Ek kadam prem taraf - 13 in Gujarati Fiction Stories by Gopi Kukadiya books and stories PDF | એક કદમ પ્રેમ તરફ - 13

Featured Books
Categories
Share

એક કદમ પ્રેમ તરફ - 13

એક કદમ પ્રેમ તરફ – 13

(ફ્રેન્ડ્સ આગળના ભાગમાં આપણે જોયું કે વિધિ જયની મદદ વડે તેના પપ્પાને સમજાવવામાં સફળ થાય છે, તેના પપ્પા વિધિ અને સાહિલને અપનાવે છે, બન્ને પરિવારનું મળવાનું નક્કી થાય છે, સાહિલ કઈક એવું કહે જે સાંભળીને બધા ચોંકી જાય છે…)

જો તમે આગળના પાર્ટ ના વાંચ્યા હોય તો જરૂરથી વાંચજો….

હવે આગળ…..

સાહિલની વાત સાંભળી બધાની આંખો આશ્ચર્યથી પોહળી થઈ જાય છે, “તું સાચું કહે છે સાહિલ??” વિધિને સાહિલની વાત પર વિશ્વાસ જ નથી થતો.

“હા, હું સાચું જ કહું છું, મારા ઘરે બધી જ ખબર છે અને તેઓ ખુશ પણ છે.” સાહિલ તેને વિશ્વાસ અપાવે છે.

“તે ક્યારે વાત કરી??” વિવાન સાહિલને પૂછે છે.

“મારા મમ્મીને તો મેં વિધિને પ્રપોઝ કર્યું ત્યારથી જ બધી ખબર છે અને તેમણે પપ્પા સાથે વાત કરી, મેં તેમને વિધિનો ફોટો બતાવ્યો અને તેમને વિધિ પસંદ આવી ગઈ સો મારા ઘરેથી તો કોઈ જ પ્રોબ્લેમ નથી…” સાહિલ સ્માઈલ સાથે તેની વાત પૂરી કરે છે.

“ ઓહહ… તે તો મને ડરાવી જ દીધી હતી..” વિધિ થોડી રિસ સાથે કહે છે.

“સોરી બકુ…. હું તો જસ્ટ મજાક કરતો હતો..” સાહિલ કાન પકડીને વિધિની માફી માંગે છે.

વિધિ આ જોઈને હસી પડે છે, સાથે બધા જ હસવા લાગે છે, ત્યારબાદ બધા છુટા પડે છે, સાહિલ વિધિને અને વિવાન મોહિનીને ઘરે મુકવા જાય છે.

***

રવિવારની સાંજે સાહિલનું ફેમિલી અને વિધિનું ફેમિલી વિધિના ઘરે હોલમાં બેઠા હોય છે, બન્ને પરિવાર વચ્ચે વાતચીત ચાલતી હોય છે.

વિધિ નાસ્તાની પ્લેટો લઈને આવે છે ત્યારે સાહિલના મમ્મી પોતાની થનારી વહુને જોઈને ખુશ થાય છે, વિધિએ આસમાની કલરનો કુર્તા પાયજામાં પહેર્યા હોય છે અને તેની પર આસમાની રંગની જ ઓઢણી ઓઢી છે, સાથે કપાળમાં મેચિંગ બિંદી અને કાનમાં એરિંગ્સ પહેર્યા છે.

બન્ને ફેમિલી આ સંબંધથી ખુશ છે તેથી તેઓ સગાઈ કરવાનું નક્કી કરી નાખે છે, સગાઈનું મુહૂર્ત નક્કી થતું હોય ત્યારે સાહિલ કહે છે,” મારી અને વિધિની ઈચ્છા છે કે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે પર અમારી સગાઈ થાય.”

ઘરના સભ્યો બાળકોની ઈચ્છાને માન્ય રાખે છે અને વેલેન્ટાઈન ડે પર સગાઈ કરવાનું નક્કી થાય છે, વિધિ અને સાહિલ બન્નેના મમ્મી પપ્પાને પગે લાગીને આશીર્વાદ મેળવે છે અને વડીલો એકબીજાના મ્હોં મીઠા કરાવે છે.

વડીલોને વાત કરતા મૂકીને વિધિ અને સાહિલ ત્યાંથી સરકી જાય છે અને બહાર એકલા આવીને ઊભા રહે છે, સાહિલ અને વિધિ એકબીજા સામે મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા છે, બોલવા માટે શબ્દો ચૂપ છે પણ આંખો દ્વારા વાતો થઈ રહી છે.

અચાનક વિધિને કઈક યાદ આવતા તે અંદરથી ફોન લઇ આવે છે અને મોહિનીને કોલ લગાવે છે, “કોને કોલ લગાવે છે??” સાહિલ પૂછે છે.

“મોહિનીને… હું તેને આ ખુશખબર આપવા માટે કોલ કરું છું, તું પણ વિવાનને કોલ કરીને જણાવી દે..”

