Bucket list
udit Ankoliya
મારા વ્હાલા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન
તમેં મને ઘણું બધું આપ્યું. પણ હવે મને જે જોઈએ છે તે તમે મને નહીં આપી શકો.
તમે તો શું દુનિયા ના કોઈ માતાપિતા ન આપી શકે. મારે બધા લોકો જીવે છે તેવું જીવન નથી જીવવું. મારે મારી અંદર ના ડર ને કાઢી નાખાવો છે. અજાણ્યા લોકો વચ્ચે રહેવું છે. ઉંચા પર્વતો પરથી ચીસો પાડવી છે. હજારો લોકો ની કહાની સાંભળવી છે. રોડ પર ભૂખ્યા સૂવું છે. મારે પ્રકૃતિ ના ખોળે જવું છે. અજાણી નદી માં નાહવા પડવું છે. ખુલ્લા મેદાન માં દોડવું છે. અને રાતે ખુલ્લા આકાશ માં તારા ઓ ને જોતા જોતા સુઈ જવું છે. જીંદગી નો સાચો મતલબ જાણવો છે. અને દુનિયા ને બતાવવો છે. અમાસ ની રાત્રી ના અંધકાર માં મારે જાગી ને મારી જાત ને શોધવાનો પ્રયત્ન કરવો છે. મૃત્યુ ના ડર ને કાઢી નાખવો છે. મારી ડાયરી માં લખેલા દરેક સવાલ નો જવાબ શોધવો છે. નદી ના પાણી માં મારુ પ્રતિબિંબ જોઈ ને મને ગર્વ થવો જોઈએ કે હું બીજા થી અલગ થયો. પોતાના માટે જીવ્યો. અને તમને પણ એ વાત નો ગર્વ હોવો જોઈએ કે મારો છોકરો બધા થી અલગ નીકળ્યો. હું જિંદગી થી નથી ભાગ્યો જિંદગી ના ખોળે જઇ રહ્યો છું. બાકી સમાજ તો વાતો કરવાનોજ પણ તમને એ સમાજ ની વાત થી ફરક ના પડવો જોઈએ. અને મને શોધવાનો પ્રયત્ન પણ ના કરતા કારણકે જો હું તમને મળી પણ જઈશ તો પણ હું એ સમાજ માં જીવી નહીં શકું. મને મારા સવાલો ના જવાબ મલી જશે તો હું જલ્દી પાછો આવીશ. અને જો નહીં મળે તો કોઈ અજાણી જગ્યા માં ગુમનામ થઈને મારા અસ્તિત્વ ને મિટાવી નાખીશ. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.
પત્ર વાંચી ને જયની માઁ ની આખમાંથી આંસુ ની ધાર થવા લાગી. પિતા પણ ત્યાંજ ઉભા હતા. તેણે પૂછયું શુ થયું રમાં. કેમ રડે છે રમા કાઈ બોલ્યા વગર એક મડદું ઉભું હોય તેમ સ્થિર ઉભી હતી. તેની આંખ માંથી ઝરણાં ની જેમ સતત પ્રવાહ વહી રહ્યો હતો. શરીર માં જીવ ન હતો. આ બધું જોતા જયંતીભાઈ એ રમાં ના હાથ માંથી કાગળ લઇ લીધો. અને પોતાના ખીસ્સા માંથી ચશ્મા કાઢીને પત્ર વાંચવા લાગ્યા. પત્ર તેના પુત્ર નો હતો. પત્ર વાંચતા વાંચતા કઠણ હ્દય ના જયંતીભાઈ ની આંખ માંથી પણ અશ્રુ ઓની ધારા શરૂ થઈ ગઈ બંને જમીન પર દીવાલ ના ટેકે બેસી ગયા. પોતાના 4 બેડરૂમ વાળા ફ્લેટ ના હોલ માં રમાંબેન અને જયંતીભાઈ બે નિર્જીવ જીવ ની માફક પડ્યા હતા. સમય નું ભાન ન હતું. જયંતિ ભાઈ ફરી ફરીવાર પત્ર વાંચી રહ્યા હતા. જયંતિભાઈ જેટલા કઠણ હૃદય ના વ્યક્તિ મેં જોયા ન હતા. પોતાની દીકરી ને સાસરે વળાવતી વખતે પણ તેમના આખમાં આશુ ન હતા. હસતા હસતા તેમણે પોતાની દીકરી ને વિદાય આપી હતી. પોતે સુરત શહેર માં હીરા ઘસવાનું કામ કરતા હતા. છતાં પોતાના ત્રણેય સંતાનોને ભણાવવા માં કસર નતી છોડી. મોટી છોકરી સ્નેહા ને C. A. બનાવી હતી. અને એક છોકરા રવિ ને ડોક્ટર બનાવ્યો હતો. પણ સૌથી વધુ ચિંતા તેમને પોતાના નાના છોકરા જય ની હતી. તેને એન્જીનીયર તો બનાવ્યો પણ તેના મન ના સવાલો નો જવાબ ક્યારેક જયંતિ ભાઈ આપી નતા શકતા. પણ જયંતીભાઈ ને એવી ક્યાં ખબર હતી કે પોતાના સવાલ ના જવાબો શોધવા માટે તે આટલો દૂર પહોંચી જશે.
