#Greatindianstories
પદ્મશ્રી દીપા મલિક -એક લડવૈયા એક સાચા રત્ન મહાન ભારત દેશ નાં
જેમ્સ ઓફ ઇન્ડિયા
“યે દેશ હે વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા,
યે દેશ કા યારો કયાં કહેના યે દેશ હે દુનિયા કા ગહેના”
જી હા આ દેશ ની વીર ધરતી એ એવા વીર અને વીરાંગના ઓ આપ્યા છે. આપણે આજે એક એવા વીરાંગના વિશે જાણવા જઈ રહ્યા છીએ.
આશ્ચર્યચકિત થઇ જવાય એવા એક વીરાંગના કે જે કર્નલ પિતા ની પુત્રી અને કર્નલ પતિ ની પત્ની છે.
આજે આપણે ભારત ના એક એવા રત્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ .જેમના પર દરેક ભારતીય ને ગર્વ હોવો જોઈએ .તેમની બહાદુરી, હિંમત અને જુસ્સો દરેક વ્યક્તિ એ તેમના જીવન માંથી પ્રેરણા લેવી જોઇએ .
૩૦ સપ્ટેમ્બર ૧૯૭૦ ગામ ભૈસ્વાલ જિલ્લા સોનીપત હરિયાણા રાજ્ય માં કર્નલ બી. કે .નાગપાલ ના ઘરે એક પુત્રી રત્ન નો જન્મ થયો. જેમનું નામ તેમણે દીપા રાખ્યું તેમણે કદાચ સ્વપ્ને પણ નહી વિચાર્યું હોય કે આ દિકરી ભવિષ્યમાં તેમનું અને પુરા દેશ નું નામ ઉજાગર કરશે.
દીપા એક સાધારણ છોકરી નથી .માત્ર ૬ વર્ષ ની ઉંમર માં તેમને ભયંકર બિમારી નું નિદાન થયું .જે ઉચ્ચ કરોડરજ્જુ ની ગાંઠ રૂપે મોટા સ્વરૂપ ધારણ કર્યુ.પણ થોડી સર્જરી પછી તેઓ ઠીક થઇ ગયા હતા.
પરંતુ ૩૦ વર્ષ ની ઉંમર માં તેઓને ફરીથી કમર થી નીચેના ભાગ માં નબળાઇ વર્તાઇ .ડોક્ટર તેમને માનસિક રીતે તૈયારી માટે ૭ દિવસ આપ્યા
સાલ ૧૯૯૯ જ્યારે દેશમાં સંકટ ના વાદળ ધેરાયા હતા. જયાં એક બાજુ દીપા મલિક ના પતિ કર્નલ વિક્રમ સિંહ કારગિલ યુદ્ધ મા દેશ તરફ થી લડાઇ લડી રહ્યા હતાં .બીજી બાજુ તે પોતે તેમના કરોડરજ્જુ ની ટયૂમર ની સામે લડી રહ્યા હતા. તેમના શરીર મા ત્રણ સર્જરી કરવા માં આવી જે સફળ રહી અને ૧૮૩ ટાંકા તેમના ખભા માં લેવામાં આવ્યા. હા સાચું વાંચ્યું ૧૮૩ ટાંકા. તે અને તેમના પતિ બન્ને પોતપોતાની લડાઇ જીતી ચૂક્યા હતા.
પરંતુ એક દુઃખદ વાત થઇ તેઓ આજીવન માટે કમર ના નીચેના ભાગ થી પેરાલાઇઝ થઇ ગયા વ્હીલચૅર પર આવી ગયા.
હવે તમે વિચારતાં હશો કે હવે તો જીવન ઘર માં અને વ્હીલચૅર માં જ વિતી જશે. તો જી ના તમે ખોટું વિચારો છો. હિંમત હારે અને ખાટલો પકડે એ બીજા .આતો દીપા મલિક છે. એમ હિંમત હારે તેવા નબળાં નહોતા.
