#Greatindianstories
ટાઇગર ઓન ટાઈગર હિલ
Dr Chetan Anghan
વર્ષ 1999 નું હતું, કારગિલ ના દ્રાસ સેક્ટર માં પોઇન્ટ 5140 કહેવાતી ટાઇગર હિલ જે સોળ હજાર પાંચસો ફુટ ઊંચી છે. તેની પર પાકિસ્તાન સેનાએ ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હતો, સ્ટ્રેટેજિક પોઇન્ટ થી ટાઇગર હિલ સૌથી અગત્યનો પોઇન્ટ હતો. ટાઇગર હિલ ની નજીક થી શ્રીનગર અને લેહ ને જોડતો એકમાત્ર હાઇવે પ્રસાર થતો હતો. જો ટાઇગર હિલ પર પાકિસ્તાન કબજો કરી લે તો શ્રીનગર થી લેહ સુધી જતો અગત્યના હથિયારો અને સૈનિકો માટે ના રાશનપાણી નો ટાન્સપોર્ટ અટકી જાય. અને જો આમ થાય તો લેહ ભારત ને હંમેશા માટે ગુમાવવાનો વારો આવે, ટાઇગર હિલ ની ટોપ પર પાકિસ્તાન સેના બંકરો નો જમાવડો કરી ને ઊંચાઈ નો લાભ લઇને ભારતીય ચોકીઓ,સૈનિકો પર ગોળીઓ, બૉમ્બમારો કરતા હતા. હાલત બદ થી બદતર હતી, ભારતીય સેના મલ્ટીબેરલ રોકેટ લોન્ચર તથા બોફર્સ તોપો તૈનાત હતી પણ ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી શકે તેવી પોઝિશન માં નહોતી,ખાઈ માંથી ભારતીય સેના ગોળીબારી કરતી હતી પણ દુશ્મનો નું એક્ઝેટ લોકેશન ખબર ન હોવાથી નિષ્ફળતા મળતી હતી,ભારતીય સેના વેર વિખેર થઇ ગઈ હતી, ભારત ના સેંકડો સૈનિકો શહિદ થઇ ગયા હતા, ભારતીય સેનાએ ટેકરીઓ ચડવાની કોશિશ કરે તો તેમને ગોળા દાગીને પાછા ધકેલી દેતા હતા. અને ભારત કારગિલ યુદ્ધ માં હાર તરફ જય રહ્યું હતું.
ટાઇગર હિલ ને પાછી લાવવાની જવાબદારી "ગ્રેનેડીયર્સ 18" નામની ચૂનંદી ટુકડી ના લેફ્ટનન્ટ બલવાન અને કેપ્ટન સચિન નિમ્બાલકર ની માથે આવી પડી.હવે ગમે તે રીતે ટાઇગર હિલ પર એટેક કરી ને પાકિસ્તાની સેનાએ ના કબ્જા માંથી છોડાવવા એકાદી સલામત જગ્યા એ થોડા કમાન્ડો ભેગા થયા. ભારતીય સેના નું પોઝિશન જોતા કામ લગભગ અશક્ય હતું.
લેફટન્ટ બલવાન થોડા તણાવ માં દેખાતા હતા.સામે ઘાતક પ્લાટૂંન અને બીજા અમુક કમાન્ડો બેઠા હતા.દરેક ના શ્વાસોશ્વાસ નો અવાજ સંભળાય તેટલી શાંતિ હતી,તે કમાન્ડો હાઇલી ટ્રેઇન્ડ, શાતિર અને આવી જ પરિસ્થિતિ માટે ની સ્પેશિયલ ફોર્સ ના સભ્યો હતા. એ સામી છાતી એ લડનારાઓ કરતા બુદ્ધિ નો ઉપયોગ કરી ને દુશ્મનો ને માત કરવામાં માહિર હતા પણ અહીં પરિસ્થિતિ થોડી અલગ હતી, ભારતીય સેના બધા મોરચે બેકફૂટ પર હતી. એક ખુલ્લા ટેબલ પર ટાઇગર હિલ અને આસપાસ પહાડીઓ નકશો હતો, લેફ્ટનન્ટ અને કેપ્ટન સચિન બેઠા હતા ઉપર એક બલ્બ સળગતો હતો,સામે 20 ગ્રેનેડીયર્સ 18 ના સભ્યો હતા, વાતાવરણ ભારેખમ હતું, બરફીલી ઠંડી વચ્ચે એની આંખોમાં ઠંડી ક્રૂરતા હતી.
