અઘોરી પોતાની વાત રજુ કરતો હતો.
દેડકો મારુ ભક્ષણ કરશે તો એને મારું મૉંસ કે રક્ત પચશે નહી.
એના શરીરમાં વિષ જન્મીને પ્રસરશે.
એનું મૃત્યુ થતાં જ શરીર સંકોચાઈને કદમાં સામાન્ય દેડકા જેવું થઇ જશે.
મલ્લિકા રાગીણી અને પ્રધાનજી સાથે દંડ કક્ષની પ્રત્યેક વ્યક્તિ ધ્રુજતા શ્વાસે ભયના ઓથાર સાથે અઘોરીની આગાહી સાંભળતો રહ્યો.
"અને હા રાણી સાહેબા..!
ઊંડો શ્વાસ ખેંચીને અધોરી એ ઉમેર્યુ.
" દેડકા દ્વારા મારૂ ભક્ષણ થઈ જવા છતાં મારો આત્મા મરશે નહીં..
પરંતુ પેલા મેઢઠકના શરીરનો ઉપયોગ કરી ફરી સક્રિય થઈ પોતાનું પૈશાચિક રૂપ પ્રકટ કરશે.
મારો ભટકતો આત્મા તમારા એકે પુનર્જન્મને પાર નહીં પડવા દે સંહારલીલાની જાણે પરંપરા સર્જાઈ જશે..!'
એટલું બોલી અઘોરી હોંફવા લાગ્યો.
અઘોરીઓના શબ્દો મલ્લિકાના સીનામાં ઉતરી ગયા.
ભર્યાભર્યા હોલમાં મલ્લિકાને અઘોરીનો ડર લાગ્યો.
પરંતુ એને ફેસલો સંભળાવી દીધો હતો.
પીછેહઠ કરે એ મલ્લિકા નહિ. એણે મક્કમતાથી અઘોરી પર નજર નાખી.
અઘોરી ચેતવણીના સ્વરમાં બોલ્યો.
"જો મારું ભક્ષણ કરી દેડકો મૃત્યુ પામે..
મારા કહ્યા મુજબ ફેરફાર થઈ જાય તો મને હાજર જાણવો..!
મારા મૃત્યુ પછી ભૈરવી આત્મહત્યા કરે તો મારો આત્મા બ્રહ્મમાં એકાકાર થયો નથી એમ માનવું.
સૂકા દેડકાને ઠેકાણે મૂકવું...!
આજ પછી દંડ કક્ષ માનવજાત માટે શ્રાપિત બની જશે.
દંડ કક્ષના પ્રવેશ માર્ગ પર કાળી લિપિમાં એક શિલાલેખ કોતરશો.
જેમાં લખવું "અહીં માનવના રૂપમાં હેવાન અવતર્યો..!"
અઢારમી સદીમાં રાજા માનસિંગે સહેતુક મંદિરનું સ્થાનક બંધાવ્યું જેથી લોકો એનાથી ચેતીને રહે.
લોકબોલીમાં ના વપરાતી એક શ્રાપિત લિપિનો એમાં ઉલ્લેખ છે...!
આ હેવાન કાળનું કલંક ગણાયો...!
રાણી સાહેબા..! તમારી સમૃદ્ધ નગરી ઉપર ટૂંક સમયમાં જ કાળો કેર ઉતરશે...!
જળ તળ અને તળ જળ થશે.
મારાં સૂચનો અનુસરવમાં વિલંબ થશે તો એ સમગ્ર માનવજાત માટે જોખમી લેખાશે. પોતાની વાત આટોપી લેતાં પ્રજાગણ પર ઉડતી નજર નાખતાં અઘોરી એ કહ્યું.
હવે મારા મૃત્યુ માટે આપ હુકમ ફરમાવી શકો છો..!!"
અઘોરીનો ખુલાસો સાંભળી મલ્લિકા ઘડીભર માટે કિંકર્તવ્યમૂઢ બની ગઈ.!
એનું શરીર પ્રસ્વેદથી ભીંજાઈ ગયું હતું.
શરીરમાં કંપારી વછૂટી હોવા છતાં પણ એણે ફેંસલો સંભળાવ્યો.
"સેનાપતિ.. હોજ પરના પિંજરાને ખોલી ગુનેગારને એમાં નાખી દો..!"
"જેવી આજ્ઞા.. રાણી સાહેબા..!"
