In search of Lord - Part - 2 in Gujarati Motivational Stories by Maylu books and stories PDF | પ્રભુજીની શોધમાં - ભાગ - ૨

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રભુજીની શોધમાં - ભાગ - ૨

સહજ નો જન્મ ખુબ નાનપણમાં થાય છે..હા હા હા ..સહજ ઘરમાં નાનો દિકરો ...એના કરતાં આગળ આ પરિવાર માં દિકરી નો જન્મ થયો હોય છે...સહજ ના મોટા બહેન સહજથી બે વર્ષ મોટા...સહજ અને એનો પરિવાર એક નાના તાલુકામાં રહેતા હોય છે ..સહજના પપ્પા ની એક સારી કંપનીમાં જોબ.. પરંતુ સમય જતાં અને બદલાતા વાર નથી લાગતી ... સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સહજના પપ્પાની પરમેનન્ટ જોબ ચાલી ગઈ કારણકે કંપની બંધ થઈ ગઈ ...સહજના કુંટુંબ સાથે કેટલાય કુંટુંબો રાતોરાત બેરોજગાર થઈ ગયા ... કેટલાક લોકો સારી રીતે સેટલ થવા લાગ્યા પોતાના પરિવાર અને પેઢી વારસા ના સાથ સહકારથી ...પણ સહજનું કુંટુંબના ચાર સભ્યો એમને ના તો કોઈનો સાથ સહકાર હતો કે ના તો સાથ... હવે એ બધી મુસીબતો માં સાથે ઉભા રહેનાર સહજનો મોસાળ પક્ષ ... અને એમાં પણ સહજના મોટા મામા નો ખુબ સાથ સહકાર ...સહજને આમ તો નાનો હોવાથી પરિવાર કંઈ મુશીબતમાં છે એ ખબર ના પડી પણ સમય તો ખબરને બધું જ શીખવી દે ...સહજના ઘરે રોજ બીજે કોઈક સારા શહેરમાં રહેવા જવાનો પ્લાન થવા લાગ્યો ...સહજને પણ ધીમે ધીમે સમજાય ગયું કે કંઈક તો થયું જ છે ...જે ઘરમાં કંપની ની ટાઉનશિપમાં રહેવા જવાની વાત ચાલતી રોજ અને ત્યાં કેવું ફનિૅચર કરાવશું ને કેવી ફોરવ્હીલર લઈશું એ મજાની વાતોમાંથી કેવી રીતે આમ રાતોરાત એક જ મહિનાની અંદર બીજા શહેર તે પણ ભાડાં ના ઘરમાં રહેવાની વાત થવા લાગી એ બધું સહજને કંઈ પણ સમજાતું નહતું...પણ સહજને અણસાર આવી ગયો તો કે આ ઘર અને શહેર હવે છોડવાનું છે ...જે ઘરમાં સહજ અને એના બહેને ખુબ જ મસ્તી કરીતી... સહજ નું બાળપણ ખુબ જ મસ્તી ભર્યું ... સહજને નાનપણમાં ભણવાનું ગમતું જ નહીં માટે એ રડે ખરો એના દિદી સાથે સ્કૂલમાં જવા ... સાથે જાય પણ મસ્ત તૈયાર થઈને ...પણ હજુ એના મમ્મી એ બંને બાળકોને ક્લાસ માં મુકીને સ્કૂલ ના ગેટ સુધી આવે ત્યાં સુધીમાં તો ક્લાસ ટીચર દોડતાં દોડતાં સહજના મમ્મીને બોલાવી લાવે... સહજ નું એડમિશન નતુ થયું એ સ્કૂલમાં પણ એને રોજ જ એના દિદી સાથે ક્લાસ માં આવવા દે ..સહજ જાય પણ પરંતુ ત્યાં ના બધા મોટા લોકોને જોઈને રડવાનું ચાલુ કરે તે રડે રડ...હા હા હા ... રડવાનું એક જ કારણ સહજના લાંબા વાળ અને મમ્મીએ વાળી આપેલી ચોટલી ....હા હા હા ... કારણકે જેવો જ સહજ ક્લાસ માં પ્રવેશ કરે કે તરત જ બધાં ખીજવે... છોકરી આવી છોકરી આવી ....સહજ ને ગુસ્સો તો આવે પણ સહજ કાંઈ બોલે નહીં એનું કારણ પણ એ જ હતું કે સહજે એકવાર એના સોસાયટી માં રહેતા અને એ જ ક્લાસ માં ભણતા વિદ્યાર્થીને હાથે બચકું ભરી લીધું હતું અને એ છોકરાના પેરેન્ટસ સહજના ઘરે આવી ને કઈ ગયા હતા... અને સાથે સહજને એના ઘરમાંથી એના મમ્મીના હાથનો મેથીપાક પડ્યો તો...હા હા હા ... સહજને માર ખાવો પડે એનો વાંધો નહતો પણ સહજના લીધે એના ઘરે આવીને પેરેન્ટસ ને બીજાં બોલી જાય એ નહતું ગમતું....આમ સહજ સ્કૂલમાં જતો ખરો પણ તરત જ ઘરે પાછો આવી જતો એના મમ્મી જોડે...હા હા ... સહજને નાનપણમાં ઘર- ઘરતા અને સંતા કુકડી રમવાનું બહું ગમતું...સહજ ઘરે પાછો આવતો અને એની એક બેસ્ટ ફ્રેન્ડ જોડે રમવા લાગી જતો..હા હા હા ...હા તમે જે વિચારો છો એવું જ ..સહજની સૌથી પહેલી મિત્ર છોકરી જ હતી... અને એમ પણ પોતાના નાનપણના સાથીદાર મિત્રો ને કેવી રીતે ભુલાય ?? સાચું ને ... તમને પણ કોઈકની છબી યાદ આવી ગઈ હશે...