Veermangai rani naachchiyar in Gujarati Moral Stories by Smita books and stories PDF | વીરમંગાઈ રાણી નાચ્ચિયાર (પ્રથમ મહીલા ક્રાંતિકારી)

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

વીરમંગાઈ રાણી નાચ્ચિયાર (પ્રથમ મહીલા ક્રાંતિકારી)

વીરમંગાઈ
રાણી નાચ્ચિયાર
(પ્રથમ મહીલા ક્રાંતિકારી)

ભારતને ગૌરવ અપાવનાર અમુલ્ય રત્નો ઘણા છે છતાં ખૂબ ઓછા રત્નો જાણીતા બન્યાં . અને ઘણાં રત્નો હવે જાણીતાં કરીશું. આમાં ના એક છે વિરમંગાઈ વેલું નાચ્ચિયાર .... વિરમંગાઈનો અર્થ તામિલભાષ માં બહાદુર સ્ત્રી થાય છે .. આમ તો રાણી વેલું નાચ્ચિયાર નું અસામાન્ય કહી શકાય તેવું યોગ દાન છે તેમણે પ્રથમ મહિલા સૈન્ય બનાવી હતી તેમજ જ સૌ પ્રથમ માનવબોમ્બ પણ એમને બનાવ્યો હોવા છતાં એમના વિશે તામિલભાષા સિવાય ઇન્ટરનેટ ઉપર અન્ય ભાષામાં ખુબજ ઓછો ઉલ્લેખ છે.તો આ એક નાનકડો પ્રયત્ન એમના વિષે જાણવાનો. આ વાર્તા દક્ષિણ ભારતના તામિલનાડું માં 1730 માં જન્મેલા રાજકુમારી વેલુ નાચ્ચિયારની છે અને તે એક રાજકુમારી થી ક્રાંતિકારી વિરમંગાઈ વેલું નાચ્ચિયાર કેવી રીતે બનવ્યા તે સફર ની વાર્તા. ) “ મારો ..... કાપો ..... અને ભાગો “ ના અવાજ થી આજે કાલિયારકોવીલ કિલ્લો જાણે ધ્રૂજતો હતો .અને ત્યારે જ એક હવા ને વિન્જતો ઘોડો કિલ્લા માં પ્રવેશે છે... ઘોડા પર સજ્જ એ નારી એટલે વિરમંગાઈ રાણી વેલું નાચ્ચિયાર. હાથ માં ગુંજતી બંગડીઓ ના રણકાર સાથે તેજ ખુલ્લી તલવાર . ..માથા પર તિલક .. ખુલ્લા વાળ અને કાજળ ઘેરી આંખો. અને નમણુ નાક. અને દેહ સહેજ ભરાવદાર પણ સાથે ગજબનું લચીનાપણું . રાણી વેલું નાચ્ચિયાર એટલે કુદરતની અદ્દભુત રચનાઓ માંથી એક કહી શકાય. તેમનું અદભૂત સૌંદર્ય સાથે તેજ મગજ શક્તિ નો સંચાર હતો. ઈતિહાસ માં એમણું રૂપ દ્રૌપદી સાથે સરખવામાં આવ્યું હતું....... અને પીઠ પર બાંધેલું નાનું બાળક .. અને તેમની સામે આવતા કંઈ કેટલા ય વાર ને હાથ તાળી આપી કાલિયારકોવીલ કિલ્લમાં અંદર પ્રેવશી જાય છે
ઘોડા ને હાથી પર સવાર સસ્ત્રસજ સૈન્ય જાણે કેટલાય સમયથી વાર સહન કરી પ્રતિઘાત કરવા ના વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.
અત્યાર સુધી પોતાની એક આગવી શાન અને પોતાના માન સાથે ઉભેલું દક્ષિણ ભારત નું શિવગંગા સમ્રાજ્ય જાણે ધ્રૂ જતું હતું .. ધ્રુસકે ને ધ્રુસકે રોતું હતું..આજ નું યુધ્ધ અલગ હતું... શિવગંગા ના સૈન્ય સિવાય સ્થાનિક લોકોને પણ આજે તો બક્ષસવા માં ન હતા આવ્યા...સ્ત્રીઓ અને બળોકો ને પણ તેમને પણ પોતાનો જીવ બચાવવા આમ તેમ આશ્રય શોધવો પડતો હતો.....
