આગળ ના દિવસ ની રજા ના કારણે આજનો દિવસ હેતલ નો ખુબ જ વ્યસ્ત હતો અને તેને બપોરે જમવાનો પણ ટાઈમ રહ્યો ના હતો. અને સાંજે નીકળતી વખતે બહાર થી જ પાર્સલ લઇ જવાનું નક્કી કર્યું.
અમદાવાદ માં જૈન રેસ્ટોરન્ટ ખુબ જ ઓછી હતી પણ ઓફિસ ની પાસે આવેલી એક રેસ્ટોરેન્ટ માં જૈન થાળી મળતી હતી અને ઘણી વખત અહીંયા થી તે લઇ જતી હતી તો આજે પણ ત્યાં થી જ લેવાનો વિચાર આવ્યો. "કૌશિક કાકા એક થાળી પાર્સલ કરી આપજો ને" હેતલે ઓર્ડર આપ્યો. પેલા રેસ્ટોરેન્ટ વાળા કાકા તરત હસી ને બોલ્યા " કેમ બેન હમણાં ઉપવાસ પર છે?, દેખાતા નથી હવે! પેહલા તો રોજ બપોરે જમવા આવતા હતા ને."
"શું કહું કાકા હમણાં તો કામ એટલું બધું છે ને કે બપોરે જમવા આવવાનો સમય જ નથી રહેતો, અને જો સમય મળે તો 4:00 વાગી ગયા હોય છે" હેતલ બોલી.
" હા હા હા... એ વાત તો તમે સાચી કરી બેન" કૌશિક કાકા બોલ્યા.
કૌશિક કાકા એ થાળી નો ઓર્ડર આપ્યો અને હેતલ બહાર બાંકડા પાસે બેસી ને રાહ જોતી હતી. બેઠી બેઠી તે મોબાઇલ માં માથા મારતી હતી ત્યાં તેનું ધ્યાન સામે ની બાજુ ઉભેલા એક લબ્બર મુછિયા યુવાન પર ગઈ. તેણે મનોમન વિચાર્યું કે જ્યારથી હું મોલ થી નીકળી છું ત્યારથી આ મારો પીછો કરી રહ્યો છે.
તરત જ હેતલ સતર્ક થઈ ગઈ અને સામે વાળા ને શક ના જાય તે રીતે બેધ્યાન બની ને તેના પર વૉચ રાખી અને તે યુવાન નું નિરીક્ષણ કરવા લાગી "5'5" ની હાઈટ, પાતળી કાઠી નો હતો એટલે વધુ વાંધો નહીં આવે". આટલું ફટાફટ નિરીક્ષણ કર્યા બાદ તે પાર્સલ લઇ ને ચાલવા માંડી. થોડા આગળ ચાલ્યા બાદ તેણે પોતાના પર્સ માંથી સેલ્ફ ડિફેન્સ માટે પેપેર સ્પ્રે બહાર કાઢ્યો અને પોતાના હાથ માં રહેલા પાર્સલ માં છુપાવી દીધો.
થોડા આગળ ચાલ્યા બાદ થોડા અંધારા વળી જગ્યા પર તે મોકા નો ફાયદો ઉઠાવીને નજીક માં પડેલી એક લારી પાછળ લપાઈ ને છુપાઈ ગઈ. પેલો જે પાછળ પીછો કરી રહ્યો હતો તે કઈ કરે મૂકે તે પેહલા જ તેની ચાલ નાકામયાબ બનાવી દીધી. પેલો પીછો કરી રહેલો લબ્બર મુછીયો યુવાન ધુઆ પુઆ થઈ ગયો અને તેને ખિસ્સા માંથી મોબાઈલ કાઢી ને તેને કોઈક ને ફોન જોડ્યો.
