Bhagyani Bhitar in Gujarati Fiction Stories by Ahir Dinesh books and stories PDF | ભાગ્યની ભીતર

Featured Books
Categories
Share

ભાગ્યની ભીતર

[ ૧ ]

આઠ - દશ ઓરડાનું મકાન ...! ના.. મહેલ એક વિશાળ અને વ્યવસ્થિત હૉલ થી સુશોભીત હતું . ઘરમાં નોકર- ચાકરની વ્યવસ્થા. ઘરની અંદર પ્રવેશવા કે બહાર નિકડવા માટે એક વિશાળ દરવાજો કોઈ જૂના જમાનાના કિલાઓના દરવાજાની યાદ અપાવી જતો . ઘરની બહારનો બગીચો આ ઘરની શોભામાં વધારો કરતો. જેટલા નોકરો ઘરમાં કામ કરે એટલાજ બહાર બગીચામાં. ઋતુ અનુસાર કેટલાય વિવિધ પક્ષીઓ આ બગીચાની મુલાકાત લેવા આવી પહોચતાં આથી આ ઘર અને તેની બહારનો બગીચો બધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે. ભાગ્યેજ કોઈ એવો દિવસ બને જ્યારે ગામ માંથી કોઈ વ્યક્તિ આ ઘરમાં ધનરાજ શાહની મુલાકાતે ના આવ્યું હોય .

ધનરાજ શાહને ગામના બધા ધનરાજ શેઠ તરીકે ઓળખે. પૈસા ટકે સમૃદ્ધ અને ખર્ચ કરતાં કે દાન કરતાં અચકાય નહીં. ગામમાં સૌથી વધુ જમીન એમની એટલે ગામના ઘણા લોકો તેમની વાડી પર મજૂરીકામ માટે જાય . નાના લોકો ને ત્યાં કોઈ પ્રસંગો આવે ત્યારે આર્થિક મદદની આશાએ ધનરાજ શેઠના ઘરભણી જાય અને ત્યાંથી નિરાશ થઈને કોઈ ન આવે . આમ સ્વાર્થને આધીન થઈને કે પછી સંબંધો ટકાવવા કોઈને કોઈ મહેમાન આ ઘરમાં હોયજ . ક્યારેક ઘરની બહાર ગોઠવેલા હીચકે ચા પીતા ધનરાજ શેઠ નજરે પડે તો ક્યારેક ઘરમાં આરામ ખુરશી પર.

આવા વાતાવરણમાં ઘરમાં ખીલખીલાટ કરતું બાળક જાણે સ્વર્ગમાંથી ઉતરીને પાછું સ્વર્ગમાં પધાર્યું હોય એવા વૈભવ - વિલાસમાં ઉછરતું હતું ન કસાયની ચિંતા કે ન કોઇની ભીતિ. ઘરમાં બાળકના આવવાનો વિશેષ આનંદ હતો. ખાસ કરીને ધનરાજ શાહને . આ બાળકનું નામ ગોપાલ રાખવામા આવ્યું . ગોપાલ એ ધનરાજ શાહનું બીજું સંતાન હતું . ગોપાલથી મોટી તેની એક બહેન પણ હતી મીરાં. તે ઉમરમાં ગોપાલથી ૩ વર્ષ મોટી હતી પરંતુ ઘરમાં અને ધનરાજ શાહના મુખ પર આનંદની રેખાઓ તો ત્યારે દેખાઈ જ્યારે ગોપાલનો જન્મ થયો . મીરાંના જન્મના સમાચાર જ્યારે ધનરાજ શાહને મળ્યા હતા ત્યારે ધનરાજ શાહના મુખ માંથી શબ્દ બહાર નીકડતા ન હતા. એવું લાગતું હતું કે જાણે પોતાના ઘરે દીકરીનો જન્મ થયો છે તે દુખ વ્યક્ત કરવા માટેની પણ શક્તિ રહી ન હતી. મીરાંના જન્મથી લઈને ગોપાલના જન્મ વચ્ચેના વર્ષોમાં ભાગ્યેજ ધનરાજ શાહે તેની દીકરીને મીરાં કહીને હાક મારી હસે. આ સમયગાળામાં ધનરાજ શાહ માટે પોતાનું મહેલ જેવુ ઘર જાણે ખંડેર બની ગયું હોય એવો આભાસ વારંવાર થતો. લોકોનું પણ એ સમયગાળામાં ત્યાં આવવાનું ઓછું બનતું .