"આપણે એક ઓપરેશન એક્ષિક્યુટ કરવું પડશે, ધીસ ઓપરેશન ધેટ મચ ડેંજર થેટ વિ ઓલ હેવ ટુ ગિવ અવર હન્ડ્રેડ પર્સન્ટ."લેફ્ટનન્ટ બલવાન કડરાકી થી બોલ્યા.
"અમે અમારા પ્રાણ નો ભોગ આપી દઈશું"
"નો કમાન્ડો! તમે જાન આપી દેશો તો આપણે આ યુદ્ધ કોઈ કાળે જીતી શકવાના નથી.ઇફ યુ ડાઈ અનધર વિલ કમ હિયર.લીસન વોટ આઈ સે, ગિવ યોર હન્ડ્રેડ પર્સન્ટ.અન્ડરસ્ટુડ?" લેફ્ટનન્ટ બલવાન નો ઘેરો અવાજ ગુંજી ઉઠ્યો.
"યસ સર!"પેલો કમાન્ડો બોલ્યો.
"લૂક એટ ધીસ,ધીસ ઇઝ અવર પોઝિશન, દુશ્મનો આપણી થી પચ્છીમ દિશા માં આપણી થી સોળ હજાર પાંચસો ફુટ ઉપર છે, પણ જો આપણા કમાન્ડો ટાઇગર હિલ ની પચ્છીમ દિશા માં જતા રહે તો આપણે દુશ્મનો ને માત આપી શકીયે."
"બટ સર ધીસ ઇઝ ઇમ્પોસીબલ, બીકોઝ તે બાજુ થી હીલ સીધા ચઢાણ વાળી છે જમીન થી નેવું ઔંશ ના ખૂણે, બીજું ત્યાં થી આ સાડા સોળ હજાર ફુટ ની ઉંચાઈ પર પાતળી હવા માં સીધું ચઢાણ ચડવું લગભગ ઇમ્પોસીબલ છે અને પાછું દુશ્મનો ઉપર થી ચાંપતી નજર રાખશે, જરા પણ ભણક લાગી તો એ ઉપર થી જ વાર કરશે અને આપણે કમાન્ડો અધવચ્ચે જ મૃત્યુ પામશે."કેપ્ટન સચિને પરિસ્થિતિ ની ભયાનકતા વર્ણવી.
" એટલે જ ઓપરેશન અલમોસ્ટ ઇમ્પોસીબલ છે, આમાં મૃત્યુ નિઃચ્છીત છે પણ આ એક જ ફાઇનલ રસ્તો છે જેનાથી યુદ્ધ જીતી શકીયે."લેફટન્ટ બલવાન બોલ્યા.
"સૌથી પહેલા એક કમાન્ડો દોરડું લઇ ને ઉપર જશે, જે દોરડું ઉપર ફિક્સ કરશે પછી બાકી ના એ દોરડા ની મદદ થી ઉપર ચડશે.
"સૌથી પહેલા દોરડું લઇ ને કોણ ઉપર ચડશે?" કેપ્ટન સચિને શબ્દો તો આજ વાપર્યા હતા પણ એનો સપષ્ટ અર્થ એમ થતો હતો કે સૌથી પહેલા સામે ચાલી ને કોણ મરશે, ત્યાં બેઠેલા કમાન્ડો ની આંખો માં એક અજબ પ્રકાર ના ભાવ હતા
"હું જ જઈશ"પાછળ ની લાઈન માં બેઠેલા એક કમાન્ડો એ ઊંચા અવાજે કહ્યું. બધા એની સામે જોવા લાગ્યા, એક પાતળો મધ્યમ બાંધા નો અને નાની ઉમર નો કમાન્ડો બોલ્યો. બધા આછચર્ય થી એની સામે જોવા લાગ્યા.
