તુ મુસ્કુરાયે વજાહ મે બનું
ભાગ-4
પ્રસ્તાવના
તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી, હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી. લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..
ભાગ-7
(મને 10:58 વાગ્યે મળ્યો હતો)
મેહુલે મેઘાને કહ્યું કે તેની ટ્રેન જે અગિયાર વાગ્યાની હતી એ તેને સાડા બારની ટ્રેનમાં બુકિંગ પોસ્ટપોન્ડ કર્યું છે. આ સાંભળી મેઘા તો એકદમ shoked and surpirse થઇ ગઇ. એને ગાડીને સજ્જડ બ્રેક મારી અને ઝુમી ઉઠી.. મેહુલને ગાડી માં જ પોતાની સીટ પરથી જ હગ કરી લીધું અને મેહુલના શોલ્ડર પર એક મુક્કો માર્યો. પછી ગાડીને યુ ટર્ન માર્યો. મેહુલે વાતની શરૂઆત કરી,"બીલ્લુ મારી ટ્રેન તો લેટ છે પણ તારા ઘરે???"
"Don't worry મારી જાન, ભાઈ ભાભી તો 4 દિવસથી બહાર ગયા છે ફરવા અને મમ્મી પાપા આજ ગામ જવા માટે નીકળી ગયા છે. મારે વાત થઇ ગઈ છે. હું ઘરે પહોંચીશ ત્યારે મને સવાલ કરવાવાળું કોઈ નહીં હોય બકા... so you just chill"
"ઓહ તો તારા કહેવાનો મતલબ છે કે હું ટિકિટ કેન્સલ કરાવી દઉં એમ?", મેહુલે આંખ મારતાં મેઘાને કહ્યું.
"એ.... એક જાપટ પડશે ને... છાની માની અમદાવાદ નો રસ્તો માપ. "
મેહુલ મેઘાના આ લેડી ડોનના ગુસ્સા પર હસવા લાગે છે.
"ઓકે, ઓકે, kiiding યાર... ગરમ નહીં થા... અને.... હા તો મેડમ,હવે તમે થોડીક તકલીફ લેશો અમને કહેવાની કે આટલું મોટું function તમે કેવી રીતે manage કર્યું?? I mean to say how it is possible યાર!!!??? આ બધા જ વ્યક્તિ જુદી જુદી જગ્યાએથી આવે છે. મારા મિત્રો,મારા family members, મારી સાથે ઑફિસમાં કામ કરતા મારા ક્લીગ્સ... આ બધા readers અને લેખકો... ??!!! કેવી રીતે મેઘા!?!?!... અને આ પ્રોજેક્ટર પર પ્રોગ્રામ... એની આગળ પાછા બધા જ એક્ટર્સ.... બેકગ્રાઉન્ડ.... મારી સ્ટોરી જાણે એક શોર્ટ ફિલ્મ બની ગઇ.... કઇ રીતે કર્યું આ બધુ તે યાર બીલ્લુ!!!?? કેવી રીતે... !!??? મેહુલ એક જ શ્વાસે બધું બોલી ગયો.
