Rahashy - 23 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય:૨૩

Featured Books
Categories
Share

રહસ્ય:૨૩

મહેલ, દરવાજાઓ, દિવાલો બધું ખૂબ વિચિત્ર હતું. જાણે કોઈ ભૂલભૂલૈયામાં ફસાયા હોઈએ તેવું લાગતું હતું. ફરી ફરીને જાણે એક જ જગ્યાએ પાછા આવતા હોઈએ તેવું લાગતું હતું!

"ગાઇસ, તમે બધા એક સાથે છો તો અજય ક્યાં છે?"

"અજય અમારી સાથે નથી. તે ગુફામાંથી બહાર આવી અમે બધા પણ અલગ અલગ થઈ ગયા હતા."

"રાજદીપ, તમે હમણાં જ મારી સાથે હતા. તમે મારી આગળ આગળ ચાલી રહ્યા હતા, તો અહીં આ લોકો સાથે કઈ રીતે આવ્યા? તમે તો આગળના દરવાજા તરફ વધ્યા હતા." પ્રિયાએ કહ્યુ.

"તે હું નહિ, પણ મારો પડછાયો હતો."

"પડછાયો... શું મજાક કરી રહ્યા છો?"

"મજાક નહીં, આ સાચું છે."

બધાએ તેને પુરી વાત સમજાવી...

"ઓહ, આ કેવી રીતે શક્ય છે?"

"જે દેખાય છે તે હોતું નથી, જે હોય છે તે દેખાતું નથી. ઘણું એવું હોય છે, જે જોઈને પણ વિશ્વાસ નથી કરી શકાતું." રાજદીપે કહ્યું.

ફરીથી વેઇટિંગ ગેમ શુરું થઈ ગઈ, અંધારા દરવાજા પાસે બધા બેઠા હતા.

"આપણો અજય મળી જાય તો દિલને શાંતિ થાય..."કલ્પેશે કહ્યું.

"આ સફર અજય માટે ભારે રહી છે. દર વખતે તે આપણાથી અલગ થઈ જાય છે." વિજયે કહ્યુ.

"કોઈ કોઈ વાત માટે તો અજય માટે આ સફર ખૂબ લકી સાબિત થઈ છે, નહિ પ્રિયા!!" કલ્પેશ આંખ મિચકારતા બોલ્યો.

"જવા દેને ચાંપલા...."

"તું ચાંપલી...."

"તું ચાંપલો......."

"તમે બંને ઝઘડવાનું છોડો.... દિવાલ આકાર બદલી રહી છે." મજીદે કહ્યું.

ફરીથી બોક્સની જેમ દિવાલ આંખ સામે આકાર બદલવા લાગ્યો. દિવાલની જગ્યાએ સરળ ગોળાકારનો કાળી ઈંટોવાળો દ્વાર ખુલી ગયો....

" દેખો..દેખો!! કોન આયા.....!?" મજીદે કહ્યુ.

"અજલો છે આપણો...." કહેતા અજય બધાની પાસે આવ્યો.

"બહુ કન્ફ્યુઝન છે. ક્યારનો એકને એક જગ્યાએ ફર્યા કરું છું. ક્યારેક પ્રિયા, ક્યારેક રાજદીપ, જેને ટચ કરું છું એ બધા ગાયબ થઈ જાય છે."

"હા હા હા... હવે નહિ થઈએ..." વિજયે કહ્યું.

"કેમ?"

"બહુ લાંબી સ્ટોરી છે. ચાલો ફરી દરવાજો બંધ થાય તે પહેલાં આગળ વધી જઈએ."

"આગળ કંઈ જ નથી. આ એક મોટી ભૂલભૂલૈયા છે. જે આપણને એક ને એક જગ્યાએ ફેરવ્યા રાખે છે."

"ભૂલી ના જા અજય, દરેક ભૂલભૂલૈયામાં એક રસ્તો હોય છે જે કલ્પેશે શોધી લીધો છે." રાજદીપે કહ્યુ.

"કલ્પેશે? આ મદંબુદ્ધિ?, એ ક્યારથી રસ્તાઓ શોધતો થઈ ગયો! આ જગ્યા જબરદસ્ત ભેજાફ્રાય છે. ભલભલાનો અહીં ચસકી જાય...." અજયે કહ્યું.

