Aao Blog kare in Gujarati Magazine by Ajay Upadhyay books and stories PDF | આઓં ‘ બ્લોગ ‘ કરે ...!!!!!

Featured Books
Categories
Share

આઓં ‘ બ્લોગ ‘ કરે ...!!!!!

આઓં ‘ બ્લોગ ‘ કરે ...!!!!

તમારામાં લખવાનું ટેલેન્ટ છે .....કશુક વ્યક્ત કરવાનું ઝનુન છે .....!!! જગતને, દુનિયાને, દોસ્તોને કશુક કહેવું છે ??/ ...કોઈ બનાવ, ઘટના, વ્યક્તિ કે સંજોગો પર કશીક ટીપ્પણી કરવી છે ?....શું તમને એમ લાગે છે કે છાપાઓ, મેગેઝીનોમાં લખતા કોઈ કટારલેખક કરતા તમે સારું લખી શકો છો ? તમને એમ લાગે છે કે તમારે કશુક અભિવ્યક્ત કરવું છે ...કહેવું છે ...વ્યક્ત કરવું છે ....પબ્લીશ કરવું છે ...રજુ કરવું છે ...!!! પછી ચાહે એ કવિતા હોય ...લખાણ હોય ...ચિત્ર હોય કે પછી કોઈ અભિપ્રાય હોય ...!!! જો લખાણ હોય કે પછી તમારી કોઈ આવડત વિષે વાત કરવી હોય તો સ્વાભાવિક છે કે તમારે કોઈ છાપું કે મેગેઝીનમાં એ લખાણ છપાવું પડે અથવા તો ફેસબુક જેવા માધ્યમો પર રજુ કરવું પડે ....પણ જો આ કોઈ છાપાવાળો હાથ ના ઝાલે કે પછી ફેસબુક જેવા માધ્યમ પર પ્રાયવસી ના જળવાય એવા સંજોગોમાં તમે તમારું પોતાનું છાપું કે પછી નેટપેજ શરુ કરીને કોઈની પણ સાડીબાર રાખ્યા વગર તમને ગમે તે અભિવ્યક્ત કરી શકો છો .....!!! કૈસે .....? તો એનો એકદમ સરળ અને સસ્તો ઉપાય છે બ્લોગ .....!!!!

હાલતા ને ચાલતા લોકો બ્લોગની લીંક શેર કરતા રહેતા હોય છે એ જોઇને ઘણાને પ્રશ્ન થતો હશે કે સાલું આ બ્લોગ કઈ બલા છે ? છે શું આ બ્લોગ ? ઈન્ટરનેટનો વપરાશ કરતા લોકો તો બ્લોગ નામની આ બલાથી વાકેફ જ હશે. બ્લોગ હકીકતે એવી એક વેબસાઈટ છે જેના પર તમે વ્યક્તિગત રીતે કે પછી કોઈ એક ગ્રુપ બનાવીને પણ પોતાના અભિપ્રાયો, વિચારો કે પછી તમારી પાસે રહેલી કોઈ પણ પ્રકારની માહિતીને પબ્લીશ કરી શકો છો એટલે કે રજુ કરી શકો છો. સાદી ભાષામાં સમજાવું તો બ્લોગ એ એક પ્રકારની ડાયરી છે કે જેમાં તમે કઈ પણ લખી શકો છો, ફોટા અપલોડ કરી શકો છો, તમારા વિચારો વ્યક્ત કરી શકો છો, બ્લોગ માં કંપનીની માહિતી કે જાહેરાત હોઈ શકે છે, રોજના તાજા સમાચાર કે પછી ઘણા બ્લોગમાં બ્રેકીંગ ન્યુઝ પણ મુકાતા હોય છે તો ઘણા બ્લોગ્સ ઓનલાઈન સ્ટોર પણ હોઈ શકે છે, ટૂંકમાં બ્લોગ કોઈ એક માણસનો કે કોઈ કંપનીનો કે કોઈ ગ્રુપનો હોઈ શકે છે, અને હા બ્લોગ લખવાનો કોઈ નિયમ નથી મતલબ કે જરૂરી નથી કે બ્લોગ રોજે લખાય જ ...એ તો જ્યારે મન થાય ત્યારે લખી શકો અને પબ્લીશ કરી શકો .. બ્લોગ લખ્યા પછી જે લોકો તમારો બ્લોગ વાંચે કે જેને ફોલોવર કહેવાય છે એ લોકો વાચ્યા પછી એ લખાણ વિષે કે માહિતી વિષે તમને ઓપીનીયન આપે ..કોમેન્ટ કરે ...ઘણાને ગમે તો વખાણ કરે, ના ગમે એ ટીકા કરે . ટૂંકમાં એક એવું વર્તુળ બને કે જેમાં અને જેની સાથે તમે વિચારોની આપલે કરી શકો ..!!