"શ્વાસ લઈ લે બકા શ્વાસ લઈ લે. હું અહી જ છું અને કહું છું બધું જ. શાંતિ રાખ થોડી... ધીરજ ધર.. લે પાણી પી. "
"એ ચાંપલી, મારે કંઈ નથી પીવું તું મને પેલા બધા જ સવાલ ના જવાબ આપ. "
"Ok, fine.... listen"
"હમમમમ start... "
"તો તને યાદ જ હશે કે મેં જ્યારે આંખના નંબર ઉતાર્યા ત્યારે હું fully આરામ પર હતી... એ પણ આંખો બંધ રાખી મોબાઈલ વગર ... હાહાહાહાહા... તો હવે mind ને કંઈક તો કામ જોઈએ ને... બસ મળી ગયું કામ... જે જોઈતું હતું એ reason મળી ગયું. ‘તારા ચહેરા પર એક smile લાવવા માટે'... અને કરી દીધું apply... "
"But... આ બધા.... "
"એ બધાને ધીમે ધીમે connect કરી ને contct કર્યા... કુણાલ ઢાંકેચા અને પાર્થ ઘેલાણી ની બુક હું read કરતી. એ બંને સાથે મેં પહેલા વાત કરી,એ લોકો agree થયા. પછી મેં કીધું એમ એ લોકો એ ફેસબુકમાંથી તારા સિહોરના ફ્રેન્ડ્સ ને contct કર્યો. અને એ લોકો પણ agree થયા. પછી વારો આવ્યો તારા readers નો ... તો એમાં પણ same thing જ એપ્લાય કરી... અને લેખકો ને તો invite જ કરવાના હતાં. પછી રહી વાત પ્રોજેક્ટર અને એક્ટર્સ ની... તો એ બધું જ પાર્થ ની મદદથી થયું. એ બધા એક્ટર્સ તારા readers જ હતાં એ તો તે પછીથી બધા મળ્યાં ત્યારે જોયું... એ લોકોએ અમારા કહેવા પ્રમાણે diloges અને acting તૈયાર કર્યા કારણ કે આ કંઈ વધારે અઘરું ન હતું. અને થોડી ઘણી કંઈ જરૂર પડી કોઈને તો એ પાર્થ એ solve કરી દીધું. અને એ acting માં patakha વાળીને તો તું ઓળખતો જ હશે"મેઘાએ આંખ મારી.
"હા ચાંપલી તું તો ડોસી થઇ જઈશ તો પણ તને તો ઓળખી જ જઈશ.... હાહાહાહા"
અને પછી 2 દિવસ પહેલા તું અમદાવાદ ગયો, એ પછી તારા ફ્રેન્ડને કહીને તારા ફેમિલી જોડે અને તારા ઑફિસના કલીગ્સ જોડે મેં વાત કરી ને તેમને પણ invite કર્યા. That's my plan"
"બીલ્લુ... ,you are too good યારરર... મતલબ આખા દિવસમાં એકવાર પણ મને ખ્યાલ ન આવવા દીધો. જરાક પણ નહીં.. !!મેં મારી life માં ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું... કે મારા માટે કોઈ આવું... "
"Ssshhhhh... no need to words"
"Thanks યાર બીલ્લુ"
"બસ હવે ગાળ ના આપ યાર"
બંને હસવા લાગ્યા.
ગાડી તાપીના કિનારે લીધી. અહીં બેસવા માટે ખૂબ જ સરસ જગ્યા હતી. વૃક્ષો ની નીચે બેન્ચ મુકવા માં આવી હતી. નીચે સરસ ગ્રાસ હતું. અને સામે શાંત તાપી મૈયા વહી રહ્યા હતા. કૃષ્ણ પક્ષની પાંચમનો ચંદ્ર એની ચાંદની દ્વારા અંધારાને હટાવવા મથતો હતો. મેઘાએ ત્યાં ગાડી રોકી. હજુ તો મેઘા જેવી ગાડીને બ્રેક મારી કે તરત જ મેહુલ બહાર નીકળી ગયો. અને મેઘા બહાર નીકળી કે તરત જ મેહુલ આવી ને સીધુ જ મેઘા ને એકદમ જ tight Hug કરી લીધું. મેઘા એક સેકન્ડ માટે કંઈજ સમજી ન શકી. અને અચાનક જ આમ મેહુલ તેને ચીપકી જવાથી એ એક કદમ પાછળ ખસી ગઈ ને કાર ને ટચ થઈ ગઈ. બંને એકબીજા ને કંઈજ પૂછ્યા વગર... કંઈજ કીધા વગર એકબીજાનો સ્પર્શ, એક બીજા ની ધડકન,એકબીજા ની હૂંફ,એક બીજા પ્રત્યેની ફીલિંગ્સ ની આપ લે મહેસુસ કરી રહ્યા.... મેઘા એ ફિલ કર્યું કે મેહુલ રડી રહ્યો છે.
