Dressing table - 1 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ડ્રેસિંગ ટેબલ - 1

The Author
Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

ડ્રેસિંગ ટેબલ - 1

કામિની નાહીને બાથરૂમ માંથી નીકળી. તેની શ્યામ વર્ણ ની ત્વચા વધારે ચમકી રહી હતી. તેના કમર સુધી ના લાંબા વાળ માંથી પાણી ના ટીપાં વરસી રહૃાા હતા. તેણે આછા વાદળી રંગ ની કુર્તી અને બ્લેક લેગીસ પહેર્યા હતા જેમાં તેના શરીર ના વળાંકો અદભૂત દેખાય રહ્યા હતા. તેણે પોતાની કાળી આંખો માં કાજલ આંજ્યું અને કપાળે લાલ બીંદી કરી. તે ધીમે થી બૅડ તરફ આગળ વધી.

બૅડ પર સુમીત મીઠી નિદ્રા માણી રહૃાો. તેનો ચહેરો ઉંધ માં માસુમ લાગી રહ્યો. કામિની સ્નેહ ભરી નજરે તેને જોઈ રહી. પછી તેને મસ્તી સુઝી. તેણે પોતાના ભીના વાળ માંથી પાણી ની બુંદો સુમીત ના ચહેરા પર નાખી. સુમિત ના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે ખેંચીને કામિની ને પોતાની બાહોમાં લઈ લીધી. સુમિત એ કામિની ના હોઠ પર કીસ કરતા કહ્યું," સવાર સવાર ના ક્યાં ચાલ્યા મૅડમ?"

કામિની બોલી," સુરભિ જોડે શોપિંગ કરવા . હવે મને જવા દે. તું પણ ઉઠ. હું નાસ્તો બનાવું છું . તું જલદી તૈયાર થા. "

સુમિત કામિની ને છોડતો નથી. તે બોલ્યો," નહીં જવા દઉં. " કામિની બોલી ," ચલ હવે મોડું થશે. " સુમિત તેને છોડતો નથી. બન્ને એકબીજા ની આંખો માં ખોવાઈ ગયા. સુમિત કામિની ને કીસ કરવા જતો હતો ત્યાં ડૉરબેલ વાગી. સુમિત ની પકડ ઢીલી થતાં કામિની જલદી થી સરકી ગઈ ને તે સુમિત સામે હસતા હસતા જતી રહી.

દુધવાળા પાસે દુધ લઈ કામિની એ ચા અને નાસ્તો બનાવ્યા. ત્યાં સુમિત તૈયાર થઈ ને આવી ગયો. બન્ને ના લગ્ન ને પાંચ વર્ષ થયાં હતાં પણ બને વરચે નો પ્રેમ નવા પરણેલા યુગલ જેવો જ હતો. બન્ને કૉલેજ ના સમય થી એકબીજા ને દોસ્ત હતા અને પછી પ્રેમ માં પડ્યા અને પરિવાર ની સંમતિ થી મેરેજ કર્યા. છેલ્લા એક વર્ષથી તે બંને આ નવા શહેરમાં રહેવા આવ્યા હતા. સુમિત ની અહીં પ્રમોશન મળતા ટ્રાન્સફર થઈ હતી.

સુમિત નાસ્તો કરી રહૃાો ત્યારે કામિની બોલી," એક નવી શોપ ખુલ્લી છે. એન્ટિક વસ્તુઓ બહુ રાખે છે. હું અને સુરભિ તે શોપ માં જ આજે જવાના છીએ. "

સુમિત મજાક કરતા બોલ્યો," આજે ફરી તું જુની પુરાણી વસ્તુઓની પાછળ રુપિયા ખર્ચીશ. "

કામિની એ સુમિત નો ગાલ ખેંચતા કહૃાું," હા મારા પતિદેવ. "

સુમિત બોલ્યો," મને એ જ સમજાતું નથી કે આ એન્ટિક વસ્તુઓ તને કેમ ગમે છે? આખું ઘર તે એનાથી સજાવ્યું છે. "

કામિની ને એન્ટિક વસ્તુઓ નો બહુ શોખ હતો. તેણે આ ઘર ને પણ અલગ અલગ એન્ટિક વસ્તુઓ થી સજાવ્યું હતું.

કામિની બોલી," તું તો આખો દિવસ ઓફિસ માં હોય છે. મને આ વસ્તુઓ ભેગી કરવાનો શોખ છે. તે મારા મન ના ખાલીપાને પુરે છે. "

આ બોલતા કામિની ની આંખો ભીની થઈ ગઈ.