૨૩ ઓગસ્ટ,૧૯૯૯માં ઈવાન વિલિયમ, સૌપ્રથમ બ્લોગને અસ્તિત્વમાં લાવ્યા. જો કે ‘ વિબ્લોગ ‘ એવા શબ્દનો ઉપયોગ એનાથી પણ પહેલા જોહ્ન બર્ગરે ૧૯૯૭માં કર્યો હતો. જેના પરથી અંતે “બ્લોગ” એવો ફેમસ શબ્દ મળ્યો .૨૦૦૩માં ગૂગલ દ્વારા આ બ્લોગના રાયટ્સ ખરીદી લેવાયા અને એને સ્વરૂપ મળ્યું બ્લોગસ્પોટ.કોમ. પહેલા, બ્લોગમાં ઈમેજને લીંક કરી શકાય એવી સુવિધા પૂરી પાડવામાં આવી અને પછી તો ધીમે ધીમે ટેમપ્લેટસ, પોસ્ટ્સ એટલે કે ઇન્ફોર્મેશન, લેખ કે પછી વ્યક્તિગત વિચારો રજૂ કરી શકાય એવી વિશેષતા ઉમેરાતી ગઈ. હવે તો પબ્લીશ થયેલી પોસ્ટ પર વાંચનાર લાઈક કે કોમેન્ટ કરી શકે એવી સુવિધાઓ આમ થઇ ગઈ છે . જે વ્યક્તિ બ્લોગ લખે છે એને બ્લોગર કહેવાય . પહેલા ફક્ત અંગ્રેજીમાં જ લખાતો બ્લોગ હવે તો દુનિયાભરની બધી જ ભાષાઓમાં લખાતો થઇ ગયો છે . ભારતમાં ઉપયોગમાં લેવાતી ભાષાઓની જ વાત કરીએ તો હિન્દી, ગુજરાતી, ઈંગ્લીશ, મલયાલમ, મરાઠી, કન્નડા, તેલુગુ, તમિલ, બંગાળી વિગેરે જેવી ઘણી ભાષામાં લખાય છે !!!

હવે તો બ્લોગ બનાવવો ખુબ જ સરળ છે અને એટલું જ સરળ છે બ્લોગને પૂરતા ફોલોવર મળે એ જોવું પણ કેમકે તમે સોશિયલ સાઈટો પર તમારા બ્લોગની લીંક શેર કરીને લોકોને બ્લોગને ફોલો કરવાનું આમંત્રણ આપી શકો છો . પણ હા ફ્લોવર ત્યારે જ મળવાના અથવા તો નિયમિત ફોલોવર ત્યારે જ હોવાના કે તમારા બ્લોગનું કન્ટેન્ટ ખુબ જ અલગ અને ઉમદા હોવું જોઈએ . નહિતર એકવાર વિઝીટ કરીને ગયેલો વિઝીટર બીજી વાર તમારા બ્લોગના આંગણે પગ મુકવાનો નથી એ પાક્કું ....!!! બ્લોગ એ અભિવ્યક્તિનું માધ્યમ છે તો સ્વાભાવિક છે કે એ શબ્દો કે જેનાથી અભિવ્યક્તિ રજુ થઇ રહી છે એ પણ બ્લોગરના જ હોવા જોઈએ નહિ કે બીજા કોઈના ..!!! હા બીજાની માહિતી બ્લોગમાં મુકવા સમયે એ આખીયે કન્ટેન્ટ પારકી થઇ ગઈ કહેવાય . ફલાણાનો બ્લોગ છે એટલે મારો પણ હોવો જોઈએ એવું મિથ્યાભિમાન કે જક્ક એ શરૂઆત પુરતું ઠીક છે પણ એવી માનસિકતાવાળો બ્લોગ બહુ ટકતો નથી . કેમકે બ્લોગ વધુ લોકો સુધી પહોંચે એ માટે ખાસ તો તમે જે વિષય પર બ્લોગ કે બ્લોગ પોસ્ટ મૂકી રહ્યા હોવ એ વિષય જરા બીજાથી જુદો હોવો જરૂરી છે નહીતર થશે શું કે બ્લોગ જગતમાં એક ને એક વિષયવસ્તુ કોઈ વાંચતું નથી ....ને હીટ ના અભાવે અનેકો બ્લોગનું બાળમરણ થઇ ગયાના દાખલાઓ પણ છે જ ...!!

