Paanch koyda - 6 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા ભાગ 6

Featured Books
Categories
Share

પાંચ કોયડા ભાગ 6

ભાગ 6

શર્ત નો સ્વીકાર

હૉટેલ ની બહાર નીકળી મેં પહેલુ કામ મોબાઇલ ને સાઇલન્ટ મોડમાંથી જનરલ મોડમાં લઇ જવાનુ કર્યુ. અત્યાર સુધીમાં દસેક મિસકોલ આવી ગયા હતા. દુર્ભાગ્યવશે તે બધા પંડિતના જ હતા. એકાદ કલાક તો મને કંઇ સુઝયુ નહી. હું આમતેમ ફરતો જ રહ્યો. એટલામાં જ મારા કલિંગ નચિકેત નો મારા પર ફોન આવ્યો. ‘ ભાગવત, કયાં છે તુ ? તારા નામની પંડિત બુમો પાડી રહ્યો છે. તુ જલ્દીથી ઓફિસે આવી જા. અહીં તાત્કાલિક સેલ્સ મિંટિગ ગોઠવી છે. ’

તમે ગમે ત્યાં હોવ ! પંડિત ની સેલ્સ મિંટિગ માં તમારે હાજર રહેવુ પડતુ. આ મિંટિગ માં તે ભલભલાની ચડ્ડી ઉતારી દેતો. દરેક સેલ્સ એકઝકયુટીવ ને વારાફરતી ઉભા કરવામાં આવતા, તેમની તમામ ભુલોનુ નિર્દશન થતુ. મારા જેવા માટે તે એકાદ બે કલાક કાઢવા સૌથી અઘરા પડતા.

ફરીથી એ જ એ. સી કેબિનમાં કચવાતા મને હું હાજર થયો. હું આ મિંટિગ માં પોણો કલાક મોડો પહોંચ્યો હતો. તમે કલ્પના કરી શકો છો કે જયારે તમે કેબિનમાં

‘ મે આઇ કમ ઇન ?’ કહીને પ્રવેશો અને વીસેક નજરો સીધી તમારી સામે મંડાયેલી રહે. મને જોઇને પંડિત તરત જ બોલ્યો.

‘ આવો આવો ભાગવત ! શુ મંગાવુ તમારા માટે ચા, કોફી કે ઠંડુ ?’

બધા કલિંગ હવે પછીના તમાશાનો આનંદ લેવા તૈયાર હતા.

‘ સર, મારે એક જરૂરી કામ આવી પડયુ હતુ. તેના લીધે મોડુ થયુ. ’

‘ સાલા, XXX ! તારે શુ કામ આવી પડયુ હતુ ! એમ કહે તુ બપોરે શાંતિથી ઉંધી ગયો હતો. ’ પંડિત તાડુકીને બોલ્યો.

‘ ના સર ! ખરેખર એક જરૂરી કામ હતુ. હુ તમને પછી તેના વિશે જણાવીશ. ’

‘ પછી ? તુ મને પછી કહે છે ? XXX કોણ ગુજરી ગયુ છે આ વખતે, તારા ઘરેથી ? તારી મા, તારી પત્ની કે બીજુકોઇ ?’

‘ જુઓ સર, મારી મા વિશે ક્શુ ના બોલો. ’

‘ હા, તેના વિશે શુ કહી શકાય ? એ બિચારીને તો અફસોસ થતો હશે. તારા જેવા નાલાયક ને જન્મ આપવા બદલ. ’

માથુર વચ્ચે બોલ્યા-‘ પહેલા સાંભળી તો લો કે શુ કારણ હતુ ?’

‘ આ XXX પાસે બહાના સિવાય બીજુ શુ હશે ?

હવે તો સાથી મિત્રો ને પણ પંડિત નુ આ પ્રકારનુ વર્તન અસહ્ય લાગી રહ્યુ હતુ. ‘બોલ XXX ! શુ કારણ છે તારી પાસે ?’