સુમિત એ તેનો હાથ પકડતા કહ્યું," આપણે કોશિશ કરીએ છીએ. આપણા બંને ના રીપોર્ટ પણ નોમૅલ છે. ભગવાન ઈરછશે તો આપણા ઘરે બાળક ચોક્કસ આવશે. "

કામિની બોલી," તું તો જતો રહે છે પણ પછી આખું ઘર મને એવું સુનું લાગે છે. કયારે આવશે આપણે ઘરે બાળક ? ભગવાન ક્યારે આપણી ઈરછા પુરી કરશે?"

સુમિત બોલ્યો," તું કહે તો આપણે બાળક દત્તક પણ લઈ શકીએ. "

કામિની બોલી," ના, મને તો આપણું બાળક જોઈએ છે. તારા અને મારા પ્રેમ ની નિશાની . મને વિશ્વાસ છે ભગવાન એક દિવસ આપણી ઈચ્છા જરૂર પુરી કરશે. "

સુમિત બોલ્યો," તું બસ હવે દુઃખી ન થા. એક સ્માઈલ આપ તો હું ઓફિસે જાવ છું. "

કામિની એ આંસુ લુછી સ્મિત આપ્યું. સુમિત કામિની ના કપાળ પર કીસ કરીને ઓફિસ જતો રહ્યો.

કામિની એ ઘર માં નાનું મંદિર બનાવ્યું હતું. ત્યાં સવાર સાંજ બંને ટાઈમ દીવો કરતી ને પ્રાર્થના કરતી. આજે પણ તેણે મંદિર માં દીવો કર્યો અને પ્રાથૅના કરી.

ત્યાં સુરભિ આવી ગઈ. સુરભિ અને તેના હસબન્ડ રાકેશ બાજુ ના ઘરમાં જ રહેતા હતા. બન્ને નું કામિની અને સુમિત જોડે સારું જામતું

સુરભિ સાથે કામિની તે નવી એન્ટિક શોપ માં ગઈ. બન્ને જણા સુરભિ ની સ્કુટી પર ગયા.

તે શોપ નો માલિક ક્રાન્તિલાલ બહુ લુચ્ચો હતો. મીઠી જબાન નો હતો. તેણે સુરભિ અને કામિની ને આવકાર આપ્યો," આવો આવો મેડમ, અમારી દુકાન માં રાજા_ મહારાજા ઓ ના સમય ની જુની અને બહુ સુંદર, કીમતી વસ્તુઓ તમને મળશે. "

કામિની બોલી," તમારી પાસે કંઈ કંઈ વસ્તુઓ છે?"

કાન્તિલાલ બોલ્યો," તમારી જ દુકાન છે. જોઈ લો બધી વસ્તુઓ ગોઠવેલી જ છે. તેની નીચે લેબલ માં તે વસ્તુ ની બધી વિગત લખેલી છે. જે વસ્તુ તમને ગમે તે તમારી. "

સુરભિ મજાક કરતા બોલી," ફ્રી માં આપશો?"

કાન્તિલાલ હસતા હસતા બોલ્યો ," તમે પહેલા પસંદ કરો. તમે કહેશો તો ફ્રી માં આપી દઈશ. "

સુરભિ અને કામિની વસ્તુઓ જોવા લાગ્યા. ત્યાં જુની વૉલ કલૉક, કાંસા ની પેટી, નૃત્ય કરતી સ્ત્રી ની મુર્તિ, કાંસા ના વાસણો જાત જાત ની વસ્તુ ઓ હતી.

સુરભિ બોલી," મને તો આમાં કંઈ સમજ નથી પડતી. તને કશું પસંદ આવ્યું. "

કામિની બોલી," હજી સુધી નહીં. " ત્યાં કામિની નું ધ્યાન ખુણા માં રહેલી વસ્તુ પર પડ્યું. તેના પર કપડું ઢાંકેલું હતું. કામિની એ કાન્તિલાલ ને પુછ્યું ," આ શું છે?"

કાન્તિલાલ બોલ્યો," આ દુકાન ની સૌથી કિંમતી અને સુંદર વસ્તુ છે. "

એમ કહી કાન્તિલાલ એ કપડું હટાવ્યુ. સામે એક બહુ સુંદર લાકડાનુ ડ્રેસિંગ ટેબલ હતું. તેનામાં એક અરીસો હતો અને તેની આજુબાજુ સુંદર અને કલાત્મક રીતે ફુલ અને પાંદડા નું નકશીકામ કરેલું હતું. તે ડ્રેસિંગ ટેબલ માં બે ખાનાં પણ હતા. જેણે પણ તે બનાવ્યું હતું તેણે ખુબ દિલ દઈને બનાવ્યું હતું.

