Kevi rite ? in Gujarati Short Stories by Nikunj rabadiya books and stories PDF | કેવી રીતે ?

Featured Books
Categories
Share

કેવી રીતે ?

11-12 બૉર્ડસ ની એક્ષામ્સ હતી અને  ત્રીજું પેપર હતુ, તયારે પહેલી વખત જોયેલી મે તેને. પર્પલ ડ્રેસ, લાંબા સટ્રેંઇટ  વાડ, એક હાથ મા વોચ ને બીજા હાથ માં નાનું એવું બરેસ્લેટ, હાઈટ આશરે 5.7, ને બોડી મારા કરતા તો વધું જ અને એકચ્યુંઅલી જોયેલી નય પણ તાળેલિ એમ કહીએ તો પણ ચાલે, કેમકે 18-19 વર્ષ ની ઉંમર મા હોય આપણે અને એમાંયે ઉપર થિ ખાલી બોયઝ હોસ્ટેલ મા. એટલે ખાલી એક્ષામ્સ માં જ છોકરી સાથે વાત કરવા મળે કે જોવા મળે એમ કહીયે તો પણ ચાલે.
તો આગળ શું થયુ?
અરે,,, તારી ઉંમર પ્રમાણે તને જાણવાની બવ તાલાવેલી થાય છે હો ચૈતન્ય.
અરે ઉંમર શું? હવે તો મારુ એ 12મું પુરુ થય ગયું છે ને તમારી વાત પણ 12માં ની જ છે ને તો શા માટે ન સમજાય?
જો ચૈતન્ય હજી એવી ઘણી વસ્તુ છે જે નતો મને સમજાણી કે નતો તેનાં જવાબ મળ્યા અને અમુક વસ્તુ જેટલી સરળ દેખાય છે તેટલા જ જટિલ ત્યાં પહોંચવાના રસ્તા કે, તેને સાચવવાની રીતો હોય છે, જેમ કે સંબંધ, એ બનાવવો સહેલો છે પણ નિભાવવો એટલો જ મુશ્કેલ અને જ્યારે તૂટે તયારે આખા માણસ ને જીવતાં જ ડુબાળતો જાય છે, અને કદાચ મે પણ તેને સરળ સમજવા ની જ ભુલ કરી..જો, તે પાછો મને અવળા રસ્તે ચડાવી દીધો.
અરે હા હા હવે તમે બોલો ને, હવે નય બોલું વચમાં.

હા તો બન્યુ એવું કે પેલી વખત જોય એટલે વાત કરવાની ઇચ્છા થય, પણ કેવી રીતે એ કય ખબર હતી નય, અને એમા આગળ કય વિચારું ત્યાં તો એક્ષામ્સ ખતમ. એટ્લે થયુ કે હવે બધુ ભૂલી જાય સપના ની જેમ, પણ નાં મન માને નય ને મગજ કેય કે મૂક ને હવે આવું થાય આ ઉંમર મા. અને એવી રીતે બીજા છ મહિના પણ ગયા અને આવી છેલ્લી એક્ષામ. અને એમા પાછા આવ્યાં એક જ ક્લાસ મા, એટ્લે આ વખતે હિંમત થય અને મન મનાવ્યું કે આ વખતે તો વાત કરીજ લેવી છે. એટ્લે બીજા પેલા તો નામ ને ગામ ને એ બધુ જાણ્યું અને ખબર પડી કે મારી જ બેચમેટ નો કોય છોકરો છે, તેની જ કઝીન ઘૃવિ. છતા વગર વિચાર્યે બીજી ફ્રેન્ડ જે પેલા સેમ ની એક્ષામ મા મારી આગળ હતી તેની પાસે ઘૃવિ સાથે ની ફ્રેન્ડશીપ નું પુછાવ્યુ અને ત્રીજા પેપર મા જવાબ આવ્યો નો એ સાથે કે જો મારા ભાઈ ને ખબર પડી જશે તો બવ ખોટું થસે. અને ખબર નય પણ કેમ પણ તયારે દુખ બવ થયુ હવે તેં અને એમ થયુ કે હવે એક ચાન્સ મળે તો રુબરુ વાત કરવી છે, પણ એવું કય થયું નય અને બીજા બે પેપર મા પણ ખાલી જોયા જ કરી અને એક્ષામ પુરી થય અને મિત્રો સાથે ગુજકૈટ માટે મળશું એવા વાયદા કરી ને વેકેશન મા ચાલ્યા ગયા.
હુ ઘરે આવ્યો છતા કશુ ઠીક લાગતું ન હતુ, એટ્લે થોડા દીવસ ફરવા ચાલ્યો ગયો. પણ પાછા ઘરે આવતાં ઇવો જ હાલ એટ્લે પછી બધુ બાજુ મા મુકી ને મેં લખવાનું શરુ કર્યું અને એ સ્ટોરી પુરી કરી જે મેં 12મા માં લખવાની શરુ કરી હતી. એટ્લે એમા જ વેકેશન કેમ નીકળી ગયું અને પાછુ ગુજકૈટ માટે ક્યારે જવાનું થયુ એનો ખ્યાલ જ ન રહ્યો.

