Chees in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ...1

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

ચીસ...1

રાતના સવા બાર થતા હતા.

પોતાના ધરના વિશાળ બેડરૂમમાં એ એકલી સૂતી હતી. બારીઓના પરદાઓ આજે કંઈક વધુ જ ફરફડી રહ્યા હતા.

પંખાનો સરસર ધ્વનિ પણ કાનોમાં જાણે ઉતરી જતો હતો.

દૂર દૂર બધાં કૂતરાં ભેગાં મળીને રડી રહ્યાં હતાં. ફાહૂડીની ચીસો સંભળાતી હતી.

રાતની નિરવતામાં ભંગાણ પડ્યુ હતુ.

પ્રકૃતિએ પોતાનો ક્રમ તોડ્યો હતો.

સમયનુ ચક્ર જાણે ઉલટુ ફરવા લાગ્યુ.

એની આંખ અચાનક ખુલી ગયેલી.

શબનમને મહેસૂસ થયુ જાણે કમરામાં કોઈક હતુ. અને એની બેડની લગોલગ ઉભુ હતુ.

શબનમે રેશમી મુલાયમ શાલ ઓઢી રાખી હતી.

એના શરીરનુ રૂંવુ રૂંવુ ઉભુ થઈ ગયુ હતુ.

એણે ડરતાં ડરતાં સહેજ શાલ ઉંચી કરી નાનકડી જીર્રીમાંથી બહાર જોયુ.

એનો અહેસાસ બિલકૂલ દુરસ્ત હતો.

એની સમિપે જીરો લેમ્પના ઉજાસમાં આગન્તુકનો વાઈટ કૂર્તો શબનમે જોયો.

ભયથી એનુ અંગ ધ્રુજી રહ્યુ હતુ.

પોતાનાં સંતાનો બીજા કમરામાં સૂતાં હતાં અને પોતે સાવ એકલી જ હતી. એ વાતનો એને પહેલી વાર અફસોસ થયો.

એકાએક એનુ હ્રદય ધબકારો ચૂકી ગયુ.

એની છાતી પર કોઈ બેસી ગયુ હોય એમ વજન વર્તાયુ.

ધીમે-ધીમે એ વજન વધતુ જતુ હતુ.

શબનમને મોટેથી ચીસ પાડવી હતી પણ અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો હતો.

એના મૉંમાંથી બૂમ ના નીકળી શકી.

એને એવુ લાગી રહ્યુ હતુ. હમણાં એનો જીવ નીકળી જશે.

ખુબ જોર કરી એને ચીસ પાડી.

ત્યારે ગળામાંથી દબાયેલી હળવી ચીસ સાથે એ પોતાની બેડમાં બેઠી થઈ ગઈ.

એના આખાય બદનમાં પરસેવો વળી ગયો હતો.

છાતીનો ભાગ વધી ગયેલી ધડકનો સાથે તાલ મિલાવી રહ્યો હતો.

નજર સામે ધડીયાળનો લોલક ટીંગાતો ટક ટક કરી રહ્યો હતો.

એજ પર્દાઓનો સરસરાહટ અને કૂતરાંનુ રૂદન યથાવત હતુ.

બહાર વાતાવરણમાં ઉથલપાથલ જણાતી હતી.

એને સપનુ જોયુ હતુ.

બેડરૂમમાં કોઈ જ નહોતુ.

છતાં ચૂપકીદી નહોતી.

અણધાર્યુ એના ધર સામેની હવેલીના મોટા ખંડમાંથી પિત્તળનુ મોટુ બર્તન પછડાવાનો અવાજ સંભળાયો.

પછી ખિલખિલાટ હસતી અને દોડતી નવયૌવનાનો અવાજ એના કાનોમાં ખૂપી ગયો.

હવેલીના એ અલાયદા ખંડમાંથી અવાજો આવી રહ્યા હતા.

શબનમ જાણતી હતી.

ઠાકોર સાહેબના અવસાન પછી એ હવેલીમાં અનાથ બનેલાં જવાન પૂત્ર અને પૂત્રી એકલાં રહી ગયેલાં.

એમની દેખભાળ પોતેજ કરતી હતી.