1772 ની આ વાત હતી.. હા, વાત છે ઘણા સમય પહેલાની .....કાલિયારકોવીલ યુધ્ધ ની ............
શિવગંગાના રાજા હતા મુથુંવદુગનાથપેરિયા ઉદયૌથેવાર કે જે ખૂબ સારા યોધ્ધા હોવા છતા એક બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની ના કર્નલ સ્મિથ અને બીજી બાજુ ઇસ્ટ ઈન્ડિયા કંપની ને સાથ આપવા અરકોટ ના નવાબના પુત્ર દ્વારા તેમના કિલ્લા કાલિયારકોવીલ ઉપર થયેલ બેવડ હુમલા નો જવાબ આપી શકે ઍમ ના હતા .....અથાગ પ્રયત્નો કરવા છતાં હવે શિવગંગા બચાવી શકાય એમ ન હતું..
યુધ્ધ નું પરિણામ આવ્યુ ...... રાજા મુથુંવદુગનાથપેરિયા ઉદયૌથેવાર અને એમના એક પત્ની મૃત્યુ પામ્યા...આ વાત નો અણસાર રાજાના બીજા પત્ની રાણી વેલું નાચ્ચિયાર ને આપવામાં આવ્યો કે જે તે સમયે પોતાની પુત્રી વેલકી (વેંલચી) સાથે કોલલાગુંડી હતા... સમાચાર મળતા ના સાથે જ રાણી વેલું નાચ્ચિયાર કાલિયારકોવીલ કિલ્લા માં આવી પહોંચે છે હવે ... હવે સમય હતો રાજા ના વફાદાર નો વફાદારી બતાવાનો ....જે હતા મરુથ ભાઈઓ અને દલાવય થનદાવર્યા પિલ્લાઈ ..
“રાણી વેલું નાચ્ચિયાર તમારે અહીંયાથી ભાગવું પડશે નહીં તો નવાબ અને અંગ્રેજોની સૈન્ય તમને અને રાજકુમારી ને મોત ના ઘાટ ઉતારશે .... રાણી જલ્દી ચાલો જલ્દી ચાલો” રાજાના નિર્જીવ શબ પાસે બેશુદ્ધ જેવા બેઠેલા રાણી ને ઊંડે ઊંડે આ આવાજ સાંભળે છે અને પુરી તાકાત કરી આંખો ખોલે છે
પણ હજુ એમનામાં કઈ સમજવાની કે પરિસ્થિતિ નો સામનો કરવા જેટલી તાકાત કે સમજ એ ભેગી કરી શકે એમ નથી. તેથી તેમને મરુથભાઇઓ મદદ કરી રાણી ઊભી કરે છે અને રાણી ને ભાગવાની આજીજી કરે છે અને સાથે વચન આપે છે.કે જો એમની સાથે રાણી આવશે તો ભવિષ્યમાં તે અંગ્રેજો સામેં પોતાનાં રાજાના. મૂર્તયું નો બદલો લેશે અને રાજય પાછું મેળવશે...રાણી વેલું નચ્ચિયાર ને હવે નિર્ણય લેવાનો હતો કે એ અંગ્રજો ના કેદી બને કે સતી થઇ જાય ..પણ આ બંને નિર્ણય એમના અને એમની રાજકુમારી ના વિયોગ ના હતા. એ પોતની રાજકુમારી ને કેવી રીતે છોડી શકે ... તેમને પોતે જ ઉભા થવું પડશે ને એ વિચાર સાથે જ બાજુ માં રડતી રાજકુમારી ને હાથ માં.લઈ ને એક મક્કમ મનોબળ સાથે ઉભા થાય છે.