તમને સવાલો થતા હશે હું કોણ છું. અને આ બધું કેમ જાણું છું. હું જયંતીભાઈ ના બાજુ ના ફ્લેટ માં રહું છું. પોતે લેખક છું. કદાચ મારી ભૂલ ને લીધેજ આ થયું છે એવું મને લાગ્યું. જય ના મન ના સવાલો હું પહેલે થી જાણતો હતો.
જય એક અઠવાડિયા પહેલા મારી પાસે નવલકથા લેવા માટે આવ્યો હતો મેં તેને 'જીતેશ ડોંગા ' ની નવલ કથા ' નોર્થપોલ ' આપી અને કહયુ આમાં તને તારા બધા સવાલો. ના જવાબો મળી જશે. કદાચ તમે પણ આ નવલકથા વાંચી હશે. (નોર્થપોલ એ ગોપાલ ના જીવન ની કહાની છે ગોપાલ ને ખબર નથી પોતાને શુ બનવું છે તેને બધાની જિંદગી નથી ગમતી એટલે તે ઘરથી ભાગી ને પોતાનું ગમતું કામ શોધવા નીકળે છે. અને તેના જીવન માં ઘણા ઉતાર ચઢાવ આવે છે. અને છેલ્લે પોતાનું ગમતું કામ શોધી કાઢે છે. ) સમય મળે તો તમે પણ વાંચજો. પણ મને ક્યાં ખબર હતી ગોપાલ ની જેમ જય પણ એક નવલકથા ને આટલી serius લઈ ને ઘર છોડી ને જતો રહેશે. હું બપોરે જમવા આવ્યો મારી નજર જયંતીભાઈ ના ઘરમાં પડી. જયંતીભાઈ ભાઈ અને રમાબેન દિવાલના ટેકા પર બેઠા બેઠા રડી રહ્યા હતા. જયંતીભાઈ ના હાથમાં એક કાગળ હતું. હું અંદર ગયો જ્યંતિભાઇ નો ખભો હલાવ્યો અને પૂછયુ શુ થયું જયંતિભાઈ ? થોડીવાર જયંતીભાઈ ના મો માંથી કોઈ અવાજ ના આવ્યો એટલે હું રસોડા માં જઈને પાણી નો ગ્લાસ ભરી આવ્યો અને જયંતી ભાઈ ને આપતા મેં ફરી પૂછ્યું : જયંતીભાઈ થયું છે શુ એતો કહો શા માટે આમ રડો છો ? જયંતીભાઈ એ પાણી પીધું થોડો ઊંડો શ્વાસ લીધો પછી મને બધી વાત કરી. મેં તરત જ રવિ ને ફોન કર્યો અને ઘરે આવવા કહ્યું. રામબહેન ને પણ પાણી આપ્યું. પણ તેમની આખમાં થઈ સતત આશુ વહી રહ્યા હતા. શરીર માં જીવ ના હોય એવું લાગી રહ્યું હતું.
થોડીવાર માં જયંતીભાઈ નો મોટો દીકરો રવિ ઘરે આવી પહોંચ્યો. મમ્મી પપ્પાની હાલત જોઈ એને મને પૂછ્યું શુ થયું છે. મમ્મી પપ્પા કેમ રડે છે ? મેં બધી વાત કરી. ત્યાં જયંતિભાઈ ઉભા થયા અને દીકરા રવિ ને દીકરાનો લખેલો કાગળ આપ્યો અને કહ્યું બધું ખતમ થઈ ગયું રવિ. એટલું બોલી ને બાલ્કની માં જતા રહ્યા. રવિ પિતા એ આપેલો કાગળ વાંચવા લાગ્યો તેની આંખમાંથી પણ અશ્રુ ની ધારા વહી પડી. તેની માઁ ને ભેટી પડ્યો થોડીવાર રહીંને તે શાંત થયો અને બાલ્કની માં ગયો પપ્પા ને કહેવા લાગ્યો પપ્પા તમે ચિંતા ના કરતા બધું બરાબર થઈ જશે. મારા પર ભરોસો રાખો આપણે જય ને શોધી કાઢશુ. તેને સમજાવસુ. તે પાછો આવી જશે. તેને આવવુંજ પડશે.
