Rahashy - 22 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય:૨૨

Featured Books
Categories
Share

રહસ્ય:૨૨

સુવર્ણ મહેલ ખૂબ જ આકર્ષિત હતો. આટલા સમયમાં સૂર્યની પ્રકાશ ઘણા સમય પછી જોવા મળ્યો, ઉપરથી આવતી સૂરજની કિરણોથી આખા મહેલમાં અલગ પ્રકારની ચમક ફરી વળી હતી. મહેલની સુવર્ણ દીવાલો પર ચાંદીથી વર્ક કરેલી ડિઝાઇન હતી. મહેલનો ઉપરનો ભાગ ગોળાકાર થઈ આગળ જતાં ઉપર પિરામિડ જેવો આકર લેતો હતો. જે ખૂબ ઊંચું હતું. તેનો કોઇ અંત નોહતો, જાણે આકાશ સુધી તેનો છેડો હોય.જોઈ શકાતું હતું તો ફક્ત તેના પર કરેલ આર્ટવર્ક ખૂબ જ સુંદર અને મનમોહન હતું. આટલી સુંદરતા વચ્ચે પણ તેની મનોદશા ઠીક નોહતી. હજુ પણ પ્રિયાના હોઠ તેના હોઠ ઉપર મહેશુંસ કરી શકતા હતા. હજુ પણ તે હુંફાળા આલીંગન ને તેના શરીર ઉપર મહેશુંસ કરી શકતો હતો.

પણ પ્રિયા અચાનક જ તેની આંખો સામેથી ઓજલ થઈ ગઈ..

તે આ વાસ્તવિકતા સ્વીકારી નોહતો શકતો. તેનો માથું ભમવા લાગ્યું... વિચારોના વંટોળમાં તેનો મન ફરવા લાગ્યો. તેનું મન તો માનતું જ નોહતું કે પ્રિયા તેની પાસે નથી. આસપાસ ફરી એકવાર નઝર ફરાવી, આંખો મસળતા તે પોતાની જાતને સમજાવી રહ્યો હતો. આ કોઈ સપનું નથી. તે વાસ્તવિક દુનિમાં છે.અને પ્રિયા તેની પાસે નથી. તેને પોતાના શરીરની સઘળી તાકાતથી" પ્રિયા..… પ્રિયા" કહ્યું.

અવાજ ચારે તરફથી અથડાઈ, આકાશ તરફ જતું રહ્યું.

"શુ થયું અજય, આટલો દુઃખી કેમ છે? અહીં જ છું.તારી પાસે જોઇલે..."

"ક્યાં જતી રહી હતી. મને તારી કેટલી ચિંતા થઈ રહી હતી."

"હા હા હા... મારો મજનું.

રસ્તો આ તરફ છે. આપણે તે તરફ જવું જોઈએ."

"રાજદીપે, કલ્પેશ, વીજય, મજીદનું શું? તને નથી લાગતું આપણે તેની રાહ જોવી જોઈએ?"

"તે લોકો આવી જશે... તું મારી સાથે ચાલ રસ્તો આ તરફ છે. હું ત્યાં બધું જોઈને આવી.."

"ના, મારુ મન નથી માનતું, કે આપણે આગળ વધવું જોઈએ, રાજદીપેને પણ હવે જાણ થઈ ગઈ હશે, દિવાર પાસે કોઈ ગુપ્ત દરવાજો છે. તે લોકો આવતા જ હશે,આપણે તેની રાહ જોવી જોઈએ."

"ભરોશો કર મારી ઉપર" ભરોશો શબ્દ સાંભળતા અજય પ્રિયાની પાછળ-પાછળ ન ચાહતા છતાં પણ વિશાળ સુવર્ણ દરવાજા તરફ આગળ વધ્યો. ત્યાં ઘણા બધા ઓરડાઓ હતા.

"થોડા સમયમાં તું આટલું બધું કઈ રીતે ફરી?"

"અજય તું ભૂલી ગયો લાગે છે. આપણે અહીં કલાકોથી ફરીએ છીએ."

"ના પ્રિયા મેં તને કિસ કરી, તેની બીજી જ સેકન્ડ હું તે વિશાળ ઓરડાની વચ્ચે હતો. પાંચથી સાત મિનિટમાં જ તું તે દરવાજાથી અંદર આવી મને બરાબર યાદ છે."

"તું મારી ઉપર શક કરે છે?"

આગળ ચાલતી પ્રિયાનો હાથ અજય દોડીને પકડવા ગયો.

ફરીથી તે જાદુઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ...

"પ્રિયા..... પ્રિયા....."

આ શું થઈ રહ્યું છે. મારી સાથે? તેને કઈ સમજાઈ નોહતું રહ્યું. તેની સાથે તેના મિત્રો પણ નથી. કે તેને સંભાળે, અજય આ ઘટનાઓથી તુટી ગયો. તે માથા પર હાથ મૂકી બેસી રહ્યો.