અને રાણી વેલું નાચ્ચિયાર એક આંખ માં આસું અને એક આંખ માં વેરની સળગતી આગ લઈ પોતાની નાની રાજકુમારી ને ઘોડા પર લઈ શિવગંગાથી વિદાય લે છે અને આવી પહોંચે છે વિરુપંચ નજીક દિનદીગુલ...
અહીંયા આવ્યા બાદ થોડા સમય પછી પોતાની જાત ને સાચવતાં સાથે પોતાની જવાબદારી નો અહેસાસ પણ રાણી વેલું નાચ્ચિયાર અનુભવી રહયા હતા.
“ ..હે તે તમે એક સાચુકલા રાની છો? “એક પ્રશ્ન પૂછાય છે
પોતાના વિચારો માંથી રાણી વેલુ નાચ્ચિયાર પશ્ર્ન પૂછયો હોય એ દિશા તરફ જોવે છે તો એ જુવે છે કે
એમને જયાં શરણ લીધું હોય છે.ત્યાં ના સ્થનિક લોકો ની એક લગભગ 7 વર્ષીય બાળકી જવાબ ની રાહ જોતી ઉભી હોય છે...રાણી વેલુ નાચ્ચિયાર એને અંદર આવા માટે ઈશારો કરે છે અને કહે છે “હા હું એક રાણી છું “
“ઓહ તો તમે કેમ અહીંયા આવ્યા? તમારું રાજ્ય ક્યાં.છે .તમે પેલા ક્યાં રહેતા હતા ? તમારા માતા પિતા કોણ હતા?”જેવા અનેક સવાલો ની હારમાળા રાણી વેલું નાચ્ચિયારની આસપાસ પેલી છોકરી એ ગૂંથી લે છે.
જેનો એક પછી એક જવાબ રાની આપતા આપતા ક્યારે પોતે અતિથ માં જતા રહ્યા તેનો ખ્યાલ પણ રહેતો નથી .તેમને તે છોકરી ને કહયુ કે તેવો કેવી રીતે રામનાથપુરમ રાજ્યમાં પોતાના પિતા રાજા ચેલામુથું સેતુપથી અને માતા રાણી શંખધીમુંથલ જોડે રહેતા હતા અને તે રાજા ચેલામુથું સેતુપથી અને રાણી શખધીમુંથલ ના એક માત્ર સંતાન હોવાથી તેમનો ઉછેર એક રાજકુમાર ના જેમાં થયો હતો ... તેઓ સ્થાનિકય ભાષા સાથે સાથે ઉર્દૂ, ફ્રેન્ચ તેમજ અંગ્રેજીભાષાના જાણકાર થાય તે રીતે તેમને દરેક ભાષાનો અભ્યાસ કરાવ્યો હતો . તેમણે દરેક વિદ્યા શીખડવામાં આવી હતી કે જે એક રાજકુમાર ને રાજા બનાવવા માટે શીખવાડવામાં આવે છે. જેવી કે યુધ્ધની રણનીતી, તેમજ શસ્ત્ર વિદ્યા શીખવવામાં આવી હતી. વલ્લરીફિલવામ જેવા સુરક્ષા ના દાવપેચ પણ શીખેલા હતા. ... અને તેઓ ખૂબ જ પ્રખર ઘોડેસવાર પણ હતા. જ્યારે એ ૧૬વર્ષ ના થયા ત્યારે તેમના વિવાહ શિવગંગાના રાજા મુથુંવદુગનાથપેરિયા ઉદયૌથેવાર સાથે કરવા માં આવ્યા હતા. અને હવે તો પોતે પણ એક રાજકુમારીના માતા બની ચૂક્યા હતા. બાળકી સાથે વાત કરતા.કરતા જાને રાણી વેલું નચ્ચિયાર પોતાના માં પણ નવું જોમ ઉમેરાતું હોય એમ અનુભવ્યું ... અને સમય ની કિંમત સમજતા જ તેમને પિલ્લાઈ ને બોલાવ્યા કે જે એક ખૂબ જ વિશ્વાસ પાત્ર વ્યક્તિ હતા . “ પિલ્લાઈ આપડાથી આમ હાથ પર હાથ ધરી ને ના બેસાય... કોઈ આપડી મદદ એ નહીં આવે” રાણી વેલું નાચ્ચિયાર એ કહયું “ આપડે એક કામ કરીએ “
પિલ્લાઈ કહ્યું” હુકમ રાની સાહેબ”
રાણી વેલું નાચ્ચિયાર એ ઉમેર્યું “ આપડે આસ પાસ ના રાજા ની મદદ માગ્યે. અને એમને સમહજવાયે કે જો આ સમયે એક નહીં થઈ એ તો આજે જે આપડો વારો છે તે કાલે એમનો હશે”
પિલ્લાઈ રાની વેલું નાચ્ચિયાર ના વાત સાથે સંમત થયા અને મૈસુર ના નવાબ હૈદર અલી ને એક પત્ર લખ્યો....કારણ કે એમને મૈસુર ના નવાબ હૈદર અલી અને અંગ્રેજો ના સાથે ના વિખવાદ ભરેલા સંબંધો વિશે માહિતગાર હતા... અને નવાબ હૈદર અલી પાસે રહેલી હથિયારી તાકાત થી પણ..
