Stardom - 14 in Gujarati Fiction Stories by Megha gokani books and stories PDF | સ્ટારડમ - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટારડમ - 14

હાઇલાઇટ-

નૈના એ બીજી એક ફિલ્મ સાઈન કરી એ ખુશી માં આર્યન, આકાશ અને નૈના બહાર ડિનર કરવા ગયા. ત્યાં જ વૉશરૂમ માં નૈના ને પલક મળી આવી.. પલક ના નૈના પ્રત્યે ના ખરાબ વર્તન ને જોઈ અને નૈના એ તેની સામે વાત છેડી. વાત વાત માં ખબર પડી કે નૈના એ સાઈન કરેલ ફિલ્મ પેહલા પલક ને ઓફર થઈ હતી પણ આકાશ એ એ ફિલ્મ ને બદલે એની પાસે એક રાત માંગી હતી. અને સાથે જ આર્યન વિસે પણ વાત છેડતા ખબર પડી કે આર્યન નું ત્રણ વર્ષ પહેલાં નિશા સાથે અફેર હતું.

બધી વાત જાણવા ને પુષ્ટિ કરવા નૈના પલક ના ઘરે પહોંચી ત્યાં ખબર પડી કે નિશા આર્યન ના બાળક ની મા બનવા ની હતી. એ ન્યુઝ સાંભળી આર્યન એ નિશા ના કેરેક્ટર અને કલાકારી પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેને ન સ્વીકારી.

બધી વાત જાણી, સમજી નૈના આર્યન ના ઘરે પહોંચી.

ચાલો આગળ શું થાય છે જોઈએ.

તો તૈયાર છો શરૂ કરીએ સ્ટારડમ નો સફર.

***

નૈના કશું ન બોલી, આર્યન સામે જોતી ઉભી રહી.

"તો મળી ગયું કારણ તને...?" આર્યન બોલ્યો.

"હા ."

"શું ..?"

" તું." નૈના બોલી.

"શું મતલબ...?"

ત્યાં નૈના એ નિશા ની પ્રેગ્નેન્સી રીપોર્ટ આર્યન તરફ ફેંક્યો. અને બોલી "હવે એમ ન કહેજે કે આ ખોટું છે."

"હા છે આ સાચું હતી નિશા પ્રેગ્નેન્ટ, તો એનો મતલબ એવો તો નથી ને કે હું જવાબદાર હતો એનો."

"કમોન આર્યન, મારી પાસે તો એટલીસ્ટ કાંઈ ન છુપાવ."

" હા હું અને નિશા હતા એક રિલેશનશિપમાં, બટ ઇટ વોઝ પ્યોર લસ્ટ સ્ટોરી. અમારા બંને વચ્ચે કોઈ પ્રેમ નહતો. અને નિશા ના કેરેકટર વિસે તને જણાવી દઉં કે એ એવી છોકરીઓ માંથી એક હતી જેને પોતાના ટેલેન્ટ પર ભરોસો નહતો એટલે એને બીજો રસ્તો અપનાવ્યો હતો."

"અને તે પણ વહેતા પાણી માં હાથ સાફ કરી લીધા એમ ને, તારે એનો બીજો રસ્તો બનવા નું શું કામ હતું ? અને બન્યો તો બન્યો પણ પછી એટલીસ્ટ જે કર્યું એની જીમેદારી તો ઉઠાવવી જોઈએ ને."

"શું જીમેદારી, જ્યારે અમારા વચ્ચે એવું કશું હતું જ નહીં, તો શા માટે હું જીમેદારી ઉઠવું, એ એની ખુશી થી મારી પાસે આવી હતી. અને મેં ક્યારેય એની પાસે એવી કોઈ કમિટમેન્ટ કરી જ નહતી, તો શા માટે હું એની જીમેદારી ઉઠાવું ?" આર્યન ગુસ્સે થતા બોલ્યો.

" કાલ સવારે હું તને આવી કોઈ ન્યુઝ આપીશ તો શું તું મને પણ છોડી ને ચાલ્યો જઈશ...?"

"તું તારી અને એની સરખામણી ન કર નૈના." આર્યન નૈના ને સમજાવતા બોલ્યો.

" વાત સરખામણી ની નથી આર્યન, વાત અહીંયા એ છે કે મારી સાથે એવું કંઈ થશે તો તું શું કરીશ, આર્યન જોશી ત્યારે પણ એમ જ કરશે જે એને ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું. હજુ એની માટે આ બધી લવસ્ટોરી લસ્ટ સ્ટોરી જ છે કે પછી....