સેનાપતિએ અઘોરીનું કાંડું પકડ્યુ.
હોલમાં જાણે સોંપો પડી ગયો.
પ્રધાનજી અને રાગિણી બધું ચૂપચાપ જોતાં હતાં.
રાજ મહેલમાં આતંક મચાવનાર અને રાજા-રાણી સાથે કુમારની હત્યા કરી દેનારા અઘોરી માટે મલ્લિકાના ફેસલા સામે એક શબ્દ પણ બોલવો અયોગ્ય હતો.
અને આમે પ્રધાનજી જાણતા હતા, ઘણીવાર મહારાજ પણ એનો ફેસલો નહોતા અવગણતા.
અઘોરીનું એક એક આગળ વધતું પગલું જોનારાઓની ધડકન વધારી રહ્યું હતું.
દેડકાના અંતનું દ્રશ્ય નજર સામે જોવાનું છે એ વિચારે જ કેટલાય નગરજનો પરસેવે ભીંજાઈ ગયાં હતાં.
ખાલીખમ રહેતા હૉજ જેવી સ્મશાની શાંતિ આખા દંડ કક્ષમાં વ્યાપી હતી.
પિંજરનું દ્વાર ખોલી અઘોરી ને દ્વાર વચ્ચે ઊભો કરી દેવામાં આવ્યો.
હોઝમાં રહી લોલૂપ દ્રષ્ટિએ તાકી રહેલા દેડકા અને એની જીવાત ને જોઈ અઘોરીએ આંખો બંધ કરી લીધી.
એની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવી. ત્યાર પછી મોટી મોટી મૂછોવાળો ભીમકાય જલ્લાદ પોતાનું કાર્ય પૂર્ણ કરવા તત્પર થઈ ગયો. મલ્લિકાના એક જ ઈશારે એણે અઘોરીને પાછળથી ધક્કો મારી હોજમાં નાખી દીધો.
આવી મોકાની રાહ જોતો ખૂંખાર દેડકો છલાંગ મારી અઘોરી પર તૂટી પડ્યો.
અઘોરીના હૉજમાં પડવાની સાથે જ કેટલાય લોકોના જીવ અદ્ધર થઈ ગયા.
આખા હોલમાં ફફડાટ વ્યાપી ગયો.
દેડકો અઘોરીના ગળાની ધોરીનસ પર ચોંટી ગયો.
આખા હોલમાં અઘોરીની ચીસાચીસ થઈ ગઈ.
"બચાઓ...! રાણી સાહેબા દયા કરો..! ઓહ.. આહ ..!
અગોરી ના પીડાભર્યા ચિત્કારો દંડ કક્ષાના હોલમાં ઘુંટાયા લગભગ દસ મિનિટ સુધી એણે પ્રતિકાર કર્યો બચવા માટે હવાતીયા માર્યાં.
ચીસો પાડી ધમપછાડા કર્યા .
પછી જોતજોતામાં એના શરીર પર ચીપી ચીપીને ચોંટી ગયેલી લાલ જીવાતને કારણે એનુ શરીર રક્તવર્ણુ બની ગયું.
ધીમે ધીમે અઘોરીના ઉંહકારો શમી ગયા.
***
મંદિર સાથે સંલગ્ન રહસ્ય ટેન્સી જાણવા માગતી હતી.
એ મલ્લિકાએ કરાવેલા પૂર્વજન્મના દર્શનથી જાણી શકી.
ખૂબ જ તલ્લીન થઈ ધ્યાન લગાવીને ટેન્સી એ મલ્લિકાને સાંભળી.
ટેન્સીનું પડખું દાબી બેસેલી મલ્લિકા ઊભી થઈ બે ડગલાં આગળ વધી તેની સામે આવીને ઊભી રહી.
એ શૂન્યમનસ્ક થઈ કમરાની દીવાલોને તાકી રહી.
મલ્લિકા માટે ટેન્સીને હવે જરા પણ અલગાવ રહ્યો નહોતો.
કાળરૂપી ધૂળથી સ્મરણનું ચિત્ર જરા ધૂંધળું થયેલું.
એ ધૂળ એણે ખંખેરી લીધી.
જેનાથી હવે બધું સ્વચ્છ દેખાતું હતું.
હજુ ટેન્સી ભૈરવી વિશે જાણવા માગતી હતી.