અમે જેવા ત્યાં પહોંચ્યા ત્યાં ખબર પડી કે આખી સ્કૂલ મા ખાલી અમે બી-ગ્રુપ વાળા 30 જ છોકરાઓ હતા અને અમારે ગુજકૈટ ના કલાસ માટે ગર્લસ સ્કૂલ પર જવાનું હતુ કેમકે બી-ગ્રુપ મા છોકરાઓ ઓછા જ હોય એટ્લે એજ પરવડે. અને આ વાત ની જેવી ખબર પડી કે તરત જ બધા તૈયાર થવા લાગ્યા જાણે કોય નાં લગ્ન માં જતા હોય એમ.

અમે બધાં બોયઝ ક્લાસ માં બેઠા હતાં ને ત્યાં જ ટાઈમ થતા બધી ગર્લસ આવવા લાગી અને તે લોકો ને જોવા મા ને જોવા મા કયારે ઘૃવિ મારી બાજુ ની બેન્ચ પર આવી ને બેસી ગય તેનો ખ્યાલ જ ન રહ્યો. હવે અત્યાર સુધી તો સર જે પણ બોલતાં હતાં તે બધુ ઉપર થી જ જતું તુ પણ જેવી ખબર પડી કે તેં મારી બાજુ ની બેન્ચ પર જ બેઠી છે ત્યાર થી તો એમજ થયુ કે હવે તો પૂરા કલાસ ભરવા જ છે અને બસ ત્યાર થી જ સાવ નફ્ફટ ની જેમ તેને જ જોયા કરતો. એટ્લે એક દીવસ તેની કોય ફ્રેન્ડ બોલી કૈ ખાલી જોવાનો જ છે કે શું? એટ્લે તરતજ મે ચિઠ્ઠી મા ફ્રેન્ડશીપ? લખી મોકલી આપી અને ઘૃવિ એ પણ તરતજ યેસ લખી જવાબ પણ આપી દીધો અને આવી રીતે અમારી વાતો ચાલુ થય. અને બરાબર એજ દિવસે એકદમ જોર થી વરસાદ પણ આવ્યો હતો પણ એવી ક્યાં ખબર હતી કે આજ વરસાદ એક દીવસ સ્વપ્ન થય ને રહી જશે.

