Heritaz City Ahmedavadna purv avtaro in Gujarati Travel stories by Chaula Kuruwa books and stories PDF | હેરીટેજ સીટી અમદાવાદના પૂર્વ અવતારો...

Featured Books
Categories
Share

હેરીટેજ સીટી અમદાવાદના પૂર્વ અવતારો...


એતિહાસિક નગર અમદાવાદ જેનો વિકાસ મેગાસિટી જેવો આજે થઇ ગયો છે
તે હવે તો યુનેસ્કો દ્વlરા વલ્ડ હેરીટેજ સીટી તરીકે સ્થાન પામી ચુક્યું છે.
જોકે આ અમદાવાદ 600 વરસ જેટલું પ્રાચીન છે એટલુજ નહિ તેના બે તો પૂર્વ અવતારો તે પૂર્વેના છે.
એટલેકે 600 વરસ પૂર્વેના છે. અને પુરાણોમાં પણ તેના ઉલ્લેખ મળે છે.
અમદાવાદ શહેરનો ઈતિહાસ રોમાંચક અને સાહસ ,શોર્ય તેમજ વેપાર વાણીજ્યથી ભરપુર છે.
ઈસ,૧૪૧૧ માં બાદશાહ અહમદશાહ ના નામ ઉપરથી સ્થપાયેલા આ એતિહાસિક નગર
માં કાળક્રમે અનેક સુંદર હિંદુ જેન અને મુસ્લિમ સ્થાપત્યો બંધાયા હતા ..
વેપાર વાણીજ્યના મહાનગર તરીકેનો તેનો વિકાસ શરુથીજ અવિરત ચાલ્યો આવે છે.
અમદાવાદ જે ભૂમિ ઉપર વસેલું છે તેનું પ્રાચીન નામ પૂરlણો પ્રમાણે શ્રભદેશ છે.
આજની સાબરમતી નદી જેને ૧૨ મી સદી પૂર્વે સંસ્કૃતમાં શ્રભ મતી કહેતા અને સામાન્ય લોકો સાબરમતી કહેતા હતા.
આજે પણ સાબરમતી નામજ જાણીતું છે.
સાબરમતીના એક વખતના પ્રખ્યાત કોતરોનું સ્થાન પછીથી વસાહતો ,ઝુપડપટ્ટી -અન્ય ઈમારતો અને ગામોએ લઇ લીધું હતું.
વરસોની આ સ્થિતિ પછી હવે સાબરમતી ના બને કાંઠે સુંદર રીવર ફ્રન્ટ અને અનેક મોટી ઈમારતો ,હોટલો ઉભી થઇ ગઈ છે.
અમદાવાદ પૂર્વે કર્ણાવતી અને તેથી પણ પૂર્વે અશાપ્લ્લીના નામથી જાણીતા નગરો હતા.
તેની ઉપર બાદશાહે અહમદાબાદ નગરનો વિકાસ કર્યો છે .
જેથી આજે પણ અમદાવાદનું નામ બદલીને તેના પૂર્વ અવતાર એવા કર્ણાવતી નગર તરીકે નામ રાખવાની માંગ ચાલુ છે.
પૂરlણો પ્રમાણે પ્રાચીન ભૂમિ અમદાવાદ ઉપર દધીચિ ઋષિનો આશ્રમ પણ હતો.
દધીચિ ઋષીએ દેવાસુર સંગ્રામમાં દેવોને વિજય અપાવવા પોતાનો દેહ ત્યજીને અસ્થી આપ્યા હતા.
દેવોના રાજા ઇન્દ્ર અlમ તો દધીચિ ઋષિના વિરોધી હતા અને ઋષિ ને જરાપણ પસંદ નહોતા કરતા.
મુનીએ જનકલ્યાણ માટે દાન કર્યું હોઈ તેમનું બલીદાન સ્વેચ્છાએ સ્વકારાયું હતું.
