Short Articals in Gujarati Motivational Stories by Prakash Mistry books and stories PDF | ટૂંકો લેખ

Featured Books
Categories
Share

ટૂંકો લેખ

1) "વિચાર એટલે મનમાં ચાલતી સતત પ્રક્રિયા"

માણસનું મન એ વિચારોનું ઉદભવસ્થાન છે. માણસ જ્યારે પ્રવ્રુત્તિઓથી ઘેરાયેલો રહે છે ત્યારે પણ વિચારો તો અવિરતપણે મનમાં ઉદભવતા જ હોય છે પરંતુ પ્રવ્રુત્તિમાં પરોવાયેલ હોવાથી ઉદભવેલા વિચારો તરફ ધ્યાન દોરાતું નથી. પરંતુ જો પવ્રૃતિ દરમ્યાન જરા પણ આપણી ધારણા પ્રમાણે ન બને તો તરત જ નકારાત્મક વિચારો નો મારો ચાલું થઈ જતો હોય છે અને પછી આપણે જે બીના બની નથી કે પછી જે બનાવ હજી બન્યો જ નથી તે વિશે જ વિચારતા થઈ આપણી આસપાસ નકારાત્મક ઝોન બનાવી દઈ આપણે નબળાં પડી જતાં હોઈએ છીએ.

ખરેખર તો વિચાર એટલે મનમાં ચાલતી સતત પ્રક્રિયા અને આ પ્રક્રિયાને કોઈ પણ વ્યક્તિ રોકી શકતી નથી. આપણે વારંવાર સાંભળતાં આવ્યાં છે કે વિચાર માણસને ઘડે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિચાર જ છે કે જે માણસને આવતી દરેક પરિસ્થિતિમાં તેને સબળ અથવા નિર્બળ બનાવે છે. માટે જ ક્યારેય આપણા વિચારોને નબળાં ન પડવા દેવા જોઈએ, જો વ્યક્તિનાં વિચારો નબળાં પડશે તો તેવી વ્યક્તિ ક્યારેય સફળ કે માનસિક રીતે મજબૂત બની નહીં શકે, અને હંમેશા તેવી વ્યક્તિ પર નબળાં વિચારોનું જ આધિપત્ય રહેશે. અને તેથી જ કહીએ છીએ કે મનુષ્યને તેનાં વિચારો જ તારી શકે કે મારી શકે છે. વિચારો જ છે કે જે અંત તરફ પણ લઈ જાય છે અને અનંત તરફ પણ લઈ જાય છે.

દરેક મનુષ્યે હમેશાં જાગ્રત રહી પોતાને આવતાં વિચારોનું અવમૂલ્યન કરવું જોઈએ કે મને કેવાં વિચારો આવે છે? અને શા માટે? સકારાત્મક છે કે નકારાત્મક ? જો નકારાત્મક છે તો કેમ? આવા નકારાત્મક કે નબળાં વિચારો ન આવે તેનાં માટે મારે શું કરવું જોઈએ? જે પ્રયત્નો મોટે ભાગે આપણે ક્યારેય કરતાં જ નથી અને પરિણામે આપણે જેવાં વિચારો આવવા દઈએ છીએ તેવા જ વિચારો અવિરત આવતાં રહે છે. ખરેખર તો નકારાત્મક કે નબળાં અથવા ખરાબ વિચારો માટે વ્યક્તિનો શંકાશીલ સ્વભાવ તેમજ તેના મનમાં રહેલો ભય કે ડર અગત્યનો ભાગ ભજવે છે અને પરિણામે તે વ્યક્તિ નકારાત્મક વિચારોથી બચી શકતો નથી.

મોટે ભાગે જીવનમાં બનતી ઘટનાઓ આપણને સારા, નરસા કે પછી પોઝિટિવ કે નેગેટિવ વિચારો કરવા માટે મજબૂર કરી દેતી હોય છે. પરંતુ, પરિસ્થિતિ ગમે તેવી વિકટ ભલે હોય પણ આપણે મનને કેળવીને નરસા કે નેગેટિવ વિચારો આવવા જ નહીં દઈએ તો આપણી સહનશક્તિ તો વધશે જ સાથે સાથે વિકટ પરિસ્થિતિમાંથી નિકળવાનો માર્ગ પણ મળશે જ. જીવનમાં ઘણી પરિસ્થિતિ એવી પણ હોય છે કે જે આપણાં હાથમાં હોતી નથી ત્યારે તેવી પરિસ્થિતિને શ્રધ્ધા તથા ધીરજ રાખી સમયને હવાલે કરવામાં જ શાણપણ છે. દરેક કાર્ય કે આવતી વિકટ પરિસ્થિતિ આપણા હિસાબે ક્યારેય પૂર્ણ થતી જ નથી ત્યારે ધીરજ રાખી સમય આપવા સિવાય આપણા હાથમાં બીજું કશું હોતું જ નથી.

મનુષ્યને લાગતો ભય, હતાશા, નિરાશા, ડિપ્રેશન વગેરે પણ નકારાત્મક કે નબળાં વિચારોને કારણે જ ઉદભવતા હોય છે. માણસ ધારે તો આવા નકારાત્મક કે નબળાં વિચારોને અટકાવી શકે છે પરંતુ તેના માટે માણસ ને સમજ પડવી જોઈએ કે આ વિચાર નકારાત્મક કે નબળો છે અને મારે એને કોઈ પણ પ્રકારે ટાળવાનો છે.

નકારાત્મક વિચારો ગમે તેવી પરિસ્થિતિમાં ઉપજતા હોય છે જ્યારે સારા તથા સકારાત્મક વિચારો લાવવા માટે પ્રયત્નો કરવા પડે છે. આપણાં વિચારો પર સતત ચોકી પહેરો રાખીને આપણાં મનને સકારાત્મક વિચારોનું ઉદગમસ્થાન બનાવીશું અને આવતાં દરેક નકારાત્મક કે નબળાં વિચારોને ખંખેરતા શીખીએ તો જીવનમાં આવતી વિકટમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકીશું. કુદરતે મનુષ્ય ને એટલી બધી અદભૂત શક્તિઓ આપેલી છે કે મનુષ્ય દ્ર્ઢ મનોબળ સાથે સકારાત્મક અભિગમ કેળવી આત્મબળ જાગ્રત કરે તો તે વ્યક્તિ અવશ્ય જે ધારે તે તેમજ અશક્ય લાગતાં કાર્યો પણ કરી શકે છે તેમજ મ્રૃત્યુ સાથે પણ બાથ ભીડી શકે છે. (જેમ્સ બર્ટલી નામનો માછીમાર વ્હેલ માછલીનાં પેટમાં ઉતરી જવા છતાં ધીરજ રાખી સ્વસ્થ અને શાંત મને સકારાત્મક વિચારોથી હિંમત રાખી પ્રયત્નો દ્વારા પોતાને બચાવી શક્યો હતો.)

છેલ્લી વાત....

" મનુષ્યના વિચારો જ તેના જીવન નુ ઘડતર કરે છે. ત્યારબાદ વિચારો એ તેના ચારિત્ર્યનો સરવાળો બને છે, અને મનુષ્યના અંદરનુ પ્રતિબિંબ ખડું કરે છે તથા પોતાના જીવન પ્રત્યેના અભિગમનો પરિચય આપે છે."