"યોગેન્દ્ર સિંહ યાદવ!, આતો કરણસિંહ યાદવનો
દીકરો જે કુમાઉં રેજીમેન્ટ નો હિસ્સો હતા,જેણે 1965 અને 1971 ના યુદ્ધ માં પાકિસ્તાની સેના ના દાંત ખાટા કર્યા હતા"લેફ્ટનન્ટ બલવાન એ કહ્યું.
કેપ્ટન સચિન તેને ઓળખતા હતા, આ એજ યુવાન છે જેના લગ્ન હજી પંદર દિવસ પહેલા જ થયા છે, જેના લગ્ન પછી ની ચાલુ રજા એ યુદ્ધ થતા ડ્યુટી પાર હાજર થવું પડ્યું હતું.કોઈ માણસ ને પોતાના જિંદગી ના સૌથી ખુશી ભર્યા દિવસો માં થી ઉઠાવી ને કોઈ ગોળીઓ ના વરસતા વરસાદ વચ્ચે બરફો ના પહાડો માં મૂકી દે તો શું થાય તેની કલ્પના અશક્ય હતી પણ યોગેન્દ્ર નું ઝનૂન અને જજ્બા કંઇક અલગ જ હતો, જીવન માં કંઈ કરી બતાવવાનું એનું જીવન ધ્યેય હતું, એની આંખ માં એક સતત આગ જેવું સળગ્યાં કરતુ હોય એવું હંમેશા કેપ્ટન સચિન ને લાગતું. આજે એને તક મળી હતી, કંઇક કરી છૂટવાની જીવન ની કોઈ પળે અચાનક તમને લાગે કે બસ આના માટે જ હું જીવું છું ત્યારે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત કેમ ના હોય તમારી અંદરનું ઝનૂન તમને સફળતા તરફ દોરી જય છે, ત્યારે દુનિયાના, વિજ્ઞાનના, સમાજના, મનોવિજ્ઞાનના,અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્રો,યુદ્ધશાસ્ત્રો ના નિયમો નિષ્ફળ બની જાય છે. આવા માણસો એના લક્ષ્ય તરફ દોરી જતી દરેક મુશ્કેલીઓને ઇરાદાપૂર્વક પસંદ કરે છે. આજે યોગેન્દ્રસિંહ એ પોતાની રાહ પકડી લીધી હતી.
લેફ્ટનન્ટ બલવાને બધી નાના માં ના માહિતી સમજાવી દીધી,પહેલા સાત કમાન્ડો જશે, આ ટીમ ઘાતક પ્લેટૂન નામ આપ્યું,તેના પછી બીજી બેક અપ માટે ડેલ્ટા ટિમ તરીકે સાથે જશે. બીજા બેક અપ જરૂર પ્રમાણે ટિમ જશે,યોગેન્ડરસિંહ ને ગાઈડ તરીકે ફ્રન્ટલાઇન ફાઇટર તરીકે નિયુક્ત કર્યો. દરેક કમાન્ડો પાસે એક રાઇફલ, સ્નાઇપર રાઇફલ, ટોર્ચ અને તિરંગો જેવો જરૂરી સમાન હતો, બધું થઇ ને ૧૦-૧૨ કિલોગ્રામ જેવો થતો હતો. દુશ્મનો ઉપર હોવાથી રાત્રે ચઢવાનું ચાલુ કર્યું.
દેશ ના પ્રજાજનો જયારે સુખપ્રદ નિંદ્રા માં સુઈ રહ્યા હતા ત્યારે એની જિંદગી ની સુરક્ષા માં આ જવાનો મોત તરફ જઇ રહ્યા હતા. કાળી ડિબાંગ અંધારી રાત માં બર્ફીલી પહાડીઓ માં નીરવ શાંતિ વચ્ચે દરેક કમાન્ડો ના મગજ માં અજબ પ્રકાર ની હલચલ હતી, યોગેન્દ્ર યાદવ તો પહેલી વાર કોઈ મિશન માં જઈ રહ્યો હતો, એની ચાલ માં ગજબ નું જોમ હતું, એના ચહેરા પર ના ભાવો થી સ્પષ્ટ લાગતું હતું કે એ કોઈ યુદ્ધ માં નહિ પણ શિકાર પર જઈ રહ્યો હતો, યોગેન્દ્રસિંહ યાદવ ની ટીમ માં અનંત કુમાર, એક યોગેન્દ્રસિંહ યાદવ નામક બીજો કમાન્ડો પણ હતો.