"ડોન્ટ અંડરએસ્ટિમેટ પાવર ઓફ કપુ..."

"મજાક બહુ થઈ ગઇ. જલ્દી કામ પર લાગી જવું જોઈએ.." રાજદીપે કહ્યુ.

બધા એક વર્તુળમાં ઉભા રહી ગયા, જે રીતે મેદાન વચ્ચે ખેલાડીઓને કેપ્ટન રણનીતિ સમજાવે તેમ... બધા વિશાળ ઓરડામાં આવી ગયા. ગુફા રોબોટ્સની જેમ પોતાનું કાર્ય કરી રહી હતી.

"ગાઇસ સંભાળીને...." અજયે કહ્યુ.

બધા બૉક્સ પર એક્દમ પાસે પાસે ગોઠવાઈ ગયા.

મહેલે પોતાનું કામ શુરું કર્યું. ચોરસ બોકસ જમીન નીચેથી નીકળી ઉપર તરફ વધવા લાગ્યા....

"કંઈ તો છે. અહીં જે મને સમજાઈ નથી રહ્યો..." કલ્પેશે કહ્યુ.

"કંઈ સમજ્યો નહિ, શુ કહેવા માંગે છે." રાજદીપે કહ્યુ.

"કોઈ એવી વસ્તુ જે આપણને મદદ માટે જરૂરી છે."

બોક્સ લીફ્ટની જેમ ઉપર ઉપર જઇ રહી હતી. નીચેના તમામ ઓરડાઓ પારદર્શક હોય તે રીતે દેખાઈ રહ્યા હતા.

"તું શું કહેવા માંગે છે, કપુ?"

" આ ગેમ છે. ગેમમાં દરેક જગ્યાએ કઈ હિડન કોડ છુપાયેલો જરૂર હોય છે." કલ્પેશે કહ્યુ.

"આ કોઈ ગેમ નથી કલ્પેશ, રિયાલિટી છે." અજયે કહ્યુ.

"અજય, તું એને વિચારવા દે....

કલ્પેશ આપણે હવે શું કરવું જોઈએ...."

"સ્ટોપ..... "તેને ચોરસ પર વચ્ચે જોરથી લાત મારીને કહ્યું.

"ગાઇસ જુવો હું ઉભો રહી ગયો...."

બધા વારાફરથી લાત નીચે જોરથી મારતા ચોરસ બોક્સ ત્યાં જ ઉભું રહી ગયું.

"આની શુ જરૂર હતી? આપણે ઉપર જવાનું હતું. હવે કેમ જશું?" વિજયે કહ્યુ.

"સ્ટાર્ટ....." લાત મારીને સ્ટાર્ટ બોલતા ફરી લિફ્ટની જેમ તરત ઉપર તરફ ગતિ કરવા લાગ્યો.

જાણે રમકડું મળી ગયું હોય તેમ બધાએ સ્ટાર્ટ- સ્ટોપની ગેમ શુરું કરી દીધી.... પ્રિયા અને રાજદીપ સિવાય બધા આ રીતે મજા લઈ રહ્યા હતા.

ચોથી વખત લાત મારી "સ્ટાર્ટ" શબ્દ બોલવા છતા, પહેલા અજય, મજીદ, કલ્પેશનો બોક્સ ઉપર તરફ ના ઉઠ્યો...

"સ્ટાર્ટ થા, કેમ નથી થતું?" કલ્પેશે કહયું.

"મારું પણ નથી થતું...."

"આપણે આ ફીચર ફક્ત ત્રણ વખતજ ઉપયોગમાં લઇ શકવાના હતા. તમે મસ્તી મજાકમાં, બધું ખોયું...." પ્રિયાએ કહ્યુ.

"હવે આપણા બે પાસે બીજા બે ચાન્સ છે. જે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે." રાજદીપે કહ્યુ.

"કલ્પેશ,અજય..મારી સાથે ગોઠવાઈ જાવ. વિજય, મજીદ, તમે રાજદીપ સાથે જતા રહો...." પ્રિયાએ કહ્યુ.

"સ્ટાર્ટ" કહેતા ફરી સફર શુરું થઈ ગઈ....