પ્રકાશ મિસ્ત્રી.... (ઉજાસ)...✍ ૧૨-૦૬-૧૮

2) "નવુ નિરંતર શિખતા રહેવુ"

જીવનપથ ઍક નિરંતર ચાલતી શાળા છે. મનુષ્ચનૉ જન્મ થાય ત્યારથી જ શિખવાની શરુઆત થઈ જતી હૉય છે. શરુઆત માતાના ધાવણથી થાચ છે ત્યાર બાદ ક્મસ્ બૉલતા,ચાલતા,વાંચતા શિખવુ પડતુ હૉય છે.ચૉગ્યતા અનુસાર ભણતર પુરુ કયાઁ પછી યૉગ્ય સંતૉષકારક નૉકરી માટે પ્રયત્ન કરતા રહેવુ પડે છે. જીવન મા આગળ વઘવુ હૉય તૉ આપણે નિરંતર શિખતા રહેવુ જ પડે, પર઼તુ આપણા બધાની જ માનસિકતા ઍવી થઈ ગઈ હૉય છે કે ઍક વાર સરકારી કે પછી કૉઈ મલ્ટી નેશનલ કંપનીમાં નૉકરી મળી ગઈ ઍટલે શાંતિ પણ હકીકત મા ઍવુ બનતુ નથી. ખરેખર જૉઈએ તૉ દરેક કંપની મા વ્યકિતગત પ્રગતિ દરેક ની પૉત પૉતાની લાયકાત તેમજ કંપની ના નિતિ નિયમૉ ઉપર આધારીત હૉય છે.

અને આજ કારણ છે માટે જીવનમા નિરંતર નવું શિખતા જ રહેવુ પડે છે. પરિવર્તન એ પ્રક્રુતિનો નિયમ છે. પરિવર્તન મુજબ જે પોતાને ઢાળી દે તેવા લોકો પોતાનું મહત્વ ઉભું કરી પ્રગતિ ના માર્ગો ખુલ્લા કરી શકે છે. જ્યારે પણ કાર્યસ્થળ કે સંસ્થા માં કઈંક નવુ શિખવાની તક મળે ત્યારે અન્ય બાબતો જેવીકે સમય, મળતો પગર વગેરેને ઓછુ મહત્વ આપવું જોઈએ અને પોતાના બુધ્ધીકૌશલ્ય તથા આવડતને અપગ્રેડ કરતાં રહેવું જોઈએ. કંઈ પણ શિખવા માટે ચોક્ક્સ સમય કે ઉંમર હોતી નથી, આજનો સમય કોમ્પીટીશન નો છે. યોગ્ય નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે અને તેવા સંજોગોમાં મળેલ નોકરીને સાચવવી એ પણ એક પડકારજનક બાબત છે.

જરુરી પ્રાપ્ત કરેલું શિક્ષણ પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. કોઈપણ વ્યક્તિ પોતે મેળવેલ ડીગ્રી કે શીધ્ધીઓને યાદ કરીને ક્યારેય સફળતા પ્રાપ્ત ન કરી શકે. તેના માટે તેણે મેળવેલ ડીગ્રી કે શીધ્ધીઓને અપગ્રેડ કરતા રહેવું પડે છે. નવી ટેકનોલોજી, નવા મશીનો કે પછી સંસ્થામા આવતા પરિવર્તનો કે નિતિઓમા થતા ફેરફારો વિશે જાગ્રુતી રાખી સતત શિખતા રહીને પોતાને કોમ્પીટીશનમાં ટકી રહેવા લાયક શક્ષમ બનાવી શકીએ. આજના જમાનામાં નોકરી મળી જાય પછી નિસ્ચિંત થઈ જવું પાલવે તેવું નથી. માટે જો શિખવાનું બંધ કરી જાતને અપગ્રેડ કરવાનું બંધ કરી દઈશું તો પ્રગતિ રુંધાઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આપણે બધાંજ જાણીએ છીએ કે કોઈ પણ સંસ્થામાં ઘણી બધી વ્યક્તિઓ બીજા અન્ય ઉુપાયો અજમાવી સફળતા હાંસિલ કરી લેતાં હોય છે. પરંતુ જેમણે પોતાને અપગ્રેડ કરી હશે એ સ્વમાનભેર કાર્ય કરી શકશે અને સાથે સાથે જો થોડી સામાજીક તથા વ્યહવારીક કુશળતા કેળવી હશે તો તો તેવી વ્યક્તિ વ્યવસાયીક ક્ષૈત્રે કયારેય પાછળ રહી શકશે નહી.