આઝlદી પૂર્વે મહાત્મા ગાંધીજીએ અહી સાબરમતીના કિનારે સાબરમતી આશ્રમ સ્થાપેલ.
જેના કારણે તે સમયે આ શહેર અઝાદીની ચળવળનું કેન્દ્ર બની ગયું હતું.
પ્રસિદ્ધ દાંડી યાત્રાની દાંડી કુચ પણ અહીંથી શરુ થઈ હતી.
આજે પણ અમદાવાદ શહેર અlવનારાઓમાં સોથી વધુ લોકો ગંlધી આશ્રમની મુલાકાતે આવે છે .
અહી પૂર્વે અશાવ્લી નામનું નગર હતું . આજે જ્યાં સરદાર પટેલ બ્રીજ છે ત્યાંથી દક્ષીણે લગભગ ૧૦૦ વરસ પૂર્વે
અlશાવલી શહેરના મંદિરોનો ઘંટારવ ભક્તોને અlહવાન આપતો હતો..
ભીલોના રાજા આસાભીલે આ શહેર આશાવલ વસાવ્યું હતું.
તેને અશાપલી કે આશાવલ કહેતા હતા.
રાજા કર્ણદેવે કર્ણાવતી નગરીની સ્થાપનl કર્યા પછી પણ આ શહેરને અlસlવલ
તરીકે અનેકવાર ઉલેખ જોવા મળે છે.
અlશાવ્લીનો કિલો પણ હતો. અશાવલી આબાદ નગર હતું. પાટણ અને ખંભાત બંદરની જાહોજલાલીનો એ સમય હતો.
અlશવલને કર્ણાવતી પણ એ સમયે રાજ્યના મહત્વના નગરો બની ગયા હતા.
અશાવલી નગરની સ્થાપના આજના આસ્ટોડિયા જમાલપુર વિસ્તારમાં થઇ હતી તેવા ઉલેખો મળે છે.
આ જ સ્થાને એ સમયે રાજા કર્ણદેવે કર્ણાવતી નગરી ની સ્થાપના કરી હતી.
એક ઉલેખ પ્રમાણે હાલના કસ્તુરબા આશ્રમ પાસે આ વિસ્તાર હતો.
આ કર્ણાવતી અને અlશાપલી નગરોમાં જેન અને હિંદુ ધર્મના પ્રસિધ્ધ મંદિરો તેમજ શિવમંદિરો આવેલા હતા.
ત્યારબાદ મુસ્લિમ શાસ કોના સમયમાં એમlના મોટાભાગનl મંદિરોનો નાશ કરાયો હતો.
અને તે સમય બંધાયેલી મસ્જિદો જેમl ની ઘણી આજ પણ હયાત છે તેમાં જેન અને હિન્દૂ મંદિરોની સુંદર કોતરણી
અને કલાનો ઉપયોગ કરેલો જોઈ શકાય છે.
તેના અવશેષો આજે પણ શહેરની મસ્જિદોમાં કે તેના અવશેષોમાં જોઈ શકાય છે.
આસપલ અને કર્ણાવતી નગરોમાં જેનોની મોટી વસતી હતી.કર્ણાવતી ઉદોગ અને વેપાર ની નગરી હતી.
આમ જોઈએ તો કર્ણાવતીમાં આ સમયે જેનોની વસ્તી પણ વધી ગઈ અને વેપાર ધંધા પણ વધી ગયા હતા.
કર્ણાવતી જેન વિદ્વાનોની નગરી પણ હતી .પ્રસિદ્ધ જેનાચાર્ય શ્રી હેમ ચંદ્રચાર્ય મહારાજ આ નગરમાં ઉછર્યા હતા.
સિદ્ધરાજના સમયમાં શાંતિ મંત્રીએ અને ઉદયન મંત્રીએ ભવ્ય જિનાલયો અહીં બંધાવ્યા હતા.
સંસ્કાર અને સંસ્કૃતી ની નગરી બની ગયેલી કર્ણાવતીમાં એ સમયે પણ આશાવલીનું નામ ચાલતું હતું.