રાત્રે અગિયાર ના ઘનઘોર અંધારું અને નીરવ શાંતિમાં આખી નરબંકાઓની ટીમ ફતેહ માટે નીકળી પડી, યોગેન્દ્રસિંહ યાદવ સૌથી આગળ હતો, ટાઇગર હિલ ની જમણી બાજુ ના સીધા ચઢાણ તરફ ચાલવા લાગ્યા, ભારતીય સેના તરફથી થતું ફાયરીંગ અટકાવી દીધું જેથી દુશ્મનો ને કોઈ હલચલ દેખાય નહિ. થોડીવારે થોડીવારે ત્યાં દુશ્મનો દ્વારા પ્રહાર કરવામાં આવતા મોર્ટાર ના ધડાકાઓ સંભળાતા હતા, ટાઇગર હિલ ની જમણી બાજુ ની જગ્યા એ થી જ્યાં દુશ્મનો સૌથી આશ્વસ્ત હશે જ્યાંની સીધી પહાડીઓ જોઈ અશક્ય લાગતું ચઢાણ જોઈને લાગે નહિ કે અહીંથી પણ કોઈ આવી શકે ત્યાંથી ચડવાનું ચાલુ કર્યું અને આખી રાત ચડતા રહ્યા સવાર પડ્યું ત્યારે એક દેખાતી ટેકરી ની ટોચ પર પહોંચી ગયા, જેવું અજવાળું થયું બધા કમાંડો પથ્થરો ની આડશે છુપાઈ ગયા. આજે કોઈ ને થાક નહોતો લાગ્યો, બધા ની નજર ટોચ પર જ હતી અને પશ્વિમ દિશા માં આથમતા સૂરજ તરફ હતી.
જેવી રાત પડી ફરી ચડવાનું ચાલુ કર્યું, સવાર થઇ ત્યાં સુધી ચાલવાનું શરુ રાખ્યું,સવાર પડતા બીજી ટેકરી ની ટોચ પર પહોંચી ગયા, અજવાળું થયું પણ કોઈ અટક્યું નહિ, આજે દિવસે પણ આખી ટીમ અને ડેલ્ટા ટીમે પણ સતત ચઢવાનું ચાલુ રાખ્યું. બીજા દિવસ ની સાંજ સુધી ચાલ્યા રાખ્યું,
ભૂખ,તડકો,તરસ,ગરમી,થાક,કંટાળો,જેવા સામાન્ય માનવસહજ આવેગો બંધ થઇ ગયા હતા, હવે માણસો મટી ને એક ઝનૂન બની ગયા હતા. બધા ચા પીવા બેઠા. ડેલ્ટા ટીમ ના ચીફ કેપ્ટન સચિન આજુબાજુ માં થોડા કમાન્ડો સાથે જરા વિસ્તાર નું જાયજો લેવા નીકળ્યા. ત્યાં જ દુશ્મનો દ્વારા ફાયરીંગ થવા લાગ્યું. એકાદ સૈનિક ને હાથ માં ગોળી વાગી, કેપ્ટન સચિન એ બેકઅપ માગ્યું પણ સેફ્ટી અંતર ઓછું હોવા ને કારણે બધા ને દિવસ ના અજવાળા માં પથ્થરો પાછળ બેસી રહેવા કહ્યું.રાત ના અગિયાર વાગ્યા સુધી બેસી રહ્યા.