જવાબ આપ આર્યન મને." નૈના અવાજ ઊંચો કરતા બોલી.

નૈના ની એક ની એક વાતો થી ઇરીટેટ થઈ આર્યન બોલી પડ્યો, " યુ નો વ્હોટ નૈના, આવી સ્ટિટ્યૂએશન તારી સાથે બનશે જ નહીં, કારણકે નિશા માં આટલી સમજદારી નહતી જેટલી નૈના માં છે. નૈના શર્મા હું તને સારી રીતે ઓળખું છું કે તું તારા સ્ટારડમ ને સાચવવા કાઈ પણ કરી શકે છે, તો આ નિશા જેવી ભૂલ કરવા ની વાત ઘણી દૂર રહી.

અને જ્યાં સુધી લવ કે લસ્ટ ની વાત છે તો તને આજે સચ્ચાઈ જણાવી દઉં કે મને ખબર છે કે તું મારી સાથે ક્યાં કારણોસર છે.

નિશા મને એક વાત વારે વારે કહેતી કે "ચાલ આર્યન આપણે લગ્ન કરી લઈએ." અને હું એને નકારતો.

આજે હું તને એ વાત કહું કે ચાલ નૈના આપણે બંને લગ્ન કરી લઈએ, તો તારો જવાબ શું હશે એ તું અને હું બંને સારી રીતે જાણીએ છીએ."

આર્યન નૈના ની નજીક આવતા અને પોતાના હાથ વડે નૈના ના હાથ ને કોણી અને ખભા વચ્ચે થી પકડી ને બોલ્યો.

"આ ઇન્ડસ્ટ્રી ગમે તેટલી સુધરી કેમ ન જાય, આગળ કેમ ન આવી જાય. પણ લગ્ન થયા બાદ એક્ટ્રેસ કે એકટર ના કરીઅર પર અસર જરૂર પડે છે.

ઓડિયન્સ ગમે તેટલા દાવા કેમ ન કરે પણ લગ્ન બાદ કોઈ પણ એક્ટ્રેસ ના કરીઅર નો ગ્રાફ હંમેશા નીચો જ જતો દેખાશે., કેમ નૈના શર્મા આ વાત વિસે તો તું પણ જાણે છે ને ?, હવે બોલ મને સાચો પ્રેમ કરે છે ને તું તો મારી સાથે લગ્ન કરીશ...?"

નૈના સ્ટેટયું બની ને ઉભી રહી. જાણે ક્યાંય અંદર છુપાવી ને રાખેલ કોઈ રાજ એની સમક્ષ કોઈ બીજા એ રાખી દીધું હોય એમ.

"તારા અને મારા વચ્ચે વધુ ફરક નથી નૈના શર્મા. આજે જ્યાં તું ઉભી છો, ત્રણ વર્ષ પહેલાં હું પણ આવી જ એક સ્ટિટ્યૂએશન માં હતો. તો આટલું લાબું લેક્ચર આપતા પેહલા આપણી અંદર પણ થોડું જોઈ લેવાય, કે આપણે કેટલા પાણી માં છીએ.

મને ખબર છે કે કોલેજ સમય નો તારો ફ્રેન્ડ શું નામ પેલા નું.... હા, પાર્થ એની સાથે તારો સીન હતો. પણ જ્યાર થી મારી એન્ટ્રી થઈ તું તારા સ્વાર્થ માટે એનું દિલ તોડી અને મારી પાસે આવી ગઈ.

સાચું ને નૈના શર્મા ?"

આર્યન એ એની અંદર છુપાયેલ બધી વાતો નૈના ની સમક્ષ મૂકી.

આર્યન ની આવી વિચારસરણી જોઈ અને નૈના બોલી પડી, " તું આવું વિચારે છે મારા વિસે....?"

નૈના ને વચ્ચે અટકાવતા આર્યન બોલી પડ્યો , "હવે આ ખોટા મેલો ડ્રામા ન કરજે. સચ્ચાઈ સ્વીકારી લે, તું જે છો એ જ કહ્યું છે મેં તને."

નૈના એ હાથ ના ઈશારા વડે એને બોલતા અટકાવ્યો. "બસ હવે આગળ કાંઈ ન બોલતો. બધું બોલી લીધું તે, બોલવા નું અને ન બોલવા નું પણ. મારી સચ્ચાઈ તો તે મને બતાવી, પણ હવે હું તારી સચ્ચાઈ દુનિયા ને દેખાડીશ."

