Anokho sambandh in Gujarati Love Stories by Dharati Dave books and stories PDF | અનોખો સંબંધ

Featured Books
Categories
Share

અનોખો સંબંધ



“આજકાલના છોકરાઓ કોઈનું માનતા જ નથી”

“કોઈને  કહી પૂછીને જવાનુ તો આવડતું જ નથી”

“અરે ભાઈ મુહર્ત નો ટાઈમ થાય છે જલ્દી કરો” 

“ગોરબાપા રાહ જોઈ રહ્યા છે ભાઈ ભાભી ને બેસાડી દો ”
 
“પહેલાના વખતમાં તો મુરત નીકળ્યા પછી ઉમરો પણ ઓળંગતા ન હતા, ને આજકાલના છોકરા તો લગ્નના દિવસે જ ઘરે આવે છે”
ઉપરોક્ત બધા સંવાદો ઉમંગના ઘરે બોલાઇ રહ્યા હતા. આજે ઉમંગના લગ્ન નિમિત્તે થતાં પ્રસંગો માં નો એક પ્રસંગ ગ્રહશાંતિ છે. ઉમંગ પોતે જ સવારથી ગાયબ છે. ગ્રહશાંતિ ની વિધિ અડધી થઈ ગઈ છે.
ઉમંગ આવી ગયો. વિધિ પત્યા પછી પપ્પા એ બરોબર નો ખખડાવી નાખ્યો. એના હર હંમેશ ના સાથીદાર એના દોસ્ત કમ ભાઈ યુવાને વાત સંભાળી લીધી અને કીધું “ કાકા હવે એ જમાનો ગયો દુલ્હન salon મા તૈયાર થવા માટે જાય છે, આજકાલના છોકરાઓને પણ તૈયાર થવું હોય ને એમના પણ લગન હોય છે”
આ દલીલ સાંભળીને ગંભીર વાતાવરણ થઈ ગયુ ને મંડપમાં હાસ્ય નો મોજુ ફેલાઈ ગયું. બીજા દિવસે સવારે ઉમંગ “ઉમંગની સાથે” સમૃદ્ધિને પરણવા ચાલ્યો. લગ્ન પછી બંને જણા ને જોઈને કોઇને વિશ્વાસ જ ન આવે કે આ અરેન્જ મેરેજ છે એટલો પ્રેમ, જાણે શિવ પાર્વતી ની જોડી, ને સમૃદ્ધિ પણ એટલી હોશિયાર સમજુ કે ઘરમાં આવતાની સાથે જ બધાની વ્હાલી થઈ ગઈ. હવે તો ઘરના સભ્યોને એક દિવસ પણ સમૃદ્ધિ એના પિયર જાય તો ઘર સૂનું થઈ જતું.
  પણ જો જિંદગીમાં બધું જ સારુ અને સરળ હોય તો એ જિંદગી શેની? સમૃદ્ધિ અને ઉમંગની સાથે પણ આવું જ બન્યું, રોજ સાંજે સાત વાગે ઘરે આવી જતો ઉમંગ આજે રાતના દસ વાગ્યા તોય આવ્યો નથી, એ નથી એનો ફોન આવ્યો. સમૃદ્ધિ ચિંતા મિશ્રિત ગુસ્સા સાથે ઉમંગની રાહ જોઈ રહી હતી. અને એની આ રાહ જોવાનો અંત ઉમંગના મેસેજથી આવ્યો. જેમાં લખ્યુ તુ “ હું આજે કામના લીધે ઘરે નહિ આવી શકું કાલે સાંજે આવીશ" આ મેસેજ થી સમૃદ્ધિની ચિંતાનો અંત