“okkk મેડમ… આપકા હુકમ સર આંખો પર..” સાહિલ સહેજ નીચા નમીને એકટિંગ કરતા કહે છે.

વિધિ તેના નાટક જોઈને ખિલખિલાટ હસવા લાગે છે, મોહિનીને રિંગ જાય છે પણ કોઈ કોલ રિસીવ નથી કરતું, વિધિ ફરીથી ટ્રાય કરે છે ત્યારે મોહિની કોલ રિસીવ કરે છે,” હાઈ… બોલ ડિયર…”

“તને એક ગુડ ન્યૂઝ આપવાના છે..”

“ફેમિલી મિટિંગ સક્સેસફુલ રહી એ જ ન્યૂઝ હશે….” મોહિની અંદાજો લગાવતા કહે છે.

“હા એ તો છે જ પણ બીજા ન્યૂઝ એ છે કે અમારી એંગેજ ફિક્સ થઈ છે વેલેન્ટાઈન ડે પર..” વિધિ ઉત્સાહથી કહે છે.

“અરે વાહ ડિયર આ તો ખરેખર ગુડ ન્યૂઝ છે… કોંગ્રેચ્યુલેશન ટુ બોથ ઓફ યુ…” મોહિની પણ ખુશીથી કહે છે.

“થેંક્યું…..” કહીને વિધિ ફોન મૂકે છે અને સાહિલ પાસે આવે છે, સાહિલ પણ વિવાન સાથે વાત કરતો હોય છે, વિવાન પણ બન્ને ને કૉંગ્રેચ્યુલેશન કહે છે.

વિધિના મમ્મી વિધિને બોલાવતા હોવાથી બન્ને ત્યાંથી અંદર બધા પાસે આવે છે, સાહિલનું ફેમિલી ત્યાંથી વિદાય લે છે.

બન્ને ફેમિલીમાં એંગેજની તૈયારી થવા લાગી છે, ગેસ્ટ લિસ્ટ બનવા લાગ્યા છે, એંગેજ ક્યાં રાખવી એ માટે હોલની શોધખોળ પણ થવા લાગી છે, શોપિંગમાં દિવસો વીતવા લાગ્યા અને આખરે એ દિવસ આવી ગયો જેનો બધાને ઇંતેજાર હતો ખાસ કરીને તો વિધિ અને સાહિલને, આમ પણ વેલેન્ટાઈન ડે એ પ્રેમી પંખીડાઓનો દિવસ કહેવાય છે.

એંગેજનું ફંકશન એક હોલમાં રાખેલું છે, બધા મહેમાન આવી ગયા છે, હવે તો માત્ર કપલની રાહ જોવાઈ રહી છે, થોડીવારમાં સાહિલ પણ વિવાન સાથે આવી પોહચે છે, સાહિલે બ્લેક એન્ડ વાઇટ વેસ્ટર્ન આઉટફિટ પહેરેલું હોય છે જેમાં તે એકદમ હેન્ડસમ દેખાઈ છે.

સાહિલ એંગેજમાં આવેલા બધા મહેમાનોને મળે છે ત્યારબાદ બધા સ્કુલ અને કોલેજના ફ્રેન્ડ્સને મળે છે, પણ તે અંદરથી તો વિધિની જ રાહ જોઈ રહ્યો હોય છે.

હોલમાં એકદમ શાંતિ પ્રસરી જાય છે, બધાની નજર હોલના મેઈન ગેટ તરફ મંડાય છે, સાહિલ પણ પાછળ ફરીને જોવે છે, વિધિ ત્યાંથી અંદર આવતી હોય છે, તેને જોઈને સાહિલનું દિલ ધડકવાનું ભૂલી જાય છે, વિધિ પિંક કલરની ચોલીમાં અપ્સરા જેવી દેખાય છે, સાહિલ ઇશારામાં જ તેને સુંદર દેખાય છે તેવો ઈશારો કરે છે અને વિધિ મલકાઈ છે.

વિધિ અને સાહિલ સેન્ટરમાં એકમેકની સામે ઊભા રહે છે, વિધિની બાજુમાં મોહિની ઉભી હોય છે તે પણ આજે પીચ કલરના ગાઉનમાં મસ્ત લાગી રહી છે, વિવાન તેને મેસેજ કરે છે, “ યુ લુક વેરી બ્યુટીફૂલ…” પરંતુ મોહિનીનું ધ્યાન મોબાઈલ સામે નથી હોતું, વિવાન સાહિલની બાજુમાં ઉભો રહે છે અને મોહિનીનું ધ્યાન તેના પર જાય છે ત્યારે તે તેને મેસેજ જોવા મોબાઈલ વડે ઈશારો કરે છે.