મેઘા સમજી ગઈ હતી કે મેહુલ શા માટે રડે છે. એટલે મેઘા એ hug વધારે tight કર્યું. અને મેહુલ ના માથા પર વાળમાં હાથ પસવારવા લાગી. મેઘાની આંખો પણ ભીની થઈ ગઈ. પણ એને મેહુલને આજ એક સેકન્ડ માટે પણ ઉદાસ નહોતો કરવો. એટલે એને હસાવવા માટે મેહુલના કાન પર બચકું ભર્યું. મેહુલ ને ગલીપચી થતા તે હસવા લાગ્યો અને મેઘાથી થોડો દૂર થયો. અને કહ્યું,"બિલાડી,તું તો શાંતી થી રડવા પણ નથી દેતી. "
મેઘાએ મેહુલના બંને ગાલ પર હાથ રાખ્યા અને કહ્યું," yes, બિલકુલ નહીં,અહીં તને રડવા માટે નથી બોલાવ્યો,અને ખાસ તો રડવા માટે કઈ દોઢ કલાક ટ્રેન લેટ નથી કરાવી. સમજે મેરે બાબુલાલ. !!! હાહાહાહા... "
મેઘાએ મેહુલને સહેજ નીચે નમાવી... પોતાના પગ પાનીએ થઈ સહેજ ઊંચા કરી મેહુલને forehead પર કિસ કરી. અહીં મેહુલનું છેલ્લું આંસુ હતું. મેહુલ અત્યારે જાણે આ આખી દુનિયાથી પરે હતો. સર્વસ્વ ભૂલીને બસ આ મોમેન્ટસને એ જિંદગીની બેસ્ટ મોમેન્ટસ બનાવવા માંગતો હતો. અરે બનાવવા માંગતો હતો શું... આ બેસ્ટ મોમેન્ટસ હતી એની life ની.
મેહુલે મસ્ત ડિમ્પલ વાળી smile આપી અને ફરીથી મેઘાને hug કર્યું. અને પછી અલગ થઈ ને કહ્યું,"અરે cutie pie, અત્યાર સુધી તારા પર તો મારું ધ્યાન જ ન ગયું. કે તું ફ્રેશ થઇને આવી ત્યારના તે કપડાં change કરી નાખ્યા છે. By the way આખો દિવસ તો તું કમાલ લાગતી જ હતી તારા બોલ્ડ લૂકમાં પણ અત્યાર ના તારો આ રીયલ નેચરલ લૂક જોઈ ને એ બધા જ ફિક્કા લાગે છે. બીલ્લુ, સાચું કહું,તને સાચે કોઈ જ make up ની જરૂર નથી. તારી પાસે જે આંખો છે ને એ કોઈને પણ ડુબાડી શકે છે. તારા જે ગાલ છે ને એ કોઈ ને પણ એકવાર તો ટચ કરવા માટે મજબૂર કરે છે. અને એમાં પડતા આ ડિમ્પલ... ઉઉફ્ફ... !!! કોઈ પણ પડી શકે છે તારા આ ગાલ ના ખાડામાં.... તારા આ લિપ્સ છે ને એ કોઈને પણ ચાખવા માટે લલચાવે છે. તારા આ...
" બસ ઓયે, પાછો વળી જા ને હવે વ્હાલા,હાહાહા... "મેઘાએ મેહુલના હોઠ પર હાથ રાખી એને બોલતા અટકાવ્યો. મેહુલના શબ્દોએ વિરામ લીધો તો તેનું કામ આંખો એ સંભાળી લીધું. મેહુલ એકીટશે મેઘાને નીરખી રહ્યો હતો.