આવો જોઇએ એક અસાધારણ મહિલા ની અસાધારણ પ્રેમ કહાની
જયપુર માં યોજાયેલી એક ઇવેન્ટમાં તેમણે જણાવ્યું હતું કે, "તેમના જીવન ના અધરા પ્રવાસ તેમના પતિ વગર શક્ય ન હોત," એક વેલેન્ટાઇન ડે ના દિવસે તેમણે બધા સાથે તેમણે તેમની પ્રેમ કહાની શેર કરી
દિપા મલિક ની સાહસિક પ્રેમ કથા
તેમના કિશોરવયના અંતમાં, તેમને એક પાર્લરમાં તેમના જીવનસાથીને મળ્યા અને એ પણ બાઇકો માટે તેમના પ્રેમને કારણે. ઠીક છે, તો વાંચી એ કેવી રીતે તેમણે પોતાના શબ્દોમાં વર્ણવી.
"હું દરરોજ દોડી ને જતી હતી. દરરોજ હું આ છોકરા ને ચાલી ને જતા જોતી, પણ. એક દિવસ, તે આ ખૂબસૂરત દેખાતી મોટરસાઈકલ સાથે આવ્યો. અને, હું તેને સવારી કરવા માંગતી હતી . હું તેમની પાસે ગઇ અને મે કહ્યું .મારે આ બાઇક ની સવારી કરવી છે. મને તેની ચાવી આપો. તેમણે મને કહ્યું કે શું તમે આ બાઇક ને મેનેજ કરી શકશો.ત્યારે મે તેમને ઓર્ડર કર્યો ચાવી આપવા માટે. મે ના તો ખાલી બાઇક ચલાવી પણ થોડા સ્ટંટ પણ કરી ને બતાવ્યા.મે તેમને કહ્યું કે હું તે છોકરા સાથે લગ્ન કરીશ જે મને કયારેય નહી પુછે કે તારે મોટરસાઈકલ કેમ જોઇએ છે .અને મને નવી મોટરસાઈકલ આપે."
તેથી, બીજે દિવસે, તે મારા પિતા પાસે ગયો અને કહ્યું, "હું તમારી દીકરીને નવી મોટરસાઇકલ આપીશ શું હું તેની સાથે લગ્ન કરી શકું? અને મારા પિતા તેના માટે માની પણ ગયા. "
પરંતુ, બાઇક માટે માણસને હા કહીને તે અત્યાર સુધીનો શ્રેષ્ઠ નિર્ણય હતો, કારણ કે તેના પતિ, અનુભવી ઘોડેસવાર કર્નલ બિક્રમ સિંઘ, તેમના જીવન ના દરેક ઉતાર ચઢાવ મા એક ખડક ની જેમ તેમની સાથે હતાં .
તેમની પુત્રી એક બાઇકર દ્વારા હિટ થઇ હતી જ્યારે તે ભાગ્યે જ એક વર્ષ ની હતી તેના મગજમાં આંતરિક રક્ત સ્ત્રાવ થતો હતો, તેના વેન્ટ્રિકલે ફેલાયેલી હતી, અને પરિણામે તેની ડાબી બાજુ લકવાગ્રસ્ત હતી. ત્યારે તેને પુણે કમાન્ડ હોસ્પિટલમાં સારવાર અપાઇ .
જયાં તેમણે અને તેમના પતિ એ અવિરત પણે તેમની પુત્રીની મદદ કરવાનું શરૂ કર્યું, દિવસ અને રાત ની મહેનત પછી તે સાજી થઇ હતી.
દીપા મલિક ના ઓપરેશન પછીના સમય ગાળા દરમિયાન, એક વિચાર તેમને આવ્યો લે-આઉટ કેટરિંગ સેવા શરૂ કરવા નો જે અગાઉ લશ્કર ક્વાર્ટરમાં ઉપલબ્ધ નહોતી. તેમણે તેમના ફાર્મહાઉસ ના ખૂણે ગાર્ડન રેસ્ટોરન્ટ ખોલ્યું, જે હોમ ડિલિવરી સેન્ટર તરીકે શરૂ થયું, પરંતુ તે એક લોકપ્રિય રેસ્ટોરન્ટ બની ગયું.
તેમણે રેસ્ટોરન્ટમાં 250 લોકોને ખવડાવવાનું શરૂ કર્યું, ઉપરાંત દરરોજ 100 ઘરેલું ડિલિવરી ઓર્ડર્સ લેવા નું શરૂ કર્યું. “પણ કંઈક ખૂટે છે એવું તને લાગ્યા કરતું .