કામિની તો આ ડ્રેસિંગ ટેબલ ને જોતા જ તેનાથી અંજાઈ ગઈ. પોતાનું પ્રતિબિંબ તે અરીસા માં જોતા તેને કશું અલગ જ ફીલ કર્યું. તે જાણે અલગ જ વ્યક્તિ હોય તેવું તેને લાગ્યું. તે થોડી વાર તો પોતાના પ્રતિબિંબ ને જોતી ઉભી રહી. ત્યાં સુરભિ ના અવાજે તેનું ધ્યાન તોડ્યું.

સુરભિ બોલી," ખરેખર ખુબ જ અદભુત છે. "

કાન્તિલાલ બોલ્યો," આ લઈ જાવ તમારા ઘરે. તમારા ઘર ની રોનક વધારી દેશે. "

ત્યાં કાન્તિલાલ નો નોકર ભોલો આવ્યો . તે નામ પ્રમાણે જ બહુ ભોળો હતો. તે બોલ્યો," પણ સાહેબ આ તો. . . "

કાન્તિલાલ એ વરચે થી તેને અટકાવતાં કહ્યું," ભોલા બન્ને મૅડમ માટે ઠંડુ લઈ આવ . " એમ કડક અવાજમાં કહી આંખો બતાવી.

ભોલો જતો રહ્યો. સુરભિ ને નવાઇ લાગી તે બોલી," શું કંઈ પ્રોબ્લેમ છે ?"

કાન્તિલાલ મીઠું હસતા બોલ્યો," ના મૅડમ, હું આ ડ્રેસિંગ ટેબલ એક વેપારી પાસેથી લઈ આવ્યો છું. આ ડ્રેસિંગ ટેબલ ના ઈતિહાસ ની મને ખબર નથી. પણ વસ્તુ બહુ લાજવાબ છે તમને બહુ ઓછાં ભાવે આપી

દઈશ. " કાન્તિલાલ એ જે ભાવ કહ્યા તે સાંભળી કામિની બોલી ઉઠી," મને મંજુર છે. આ ડ્રેસિંગ ટેબલ ખરીદવો છે. "

કાન્તિલાલ એ કહ્યું," સાંજ સુધી માં તે તમારા ઘરે પહોંચી જશે. "

કામિની એ પેમેન્ટ કરી ને અને ઘર નો એડ્રેસ લખાવી દીધો. બન્ને જણી ના ગયા પછી કાન્તિલાલ મન માં બોલ્યો," અંતે મને આ બલા માંથી છુટકારો મળ્યો. "

કામિની બહુ ખુશ અને ઉત્સાહી હતી. સુરભિ તેને ઘરે મુકી ગઈ પછી કામિની સાંજ ની આતુરતા પુવૅક રાહ જોવા લાગી. તેણે પોતાના બેડરૂમ માં તે ડ્રેસિંગ ટેબલ મુકવાનું નક્કી કર્યું. તેણે અત્યારે બેડરૂમ માં પડેલું ડ્રેસિંગ ટેબલ ખાલી કરી નાખ્યું.

સાંજે કામિની મંદિર માં દીવો કરી ભગવાન ને પ્રાર્થના કરતી હતી કે હે પ્રભુ, મારી સુની ગોદ ભરી દે. એક બાળક મને આપી દે. મને બીજી કોઈ ઈચ્છા નથી. આ મારી ઈચ્છા પુરી કરી દે. "

કામિની પ્રાથૅના માં મગ્ન હતી ત્યાં ડૉરબેલ વાગી. કામિની એ દરવાજો ખુલ્યો તો કાન્તિલાલ ના માણસો ડ્રેસિંગ ટેબલ લઈને આવ્યા હતા. જેવા તે લોકો ડ્રેસિંગ ટેબલ લઈને અંદર આવ્યા ત્યારે જ મંદિર માં કરેલો દીવો બુઝાઈ ગયો. કામિની નું ધ્યાન ત્યાં ન હતું. તેણે તે ડ્રેસિંગ ટેબલ પોતાના બેડરૂમ માં બેડ ની એકદમ સામે મુકાવી દીધુ. અને પહેલા ડ્રેસિંગ ટેબલ ને સ્ટોર રૂમ માં મુકાવી દીધુ. કાન્તિલાલ ના માણસો જતા રહ્યા.