બ્લોગ તો હવે માઉસની ક્લિક પર વર્લ્ડપ્રેસ કે બ્લોગર કે બીજી કોઈ મફત બ્લોગ બનાવી આપતી સાઈટો પર જવાથી બની જશે પણ વો બ્લોગ ચલાને કે લિયે જનુન ચાહિયે ...!!! અમિતાભનો બ્લોગ જોઇને એ સ્ટાઈલમાં બ્લોગ ચલાવવા જઈએ તો પછડાઈ જઈએ કેમકે બ્લોગ એ મૌલિક હોવો જોઈએ અથવા તો બ્લોગનો ઉપયોગ ફક્ત ને ફક્ત તમારી આવડતને શોકેસ કરવામાં વપરાવો જોઈએ . ઘણા લોકો જનુન જનુંનમાં અને ખાસ તો મફત મળતું હોવાથી હોંશે હોંશે બ્લોગ તો શરુ કરી દે છે પણ પછીથી આવા બ્લોગો ચેક કરો તો ખબર પડે કે ભાઈ કે બહેન પાસે રજુ કરવા જેવું કશું છે જ નહિ અને એટલે આવા બ્લોગો મહદઅંશે કોઈ બીજા પરની ટીકાઓ કે ગામથી ઉંધા વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ બની જતા હોય છે અને સરવાળે www ડોટની દુનિયામાં અમથે અમથું એક એડ્રેસ બ્લોક થઈને પડ્યું રહે છે ....!!! ઓકે આવું ના થાય એવું ઇચ્છતા હોવ અને બ્લોગ શરુ કરવા જઈ રહ્યા હોવ તો આ રહી થોડી ઉપયોગી ટીપ્સ ...!!! સૌપ્રથમ તો પૂરી ધીરજથી બ્લોગનો શુભારંભ કરો, જેના વિષે ટપ્પો પણ ના પડતો હોય એવા વિષયોથી દુર રહો ...!!! બીજાની સામગ્રીની નકલ કરવા કરતા કશુક મૌલિક અને તમારું પોતાનું લખો કે રજુ કરો . કોઈ વિષય પર લખો તો એનું શીર્ષક આકર્ષક અને અસરદાર રાખો, કેમકે અંતે તો ટાઈટલ જ સર્ચ થવામાં આવશે ને ...!! બ્લોગની ડીઝાઈન સાદી અને સિમ્પલ રાખો કેમકે તમારી ડીઝાઈન નહિ પણ કન્ટેન્ટ જ કિંગ રહેવાનું ..!! બ્લોગ પોસ્ટ પર આવતી બધી કોમેન્ટનો જવાબ દેવાની ટેવ રાખો પછી ચાહે ભલે ને કોઈ કોમેન્ટમાં ટીકા કેમ નથી ..!!! કોઈ વિઝીટરનો બ્લોગ હોય તો એને ફોલો કરો કેમકે આખરે તો આ એક એવો જ્ઞાન અને માહિતી સાગર છે કે એમાં જેટલું વધારે તરશો એટલી વધારે બ્લોગીંગ વિષે સમજ આવતી જશે અને હા લાસ્ટ બટ નોટ લીસ્ટ કે તમારા બ્લોગની લીંક અચૂકપણે તમારા સોશિયલ મીડિયા પર શેર કરતા રહો ....કેમકે આખરે વિઝીટર્સ જ તો તમને વધુ ને વધુ બ્લોગ પોસ્ટ મુકવા માટે થતા ઝનુન માટે ખુબ જરૂરી છે જ ...!!! તો કરો શરુ બ્લોગીંગ અને વહેવા દો તમારા વિચારોને મુક્ત ‘ વેબ ‘ ગગનમાં ...!!!!