"ભાઈ વો લાડકી કા મેં પીછા હી કર રહા થા પર ના જાને અચાનક છે કહા ગાયબ હો ગયી"સામે થી જે જવાબ મળ્યો તે જોઈ પેલો યુવાન પાણી પાણી થઈ ગયો હતો તે તેની ચેહરા ની લકીરો જોઈ ને સપષ્ટ જોઈ શકાતું હતું"
થોડી જ વાર માં ત્યાં એક બાઈક લઇ ને તેની જ ઉમર નો યુવાન આવી પહોંચ્યો અને તેને જોર જોર થી ગાળો બોલવા લાગ્યો.
"એક કામ તેરે સે ઠીક તરીકે સે નહિ હોતા"
"અબ દેખના હમે ઇનામ મેં મોત દેગા ઈમ્તિયાઝભાઈ"
"હેતલ ની આંખ તરત જ ચમકી અને તેને યાદ આવ્યું કે આ ઈમ્તિયાઝભાઈ અમદાવાદ નો મોટો ભાઈ છે ને ઘણા બધા તેના કાળા ધંધા પણ ચાલે છે"
લોકો ને બતાવવા માટે તે રીયલ એસ્ટેટ નો બિઝનેસ ચલાવે છે પણ તેની અસલી કમાણી તો આ ધંધા માંથી જ છે"
"ક્યાંક આ ઘટનાનાં તાર સુરત સાથે તો નથી જોડાયેલા ને??"
"નહિ..નહિ..એવું ના હોઈ શકે, બે વરસ સુધી કોઈ ને ખબર ના પડી તો અત્યારે સુ ખબર પડવાની"
પણ હેતલ તો હેતલ છે એ તો પોતાના મનનું જ ધાર્યું કરવાવાળી, તરત જ પેલા બને જઈ રહેલા યુવાન નો પીછો કરવાનું નક્કી કર્યું"
બાજુ ના દરવાજા પાસે પડેલી લાવારીસ સાઇકલ ને લીધી અને જઈ રહેલા બંને લબ્બર મુછિયાઓનો પીછો કરવા લાગી.
જુહાપુરા ની નાની અને અટપટી ગલીઓ માંથી તે સીધી ખાડી પાસે આવેલા ત્રણ માલ ના બિલ્ડીંગ માં દાખલ થયા. હેતલ સમજી ગઈ કે નક્કી આ એજ જગ્યા છે જ્યાંથી આ લોકો ને ઓર્ડર આપતો આમનો આકા અહીંયા જ હશે. તને એક કલાક રાહ જોયા બાદ પેલા બંને યુવાનો ને ત્યાં થી નીકળતા જોયા.
જે પીછો કરી રહ્યો હતો તે યુવાન હજુ પણ ઘબરાયેલો હતો. અને તેની સાથે રહેલો બીજો યુવાન તેને કંઈક સમજાવી રહ્યો હતો. જતા જતા તેણે ખિસ્સા માંથી થોડા પૈસા આપ્યા અને તેને ગળે મળી ને નીકળી ગયો. અને લબ્બર મુછીયો યુવાન ચાલતો ચાલતો ત્યાં થી નીકળવા લાગ્યો.
હેતલે જોયું કે પેલો યુવાન એકલો જ જાય છે તો તેને પણ તેનો પીછો કરવાનું નક્કી કર્યું. થોડે દૂર ચાલ્યા બાદ પેલા યુવાને પાછળ ફરી ને જોયું તો તે હેતલ ને ઓળખી ગયો અને તેને પીછો કરતો જોઈ તેણે ભગવા માટે પોતાના પગ ઉપાડ્યા. પણ તે હજુ કઈ કરે કે ભાગે તે પેહલા જ હેતલે સિંહણ ની જેમ તેની પર તરાપ મારી અને તેની પાસે રહેલા સેફટી પેપેર સ્પ્રે ને તેની આખો માં છાંટી દીધો.