કામિની સુમિત ની રાહ જોવા લાગી. સુમિત જ્યારે આવ્યો ત્યારે તેણે તેનો હાથ પકડી ખેંચીને બેડરૂમ માં લઇ જતા કહ્યું," હું તારા માટે એક સરપ્રાઈઝ લઈ આવી છું. "

સુમિત બોલ્યો," અરે જરા ઘીમે. "

બેડરૂમ માં કામિની તે ડ્રેસિંગ ટેબલ સામે ઉભી રહી ગઈ અને બોલી," જો મારી સરપ્રાઈઝ. "

સુમિત કામિની ની પાછળ ઉભો હતો. બન્ને ના પ્રતિબિંબ તે અરીસા માં દેખાય રહૃાા. સુમિત તો ડ્રેસિંગ ટેબલ જોઈ આભો બની ગયો. તે બોલ્યો," પહેલી વાર તારી લાવેલી એન્ટિક વસ્તુ મને ગમી છે. "

કામિની સુમિત ને આંખો બતાવા લાગી . એટલે સુમિત હસતા બોલ્યો," મજાક કરું છું. "

સુમિત એ કામિની ના કમર ની આજુબાજુ હાથ મુક્યા ને કહ્યું," બહુ મસ્ત છે. "

કામિની બોલી," હા પાછું ઓછા ભાવે મળી ગયું. " કામિની એ ભાવ કહેતા સુમિત બોલ્યો," આટલા ઓછા ભાવે . બહુ સારું કહેવાય. તેનો ઈતિહાસ શું છે? કેટલા વર્ષ જુનો છે?"

કામિની બોલી," તે તો નથી ખબર . મને ગમ્યો એટલે લઈ આવી. "

સુમિત બોલ્યો," હમમ" કામિની સુમિત થી અલગ થતાં બોલી," તું હાથ મોં ધોઈ લે. હું ખાવાનુ લગાવું. "

સુમિત બોલ્યો," જી મેડમ" કામિની ના ગયા પછી સુમિત અરીસા સામે તાકતો રહ્યો પછી બાથરૂમ માં જતો રહ્યો.

સુમિત ના બાથરૂમ માં ગયા પછી એક ઓળો અરીસા માં ઉપસી આવ્યો ને થોડી વાર માં ગાયબ થઈ ગયો.

રાત્રે વાતો કરતા કરતા કામિની અને સુમિત સુઈ ગયા. અડધી રાતે સુમિત ની ઉંધ ખુલ્લી જોયું તો કામિની બેડ પર ન હતી. તેનું ધ્યાન સામે જતા તે ચોંકી ઉઠ્યો.

કામિની ના કમર સુધી ના વાળ ખુલ્લા હતા અને તે સફેદ ગાઉન માં ઉભી હતી. તે અરીસા સામે એકીટશે જોઈ રહી હતી. નાઈટ લેમ્પ નો ઝાંખો પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. મંદ મંદ પવન માં કામિની ના વાળ ઉડી રહ્યા. કામિની ને ઉંધ માં ચાલવા ની બીમારી હતી. પણ હમણાં ઘણા સમય થી આવું કશું ન હતું થયું. સુમિત ને આજે આવી રીતે કામિની ને ઉભેલી જોઈને આંચકો લાગ્યો. તે હળવે થી કામિની પાસે ગયો.

કામિની એકટીસે અરીસા માં ખુન્નસ થી જોઈ રહી. સુમિત એ કામિની ને ખભા થી પકડી ને કહૃા," કામિની. "

તે સાથે કામિની સુમિત સામે જોયા વિના બેડ પર જતી રહી ને સુઈ ગઈ. સુમિત ને આશ્વર્ય થયું. તે પણ બેડ પર આવી ગયો. થોડી વાર જાગતો રહૃાો. કામિની એ પછી કોઈ હરકત ન કરી તે સુઈ ગઈ હતી એટલે પછી સુમિત પણ સુઈ ગયો.

બન્ને જણા ના સુઈ ગયા પછી એક આકાર તે અરીસા માં દેખાયો તે ઘીમે ઘીમે એક સ્ત્રી ના સ્વરુપ માં ફેરવાઈ ગયો. તેણે સફેદ કપડાં પહેર્યા હતા. અને તેના વાળ ખુલ્લા હતા. તેની આંખો લાલઘુમ હતી. તેના હોઠ કાળા હતા. તેનો દેખાવ ભયંકર હતો. તેની ચામડી એકદમ સફેદ હતી જાણે કે તેમાં લોહી જ ન હોય એવી હતી. તેના દાત લાંબા અને તીક્ષ્ણ હતા. તેણે નિદ્રામાં પોઢેલા સુમિત અને કામિની પર એક નજર કરીને કુટિલ સ્મિત કરી તે અલોપ થઈ ગઈ.