The Author Jatin.R.patel Follow Current Read સર્પ પ્રેમ 5 છેલ્લો ભાગ By Jatin.R.patel Gujarati Classic Stories Share Facebook Twitter Whatsapp Featured Books હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... અધુરો પ્રેમ જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન... વહુના આંસુ સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે, ત્યાં જ છાંયા બહેન જોરથી ચ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Jatin.R.patel in Gujarati Classic Stories Total Episodes : 5 Share સર્પ પ્રેમ 5 છેલ્લો ભાગ (256) 3.7k 6k 9 સર્પ પ્રેમThe Mystery solvedEp.5બીજાં દિવસે શ્યામ અને રમણ ની સાથે જેની જેની પત્નીઓ નાગપ્યારી નો વેશ ધારણ કરીને બેઠી હતી એ બધાં મુંબઈ થી સવારે વહેલાં જ લખનપુર આવી પહોંચ્યા હતાં.શ્યામનાં ઘરે જતાં જ શરદાદેવી એની પર ગુસ્સે ભરાયા કેમકે એ નહોતાં ઇચ્છતા કે શ્યામ કોઈ કારણથી ઘરે પાછો આવે..શ્યામ આવે ત્યારે રાધે પણ જાગી ગયો હતો.રાધેને જોતાંજ શ્યામે પૂછ્યું."તે અનિતા ને સબક શિખાવડ્યો કે નહીં..?"શ્યામનાં સવાલના જવાબમાં રાધે ચૂપ ચાપ માથું નીચું કરી ઉભો રહ્યો..એને આમ નિરુત્તર જોઈ શ્યામે ગુસ્સે થઈને કહ્યું."તારા થી કંઈ થઈ શકે એમ નથી..મારે જ કંઈક કરવું પડશે.."આટલું કહી શ્યામ ઘરમાં પ્રવેશ્યો અને જોરજોથી ચિલ્લાઈને અનિતા ને અવાજ આપવા લાગ્યો."અરે ઓ શ્યામ..અનિતા તો સવારે વહેલાં જ પોતાનો બધો સામાન લઈને ચાલી ગઈ એનાં નાગરાજ જોડે..અને બેટા આ મામલામાં મગજમારી ના કરે તો જ સારું છે.."શારદાદેવી એ કહ્યું..હકીકતમાં નાગરાજ નું નામ સાંભળી ગામડાંના અભણ લોકો અંધશ્રદ્ધાના લીધે ડરી ગયાં હતાં એટલે કોઈનામાં એ સ્ત્રીઓને રોકવાની હિંમત જ નહોતી."ક્યાં છે એ બોલ ને ખાલી તું..બાકી મારે શું કરવું એ હું જોઈ લઈશ.."આવેશમાં આવી શ્યામ બોલ્યો."ભાઈ મને ખબર છે એ બધી અત્યારે ક્યાં છે.."રાધે એ કહ્યું."તો ચાલ..હું બીજાં લોકો ને પણ બોલાવી લઉં છું.."આટલું કહી શ્યામ નીકળી પડ્યો રાધે ની જોડે..એને ફોન કરી રમણ અને બીજાં મુંબઈ થી આવેલ નાગપ્યારી સ્ત્રીઓનાં તમામ પતિઓને ગણિકા હવેલી પહોંચવા માટે જણાવી દીધું.આ તરફ ગણિકા હવેલી માં લગ્ન મંડપમાં બધી નાગપ્યારી સ્ત્રીઓ અગ્નિ ની ફરતે વર્તુળ બનાવી બેઠી હતી..અને એક પાટલા પર એક કરંડીયો રાખ્યો હતો જેમાં નાગરાજ હશે એવું સમજાઈ રહ્યું હતું..પંડિત પણ એક પછી એક મંત્ર બોલી લગ્ન ની વિધિ આગળ વધારી રહ્યાં હતાં.