બન્નેની આયા હોવા છતાં મા જેવો પ્રેમ હતો એ બન્ને માટે..

બસ રાત્રીના સમયે જ શબનમ પોતાના ધરે આવીને ઉંઘતી હતી.

પણ અંધારી રાત્રે અત્યારનો ઉહાપોહ જોઈ કંઇક બીજુ જ રંધાઇ રહ્યુ હોય એમ એને લાગ્યુ.

હૉંફ હળવી થતાં એ ચાવીઓનો જૂડો લઈ ઉભી થઈ..

શબનમ ગભરાહટ ખંખેરી ધીમેથી પોતાના બેડરૂમનુ ડોર આડુ કરી બહાર નિકળી ગઈ.

અત્યારે એનુ સમગ્ર ધ્યાન હવેલીમાં ઉપરના મજલેથી આવતા અવાજોની દિશામાં હતુ.

પોતાની જોડે રહેતી એક કી વડે એણે હવેલીનો મેઈન ગેટ ખોલ્યો.

આસપાસ નજર કરી કોઈ જોતુ તો નથીને એની ખાતરી કરી શબનમ ઝડપથી ભીતરે સરકી ગઈ.

રાજા મહારાજાઓના કિલ્લા સમી હવેલીને ઠાકોર સાહેબે પોતાના સ્ટેટસ અનુરૂપ ઓપ આપી આખા નગરમાં આગવી છાપ મૂકી દીધેલી.

હવેલીમાં પ્રથમવાર પ્રવેશનાર વ્યક્તિ કમરાઓની ભીતરી આંટીધૂટીમાં અટવાઈ જ જાય..!

કમરાની ભીતરે કમરાઓ હતા.

અને ઉપર લઈ જતી સર્પાકાર સીઢી હવેલીનુ મુખ્ય આકર્ષણ હતુ.

એક કમરામાં ધુસ્યા પછી હવેલીની અંદરૂની રચનાથી માહિતગાર ન હોવ તો જલદી બહાર નીકળી શકાય એમ નહોતુ.

આખી રાત હવેલી રોશનીથી ચકાચોંધ રહેતી.

શબનમ અધ્ધરજીવે રીંગ જેવી સીઢી ચઢવા લાગી.

આવી રીતે ચોરી છૂપીથી હવેલીમાં પ્રવેશવુ એને અરુચિકર લાગતુ હતુ તેમ છતાં અડધી રાત્રે ક્યારેય નહીને આજે થઈ રહેલી દોડાદોડ અને અવાજોના રહસ્યનો તાગ પામવો હતો.

ઝડપી સીઢી ચઢતાં ચઢતાં ઘડીકભર એને ચક્કર આવ્યા હોય એમ લાગ્યુ.

લોઢાની ઝાળી વાળી રેલિંગ પકડી ક્ષણ માટે એ ઉભી રહેલી.

પછી ફરી એણે જોર લગાવી ફસ્ટફ્લોર લગીની સીઢી પૂર્ણ કરી.

પછી આસપાસ દ્રષ્ટી નાખી અવાજોની દિશા વાળા કમરા તરફ એણે પગરણ માંડ્યાં.

એનુ આગળ વધતુ પ્રત્યેક પગલુ અજાણ્યા ખૌફથી મનને ભરી રહ્યુ હતુ.

ઠાકોર સાહેબની દિકરી ઈલ્તઝા અને દિકરો આલમ એકજ કમરાની ભીતરે સમાયેલા બે અલગ-અલગ બેડરૂમમાં સૂતાં હતાં.

તેમ છતાં મુખ્ય કમરામાં ઈલ્તઝાનુ મધુર હાસ્ય વારંવાર કમરામાં પડધાઇ ઉઠતુ હતુ.

આલમનો અવાજ પણ એમાં ભળી જતો હતો.

શબનમે કમરાના ડોર આગળ પહોચીં કી હોલના નાનકડા છીદ્રમાંથી ભીતર જોવાનો પ્રયાસ આદર્યો.

પહેલી જ નજરે એક બેડ સિવાય એને કશુ નજરે ન પડ્યુ.