રાત્રે ફરી ચડવાનું ચાલુ કર્યુ,સવાર સુધી એકધારું ચડયે રાખ્યું. સવાર પડતા એક ઊંચી, ૯૦° ની સીધી ભયજનક ટેકરી પાસે આવી ને ઉભા રહ્યા.હજુ ઘનઘોર અંધારું હતું, યોગેન્દ્ર યાદવ ને લાગ્યું આ ટેકરી નથી, આ પડકાર છે. મને ચુનૌતી આપે છે. બીજા એક ઊંચા કમાન્ડો ના ખભા પર ચડી ને યોગેન્દ્રસિંહ દીવાલ જેવી સીધી ચટ્ટાન પર ખીલો ખોડવા લાગ્યો, એક પછી સીધી ચટ્ટાન પર ખીલ્લા ખોડતાં ખોડતાં ઉપર ચડવા માંડયો અને સાથે દોરડું બાંધતો ગયો જેથી બીજા સૈનિકો એ દોરડા ના જોરે ઉપર ચડી શકે.
રાત્રી નો ઘનઘોર અંધકાર ની વચ્ચે એ ભેડિયા ની જેમ આ સૈનિકો ઉપર ચડતા ગયા, અચાનક ચડતી વખતે પથ્થરો ના પડવાને કારણે થયેલા અવાજ થી આજુબાજુ માં ક્યાંક થી ફાયરીંગ ચાલુ થઇ ગયું.
યોગેન્દ્રસિંહ ને કંઈ ખબર ના પડી કે ફાયરીંગ ક્યાંથી થયું. પણ થોડીવાર માં ખબર પડીકે જે ચટ્ટાન પર ચડતા હતા તેની બંને બાજુ પાકિસ્તાની સેનાએ બન્કરો બનાવ્યા હતા જ્યાંથી ચડી રહ્યા હતા તેની બંને બાજુ બંકરો માં સૈનિકો સુતા હશે પણ પથ્થરો પડવાને કારણે થયેલા અવાજ થી જાગી ગયા. એનું ફાયરીંગ ચાલુ થયું ત્યાં સુધીમાં યોગેન્દ્રસિંહ સહિત ના સાત સૈનિકો ઉપર ચઢી ગયા હતા પણ બાકી ના સૈનિકો ને તેમણે અંધાધૂંધ ગોળીબારથી રોકી લીધા.
યોગેન્દ્ર ઉપર ચઢી ગયો હતો. જ્યાં ૫-૭ ચોરસ મીટર ની ખુલ્લી જગ્યા હતી, ટાઇગર હિલ ની ટોપ ત્યાંથી સાઈઠ મીટર ઊંચી હતી. સામે દુશ્મન સેના ના બે બંકરો થોડા ફુટ દૂર હતા, તેમાંના સૈનિકોએ જેવા યોગેન્દ્ર અને ટીમ ને જોયા એવું ફાયરીંગ ખોલી દીધું. યોગેન્દ્ર એ જવાબી ફાયરીંગ કર્યું, સામસામે ગોળીઓનો વરસાદ વરસવા માંડયો.
એકબાજુ એવા સૈનિકો હતા જે બીજા દેશ ની ચોંકીઓ ને કોઈ ત્રીજા દેશ પાસે ભીખ માંગીને લાવેલા હથિયારો વડે યુદ્ધ લડી રહ્યા હતા અને બીજી બાજુ લાખો વર્ષ જૂની સંસ્કૃતિ ના દેશ ના સાર્વભોમત્વ ને તૂટતી રોકવા આવી ચડેલા મરજીવા હતા, બહુ લાંબો સમય દુશ્મનો ટકી ના શક્યા. એને ઝેર કરી રહ્યા ત્યાં તો ૬૦ફુટ ઊંચી ટાઈગર હિલ ની ટોપ પર થી ગોળીઓનો વરસાદ થવા લાગ્યો.છુપવા જેવું કઈ હતું જ નહિ.
