Dressing table - 2 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | Dressing table - 2

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

Dressing table - 2

બીજે દિવસે સવારે મોડે થી કામિની ની આંખ ખુલી. તેણે ઘડિયાળ માં જોયું તે સાથે તરત બેડ પર થી ઉભી થઇ ગઈ. સુમિત બાથરૂમ માં હતો. કામિની ફટાફટ મોં ધોઈ નાસ્તો બનાવવા જતી રહી. સુમિત તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવ્યો.

કામિની બોલી," તે મને જગાડી નહીં. આજે મને ઉઠવામાં મોડું થઈ ગયું. "

સુમિત બોલ્યો," તને યાદ છે રાતે શું થયું હતું?" કામિની ખુરશી પર બેસીને નવાઈ થી બોલી," કેમ શું થયું હતું?"

સુમિત બોલ્યો," તું કાલે ઉંઘ માં ચાલી રહી હતી. " એમ કહી રાત વાળી વાત કરી.

કામિની આશ્વર્ય થી બોલી," મને તો કશું યાદ નથી. આ આદત તો ઘણા ટાઈમ થી નીકળી ગઈ હતી. ફરી કેમ ચાલુ થઈ ગઈ?"

સુમિત બોલ્યો," આજે આપણે ડોક્ટર ને બતાવી આવીએ. "

કામિની બોલી," ના હવે. જોઈએ થોડા દિવસ. પછી એવું લાગશે તો જઈ આવશુ. "

સુમિત બોલ્યો," ઠીક છે. આમ પણ હમણાં ઓફિસ માં વકૅ બહુ છે. ૨_૪ દિવસ પછી હું ફ્રી થઈશ ત્યારે આપણે જઈ આવશુ. "

કામિની બોલી," ઓકે"

સુમિત નાસ્તો કરી ને જતો રહ્યો. સુમિત નું ટિફીન ઓફિસ નો માણસ આવી લઈ જતો. કામિની સુમિત ના ગયા પછી બાથરૂમ માં નહાવા ગઈ. તે બાથરૂમ માંથી બહાર આવી ડ્રેસિંગ ટેબલ સામે ઉભી રહી ગઈ.

તેણે લાઈટ પીન્ક કલર ની કુર્તી અને વ્હાઇટ લેગીસ પહેર્યા હતા. તે અરીસા માં પોતાને નીહારવા લાગી. તેને પોતાનું પ્રતિબિંબ કંઈક અલગ જ લાગી રહ્યું. તેણે નાની ટીપોય લીધી ને તેના પર બેસી અરીસા સામે તૈયાર થવા લાગી. તે પોતાના કમર સુધી ના લાંબા કાળા વાળ ને કાંસકાથી ઓળી રહી હતી. ત્યાં તેને અરીસા માં પોતાના પ્રતિબિંબ ની પાછળ એક ઓળો ઉપસી આવતો દેખાયો. તે ચોંકી ને પાછળ ફરી તો ત્યાં કોઈ ન હતું. તેને થયું તેના મન નો વ્હેમ હશે. તેણે ચોટલો વાળ્યો અને કપાળ પર લાલ નાનો ચાંદલો કયૉ. પોતાની માંગ લાલ સ્ટિક થી ભરી. કામિની શ્યામ રંગ ની હતી અને કામણગારી લાગતી. તે ઉંચી,

મધ્યમ બાધા ની હતી. તે પોતાની સુંદરતા નીહાળતી અરીસા માં જોઈ રહી ત્યાં તેણે તેના પ્રતિબિંબ માં જોયું કે તેની માંગ માંથી લોહી ની ધાર થઈ રહી હતી.

તે ગભરાઈ ગઈ ને તેના કપાળ પર હાથ મુકયો તો કશું ન હતું. તેને થયું કે તેના મન નો વ્હેમ હશે. ત્યાં ડોરબેલ વાગી. તે દરવાજો ખોલવા જતી રહી. સુરભિ આવી હતી.

તે બોલી," મેં આજે આલુ ના પરોઠા બનાવ્યા હતા. મને થયું કે આપણે બે સાથે નાસ્તો કરીએ. "

કામિની બોલી," સારું કર્યું તું આવી. મારો નાસ્તો કરવાનો બાકી જ છે.

સુરભિ ઘર માં આવીને બોલી ," તે પહેલો ડ્રેસિંગ ટેબલ ક્યાં રાખ્યો છે? મને તે જોવો છે?"