જયંતીભાઈ ઉભા થયા અને રવિ ને ભેટી પડ્યા. પછી અલગ થઈ ને પોતાના આશુ લૂછયા. મેં કહ્યું જયંતીભાઈ તમે ચિંતા ના કરતા જય જલ્દી મળી જશે હું હમણાંજ મારા મિત્ર ને ફોન કરી ને જાહેરાત માં આપી દવ છું. કોઈ ને કોઈ તો ફોન કરીને એના વિશે જણાવશે. રવિ, તારો પણ ફોન નમ્બર આપી દાવ છું સાથે. રવિ પણ તેના મમ્મી ને રૂમમાં લાઇ ગયો અને આરામ કરવા કહ્યું.
આ બાજુ જય ટ્રેન ના દરવાજા પાસે બેઠો બેઠો ગીત ગાઈ રહ્યો હતો "જિંદગી એક સફર હે સુહાના,યહા કલ ક્યાં હો કિશને જાના " જય હંમેશા ઉત્સાહ માં રહેતો. પોતે સિવિલ એન્જિનિયર હતો. Smc ની પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી હતી શરૂઆત માતો તેને નોકરી માં ખૂબ મજા આવતી રોજે સવારે વહેલા ઉઠીને smc ની ઑફિસમાં પહોંચી જતો. પછી પોતાની હાજરી પુરી ને આખા શહેરમાં રોડ ના,સરકારી બિલ્ડિંગ ના, જાહેર શૌચાલય, બ્રિજ ના કે પછી બાંધકામ ને લગતા વળગતા કોઈપણ અધૂરા કામ પૂરક કરતો. પછી સાંજે પાછો ઓફીસ પર આવીને થોડીવાર પોતાના ઓફિસ ના મિત્રો સાથે ગપ્પાં લડાવતો અને પછી 7 વાગ્યે ઘરે જતો રહેતો. પણ ધીમે ધીમે તેને લાગવા લાગ્યું કે તેનો જન્મ ખાલી રોડ ના ખાડા પુરવા માટે નથી થયું તેને કઈક પોતાના માટે કરવું હતું પોતાની ખુશી માટે. પોતાના પૈસેટકે તેની જિંદગી સફળ હતી પણ તેને કૈક મહાન બનવું હતું. સુખી તો તે હતો પણ તેને ગરીબ ના દુઃખ ને અનુભવવું હતું. પોતાના મુલાયમ બેડ પર તો તે રોજે સૂતો હતો,પણ તેને સખત પથ્થરો ના બિસ્તર પર સૂવું હતું. તે મોટા વિમાનો માં જઈને વિદેશ માં ફરી ચુક્યો હતો પણ તેને પોતાના દેશ માં ટ્રેન જનરલ ડબ્બા ના દરવાજા પાસે બેસીને આખા દેશ ને જોવો હતો. મુસાફર બનવું હતું. એક એવો મુસાફર જેની મંજિલ નક્કી નથી સફર નો સમય નક્કી નથી. જ્યાં રસ્તો મળે ત્યાં પહોંચી જવાનું છે. જયે પોતાની સાથે થોડા પૈસા પણ લીધા હતા. સાથે એક ડાયરી પણ હતી જેમાં તેના સવાલો નું લિસ્ટ હતું. એ ડાયરી પણ મેજ આપી હતી. તે 10 માં ધોરણમાં હતો ત્યારે તે ઘણા સવાલો પૂછતો મેં તેને ડાયરી આપી અને કહ્યું તને જ્યારે કોઈ સવાલ થાય તે આ ડાયરી માં લખી નાખજે. તને આ સવાલ ના જવાબો આગળ ની જિંદગી મા જ મળી જશે. જ્યારે તને જવાબ મળે એટલે તારા એ સવાલ આગળ ટિકમાર્ક કરી દેજે. અને એવું લાગે તો બાજુમાં જવાબ પણ લખી નાખજે. જયે આ સવાલો ના લિસ્ટ નું એક આગવું નામ આપ્યું હતું " bucket list " તેણે આ નામ "bucket list " નામના ફિલ્મ પરથી રાખ્યું હતું. તેના આ લિસ્ટ માં 7 સવાલો હતા તે પોતાનું આ લિસ્ટ જોઈ રહ્યો હતો. ત્યાં ટ્રેન માં આગળના ડબ્બા પરથી ચના-ચટપટી વાળો ચડ્યો. તેના હાથમાં મોટું ટબ હતું જેની સાથે ચામડા નો પટ્ટો બાંધેલો હતો. જે તેના ગળા માં લટકાવેલો હતો. તેણે સફેદ રંગ નો શર્ટ પહેર્યો હતો જે મેલ ના લીધે કાળો થઈ ગયો હતો. તેને ચણાની ભેળ બનાવતો જોઈ જયને પણ ખાવાનું મન થઇ ગયું. તેણે 20 રૂપિયા ની ચના ભેળ લીધી. ભેળ વાળા એ એક કાગળ લીધું તેમાં ચણા ની દાળ નાખી, થોડા દાબેલા ચણા નાખ્યા, થોડા દાડમ ના દાણા,થોડા કાંદા,અને થોડી કોથમીર ઉપર પાણી ની બોટલના ઢાંકણા ના કાણાં માંથી લીબું નો રસ નાખ્યો. જય ના મોઢામાં પાણી આવી ગયું તેણે દાલવાળા પૈસા આપ્યા અને ચણાની ભેળ ખાવા લાગ્યો. જયે ઘણીવાર લોકલ ટ્રેન માં મુસાફરી કરી હતી. ઘણા સવાલો તો તેને ટ્રેન માં લોકોને જોઈને જ થયા હતા પણ આ સફર અલગ હતી. આ વખતે તેને વિશ્વાસ હતી કે તેને પોતાના સવાલો ના જવાબ મળશે પણ કઇરીતે એ વેટ થી તે અજાણ હતો. તેને સવાલ ના જવાબ જોતા હતા. તે માટે તેને સમય ની ચિંતા ના હતી.
જય દરવાજા પાસે બેસી ને ચણા ભેળ ખાઈ રહ્યો હતો. સાંજ નો સમય હતો. ઠંડો પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો. સાથે ટ્રેન નો ચાલવાનો અવાજ પણ આવી રહ્યો હતો. અચાનક બાજુના પાટા પરથી બીજી એક ટ્રેન ક્ષણ વાર માં નીકળી ને અદ્રશ્ય થઈ ગઈ. હવામાન વધુ ને વધુ ઠંડુ થઈ રહ્યું હતું.
ઠંડા પવન ના લીધે જય ની આખો ઘેરાવા લાગી. તેણે બેગ માંથી પાણી ની બોટલ કાઢી અને પાણી પીધું. બાજુ માં થોડી જગ્યા હતી એટલે ત્યાંજ પગ લાંબા કરીને સુઈ ગયો. ઘણીવાર આખો દિવસ કામ કરીને ઓફિસ થી ઘરે આવ્યા પછી પણ તેને ઊંઘ નતી આવતી પણ આજે તેને પળવાર માં ઊંઘ આવી ગઈ હતી. ઠંડા પવન ના સુસવાટા તેનું એર કન્ડિશનર હતું. ટ્રેન નો ખટ ખટ અવાજ પણ તેને મીઠા મધુર હાલરડાં સમાન લાગતા હતા. થોડીજ ક્ષણો માં જય સપનાઓ ની દુનિયા માં ખોવાઈ ગયો.