આવ્યો પરંતુ ગુસ્સો તો હજી ત્યાંનો ત્યાં જ છે. બીજા દિવસે ઉમંગ આવ્યો એને સપ્રાઈઝ ડીનર પાર્ટી માટે લઈ ગયો. સમૃદ્ધિ ખુશ થઈ ગઈ અને બન્ને વચ્ચેનો પ્રેમ હતો એવો જ ફરીથી થઈ ગયો. ડિનર પત્યા પછી વેઈટર આવ્યો ઉમંગ ના હાથમાં એક ફાઈલ આપી અને કહ્યું સર કાલે તમે ફાઈલ અહીંજ ભૂલી ગયેલા, પણ આ તો તમે અહી ઘણીવાર આવો છો એટલે ઓળખું છું. આમ કહીને આપીને વેઈટર તો જતો રહ્યો. પણ સમૃદ્ધિના મનમાં એક વંટોળ ઊભો કરીને ગયો.
થોડા દિવસએમ જ ગયા પછી  બધું જ સમુસુતરુ થઈ ગયું છે એમ લાગતું હતું ત્યાં ઉમંગ હવે પહેલાંની જેમ તેને પ્રેમ કરતો હોય એવું સમૃદ્ધિને નોતુ લાગતુ,
ઘરે આવ્યા પછી ક્યારેય ગમે તેવો ઈમ્પોર્ટન્ટ ફોન કોલ હોય સમૃદ્ધિને પૂછીને રીસીવ કરતો ઉમંગ હવે ફોન આવે ત્યારે એકલામાં જઈને વાત કરતો થઈ ગયો. દર રવિવારે સાંજેબંને જણા મંદિર જતા પછી ડિનર કરી અને આવતા. પણ હવે તો ઉમંગ રવિવારે પણ ઓફિસ જાય છે અને લેટ આવે છે.
શંકા થાય છે. એ નક્કી કરે છે કે આ ઉમંગના આ વર્તન પાછળ કોઈ વિટામીન  she તો નથી ને. અને પત્નીમાંથી જાસૂસ બની જાય છે. તપાસ કરતાં ખબર પડે છે ઉમંગ કોઈ છોકરીને મળે છે ને એ જ છોકરી ના ફોન આવે છે. ને ફાઈલ ભૂલી ગયો એ દિવસે સાંજે પણ ઉમંગ એ છોકરી સાથે જ એ રેસ્ટોરન્ટ મા ગયેલો.
સમૃદ્ધિ ની જગ્યાએ કોઈપણ સ્ત્રી હોય આટલું કારણ કાફી છે પોતાના પતિને છોડી જવા માટે.
પણ સમૃદ્ધિ પણ સમજું હતી. એણે નક્કી કર્યું ઉમંગ ને આ બધી જ વાત જણાવી પછી જ ઘર અને ઉમંગ ને છોડી  જશે. ઉમંગ ને વાત કરી તો મને એને સમજાવી એક ક્લાયન્ટ છે અને ઓફિસમાં કામકાજથી મારે એને મળવાનું ને વાત કરવાનું થાય છે. એ જસ્ટ મારી કલીગ છે. તો બીજું કંઈ જ ન વિચાર. ને આપણો સંસાર બગાડીશ નહીં. પણ સમૃદ્ધિ એક ની 2 થાય તો ને!
સમૃદ્ધિ એ તો બસ નક્કી જ કર્યું હતું મારે ડિવોર્સ જોઈએ છે અને ચાલી નીકળી પોતાના પિયર જવા. ત્યાંથી અને ડિવોર્સ માટે નોટિસ પણ મોકલી આપી. અત્યાર સુધી તો ઠીક હતું પણ આ દિવસની નોટિસ જોઈએ ને ઉમંગ ભાંગી પડ્યો.
  