જો આવું જ ચાલતું રહ્યું તો હું પાગલ થઈ જાઇશ.

અજય ત્યાં બેસી, તેના મિત્રો સુધી કઈ રીતે પોહચવું તે વિચારતો હતો.ત્યાં જ તેની સામેનો ઓરડો આપ મેળે અલગ આકાર લઈ રહ્યો હતો. થોડી ક્ષણ પહેલા તે પ્રિયા સાથે જે માર્ગથી આવ્યો હતો. ત્યાં હવે મોટી દીવાલ ઉભી થઈ ગઈ.

તે સ્થિર રહ્યોં.પણ સમયને મંજુર નોહતું. કે અજય હાથ પર હાથ દઈ બેસી રહે. તે જ્યાં બેઠો હતો. તે ચોરસ આકારની જગ્યા, જમીન નીચેથી ઉપર થઈ, ઉપર તરફ જવા લાગી. અજય તેની ઉપરથી કુદી ગયો. તે જે જગ્યા પર ઉભો રહેતો તે જગ્યા ઉપર તરફ વધતી. અજય પાસે સામે દેખાઈ રહેલા બે રસ્તાઓ માંથી એક પસંદ કરવાનો હતો. અજય દોડીને રસ્તા તરફ વધ્યો.

***

"પ્રિયા તું અહીં, અજય ક્યાં છે?"

"તેને મને આ તરફ મૂકી છે. તે મણી શોધવા ગયો છે."

"બાકીના બધા ક્યાં છે?"

"બાધા ત્યાં જ છે. ફક્ત તમે જ અહીં છો. ચાલો આપણે પણ હવે મોડું ન કરતા તે તરફ આગળ વધવું જોઈએ." પ્રિયાએ કહ્યું.

" આપણે આ તરફ જવું જોઈએ."

"નહિ રાજદીપ હું બધા રસ્તાઓ જોઈ આવી છું. આપણે આ તરફ જવું જોઈએ."

રાજદીપ અને પ્રિયા દરવાજા તરફ વધી રહ્યા હતા. ત્યાં જ પાછળથી કલ્પેશ, મજીદ અને વિજય આવ્યા.

" કેપ્ટન થોભીં જાવ...."

"તમે બધા અહીં, અજય ક્યાં છે?"

"અજય અમારી સાથે નથી." વિજયે કહ્યું.

"હમણાં જ પ્રિયાએ મને કીધું તમે બધા સાથે છો. મણી તરફ આગળ વધી રહ્યા છો. તમે લોકોએ પ્રિયાને મને લેવા મૂકી હતી." રાજદીપે કહ્યું.

"રાજદીપે, હમણાં બધુ ખબર પડી જશે" કલ્પેશે કહેતા જ પ્રિયાનો હાથ પકડ્યો. પ્રિયા ત્યાંથી જાદુઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ.

" આ શું હતું?"

" પડછાયો.... પ્રિયાનો પડછાયો...."

"તમને કઈ રીતે ખબર પડી, તે પ્રિયા અસલી નથી. પણ તેનો પડછાયો છે?" રાજદીપે કહ્યું.

"અમારી સાથે પણ આવું જ થયું. અમને ક્યારેક અજય, ક્યારેક તમારો આવો પડછાયો ભ્રમિત કરી મણીથી વિપરીત દિશામાં ભૂલભુલિયાઓ તરફ લઇ જઈ રહ્યો હતો." વિજયે કહ્યું.

"તો શું ફક્ત તેનો હાથ પકડવાથી તે અદ્રશ્ય થઈ જાય છે?" રાજદીપે કહ્યું.

"હા... અને તે અદ્રશ્ય થતા જ દીવાલો આકાર બદલવા લાગે છે." મજીદે કહ્યું.

" તો આપણે અહીંથી જલ્દી નીકળવું જોઈએ?"

" ના આપણે કઈ જ નહીં કરી શકીએ." વિજયે કહ્યું.

ગણતરીની સકેન્ડમાં તેની સામેની વસ્તુઓ આકર બદલી રહી હતી. જ્યાં દરવાજો હતો. ત્યાં દીવાલ બની ગઈ..

" ચાલો.... આ તરફ..." રાજદીપે કહ્યું.

" નહિ રાજદીપે ત્યાં નહિ, આપણે આ રસ્તાથી જવું જોઈએ."

"પણ ત્યાં અધારું છે." રાજદીપે કહ્યું.