તે સમયે તેમની રેસ્ટોરન્ટ્સ ડી પ્લેસ' બધા ની મનપસંદ બની ગઇ હતી, ત્યાં યુવાન અધિકારીઓ આવતા . તે સમયે એક યુવાન માણસએ તેમને કહ્યું હતું કે, "તમે ફરી બાઇકર બની શકો છો." તેમણે તરત જ ગુગલ મા તેમને દર્શાવ્યું કે લોકો તેને કેવી રીતે વિદેશમાં કરી રહ્યા છે.
તેમણે તેમને વાસ્તવિક્તા જણાવી આપી હતી. કે તેમની છાતી કક્ષા નીચે કંઈ પણ કામ કરતું નથી તેમની ઈજા T1 જેટલી ઊંચી છે તેમની પાસે કોઈ ધડ બૅલેન્સ નથી, કોઈ યોગ્ય સનસનાટી ભર્યા નથી, અપૂર્ણ ફેફસાંની કામગીરી, કોઈ તાપમાન નિયંત્રણ નથી. તેમની ચેતાતંત્ર અ કામ કરવા નું છોડી દીધું છે. ! "
આ છોકરો મક્કમ હતો. તેમણે તેને ખાતરી આપી કે તે શક્ય છે,
તેમણે સંપૂર્ણ સમયનો વ્યાયામ પાછો મેળવ્યો.
તેમને જે કસરત આપવામાં આવી હતી તે સ્વિમિંગ હતી, વ્યાપક પણે. કોઈએ ટીવી પર તેમનું સ્વિમિંગ જોયું, અને આગામી નેશનલ્સ ટુર્નામેન્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટીને જાણકારી આપી, અને મહારાષ્ટ્રે તેમને આમંત્રણ આપ્યું
બસ ત્યારથી તેમને પાછું વળી ને જોવું નથી પડયું .૩૬ વર્ષ ની ઉંમર મા રમત જગત માં પ્રવેશ લીધો. કે જે ઉંમરે બીજા પ્લેયરો રીટાયરમેન્ટ લેતા હોય છે. તેઓ શોટપુટ, સ્વિમિંગ, ભાલા ફેંક અને મોટરસાઈકલ રેસ મા નિષ્ણાત બન્યા .
દીપા મલિક અમાન્ય (સુધારિત) રેલી વાહન માટે લાયસન્સ મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ હતા, જેણે મહારાષ્ટ્ર માં સતત 19 મહિના માટે સતત પગલાં લીધાં હતાં. તે ફૅડરેશન મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા (એફએમએસસીઆઇ) તરફથી સત્તાવાર રેલી નો લાઇસેંસ પ્રાપ્ત કરવા માટે દેશમાં પ્રથમ શારીરિક રીતે પડકાર વાળી વ્યક્તિ છે અને દેશના સૌથી સશક્ત કાર રેલીઝમાં નેવિગેટર અને ડ્રાઈવર બની જાય છે- રેઇડ-ડી-હિમાલયા 2009 અને ડેઝર્ટ સ્ટ્રોમ 2010 મા તેઓએ ભાગ લીધેલો હતો. તેઓ હીમાલય,લેહ,લદાખ અને સિમલા ના અધરા રસ્તા પર પણ ડ્રાઇવ કરે છે.
સાલ ૨૦૧૩ માં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ મા યોજાયેલ ફૉર્મ્યુલા વન રેસ માં તેમને ગ્રિડ અને નેશનલ એંથમ સેરેમની માં ભાગ લેવા આમંત્રણ આપવા માં આવ્યું હતું .
દીપા મલિક પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેમણે 2016 પેરાલિમ્પિક ગેમ્સમાં મૂકવામાં આવેલા શોટપુટ માં સિલ્વર મેડલ જીત્યો હતો
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ હાઉસ ખાતે અર્જુન પુરસ્કાર 2012 સાથે પેરાલિમ્પીયન એથલીટ દીપા મલિક ને સન્માન કર્યું હતું. ત્યારે તેઓ માત્ર ૪૨વર્ષ ની ઉંમર ના હતા.તેમણે સ્વિમિંગ ઇવેન્ટ્સમાં તેમના અનુકરણીય દેખાવ માટે એવોર્ડ જીત્યો. તેમને 2017 માં પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
તેમણે અત્યાર સુધી તમામ વિષયમાં 58 રાષ્ટ્રીય અને 18 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે.