દુશ્મનો ના બંકર નો ઉપયોગ કરીને યોગેન્દ્ર અને ટીમ લડવા લાગ્યા. સામસામે ગોળીઓની વણજાર ચાલી. દુઃશમનો કેટલા છે એ ખબર નહોતી,એ મોર્ટારો દાગતા રહ્યા. ૫-૬ કલાક ભીષણ યુદ્ધ ચાલ્યું.દુશ્મનો જલ્દી હાર માને તેમ નહોતું લાગતું. ભારતીય સેનાએ પાસે હતું તેટલું બધું જ અમ્યુનિશન ખાલી થવાની અણી પર આવી ગયું, ઉપરથી દુશ્મનો આર્ટિલરી ફાયરીંગ અને મોર્ટાર દાગતા રહ્યા, અચાનક એકાદા આવા ભારેખમ મોર્ટાર ના હુમલા પછી ભારતીય સેના તરફ થી ફાયરીંગ થતું અટકી ગયું, દુશ્મનો ગોળા ઓ દાગતા રહ્યા, ભારતીય સેનાએ તરફ થી કોઈ જવાબ ના મળ્યો. ૨૦-૨૫ મિનિટ સુધી સતત ફાયરીંગ પછી પણ જવાબ ના મળ્યો એટલે
૧૦-૧૨ જવાનો ટેકરી ના રસ્તે નીચે આવ્યા. યોગેન્દ્ર સહીત ના સાતેય જવાનો જમીન પર રગદોળાઈ ને પડ્યા હતા, એના શ્વાસ અટકી ગયા હતા. જેવા તે લોકો નજીક આવ્યા એટલે યોગેન્દ્ર અને ટીમ બેઠા થયા અને ભારે ફાયરીંગ ખોલી દીધું. હવા માં ધૂળ ની ડમરીઓ ઉડવા લાગી. નીરવ પહાડીઓ માં થોડીવાર ઉભી થયેલી શાંતિ ડહોળાઈ ગઈ.૪થી૫ મિનિટ માં એકાદ છોડી ને બધા જ દુશ્મનો નું ઢીમ ઢાળી દીધુ. અંમ્યુનિશન ખલાસ થઇ જવાને કારણે રચેલો પેતરો હતો. હવે એમની પાસે દુશ્મનનું ભરપુર અમ્યુનિશન હતું.
જે એક દુશ્મન સૈનિક બચી ગાયો હતો તેણે ઉપર જઇ ને બીજા સૈનિકો ને ખબર આપી કે હિન્દુસ્તાની સેના ના સાત જવાન અહીંયા પહોંચી ગયા છે. હવે ખરેખર યુદ્ધ જામ્યું. ઉપર કેટલા સૈનિકો છે એ ખબર નહોતી. જબરદસ્ત ફાયરીંગ થઇ રહ્યું હતું, થોડીવારે તેમની પાસે રહેલી રોકેટ પ્રોપેલડ ગ્રેનેડ ફેંકતા હતા. આ હેવી. ફાયરીંગ માં યોગેન્દ્ર ના બધા જ સાથીઓ એક પછી એક મરવા લાગ્યા, ગ્રેનેડ નો એક ટુકડો યોગેન્દ્ર ને ઘૂંટણ પાસે વાગ્યો,અને એને લાગ્યું એનો પગ કપાઈ ગયો,એક ગોળી સન્ન કરતી યોગેન્દ્ર ના નાક પાસે ઘસાઈ ને નીકળી ગઈ,નાક પાર થી લોહીની ધારા વહેવા માંડી, બધું દેખાતું બંધ થઇ ગયું, એને ડાબા ખભા માં ગોળી વાગી હતી, એ પોતાની જાત ને સંભાળતો અને પોતાની જખ્મો ને ફર્સ્ટ એઇડ કરવા માંડ્યો. ત્યાં પાકિસ્તાની સેનાએ ચારે તરફ થી ઘેરી લીધો, ચારે તરફ શાહિદ થયેલા હિન્દુસ્તાની જવાનો ની ડેડબોડીઝ ત્યાં પડેલી હતી, દસેક પાકિસ્તાની સૈનિકો ત્યાં આવ્યા, યોગેન્દ્ર ચૂપચાપ ત્યાં પડ્યો રહ્યો એક લાશ ની જેમ. પાકિસ્તાની સૈનિકો એક પછી એક ડેડબોડીઓ ને ચેક કરતા જતા હતા, તે જીવતા છે કે મરેલા તે જોવા તેની પર ચાર પાચ ગોળી ઓ ફાયર કરતા હતા. યોગેન્દ્ર ના મન માં ભયાનક ગડમથલ ચાલતી હતી, તેને હવે મોત નજીક દેખાતું હતું, તે લગભગ ભાંગી પડ્યો હતો. પાકિસ્તાની સૈનિકો એ તેની બાજુ માં પડેલા જવાન પાર ગોળી ના ત્રણેક રાઉન્ડ ફાયર કર્યા, આ ફાયરીંગએ યોગેન્દ્ર ને ઝંઝોડી ને રાખી દીધો, હવે વારો યોગેન્દ્ર નો હતો.