કામિની એ કહ્યું," તે બેડરૂમ માં જ છે. તું જોઈ આવ્યા ત્યાં સુધી હું દીવો કરીને આવું. "

કામિની નું ઘર બે માળ નું હતું. નીચેના ફ્લોર પર ડ્રોઈંગ રૂમ, કીચન

ડાઇનિંગ ટેબલ અને એક બેડરૂમ હતા. અને ઉપર ના ફ્લોર પર એક રુમ હતો. કામિની અને સુમિત નીચે ના ફ્લોર પર જ રહેતા હતા.

સુરભિ કામિની ના બેડરૂમ માં ગઈ. તે ડ્રેસિંગ ટેબલ સામે ઉભી રહી. પોતાને જોવા લાગી. તે ડ્રેસિંગ ટેબલ માં કંઈક એવું આકર્ષણ હતું કે જે પણ તેની સામે ઊભું રહેતું તે સંમોહિત થઈ જતું. સુરભિ પોતાના વાળ સરખા કરવા લાગી અને અલગ અલગ પોઝ આપી પોતાને અરીસા માં નીહાળવા લાગી.

સુરભિ અરીસા માં પોતાને એકધારી જોઈ રહી હતી ત્યાં તેને અચાનક પોતાના પ્રતિબિંબ માં ગળા ની આજુબાજુ બે કાળા હાથ વીંટળાયેલા દેખાયા. બને હાથ માં લાંબા લાંબા તીક્ષ્ણ નખ હતા. તે નખ સુરભિ ના ગળા ની ચામડી માં પેસી રહૃાા હતા. સુરભિ ની ચીસ નીકળી ગઈ અને તે ડ્રેસિંગ ટેબલ થી દુર ખસી ગઈ. તેના હાથ ગળા પાસે ગયા તો કંઈ જ ન હતું.

સુરભિ ની ચીસ સાંભળી કામિની બેડરૂમ માં દોડી આવી. તેણે જોયું તો સુરભિ પરસેવા થી રેબઝેબ અને ગભરાયેલી ઉભી હતી. તે બોલી," શું થયું સુરભિ? તું ઠીક છે ને ?"

સુરભિ કામિની નો હાથ પકડી દોડતી બહાર લઈ ગઈ. કામિની એ તેને સોફા પર બેસાડી ને પાણી પીવડાવ્યું. સુરભિ થોડી સ્વસ્થ થતાં બોલી," કામિની, આ ડ્રેસિંગ ટેબલ માં કંઈક ગરબડ છે. "

કામિની નવાઈ થી બોલી," કેમ શું થયું ?"

સુરભિ એ બધી વાત કરી. કામિની બોલી," હમમ, મને પણ એવો જ કશો અનુભવ થયો હતો. પણ આ બધું મન નો વ્હેમ હોય છે. "

સુરભિ બોલી," તને પણ અનુભવ થયો હતો. તો નક્કી આ ડ્રેસિંગ ટેબલ માં કંઈક છે. "

" અરે પાગલ, આ બધું આપણા મન માં ભરાયેલુ હોય છે. સતત અરીસા સામે તાકતા રહેવાથી આ બધા ભ્રમ થાય. " કામિની બોલી.

સુરભિ બોલી," ઠીક છે. "

સુરભિ ના મન નું સમાધાન ન થયું. બન્ને જણા નાસ્તો કરી રહ્યા

કામિની સુરભિ જોડે વાતો કરી રહી પણ સુરભિ નું ધ્યાન વાતો માં ન હતું. કામિની બોલી," સુરભિ હવે બહુ વિચાર ન કરીશ. "

સુરભિ બોલી," ઠીક છે. હુ હવે ઘરે જાવ છું. તું થોડી સાવચેત રહેજે. "

કામિની હસતા બોલી," હા કોઈ મને અરીસા માંથી બહાર આવીખાય નહીં જાય. "

સુરભિ પણ હસી પડી. સુરભિ ના ગયા પછી કામિની રસોઈ બનાવવા લાગી. બપોરે કામિની કામ પુરુ કરી બેડરૂમ માં ગાઢ નિદ્રામાં સુતી હતી થોડી વાર રહી તેની આંખ અચાનક ખુલ્લી ગઈ. તે બેડ પર થી ઉભી થઇ ને તે ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચી ગઈ. તેની આંખો ભાવશુન્ય હતી. તે એકીટસે અરીસા માં તાકતી રહી.