તેમણે જીતેલા કેટલાક એવોર્ડસ ની યાદી જોઇએ.
• એનઆઇટીઆઇ આયોગ વુમન ઇન્ડિયા એવોર્ડ સાલ ૨૦૧૬માં મળ્યો
• પ્રેસિડન્ટ રોલ મોડેલ એવોર્ડ સાલ ૨૦૧૪માં મળ્યો
• ડબ્લ્યુ.સી.આર.સી લીડર્સ એશિયા એક્સેલેન્સ એવોર્ડ સાલ ૨૦૧૪ માં મળ્યો
• લિમ્કા પીપલ ઓફ ધ યર એવોર્ડ સાલ ૨૦૧૪ માં મળ્યો
• અાઇ કોન્ગો કરમવીર પુરસ્કાર સાલ ૨૦૧૪ માં મળ્યો
• અમેઝીંગ ઇન્ડિયન એવોર્ડ ટાઇમ્સ નાઉ સાલ ૨૦૧૩ માં મળ્યો.
• કેવીન કેર નેશનલ એબીલીટી માસ્ટરી એવોર્ડ
• કરમવીર ચ્રક એવોર્ડ સાલ ૨૦૧૩માં
• તેઓ વિદ્યાબાલન ,એમસી મેરી કોમ અને શ્રીદેવી સાથે "વુમન વી લવ કેટેગરી" માં લોરિયલ ફેમિના એવોર્ડ્સ સાલ 2013 માટે નોમિની થયા હતા.
• બત્રા પોસીટીવ હેલ્થ હીરો એવોર્ડ સાલ ૨૦૧૨ માં મળ્યો.
• એ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.એ એક્સેલેન્સ એવોર્ડ ફોર સ્પોર્ટ્સ સાલ ૨૦૧૨ માં મળ્યો.
• સાલ ૨૦૧૨ માં મીડિયો પીસ અેન્ડ એક્સેલેન્સ એવોર્ડ ફોર સ્પોર્ટ્સ મળ્યો .
• મહારાના મેવાર અરાવલી સ્પોર્ટ્સ એવોર્ડ સાલ ૨૦૧૨ માં મળ્યો.
• મિસાલ-એ-હિમ્મત પુરસ્કાર ફલાઈંગ શીખ મિલ્ખા સિંઘ અને પદ્મશ્રી પી.ટી. ઉષા -સાલ 2012 દ્વારા પ્રસ્તુત થયો હતો.
• મહારાષ્ટ્ર છત્રપતિ એવોર્ડ સાલ ૨૦૦૯-૧૦
• હરિયાણા કરમભૂમી એવોર્ડ સાલ ૨૦૦૮ માં
• સ્વાવલંબન પુરસ્કાર મહારાષ્ટ્ર સાલ ૨૦૦૬ માં
આ સિવાય ૪ વખત તેઓએ લીમ્કા બુક ઓફ રેકોર્ડઝ મા પોતાનું નામ નોંધાવ્યું છે.
આવો જોઇએ તેમની આંતરરાષ્ટ્રીય સિધ્ધીઓ.
• આઇપીસી એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, દોહા સાલ 2015 મા ડિપ્લોમા મા 5 મી પોઝિશન - શોટ પટ માં મેળવી.
• આઇપીસી ઓશનિયા એશિયન ચૅમ્પિયનશિપ, દુબઇ માર્ચ સાલ 2016 મા 1 ગોલ્ડ અને, 1 ચાંદી શોટ પુટ મા મેળવ્યો.
• એશિયન ઇંડિયા પેરા ગેમ્સ સાલ 2014 - મહિલાઓની એફ 53-54 ભાલાફેંક માં નવા એશિયન રેકોર્ડ સાથે રજત ચંદ્રક મેળવ્યો.
• આઇપીસી 2 જી ચાઇના ઓપન એથલેટિક્સ ચૅમ્પિયનશિપ બેઇજિંગ 10-17 એપ્રિલ સાલ 2014 માં શોટ પટ એફ- 53-55 માં ગોલ્ડ મેળવ્યો.