‘ કારણ છે, મારી પાસે’ હું દૅઢતાથી બોલ્યો. એ જ દૅઢતાથી પગલા ભરતા હું પંડિત પાસે પહોંચ્યો. તે કશુ સમજે એ પહેલા એક જોરદાર તમાચો મેં તેના ગાલ પર ઝીંકી દીધો. શારીરીક રીતે પંડિત આવો કોઇપણ ઘા જીલવા સક્ષમ ના હતો. તેને બે ઘડી તમ્મર આવી ગયા. તેની બધી શેતાનિયત, બોસગીરી વરાળ બનીને ઉડી ગઇ. અત્યારે તેની આંખોમાં ફકત ડર જ મોજુદ હતો.

‘ આ તમાચો યાદ રાખજે ! ફરીથી કોઇ પણ એમપ્લોઇ જોડે બેહુદુ વર્તન કરતા પહેલા ! તારાથી જે થાય તે કરી લે જે. મારુ રાજીનામુ તને પહોંચી જશે. ’

આટલુ બોલીને હું માથુર સામે ફર્યો. -‘ થેન્કયુ માથુર મને જરૂર પડયે સપોર્ટ કરવા બદલ. હવે હું લાંબા વેકેશન પર જાઉં છું. ’

કેબિનમાં રહેલા તમામ સ્ટાફ, ગાલ પર હાથ રાખેલ પંડિત બધાને સ્તબધ રાખી હું ખુલ્લી હવામાં આવી ગયો હતો. ખબર નહી કેમ ! મારા જન્મ પછી આજે જ મને આટલો આનંદ થયો હતો. કહેવાની જરૂર નથી કે શર્ત નો સ્વીકાર થઇ ગયો હતો. ફકત જરૂર હતી એક લાખ રૂપિયા ની.

એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા હું મારા જુના મિત્ર રઘુવીર જાકાસણીયા ઉર્ફે રઘલા પાસે પહોંચ્યો. રઘલો અને હું નાનપણથી સાથે ભણેલા. બંને ભણવામાં કંઇ ઝાઝુ ઉકાળી શકીએ તેમ ન હતા. ગ્રેજયુઅટ થયા બાદ તે હું સેલ્સ લાઇનમાં જોડાયો અને તે તેના બાપ ના ધંધામાં.

રઘલાના નાનાએ વર્ષો પહેલા “ ચિંતન પ્રકાશન” કરીને પોતાનુ પ્રકાશન સ્થાપયુ હતુ. ઘણા જાણીતા ગુજરાતી લેખકોની ચોપડીઓ તેમણે પ્રકાશીત કરી હતી. તેમના સંતાનોમાં એકમાત્ર તેમની પુત્રી એટલે રઘલાની મા જ હોવાથી આ તૈયાર લાડવો રઘલા ના પિતાના મોંમા આવી ગયો. તેના પિતા આમાંથી સારુ કમાઇ લેતા પણ સ્વભાવમાં અતિશય કંજુસ. રઘલા ઉપર તેમણે અનેક નિયંત્રણો રાખેલા. જયારે તેમના મૃત્યુ પછી રઘલા પાસે તમામ કારભાર આવ્યો, તેણે બેફામ પૈસા વાપરવા શરૂ કર્યા. પ્રકાશન ના ધંધા પર બિલકુલ ધ્યાન ના આપ્યુ. દિવસે દિવસે નવા સ્પર્ધકો બજારમાં આવતા ગયા અને હાલમાં એવો સમય આવ્યો કે “ ચિંતન પ્રકાશન” ને પણ બજારમાં ટકવા સંધર્ષ કરવો પડતો. આ છે મારા જુના મિત્ર ની કહાની. આ એક જ એવો મિત્ર હતો કે બધી જ રીતે મારા કામમાં રસ લઇ શકે એમ હતો.

તે લગભગ તેની ઓફીસ બંધ કરવાનો હતો ત્યારે જ હું તેને ત્યાં પહોંચ્યો. હું જેમ તેને રઘલો કહી બોલાવુ છુ તેમ તે પણ મને ફકત ગજો કહી બોલાવે છે. મને જોતા જ તે બોલ્યો-‘ અલ્યા ગજા તુ અહીયાં કયાંથી ? કેટલા સમયે આવ્યો ! શુ હાલચાલ છે મારા ભાઇ ?’