લગ્ન ની વિધિ એનાં અંતિમ ચરણ તરફ આગળ વધી રહી હતી ત્યાં ગણિકા હવેલી નાં બારણેથી શ્યામે જોરથી અવાજ લગાવીને કહ્યું.."આ બધું શું ધતિંગ માંડ્યા છે..બધું અહીં જ રોકી દો.."આટલું કહી એ અંદર પ્રવેશ્યો.એની સાથે બીજી નાગપ્યારી નાં પતિ અને રાધે પણ હતો."એ કમલી..આ તને નાગમાતા નું જે ભુત ભરાયું છે ને એને તો હું એક મિનિટ માં જ ઉતારી દઉં."રમણે પણ ગુસ્સાથી કમલીને કહ્યું.આટલું કહી બધાં પુરુષો લગ્ન મંડપ તરફ આગળ વધી રહ્યાં હતાં..એમને જોઈ બધી સ્ત્રીઓએ એકબીજા તરફ જોયું અને બધી લગ્નમંડપ માંથી ઉભી થઈ ને એકબીજાનો હાથ પકડી આગળ વધી..અને એ પુરુષો નો રસ્તો રોકી ઉભી રહી."હમણાં થી બહુ હેકડી ચડી છે ને..આજે તો તારી હેકડી ઉતારી દઉં.."આટલું કહી શ્યામ પોતાની પત્ની અનિતા નો હાથ પકડવા જતો હતો ત્યાં કાંતા એ કહ્યું."તાકાત હોય તો હાથ લગાવ કોઈ પણ નાગપ્યારી ને..પછી ખબર પડશે તને પણ કે તારાં શું હાલ થાય છે.."કાંતા નો તીખો અવાજ સાંભળી શ્યામ ત્યાંજ અટકી ગયો..એને હવે થોડો ડર લાગવા લાગ્યો હતો આ સ્ત્રીઓનો."હા..કેમ અટકી ગયો..આવ અને ખાલી સ્પર્શ કર કોઈપણ સ્ત્રી ને..પછી ખબર પડશે તમારાં શું હાલ થશે."કમલી એ પણ ઉંચા અવાજે કહ્યું."અરે ઓ ભાભી હવે કોઈ નહીં આવે તમારાં નાગરાજ ભુજંગ ને તો મેં ક્યારનોય મોત ને ઘાટ ઉતારી દીધો..કોઈ નાગરાજ છે જ નહીં તો હવે આ નાટક બંધ કરી દો.."રાધે એ કહ્યું."રાધે..તને કોને કીધું ભુજંગ નાગરાજ હતો..અસલી નાગરાજ તો એ આસન પર છે.."લગ્ન મંડપ ની મધ્ય માં રહેલાં કરંડિયા તરફ આંગળી ચીંધી કમલી બોલી."અને તમારાં કોઈની હિંમત હોય તો આગળ વધો.. પછી તમારી એ એજ દશા થશે જે રાધે ની થઈ હતી.આવ્યો હતો મારી ઈજ્જત લૂંટવા અને એની પોતાની જ લૂંટાઈ ગઈ..એને પણ નાગરાજ નો પ્રેમ મળી ચુક્યો છે.."અનિતા કટાક્ષ માં બોલી.અનિતા ની વાત સાંભળી ત્યાં હાજર દરેક પુરુષ એ રાધે તરફ જોયું અને એનો ચહેરો જોઈ સમજી ગયાં કે અનિતા સત્ય બોલી રહી હતી..હવે નાગરાજ હકીકતમાં અસ્તિત્વ ધરાવે છે એ વાત એમને માનવી જ પડી અને નાગરાજ નો ડર હવે એમને પણ લાગી રહ્યો હતો."શું વિચારો છો બધાં.. આવો આવો અંદર આવો.."બધી સ્ત્રીઓ આવું બોલીને આગળ વધી રહી હતી અને બધાં પુરુષો પાછળ પડી રહ્યાં હતાં.આખરે બધાં જ પુરુષો હવેલી ની બહાર નીકળી ગયાં અને અનિતા એ હવેલી નો દરવાજો બંધ કરી દીધો.અનિતા નો દરવાજો બંધ કરતાં જ દરેક નાગપ્યારી નો ચહેરો ખીલી ઉઠ્યો અને એક વિજયસુચક સ્મિત એમનાં ચહેરા પર ફરી વળ્યું.ત્યારબાદ ફરી મંત્રોચ્ચાર ચાલુ થયાં અને લગ્ન ની વિધિ પતાવવામાં આવી..