Paanch koyda - 5 in Gujarati Classic Stories by ashish raval books and stories PDF | પાંચ કોયડા ભાગ 5

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પાંચ કોયડા ભાગ 5

ભાગ - 5

અતુલ મજુમદાર સાથે મિટિંગ

ડોરબેલ દબાવ્યાથી બારણું ખોલવાના સમય સુધીમાં મારી પલ્સ રેટ ઓલટાઇમ હાઇ થઇ ચુકી હતી. સામેથી મારી જ ઉંમરના પણ અત્યંત સોહામણા યુવાને બારણું ખોલ્યુ. તેણે નેવી બલ્યુ રંગનુ શર્ટ અને તેની નીચે બ્લેક રંગનુ પેન્ટ પહેર્યુ હતુ. પહેરેલા ચશ્માની સોનેરી ફ્રેમ તેની ઉજજવળ કારર્કિદી નુ સુચન કરતી હતી. હસતા ચહેરે તેણે મને આવકાર આપ્યો. ચશ્મા નીચેથી તેની આંખો મારુ એકસ-રે અવલોકન કરી રહી હતી. અમે બંને ગોળ ટેબલની ફરતે રાખેલી ચેરમાં ગોઠવાયા. મારી સ્વસ્થ રહેવાની મથામણ તેનાથી કળાઇ ગઇ તે બોલ્યો. -“ રિલેકસ મિ. ભાગવત ! શાંતિથી બેસો. હું કોફી મંગાવુ છુ. તે પીતા પીતા વાત કરીએ. ”

તેણે થોડોક સમય મારા પરિવાર વિશે પ્રશ્નો પુછયા. તે સારી પેઠે જાણતો હતો કે હું જ ગજેન્દ્ર ભાગવત છું. છતાંય તે તમામ ચકાસણી કરી રહ્યો હતો. તેણે પોતાની હેન્ડબેગ ખોલીને કેટલીક ફાઇલો કાઢી. ત્યાં સુધીમાં કોફી સર્વ થઇ ચુકી હતી. હવે પછી શુ થશે ? તે વિચારે મારુ દિલ જોરથી ધડકી રહ્યુ હતુ. કોફીનો ઘુંટ લેતા તેણે વાત ની શરૂઆત કરી.

‘ મિ. ભાગવત ,એમ તો કિર્તી ચૌધરી મારા પિતાના વર્ષો જુના મિત્ર અને ખાસ કલાયન્ટ છે. એમનુ લીગલ કામ પિતા પછી ઘણા વર્ષો થી હું જ સંભાળુ છું. એમના નિધન પછી લગભગ અમે એમના વિલ મુજબ તમામ મિલકતનો વહીવટ કરી નાખ્યો છે. પણ ! એ એકાદ પળ અટકયો. પણ તેમના વિલનો છેલ્લો ભાગ અમે બાકી રાખ્યો છે. જેની જાણ ફકત મને,મારા પિતાને અને નિધન પામેલા કિર્તી ચૌધરી સિવાય કોઇને પણ નથી. તેમના જ કહેવાથી આ વાત અમે તેમના મરણના પંદર દિવસ પછી જાહેર કરી રહ્યા છે. આ વિલ મુજબ તેમણે તેમના મરણ પહેલા બે અંતિમ પુસ્તકો લખી છે. બીજા લાખો ભારતીયોની જેમ હું પણ તેમના લેખનનો મોટો ફેન છું. જો આ પુસ્તકો રજુ થાય તો તેમના ચાહકોમાં આ પુસ્તકો માટે ગજબ નો ઉત્સાહ હોય. ’

‘ હા,ખુબ જ ઉત્સાહ હોય. ’ મને તો મારી આંખ સામે નોટોના બંડલ દેખાવાના શરૂ થઇ ગયા હતા.