(થોડી વાર ન તો હુ કય બોલ્યો અને ન તો ચૈતન્ય. કદાચ, તે ને પણ એવું લાગ્યું હશે કે હુ  ફરી થી એ દીવસ માણું છું એટ્લે જ, થોડી વાર પછી હુ થોડો સ્વસ્થ થય ને) હ... તો ક્યાં પહોંચ્યા તા આપણે... હા... જો વરસાદ...(અરે યાર પાછો વચ્ચે બોલ્યો ને ભૂલવાળી દીધું મને પણ એમ કહી બન્ને એક-બીજા સામે જોય થોડુ હસ્યાં ને હુ પાછો મારા તેં સમય મા પહોચી ગ્યો)
તયારે કલાસ મા ભણવા વાડા આવે કે ન આવે પણ હુ, ઘૃવિ, તેની બેસ્ટ ફ્રેન્ડ રીતુ, મારો બેસ્ટ ફ્રેન્ડ યશ અને બીજા 4-5 ફ્રેન્ડ્સ તો હોય જ. પાછુ યશ યશ સિવાય નાં બીજા ત્રણ ફ્રેન્ડ્સ નું પણ સેટિંગ થય ગયું હતુ એટ્લે તેનાં એ અને એનું ગ્રુપ પણ આવતું. સર ને એમ કે આ લોકો ભણે છે પણ ખરેખર મા શુ ચાલે છે પાછળ એ તો અમારાં ગ્રુપ ને જ ખબર. અને બસ રોજ આવી રીતે વાતો કરતા. એમા એક દીવસ મારુ મૂડ બગડતા હુ ક્લાસ મા ન ગયો અને એ ઘૃવિ ને ખબર પડતાં એ ગુસ્સે થય અને એ પણ ક્લાસ છોડી બાહર ચાલી ગય.

ક્લાસ ખતમ થતા યશે મને બધી વાત કરી એટ્લે ત્યારે પ્હેલિ વખત મને અંદર થિ એમ થયુ કે આ ખોટું છે, ભલે ગમે તેં થાય પણ આ છોકરી ને ક્યારેય હર્ટ નથી કરવી કે નથી થવા દેવી એટલે બીજે દિવસે તેની સામે ચૉકલેટો લાવી મુકી દીધી અને એમ જ બેસી ગયો મારી જગ્યા એ, મને એમ કે આવસે એટ્લે બીજી બધી વાત કરીશ એટ્લે થય જશે બધુ ઠીક, અને આમ પણ ક્યારેક ફક્ત એક જ શબ્દ "sorry" થિ બધુ ઠીક થય જતું હોય છે પણ ત્યારે આપણો "ego" વચ્ચે આવી જતો હોય છે, વળી પાછી ત્યારે ઉંમર પણ એવી કે સિરિયસનેસ જેવું દુર દુર સુધી કય ન હોય. ત્યાં એ ક્લાસ મા આવી તો ખરાં પણ ગુસ્સા ને બદલે ડર નાં ભાવ સાથે. ઘણી બોલાવી, ઘણુ પુછ્યું પણ ન તો સામે જોવે, કે ન તો જવાબ આપે. ત્યાં રીતુ એક ચીઠ્ઠિ આપે,

હવે થિ વાત કરવા મા ધ્યાન રાખ જે થોડુ, કેમ કે હોસ્ટેલ વોર્ડન ને ખબર પડી ગય છે કે ઘૃવિ ક્લાસ માટે નય પણ તારે માટે આવે છે અને તેને બીજા સર ને પણ કહી દીધું છે, એટલે તેને ઘૃવિ ને બોલાવી નામ ને બધુ પુચ્યું હતુ અને તમે લોકો મેસ મા જમવા આવો ત્યારે તને બતાવવા પણ કહ્યુ હતુ, પણ ઘૃવિ એ ન કશુ માન્યું  અને ન કશુ કીધુ પણ એ ડરી ગઈ છે એટ્લે તુ પણ ધ્યાન રાખ જે.

આવુ વાંચી ડરવું એ સ્વાભાવિક છે પણ થોડી મજા પણ આવી તી કે ઘૃવિ મારે માટે આવે છે ક્લાસ મા. એટ્લે ત્યાર થિ થોડુ ધ્યાન રાખી વાતો કરતા પણ એ સારુ હતુ કે સ્ટાફ માંથી કોયે મારુ મોઢું નતૂ જોયેલું. બસ આવી રીતે પૂરો એક મહિનો કાઢ્યો ને ટચ મા રહેવાના વાયદા સાથે પાછા ઘરે ચાલ્યા ગયા.

