Turning point in L.A. - 23 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 23

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૨૩

એકલો પ્રેમ અને પ્રેમ જ હતો

શનિવારે સવારે સેટ ઉપર પ્રેક્ટિસ હતી ત્યાં પ્રિયંકા મેમ સાથે અક્ષર વાત કરતો હતો. તેની રેસિડન્સી સાથે સેટ ઉપર કોઈ કામ મને પણ આપો કે જેથી તે વધુ સમય રૂપા સાથે રહે અને અલયને નાનો રોલ આપો કે જેથી પરી તેની સાથે વધુ સમય ગાળી શકે. વાતમાં ને વાતમાં સાયકોલૉજિસ્ટ પરેરા અને જ્યોતિષજ્ઞ અનિલ શાહનાં બે કાલ્પનિક પાત્રોને વાર્તામાં સમાવાયાં અને અલય અને અક્ષર માટેની જગ્યા વાર્તામાં ઊભી કરવામાં આવી. તેમની વાર્તા લખાતી હતી તેથી પ્રિયંકા મેમે કહ્યું, “તારો સ્ક્રિનટેસ્ટ લઈને પરેરાનો રોલ પ્રાયોગિક રીતે વિચારી શકાય. અલય માટે તેની તારીખો અને જ્યોતિષજ્ઞાતાનો રોલ વિચારી શકાય પણ તે બહુ બહુ તો એક અઠવાડિયાનો રોલ હશે.”

“અલયને પરેરાનો રોલ આપો તો? મારી બીજી ગણતરી ભાવી મિસ્ટર પરી તરીકેની છે. પરીને તે ગમે છે.” સાથેસાથે તે જ્યોતિષજ્ઞાતાનો રોલ માનદ કરશે તે પણ કહ્યું. પહેલી ફિલ્મ દરમ્યાન તેણે કરેલ વાત પણ યાદ કરાવી.

“એમ વાત હોય તો તેનો રોલ આખા ચિત્રમાં રહેશે અને સફળતા મળશે તો તેને પર્ફોર્મન્સ બોનસ પણ આપીશું.”

આ સમય દરમ્યાન પરી અને રૂપા સ્ટેજ ઉપર નૃત્યની તાલીમ લઈ રહ્યાં હતાં. અમેરિકન અને ભારતીય શૈલીનું અદભુત સંમિશ્રણ થઈ રહ્યું હતું અને આમેય અસલ ઉપરથી નકલ થતી નહોતી પણ અસલને ભારતીય ઢબે ઉછેરી રહ્યાં હતાં. લેડી ગાગાની દરેક નૃત્યભંગિમા મેડોના કરતાં જુદી તો હતી જ પણ અગાઉ પ્રિયંકા મેમે કહ્યા મુજબ એકમેક્ની પૂરક હતી.. જાહેર વાત છે, તાલીમ પામેલી રૂપા કરતાં વધુ શ્રમ પરીને પડતો હતો.

પ્રિયંકા મેમનો સેલફોન રણક્યો. ફોન ઉપર અલય હતો..તારીખો ક્લૅશ થતી હતી. તે મુંબઈ હતો અને બધું ફરીથી ગોઠવી એ એક જ મહિનો સળંગ કાઢી શકે તેમ હતો. અને તે પણ બે મહિના પછી...

પ્રિયંકા મેમે કહ્યું કે “તારો રોલ લાંબો છે તેથી સમય વધુ કાઢે તો સારું.”

“પ્રિયંકા મેમ! જવા–આવવાના અને જૅટલેગના દિવસો કાઢીને હું પ્રયત્ન કરીશ, બે મહિનાનો..”

“પર્ફેક્ટ સ્ક્રિપ્ટ લખાય છે, સાયકોલૉજિસ્ટનો રોલ છે. પ્રેમમાં પડેલી બે છોકરીઓને સાજી કરીને પરણાવવા સુધીનો રોલ છે. રૂપા અને પરી આ રોલ કરે છે. મને ખબર છે, આ રોલ તારી કારકિર્દીને ખૂબ ઊંચે લઈ જશે. અક્ષર અહીં છે તને હાય કહે છે. શક્ય તેટલી ટિકિટ વહેલી કઢાવ અને મને જાણ કર.”