એકાદ ક્ષણ વીતી હશે કે ઈલ્તઝા દોડતી

અંદરના કમરામાં ગઈ.. એ ખડખડાટ હસતી હતી.

એની પાછળ કામોંધ બની આલમ દોડી રહ્યો.

ઈલ્તઝાના વાળ ખુલ્લા હતા.

માથા પર કોઈ શાહી હીરાજડીત તાજ એને કોઈ ઐતિહાસિક સામ્રાજ્યની મહારાણી હોવાની ઝાંખી કરાવી જતો હતો.

એના ગળામાં મહામૂલો ડાયમંડ અને મોતીઓનો નેકલેસ એના ચળકાટને કારણે શબનમ અલપ-ઝલપ જોઈ શકેલી.

એની પાછળ દોડતા આલમને શબનમે જોયો.

"શાહીન...!

અબ ભાગ દૌડ છોડો ભી યાર..!

હમ તૂમ્હે પકડ હી લેંગે..!

"હા.. તો પકડલો મેરે નવાબજાદે અલ્તાફ..!

પકડવાને કે લિયે તો હમ બે સબ્રીસે દૌડે જા રહે હૈ..!"

એ હોંફે ભરાઈ ગઈ હતી.

આલમે એણે પોતાની મજબૂત પકડમાં ઝકડી લીધેલી..

એ ગલગોટાની જેમ ખીલેલા ચહેરે એને ઉંચકીને બેડ પર લઈ આવ્યો..

આલમનો પોશાક પણ કોઈ રાજકૂમારથી ઉતરતી કોટીનો નહોતો.

શબનમનુ મન આ દ્રશ્ય અને સંવાદોની ગુંચવણમાં ભેરવાયુ હતુ.

આલમ ઈલ્તજાને શાહીન અને રાજકુમારી તરીકે સંબોધી રહ્યો હતો.

જ્યારે ઈલ્તઝા આલમને નવાબઝાદો અને આલ્તાફ તરીકે બોલાવી રહી હતી.

અને બન્નેના ચાળા પણ...!

"હાય અલ્લાહ..!"

એનાથી મનોમન બોલાઈ ગયુ.

આલમ પોતાની શશક્ત ભૂજાઓના આલિંગનમાં ઈલ્તઝાને ઝકડી રહ્યો હતો..

અને ઈલ્તઝા ખોટો ખોટો પ્રતિરોધ કરતી હતી..

આલમે પોતાના હોઠ એની ભૂખરી પાંપણો પર ટેકવ્યા..

"ઓ...હ..! આલ્તાફ...!

ઈતના પ્રેમ મત કરો.. મૂજે..!

જવાબમાં આલમે ચુમ્બનોની વર્ષા કરી. એનાં વસ્ત્રો ઉતારવા લાગ્યો.

એની આંખોમાં ગજબનો ચળકાટ હતો.

ઈલ્તઝા ખુશીની મારી ખિલખિલાટ કરતી હતી.

જાણે કે એ પણ આલમનો સહવાસ ઈચ્છતી હતી.

"તૌબા તૌબા...!" કરતી શબનમ ત્યાંથી ભાગી.

એનુ મન વિહવળ હતુ. જે જોયુ એના પર યકિન નહોતુ થતુ.

પણ નજરે જોયુ હતુ.

બન્ને ભાઇ બહેન રાત્રીના એકાંતમાં એકબીજાનાં પ્રેમી કેમ બની જતાં હતાં.

જાણવુ જરુરી હતુ. આવી વાત કોઈને કહેવાય એમ પણ નહોતી.

શબનમ એવા વિચારોમાંજ ફટાફટ હવેલીની સીઢી ઉતરી ગઈ ત્યારે એને ખબર નહોતી કે ચાર કામુક શૈતાની આંખો એને જોઈ રહી છે..

***

આલમ અને ઈલ્તઝા એકબીજાને અલગ નામે કેમ બોલાવે છે..?

બન્ને ભાઈ બહેન વચ્ચે અનૈતિક રીલેશનનુ રાજ શુ હતુ..? આવા સવાલોના જવાબ જાણવા વાંચવી રહી..."ચીસ..."