મેઘા જ્યારે ફ્રેશ થઈને આવી ત્યારે જ night suit માં આવેલી. તેને એક લૂઝ બેબી પિંક ટીશર્ટ અને બ્લુ ઘૂંટણથી ઉપર સુધીની શોર્ટ્સ પહેરેલી હતી. એના પર એને લોંગ સ્લીવનું લોન્ગ ગ્રે અપર પહેરેલું હતું. જે ઘૂંટણથી થોડું નીચે સુધી નું હતું. અત્યારે મેઘાએ કોઈ જ make up કરેલો ન હતો. વાળ પણ તેને એક સ્ટીકની મદદથી બાંધી લીધા હતા. તેની આ મેસ્સી હૈરસ્ટાઈલ માંથી વિખરાયેલ લટ તેના બંને ગાલ પર રમી રહી હતી. જે તેના ફેસને વધારે cute બનાવી રહી હતી. મેહુલ એક સેકન્ડ માટે પણ મેઘાને જોવાનો મોકો નહોતો છોડતો.
મેઘાએ મેહુલનું ધ્યાન ભંગ કરતા કહ્યું, મેઘ મારાથી આમ દોઢ કલાક સુધી નહીં ઉભી શકાય. આપણે કોઈ સારી જગ્યાએ બેસીએ બકા?
"Yes princess, પણ એતો કહે કે તું always આટલાં કપડાં સાથે રાખે car માં કે આજ માટે જ હતી આ advertiesments, હાહાહાહાહા... "
"એ ડોફા,બહું હોશિયારી ના કર, નહી તો એક જાપટ પડશે. એમાં એવું છે કે હું હજુ આજ સવારે જ વડોદરાથી આવી. એટલે બેગ કારમાં જ હતી. અને આજ કામમાં પણ આવી. અને advertiesment શું હા.. ?? હું તને એક પછી એક પહેરી ને બતાવતી હતી?હું તને પુછતી હતી કે હું કેવી લાગુ છુ એમ.. બોલ, પૂછતી હતી... ?વાયડા... બીલાડા... "મેઘા મેહુલને મુક્કા પાટા મારવા લાગી. અને બંને હસવા લાગ્યા.
બંને વાતો કરતા કરતા થોડુંક ચાલે છે ત્યાં એક બેન્ચ પડેલી હોય છે. મેહુલ મેઘાને ત્યાં બેસવા કહે છે. અને પોતે પણ બેસે છે. જેવો મેહુલ બેન્ચ પર બેસવા જાય છે કે મેઘા તેનો હાથ પકડીને ખેંચે છે. અને થોડુંક આગળ ચાલીને નીચે ઘાસ માં બેસાડે છે. મેહુલ મેઘા સામે તાકી રહે છે. પછી મેહુલ કંઈ જ બોલ્યા વગર મેઘાના ખોળામાં માથું રાખીને સૂઈ જાય છે. મેઘા smile કરે છે. અને મેહુલના માથામાં હાથ ફેરવવા લાગે છે. બંનેમાંથી કોઈ જ કંઈ બોલવા નથી માગતું... બસ આ પલને કેદ કરી લેવા માંગે છે... બંને કહેતા નથી પણ આ પલમાં જ જિંદગી પસાર થઇ જાય એવું વિચારે છે.
થોડીવાર મૌન રહ્યા પછી મેહુલએ કહ્યુ,"બીલ્લુ, એક વાત કહું?"
