Shanka in Gujarati Short Stories by Ujas Vasavada books and stories PDF | શંકા

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

શંકા


કોલેજ માં નિશા અને નિશિથ સાથે ભણતા હતા.નિશા તેના મામા ના ઘરે રહી ને કોલેજ કરતી હતી.તેના મામા ના ઘર થી કોલેજ ના રસ્તામાં જ નિશિથ નું ઘર આવતું. કોલેજ ના સમયે નિશા નું નિશિથ ના ઘર પાસે નીકળવું ને નિશિથ ને તેનું બાઈક ચાલુ કરવું. જોત જોતા માં એ બને કોલેજ માં એક બીજા ની નજીક આવવા લાગ્યા અને બને ને પ્રેમ થઈ ગયો. 
બને ની જોડી જાણે ઈશ્વર ની જ દેન હતી. આ બને ને નજીક લાવવા માં પ્રિયંકા કે જે નિશા ની ખાસ બહેનપણી હતી.કોલેજ પુરી થઈ ની નિશિથ ને મલ્ટીનેશનલ કંપની માં સેલ્સ માં જોબ મલી ગઈ.અને ત્યારબાદ બને ના લગ્ન ની વાત પણ ચાલી અગાઉ કહ્યું તેમ ઈશ્વર ની જ દેન હોય અને બને એક બીજા માટે જ બન્યા હોય તેમ કોઈ પણ પ્રકાર ના વિરોધ વગર બનેના લગ્ન થઈ ગયા.
લગ્ન ના 2 વર્ષ બાદ કુદરતની કૃપાથી તેઓને ત્યાં ખુબજ સુંદર પરી જેવી દીકરી નો જન્મ થયો.તેનું નામ પિંકી.ખુબજ રમતિયાળ,નટખટ નાનકડી પિંકી ને ઉછેરવામાં નિશા ખૂબ જ બીઝી રહેવા લાગી.આ તરફ નિશિથ ને પ્રમોશન મળ્યું ને તેની અમદાવાદ શહેર માં ટ્રાન્સફર થઈ.નિશિથ તેના નાનકડા ફેમીલી સાથે ત્યાં શિફ્ટ થયો. 
નિશિથ ની બદલી થઈ ત્યાંની ઓફિસ માં પહેલાં જ દિવસે જ્યારે પ્રિયંકા ને તેના બોસ તરીકે જોઈ ને ખૂબ જ આશ્ચર્ય પામ્યો.
પ્રિયંકા કોલેજ પછી એમ.બી.એ. ભણી ને એ ડાયરેક્ટ મેનેજર ની પોસ્ટ પર નિશિથ ની જ કંપની માં અમદાવાદ ની હેડ ઓફીસમાં નિમણુંક પામી હતી.પણ તેના વિશે બને અજાણ હતા એમ કહીએ તો કોલેજ પછી પ્રિયંકા તેના કેરિયર ને ફોકસ કરી બધા કોલેજ ફ્રેન્ડસ થી દુર થઇ ગઇ હતી.અલબત્ત તેને લગ્ન પણ કર્યા ન હતા.
બને એકબીજા ને મળતા જ કોલેજ ના દીવસો ની યાદો વાગોળવા મંડ્યા.પ્રિયંકાને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું જ્યારે એ ઘરે આવી ત્યારે નિશા પણ તેની ખૂબ જ અંગત મીત્ર ને મળી ઉછળી પડી.જોત જોતામાં દિવસો જવા મંડ્યા નિશિથ અને પ્રિયંકા બને ઓફિસમાં સાથે અને વળી પ્રિયંકા બોસ તેથી વારંવાર ઓફિસ કામે સાથે આવન-જાવન વધવા લાગ્યું.શરૂ શરૂ માં તો ચાલ્યું પણ દિવસ જતા નિશા ને શંકા થવા લાગી.ધીમે ધીમે બને વચ્ચે નાના મીઠાં ઝઘડાઓ પણ થવા લાગ્યાં.નિશિથ તેને ખૂબ માનવતો સમજાવતો એ બને માત્ર ઓફિસ ના કલીગ ની જેમજ વર્તે છે. પણ એક સ્ત્રી નું મન ક્યારેય કોઇનું માને! 