‘ હાલચાલ બિલકુલ ઠીક નથી. તુ અંદર ચલ તને એક અગત્યની વાત કરવાની છે. ’ હું બોલ્યો.

અમે તેની ઓફિસે ગોઠવાયા. મેં રઘલાને કિર્તી ચૌધરીના મળવાથી માંડીને પંડિતને લાફો મારવા સુધીની તમામ ઘટનાનુ વૃતાંત કહ્યુ. મારી કથની પુરી થઇ તે પછી તે તાળી પાડીને હસવા લાગ્યો. માંડ પોતાના હાસ્ય ને ખાળી ને તે બોલ્યો.

“ અલ્યા ગજા તે, ખરેખર તારા મેનેજર ને એક ઝીંકી દીધી ! તે ભારે કરી હોં !”

“ આ તારા હાસ્ય જેટલી જ સાચી વાત છે”

“ વાહ ગજા વાહ ! તારામાં આજે અસલી મર્દ ના દર્શન થયા ! બોલ તારે શુ મદદ જોઇએ છે મારી પાસે ?”

“ ઘણી બધી મદદ જોઇએ છે. પહેલા તો ગમે તે રીતે એક લાખ રૂ નો બંદોબસ્ત કરવાનો છે. આગામી પંદર દિવસ માટે તારે મારી સાથે રહેવાનુ છે. આ કામ હું એકલો નહી કરી શકું”

“ ગજા ! તારા એક લાખ રૂપિયાની વ્યવસ્થા તો હું કરી શકીશ. થોડાક અરેજમેન્ટ કરી લઇશ. એક બે લેખકોને લબડાવીશ. પણ આ ધંધો છોડીને પંદર દિવસ નીકળવુ અઘરુ પડશે. તુ તો જાણે છે બૈરાની કેટલી રામાયણ છે !”

“ યાર, એ બધુ ભુલી જા. હું તને વચન આપુ છું. આ પુસ્તકોની જે રોયલ્ટી મળશે તેમાંથી ૧૦% રકમ હું તને આપીશ. ”

“ બહુ મોટી વાત કરી દીધી ગજા ! તુ જાણે તો છે ને આ પુસ્તકોની રોયલ્ટી ની રકમ કેટલી થશે ?”

“ ના! પણ મને એટલો આઇડિયા છે તે રકમ વીસ –ત્રીસ લાખથી ઓછી તો નહી જ હોય. ”

“ કઇ દુનિયામાં છે ગજા ? જે લેખકે તને પોતાની ચોપડીઓની રોયલ્ટી આપી તેના વિશે પણ કંઇ વધારે જાણતો નથી. કિર્તી ચૌધરીની દરેક ચોપડીની ૫૦, ૦૦૦ નકલો તો રમતા વેચાઇ જાય છે. અને અત્યારે એમના મૃત્યુ પછી એ આંકડો લાખ ઉપર પહોંચી જાય. ”

“ મતલબ, કેટલા રૂપિયા મળે ?” મેં અધીરા થઇને પુછ્યુ.

“ તુ ! લાખોમાં નહી, કરોડોમાં ખેલીશ. પણ એ પહેલો કોયડો કેવો હતો ? ઉકેલાય એમ તો છે ને ?”

પહેલો કોયડો ! આમ બોલતા મેં એકાદ ક્ષણ આંખ બંધ કરી. કારણ ? હું જાણતો હતો કે એ કોયડા વિશે હું અત્યારે થોડુક પણ વિચારીશ તો મારો વિચાર બદલાઇ જશે. મને એ દરેક ઘટના માટે અફસોસ થશે જે આજે બની છે. આ બધા વિચારોને મનમાંથી કાઢીને મેં રઘલાને કહ્યુ.

“ આપણે તે ઉકેલી શકીશુ ”

ક્રમશ: