હું દરરોજ એક લગભગ 18 થી 20 વર્ષની છોકરીને જોતો. સવારે હું મારી ગાડીમાં નીકળે ત્યારેકદાચ તેની આંખો દરેક પળે કોઈને શોધતી હોય એવું નજરે ચઢતું. દેખાવે ખુબ ભણેલી લાગતી. પણ એને જોઈને લાગતું, કદાચ એને કોઈ મજબૂરી હશે, એટલે આવી દેખાય છે. પણ વિચાર આવ્યાં રાખતો, દરરોજ જોવ છું આ અહીં એકલી જ બેઠી હોય, સવાર હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, અહીં જ બેઠી હોય.હું દરરોજ મારી Industry એ જતો, એને જોતો.સાવ ગુમસુમ બેઠી હોય. બાજુમાં Englishમાં લખેલું એક કાર્ડ હોય. એટલે મને નક્કી થઈ ગયું આ ભણેલી જ છે. પણ આવી હાલતમાં અહીં શું કરે? થોડા દિવસ આમ ચાલતું રહ્યું. 10 દિવસ બાદ મેં આટલું જોયા કર્યા બાદ એની સામે મારી ગાડી ઊભી રાખી. હું જેમ એની પાસે જવા લાગ્યો એમ જ એ જાણે કોઈને પોતાની સેફટી માટે બોલાવતી હોય એવું લાગતું.
કેટલા વર્ષોથી કોઇના આવવાની રાહ જોતી હોય અને એની ઇચ્છા હજુ પણ અધૂરી રહી ગઈ હોય એવું લાગી આવતું. હું એની પાસે ગયો, એને થોડું ગભરામણ Feel થઈ હોય એવું લાગ્યું. એની પાસે એક Englishમાં લખેલું કાર્ડ હતું, જેમાં લખ્યું હતું(હું અહીં ગુજરાતીમાં જ લખું છું.)"હું તારા ભૂતકાળની સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતી. જેને તું ખુબ જ પ્રેમ કરતો. જો આ વાંચી લીધું હોય તો મને વધારે રાહ જોવડાવમાંને!!હું તારી રાહ જોવ છું." હવે તો એનો દેખાવ પણ સારો લાગતો ન્હોતો, મેં ત્યાં એની પાસે જઇને પુછ્યું,"દરરોજ તમે અહીં બેઠા હોવ છો, ખાવાનું મળે નાં મળે આમ જ બેસી રહેતાં હોવ છો. તમારા આ કપડાં સારા ઘરનાં દેખાય છે પણ તમે આ રીતે અહીં કોઈની અત્યંત ગેરહાજરીથી પીડાતા હોય એવું લાગે છે.હું દરરોજ જોવ છું, ઘણાં લોકો આમ તમને કંઇક પૂછતાં નજરે ચઢે છે. પણ તમે કાંઈ કહેતાં પણ નથી.
તમને શું તકલીફ છે? મને કહો, હું આ તમારાં આ ફ્રેન્ડને શોધી દઈશ. આટલું બોલતાં જ એ સામે જોવા લાગી અને ખુશીનાં આંસુ સાથે બોલી, "તમે સાચે એને શોધી આપશો?" "હા!જરૂર! પણ તમે મને કહો અહીં સુધી કઈ રીતે પહોંચ્યા?" બસ એનાં પછી તો એનાં આંખમાંથી ખળખળ આંસુ વહેવા લાગ્યા. આજુબાજુ રહેલા, દરરોજ બસમાં updown કરવાવાળા લોકો તથા બીજા લોકો એનાં બોલવાથી જાણે ખુબ જ મોટુ ધન વરસી પડયું હોય એમ આજુબાજુ કુંડાળું કરીને ઊભી ગયા.