"હિંદુસ્તાની એમએનજી પોસ્ટ પાર હુમલો કરી દો" પેલા સૈનિકો માં નો એક ટ્રાન્સમીટર પાર કોઈ ને સૂચના આપી રહ્યો હતો. આટલું સાંભળ્યું ત્યાં તો યોગેન્દ્ર ની અંદર ની સિંહ બહાર આવી ગયો, તેની અંદર એક ઊંચું ઝનૂન પેદા થયું. તેને થયું કે જો તે અમારી નીચે ની પોસ્ટ પાર હુમલો કરી દેશે તો અમારા બધા જ સાથી ઓ માર્યા જશે અને અમે બધા માર્યા જઈશું તો આ યુદ્ધ અમે નહિ જીતી શકીયે. હું જીવતો રહીશ તો હું મારા સાથીઓ ને અહીંની પરિસ્થિતિ વિષે સૂચના અને માહિતી આપી શકીશ.
"ખટ્ટટ્ટટ્ટટ્ટ" યોગેન્દ્ર વિચારી રહ્યો હતો ત્યારે એક ગોળી એના ખભા પર વાગી.
"ખટ્ટટ્ટટ્ટ"હજુ યોગેન્દ્ર કંઈ પ્રતિક્રિયા આપે ત્યાં બીજી ગોળી એની જાંઘ માં વાગી. યોગેન્દ્ર અસહ્ય દર્દ ને એકપણ હલનચલન વિના ગળી ગયો.
" ઇફ યુ ડાઈ અનધર હેવ ટુ કામ હિયર, ગિવ યોર હન્ડ્રેડ પર્સન્ટ." લેફટનન્ટ બલવાને કહેલા ભારેખમ શબ્દો યોગેન્દ્ર ના મગજ માં ગુંજવા લાગ્યા. યોગેન્દ્ર બે ગોળી ના દર્દ થી હજુ માંડ ઉગર્યો હતો ત્યાં ત્રીજી ગોળી પેલા પાકિસ્તાની સૈનિકે યોગેન્દ્ર ની છાતી ના ડાબા ભાગ માં મારી. યોગેન્દ્ર ને લાગ્યુ કે પોતે મૃત્યુ પામ્યો પણ ગોળી ની સાથે કંઈક
અથડાયું હોય એવું લાગ્યું. તેને યાદ આવ્યું કે તેણે ખિસ્સામાં ૫ રૂપિયા ના સિક્કાઓ ભર્યા હતા. તેને અસહ્ય દર્દ થતું હતું પણ હવે એને જીવવું હતું, એનું મગજ હવે હાર માનવા તૈયાર નહોતું. તે સ્થિર પડી રહ્યો, સૈનિકો થોડા દૂર ગયા કે જાણે સિંહ તરાપ મારે તેટલી ત્વરા થી ઉભો થયો અને ખિસ્સામાંથી ગ્રેનેડ કાઢી મોં વડે પિન ખેંચીને એક સૈનિક જઈ રહ્યો હતો તે તરફ ઉછાળી. ગ્રેનેડ તેના કોટ ના હુડ માં ફસાઈ ગઈ. એક જોરદાર ધમાકા સાથે એના ફુરચ ઉડી ગયા, થોડા દુર પહોચેલા દુશ્મન સૈનિકો અચાનક થયેલા ધમાકા થી ડઘાઈ ગયા.થોડા દૂર ગયેલા સૈનિકો ને મગજ માં સ્થિર થઇ ગયું હતું કે અહીં કોઈ જીવતું નથી,આ ધમાકો થયો એટલે એને લાગ્યું કે કોઈ બીજી ભારતીય ટુકડી બેકઅપ માટે આવી ગઈ છે, તે લોકો બચવા માટે દોડી ને ઉપર ભાગવા લાગ્યા.