“રૂપા સાથે લીડ રોલ અપાય તેવો નથી?”

“રૂપા સાથે લીડ રોલ પરીનો છે અને તે રોલ અંતમાં તારો થઈ જશે.”

“ભલે. હું ટિકિટ બુક કરાવી દઈશ. પણ મેમ, મને સ્ક્રિપ્ટ મોકલજો.”

“ભલે. તું જ્યારે લોસ એન્જેલસમાં હોઈશ ત્યારે તારા હાથમાં હશે.. અત્યારે તો ભવ્ય નૃત્યોનું શૂટિંગ ચાલે છે. પરી તું આવવાનો છે તે જાણીને રાજી થઈ જશે...”

“મેમ, તમે પણ.”

“હા, હું તો એવું માનુ છું કે જે આપણને હા કહે, તેની સાથે લગ્નજીવન સારું જાય. આપણે જેને હા કહીએ તેના કરતાં.”

“મેમ, મારી મોમ પણ એવું જ કહે છે..અને પાછળ પણ પડી છે કે સારું પાત્ર મળે તો ભાવ ખાવા ના જતો.. મોટી ઉંમરે સમજાવટ વધુ અને આનંદ ઓછો રહે છે અને ઉંમરલાયક તો થઈ જ ગયો છું ને તેથી તેમની વાતો સાંભળું છું.”

“તો હવે તેમની વાત પ્રમાણે વર્તન પણ કર.”

“ભલે મેમ! પણ આ વખતે બન્નેનું ચુંબન–દૃશ્ય અહીં સારી એવી સનસનાટી મચાવી રહ્યું છે. અને મેમ, પંડિતે પરીને સારી એવી બોલ્ડ બતાવી છે..રૂપા કરતાં પણ સુંદર...”

“તે મેઘા તાંબેની છોકરી છે. મેઘા જેવી જ ઘાટીલી અને ફાંકડી છે..તેણે ક્યારેય કહ્યું નહોતું કે તે અભિનય કરવા માંગે છે, નહીંતર રૂપા કરતાં તેને વહેલો બ્રેક મળતે. પણ આ ચુંબનદૃશ્યમાં પહેલી વખત મેં આ રીતે તેને જોઈ અને તેની અભિનયક્ષમતા સમજમાં આવી.”

થોડા મૌન પછી પ્રિયંકા બોલી, “મને તો એવું જરૂર લાગે છે, તું અને પરી મૅચિંગ પેર છો. અને તાંબે એમ્પાયર તારે માટે પણ વિકાસની ગજબ તક છે જેમ રૂપાએ આ સમજીને અક્ષરને સ્વીકાર્યો છે.

“ભલે મેમ, હું તમારી સલાહ યાદ રાખીશ.” કહી ફોન મુકાયો.

અક્ષર બધી વાતો સાંભળતો હતો. તે વિનયથી વંદન કરી જવા જતો હતો ત્યારે પ્રિયંકાજીએ એનો સ્ક્રિન ટેસ્ટ લેવા પંડિતને બોલાવ્યો..સ્ક્રિન ટેસ્ટ પ્રમાણે વિધવિધ ઍન્ગલ્સથી ફોટા પડ્યા, ઑડિશન થયું અને લંચ પછી તે સેટ ઉપરથી હૉસ્પિટલ પહોંચ્યો. રેસિડન્સીનાં પેપરો આપ્યાં અને બપોરે બેથી દસનો ટાઇમ લીધો. હૉસ્પિટલ મોટી હતી તેથી બધાનો પરિચય અને અન્ય ફોર્માલિટી પતતાં સાત વાગ્યા..