મોહિની વિવાનનો મેસેજ જોવે છે અને સામે થેન્ક્સ કહે છે, તે વિવાનની સામે જોઇને સ્માઈલ કરે છે ત્યારે વિવાન પણ આંગળી અને અંગુઠાને જોડીને સુંદર દેખાય છે તેવો ઈશારો કરે છે.

અહીં સાહિલ અને વિધિ એકબીજાને રિંગ પહેરાવે છે ત્યારે બધા તેમના પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરે છે, ત્યારબાદ એક મોટી કેક લાવવામાં આવે છે બંને સાથે મળીને એ કેક કટ કરે છે અને એકબીજાને તથા બધાને ખવરાવે છે, પછી બન્ને વડીલોના આશીર્વાદ લે છે.

બધાના આશીર્વાદ મેળવીને બંને બધા ફ્રેન્ડ્સ સાથે ફોટોગ્રાફી કરવા જતાં રહે છે, અલગ અલગ રીતે તેઓ ફોટા પડાવે છે, કપલ ફોટા પણ લે છે અને બધા ફ્રેન્ડ્સ સાથે સેલ્ફી પણ લે છે, ત્યારબાદ વિધિ, સાહિલ, મોહિની અને વિવાન એ ચારેય તેમનો ગ્રુપ ફોટો પડાવે છે.

ફોટોગ્રાફી ફિનિશ થઈ ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થઈ જાય છે આથી બધા જમવા જતા રહે છે, જમીને બધા મહેમાન જવા લાગે છે, વિધિ અને સાહિલ પણ પરિવાર સાથે ફોટા પડાવે છે અને ત્યારબાદ તેઓ તેમના કુળદેવીના દર્શને જાય છે, વિધિ અને સાહિલ ત્યાંથી પછી ફરવા નીકળી જવાના હોય છે.

વિવાને મોહિની માટે સરપ્રાઈઝ પ્લાન કરેલું હોય છે, તે મોહિનીને પાસે આવે છે અને કહે છે,” ચાલ…ક્યાંક બહાર જઈએ…”

“ક્યાં જવું છે??... મારે તો ઘરે જવાનું છે… મેં તો ઘરે કીધું પણ નથી કે મારે લેટ થશે એવુ..” મોહિની વિવાન સાથે મસ્તી કરતા ખોટું કહે છે કારણકે તેને પણ આજનો દિવસ વિવાન સાથે પસાર કરવો હોવાથી તે ઘરે કહીને જ આવી હોય છે કે તે સાંજે આવશે.

“ ઓહહહ…. તો ચાલ હું તને ઘરે જ મૂકી જાવ…” વિવાન પણ સામે મસ્તી કરતા કહે છે કારણકે તેને ખબર છે કે મોહિની મસ્તી કરે છે.

મોહિની અને વિવાન નીકળે છે અને વિવાન તેની ગાડીને માધવગઢ તરફ વાળે છે, આ જોઈ મોહિની કહે છે,” તું તો મને ઘરે મુકવા આવતો હતો ને?....”

“હા હું તને ઘરે જ લઈને જાવ છું…” વિવાન પણ તેને જવાબ આપે છે, તે મનમાં વિચારે છે હું તને ઘરે જ લઈ જાવ છું પણ તારા નહીં મારા ઘરે મતલબ આપણા ઘરે અને તે મનમાં જ મલકાય છે.

તેને મનમાં જ હસતો જોઈને મોહિની તેને પૂછે છે,” કેમ એકલા એકલા હસે છે? મને પણ કહે તો હું પણ હસું..”

“અરે કઈ જ નહીં… આજે તું એકદમ ખુબસુરત દેખાઈ છે…”

“આ તો તે મને પહેલા પણ કીધું જ હતું ને…”

“હા પણ ફરીથી તને કહેવાનું મન થયું, તું છે જ એટલી ખુબસુરત કે જેટલી વાર તને જોઉ છું એટલી વાર હું ફરીથી તારા પ્રેમમાં પડી જાવ છું…. I love you..”

“I love you too…”

વિવાન માધવગઢની હવેલી સામે આવીને ગાડી ઉભી રાખે છે, વિવાન મોહિનીને લઈને હવેલીમાં દાખલ થાય છે.

“આપણે અહીંયા કેમ આવ્યા છીએ??” મોહિની વિવાનને પૂછે છે.

“ સરપ્રાઈઝ છે તારા માટે……”

(ક્રમશઃ)

ફ્રેન્ડ્સ…. વિવાને મોહિની માટે શું સરપ્રાઈઝ પ્લાન કરેલું છે?, તે બન્નેનો સંબંધ પણ તેમના પરિવાર દ્વારા સ્વીકારવામાં આવશે કે નહીં??

આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ….

આપના પ્રતિભાવો મારા માટે મુલ્યવાન છે, તો સ્ટોરી વાંચીને આપના પ્રતિભાવ જરૂરથી આપશો….

Thank you.

- Gopi kukadiya