રાત ની સવાર થઈ ગઈ. જયને આટલી ઘાટી ઊંઘ પહેલી વખત આવી હતી. તે ઉભો થયો ટોયલેટ ની બહાર ની વોસબસીન માં તેને તેનું મોઢું ધોયું. સામે અરીસો પણ હતો પણ તે એટલો જૂનો થઈ ગયો હતો કે તે અરીસામાં જય પોતાને ઓળખી શકતો ન હતો. ખિસ્સા માંથી રૂમાલ કાઢીને જયે પોતાનું મો લૂછયું. હવે તેના શરીર માં સવારની તાજગી હતી ઉણપ હતી તો ખાલી એક મસાલા વાળી ચા ની. તે પણ ચા વાળાએ પુરી કરી. પાછળના દરવાજે થી એક ચા વાળો ટ્રેન માં ચઢ્યો. જયે એક ચા લીધી. ચા વાળાએ પ્લાસ્ટિક ના કપ માં ચા આપી. ચા ખૂબ ગરમ હતી. પણ પવન ના સુસવાટા માં થોડી વાર માં તે ઠંડી થઈ. જય દરવાજા પર બેઠો બેઠો ચા પી રહ્યો હતો. તીરુવનંતપુરામ નજીક ટ્રેન થોડી ધીમી પડી. આગળ ના ડબ્બા માંથી આશરે બારેક વરસ ના બે છોકરાઓ કૂદયા. જય પણ તેને જોઈ ને કુંદયો. તેને ઘણા વર્ષો થી ચાલુ ટ્રેન માંથી કુદવાની ઈચ્છા હતી. પણ તેનો ડર તેને દર વખતે રોકી દેતો. પણ આજે તે કંઈપણ વિચાર કર્યા વગર કુદી ગયો. પહેલીવાર કુદયો એટલે તેના પગનું બેલેન્સ ગયું અને તે થોડો ઢસદાયો. અને સહેજ છોલાયો. જય એ છોલાયેલા ભાગ પર પોતાનો રૂમાલ બાંધ્યો. પેલા છોકરાઓ જય ને પડતો જોઈને હસી રહ્યા હતા. અને મલયાલમ ભાષા માં બડબડી રહ્યા હતા. જય થોડું જલ્દી ચાલી ને આગળ ગયો અને બોલવા લાગ્યો કયો હસ રહે હો બચ્ચે. તેમાંથી એક બોલ્યો "લગતા હે આપ પહલીબાર ટ્રેન સે કૂદે. ટ્રેન સે કુદતે વક્ત અપને દોનો પેરો કો સાથ મેં જમીન પર રખનાં ચાહીએ ઇસકી વજહ સે આપકા શરીર સંતુલિત રહેગા ઔર આપ ગિરિગે ભી નહીં ". જય એ કહ્યું "સલાહ કે લિયે સુક્રિયા અગલીબાર ઇસ બાત કા મેં ખયાલ રખુંગા ". વૈસે તુમ જા કહા રહે હો ? જયે ફરી સવાલ કર્યો. આ વખતે બીજા છોકરા એ જવાબ આપ્યો. " હમ ઇધર અંબુદી ગાવ મેં રહતે હે આપકો આના હે તો આઇયે હમારે સાથ.
જય તે છોકરાઓની સાથે સાથે ચાલવા લાગ્યો. છોકરા ઓ ફરી મલયાલમ માં એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. પણ જય તેની વાતો સમજી શકતો નહોતો થોડે દુર ગામ હતું ગામ માં ત્રણેય એ પ્રવેશ કર્યો. ભારત ના કોઈ પણ ગામની વાત અલગ જ હોય છે જુના નળીયા વાળા મકાનો, નાની નાની દુકાનો. ગામના ઓટલે બેઠેલા વૃદ્ધ લોકો. અને ગામ ની ગલીઓ માં રમતા છોકરાઓ, સરકારે બનાવી આપેલા બગીચાઓ ,ઘણા વર્ષો પહેલા ગામના મુખીયા એ બનાવડાવેલું નાનકડું મંદિર તેમાં ભજન કરતી ડોશીઓ અને બીજું ઘણું બધું. અમે ગામ માં પહોંચ્યા છોકરાઓ એક સરકારી બગીચામાં માં પ્રવેશ્યા અને ત્યાં રમવા લાગ્યા. જય પણ તે બગીચા માં પ્રવેશ્યો અને ત્યાં બાંકડા પાર બેસી ગયો. ઘડિયાળ માં જોયું સવાર ના સાડા સાત વાગ્યા હતા. આકાશ માં કુમળો તડકો હતો જે ટ્રેન માં ઠંડા પડેલા જય ના શરીર ને ગરમ કરી રહ્યો હતો. જય એ પોતાની ડાયરી કાઢી તે પોતાના જ લખેલા સવાલો વાંચી રહ્યો હતો.
એવા ક્યાં સવાલો છે જેણે જય ને ઘર છોડવા માટે મજબૂર કર્યો ? શુ જય ને તેનાં સવાલો ના જવાબ મળશે? જાણો આગળની સ્ટોરી માં જે ટૂંક સમય માં ઉપલબ્ધ થશે