Pyar bhari mohabbat - 1 in Gujarati Love Stories by Vins L B books and stories PDF | પ્યાર ભરી મોહબ્બત - ભાગ 1

Featured Books
Categories
Share

પ્યાર ભરી મોહબ્બત - ભાગ 1

        "તારી નજરાનુ હૂ નજરાણુ બનીને આવીશ,
               તુ મેહસુસ તો કર હૂ એહસાસ બનીને આવીશ"

        
                  ના જાણે  એ દિવસ 'એ યાદ','એ મોહબ્બત', 'એ પ્યાર' બહુજ અઘરૂ હતુ તેમના માટે પણ અને મારા માટે પણ...   "એ તારીખ,એ વાર, એ એહસાસ,એ પલ, એ નદી,એ ઝાડ"  ને એમા સાથે વિતાવેલી અમે એ રાહનની વાતો એ ભૂલવુ કે એ ભુલાવવુ બન્ને માટે બહુજ અઘરું હતુ.
આ વાત છે એક એવી દાસ્તાન એક "પ્યાર ભરી મોહબ્બત" ની જે નથી જાણતા પણ એ પ્યાર કરે. એ ચેહરો જોઈને બન્ને એકબીજાથી ખુશ રહે છે..........

                     
                     *પ્યાર ભરી મોહબ્બત*

    'રાહના થઈ છે વિરાહનાની,
                એ સમય ધીરે ધીરે જાય છે.
      પલકના ઝબકારાની બસ આ,
                યાદી બની ને રહી જાય છે'

   પ્યાર ભરી મોહબ્બત હોઈ કે પછી જીવન જીવવાની કોઈ પણ  શેલી હોઈ છે. પણ મજાની વાત તો યે છે કે જિંદગી ની હર એક સફર મા સુ:ખ-દુ:ખ  આ બન્ને સંગાથી આ બન્ને ભાઈબંધ સાથે ને સાથે જ હોઈ છે. સુ:ખ હોઈ કે દુઃખ આપણા માટે 'સુ:ખ મા પણ દુઃખ' ને 'દુઃખ મા પણ સુ:ખ' કઈ રીતે પામી શકીયે એ તો આપણા પર નિર્ધારિત કરે છે.
 

      "તમારા ને મારા જીવન માં ની નિર્ધારિત વાતો લઈએ
         દુઃખ માં પણ સુ:ખ ની આવો એવી પલ માણીયે
        વહી જાય ના સમય આ તે પ્યાર લામહનો
        આવો જીવન ને પણ એક મધુર પુષ્પ બનાવીએ...
        આવો જીવન ને પણ એક મધુર પુષ્પ બનાવીયવ"

          પગલી તણો પાગલ અને પાગલ તણી પગલી આ બન્ને એક બીજાના પ્યાર મા એવા ખોવાયેલા કે બીજા કોઈએ આવી મોહબ્બત કે આવો પ્યાર નઈ કર્યો હોય.  પછી ભલે દુનિયાની કોઈ પણ મોહબ્બત હોય.   પણ આ વાત તો એમના માટે તો અદ્ભૂત હતી અદ્ભૂત હતી

      " દુનિયા બધી ભલે જાય તેલ પીવા,
        પણ તૂ ને હુ મળીને રહીશુ
        વાદો આજે આપણે એવો કરીને રહીશુ
        ઘરના ભલે આજે આડા આવે
        ગામ ભલે પછી આખુ આડુ પડે
        શહેરમાં કે પછી ભલે કોઇ રાજ્ય મા
        નગર કોર્ટ માં પછી ભલે તારીખો આવે
        પણ આજે તું ને હું ઇતિહાસના
        પાના પર ચડીને રાહીસુ
         તુ ને હુ એવી 'પ્યાર ભરી મોહબ્બત' કરી ને રહીશુ "

        જયારે પણ પ્રેમ થાય છે ત્યારે તો બસ એકજ વસ્તુ લગભગ મગજ માં ચાલી રહેતી હોય છે. બસ બધુજ મળી ગયું હોય તેવું લાગે છે. આ પ્યાર ભરી દાસ્તાન નો એક અલગજ નજારો હોઈ છે.