મારી સામે ઉંડો શ્ર્વાસ લઇ તેણે ફરી બોલવાનુ શરૂ કર્યુ. -‘ હવે આ પુસ્તકોની તમામ રોયલ્ટી એમના વિલ મુજબ ગજેન્દ્ર ભાગવત એટલે કે તમને આપવાની થાય છે. તેમના કાયમી પ્રકાશક જોડે તમારા નામનો આ બાબતનો કોન્ટ્રાકટ પણ થઇ ચુકયો છે. કોન્ટ્રાકટ મુજબ કોઇપણ વ્યકિત ! ભલે એ તેમના પરિવાર નુ ના હોય આ પુસ્તકો પર તેનો દુર-દુર સુધી હક લાગે તેમ નથી. વિલ પણ એટલી ચોકસાઇથી કર્યુ છે કે તેમના પરિવારનુ કોઇ કોર્ટ માં દાવો કરે તો પણ હારી જાય. આ બધુ તમારી ફેવરમાં છે. પણ તમે તો જાણતા જ હશો કે તે દિવસે તેમણે તમારી પાસે એક શર્ત પણ મુકેલ હતી ?’ પશ્ર્નસુચક નજરે તેણે મારી સામે ચાર આંખોથી જોયુ.

‘ હા ! શર્ત પ્રમાણે તે ચોપડીઓ મારે શોધવાની છે’ હું બોલ્યો.

‘ બરાબર ! પણ એ શર્ત માં થોડો ફેરફાર થયો છે. ’

‘ ફેરફાર ! કેવો ફેરફાર’

‘ હું વિગત થી કહું. તમારે આ બે ચોપડીઓ શોધવાની છે તેમના મૃત્યુ થયાના મહિનાની અંદર ! આજ સુધીમાં પંદર દિવસ તો વીતી ગયા છે. હવે ફકત પંદર દિવસ બચ્યા છે. જો તમે ? પંદર દિવસમાં તે ચોપડીઓ નહિ શોધી શકો તો તેમના પર તમારો કોઇ હક લાગશે નહી. તે સંજોગોમાં આ કોન્ટ્રાકટ રદ સમજવો. બીજી વાત આ ચોપડીઓ કયાં રાખી છે તેના વિશે અમને કોઇને ખ્યાલ નથી. કાકા ની ચોપડીઓ તો તમે વાંચતા જ હશો તે કેવુ રહસ્યમય લખે છે?’

શુ જવાબ આપવો મારે-‘ ના,હું નથી વાંચતો !’

‘ નથી વાંચતા ! છતાંપણ ! ઓ. કે ! ડિલ ઇઝ ડિલ, હું બાકીનુ સ્પસ્ટ કરી દઉં. આ ચોપડીઓ શોધવા તમને એક કોયડો આપવાંમા આવશે,તમે તેને સોલ્વ કરશો પછી તેના આધારે બીજો કોયડો,પછી ત્રીજો,ચોથો અને છેલ્લે પાંચમો. પાંચમો કોયડો તમે સોલ્વ કરી લેશો તો તે ચોપડીઓ કયાં છે તેનો તમને ખ્યાલ આવી જશે. ’

‘ પાંચ કોયડા ! આ કિર્તી ચૌધરી મરતા-મરતા મને પણ મારવાનો બંદોબસ્ત કરીને ગયો છે કે શુ ? પંદર દિવસ ની રજાઓ લેવી શુ કરવુ ?’ મારા માટે સમસ્યાઓ થડી થઇ ગઇ હતી.

મારા મુખની ચિંતાઓ જોઇને અતુલને મજા આઇ રહી હતી.

“ વધારામાં મિ. ભાગવત તમારે આ પહેલા કોયડાની ફાઇલ જોતી હોય તો મારી પાસે પહેલા રૂ એક લાખ જમા કરાવવા પડશે. કિર્તી ચૌધરીએ જ આ પ્રમાણે ગોઠવણ કરવાનુ કહેલ છે. ”

“ મારે એક લાખ રૂ તે ફાઇલ લેવા જમા કરાવવા પડશે ! આવી તો મારે કોઇ વાત થઇ નથી. ” હું અકળાઇને બોલી ઉઠયો. “ જુઓ મિ. ભાગવત ! આ વાણી મારી છે પણ શબ્દો કિર્તી ચૌધરીના છે. તમને વિચિત્ર લાગશે પણ આ જ પ્રમાણેનુ આયોજન છે. હા ! પણ એક ફાયદો પણ છે. ” આમ બોલી તે હળવેથી હસ્યો. “ ફાયદો એ છે કે જો તમે આ શર્ત ને છોડવા માંગતા હોય તો મારે વગર પુછયે તમને એક લાખ નો ચેક આપી દેવો. ”

“ મતલબ,હું સમજયો નહી ?”