દીકરી મીરાનાં જન્મ બાદ માતા યશોદા અને પિતા ધનરાજ શાહ બંને વચ્ચે જાણે દીવાલો ઊભી થવા લાગી હતી. ઘરમાં જગડા થાય તે સહજ બની ગયું હતું. જ્યારે યશોદા મીરાંની સાથે હોય અને તેને તૈયાર કરતી હોય ત્યારે ધનરાજ શાહ તેને આગ જરતી નજરે જુવે. આમ તેમનું દાંપત્ય જીવન પણ કથડવા લાગ્યું હતું પરંતુ ગોપાલ આવ્યો ત્યારે તે આ બધા પ્રશ્નોનું સમાધાન લઈને આવ્યો હોય એવું બધાને લાગ્યું . સામ-સામે ફૂંકાતા પવનના વનમાં જાણે ઉપવનની હરિયાળી છવાઈ ગઈ. પિતાને જાણે બધુ મળી ગયું હોય એમ ગોપાલને જોયા કરતા.

યશોદાને પણ ગોપાલ મળ્યો એનાથી બીજી મોટી વાત માં માટે કઇ હોય. દિવસમાં હજાર વખત ગોપાલનું નામ તેના મુખ પર આવતું. ગોપાલ આ બાજુ જોતો... , ગોપાલ ચાલે છે.., મારો ગોપાલ.. , ગોપાલ... ગોપાલ.. જાણે ઘર આખું ગોપાલમય બની ગયું હતું.

ધનરાજ શાહનું નામ બધા આદરથી લેતા તેમને આ મહેલ જેટલું મોટું મકાન પોતાના સાહસથી ઊભું કર્યું હતું વ્યાપાર જગતમાં તે ઊંચી નામના ધરાવતા હતા મોટા મોટા વ્યાપારીઓ વ્યાપાર વિષયક સલાહ લેવા માટે તેમની પાસે આવતા . પોતાની સમજ અને અનુભવ દ્વારા તેઓ ગમે તેવા કોયડાઓ નો ઉકેલ લાવતા તેઓ સંસ્કારી સજ્જન વ્યક્તિ હતા અને પોતાનું જીવન પણ તેમણે નિયમોમાં ઢાળી દીધું હતું જેના કારણે સિદ્ધિ એના ચરણે હતી કેટલાય મોટા મોટા લોકો તેમનો આદર કરતા અને આમ તેમનું નામ ચારો તરફ ગુંજતું રહેતું

પોતાના વ્યવસાયમાં તેઓ જરા પણ ભૂલ ન ચલાવી લેતા પોતાની કાંઈ ભૂલ હોય તો એ ભૂલને સુધારવા રાત દિવસ એક કરીને પણ તે ભૂલને સુધારતા અને જો કોઈ કામદારથી ભૂલ થઈ ગઈ હોય તો તો તેનું આવીજ બન્યું. તે તેની નોકરીનો છેલ્લો દિવસ હોય. એક વખત હજારોના હિસાબોમા થોડા પૈસાની ભૂલ આવી આ વાતની જાણ થતાં ધનરાજ શાહે મધ્યરાત્રિએ હિસાબ કરનાર કર્મચારીને બોલાવ્યો અને તેનો પગાર આપી તેને કામ પરથી કાઢી મૂક્યો. ભૂલ નાની હતી પણ ધનરાજ શાહ માટે ભૂલ એ ભૂલ હતી નાની હોય કે મોટી ..