વકેશન મસ્ત વેડફી રહ્યો હતો હુ, કેમકે 12મું પુરુ થયાં પછી બધાં આગળ શુ કરવું છે, કય ફિલ્ડ મા જવું છે એ વિશે વિચારતા હોય, પણ આખા દીવસ મા મારો નિત્યક્રમ નક્કી કે ઉઠી, ફ્રેશ થય, રખડવા નું, ખાવાનું, અને ઇચ્છા થાય તો ક્યારેક લખતો પણ ખરાં, અને આખો દીવસ ઘૃવિ સાથે વાત ચાલુ હોય તેં પણ ખરું. મને યાદ છે કે હુ કપડા ખરીદવા ગયેલો એક દીવસ ત્યારે પેલ્લી વખત તેનો કૉલ આવેલો ને હુ તેનો અવાજ પણ નતો ઓળખી શક્યો. ત્યાર થિ કૉલ પર પણ વાતો શરુ થય ગય.
પણ મજા તો ત્યારે આવતી જ્યારે એ ગુસ્સે થય જાય અને હુ મનાવવા માટે ની મથામણ કરતો હોવ, અને વાંક  ભલે કોય નો પણ હોય માફી પેલા જ હુ માંગી લેતો. પછી તો એ જાણી જોય ને ગુસ્સે થતી અને જેવો હુ સૉરી કવ એટ્લે તરતજ ગુસ્સે થય ને ખીજાતી કે વાતે વાતે સૉરી કેમ બોલે છે થોડો તો ઈગો રાખ, એટ્લે હુ મજાક મા કાઢી નાખતો કે ઈગો તો બવ છે પણ પછી કારણ વગર નું તારું લેક્ચર સાંભળવું તેનાં કરતા સારુ છે કે હુ પેલા જ સૉરી બોલી દવ. ત્યારે એ ક્હેતિ કે આમ ન ચાલે થોડી તો સેલ્ફ-રીસપેક્ટ હોવી જોયે કે નય માનસ મા, ગમે ત્યાં સૉરી બોલી દેય તેં, કહી મો ચડાવી દેતી ને પછી "ઠીક છે, મે તો સાચું કીધું, બાકી તારી મરજી" કહી પાછી નૉરમલિ વાત કરવા લાગતી. ત્યારે મને એ ન સમજાતું કે આ ખાલી અટ્રેકશન છે કે બીજુ કય, કેમકે આ ઉંમર મા આ બધુ થયાં કરે અને પ્રેમ ની કય સમજ હોય નય તો સમજવું શું??