નાગરાજ સાથે બધી નાગપ્યારી પરણી ને સદાય ને માટે એમની પત્ની થઈ ચૂકી હતી..!!***આ વાત ને ત્રણ દિવસ વીતી ગયાં હતાં..ભુજંગ ની લાશ જોડે મળેલી ફિંગરપ્રિન્ટ અને લોકો એ રાધે ને ખંડેર તરફ જતો જોયાની જુબાની ને આધારે એનાં ઘરે તપાસ થઈ અને ત્યાંથી હત્યા માટે વપરાયેલી કુહાડી પણ મળી આવી..આ બધાં તથ્યોનાં આધારે ભુજંગના કેસ માં રાધે ની ધરપકડ થઈ.મુંબઈ થી આવેલાં શ્યામ અને રાધે ની સાથેનાં અન્ય મર્દ પોતપોતાની પત્નીઓને રોકવાની હિંમત ના કરી શક્યાં કેમકે નાગરાજ ની તાકાત નો ડર એમને સતાવી રહ્યો હતો..આમ પણ એમાંથી કોઈને પોતાની પત્ની પ્રત્યે વધુ લાગણી તો હતી જ નહીં એટલે બધાં નાગપ્યારી નાં પતિ દેવો પાછાં કામધંધે મુંબઈ ચાલ્યાં ગયાં.!!એ દિવસ સવારે બધી નાગપ્યારીઓ બેસીને વાતો કરી રહી હતી ત્યાં દસેક પુરુષો ગણિકા હવેલી ને બારણે આવીને ઉભાં રહ્યાં.. જેમાં અનિતાનો પ્રેમી વિશાલ પણ હતો..અનિતા ને કમલી ઉભી થઈ બારણે ગઈ અને પૂછ્યું."શું કામ છે..,કેમ આવ્યાં છો..?""અમારે નાગરાજ ની શરણમાં આવવું છે.."બધાં વતી વિશાલ બોલ્યો."પણ નાગરાજ ની શરણ માં એજ આવી શકે જે નાગરાજ નાં ભક્ત હોય અથવા એમનાં પ્રેમી..તમે શું છો..?"કમલી એ પૂછ્યું.કમલી નો પ્રશ્ન સાંભલી વિશાલ ની સાથે બીજાં પુરુષો એ પોતાની ગરદન પરનું સર્પપ્રેમ નું ચિહ્નન બતાવી કહ્યું.."અમે નાગરાજ નાં પ્રેમી છીએ.."વિશાલ ની વાત સાંભળી એ બધાં પુરુષો ને ગણિકા હવેલીમાં પ્રવેશ આપવામાં આવ્યો.. એમનાં અંદર આવતાં જ દરવાજો બંધ થઈ ગયો અને બધી નાગપ્યારી સ્ત્રી અલગ અલગ પુરુષો ને ભેટી પડી..કાંતા અને એની દીકરી પારુલ ને મૂકીને.અનિતા અત્યારે વિશાલ ની બાહોમાં હતી જ્યારે કમલી ગામનાં જ એક હોઝિયરી નો સામાન વેચતાં શંભુ ની બાહોમાં.. એ રીતે બકુલા, શકુ અને અન્ય નાગપ્યારી પણ કોઈને કોઈ પુરુષ ની સાથે હતી."બસ તો હવે બધી ખુશ.."કાંતા એ સ્મિત સાથે કહ્યું."અરે કાંતા ડોસી..આ બધું તારાં લીધે થયું છે.."કમલી એ કાંતા ને ગળે લગાવી એનાં ગાલ ચુમતા કહ્યું."કમલી આભાર માનવો હોય તો આ અનિતા નો માન જેનાં લીધે આપણી જીંદગીમાં આજનો આ સુખી દિવસ જોવાનો વારો આવ્યો.."કાંતા એ કહ્યું."અરે એમાં આભાર શેનો..એમાં મારો પણ અંગત સ્વાર્થ હતો.."વિશાલ ને ખભે માથું મૂકી અનિતા બોલી."પણ અનિતા તને આ બધો વિચાર આવ્યો કઈ રીતે..આ નાગરાજ અને નાગપ્યારી નું નાટક શરૂ કરવાનો..?"બકુલા એ પૂછ્યું."તો સાંભળો..આ બધું શરૂ કઈ રીતે થયું..