિઅન
સ્ટેશન થી થાય છે.
વોશીન્ગ્ટન ડીસી માં નોકરી કરતા અને પાસેના town માં રહેતા
ઘણા ભારતીયો રોજ અહીથી અવરજવર કરે છે.
યુનિઅન સ્ટેશન ની સ્વચ્છતા અને સુંદરતા તેમજ ,ભવ્યતા
અને સ્થાપત્ય
દિલો દિમાગને ખુશ કરી દે તેવા છે.
અમેરિકાનો એ રેલ્વે પ્રવાસ કરવો જોઈએ અને આ મોટા અને
વિશાળ દેશમાં રેલ્વે બહુ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે ,
તેમજ સસ્તી પણ પડશે અને આરામદાયક પણ વિશેષ થાય ,
એવી વાત અમેરિકનોને હવે વોરન બફેટ જેવી વ્યક્તિઓ
સમજાવી રહ્યા છે.