ત્યાં એક બન્યુ એમ કે મને ચડ્યો તાવ, એટ્લે હુ હતો આરામ મા. પણ, ઘૃવિ ને આ વાત કરી ન હતી પણ કોણ જાણે કેવી રીતે ખબર પડી તેને કે તરત જ તેનો કૉલ આવ્યો, એટ્લે હુ થોડો સ્વસ્થ થયો અને નોરમલી વાત કરવા લાગ્યો. ત્યારે છેલ્લે તેને વાત એમ કરી કે છોડી દેવું છે આ બધુ, તો હવે પછી થિ ક્યારેય કૉલ કે મેસેજ નય કરુ, બસ આટલું સાંભળતાજ ફાર પડી મને, જાણે કાપો તોય લોય ન નીકળે એવી હાલત થઈ મારી, છતા ધ્રુજતા અવાજે પુછ્યું કે, કેમ આવુ બોલે અચાનક? ત્યારે તેને કહ્યુ કે તો શુ, તાવ આવે છે એ પણ બીજા પાસે થિ ખબર પડે છે. તો આવુ જ રાખવું હોય તો વાત શુ કરવી ખોટી. ત્યારે નિરાંત નો શ્વાસ લય ને કહ્યુ કે તાવ આવ્યો છે, સારી વસ્તુ થોડી છે તે બધાં ને કવઃ, ત્યારે એ બોલી કે મને પણ નથી કહેવાતું? પછી તબિયત પૂછી આરામ કરવાનું બોલી વાત પુરી કરી. ત્યારે મને સમજાણુ કે ખાલી વાત બઁધ કરી દેવાની વાત સાંભળી ને જો આવી હાલત થતી હોય મારી, તો એ અટ્રેકશન નથી એ પ્રેમ જ છે, અને એ ફિલિંગ લખી તો ન શકાય પણ ત્યારે પહેલી વખત આવુ ફિલ થયુ હતુ કોઈ માટે, હવે એ સામે થી પણ હતુ કે નય એ જ જાણવાનું બાકી હતુ. અને એ જાણવાનો પ્રયત્ન કર્યો, એ જ મારી જીંદગી ની સૌથી મોટી ભુલ હતી. (એટલું બોલી હુ ચુપ થય ગ્યો અને કશેક લાંબા વિચાર મ પડી ગ્યો, એ પણ એટલો કે આંખ માંથી આંસુ ક્યારે ચાલતા થય ગયા એનો પણ ખ્યાલ ન રહ્યો, થોડી વાર ની નીરવ શાંતિ તોડતા હુ આગળ બોલ્યો..)
એક દીવસ સવારે ઉઠી ને કશેક વાંચેલી પરપોઝલ માટે ની કવિતા તેને મેસેજ કરી દીધી અને તેં સમજી પણ ગઈ. એટ્લે તરતજ તેનો રીપ્લાઇ આવ્યો કે શુ છે આ બધુ? ત્યારે મે કહ્યુ કે આવુ બવઃ ચાલ્યું વાતો કરવાનું પણ હવે નઈ બસ. એટ્લે તેનો કૉલ આવ્યો ને સમજાવવા લાગી કે તુ વિચારે એવું કશું જ નથી, અને આના માટે હજુ આપણે નાના છીએ. આ તો ફક્ત અટ્રેકશન જ છે, એટ્લે ત્યારે હુ થોડો કનવીંસ થયો એટલાં માટે નય કે તે મનાવતી હતી એટ્લે પણ એટલાં માટે કે તે ડરેલી લાગતી હતી, તેનાં અવાજ માં જ એક ધ્રુજારી હતી જે ગભરામણ બતાવતી હતી અને અમુક અંશે તેનાં સાચા હોવાનો પણ ડર હતો મારા માં કશેક. એટ્લે મે તે બાબતે કોઈ લાંબી વાત ન કરી, પણ તે પછી તેનાં મેસેજ કે કૉલ આવતાં બઁધ થઈ ગયા અને મારા કૉલ અને મેસેજ નાં રીપ્લાઈ પણ. અને મારા સામેથી કૉલ કરવા થિ કદાચ એ કોઈ મુશ્કેલી મા પડશે એ ડર થિ મે પણ વાત કરવાની કોશિશ ન કરી, પણ ઓચિંતા નાં જ એક દિવસે તેનો મેસેજ આવ્યો અને નૉરમલિ પેલા ચાલતી એવી રીતે વાત પણ કરી, અને ઘણાં દીવસ પછી વાત કરી એટ્લે મે પણ કઈ વધું ન પુછ્યું, પણ હવે મારાથી નતૂ રહેવાતું એ જવાબ જાણ્યા વગર, એટ્લે મે ફરી તેને  એજ પુછ્યું, એટ્લે એ ફરી થિ ગુસ્સે થઈ ને મને સોશિઅલ મીડિયા પર બ્લોક કરી દીધો ને મેસેજ અને કૉલ આવતાં ફરી થિ બઁધ થયાં. એટ્લે હુ પાછો મૂંજ્વયો.
હવે એ સમય શરૂ થયો જેની રાહ દરેક વિદ્યાર્થી જોતાં હોય "કોલેજ" એટ્લે મે સુરત મા એડમિશન લીધુ અને રીતુ થિ ખબર પડી કે એ ત્યાં રાજકોટ માં જ કૉલેજ કરવાની છે એટ્લે થોડો અપસેટ તો થયો પણ જવાનું તે જવું જ રહ્યુ, એટ્લે હુ અહિ આવી ગયો. થોડો સમય પસાર કર્યો આમ-તેમ, પણ હવે તે કઈક વધું જ યાદ આવવા લાગી, એટ્લે જે થશે એ જોવાઈ જશે એમ વિચારી મે કૉલ લગાડ્યો અને ઘૃવિ એ વાત કરી પણ ખરી, અને બસ ફરી વાતો શરૂ થઈ.
મને હજુ એ શઁકા હતી કે તેનાં મન માં પ્રેમ પણ છે કે એમ જ. એટ્લે મારે ગમે તે રીતે ફક્ત એ જ જાણવું હતુ એ પણ તે હર્ટ ન થાય તે રીતે, કેમકે તયારે હુ બદલાયો કે તેને બદલ્યો, એ તો હજુ નથી જાણતો પણ એટલું જરુર નક્કી કર્યું હતુ કે જવાબ જે હોય તેં પણ આ છોકરી ને ક્યારેય હર્ટ નથી કરવી, એટ્લે હવે તુ જ બોલ કે તે પ્રેમ કે બીજુ કશું ??