આમ ઐતિહાસિક અમદાવાદના પૂર્વ અવતારો કર્ણાવતી અને આશાવલ ની બોલબાલા અને ઇતિહાસ ૧૪મી સદી સુધી ચાલે છે.

૧૪મિ સદીના અંતમાં રાજપૂત શાશનનો અંત આવ્યો અને મુસલમાન સમયની શરૂઆત થઇ

.દિલ્હીના સુલતાનના સુબો પાટણમાં રહીને ગુજરાત ઉપર શાશન કરતા હતા.

સુલતાન મુજફરર્શાહ અવારનવાર અમદાવાદ આવતો હતો . તેનો પોત્ર અને અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહ ને પણ કર્ણાવતી ને અlશપલી નગરી ગમતી હતી..લશ્કરી દ્રષ્ટીએ પણ આશાવલ નગરી ઘણી મહત્વની છે તેમ બાદશાહ માનતા હતl. એક વાર એવું બન્યું કે બાદશાહ આશાવલ માં પડાવ નાખેલો ત્યારે નદી કિનારે તેમના શિકારી કુતરા સાથે લટાર મારતા હતl. ત્યારે બીકણ ગણાતું એક સસલું આવીને કુતરા પર તરાપ મારે છે


આ જોઇને બાદશાહને અચરજ થયું. તેમણે અહીની ભૂમિ કૈક નવી નવાઈની લાગી. તેમણે એ સમયના સરખેજના સંત સાથે આખી ઘટનાની ચર્ચા કરી સલાહ માંગી અને સંતની સલાહ પ્રમાણે બાદશાહ અહમદશાહે તેની રાજધાની પાટણ થી ખસેડીને અહી અlશાવ્લની ભૂમિ પર બનાવવાનું નકી કર્યું. જીલ્દાદ માસમાં લશ્કરી દ્રષ્ટીએ મહત્વના સ્થાને અlશાવ્લની જગ્યાએ બાદશાહે રાજધાનીની નગરી વસાવી. તેને પોતાના નામ પરથી અમદાવાદ નામ આપ્યું.


પાટણ જેવોજ ભદ્રનો કિલ્લો અને જુમ્મા મસ્જીદ બંધાવી. બાદશાહ અહમદ શાહના પોત્ર કુતુબુદ્દીને કાંકરિયા તળાવ અને અનેક સુંદર મસ્જીદો શહેરમાં બંધાવી.

આ મુસ્લિમ સમયમાં શહેરને અનેક સુંદર મસ્જીદો થી બાદશાહે શણગાર્યું તેમાં રાની રૂપમતી મસ્જીદ, રાની સિપ્રી મસ્જીદ, જુલતા મિનારાઓ વાળી મસ્જીદો ,વિશ્વ વિખ્યાત સીદી સૈયદની ઝાળી તેમજ સરખેજ રોઝા ,શાહઆલમ ના રોઝા વગેરે બંધાયા હતા.

અlમl બાદશાહ દ્વારા આશાવલ અને કર્ણાવતીના સુંદર જૈન અને હિંદુ મંદિરો નl સુંદર કોતરણીવાળા શિલ્પોનો ભરપુર ઉપયોગ કરવમાં આવ્યો જે આજે પણ ત્યાં જોઈ શકાય છે. આથી અમદાવાદ નગરની ખ્યાતી દુનિયાભરમાં ફેલાઈ. દેશ વિદેશના એલચીઓ અહી આવતા હતા.દિલ્હીની સલ્તનત કરતા ગુજરાતની સલ્તનત જગતમાં વિશેષ વિખ્યાત બની. યુરોપના કવિતા સાહિત્યમાં મહમૂદ બેગડાની વિચિત્રતા નું ગાન થતું. .


ખંભાત એ અમદાવાદનું વેપાર નું બlરું હતું જેમ લીવરપુલ લંડનના વેપારનું ગણાતું હતું. .ગુજરાત નો અને તેના પાટનગર નો આ સુવર્ણકાળ હતો.