"આર યુ ઓકે ના બેબી?" અજયે પ્રિયાના કાન પાસે જઈને કહ્યુ.

"શુ કીધું?" કલ્પેશે કહ્યુ.

"કહી જ નહીં કેમ?"

" ના મને બેબી સંભળાયું...."

"હું તો કઈ બોલ્યો જ નથી...." અજયે કહ્યુ.

પ્રિયા હથેળી પાછળ પોતાનો ચેહરો છુપાવી રહી હતી પણ તેની આંખો હસી રહી હતી.

બોક્સ ઉપર જતા, આસપાસની દિવાલો બરફમાં પરિવર્તિત થઈ ગઈ, વાતાવરણ ઠડું થઈ ગયું...

"અચાનક બરફ ક્યાંથી આવ્યો.?..?." મજીદે કહ્યુ.

"અહીં કઈ પણ સંભવ છે. દોસ્ત..."

"અહીંનો પ્રકાશ અલગ લાગે છે."

"હા, અહીંની રોશની ચાંદની જેવી લાગે છે." પ્રિયાએ કહ્યું.

"સ્ટોપ....."રાજદીપે સ્ટોપ કહી ઉભું રાખ્યું..

સાથે સાથે અજયે પણ તેવું જ કર્યું.

"શુ થયું કેપ્ટન?" અજયે કહ્યું.

"મને કોઈ અવાજ સંભળાઈ રહ્યો છે."

"હા અમને પણ...."બધાએ એકસુરમાં કહ્યુ.

"લાગે છે, અવાજ બરફની પેલે પારથી આવી રહ્યો છે." રાજદીપે કહ્યુ.

"બરફની આરપાર કઈ રીતે જઈ શકશું? નીચે જોવો કેપ્ટન, કંઈ ચૂક થઈ તો,રામનામ સત્ય હૈ...." અજયે કહ્યુ.

"કંઈ તો છે આ અવાજ પાછળનું રહસ્ય.... ત્યાં જઈશું તો કોઈ રસ્તો અચૂક મળશે મને એવું લાગે છે." રાજદીપે કહ્યુ.

બેગમાંથી બે ધારદાર બર્ફની કુહાડી કાઢી....

"રાજદીપ બર્ફની કુહાડી ક્યાંથી?"

"સિપાહી છું. દરેક વસ્તુઓ સાથે રાખવી પડે...."

બર્ફની કુહાડી એક રાજદીપે પોતાના પાસે રાખી, બીજી મજીદને આપી....

"હો જાવ શુરું...." રાજદીપે મજીદને કહ્યુ. જોતજોતામાં જ જાડા બરફમાં વિશાળ ગુફા જેવું કરી દીધું. બહુ ઝાઝો સમય બરફની આરપાર જવામાં ન લાગ્યો...

બધા એક એક કરી, બરફની સપાટી પર આવી ગયા. રાજદીપ બધાથી આગળ, પાછળ આખી ટીમ નાનકડી બખોલમાંથી નિકળી બીજા છેડા તરફ વધી રહ્યા હતા.

"ઓહ માય ગોડ...."

"શું થયું રાજદીપ?"

"તમે જાતે જ જોઈ લ્યો...."

મણીમાંથી અલગ પ્રકારની સફેદ રોશની નીકળી રહી હતી. જાણે ચાંદની જ જોઈ લ્યો, પણ તેના સુધી જવું સરળ નોહતું, તે હવામાં હતી, વિના કોઈ સહારે. નીચે સર્પ હતા. મોટા મોટા કાળા વીંછીઓ હતા.

"આ મણી મેળવવી અસંભવ છે." કલ્પેશે કહ્યુ.

"આટલી ઉંચાઈથી નીચે પડ્યા તો એમ પણ હાડકા ખોખરા થઈ જાય, રહી સહી કસર આ સર્પને વીંછીઓ પુરી કરીદે....." વિજયે કહ્યુ.

"આ મણી લેવા તો કોઈ સુપરમેનની જરૂર પડશે..." અજય બોલ્યો.

"આપણે બધા પણ સુપરમેનથી ઓછા નથી..." રાજદીપે કહ્યું.

બધા ખન્ધુ હસ્યા, હાસ્ય પાછળ, ડર સાફ દેખાતો હતો.

ક્રમશ