નિશા અને પ્રિયંકા બને ખુબજ નજીકની ખાસ બહેનપણીઓ રહી ચુકી હતી બને ઍક બીજા ની વસ્તુ ની આપ-લે કરતા,બંને એક બીજાની પસંદગી પણ જાણતી હતી.એટલે મનોમન એવું પણ વિચારતી કે ક્યાંક પ્રિયંકા ને નિશિથ ગમી જાશે તો? 
પછી એની પ્રેમાળ પતિ ને પિંકી ના વિચારે મન વાળી લેતી.આવું વારંવાર થવા લાગ્યું હતું.
એવા માં એક દિવસ નિશિથ ને ઓફિસ માં મિટિંગ બહુ મોડે સુધી ચાલી મિટિંગ પુરી કરી નિશિથ અને પ્રિયંકા  છુટા પડ્યા પ્રિયંકા ની કાર ગયા બાદ નિશિથ નું ધ્યાન પાર્કિંગ માં પ્રિયંકા ની કાર પાસે પડેલા મોતી ના હાર પર પડી કે જે પ્રિયંકા એ પહેરેલ.નિશિથ એ સહજતાથી એ હાર ઉઠાવી પોતાની બેગ માં મુક્યો અને વિચાર્યું બીજા દિવસે આપી દેશે. આખા દિવસ ના બહુ કામ ના લીધે નિશિથ બહુ થાકી ગયો હતો. ઘરે આવેલ નિશિથ ને જોઈ નિશા ને થયું લાવ એની રૂટીન બેગ માથી ટિફિન નીકાળી લઉ અને ત્યાં નિશા દ્વારા આપવામાં આવેલ મોતી નો હાર નિશિથ ના ઓફિસ બેગ માંથી મળ્યો ને તેનો નિશા નો પિતો ગયો કાઈ પણ વિચાર વગર સીધો નિશિથ પર આક્ષેપ બાજી કરવા લાગી ને બને વચ્ચે ઝઘડો થયો.આ વખત તો અનાયાસે પિયર જતા રહેવાની વાત આવી ગઈ. નિશિથ પણ ખુબ ઉંડા વિચારો માં પડી ગયો એને મનોમન નકી કરી લીધું કે વહેલામાં વહેલા નોકરી બદલી અમદાવાદ છોડી દેવું ,આ વાત તેમણે નિશા ને પણ જેમ તેમ સમજાવી  અને ફરીથી ધીમે ધીમે એમના રૂટીનમાં ગોઠવાઈ ગયા.
નિશાએ કશું જ બોલ્યા વગર પોતાનો સામાન પેક કરી લીધો.
એક વાર ફરી તેણે ધેર મોડા આવેલા પતિ નિશિથના ગાલ તરફ જોઈ ખાતરી કરી લીધી .
બરાબર એ જ ઓs શેડની લિપસ્ટિક હતી ને જે એણે હજુ ગઈકાલે જ તેની ખાસ સહેલી  પ્રિયંકાને ભેટ આપી હતી !
નિશા બિજી જ ક્ષણે હસી પડી ને નિશિથ ને વળગી પડી જ્યારે તેને નિશિથની પાછળ તેની 5 વર્ષ ની બેબી પિંકી ને આવતા જોઈ કે જે પડોશમાં રાંદલ માતાજી બેસાડયાતા ત્યાં ગોયણી તરીકે ગઈ હતી.અને પિંકી ના હાથમાં ચાંદલા નું પેકેટ, લાલ નાની બંગડી નું પેકેટ, નેઈલ પોલીશ અને same શેડ ની ખુલી લિપસ્ટિક હતી.પછી તરત પિંકીને તેડી લઇ ખૂબ જ વહાલ કરી રડવા લાગી.આ બધી જ ઘટના ઓ જોઈ ને નિશિથ ને થયું કે જો આમ વધુ ચાલ્યું તો એ નિશા ને ખોઈ બેસશે તેનું માનસિક સંતુલન વિચારવાયુ અને શંકા ના લીધે બગડતું હતું.
બીજા દિવસે આ બાબત ની વિસ્તૃત પણ નિખાલસ ચર્ચા પ્રિયંકા સાથે કરી.ત્યારે પ્રિયંકા એ નિશિથ ને નોકરી છોડવાની ના કહી ને જણાવ્યું કે તેને જ કંપનીમાં રાજીનામું મુકી દીધું છે.અને તેની સગાઈ આ ત્રણેયની સાથે જ ભણતા અનિકેત સાથે નક્કી થઈ ગઈ હતી ને તે લગ્ન કરી મુંબઇ જવાની હતી.
ઘણી વખત સ્ત્રીઓ પોતાની ખુશાલ જિંદગી વિખાઇ ન જાય તેવી ચિંતા માં જ હાથે કરી જિંદગી બગાડી નાખતી હોય છે.