"હમમમમ બે કહે... "
"મારી આજ સુધીની જ નહીં... પણ આખી life નો best day આજ હતો અને રહેશે. સાચે યાર,જે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું ક્યારેય તે એ કર્યું છે. મને નથી ખબર પ્રેમ શું છે? પણ બધા કહે છે કે જ્યારે તમે દુનિયાનું સર્વસ્વ કોઈ એક પલ માટે છોડવા તૈયાર રહો અને એ પલમાં જે મહેસુસ કરો ને એ પ્રેમ છે. તો અત્યારે હું પ્રેમમાં છું આ પલ સાથે…. હું આ પલને ક્યારેય ભૂલવા નથી માંગતો. આ દિવસને હું ક્યારેય નહીં ભુલું બીલ્લુ ક્યારેય નહીં... thank you so much for all this things... જાણું છું thank you શબ્દ ખૂબ નાનો છે આના માટે પણ એના સિવાય મારી પાસે કોઈ શબ્દ જ નથી યાર... "
"બસ હવે પાગલ, કોઈ શબ્દની જરૂર પણ નથી બકુ, અને આ બધું મેં તારી વાહવાઈ લેવા માટે નથી કર્યું. અને મારે કંઈ સાંભળવું પણ નથી. કારણ કે મેં જે મેળવવા માટે કર્યું એ મને મળી ગયું. હવે કંઈ ન જોઈએ. "
"અચ્છા,શું મેળવવા માટે કર્યું?"
"એ જવાબ પણ તને રાઈટ ટાઇમ પર મળી જશે. "
"ઓહ વન મોર સસ્પેન્સ"
"યસ ડાર્લિંગ"ડિમ્પલ વાળી સ્માઈલ સાથે મેઘા આંખો નચાવે છે.
પછી થોડી વાર બંને વાતો કરે છે.
"બીલ્લુ, મને એક વાત નથી સમજાતી. "
"અરે ! અબ ક્યાં રેહ ગયા તેરા???!!"
"રાહુલને માટે મારે દુઃખી થવું જોઈએ કે મારા માટે ખુશ? એને હું થેન્ક યુ કહું કે ગાળો આપું??"( રાહુલ સાથે મેઘાની સગાઈ થઇ હતી. જે રાહુલએ વાહિયાત કારણોસર તોડી નાખેલી. )
"રાહુલ??!!! અત્યારે રાહુલ કેમ યાદ આવ્યો તને?"
"અરે, તારા જેવી છોકરી જે એક ફ્રેન્ડની એક સ્માઈલ માટે આટલું કરી શકે છે તો એ એના લાઈફ પાર્ટનરની ખુશી માટે શું ન કરે?!, એ એટલું પણ ન ઓળખી શક્યો તને યાર, તારા જેવી છોકરી મેળવીને ગુમાવી દીધી એને??!!! આટલો મૂર્ખ કેમ બની શકે એ??? એટલે મને એની મૂર્ખામી પર ગુસ્સો પણ આવે છે અને દયા પણ આવે છે. અને મને ખુશી મારા માટે એટલે થાય છે કે જો એને તને ન છોડી હોત તો આજ હું અહીં ન હોત.... "
"હમમમમ તો હવે એનું શું છે???"
મેહુલ મેઘાના ખોળામાંથી ઉભો થઈને મેઘાની સામે બેસી જાય છે.
"વેઇટ.... વન મિનિટ હા... "
મેહુલ એના ખિસ્સા માંથી મોબાઈલ કાઢીને ને મેઘાના ફોનમાંથી નંબર લઈને કોલ કરે છે...
" હેલો રાહુલ સ્પીકિંગ???"
"હા જી કોણ?"
"હું કોણ એતો તારે જાણવાની જરૂર નથી પણ અત્યારે તને થેન્ક યુ કહેવા માટે જ કોલ કર્યો છે. "
"બટ ફોર વૉટ એન્ડ વુ આર યુ?"
" અરે કીધું તો સહી કે જાણવા જરૂર નથી તારે પણ એટલું જરૂર કહીશ કે તારી લાઈફની મોટામાં મોટી ભૂલ મારા માટે આશીર્વાદ બની ગઈ છે. એટલે તારો આભાર માનું એટલો ઓછો છે. સો થેન્ક યુ સો મચ અગેઇન"
"અરે પણ તમે છો કોણ?,અને મારી કઈ ભૂલ?'