"શું ખરેખર ભૈરવીએ આત્મહત્યા કરી લીધી હતી..? રાજમહેલ હત્યાકાંડ માટે જવાબદાર અઘોરી પોતે જ હતો..?
જગત પર શાસન કરવાની કૂમતિ સૂજતાં એને પાપ આચર્યુ હશે..?
ભૈરવી નો ખુલાસો સત્ય હોઈ શકે..?
આ બધા જ સવાલો વિશે ટેન્સી મૂંઝવણમાં હતી.
ભૈરવી વિષે અધિક જાણવા ટેન્સીએ મલ્લિકા સામે જોયું.
તો ટેન્સીને અનહદ આશ્ચર્ય થયું. એની નજર સમક્ષ મલ્લિકા નહી કોઈ અજાણી યુવતી પાણીમાં લહેરાતા પ્રતિબિંબની જેમ હવામાં લહેરાતી હતી. સ્ત્રીની ગરિમાને ચાર ચાંદ લગાવી જતો ગૌર વર્ણ હષ્ટપૂષ્ટ સુડોળ કામણગારો દેહ વૈભવ દર્શનીય હતો.
એની આંખોમાં સંતોષી ઓજસ હતુ.
ટેન્સી ને પળ ભર દ્રષ્ટિભ્રમ થયો હોય એમ લાગ્યું. એની અકળામણ પારખી ગઈ હોય એમ એ અજાણી લાગતી કન્યાએ કહ્યું.
"ટેન્સી રાજકુમાર વનરાજ રૂપે તુ બેહોશ હોવાથી મને જોઈ શકેલી નહીં..! હું સ્વયમ ભૈરવી છું..!
"ભૈરવી..?" ટેન્સીને આંચકો લાગ્યો.
"હા. હું ભૈરવી અઘોરીને દંડ દીધા પછી એનું મૃત્યુ થયેલું. અઘોરીનું અસ્તિત્વ નષ્ટ થતાં જ મારે ત્યાં ઉપસ્થિત થવું પડ્યું હતું. એટલે અઘોરીની આગમવાણી વજનદાર હોવાની ખાતરી મેં બધા લોકોને આપી. અને ગણતરીની પળોમાં અઘોરી નું શરીર પચાવી ગયેલા દેડકાના શરીરમાંનું રક્ત ઘણું ખરું નીકળી જતા એનું કદ અડધું થઇ ગયું.
આ ચિન્હોને અશુભ લેખાવી મેં ભારપૂર્વક અઘોરીના અંતિમ શબ્દોનું પાલન કરવા મલ્લિકાને સલાહ આપી.
ભાવી વિનાશનો અણસાર પામી ગયેલી મલ્લિકા અસંખ્ય કારીગરો નો કાફલો જોતરીને અઘોરીનું ગર્ભગૃહ વાળું સ્થાનક બંધાવ્યું.
અઘોરીના માથાની પ્રતિકૃતિ મુકવામાં આવી.
અને તમારું મૃત્યુ..?
સહ્ય થયેલા આઘાતને લીઘે ટેન્સી સવાલ પૂછી શકી.
"મારું મૃત્યુ મારી આત્મહત્યા હતી. અઘોરી ના શબ્દો ઘાત્રાની લકીર સાબિત થતા.
મારા મૃત્યુ પછી મૃત શરીરને મલ્લિકા સમક્ષ મેં આ કમરામાં જ દફનાવી કોઈ પવિત્ર મજારનું અભિમંત્રિત જળને દીવાલો પર છાંટવાનો અનુરોધ કરેલો.
મલ્લિકાએ કારણ પૂછ્યું.
તો જવાબમાં મેં કહ્યું હતું.
" મારા પુનર્જન્મ એ મલ્લિકા અને કુમારને અઘોરી પિડશે.. આજે એના કાર્યમાં પડેલા વિક્ષેપને પુરવા એ બંનેનો ફરીવાર બલી દેવાની કોશિશ કરશે...!
અને ફરી હુ એના કાર્યમાં વિઘ્ન નાખીશ..!"
***
ખરેખર દેડકો અઘોરીનુ ભક્ષણ કરી ગયો...?
અઘોરીની ભવિશ્ય વાણી સત્ય સાબીત થઇ..?
જાણવા વાંચતા રહો કાળ કંલક..નો નેક્સ્ટ પાર્ટ..
(ક્રમશ:)
સાબીરખાન પઠાણ
Wtsp 9870063267