મૈસુર ના નવાબ દિનદીગુલ રાણી વેલું નાચ્ચિયાર ને મળવા આવ્યા. જ્યાં રાની વેલું નાચ્ચિયાર એ પોતાની વ્યથા,પોતાના સઘર્ષ તેમજ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એમનો રોષ અને હવે આગળ જતાં દરેક ને ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી પનારો પડશેઅને તેથી જ અગમચેતી બતાવીપડશે. આ ઉપરાંત તેમને આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એમની જે રણનીતિ હશે એનો પણ અણસાર ઉર્દૂ માં ખૂબ જ સરસ રીતે વર્ણવ્યો. ઉર્દૂ માં થયેલા વાર્તા લાપ ના લીધે .. નવાબ હૈદર અલી રાણી વેલું નાચ્ચિયાર થી ખુબ જ પ્રભાવિત થયા હતા.અને તેમને બધી જ રીતે મદદ કરવાનું વચન આપ્યું. નવાબ હૈદર અલી એ દિનદીગુલ માં જ એક કિલ્લા માં એક રાણી ને શોભે તેવી રાજવી વ્યવસ્થા કરી આપી. અને દર મહિને તેમને 400 પાઉન્ડ સોનુ મોકલવા માં આવતું હતું....
મરુથભાઈઓ અને પિલ્લાઈ ના મદદ થી એક આખું સૈન્ય દળ તૈયાર કરવામાં આવ્યું. અને રાણી વેલું નાચ્ચિયાર ને સ્ત્રી શક્તિમાં વિશ્વાસ હતો જ ... આથી જ તેમને સૌ પ્રથમ મહિલાને સૈન્ય માં જોડાવડાવી.. અને આખી એક મહિલા ટુકડી ઊભી કરી ..જેનું પ્રશિક્ષણ રાની વેલું નાચ્ચિયાર એ જ આપ્યું હતું......અને તેનું નામ અદિયલ રાખવામાં આવ્યું હતું.
સમયે સમય નું કામ કર્યું અને રાની વેલું નાચ્ચિયાર એ પોતાનું.....8 વર્ષો જેટલો સમયગાળો પસાર થઇ ગયો હતો......
સાલ હતી ,1780 ની ... આજે રાની વેલું નાચ્ચિયાર સામે તેમની એક તાલીમબંધ અને હથિયાર સજ્જ સૈન્ય ઉભું હતું ... ઇસ્ટ ઇન્ડિયા કંપની ને બાથ ભીડવાં.... પણ... ..... પણ હવે પ્રશ્ન હતો કે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહેલા અત્યંત આધુનિક હથિયારો નો.....તોપ અને બંદૂકોની સામે તેમના હથિયાર લડત આપી શકે એમ ના હતા..અને કેટલાય દૂર અંતરથી બંદૂકો ની ગોળીઓ તેમના સૈન્ય ને મહેલ સુધી પહોચવા નહીં દે..અને તોપનાગોળા કંઈ કેટલાય સૈનિક ને યુદ્ધ ના મેદાનમાં પહોંચતા પેહલા જ શહીદ કરી દેશે... . રાની વેલું નાચ્ચિયાર જેવા અત્યંત કુશળ અને અનુભવી યોધ્ધા આટલી મોટી સમસ્યા નજર બહાર કરી યુધ્ધ ના મેદાનમાં જઈ ના શકે અને એમને ખ્યાલ હતો કે આ સમય જોશ થી નહીં પણ હોશ થી કામ લેવાનો હતો..