થોડી વાર પછી અરીસા માં કામિની ના પ્રતિબિંબ ને બદલે એક આકાર ઉપસી આવ્યો. તે ઘીમે ઘીમે એક સ્ત્રી ના સ્વરુપ માં ફેરવાઈ ગયો. તે રાત વાળી જ સ્ત્રી હતી. તેણે સફેદ કપડાં પહેર્યા હતા અને વાળ છુટા હતા. આંખો લાલધુમ અને હોઠ કાળા હતા. તે ખડખડાટ હસી રહી. કામિની તેને એકટીસે જોઈ રહી. તે જાણે સંમોહન ની અવસ્થામાં હતી.

તે સ્ત્રી તીણા અવાજે બોલી," તને બાળક જોઈએ છે ને ?"

કામિની એ ગરદન હલાવી હા પાડી. તો તે સ્ત્રીએ તેના ચહેરા સામે ધારદાર નજરે જોયું ને કહ્યું," જા તને બાળક આવશે. " એમ કહી તે ખડખડાટ હસી પડી. તેનું ભયંકર અટૃહાસ્ય આખા રુમમાં ગુંજી ઉઠ્યું. તે પછી અદશ્ય થઈ ગઈ. કામિની થોડી વાર અરીસા ને તાકતી રહી. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા. તે પછી બેડ પર આવી ફરી સુઈ ગઈ.

***

સુમિત આજે ઘણો મોડો આવ્યો હતો. તેણે કામિની ને ફોન કરી કહી દીધું હતું કે તે આજે મોડો આવશે અને બહારે જમીને આવશે. તો તે રાહ ન જોય. તે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મેઈન ડોર ખુલ્લો હતો. તેને નવાઈ લાગી કે કામિની આવું તો ક્યારેય નથી કરતી. ઘર માં અંધારું હતું. ફકત બેડરૂમ માંથી પ્રકાશ આવી રહૃાો. તે બેડરૂમ તરફ ગયો. તેના મન માં ઘણા વિચારો આવી ગયા. તે હળવે થી બેડરૂમ માં ગયો તો આશ્વર્ય ચકિત થઈ ગયો.

તેણે જોયું તો આખા બેડરૂમ માં ચારે ખુણે દીવા પ્રગટાવેલા હતા. બેડરૂમ માં ફુલોની સુવાસ પ્રસરી રહી હતી. બેડ પર ફુલોની પાંખડી પાથરેલી હતી. દીવા ના આછા પ્રકાશ માં બારી પાસે ઉભેલી કામિની બહુ મોહક લાગી રહી હતી. તે બારી ની બહાર જોઈ રહી હતી. તેની પીઠ સુમિત તરફ હતી. તેણે પહેરેલી લાલ રંગ ની પારદર્શક સાડી માંથી તેનો કમર નો ભાગ મોહક દેખાય રહ્યો.

સુમિત તો આ બધું જોઈ આભો બની ગયો. તે હળવે થી કામિની ની પાસે ગયો અને તેના ખભા પર હાથ મૂકી બોલ્યો," કામિની"

કામિની ઘીમે થી પાછળ ફરી. તેની કાજળ કરેલી કાળી આંખો માં એક અલગ જ કશિશ હતી. તેના કોમળ હોઠ, નાક માં પહેરેલી ચુક, કપાળ પર કરેલી બીંદી, માંગ માં પુરેલુ સિંદુર, કાન માં પહેરેલા લાંબા ઈયરિગ, લાંબા છુટા વાળ, ચહેરા પર ની અલગ ચમક અને પારદર્શક સાડી માંથી દેખાતા શરીર ના અદભૂત વળાંકો ને જોઈ સુમિત પોતાનો ધબકારો ચૂકી ગયો. સોળે શણગાર સજેલી કામિની નું રૂપ આજે સુમિત ને અલગ જ લાગી રહ્યું. આજે કામિની વધારે મોહક અને આકષૅક લાગી રહી.

સુમિત તેના આ રૂપ થી અંજાઈ ને ક્યાંક સુધી તેને અનિમેષ નજરે જોતો રહ્યો. પછી તે બોલ્યો," કામિની આજે તને શું... "" ત્યાં કામિની એ તેની આંગળી સુમિત ના હોઠ પર મુકી કહૃા," શશ... , આજે આપણી આંખો જ એકબીજા સાથે વાતો કરશે. "

સુમિત અને કામિની બંને એકબીજા ની આંખો માં જોઈ રહૃાા. થોડો સમય એમ જ પસાર થઈ ગયો. કામિની એ પોતાના હોઠ હળવે થી સુમિત ના હોઠ પર મુકી દીધા. બન્ને પ્રગાઢ ચુંબન માં ખોવાઈ ગયા.