કોઈ એક્શન થ્રીલર ફિલ્મ માં જોવા મળે તેવું અહીંયા રિયલ લાઈફ માં કોઈ પણ રિટેક વગર ભજવાતું હતું, જેના શરીર માં ૧૨ગોળી ઓ ઘુસી ગઈ છે, તેનો ડાબો ખભો તૂટી ગયો છે, જેની જાંઘ માં ગોળી વાગી છે,જેણે છેલ્લા બોત્તેર કલાક માં એક પણ અનાજ નો દાણો મોંમાં નાંખ્યો નથી તેવો માણસ પોતાના જીવવાના ઝનૂન થી ઉભો થાય છે, પોતાના મૃત પામેલા સાથીઓનો બદલો લેવાના ઝનૂનથી, તેના બીજા સાથીઓને બચાવવાના ઝનૂન થી લાઈટ મશીન ગન ઉપાડે છે. તે એકલે હાથે પોતાના ના ખડી ગયેલા ખભા ને બાંધે છે. ખભા સાથે હાથ ઉઠાવીને પાછળ બાંધે છે અને દુશ્મનો પર પુરા ઝનૂન થી ફાયરીંગ કરતો રહે છે, દુશ્મનો ના ચાર પાંચ સૈનિકો ને મારી નાખે છે. તે દુઃશમનો ને છાવરવા અલગ જગ્યાએથી ફાયરીંગ કરે છે .તે ડેલ્ટા ટીમ પહોંચે ત્યાં સુધી એકલે હાથે દુશ્મનો ને હંફાવે છે. એની અંદર થતી લાગણીઓ ના ઘોડાપુર ને ખાળી દે છે, એને મોત નીચ્છીત લાગે છે. છતાં એ જીવે છે, ઝઝૂમે છે, ચાલતા ચાલતા ગલોથીયા ખાઈ જાય છે, એને ટેકો દેવા પોતાનો એક હાથ નથી. પછડાટ ખાય ને ઉભો થય છે, થોડી થોડી વારે અલગ અલગ જગ્યાએ થી ફાયરીંગ કર્યે રાખે છે. ડેલ્ટા ટીમ ત્યાં પહોચે ત્યાર સુધી લડે છે. પછી બધી સૂચનાઓ અને માહિતી આપી કેમ્પ માં પાછો ફરે છે.
જે દેશ માં ફિલ્મી હીરો અને ક્રિકેટર જ ભગવાન જેવી પદવીઓ ધરાવતા હોય, જ્યાં ફિલ્મી ઢીશુમ અને યુદ્ધો જ ચર્ચાતા હોય, જ્યાં કોઈ ખેલ માં મળેલી જીતો થી ખેલાડીઓ અબજો માં આળોટતા હોય, ત્યાં યોગેન્દ્રસિંહ યાદવ જેવા સપૂતો કોઈ ગુમનામી ના અંધારા માં જીવી જાય છે,એ આપણી જિંદગી માટે મોત સામે, દુશ્મનો સામે, પરિસ્થિતિ સામે ઝનુંને ચડે છે ત્યારે સાચા દેશના સાચા રત્નો ને ઓળખવામાં આપણે ઉણા ઉતર્યા હોવાનો આભાસ થાય છે. સુબેદાર યોગેન્દ્રસિંહ યાદવ ને ભારતનો સૌથી શ્રેષ્ઠ વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. એક સલામ આવા જાણ્યા-અજાણ્યા “જેમ્સ ઓફ ઇન્ડિયા” ને નામ.
***