એકસાથે આટલા બધાં લોકોને જોઈને એ ડરી ગયી. પણ મેં એને આશ્વાસન આપ્યું, તમે કહો તમારી વાત.કોઈથી ડરવાની જરૂર નથી. હું છું અહીં, કાંઈ નહીં થવા દઉં. મને જોઈને પણ ઘણાં લોકો આશ્ચર્યમાં મુકાયા. રાજ્યની આટલી મોટી Industryનાં માલિક આ રોડ પર રહેતી યુવતી સાથે વાત કરે છે. આપણે પહેલાં જ હેલ્પ કરવાની જરૂર હતી, આની! લોકોની આ વાત થોડી સારી લાગી પણ થોડીક ખુંચી, પણ એ બધું નજરઅંદાજ કરીને હું એની વાત સાંભળવામાં લાગ્યો. એ થોડીક બોલવામાં અચકાતી હતી, પણ થોડીક આજીજી કરી, એનો અવાજ સાંભળ્યો, જે હવે પહેલાંથી થોડો ચોખ્ખો સંભળાતો હતો અને થોડીક મને પોતાપણાની અનુભૂતિ થઈ. એવું લાગ્યું જાણે હું એને બહુ પહેલાંથી જાણું છું.
વધારે ન વિચારતા મેં એની વાતમાં ધ્યાન આપ્યું. એ બોલવા લાગી,"હું તો બસ એ અપનાવશે એવી આશા લઇને આવી છું. હું આ શહેરને બહુ નથી જાણતી, પણ મને અહીંનો એક બહુ જ સરસ એક ફ્રેન્ડ મળેલો. સૌથી પહેલો મેસેજ એણે કરેલો, પોતાની માણસાઈ દર્શાવી. મારી sadness એણે દુર કરી. Friendship નાં 3 મહિના પછી મને લાગ્યું એ મને પ્રેમ કરવા લાગ્યો છે. પણ મેં એમાં ધ્યાન ન આપ્યું. હું ડૉક્ટરનું સ્ટડી કરતી હતી. પણ અત્યારે મારા પરિવારમાં કોઈ નથી રહ્યું. મારા પરિવારમાં મમ્મી-પપ્પા અને ભાઈ છે, જે એક accident માં ભગવાન પાસે ચાલ્યા ગયાં. એ પછીથી મારુ ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું. મામા મામી, કાકા-કાકી, માસા-માસી કોઈ મને પોતાના ઘરમાં રહેવાની ના પાડતા. મને ઘરની બહાર મુકી દીધી. Social Mediaનો ઉપયોગ થોડો ખાસ હતો. આનો ભરોશો કરાય એમ ન્હોતો. થોડા રૂપિયા મળી જશે એમ વિચારી મેં મારો ફોન પણ વેંચી દીધો.મારા મામા એ તો મારી પાસે જે કાંઈ પણ હતું એ બધું લઈ લીધું, મારૂ બેંક એકાઉન્ટ, ઘર બધું પોતાના નામે કરાવી લીધું. કોઈ સહારો નહીં બસ એકલી જ!!
ઘર એમના નામે થયું એ પેલા ઘરમાંથી હું જેટલા પોતાની પાસે રાખી શકું એટલાં પૈસા ભેગા કર્યા. ઘણી જગ્યાએ કામ કરી પોતાનું પેટ ભરી શકું, પણ કોઈ મને કામ આપવા તૈયાર નહોતા. મને લાગ્યું હવે કે મારો સાથ દેવા માટે કોઈ નથી રહ્યું. પણ હું જઈ ક્યાં શકું? એટલાં રૂપિયા પણ પૂરા થવા આવ્યાં હતા. ત્યારે મને યાદ આવ્યું. મારા એક સંબંધી જે મને અને મારા પરિવારને બહુ જ ચાહતા હતા, એને યાદ કર્યા. રૂપિયા ગણ્યા, એ સંબંધી સુધી પહોચી જાવ એટલાં રૂપિયા તો હતાં. મેં ટ્રેનની ટીકીટ લીધી અને ટ્રેનમાં બેસી ગયી, અને અહીં રહેતાં મારા સંબંધીનાં ઘરે ગઈ. ત્યાં જઇને ખબર પડી કે એ લોકો તો વિદેશ જતા રહ્યાં. બસ એ પછી મને કોઈ હાલ પૂછવાવાળું પણ નથી મળ્યું. હવે છેલ્લી આશા મને મારા social mediaનાં એક ફ્રેન્ડ તરફ લાગી. કદાચ કમસેકમ રહેવા માટે તો જગ્યા મળે. એ મને સાચે જ માં ખૂબ જ પ્રેમ કરતો. આજે પણ કરે છે કે નહીં ખબર નહીં?" આટલું બોલતાં એ ચોધાર આંસુએ રડી પડી.