એ પછી રાણી વેલું નાચ્ચિયાર પોતાના ગુપ્તચર ની મદદથી અંગ્રેજોએ પોતાના હથિયાર ક્યાં મુક્યા છે એ જાણી લીઘું.

અને પછી રાની વેલું નચ્ચિયાર ને તેમના મહિલા સૈન્ય ની ટુકડી ના સેનાપતિ કુયીલીને બોલાવે છે. સેનાપતિ કુયીલી કે એક ખુબજ કુશળ યોધ્ધા હતા . ઘાટીલો દેહ, સાથે તેજ આંખો અને ચતુર મગજ નો અન્વય સંગમ હતો.
પ્રશિક્ષણ વખતે જ રાણી વેલું નચ્ચિયાર ને એનો ખ્યાલ આવી ગયો હતો તેથી જ તેમણે કુયીલી ને મહિલા ટુકડી ના સેનાપતિ બનાવ્યાં હતા. સેનાપતિ કુયીલી રાની વેલું નચ્ચિયારને યાદ કરતાની સાથે ઉપસ્થિત થઇ જાય છે.. “સેનાપતિ કુયીલી તમને ખ્યાલ છે અંગ્રેજો એ પોતાના હથિયાર ક્યાં છુપાવ્યા છે” રાની વેલું નાચ્ચિયાર સેનાપતિ કુયીલી ને પૂછે છે ..
સેનાપતિ કુયીલી નકારમાં માથું હલાવે છે. આગળ વાત વધારતા રાની વેલું નાચ્ચિયાર કહે છે “ અંગ્રેજો એ એમના હથિયાર એક મંદિરમાં છુપાવવ્યાં છે કે જ્યાં ફકત સ્ત્રીઓ ને જ જવા દેવા માં આવે છે ... જાણો છો સેનાપતિ કુયીલી કેમ ?” અને પછી થોડી વાર રહી ને કહે છે કે “ અંગ્રેજો ને એવું લાગે છે સ્ત્રીઓ અશકત હોય છે એમના થી એમને કોઈ ભય નથી.” કહી રાણી વેલું નાચ્ચિયાર કટાક્ષ માં હસ્યા...સામે તેજ તલવાર સમાન કુયીલી તેમને જવાબ આપે છે “ ચાલો રાણી માતા એમને સ્ત્રી શક્તિ નો અનુભવ કરાવ્યે” અને રાની વેલું નાચ્ચિયાર પોતાના અનુભવ અને તેજ બુધ્ધિથી સેનાપતિ કુયીલી ના સાથે મળી ને ખૂબ જ અગત્ય ની યોજના આ યુધ્ધ માટે બનાવે છે ...જેનો અમલ વિજયાદશમીના દિવસે એ કરવાનો હોય છે.
યોજના મુજબ વિજયાદશમી નો દિવસ આવ્યો ... ત્યારે સેનાપતિ કુયીલી એ એમની વફાદાર મહિલા ટુકડી માંથી અમુક મહિલાઓ ને લઈ ને તેઓ પેલા મંદિર પાસે જાય છે જ્યા અંગ્રેજો એ પોતાના હથિયાર છુપાયેલા રાખેલા હોયછે .
સેનાપતિ કુયીલી અને તેમના સાથીદારો સ્થાનિક મહિલાઓ જેવો વેશ લય લે છે... અગાઉ એમની યોજના મુજબ તેઓ બધા ધી અને તેલ ના દિવાઓ સાથે મંદિર માં પ્રવેશે છે...