સેલફોન ઉપર રૂપાના સાત મિસ કૉલ જોયા એટલે ફોન કર્યો. “રૂપા રાણી, હજી તમે ૨૧નાં છો એટલે મારી મર્યાદા ચાલુ છે. હા, તમે મર્યાદા ચૂકશો તો હું બેફામ થતાં સહેજ પણ નહીં ચૂકું. એક વરસ વહેલો એલ. એ. આવ્યો છું તે તો ખબર છે ને?”

“બોલી રહ્યો, સાહ્યબા?”

“હા. મને તેં ૨૧ વર્ષ બતાવીને રોક્યો હતો ને? તેથી આજે આટલું બધું બોલ્યો.”

“તું ક્યારે આવે છે?”

“ક્યાં?”

“મારે ત્યાં.”

“ના બાબા ના. જાનકીમાની પરવાનગી નથી.”

“મારે ત્યાં આવવા તારે જાનકીમાની નહીં, મારી પરવાનગી લેવાની. અને તે પરવાનગી આપવા તો આટલા બધા ફોન કર્યા સાહ્યબા..આ જા, આઇ બહાર, દિલ હૈ બેકરાર...તેરે બિન રહા ન જાએ...”

“ભલે. પહેલાં પેટપૂજા ક્યાં કરીશું?”

“આપણે ત્યાં જ તો વળી...મેં પંજાબી શાક અને પરોઠા બનાવ્યાં છે. પરી અને મેઘામા પણ અહીં જ છે.”

“તો પછી જાનકી મા કેમ નહીં?”

“તું કહેતો હોઈશ તો બોલાવી લઈશ.”

હા બોલાવી જ લે. આજે બધાંને માટે પેંડા હું લઈને આવું છું.”

“કેમ પેંડા?”

“આજનાં મારાં બે પરાક્રમ વિશે બધાંને કહીશ.”

“પરાક્રમ? અને એક વાત સાંભળ. બધાં રાત્રે જમીને ઘરે જશે પણ તને જવાની છૂટ નથી. તું અને તારી ડૉક્ટરીને હું જાણીને રહેવાની છું.”

“એટલે?”

“આજે રાત્રે મિલનની આગોતરી અને સંયમિત મઝા હું માણવાની છું.”

“યાર તું તો બહુ ફાસ્ટ ચાલવા માંડી...”

“શું કરું? તું તો યાર બહુ સમય લે છે અને મારી તો ધીરજ નથી રહેતી.”

આ ઈજન ને શું કહેવું? હલકે હલકે ચાહતને માણતા રહેવું,

કલિકા ઝંખે પુષ્પ બનવા ત્યારે ભ્રમરે ગુંજન કરતાં રહેવું.

“ભલે હું આવું છું. મને થોડોક સમય લાગશે, પણ ૮ વાગ્યે બધાં મળીએ છીએ. હું જતાં જતાં મેડિકલ સ્ટોર અને મીઠાઈની દુકાને જઈને આવું છું.”

મેડિકલ સ્ટોર ઉપર ના જઈશ. મીઠાઇ પણ ના લાવીશ.

હું છું બેકરાર સાહ્યબા, તું આવ આવ અને જલદી આવ.”

ત્યાં ઍપાર્ટમેન્ટનો બેલ વાગ્યો. ૧૨ રાતા ગુલાબોની સાથે પેંડા લઈને સાહ્યબો હાસ્યનાં સરોવરો લઈને આવ્યો. રૂપલી રાધા માની ના શકી કે એ ફોન પર વાત કરતી હતી ત્યારે સાહ્યબો તેના ઍપાર્ટમેન્ટની નીચે ઊભો હતો. આવેશમાં રૂપા તેને વળગી પડી.. કદાચ ચાર વર્ષના ઇંતેજાર પછી પહેલી વખત પુખ્ત તન અને મનથી બન્ને એકમેકને મળી રહ્યાં હતાં. થોડોક ઉન્માદ શમ્યો અને રૂપાના રૂપાળા હોઠને હળવેથી અક્ષર ચૂમી રહ્યો. ઘરમાં કોઈ નહોતું.. એકલો પ્રેમ અને પ્રેમ જ હતો.

***