તે યુવાન દર્દ ના કારણે આમતેમ ભાગવા લાગ્યો અને સીધો જ આગળ આવેલા સ્ટ્રીટ લાઈટ ના પોલ સાથે જઈ અથડાયો. નીચે પડતા ની સાથે જ તે બેભાન થઈ ગયો અને હેતલે તેને પકડી ને ઢસડ્યો અને દીવાલ પાસે તેને બેસાડી ને ઉપરા ઉપર ચાર તમાચા લગાવી દીધા અને હોશ માં લાવી ને તેની પુછ-પરછ ચાલુ કરી.
"બોલ કોણ છે તુ? અને શું કામ મારો પીછો કરતો હતો સાંજે?" ફટાફટ જવાબ આપ નહિ તો હજુ સ્પ્રે તારી આંખ માં છાંટી દઈશ"
"કોના માટે કામ કરે છે અને શું ઈરાદો હતો તારો? હેતલે એક સાથે બધા સવાલો પૂછી નાખ્યા.
"માફી..માફી...માફી..મેં આપકો ચોટ નહિ પહુંચાને આયા થા,વો તો મુજે ઈમ્તિયાઝઈ ને બોલા થા ઇસલિયે" પેલો લબ્બર મુછીયો બોલ્યો.
"વો તો મેને અભી દેખા કે તું ઈમ્તિયાઝ કે અડ્ડે સે હી બહાર આયા તો ઈમ્તિયાઝ કે લિયે હી કર રહા હોગા, પર મુજે એ બતા કે ક્યુ પીછા કર રહા થા??"
"મેં તો વસીમ ભાઈ કે લિયે કામ કરતા હું મેડમ, વો તો આજ મુઝસે કામ મેં ગલતી હો ગઈ ઇસલિયે મુજે વસીમ ભાઈ ને બુલાયા થા"
" બતા તેરા નામ ક્યાં હે??"
"મેરા નામ મકસૂદ હે, મેં વસીમ ભાઈ કે જુવે કે અડ્ડે પે કામ કરતા હું, ઓર છોટી મોટી ચોરીયા કરતા હું"
"અબ મુજે યે બતા મકસૂદ યે તેરા વસીમ ભાઈ કોન હે" હેતલે પૂછપરછ ચાલુ રાખી.
" ઈમ્તિયાઝ ભાઈ કે અડ્ડે સારે અમદાવાદ શહેર મેં હે ઓર હર જગહ ઉનકા પહોંચ પાના મુશ્કિલ હે, ઇસલિયે ઉન્હોને હાર એક અડ્ડે કી ઝિમ્મેદારી અપને હર એક આદમી કો દે રખ્ખી હે, ઓર યે ઈલાકે કા અડ્ડા વસીમ ભાઈ કે હિસ્સે મેં આતા હે"
"પર મુજે મેરે સવાલ કા જવાબ અભી તક નહિ દિયા તુમને..મેરા પીછા ક્યુ કર રહે થે????"
"મેડમ વો સબ મુજે નહિ પતા..ઉસ સવાલ કા જવાબ તો વસીમ ભાઈ ઓર અલ્લાહ હી દે સકતા હે"
"તો ચલો અલ્લાહ કો પૂછ કે હી આ જાઓ તુમ જાઓ"
મકસૂદ સમજી ગયો કે હેતલ તેની સાથે કંઈક ખોટું કરવા જઈ રહી છે તે સમજી ને તે રો-કકળ કરવા લાગ્યો અને તે આજ પછી કોઈ ખોટા કામ નહિ કરે અને પોતાના જીવ ની ભીખ માંગવા લાગ્યો.