ચાંપાનેર પર વિજય મેળવ્યા પછી બાદશાહે તેની રાજધાની ચંપાનેર ખસેડી. ત્યારબાદ તેનો સમય ચાંપાનેર ને શણગારવા માં અને ત્યાં રહેવામાં ગયો.


ત્યારબાદ મહત્મા ગાંધીના સમયમાં આઝાદીની ચળવળ વખતે બે મોટા નેતા સરદાર અને ગાંધી ગુજરાતના હોઈ અમદાવાદ ફરી એકવાર આઝાદી ચળવળનું કેન્દ્ર બની ગયું. અનેક રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર અમદાવાદ શહેર અંગ્રેજ સમયમાં બન્યું હતું. ઇતિહાસમાં પ્રસિદ્ધ દાંડીકુચ અહીના ગાંધી આશ્રમમાંથી નીકળી હતી. ગાંધીજીએ સાબરમતીના કિનારે ગાંધી આશ્રમ સ્થાપ્યો જે હરીજન આશ્રમ કે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાતો હતો. અને તેઓ અહીંથી નીકળ્યા હતા દાંડી કુચ કરવા માટે..


અમદાવાદ ત્યારબાદ ઉદ્યોગોના વિકાસનું કેન્દ્ર બન્યું. વેપાર વણજ અહી ખુબ વિકસ્યl જે આજે પણ શહેરની અlન બlન અનેશાન પણ ગણાય છે. ૭૦ જેટલી મિલો ઉભી થઇ. જેથી અમદાવાદને માન્ચેસ્ટર તરીકે પણ ઓળખ મળી.


અમદાવાદ માં જૈન વસ્તી પ્રમુખ હતી ., અને જેન મંદિરો સંખ્યા બંધ હતા. જેમાં શાહીબાગના હઠીસીહ ના પ્રસિદ્ધ જેન દહેરાસરો જે તેની કોતરણી માટે પ્રખ્યાત મનાય છે તેના સિવાય અનેક જેન મંદિરો સમગ્ર

શહેરમાં વિવિધ જૈન સંઘો એ બાંધ્યા છે.


જોકે જુના સમયના સુંદર અને વિશાળ જેન મંદિરો રીલીફ રોડ અને ગાંધી રોડની પોળોમાં અlવેં લા છે.

જુનું જગન્નાથજી નું વિશાળ પ્રસિદ્ધ મંદિર મૂળ આશાવલ ,અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છે

.જ્યાંથી અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા દર વરસે અષાઢી બીજના દિવસે નિકળે છે.


જયારે નવા વિકાસ પામેલl શહેરના પાલડી, નવરંગપુરા ,આંબાવાડી ,, સેટેલાઈટ,નારણપુરા વગેરે તમામ વિસ્તારોમાં અનેક હિંદુ અને જૈન મંદિરો બન્યા છે.

આજે તો એક્વખતની સુકી ભઠ રહેતી સાબરમતી નદી ઉપર સુંદર રીવર ફ્રન્ટ થઇ ગયો છે.

અમદાવાદના શ્રે ષ્ઠી ઓએ અમદાવાદમાં સુંદર અને પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલો બંધાવી દીધી છે. શહેર હવે હેરીટેજ સિટીની સાથે સાથે મેગા સિટીની ઓળખ પણ મેળવી ચુક્યું છે. ૬૦ લાખ ઉપર ની વસ્તીને સમાવતું આ શહેર વિશાળ સુંદર હોટલો, શોપિંગ સેન્ટરો એવા મોલો અને વિવિધ ખાણીપીણીના કેન્દ્રો સમાન રેસ્ટોરાઓની નગરી બની ગયું છે.


ગાંધીનગર પાટનગર હોવા છતાં અમદાવાદ ની જાહોજલાલી અને વેપાર્ વાણીજ્ય ની રોનક વિશેષ છે. અમદાવાદને પ્રાચીન વલ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો પરતું પ્રાચીન નામ કર્ણાવતી તરીકે ઓળખવાની માંગણીઓ હજુ એમજ પેન્ડીંગ છે. ...