જ્યારે કમલી જોડે કોઈ સાપે બળાત્કાર કર્યો એની ચર્ચા લોકો કરી રહ્યાં હતાં ત્યારે મને એ વાત ગળે ના ઉતરી..માટે મે કમલી ને એકાંત માં લઈ જઈ સાચી હકીકત શું છે એ વિશે પૂછ્યું..""તો કમલી એ કહ્યું કે એનાં પતિ રમણ ને એ પરમેશ્વર ની જેમ પૂજતી હતી પણ રમણ ત્યાં મુંબઈ માં અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ રાખતો હતો.ગામમાં હોઝિયરી વસ્તુઓ વેચતો શંભુ મારી સ્થૂળકાય કાયા હોવા મને ચાહતો હતો એટલે મેં પણ એનો પ્રેમ સ્વીકાર કરી લીધો..એ રાતે શંભુ જ મને મળવા આવ્યો હતો પણ મારી સાસુ અને સસરા આવી ગયાં અને મારે સાપે મારાં જોડે બળાત્કાર કર્યો હોવાની મન માં આવી એ વાત રજૂ કરી.""મેં પછી કમલી ને કહ્યું આ નાટક ચાલુ જ રાખે..કેમકે એને કંઈ ખોટું નહોતું કર્યું.મેં એકદિવસ મારાં પતિ શ્યામ એ મને કોલ કર્યો પણ કટ કરવાનો ભૂલી ગયો અને રમણ સાથે એનાં નંદા નામની બજારુ સ્ત્રી જોડે સંબંધો ની વાત કરતો સાંભળી લીધો..બસ મેં પણ વિશાલ પ્રત્યે નો મારો પ્રેમ એની સમક્ષ રજુ કરી દીધો..એ તો મને પ્રેમ કરતો જ હતો એટલે એને પણ મારો પ્રેમ સ્વીકાર કરી લીધો.""આ નાટકમાં વિશાલ પણ અમારી સાથે ભળી ગયો અને મેં પણ કમલી ની જેમ એ રાતે સાપ દ્વારા બળાત્કાર થયો હોવાનું નાટક કર્યું..જતાં જતાં પ્લાસ્ટિક નાં સાપની પૂંછડી નાં દર્શન મારી સાસુ ને કરાવી અમે અમારો પ્લાન આબાદ સફળ બનાવી દીધો.વિશાલ જોડે પ્લાસ્ટીકના નકલી ઈંડા મંગાવી કમલી ની વાત ને મજબૂત પણ પુરવાર કરીને એને નાગમાતા બનાવી દીધી.""બસ પછી તો ગામ ની જે જે સ્ત્રીઓનાં પતિ બહાર હતાં અને ઘરે આવતાં જ નહોતાં એમનાં પર મેં ધ્યાન રાખવાનું શરૂ કર્યું..તો આ બકુલા, શકુ બધી જ પોતપોતાનાં પ્રેમીઓને મળતી હતી..પણ ચોરી છુપે..એમને પણ મારાં પ્લાન માં સામેલ કરી લીધી.પછી તો શું થયું બધાં ને ખબર જ છે.""પણ અનિતા ભાભી તમે પેલાં ભુજંગ ને રાધે જોડે કેમ મરાવી દીધો..?"શંભુ એ પૂછ્યું."શંભુ ભાઈ એ ભુજંગ કાંતા કાકી ની મજબૂરી નો ફાયદો ઉઠાવી એમની સાથે મનફાવે ત્યારે શારીરિક સંબંધ બાંધતો.. આ બધું તો ઠીક હવે એની નજર કાકી ની દીકરી પારુલ પર હતી.આ તરફ રાધે હું એની સગી ભાભી હોવા છતાં પણ મારી આબરૂ લેવા ઉતાવળો થયો હતો..એમાં પણ ત્યારે તો હદ થઈ ગઈ જ્યારે મારાં પતિ એ જ એને મારી સાથે એવું કરવાનો આદેશ આપી દીધો..મારાં પતિ અને દિયર ની વાત સાંભળી મેં બીજો એક પ્લાન બનાવ્યો.""એ દિવસ જેવો રાધે મારી ઈજ્જત લૂંટવા મારો પીછો કરી રહ્યો હતો ત્યારે હું એને નદી કિનારે ટેકરી સુધી લેતી આવી..