"હવે તું એમ પણ નવરો જ છો,શાંતિથી વિચારજે કઈ ભૂલ એમ. અને રહી વાત કે હું કોણ છું એ .... તો એ તને ક્યારેય નહીં ખબર પડે. બાય... ગુડ નાઈટ"
મેહુલ કોલ કટ કરે છે. અને મેઘા સામે જુએ છે.
"આર યુ મેડ મેહુલ?, શું કરતો હતો તું અને શું જરૂર હતી તારે એને કોલ કરવાની?અને હું પાછી રોકુ છું તો જવાબ પણ નથી આપતો અને મંડી જ પડયો હતો. શું મજા આવી ???"
"અરે ગાંડી, તે જ તો શીખવ્યું છે કે જે કામ માં મજા આવે એ કામ કરવું જ જોઈએ... તો મને આમાં મજા દેખાઈ એટલે મેં એ કર્યું. "
"બહું સારું કર્યું હો બિલાડા... હવે ટાઈમ જુઓ જરા... કેટલા વાગી ગયા. ચાલ ઉભો થા ફટાફટ નહી તો મિસ થઇ જશે ટ્રેન તારી. "
"હા યાર ખબર જ ન પડી કેમ સમય વીતી ગયો તારી સાથે.. "
મેહુલ ઉભો થાય છે. અને અને મેઘા સામે હાથ લંબાવે છે ઉભી કરવા માટે... મેઘા મેહુલનો હાથ પકડીને ઉભી થાય છે કે મેહુલ તરત જ એને પોતાની તરફ ખેંચી લે છે. મેઘા ના શ્વાસ અટકી જાય છે... મેહુલ અપલક નજરે મેઘા સામે જુએ છે. મેહુલ એના ખિસ્સા માંથી કંઈક કાઢે છે અને મેઘાના ગળામાં પહેરાવે છે. મેઘાએ જોયું તો ગોલ્ડની એક પાતળી ચૅઇનમાં BILLU લખેલું જોઈન્ટ પેન્ડેડ હતું.
"બીલ્લુ આમ બાઘાની જેમ ના જો... હું કંઈ તને મંગલસૂત્ર નહોતો પહેરાવતો કે ના તો હું કંઈ આ અંધારાનો ફાયદો ઉઠાવી તારી સાથે એવી હરકત નથી કરવાનો પાગલ.... ભૂતડી... બાય ધ વે બહુ મસ્ત લાગે છે તને આ…. કોઈ ની નજર ન લાગે બીલ્લુને,ચાલ હવે એક મસ્ત હગ આપી દે ચાલ એટલે કામ પતે... હહહાહાહા... "
બંને મસ્ત નિર્દોષ હગ કરે છે. મેહુલ મેઘાના કપાળ પર એક કિસ કરે છે. મેઘા મેહુલ સામે ભીની આંખે જુએ છે. મેહુલ એને આંખના ઈશારે જ રડવાની ના પાડે છે. બંને એકબીજાની આંખોમાં એટલા ખોવાઈ જાય છે કે ક્યારે તેમના હોઠને આંખોએ એક થવાની મંજૂરી આપી એનો પણ ખ્યાલ નથી રહેતો. એકદમ શાંત રીતે એમના હોઠોનું મિલન થાય છે... અને થોડીક સેકન્ડ પછી બંને છુટા પડે છે. વાતાવરણ થોડુંક શાંત થઇ ગયું હોવાથી મેહુલ એને પાછું હસતું કરવા માટે મેઘા સામે એક મસ્તી ભરી નજરે જોઈ ને કંઈક વિચારતો હોય એમ પૂછે છે," બીલ્લુ, તને શું લાગે આ 24 વર્ષની નખરાળી છોકરી અને 20 વર્ષના સીધા સાદા છોકરાની જોડી જામશે??'