નૈના એ પેલી નિશા ની પ્રેગ્નેન્સી રિપોર્ટ લઈ અને ચાલતી થઈ પડી.

આર્યન કાંઈ ન બોલ્યો બસ એની તરફ જોતો રહ્યો.

નૈના ચાલતા ચાલતા એની ફેવરેટ જગ્યા એ પહોંચી. એટલે કે દરિયાકિનારા ની પારી પાસે જઈ અને ત્યાં બેસી ગઈ. ગહન વિચારો માં ડૂબેલ નૈના ને પાછળ કોઈ અવાજ આપ્યો.

નૈના એ પાછળ ફરી ને જોયું. ત્યાં પાર્થ ઉભો હતો.

"પાર્થ તું અહીંયા ?" નૈના બોલી પડી.

ત્યાં ફરી અવાજ આવ્યો " હું પણ છું નૈના."

નૈના એ થોડી નજર લંબાવી. પાછળ મેઘા ઉભી હતી.

નૈના માટે આવા સમયે અચાનક મેઘા અને પાર્થ ને જોવા એક ઓકવર્ડ સ્ટિટ્યૂએશન હતી. કેવી રીતે રીએક્ટ કરવું એ નૈના ને સમજાતું નહતું.

ત્યાં મેઘા બોલી પડી, " કાંઈ બીજું બોલવા ની જરૂર નથી, પાર્થ એ તને જોઈ હતી આર્યન ના ઘરે જતા. એને શાયદ તારી હાલત નો અંદાજો આવી ગયો હતો. એને મને વાત કરી અને અમને બંને ને ખબર હતી કે તું અહીંયા જ હોઈશ. શું થયું એ બોલી દે હવે ."

નૈના એ આર્યન સાથે થયેલ દરેક વાત ડિટેઇલ્સ માં જણાવી. અને નિશા વિસે પણ જણાવ્યું.

સાથે નૈના બોલી, " છોડીશ નહીં હું એને, દુનિયા સામે એનો સાચો ચેહરો લઈ ને આવીશ. પોતે એવો છે એટલે મને પણ એની સાથે સરખાવે છે."

ત્યાં મેઘા બોલી પડી, "ડોન્ટ માઈન્ડ નૈના, મને પણ એવું જ લાગે છે કે તને આર્યન સાથે પ્રેમ નહતો. અહીંયા તું ખોટી છો."

સાંભળી ને નૈના ગુસ્સે થઈ ને બોલી, "આમ પણ તને હું ક્યારે સાચી લાગુ છું મેઘા...."

નૈના ને વચ્ચે અટકાવતા મેઘા બોલી, "નૈના વેઇટ આ કોનવેરઝેશન ને તું ખોટા વે માં લઇ જા એ પેહલા સચ્ચાઈ સાંભળી લે. તું માન કે નહીં પણ આર્યન એ જે કહ્યું એ બધું સાચું જ છે કારણકે જે લોકો પ્રેમ માં હોય છે ને, એમનું દિલ તૂટ્યા બાદ એ લોકો કિસ્મત ને દોષ આપી ને રડતા હોય છે આમ કેવી રીતે બદલો લેવો એની પાસે એવું વિચારતા ન હોય."

મેઘા આટલું બોલીને નૈના ની કોઈ પણ વાત સાંભળ્યા વિના ચાલતી થઈ પડી.

પાર્થ પણ મેઘા ની વાત સાથે એગ્રી કરતો "ટેઈક કેર નૈના " આટલું બોલી ને ચાલતો થઈ પડ્યો.

મેઘા ની વાત એ નૈના ને વિચારતી કરી દીધી.

નૈના થોડો સમય ત્યાં બેઠી રહી ત્યાર બાદ એના ઘરે પહોંચી. ઘણું વિચાર્યા પછી એને એક નિર્ણય કર્યો.

વેહલી સવારે કોઈ ને ફોન કરી અને એની ફિલ્મ ના સેટ પર મળવા માટે બોલાવ્યા.

નૈના શૂટિંગ માં થી ફ્રી થઈ અને એને મળી. એ એન્ટરટેઇનમેન્ટ ન્યુઝ નો એક રિપોર્ટર હતો. નૈના એ તેને પોતાના અને આર્યન ના બ્રેકઅપ ની ખબર એ રિપોર્ટર ને આપી.