અને નક્કી કર્યું કે હવે સમૃદ્ધિને બધું જ સાચેસાચું કહી દેશે. સમૃદ્ધિ ને મળ્યો મળી ને એને કીધું કોલેજના સમયમાં બીજા બધાની જેમ મને પણ પ્રેમ થયેલો. હું અને સિદ્ધિ જાણેએકબીજાના માટે જ બન્યા હોઇએ એવું લાગતું હતું. એક પરીકથા જેવુ જીવન હતુ અમારુ કોલેજ પૂરી થઇ ત્રણ મહિના થયા અમે નક્કી કર્યા મુજબ છે મળી અને એકબીજાના ઘરે અમારા સંબંધો ને લગ્નના પવિત્ર બંધનમાં બાંધવા માટે વાત કરવાના હતા પણ ,એ મને મલવા આવી જ નહીં ખબર નહિ કેમ?
 મે એનો કોન્ટેક કરવાનો  ઘણો ટ્રાય કર્યો પણ કોઈ વાત જ નહોતી થઈ શકતી. પછી ઘરવાળાએ તારી સાથેના મારા લગ્નની વાત કરી  હું પણ હવે બધું ભૂલીને નવી જીંદગીની શરૂઆત કરવા માગતો હતો માટે હું બધું ભૂલીને તારી સાથે લગ્ન કરવા રાજી થઈ ગયો. પણ એક વાત આપણા લગ્નના પહેલા ગ્રહશાંતિની  વિધિ મૂકીને હું એને મળવા ગયો. મળે ત્યારે એને મને એમ કીધું હું મારી જિંદગીમાં આગળ વધી ચૂકી છું તું પણ તારી જિંદગીમાં સુખી અને ખુશ રહે એવી શુભકામનાઓ અને આંખમાં મને ન દેખાય એવી રીતે આંસુ છુપાડતી એ જતી રહી. બસ,
એ ઘડી પછી મેં એને ક્યારેય વિચારી નોતી મારા માટે બધું જ તું મારી સમૃદ્ધિ મારી પત્ની હતી  અને છે. 
પરંતુ જિંદગી આપણને ઘણીવાર એવા વળાંક ઉપર લાવીને ઊભા રાખી દે છે કે આપણે ગમે તેટલા સક્ષમ હોઈએ પણ એ વળાંક ઉપર આપણે ઘૂંટણીએ બેસી જઈએ છીએ.
આપણી આ જિંદગીનો વળાંક એટલે સિદ્ધિ નું પાછું ફરવું અલબત્ત એને મને કોન્ટેક્ટ નથી કર્યો મે એને હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે જોઈ હોસ્પિટલમાં જઈ ને ખબર પડી એ અહીં રેગ્યુલર આવે છે. કેમકે એને કેન્સર છે.
 વ્હાલી સમૃદ્ધિ  હું પણ તારી જેમ આ  શબ્દ સાંભળીને સ્તબધ  થઈ ગયો હતો. પછી હું મારી જાતને રોકી ન શક્યો અને એને મળ્યો પુછ્યુ કે આ જ કારણ હતું એ મને મૂકી જવા માટેનું એ મારા બધા સવાલોનો જવાબ એની આંખમાંથી પડતા આંસુએ આપી દીધો. એના કહ્યા પ્રમાણે એની પાસે હવે વધુ વખત નોતો. ને  એ  મારી જિંદગી બગાડવા નહોતી માગતી માટે મને છોડીને જતી રહી. એવું એ વિચારતો હતો કે સિધ્ધિ કેટલી સ્વાર્થી હતી.
હા, સમૃદ્ધિ  એ સ્વાર્થી જ હતી માટે જ એને એના દુખ ના સમય માં મને દૂર કરી દીધો. મને એના દુખનો ભાગીદાર થવા ન દીધો . આ બધુંસાંભળ્યા પછી હું પ્રેમીની જેમ નહીં પરંતુ એક મિત્રની જેમ એની સંભાળ રાખવા માગતો હતો. હું તને દગો આપવા નહોતો માગતો પ્રેમ વિચાર્યું પણ નહોતું. પણ જો આ વાત હું તને કરત તુ મને છોડી ને જતી રહેત ને તુ તારી જિંદગી પણ બગાડત 
માટે હું તને આ વાત કરવાથી ડરતો હતો. પણ તારી આ ડિવોર્સ ની નોટીસે મને મજબૂર કરી દીધો કે હું આ વાત તારી સાથે કરું. હું એમ નથી કહેતો કે હું તારો ગુનેગાર નથી. એમ કહીશ કે તુ મને માફી આપી શકે આપ અને આપણું સંસાર બચાવી લે.
સાંભળ્યા પછી સમૃદ્ધિ એ કીધું એક જ શર્ત  ઉપર માફ કરીશ
પૂરી કરવા તૈયાર છું
ઉમંગ હરખાઈને બોલ્યો એક નઈ બધી જ શર્ત પુરી કરવા તૈયાર છું

સમૃદ્ધિ એ શરત મૂકી કે " સિદ્ધિ જ્યાં સુધી પણ આ દુનિયામાં છે ત્યાં સુધી એ આપણી સાથે રહેશે" અને બે હૈયાઓ આંસુની  નદીઓ સાથે પોતાના મતભેદ ધોઈને એક નવી સવાર, નવા અનોખા સંબંધ ને આવકારવા માટે તૈયાર હતા.