મેઘા," એ.... સીધા સાદા... એક લપ્પડ લગાઉંગી મેં તુજે... જોડી જામશે વાળો.... ચાલ આમ છાનો માનો.... " અને મેઘા મેહુલનો હાથ ખેંચીને એક માસુમ smile અને હજારો યાદો સાથે બંને આગળ ચાલવા લાગે છે.
બંને કારમાં બેસી ને સ્ટેશન તરફ રવાના થાય છે.
હવે બોલવા માટે શબ્દની જરૂર ન હતી...
FM માં સોન્ગ આવતું હતું.... 'તું મુસ્કુરાયે વજાહ મેં બનું..... '
સ્ટેશન પર જતા ટ્રેન પણ આવી ગઈ હોય છે. મેહુલ આવ્યો હતો ખાલી હાથે... વગર સામાન એ.. પણ અત્યારે તે 2 બેગ ગિફ્ટસ અને સેકડોથી વધારે યાદો લઇને જઇ રહ્યો હતો. બંને લાસ્ટ હગ કરે છે. અને મેહુલ ટ્રેનમાં બેસે છે. ટ્રેન ચાલુ થાય છે. બંનેના હાથ એકબીજાને બાય કહે છે અને આંખો ઘણું બધું.... ટ્રેન સ્ટેશન છોડે છે અને મેઘા પણ...
મેઘા બહાર આવી ગાડીમાં બેસી ગાડીને ઘર તરફ વાળે છે.
મેહુલને ફોન કરી ને કહે છે,"હું ઘરે પહોંચી ને તને કોલ કરીશ ચિંતા ન કરતો. "
"ઓકે બીલ્લુ ટેક કેર"
મેહુલ આજના દિવસને યાદ કરતો હતો અને વિચારતો હતો કે હું એમ વિચારતો હતો કે સાંજ સુધીમાં આ સુરતી લાલી મને ખાલી કરી દેશે…. પણ એને સાબિત કરી દીધું કે એ સાચે જ મોજીલી સુરતી લાલી છે… કંજૂસ અમદાવાદી જેવી નહીં…. અને એને યાદ કરતો કરતો આજના ફોટોગ્રાફ્સ જોઈ રહ્યો છે. અડધી કલાક પછી મેહુલના મોબાઈલમાં તેના ઇ મેઈલ પર નોટિફિકેશન પૉપ અપ થાય છે.
મેહુલ જુએ છે તો એમાં થોડાક ફોટોગ્રાફ્સ હોય છે જે મેઘા એ મેહુલની જાણ બહાર ક્લિક કરાવ્યાં હતાં ...
જેમાં મેહુલ પ્રોજેક્ટર પરનો પ્રોગ્રામ જોતી વખતે જે આશ્ચર્ય મિશ્રિત સ્માઈલ કરી રહ્યો હતો, લાઈટ્સ ઓન થતા એના જે ચહેરાના હાવભાવ હતા,તેના ફેમિલી ને મળતી વખતે તેની મુસ્કાન ની સાથે આંખ માં જે આંસુ હતા, દીદીનું નાક ખેંચતો હતો,પાપા મમ્મીને પગે લાગતો હતો,શ્લોકને હવામાં ઉછાળ્યો હતો,કેક કટ કરતો હતો,મેઘા એના ગ્રુપ સાથે હતી ત્યારે એની સામે ચોર નજરથી જોતો હતો,મેઘા સાથે ડાન્સ કરતો હતો. પ્રવીણ ભાઈ સાથે ગળે મળતો હતો.
આ સિવાય પણ હજુ ઘણા ફોટોગ્રાફ્સ હતા. જે જોઈ ને મેહુલની આંખમાં પાછા એ જ મુસ્કાન સાથે આંસુ આવી ગયા ને એ બોલી પડ્યો.... કમાલ છે આ મેઘુડી પણ સાચે... અને એટલામાં જ મેસેજ આવ્યો.. I am at home.... and gonna sleep.... phochi ne call karje... bye tc. have a good night.... ????"
Be Continue……
મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી. સૉરી.
- Mer Mehul