• જર્મન ઓપન એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ બર્લિન સાલ 2013 - આઈપીસી લાયકાત પસંદગીમા - આઈપીસી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ લિયોન સાલ 2013 માટેની લાયકાત મેળવવા માટે માત્ર ભારતની મહિલા હતા.
• આઇપીસી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ, લિયોન સાલ 2013 માં ડિપ્લોમા પોઝિશન મેળવી.
• આઇડબલ્યુએએસ વર્લ્ડ ગેમ્સ શારજાહ ડિસે -સાલ 2011 માં બે બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા અને બે ન્યૂ એશિયન રેકોર્ડ્સ પણ બનાવ્યા હતા.
• આઈપીસી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ક્રાઇસ્ટચર્ચ જાન્યુ સાલ 2011 માં સિલ્વર મેડલ મેળવ્યો.
• આઇપીસી વર્લ્ડ એથ્લેટિકસ ચૅમ્પિયનશિપ ન્યુઝીલેન્ડ સાલ 2011 માં એ જ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કરવા માટે માત્ર મહિલા પ્લે-ઍથ્લેટ હતા અને તેમાં તેમણે ડિપ્લોમા પોઝિશન શોટ પુટ માં મેળવી હતી.
• પેરા એશિયન રમત ચાઇના ડિસે સાલ 2010 માં કાંસ્ય મેડલ મેળવ્યો હતો. એશિયાઈ ગેમ્સમાં વુમન એથલ દ્વારા પ્રથમ એવૉર્ડ અને મેડલ મળ્યો હતો.
• સીપી સ્પોર્ટ્સ નોટિંગહામ ઈંગ્લેન્ડ સપ્ટેમ્બર સાલ 2010 માં ત્રણ ગોલ્ડ મેડલ્સ અનુક્રમે શોટ-પુટ, ડિસ્કસ, જાવેલીન મા મેળવ્યો હતો.
• આઇડબલ્યુએએસ વર્લ્ડ ગેમ્સ, ભારત સાલ 2009 માં શોટ પોટ માં કાંસ્ય મેડલ મેળવ્યો હતો.
• વર્લ્ડ ઓપન સ્વિમિંગ ચેમ્પિયનશિપ બર્લિન સાલ 2008 મા દશમુ સ્થાન એસ -5 સ્વિમિંગ બેકસ્ટ્રોક માં મેળવ્યું હતું .
• આઇડબલ્યુએએસ વર્લ્ડ ગેમ્સ તાઇવાન સાલ 2007 મા તેમણે ડિપ્લોમા પોઝિશન જાવેલીન એફ 53 વિમેન મા મેળવી હતી.
• એફ.ઇ.એસ.પી.સી ગેમ્સ કુઆલા લુમ્પુર સાલ 2006 માં એસ -5 સ્વિમિંગ બેકસ્ટ્રોક માં 2ND પોઝિશન મેળવ્યું હતું .
• બેઇજિંગ ઓલિમ્પિક્સ સાલ 2008 માં બી લેવલ જાવેલીન થ્રો એફ -53 માં ક્વોલિફાઈડ થયા હતા. જેમા તેમનું મિસ્ટર કપિલ દેવ દ્વારા સન્માન થયું હતું .
તેમના મેડલસ ,એવોર્ડ ,સન્માન અને સિદ્ધિ ઓનુ લિસ્ટ બહુ જ લાબું છે.જે શારીરિક રીતે સામન્ય રમતવીર માટે પણ હાંસિલ કરવી મુશ્કેલ છે.
દીપા મલિકની સિદ્ધિઓના તાજમાં એક તેજસ્વી રત્ન છે. સાલ 2008 માં તેમણે યમુના નદીમાં હાલની સામે એક કિલો મીટરના અંતરે તરણ માટે ઝંપલાવ્યું, જેના માટે તેમની પાસે 2 લિમ્કા રેકોર્ડ્સ તેમના નામ પર છે.
લિમ્કા એવરવર્ક રેકોર્ડ્સમાં બીજો ઉલ્લેખ કરાયો છે કે તે બાઇક પર ચેન્નાઇથી દિલ્હી સુધી 3278 કિ.મી.ના પ્રવાસને આવરી લેનાર પ્રથમ પાર્પ્લેગિક મહિલા બન્યા હતા. 9 દિવસમાં તેમણે લદાખના સૌથી ઊંચી રસ્તાઓના 9 ઊંચાઈએ પહોંચ્યા હતા.જે ખુબ જ કપરું હતું .