"આજ કે બાદ અમદાવાદ મેં દિખના મત તુને જો ભી બોલા હે વો મેને મેરે મોબાઇલ મેં રેકોર્ડ કર લિયા હે, ઓર તુજે હવાલાત કે પીછે ઉમરભર ચક્કી પીસવાને કે લિયે બહોત કાફી હે, આટલું કહી મકસૂદ પાસે રહેલો તેનો મોબાઇલ આંચકી લીધો અને તેને ઉભી પૂંછડિયે અમદાવાદ છોડી ને ભાગવાનો આદેશ આપ્યો"
જ્યાં સુધી મકસૂદ દેખાતો બંધ ના થયો ત્યાં સુધી હેતલ ત્યાં જ ઉભી રહી અને ફટાફટ ત્યાં થી તે નીકળી ગઈ અને આજે રોજ ના રસ્તે નાઈ પણ બીજા રસ્તે થઈ ને ઘરે ગઈ. ઘરે પહોંચી ને સુતા સુતા ઘણા બધા સવાલો તેના મન માં ચાલી રહ્યા હતા કે કોણ હશે આ ઈમ્તિયાઝ અને મારી પાછળ કેમ પડ્યો હશે. અને સુતા પેહલા તેના ચેહરા પર એક ચમક આવી અને સાથે થોડું સ્મિત પણ ભળ્યું. " ખેલ ખેલ મેં કોન ખિલાડી..મેં ખિલાડી તું અનાડી " આ ડાયલોગ બોલી ને તે સુઈ ગઈ.
***
"આપ જે નંબર ડાયલ કરી રહ્યા છો તે આ સમયે પહોંચ ની બહાર છે, કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો" હટ્ટટ્ટ.. સાલા સુવર કી ઓલાદ..કહી ને વસીમે પોતાનો મોબાઇલ સામે દીવાલ પર ઘા કર્યો અને મોબાઇલ ના ટુકડે ટુકડા કરી નાખ્યા.
"ભાઈ ક્યાં હુઆ"-તરત જ બહાર થી માણસ આવી ને બોલ્યો
"હુઆ કુછ નહિ હે, અગર વો લાડકી નહિ મિલી તો ઈમ્તિયાઝ ભાઈ હમારે સાથ ક્યાં કુછ નહિ કરેગા ઉસ કે ડર હે મુજે"
"ઓર એ મકસૂદ કહા મર ગયા હે, ઢૂંઢ કે લાઓ ઉસે સુબહ સે લેકે અભી તક 80 કોલ કર ચુકા હું ઉસે એક કોલ નહિ લેગ રહા ઉસકા, ઓર સુનો આજ અડ્ડા થોડા જલ્દી બંદ કરના હે તો સબકો બોલ દેના"
ત્યાં જ એક માણસ દોડતો દોડતો અંદર આવ્યો અને હાંફતો હાંફતો બોલ્યો
"વસીમભાઇ નીચે રાડા હો ગયેલા હે..ઓર સબ લોગ અપને ગલ્લે કો લૂંટ કે લેકે જા રેલે હે."
"અબ યે સબ મુસીબતે આજ હી હોની થી મેરે સાથ.. ગાળો બોલતા બોલતા વસીમે હાથ માં રિવોલ્વર લીધી અને ફટાફટ નીચે ગયો અને હવા માં ગોળીબાર કર્યો"
હેતલે શું પ્લાન ઘડ્યો હતો ઈમ્તિયાઝ અને વસીમ ને ગાળીયા માં લેવા માટે? શું હેતલ જીતશે કે પછી ઈમ્તિયાઝભાઈ?? શું આ ઘટનાનો તેના ભૂતકાળ સાથે તો કોઈ સબંધ નથી ને? જાણવા માટે વાંચતા રહો પ્રતિશોધ ની આગ.
***
અતિવ્યસ્તતા ના લીધે સમય થોડો ઓછો ફાળવી શકવા માટે અને તમારા જેવા સંયમી વાચકો ને રાહ જોવડાવવા માટે દિલગીર છું. થોડા સમય માં જ આપ મારી નવી કૃતિ નો લાભ લઇ શકશો જેનું લેખન નું કામ ચાલુ જ છે. આશા રાખું છું આપ સૌનો આવો જ પ્રેમ મળતો રહેશે. અને હા સૌ વાંચક મિત્રો ને મારા "મિચ્છામિ દુક્કડમ"