મંદિર માં અંદર આવ્યા બાદ બધા સાથીદારો અંગ્રેજો ની નજરથી છુપાયને એક બાજુ ભેગા થાય છે ...
“ જલ્દી થી આ તેલ અને ઘી મારા શરીર પર નાખી દો ..
જલ્દી કરો જલ્દી” સેનાપતિ કુયીલી એ પોતાના સાથીદારો ને આદેશ આપે છે . અને પછી ઘી અને તેલ થી તરબોળ થઈ જાય છે ત્યાં સુધી માં અંગ્રેજો ની એક ટુકડી ઘસી આવે છે. સેનાપતિ કુયીલી તેમની મહિલા ટુકડી ને તેમનો સામનો કરવા ઇશારો કરે છે અને પોતાના શરીરે આગ ચાંપી દે. છે અને પછી સીધા સેનાપતિ કુયીલી અંગ્રેજો એ રાખેલા શસ્ત્ર ગાર કે જ્યાં તેમના હથિયાર મુકયા હોય છે તે રૂમ ભણી દોટ મૂકે છે
..અને આખા શરીરે આગ સાથે તેઓ હથિયાર વાળા રૂમ માં પહોંચે છે .અને હથિયારો વચ્ચે આગ સાથે ઉભેલા સેનાપતિ કુયીલી એ એક ઘાતક વિસ્ફોટક થી ઓછા આંચી શકાય એમ ના હતા ....
ધડામ ...... ધડામમમમમમ..... વિસ્ફોટક અવાજ આવ્યો .. ...( સેનાપતિ કુયીલી હતા માનવબોમ્બ બનનાર પહેલા વ્યક્તિ. ઈતિહાસમાં તેમનું વર્ણન કરવામાં આવ્યું છે )

સાથે સેનાપતિ કુયીલી અને તેમના અનેક સાથીદાર શહિદ થઈ ગયા પણ એમનું બલિદાન એળે ના ગયું...
અંગ્રેજોના સારા એવા પ્રમાણ માં હથિયાર નાબૂત થઈ ગયા.
યોજના ની સફળતા ના સમાચાર મળતાં ના સાથે જ
રાની વેલું નાચ્ચિયાર હૈદર આલી એ મદદ માં આપેલા 5000 ભૂ દળ સૈન્ય અને 5000 ઘોડેસવાર ને લઈ.. એ ઉપરાંત હૈદર અલી એ આપેલા હથિયાર ઓ સાથે હાથો માં તલવાર અને આખો માં વેરના અંગારા સાથે યુધ્ધ મેદાન માં ઉતરે છે અને અંગ્રેજો ને ફકત હરવાયાં જ નહીં પણ ખૂબ સારી એવી પછડાટ આપી હતી ..અને આખરે 8 વર્ષ ના લાંબી લડાઈ બાદ રાણી વેલુ નચ્ચિયાર ને એમનું રાજય શિવગંગા પાછું મળ્યું અને પોતાના પતિના મૂર્તયું નું વેર લીધું અને આ યુધ્ધ પછી એમને મળ્યું વીરમંગાઈ નું ઉપનામ. પછી એ બન્યા શિવગંગા ના રાણી વીરમંગાઈ વેલું નાચ્ચિયાર. વીરમંગાઈ નો અર્થ તામિલભાષામાં બહાદુર સ્ત્રી થાય છે..આમ ઇતિહાસ માં વીરમંગાઈ રાણી વેલું નચ્ચિયાર એ સૌ પ્રથમ રાણી હતા કે જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બાથ ભીડી અને સ્વતંત્રતા માટે ની પહેલ કરી.. આ ઉપરાંત તે સૌ પ્રથમ માનવબોમ્બ બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર પહેલાં વ્યક્તિ હતા ..