" હા રાજદીપે, પણ આપણે પ્રકાશ વાળી જગ્યાએ જશું ત્યાં ફરી કોઈનો પડછાયો જોવા મળશે.. ફરી તે આપણે અવડા રસ્તે લઈ જશે, આપણે તેને સ્પર્શ કરશું તો તે જગ્યાનો આકાર બદલાઈ જાય છે. અમે કલાકો સુધી આ રીતે જ એકલા આ મહેલામાં ભટક્યા કરીએ છીએ." મજીદે કહ્યુ.

બધા અંધારાવાળા રસ્તા તરફ આગળ વધતા ત્યાં દીવાલ હતી.

"આગળ રસ્તો બંધ છે." રાજદીપે કહ્યું.

"આપણે રસ્તો ખુલ્લે ત્યાં સુધી રાહ જોવી પડશે." કલ્પેશ કહ્યુ.

"આ રસ્તો કઈ રીતે ખુલશે અને ક્યારે?' રાજદીપે કહ્યું.

" આ રસ્તો અજય, પ્રિયા જ ખુલી શકે છે. તેની સાથે પણ કોઈ પડછાયો જશે, તે પડછાયાનો સ્પર્શ કરતા ફરી ઓરડો આકર બદલશે. આકર બદલતા આ દીવાલ રસ્તો બની જશે." વિજયે કહ્યું.

"એમે બધા પણ આ રીતે એક એક કરી ભેગા થયા છીએ. અંધારા રસ્તા પર દીવાલમાંથી રસ્તો બનતા ત્યાં પેહલા વિજય, પછી મજીદ પછી તમે મળ્યા." કલ્પેશ કહ્યુ.

દીવાલ આકરા લઈ રહી હતી. જાણે કોઈ રમકડાના બોક્સ, જે રીતે બાળક ઈચ્છે તેમ મકાન બને, આ જગ્યા પણ પળેપળે પોતાનો આકર બદલી રહી હતી.

દીવાલ હવે રસ્તો બની ગયો હતો.બધા આગળ વધી, એક ઓરડામાં આવી ગયા.

" અહીં કોઈ નથી?" રાજદીપે કહ્યું.

"કોઈ તો હશે, પણ તેઓ આપણે અહીં આવીએ તે પહેલાં જ રસ્તો બદલી લીધો હશે, ચાલો ફરીથી આ બોક્સ ઉપર નીચે થાય તે પેહલા અંધારિયા રસ્તા તરફ જઈએ." વિજયે કહ્યું.

" આવું ક્યાર સુધી ચાલશે?" રાજદીપે કહ્યુ.

"અમને નથી ખબર કેપ્ટન..."

" આ કોઇ વીડિયો ગેમ હોત તો મેં ક્યારની આને કવીટ કરી લીધી હોત... કેટલી બકવાસ ગેમ છે." કલ્પેશે કહ્યું.

" આ કોઇ ગેમ હોત, અને તેને ફરજિયાત પણે તેના લેવલ પાર કરવાના હોત, તો તું શુ કરત આગળ?" રાજદીપે કહ્યું.

" આ કોઈ ગેમ હોત, તો મને અત્યાર સુધી આનો કોઈ રસ્તો શોઘી લીધો હોત." કલ્પેશ કહ્યું.

" જેમ કે?"

" જેમ કે હું, મારા બધા સાથીઓ મળી જાય પછી. એક વખત ઉપરનો રસ્તો ટ્રાય કરત... આ એક જુગાળ જેવું છે. પણ કોઈ ઑપશન નથી. એમ પણ આપણે બને રસ્તાઓ ટ્રાય કર્યા જ્યાં આપણે અંધારાવાળા રસ્તો પસંદ કરી સેફ ગેમ રમીએ છીએ. અત્યારની પરિસ્થિતિ મુજબ તે જરૂરી પણ છે. આપણે આપણા બધા સાથીઓ મળી જાય પછી તે ઉપર તરફ જતા બોક્સ ટ્રાય કરવા જ જોઈએ.." કલ્પેશે કહ્યું.

"ગેમમાં આપણી પાસે ત્રણ લાઈફ હોય, આપણે બે વખત કરેલી ભૂલ ત્રીજી વખતે મોટા ભાગે નથી કરતા. પણ આ કોઈ ગેમ નથી કલ્પેશ... અહીં લાઈફ બસ એક ચાન્સ જ આપે છે." રાજદીપે કહ્યુ.

ફરી દીવાલો સામેથી આકાર બદલી રહી હતી. અમુક મિનિટો સુધી આંખો સામે સામનો બધું જ ગોળ આકર ફરતું નઝરે ચડે છે. અને અમુક મિનિટ પછી ફરી સુવર્ણ મહેલનો સુંદર ઓરડો સામે આવી જાય છે.

ઓરડામાં પ્રવેશતા પ્રિયા ફરી અજવાળાંવાળા રસ્તા તરફ જઈ રહી હતી.

"પ્રિયા ત્યાં નહિ આ તરફ......"

ક્રમશ.