જ્યાં વિશાલે એને ક્લોરોફોર્મ સુંધાવી બેહોશ કરી દીધો.. અને પછી ખંડેર માં લઈ જઈ એને અને શંભુ એ રાધે જોડે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરી ને એની જ આબરૂ લઈ લીધી..""મેં રાધે ને ઉશ્કેરી નાગરાજ જોડે બદલો લેવો હોય તો ખંડેરમાં જવા કહ્યું..જ્યાં પારુલ નાં કહેવાથી ભુજંગ એની સાથે શારીરિક સુખ માણવા આવી પહોંચ્યો..રાધે ને લાગ્યું કે ભુજંગ જ નાગરાજ છે અને એને ભુજંગ ને મારી નાંખ્યો.આમ કરી મેં એક કાંકરે બે પક્ષી મારી નાંખ્યા..હવે આ ગણિકા હવેલી માં બધી સ્ત્રીઓ પોતપોતાની પસંદગીનાં પાત્ર સાથે સુખેથી રહી શકશે."અનિતા એ બધી હકીકત જણાવતાં કહ્યું."આ કરંડિયા માં શું છે તો પછી..?"શકુ એ પૂછ્યું."આમ તો આ કરંડિયો ખાલી છે..પણ એકરીતે નાગરાજ રૂપે આમાં આપણાં બધાનાં સપનાં કેદ હતાં.. જેને એની ઉડાન હવે મળી ગઈ.."કમલી એ કહ્યું."ભલે નાગરાજ નું અસ્તિત્વ જ નથી.. પણ હકીકતમાં આપણાં બધાં માટે તો એ ભગવાન થી કમ નથી જ.."કાંતા એ કહ્યું."નાગરાજ ની જય..નાગરાજ ની જય"સાથે ત્યારબાદ ગણિકા હવેલી ગુંજી ઉઠી અને બધી નાગપ્યારી પોતપોતાનાં પ્રેમી સાથે અલાયદા ઓરડામાં જતી રહી જ્યાં એમની જીંદગી ની નવી શરૂવાત એમની રાહ જોઈ રહી હતી..!!સમાપ્તતો દોસ્તો આ સાથે આ લઘુનવલ પૂર્ણ જાહેર કરું છું..એકરીતે જોઈએ તો આ નોવેલ ની વિષયવસ્તુ ઘણી જ અલગ હતી એટલે થોડી પચાવવી ભારે પડી હશે. સ્ત્રી જ્યાં સુધી સહન કરે ત્યાંસુધી બધું ઠીક પણ જ્યારે એ કંઈક કરવા ધારે ત્યારે ગમે તે કરી શકે છે એ આ નાગપ્યારી સ્ત્રીઓએ સાબિત કરી આપ્યું.પુરુષ મનફાવે ત્યાં મોં મારી શકે પણ એક સ્ત્રી પોતાની જાતિગત ઈચ્છાઓને પૂર્ણ કરવાનું વિચારે તો પણ પાપ..રૂઢિગત વિચારધારાઓ ધરાવતો આપણો આ સમાજ હંમેશા સ્ત્રી ને પુરુષ થી નિમ્ન કક્ષા ની માનતો જ આવ્યો છે જે બદલવાની જરૂર છે.હું એમ પણ નથી કહેતો કે આ સ્ત્રીઓએ જે કર્યું એ યોગ્ય હતું પણ શું એમનાં પતિઓ કરી રહ્યાં હતાં એ પણ યોગ્ય તો નહોતું જ..નાગરાજ રૂપે એમને એક એવો ઉપાય મળ્યો જ્યાં એમને બધાં બંધનો તોડી,સમાજ ની મર્યાદાથી ઉપર જઈ પોતાનું ધાર્યું કર્યું..!!આ લઘુનોવેલ અંગે આપનો અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર આપ જણાવી શકો છો.માતૃભારતી પર તમે આ સિવાય મારી અન્ય નોવેલ બેકફૂટ પંચ અને ડેવિલ એક શૈતાન પણ વાંચી શકો છો..આવતાં સપ્તાહથી ચેક એન્ડ મેટ : ચાલ જીંદગી ની કરી ને એક નવી થ્રિલર સસ્પેન્સ નોવેલ શરૂ થશે.-ઓથર :- જતીન.આર.પટેલ (શિવાય) ‹ Previous Chapterસર્પ પ્રેમ 4 Download Our App