શિવગંગા ના તે સૌ પ્રથમ રાણી બનાવ્યા જે રાજગાદી એ બેઠા અને ત્યાર બાદ તેમણે મુથરુ ભાઇઓ તેમના વફાદારી ના ઇનામ રૂપ ખૂબ જ સારા માન અને હોદ્દા એમના રાજય માં આપ્યા ..આ ઉપરાંત મુસ્લિમ સૈન્ય એ એમને મદદ કરી હતી એ બધા ને રાણી વેલું નચ્ચિયાર તરફ થી નાની મોટી ભેટ આપવામાં આવી હતી.
મૈસુર ના નવાબ હૈદર અલી એ એમના સબંધ ને માન આપતા પોતના મહેલ માં મંદિર બનાવડાવ્યું અને દેવી ની સોનાની મૂર્ત મૂકી.. સામે પક્ષે વીરમંગાઈ રાણી વેલું નચ્ચિયારએ પણ પોતાના રાજ્ય શિવગંગા માં પણ મજઝીદ અને ચર્ચ બનાવી પોતાના સંબંધો મજબૂત કર્યા ..
અને ત્યાર બાદ ટીપુ સુલતાન સાથે પણ સંબંધ રાખ્યા કે જે નવાબ હૈદર અલી ના પુત્ર હતા .રાણી વેલું નચ્ચિયાર એ ટીપુ સુલતાન ને પોતાના ભાઈ માન્યા હતા અને તેમણે ટીપુ સુલતાન ને એક સોનાથી બનેલો વાઘ ભેંટ માં આપ્યો હતો. 1790, સુધી તેમણે શિવગંગા માં રાજ કર્યું અને ઉંમર વધતા ને સાથે તેમણે પણ પોતાનો રાજ્ય નો ભાર પોતની એક માત્ર એવા સંતાન રાજકુમારી વેલકી (વેલચિ) ને આપી દીધો.. અને આમ રાજકુમારી વેલકી (વેલચિ) શિવગંગા રાજ્ય ની બીજી રાણી બન્યાં.1796માં રાણી વેલું નચ્ચિયાર એ છેલ્લા શ્વાસ લીધા એવું મનાય છે છેલ્લે છેલ્લે તેમને હૃદય સંબંધિત બીમારી લાગુ પડી હતી અને એક માન્યતા મુજબ તેમને ફ્રાન્સ પણ રોગ ના ઈલાજ માટે લઈ જવામાં આવ્યા હતા..ત્યાર બાદ રાણી વેલું નચ્ચિયારએ દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં આવેલા પોતાના રાજય માં છેલ્લા શ્વાસ લીધો.. તેમની અંતિમ ક્રિયા તેમના જમાઇ એ કરી હતી.
આમ આ એક ભવ્ય બાળપણ અને એક રાજવી યુવાની ગાળેલા રાણી વેલી નચ્ચિયાર એ અસામાન્ય કહી શકાય તેવું યોગદાન આપડી આઝાદી માટે આપ્યું હતું. 18 મી સદી માં .જ્યાં સ્ત્રીઓ ને એટલું માન સન્માન ન હતું આપતું ત્યાં સ્ત્રી શક્તિ ને ઓળખી આખી એક ટુકડી બનાવી તે સૈન્ય તૈયાર કરવું એ એક ખરેખર તેમના માટે માન ઊપજાવે તેવો પ્રસંગ છે આ ઉપરાંત તે માનવબોમ્બ બનાવનાર પહેલા હતા જે એમની રણનીતિ ની કુશળતા બતાવે છે. અને તેમના પછી લગભગ 85 વર્ષ પછી જન્મેલા ઝાંસીના રાણી લક્ષ્મીબાઇ તેમ જ એ પછી ભારત ને એક આઝાદ ભારત બનાવવા પાછળ બનેલા ક્રાંતિકારીઓ ને પણ આમાંથી પ્રેરણા મળી હોય શકે.

* ઇતિહાસ ની આ માહિતી અલગ અલગ સ્રોતથી મેળવી છે તો આમ કોઈ વાત માં કોઈ નું મન દુભાય કે માહિતી ખોટી હોય તો હૃદયથી માફી માંગુ છું ..