થોડીવાર પછી સુમિત કામિની થી અલગ થયો ને તેને ઉંચકી લીધી. કામિની એ પોતાના બંને હાથ સુમિત ના ગળા ની આજુબાજુ રાખી દીધા. બન્ને એકબીજા ની આંખો માં જોતા હતાં. સુમિત કામિની ને બેડ પાસે લઈ આવ્યો ને તેને બેડ પર સુવડાવી દીધી. સુમિત તેની બાજુમાં બેસીને તેને પ્રેમભરી નજર થી જોતો રહ્યો.

કામિની એ સુમિત નો હાથ ખેંચી ને તેને પોતાની બાહોમાં ભરી લીધો. બન્ને એકબીજા માં ખોવાઈ ગયા. કામિની આજે મન ભરીને સુમિત ને પ્રેમ કરવા લાગી ને સુમિત પણ કામિની માં પુરેપુરો ખોવાઈ ગયો. મનભરીને પ્રેમભરી ક્ષણો માણી લીધા પછી બંને એકબીજા ની હુંફ માં ગાઢ નિદ્રામાં લીન થઈ ગયા.

જ્યારે બંને ગાઢ નિદ્રામાં સુઈ ગયા ત્યાર પછી પહેલા ડ્રેસિંગ ટેબલ ના અરીસા માં પેલી સ્ત્રી દેખાઈ. તેના ચહેરા પર કુટિલ સ્મિત હતું. તે પોતાની પહેલી જીત પર ખુશ હતી.

‌‌ બીજે દિવસે સવારે મોડે થી સુમિત ની આંખો ખોલી તેણે તન્દ્રા માં જ કામિની તરફ હાથ લંબાવ્યો પણ કામિની ત્યાં ન હતી. તે બેડ પરથી ઉભો થયો ને તૈયાર થવા જતો રહ્યો. કામિની કીચન માં નાસ્તો બનાવી રહી. સુમિત તૈયાર થઈને સીધો કીચન માં આવ્યો ને કામિની ને પાછળ થી પકડી લીધી.

સુમિત બોલ્યો," કાલે રાત્રે મેડમ ના રૂપ રંગ કંઈક અલગ જ હતા. "

કામિની સુમિત તરફ ફરતા બોલી," કેમ? તને ન ગમ્યા?"

સુમિત બોલ્યો," મને તો તારી દરેક અદા અને રૂપ ગમે છે. "

કામિની બોલી," ઓહહ એવું?""

સુમિત બોલ્યો," હા " અને તે કામિની ના હોઠ પર કીસ કરવા જતો હતો ત્યાં કામિની એ તેને રોકી લીધો," હમણાં નહીં મારા પતિ દેવ. મને નાસ્તો બનાવી લેવા દો. તમે બહારે મારી પ્રતિક્ષા કરો. "

સુમિત ખોટો ગુસ્સો બતાવતા બોલ્યો," હું આનો બદલો લઈશ. " કામિની જોર થી હસી પડી.

એક મહિનો વીતી ગયો હતો. કામિની આ એક મહિનામાં રાત ના ઉંધ માં ચાલી ન હતી. આમ તો ઘર માં બધું શાંત હતું પણ ભવિષ્યમાં શું તુફાન આવવાનું હતું તે કોઈને ખબર ન હતી. આજે રવિવાર હતો. સુમિત ડ્રોઈંગ રૂમ માં છાપું વાંચી રહ્યો હતો. કામિની બાથરૂમ માં ચિંતા માં ઉભી હતી. તે એકધારી પટ્ટી સામે જોઈ રહી. પછી તેના ચહેરા પર ખુશી ના ભાવ આવી ગયા.

તે બાથરૂમ ખોલી દોડતી બહાર આવી ને સુમિત પાસે ઉભી રહી ગઈ. સુમિત ને નવાઇ લાગી તે ઉભો થયો ને બોલ્યો," શું થયું?"

કામિની એ સુમિત નો હાથ પોતાના પેટ પર રાખ્યો. સુમિત ના ચહેરા પર ખુશી આવી ગઈ. તે બોલ્યો," શું ખરેખર ?"

કામિની ની આંખો માં આંસુ આવી ગયાં હતાં. તે બોલી," હા, આઈ એમ પ્રેગનેન્ટ. "

સુમિત ની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તેણે કામિની ને ઉંચકી લીધી ને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. પછી તેને નીચે ઉતારી ભેટી પડ્યો. બને ના ચહેરા પર અનોખી ખુશી હતી. તે લોકો ની વષૉ ની ઈરછા પુરી થવાની હતી. પણ તે બંને જાણતા ન હતા કે હવે તે લોકો ના જીવન માં મુસીબતો આવવાની હતી.