“ સીધી વાત છે મિ. ભાગવત ,જો તમારે એક પછી એક કોયડાને ઉકેલીને ચોપડીઓ સુધી જવાનુ જોખમ ના લેવુ હોય તો એક લાખ લઇ કિવટ કરી જવુ. જો તમારે ખરેખર સમૃદ્ધી જોઇતી હોય તો એ માટે લાખ રૂ જમા કરાવી તે ફાઇલ લઇ લેવી. ”

મારા માટે પસંદગી મુશ્કેલ હતી. આસાન ઉપાય એ હતો કે લાખ રૂ લઇ બહાર નીકળી જવુ. એમ પણ વગર મજુરીએ લાખ રૂ જેટલી મોટી રકમ આપે પણ કોણ ? આ લાખ રૂ પણ મારા ઘણા સપના પુરા કરી શકે એમ હતા. કિર્તી ચૌધરીએ આવી વિચિત્ર શર્ત કેમ મુકી, તે કળવુ પણ મુશ્કેલ હતુ ! આ બધા મનોમંથન માંથી બહાર આવી મેં મજુમદાર ને પુછયું.

-“ શુ હું પહેલા કોયડા ની ફાઇલ જોઇ શકુ ?”

“ એમ તો એ ફાઇલ નથી ફકત એક કાગળ છે. જેમાં વિચિત્ર પઝલ છે. નિયમ મુજબ તમને તે બતાવી શકાય નહી. પણ ફકત એક કે બે મિનિટ માટે તમે તેને વાંચી શકશો. આવી છુટ તમને એટલા માટે આપુ છુ કે તમને નિર્ણય લેવામાં સરળતા રહે” બાદમાં તેણે એક વાદળી રંગની ફાઇલ મારા હાથમાં મુકી. ફાઇલમાં અમુક લીગલ કાગળિયા અને ત્યારબાદ

‘ પહેલો કોયડો’ લખીને કરેલુ લખાણ હતુ. એ કોયડાનુ લખાણ હું ઝડપથી વાંચી ગયો. એ એટલુ અટપટુ અને ગહન હતુ કે કંઇપણ સમજવુ શકય તેમ ન હતુ. હું વધુ કંઇ વિચારુ તે પહેલા તો અતુલે તે ફાઇલ મારી પાસેથી છીનવી લીધી. મારી સામે નજર રાખીને તે બોલ્યો.

“ ઓ. કે ! મિ. ભાગવત ,શુ નિર્ણય છે તમારો ,કિવટ કરવા માંગો છો કે ઝંપલાવવા માંગો છો ?”

“ મારે વિચારવા થોડો સમય જોઇશે ?” હું બોલ્યો. “ ઓ. કે ,હજી આવતીકાલ સાંજ સુધી હું અહિયાં જ છુ. તે પહેલા તમારો નિર્ણય જણાવી દેશો. તેમની એકે ચોપડી તમે વાંચી નથી એટલે શુ કહુ ? તેમના પઝલ્સ બેહદ અટપટા હશે ! મારી દૅષ્ટિએ તો હું તમને એક ફેવર કરુ છું. નીકળી જાઉં એક લાખ રૂ લઇ આમાંથી બહાર. અલબત તે સંજોગોમાં મને ચોકક્સ અફસોસ થશે એક મહાન લેખક ની ચોપડીઓ બહાર નહી આવી શકે. બાકી તમારી મરજી” આમ કહી તે મલકાવા લાગ્યો. ‘ આ માણસ કઇ બાજુ બોલી રહ્યો હતો તે નકકી કરવુ જ મુશ્કેલ હતુ’ અશાંત મને હું હોટેલ ની બહાર નીકળ્યો. જો કે મને પણ પહેલો કોયડો વાંચ્યા બાદ કિવટ કરીને એક લાખ રૂ લઇ લેવા જ વધુ યોગ્ય લાગ્યા હતા.

- ક્રમશ :