          "એક સમય જે હતો જે રાહના વિરહના ની વાતો હતી"

          આ પાગલ પગલી નો જે પ્યાર હતો આપર......!

   "વિસરતુ એક નામ હરદમ હૈયું મારુ
              તુહી તુહી નામ તુહી તુહી નામ
   મન ને પામવુ તુજ તણુ ઠામ
              હરપલ ભરે દિવાનુ શ્વાસ મા તુજ નામ"

       2005 ની વાત ને આજે લઈએ તો. એક જે એ સમય હતો પ્યાર થઈ હળી મળી ને રહેવાનો. જે વિશ્વાસ હતો ને આજ ના સમય માં તો બસ ખાલી ખોખું જ હોઈ . કેમ કે એ ખાલી ખોખું જ હોઈ અંદર જોઈએ તો  એમા કાઈ હોઈયજ નઈ એ તો ખાલી ખોખું હવા નુજ હોઈ સાહેબ.
જે એ સમય ની વાતો પ્યારી ને નાયરી ને જે સાહેબ એ સમય માં મોજ હતી એ તો પ્યારી પ્યારી વાતો હતી. પ્યારી પ્યારી વાતો

            એક સમય જે હતો ગામડાનો અભણ 'મા' નો દીકરો સુરત પોતાનો ધંધો કરવા આવેલો હતો. જે એમને સુરત એ સમય માં આવુજ પડે એમ હતું કેમ કે એમના પિતા નું અવસાન થઈ ગયેલું ને એ ભણતો ભણતો આજે એ અધૂરું મૂકી ને એક સુંદર મજાનું શહેર સુરત નામ નું એમ પોતાનો વ્યવસાય કરવા આવેલો. સુરત એ છોકરો આવતાજ પોતાનું ઘર ના હોવાથી એ ભાડા નું ઘર ગોતી ને રહેવા લાગ્યો.

         'એક દિવસ વીત્યો....
        ' બીજો દિવસ વીત્યો.......
       'ધીમે ધીમે કરતા કરતા એમના દિવસો આ સુરત નામ ના શહેર મા વીતવા લાગે છે......
સુરત મા આવેલો આ અભણ ને ગરીબ મા નો દીકરો પોતાના ધંધા મા ધીમે ધીમે આગળ વધતો જાય છે. ને એક પછી એક કામ એ ચડિયાતુ કરતો જાય છે. ને જેમ એ કામ માં વ્યવસ્થિત રીતે સેટ થતો ગયો એમ એમનો પગાર ધોરણ પણ સારો એવો વધતો ગયો. ને એક સારું મકાન ગોતી ને ત્યાં રહેવા ચાલ્યો ગયો જે મકાન મા એ રહેવા ગયો તેમની સામેના મકાન મા એક સરસ મજાની 'નમણી ને રૂપાળી' જે આ પગલી છે એ ત્યાં રહે છે. એ પગલી ને ત્યા ઘર નુ જ મકાન એટલે એ વર્ષો થી સુરત માજ રહેતી હતી.......
   
          "એક વહેલી સવાર ને પાગલ આ એમની થોડી ગામડા ની ટેવ એટલે 'દાતણ' ની બદલે 'બ્રશ' વાપરતો તો થઈ ગયો પણ એ ટેવ હતી એટલે એ મોઠા માં બ્રશ નાખી ને એ ઘર ની બહાર આવ્યો કોગળા કરવા હાટુ ને આ પગલી પણ વેહલી સવાર ની જાગી ને પોતાની બારી પાસે 'બ્રશ' કરવા માટે આવેલી ને ત્યાં એક બીજા ની 'નજરથી નજર' ની મુલાકાત થઈ ને એ મુલાકાત..................................................................પ્યાર બારી મોહબ્બત બની ગઈ વધુ નવી આવૃત્તિ મા..

    કેવી લાગી એમનો પ્રતિસાદ જરૂર આપજો.
   (facebook પેજ:Vins B Dhameliya)

તમારા પ્રતિસાદ જરૂર આપજો.