હા હા હા... સહજને એની બેસ્ટ ફ્રેન્ડ ખૂબ જ ગમતી કારણકે સહજના બધાંય તોફાનોનું સઘળું તોપલું એ એના માથે લઈ લેતી...હા હા હા... સહજને એ હંમેશા માર ખાતા બચાવી લેતી... સહજને એનું કાલું કાલું અને તોતડાઈને બોલવું બહું ગમતું ...સહજ અને એની બેસ્ટ ફ્રેન્ડ આખી બપોર કોલાહલ કરતાં... ધમાચકડી કરતાં અને બંને એકબીજા ના ઘરથી કાજુ બદામ અને ખાટા ખાટા આમળાં છાનાં માના લઈ આવતા...હા હા હા...સહજની સાથે એની બેસ્ટ ફ્રેન્ડ બધાં માં જ સાથ આપતી જેમ કે સોસાયટીમાં બીજા ના ઘરે આવેલ ઝાડ પરથી કાચી કેરી પાડવી ...જમરુખ પાડવા ... આંબલી પાડવી... જાંબુ પાડવા.... હા હા હા....સહજની શરત ઝાડ પર સહજને ચડવાનું અને બધાય ફળો પાડવાના પણ લાલ મરચું , મીઠું (નમક) અને સંચરનો મસાલો એ એની બેસ્ટ ફ્રેન્ડ એ લાવવાનો...તે પણ ઘરમાં જાણ ન થાય એ રીતે મતલબ કે છાનાં માંના....હા હા હા ....આવી રીતે મસ્ત નિખાલસથી ભરપૂર મસ્તીથી ભરપૂર સહજનું બાળપણ વીત્યું... સહજને એના મોટા બહેન જોડે પણ બવ લગાવ ... જ્યારે પણ ઘરમાં એમ કહેવામાં આવે કે તારા દિદી જોડે હમણાં તું સ્કૂલમાં તો જાય છે પણ સાસરે થોડો સાથે જઈ શકવાનો.... ત્યારે ફટ દઈને સહજ વળતો જવાબ આપી દે કે જોવો દિદીનું લગ્ન તમે લોકોએ કરાવ્યું તો હું કુવામાં કુદી પડીશ...હા હા હા...આમ સહજ ને એના દિદી પ્રત્યે ખૂબ પ્રીતિ.. લગાવ... સહજ એકવાર તો નાનપણમાં ઘર છોડીને ભાગી જાય છે...હા હા હા... કારણકે સહજને એના ઘરે થી કોઈ પણ એના મામાના ઘરે મુકવા ન આવતું હોય... સહજ રોડ સુધી પોતાની જાતે કપડાંનો થેલો ભરી ને ત્યાં ઉભો ઉભો વાહનોને હાથ કરતો જાય છે પણ થોડીક જ વારમાં સહજને ઓળખતા અને જે પરિવારે સહજના કુંટુંબને આશરો આપ્યો હોય છે એ મકાનમાલિક ઓછા અને સહજના કુંટુંબની સાથે તમામ પ્રકારની પરિસ્થિતિમાં ઉભા રહેનાર વડીલ જ આવે છે...આ વડીલ સહજને ઘરે લઈ આવે  છે ... અને સહજના ઘરથી સીધા જ મોસાળ પક્ષ માં સંદેશો આપવામાં આવે છે કે સહજને લઈ જાવ...આ સહજનું પહેલું પરાક્રમ...હા હા હા...સહજને અને એના બહેનને પહેલાથી જ મોસાળમાં રહેવું વધારે ગમતું એનું એકમાત્ર અને મહત્વનું કારણ એટલું જ કે કોઈ રોક ટોક નહીં અને મોજથી ભરપૂર એમનું જીવન.... સહજના નાનપણમાં પરાક્રમોની વાત કરીએ તો એકપણ ઈન્જરી બાકી નઈ...હા હા હા... પથ્થર માથામાં વાગવો , ટ્રેક્ટર ના ટેલરના ફાળકામાં હાથની આંગળીઓ આવી જવી, કરંટ લાગવો , ફટાકડા હાથમાં ફુટવા , કાતર પગમાં વાગવી અને બીજા કેટલાય...હા હા હા... સહજના જીવનમાં નાનપણથીજ પ્રભુજીની રક્ષા.. જેવી રીતે બધાની થતી જ હોય છે પણ કોઈ ધ્યાનમાં બવ લેતાં નથી... સહજના ઘરમાં નાનપણથીજ ભક્તિ સભર વાતાવરણ...સહજ એના દિદી અને મમ્મી સાથે રોજે રોજ ભજન કીર્તન અને આરતી કરતાં હોય છે... પ્રભુજી ની મહાનતા અને એમના કાયૉ અને કથાવાર્તા ના સંસ્કાર બાળપણથી જ સહજના જીવનમાં ઉતૅયા હોય છે...સહજ અને એનું કુટુંબ શહેરમાં ભાડાં ના મકાનમાં રહેવા આવી જાય છે... અને સહજનું ફરી નવું જીવન નવી દુનિયા અને નવા લોકોની વચ્ચે શરુ થાય છે...હવે આગળ જોવું એ રહ્યું કે સહજના જીવનમાં એવો તો કયો બનાવ બને છે કે સહજ સીધો જ પ્રભુજીની શોધમાં નીકળી જાય છે...કતૉહતૉ ભગવાન છે તો આપણને શા માટે અહીંયા મોકલવામાં આવ્યા છે ??? આપણે અહીંયા શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ ?? એવા કેટકેટલા સવાલોના જવાબો સહજને મળશે ?? આગળ સહજની મસ્ત યાત્રા માનતા રહો મારી સાથે...જય હો...