જ્યારે એ રિપોર્ટર એ એમના બ્રેકઅપ નું કારણ પૂછ્યું ત્યારે એને ફક્ત આટલું કહ્યું કે " હું કંઈ કેહવા નથી માંગતી બસ આટલું જ કહીશ કે જ્યારે કોઈ ના ભૂતકાળ માં કરેલ કાળા કામ સામે આવી તમને સંકેત આપે ત્યારે બેકઓફ કરી લેવું જોઈએ."

નૈના આટલું કહી ઉભી થઇ ને ચાલતી થઈ ગઈ. એ દિવસ એમ જ વીતી ગયો. શૂટિંગ પૂરું કરી નૈના સેટ છોડી ને જતી હતી ત્યાં આકાશ એને મળ્યો. નૈના એને ઇગ્નોર કરી ને ચાલવા લાગી.

" પેહલા તો ak સાથે વાતો ન ખૂટતી અને આજે..." આકાશ બોલ્યો.

સાંભળી નૈના ઉભી રહી અને પાછળ ફરી ને બોલી., "સમય સમય નું કામ કરે છે, જેમ સમય બદલાય છે એમ લોકો પ્રત્યે નો નજારો પણ બદલાય છે."

"અચ્છા તો તારો સમય બદલાય ગયો ?" આકાશ નૈના પાસે આવતા બોલ્યો.

"ના મારો નજરીયો બદલાયો છે." નૈના બોલી.

"સરસ, પણ હવે સારા સમય ને ખરાબ સમય માં બદલવા પર મજબુર કેમ કરે છે?"

"શું મતલબ ?"

"મતલબ કે વગર કારણ નો આર્યન જોશી સાથે પંગો શા માટે લે છે, મને ખબર છે આજ ના તારા ઇન્ટરવ્યૂ વિસે. જેટલા વર્ષ તે આ ઇન્ડસ્ટ્રી ને આપ્યા છે ને એના ત્રણ ગણા વર્ષો થી હું અહીંયા છું." આકાશ બોલ્યો.

" તો હવે મારી જાસૂસી શરૂ થઈ ગઈ છે ?"

"ના આને કોન્ટેક્સ કહેવાય નૈના, અને તારી ભલાઈ માટે કહું છું આ બધું છોડ અને જ્યાં છો જે પોઝિશન માં છો એને સાંભળવા માં અને આગળ વધારવા માં ફોકસ કર. આ બધું...." આકાશ હજુ બોલતો હતો.

વચ્ચે નૈના બોલી પડી, " મને કોઈ ની ભલામણ ની જરૂર નથી આકાશ, એ વાત તું જાણે છે, અને મને પ્રોબ્લેમ આર્યન સાથે છે, તારી સાથે નહીં એટલું સારું છે. બાકી તારા રાજ ની પણ મને બધી ખબર છે."

"કમિયાબી તને કોઈ સેક્રીફાઇઝ વિના મળી ગઈ છે ને એટલે તને એની વેલ્યુ નથી એવું લાગે છે. એક વાત યાદ રાખજે ફુગ્ગા માં એક હદ સુધી જ હવા સમાય છે, ઓવર થઈ જાય તો ફુગ્ગો એને સહી નથી શકતો અને છેલ્લે એનો ફૂટવા નો સમય આવી જાય છે."

"થેન્ક યુ આ સલાહ માટે " નૈના કટાક્ષ માં બોલી અને નૈના ચાલતી થઈ ગઈ.

"ખોટા રસ્તા પર જાય છે, આગળ અંધારું જ મળશે એટલું યાદ રાખજે." આકાશ નૈના કાર માં બેઠી ત્યાં સુધી ઊંચા અવાજ એ બોલતો રહ્યો.

બીજા દિવસ ની સવાર એ લોકો એ ચા, કોફી સાથે ગરમા ગરમ ન્યૂઝપેપર ની હેડલાઈન વાંચી કે " ઇન્ડસ્ટ્રી ની હોટેસ્ટ જોડી વચ્ચે પડી છે દરાર. આર્યન અને નૈના નું બ્રેકઅપ."

અને નૈના ફરી એક વખત લાઈમલાઈટ માં આવી ગઈ.

આ ખબર થી મીડિયા નૈના અને આર્યન ના એક સ્ટેટમેન્ટ ની રાહ જોઈ રહી હતી. એવા માહોલ માં નૈના એ સમજદારી થી ધીરે ધીરે પહેલી માં નિશા ની વાત એટલે કે આર્યન ના ભૂતકાળ ની વાત મીડિયા સામે રાખી.