બસ એ વાત સાંભળી મને ખુબ જ મોટો ઝાટકો લાગ્યો. મને યાદ આવ્યું આ એ જ છે. મેં એને એ ખરાબ જગ્યાએથી ઊભી કરી અને એને આંખ બંધ કરવાનું કહ્યું. એણે વિશ્વાસ રાખીને આંખ બંધ કરી જ દીધી. આ હતી મને મળેલી વિશ્વની સૌથી મોંઘી ગિફ્ટ. મારી એ Online Friend. બસ પછી એનાં એ ખરાબ રહેલા કપાળ પર, જ મારાથી એક મીઠી કિસ અપાય ગયી. આજુબાજુનાં બધાં લોકો બસ મને જ જોયા રાખ્યા. થોડુ જોરથી બધાં બોલવા લાગ્યા," આટલો મોટો માલીક, આજે રોડ પર બેસી રહેતી યુવતી ને કિસ કરી. ખરેખર પ્રેમ આવો જ હોય." હજી પણ એ ગાંડીને કાંઇ સમજાયું નહીં. એ પછી તો એને ગળે ભેટી પડ્યો. મારી 4 વર્ષ જૂની ઇચ્છા આજે પુરી થઈ હતી. પછી ધીમે રહીને કીધું, બહુ મજા આવી ગયીને મને આમ દુ:ખ આપવાની. અને પેલો તારો બોયફ્રેન્ડ ક્યાં ગયો?"
"એ'એ તો મને એકલી સમજીને મુકી ગયો, મારો સાથ આપવાને બદલે એ મુકીને ચાલ્યો ગયો." આટલું બોલતાં જ રોવા મંડી. બસ પછી એને હું ઘરે લઈ ગયો. એ જ મારી ગાડીમાં. મેનેજરને કહી દીધું, આજે હું ઓફીસ નહીં આવું, આજની બધી મિટિંગ પણ કેન્સલ કરાવી નાખો. બધાં કામદારોને કામમાંથી રજા આપી દ્યો. આજે મારા ઘરે બન્ને ટાઈમ બધા લોકોને જમવાનું. આજે એને સમજાયું હશે કે કોઈનો આવો પ્રેમ પણ એને એક નવી જીંદગી અપાવી શકે છે. પોતાને બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ છે, એવું વિચારી એ પેલાં વ્યક્તિને એકલું નહીં મુકવાનું. શું ખબર એવાં વ્યક્તિ ખરાબ સમયમાં કામ આવી જાય. આજે એ ખુબ જ ફેમસ ડૉક્ટર છે. ખુશ છે બહુ જ........
આતો એક વાર્તા છે. જો આવો પ્રેમ મળે તો તમે વિશ્વનાં સૌથી નસીબદાર વ્યક્તિઓમાંથી એક હશો.
તમને પ્રેમ મળશે પણ પ્રેમ એવો જ મળવો જોઈએ જે ફક્ત તમારો સાથ આપે, નહીં કે time-pass કરવા ખાતર જ નાટક કરે. ઘણા આવા લોકો છે હજુ પણ જે ખાલી time-pass કરવા પ્રેમ કરે. બને ત્યાં સુધી આવા લોકોથી સતર્ક રહો. મજા પણ તેમાં જ છે જેમાં સાચો અને નિઃસ્વાર્થ પ્રેમની હાજરી છે.