ધનરાજ શાહની સ્વભાવગત વિશેષતાના કારણે તેમની સામે આવતા લોકોના મસ્તક આપોઆપ સહજ ભાવે જૂકી જતાં. જૂની પરંપરા અને સંસ્કારોથી એ ક્યારે પણ વિમુખ થયા ન હતા. ઘરમાં તેમનું જ ચાલે બધા તેમનો પડ્યો બોલ જીલવા તૈયાર હોય હમેશાં તેમનું ધાર્યું જ થતું .

મીરાંની ઉંમર સાથે તેની સમજ શક્તિ પણ ખીલવા લાગી હતી. પિતા હોવા છતાં તેમના વ્હાલે મીરાંના ભાગ્યમાં ડોંકિયું કર્યું નહોતું છતાં પિતાને ક્યારે પણ ઠેસ ન પહોંચે એ મીરાં બરાબર ધ્યાન રાખતી. માતા યશોદાના લાગણીશીલ સ્વભાવને અનુરૂપ મીરાંનો સ્વભાવ હતો. તે ભણવાની સાથે રસોડામાં તેની માતાને મદદ કરે. ઘરમાં નોકરો હોવા છતાં ચા બનાવવાથી માંડીને જમવાનું બનાવવા જેવું રસોડાનું નાનું મોટું કામ આ માં - દિકરી જ કરતાં. મીરાં આટલું બધું કામ કરે આમ છતાં પિતા ધનરાજ શાહની દ્રષ્ટિ આ જોવા તૈયાર ન થાય અને પાછો ઘરમાં ગોપાલ એટલે બીજે દ્રષ્ટિ પાડવાનો પ્રશ્ન જ નથી ઉદભવતો.

યશોદાના પ્રેમની સામે ધનરાજ શાહના હઠાગ્રહનો હંમેશા વિજય થતો. યશોદા અને ધનરાજ શાહના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો. લગ્ન બાદ આમતો યશોદાના પરિવારને કોઈ ચિંતા ન હતી કારણ કે યશોદાને એક ધનવાન અને ખાનદાની ઘરમાં પરણાવી હતી પરંતુ ગામ લોકો ને ઘણા પ્રશ્નો હતા કે ક્યાં ફૂલ જેવી કોમળ યશોદા અને સામે કઠોર ધનરાજ શેઠ એમનું લગ્ન જીવન લાંબુ નહીં ચાલે પરંતુ યશોદાના લાગણી ભર્યા સ્વભાવે આ લોકોને આપો આપ જવાબ આપી દીધો. યશોદાનો ઘણો ખરો સમય ઘરકામ અને છોકરાઓને તૈયાર કરવામાં નીકળી જતો. ધનરાજ શાહને મળવા આવતા લોકો માટે ચા _ નાસ્તા આમજ તેની સવાર થી સાંજ પડી જતી. યશોદા બધું કામ ચોકસાઈથી કરે . ઘરે આવેલા અતિથિ ને દેવ માને. ક્યારેક કોઈ ધનરાજ શેઠને મળવા માટે આવ્યું હોય અને શેઠ ઘરે ન હોય ત્યારે યશોદા એમની સાથે એવી ભળી જાય કે મહેમાનને કંઈ સંકોચ લાગે જ નઈ તેને પોતાનું જ ઘર લાગે. યશોદા નો સ્વભાવ પાણી જેવો હતો બધાની સાથે ભળી જાય . . . ( ક્રમશઃ )

( જીવનને આમ નિયમોમાં અંકિત કરી દેવા કેટલા યોગ્ય હતા ધનરાજ શાહ અને તેમના પરિવાર માટે ?.. આપણે પહેલા પ્રકરણમાં કિનારે છબછબીયા કરીને પત્રોનો પરિચય મેળવ્યો હવે બીજા પ્રકરણમાં નવલકથા રૂપી સમુદ્રમાં કુદકો મારી અને રોચક કથા સાથે આગળ વધીશું . . . આભાર )

dineshkhungla2097@gmail.com