સ્પોર્ટ્સ મંત્રાલયની વતી આયોજન પંચના એચઆરડી વિભાગ દ્વારા નોમિનેટેડ તરીકે તેઓ રમતો અને શારીરિક શિક્ષણ પર 12 મી પાંચ-વર્ષીય યોજના (2012-2017) માં કાર્યશીલ જૂથ ના સભ્ય છે.
તેમણે એફ -53 / 54 જાવેલીન ઇવેન્ટમાં 2018 માં દુબઈમાં યોજાયેલ પેરા એથલેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. હાલમાં તેઓ એફ -53 કેટેગરીમાં વિશ્વના નંબર વન છે.
તેમની બે પુત્રી ઓ છે એક અંબિકા અને બીજી દેવિકા. તેઓ તમામ વિકલાંગ અને સક્ષમ અેમ બન્ને માટે પ્રેરણા રૂપ છે. તેઓ હાલ માં દેશ ની વિભિન્ન જગ્યાઓ એ આમંત્રણ મળવા પર પ્રેરણાત્મક લૅક્ચર આપવા પણ જાય છે.જેથી કે દેશ મા રહેલા તમામ વિકલાંગો અને સક્ષમ ને જીવન મા લડવા ની પ્રેરણા મળે.
આજે વ્હીલચૅર પર તેમને ૧૯ વર્ષ થયા. પણ તે ફીટ છે. યોગ કરે છે કસરત કરે છે. અને આજે પણ તે જુસ્સાથી દરેક મુકાબલા મા ભાગ લે છે.વાહ ગ્રેટ વીર ભારત દેશ ની અને એક વીર સૈનિક પિતા ની વીર પુત્રી ને સલામ છે. માત્ર માતાપિતા નું નહી પુરા દેશ નું નામ તેમણે વારંવાર રોશન કર્યું છે.
દી:-દીપક ની જેમ ઉજાસ ફેલાવ્યો.
પા:-પાર કરી અધરા ચઢાણ.
મ:- મન મક્કમ કરી ચાખ્યા સફળતા ના સ્વાદ.
લિ:-લિધા વિના કોઈનો સાથ સમાજ ને શીખવ્યો એક સુંદર પાઠ.
ક:-કઠણ મનોબળ વાળા ને હિમાલય ના કપરા ચઢાણ પણ ડરાવી શકતા નથી
બહુ ઓછા લોકો આ નામ જાણતા હશે કે બહુ ઓછા લોકો ને આ નામ યાદ હશે. તેમનું જીવન ખુબ જ પ્રેરણાદાયી છે. જે દરેક ને હિંમત રાખી ને લડતા ,જીવતા અને જીતતા શીખવે છે ભલે કોઇ પણ પરિસ્થિતિઓ આવે. દેશને અને મને ગર્વ છે તેમના ઉપર.ધન્ય છે તેમના પુરા પરિવાર ને જેઓ બધા એ દેશ ની સેવા માં અને દેશ નું નામ રોશન કરવા માં જીવન સમર્પિત કર્યું .તેમનાં ભાઇ વિક્રમ નાગપાલ પણ ઇન્ડિયન આર્મી મા બ્રીગેડિયર તરીકે દેશ ની રક્ષા કરી રહ્યા છે.
અંતે એક સવાલ
અપંગ કોણ?
ઓપ્શન ૧ સર્વ અંગ હોય પણ આળસુ ,હિંમત વિના ના,ડરપોક કે જે નાની નાની વાત મા હાર માની જાય અને પરિસ્થિતિઓ ને દોષ આપે.
ઓપ્શન ૨ લકવાગ્રસ્ત વ્યક્તિ પણ મક્કમ મનોબળ વાળા વ્યક્તિ કે જે કોઇ પરિસ્થિતી નો સામનો કરી દેશ નું નામ પુરી દુનિયામાં ઉજાળે
ગ્રાન્ડ સેલ્યુટ ટુ દીપા મલિક
જય હિંદ.