પણ આર્યન ચુપ્પી સાધી ને બેઠો હતો. નૈના એ હદ ત્યારે વટાવી જ્યારે એને નિશા ની પ્રેગ્નેન્સી રિપોર્ટ મીડિયા દ્વારા વાયરલ કરી દીધી. અને જાણી જોઈ અજાણી બની ને નિશા ના સ્યુસાઇડ નો કેસ રીઓપન કરાવી અને તટસ્થ તપાસ માટે માંગણી કરી.

સમય વીત્યો આર્યન ના કોન્ટેક્સ આટલા સ્ટ્રોંગ હોવા ને કારણે એના વિરુદ્ધ કોઈ સબૂત ન મળ્યા અને કેસ ફરી ક્લોઝ થઈ ગયો.

પણ એ સમય થી આર્યન અને નૈના વચ્ચે એક જંગ ની શરૂઆત થઈ ગઈ. કોલ્ડ વોર.

આર્યન ની ફિલ્મ એક મહિના માં રિલીઝ થવા ની હતી.

એ દિવસે સવારે નૈના એ ન્યુઝપેપર માં ન્યુઝ વાંચી કે આર્યન ની ફિલ્મ ની રિલીઝ ડેટ પાછળ ધકેલાય છે. નૈના હજુ એ ન્યુઝ વિસે વિચારતી હતી ત્યાં આર્યન એ નૈના ના ઘર માં એન્ટ્રી મારી.

આવતા ની સાથે જ સોફા માં બેસતો બોલ્યો. " સરપ્રાઈઝ કે શોક ?, જે હોય એ પણ ....." આર્યન હજુ બોલતો હતો ત્યાં એની નજર ન્યૂઝપેપર પર પડી અને એના હાથ માંથી એ ન્યૂઝપેપર ખેંચી અને જોતા બોલ્યો ,

" aww, હજુ સુધી મારા પ્રેમ ને ભુલાવી નથી શકી, મારી દરેક ન્યુઝ વાંચે છે ."

"અહીંયા શા માટે આવ્યો છે ?" નૈના ઇરીટેટ થતા બોલી.

"વેઇટ વેઇટ બેબી, કહું બધું. મને ખબર હતી કે આ ન્યુઝ સાંભળી કે વાંચી ને વિચારીશ કે આવું શા માટે, આર્યન જોશી ની ફિલ્મ ની રિલીઝ ડેટ પાછળ કેમ ધકેલાઈ.

તો એનું કારણ જણાવવા આવ્યો છું હું અહીંયા."

"મને કોઈ પણ જાત નો ઇંટ્રેસ્ટ નથી, પ્લીઝ લીવ."

નૈના ગુસ્સા માં બોલી.

"અરે અરે, ચીલ. ગુસ્સો કેમ કરે છે, તે મારી સાથે કેટલું ખરાબ કર્યું, મારુ નામ મારી ઇમેજ ને કેટલી ખરાબ કરવા ની કોશિશ કરી, પણ જો હું જરા પણ ગુસ્સે છું, નહીં ને.

નૈના ગુસ્સો માણસ નો સૌથી મોટો શત્રુ છે ."

"બીજું કાંઈ...?" નૈના વાત કટ કરતા બોલી.

" બીજું એ કે તારી ફિલ્મ નું શૂટિંગ પૂરું થવા આવ્યું છે, અને બે મહિના માં તારી ફિલ્મ રેડી થઈ લોકો સામે આવવા ની છે બરાબર ને. તો ધ્યાન થી સાંભળ હવે જે જે દિવસે તારી ફિલ્મ રિલીઝ થશે ને એ એ જ દિવસે હું પણ ફિલ્મ રિલીઝ કરીશ.

યાર આપણા બંને નું બોન્ડિંગ કેટલું સારું છે નહીં......" આર્યન બે સ્ટેપ પાછળ ચાલ્યો, એક ક્ષણ ની ચુપ્પી બાદ એના ચહેરા નું એક્સપ્રેશન બદલતા બોલ્યો.

"હવે જોઈ નૈના શર્મા, મારા સ્ટારડમ સામે તારું સ્ટારડમ કેટલું ટકી શકે છે."

***

આર્યન ના આ ચેલેન્જ નો નૈના ના જીવન, કરિયર અને સ્ટારડમ પર કેવો અસર પડે છે, જાણવા માટે વાંચતા રહો સ્ટારડમ.

સ્ટારડમ ભાગ 14 કેવો લાગ્યો અને એને 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો ? તમારા રીવ્યુ ની રાહ માં.

- Megha Gokani