(ત્યાં ચૈતન્ય બોલ્યો કે, મને એમ કશું ખબર ન પડે. એટ્લે મે થોડા હળવા મૂડ મા કહ્યુ કે, હમણાં તો બવઃ બોલતો હતો કે હુ 12th માં છું ને મને બધી ખબર પડે, પછી થોડુ હસી મે કહ્યુ કે પ્રેમ છે જ એવો, ક્યારેક સમય ગયા પછી ખબર પડે અને ક્યારેક સમય આવ્યાં પહેલા. અને હા, પ્રેમ ક્યારેય ખોટા વ્યક્તિ સાથે નથી થતો, પણ ખોટા સમયે જરુર થાય છે. એટલું કહી હુ આગળ વધ્યો..)
તે જ જાણવા માટે માંડી ને બધી વાત મે રીતુ ને કહી, અને તેને એ વિશે જાણવા માટે મનાવી. હવે રીતુ અને ઘૃવિ વિશે શુ વાત થઈ હોઈ તેનાથી હજુએ હુ અજાણ છુ, પણ ત્યારે રીતુ એ ફક્ત એટલું જ કહેલું મને. કે મારો ને તેનો ધર્મ અલગ છે. તેનુ ફેમિલી અલગ સંપ્રદાય ને માને છે અને મારુ પણ, વડી તે ફેમિલી ની વિરૂદ્ધ મા જવા નથી માંગતી એટ્લે આગળ કઈ વિચારવાં નો મતલબ જ નથી બનતો. બસ એટલું સાંભળી ને એટલો આઘાત અથવા તો દુખ જે કહીએ તે, એવો અનુભવ થયો કે નતો રડવાની સમજ પડતી હતી, કે ન તો પોતાની જાત ને સંભાળવાની.
એ પછી જ્યારે પણ ઘૃવિ સાથે વાત કરી, ત્યારે એટલું જ કનવીંસ કરવા પ્રયત્ન કરતો કે ફેમિલી ને મનાવી લેશું આપણે, ફક્ત તારા મનમાં જે હોય તેં સાવ સાચું કહી દે. પણ તે એક ની બે ન થતી અને તેનો એક જ જવાબ રહેતો કે જેમ છે તેમ જ રહીએ ને, ખોટું કેમ આગળ વધારવું, કદાચ તેને પણ ડર હશે.
સાવ છેલ્લે તેનાં મેરેજ નક્કી થઈ ગયા છે. તેં જણાવવા કૉલ કરેલો ત્યારે છેલ્લી વખત વાત થઈ હતી, બસ તે દીવસ હતો ને આજ નો દીવસ છે, ન તો ક્યારેય મળ્યા કે ન તો ક્યારેય વાત થઈ. અને મારે જે પ્રશ્ન નો જવાબ જોઈતો હતો તેં જવાબ હજુ શોધી નથી શક્યો અને લગભગ શોધી શકીશ પણ નહીં. કેમકે તે સમયે તેની પરિસ્થિતિ શું હશે એ તો કદાચ આપણે તેવી સ્થિતી માં હોઇએ તયારે જ અનુભવી શકીએ. અને પ્રેમ દરેક વખતે સાથે રહીએ તો જ સફળ થાય એ જરુરી નથી, ક્યારેક અલગ અથવા દુર રહી ને પણ પ્રેમ ને સફળ બનાવી શકાય છે, પણ તેનાં માટે રહેતાં શીખવું પડે. જ્યારે અમે તો સાથે પણ હતા અને દુર પણ, છતા હુ એ જ ન જાણી શક્યો કે લાગણી બન્ને તરફ થી વહેતી હતી કે ફક્ત એક જ તરફ થી. તેનો અફસોસ જીંદગી ભર રહેશે મને..